________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/સંકલના
ભાવસાધુની યોગ્યતાને પ્રગટ કર્યા પછી તે શ્રાવક ભાવસાધુ થવા માટે સમ્યક ઉદ્યમ કરી શકે. ત્યારપછી ભાવસાધુઓ કેવા ઉત્તમ ગુણવાળા છે, તેનું સ્વરૂપ ઢાળ-૧૫માં બતાવીને ગ્રંથકારે તેમની સ્તુતિ કરેલ છે.
વળી, સંસાર અવસ્થામાં આત્માની ચાર અવસ્થા બતાવીને નિશ્ચયનય અને વ્યવહારનય કઈ રીતે આત્મકલ્યાણની દિશા બતાવનાર છે તેનો ગંભીર મર્મ ગ્રંથકારે ઢાળ-૧૬માં બતાવેલ છે. સ્તવનની અંતિમ ઢાળમાં ભગવાનને ભક્તિરૂપે વિનંતી કરીને પ્રસ્તુત સ્તવનથી પોતે કઈ રીતે કલ્યાણને પ્રાપ્ત કરશે તેની ગ્રંથકારશ્રીએ સ્પષ્ટતા કરેલ છે.
છદ્મસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ.સં. ૨૦૬૫, અષાઢ સુદ-૧૩ તા. ૫-૭-૦૯, રવિવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org