________________
૧૩૯
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૬ ગાથા-૨ ભાવાર્થ :
સીમંધરસ્વામી ભગવાનનું શુદ્ધ સ્વરૂપે ધ્યાન કરવાથી તેમની જેમ સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય છે અને આત્માનું શુદ્ધ સ્વરૂપે ધ્યાન કરવા માટે તેનાથી વિરુદ્ધ એવી અશુદ્ધ અવસ્થાનું જ્ઞાન ઉપકારક છે. તેથી સંસાર અવસ્થામાં જીવની ચાર મલીન અવસ્થા છે તે ચાર અવસ્થાનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવતાં કહે છે.
ભવમાં રહેલા જીવની ચાર યથાર્થ દશા છે. ૧. બહુશયનરૂપ મિથ્યાત્વની અવસ્થા છે. ૨. શયનરૂપ અવિરતસમ્યગ્દષ્ટિની અવસ્થા છે. ૩. જાગરણરૂપ સુસંયતની અવસ્થા છે.
૪. ચોથી દશા તેરમે આદિ ગુણસ્થાનકે છે. અર્થાત્ તેરમે અને ચૌદમે ગુણસ્થાનકે છે.
આ પ્રમાણે નયચક નામના ગ્રંથમાં ભવની ચાર શામળી અવસ્થા બતાવી છે.
(૧) બહુશયનરૂપ મિથ્યાત્વ અવસ્થા : જે જીવો મિથ્યાત્વના ઉદયવાળા છે તેઓ સંસારની વિડંબનારૂપ અવસ્થાને અને મુક્ત આત્માની સુંદર અવસ્થાને જાણી શકતા નથી માટે તત્ત્વની દૃષ્ટિએ ગાઢ ઊંઘમાં છે. જીવની આ પહેલી મલીન અવસ્થા છે.
(૨) શયનરૂપ અવિરત સમ્યગ્દષ્ટિની અવસ્થા : જે જીવોના વિવેકચક્ષુ ખુલેલા છે તેથી સંસારની ચાર ગતિઓની વિડંબના વિડંબનારૂપે દેખાય છે અને સર્વ કર્મરહિત આત્માની મુક્ત અવસ્થા સુંદર અવસ્થારૂપે દેખાય છે અને તેના ઉપાયભૂત ભગવાનનું વચન અને ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ છે તેવો સ્થિર નિર્ણય છે તોપણ મોહના નાશ માટે સુદઢ વ્યાપાર કરવા સમર્થ નથી તેવા અવિરત સમ્યગ્દષ્ટિ જીવો “બહુશયન અવસ્થામાંથી જાગ્યા હોવા છતાં “શયન અવસ્થામાં” છે. આથી જ શત્રુના નાશ માટે અમ્મલિત ઉદ્યમ કરી શકતા નથી. આ બીજા પ્રકારની જીવની કંઈક શુદ્ધિવાળી મલીન અવસ્થા છે.
(૩) જાગરણરૂપ સુસંયતની અવસ્થા : જે જીવો સંસારના યથાર્થ સ્વરૂપને જાણીને સંસારના પરિભ્રમણના કારણભૂત મોહના ઉમૂલ માટે સદા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org