________________
૯૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૩/ગાથા-૧૬-૧૭-૧૮ ગુણને સેવે છે. જેથી ગૃહસ્થ અવસ્થામાં ધનાદિનો સંબંધ હોવા છતાં ધનાદિ પ્રત્યેના પ્રતિબંધરૂપ સંગને કરતો નથી. તેથી અકસ્માતે ધનાદિ નાશ થાય તોપણ ક્ષણભંગુર ભાવનાથી ભાવિત હોવાને કારણે ખેદને અનુભવતો નથી. II૧૬ના અવતરણિકા – ભાવશ્રાવકના પરાર્થ કામભોગાદિ ગુણને બતાવે છે –
ગાથા :
ભાવવિરતિ સેવે મને, ભોગાદિક પર અનુરોધ રે;
બોધે રે, ઈમ ઉલ્લસે ગુણ સોલમે એ. ૧૭ ગાથાર્થ :
મનમાં વિરતિનો ભાવ સેવે, પરના અનુરોધથી ભોગાદિ કરે, બોઘે રેકપરને બોધ કરાવે, એ પ્રમાણે સોલમો ગુણ શ્રાવકમાં ઉલ્લાસ પામે છે. II૧૭ll ભાવાર્થ :
પૂર્વમાં બતાવાયેલા ગુણોને સેવતા-સેવતા શ્રાવકનું ચિત્ત સંયમના પરિણામવાળું થાય છે. તેથી સંસારમાં ભોગાદિની કામના નષ્ટપ્રાય થયેલી હોય છે, છતાં તથા પ્રકારના સંયોગને કારણે માતા-પિતાના કે પત્ની આદિના અનુરોધથી ભોગાદિ સેવે છે અને તેઓને સમ્યગુ બોધ કરાવવા માટે યત્ન કરે છે અને તેમના હિતના અર્થે જ સંયમ ગ્રહણ કરવામાં કાળક્ષેપ કરે છે. આવા નિર્લેપ શ્રાવકના ભોગાદિ કેવળ પરના માટે જ હોય છે. પરંતુ અંતરંગ રીતે તો ભોગનો પરિણામ નષ્ટ થયેલો હોય છે. જેમ પૃથ્વીચંદ્ર રાજાએ પિતાના અનુરોધથી રાજ્ય સ્વીકાર્યું અને ભાવનો પ્રકર્ષ થવાથી રાજસભામાં જ કેવળજ્ઞાન થયું. વિના અવતરણિકા - ભાવશ્રાવકનો વેશ્યાની જેમ ગૃહપાલન ગુણ બતાવે છે –
ગાથા :
આજ કાલ એ છોડિયું, ઈમ વેશ્યા પરે નિસનેહો રે; ગેહો રે, પર માને ગુણ સત્તરમેં એ. ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org