SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૨/ગાથા-૬-૭, ૮, ૯-૧૦ પોતાનામાં મોહની વૃદ્ધિ કરે અને બીજાને મોહ પેદા કરાવે તેવા ભાવો છે આથી તે અનર્થદંડરૂપ છે. (૬) મધુરભાષી : વળી, શ્રાવક હંમેશા મધુર ભાષા બોલનારા હોય; કેમ કે કઠોર વચન બોલવા ધર્મીને શોભતા નથી. વસ્તુતઃ શ્રાવક દયાળુ સ્વભાવવાળા હોય તેથી કોઈને કઠોર વચનથી કહે નહિ, ફક્ત યોગ્ય જીવના ઉપકાર અર્થે અપવાદથી ક્યારેક કઠોર વચન કહે તો તે પણ અંતરંગ દયાળુ સ્વભાવથી પરના હિત અર્થે કહે તે સિવાય પોતાની પ્રકૃતિથી કોઈને કઠોર વચનથી કહે નહિ. આ છ પ્રકારની ઉચિત આચરણા શ્રાવકનો શીલ ગુણ છે. II૬-ગ. અવતરણિકા : ભાવશ્રાવકના ગુણવંત ગુણને સ્પષ્ટ કરવા અર્થે તેના પાંચ પ્રકાર બતાવે છે – ગાથા : ઉધમ કરે સદા સઝાય, કરણ વિનયમાં સર્વ ઉપાય; અનભિનિવેશી રુચિ જિનઆણ, ધરે પંચગુણ એહ પ્રમાણ. ૮ ગાથાર્થ : સઝાય-કરણ-વિનયમાં સ્વાધ્યાય કરવામાં, અનુષ્ઠાન કરવામાં અને વિનયમાં સદા સર્વ ઉપાયથી ઉધમ કરે, અનભિનિવેશી=અતત્વમાં આગ્રહ વગરના, રુચિ જિનઆણ ભગવાનની આજ્ઞામાં રુચિ, પંચગુણ= પાંચ ગુણ ધારણ કરે એહ શ્રાવક પ્રમાણ છે. llcil અવતરણિકા : પૂર્વગાથામાં ભાવશ્રાવકના ગુણવંતરૂપ ત્રીજા ભેદના સ્વાધ્યાયાદિ પાંચ' પ્રકારો છે તેમ કહ્યું. તેથી હવે ગાથા-૯ અને ૧૦થી તે પાંચ પ્રકાર બતાવે છે – ગાથા : સઝાયૅ ધારે વૈરાગ, તપ-નિયમાદિક કરણે રાગ; વિનય પ્રjજે ગુણનિધિતણો, જિમ મન વાધે આદર ઘણો. ૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy