________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૭/ગાથા-૧-૨ ૧૭૩ સેવન કરીને પોતે ભગવાનના વચનની સમ્યમ્ આરાધના કરી શકે તેવી ઇચ્છા વ્યક્ત કરે છે અને પોતે જો તે આરાધના કરી શકે તો પોતાને બધી સંપત્તિ પ્રગટ મળી છે તેમ ગ્રંથકારશ્રી માને છે. આવા અવતરણિકા :ભગવાનને વિનંતી કરતાં કહે છે –
ગાથા :
વેગલો મત હુજે દેવ ! મુઝ મન થકી, કમલના વનથકી જિમ પરાગો; ચમકપાષાણ જિમ લોહને ખેંચસે,
મુક્તિને સહજ તુઝ ભક્તિરાગો. આજ. ૨ ગાથાર્થ :
હે દેવ ! મારા મન થકી તમે વેગળા થશો નહિ, જેમ કમળના વન થકી કમળની પરાગ=સુગંધ, વેગળી થતી નથી. જેમ ચમકપાષાણ લોહને ખેંચશે તેમ તમારી ભક્તિનો રાગ મુક્તિને સહજ ખેંચશે. શા ભાવાર્થ :
ગ્રંથકારશ્રી સંસારને સ્પષ્ટ વિડંબનારૂપ જોનારા અને મોક્ષ અવસ્થા જ જીવની રમ્ય અવસ્થા છે એમ જાણતા હોવાથી પોતે મોક્ષ પ્રાપ્તિના અત્યંત અર્થી છે. તેથી મોક્ષ પ્રાપ્તિના પરમ ઉપાયભૂત ભગવાનને વિનંતી કરતા કહે છે કે જેમ કમળના વનથી કમળની પરાગ વેગળી થતી નથી, તેમ હે વીતરાગ ! તમે મારા મન થકી વેગળા થશો નહિ. જેથી મારા મનમાં પ્રતિક્ષણ વીતરાગનું સ્મરણ રહે અને વીતરાગ પ્રત્યેની ભક્તિથી વીતરાગના વચન સેવવાનો દૃઢ ઉદ્યમ થાય જેથી સંસારનો નાશ થાય. વળી, ભગવાનની ભક્તિ જ સંસારના નાશનો ઉપાય છે તે બતાવવા અર્થે કહે છે – જેમ ચમકપાષાણ પ્રવૃત્તિથી જ લોખંડને ખેંચે છે તેમ વીતરાગ પ્રત્યેની ભક્તિનો રાગ આત્મામાં રહેલા વીતરાગભાવને ખેંચીને મોક્ષ અવસ્થાને પ્રાપ્ત કરાવે છે માટે વીતરાગના વચનના રાગના બળથી હું વિતરાગના વચનમાં દઢ ઉદ્યમવાળો થાઉં એવી ઇચ્છા ગ્રંથકારશ્રી ભગવાન પાસે અભિવ્યક્ત કરે છે. શા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org