________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧૦/ગાથા-૧૫-૧૬ ૪૭ શકતા નથી. આમ છતાં સ્વીકારેલા વેશને છોડવા અસમર્થ થાય અને સાધુવેશમાં રહીને સાધ્વાચારની ક્રિયા કરવા છતાં મોહની પોષક પ્રવૃત્તિ દ્વારા મોહધારાની વૃદ્ધિ કરે તો તેઓ વિનાશને પામે છે તેથી તેઓને માટે તે ક્રિયા ત્યાગ યોગ્ય છે અને પોતાની શક્તિને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન સેવવા યોગ્ય છે. આથી ઉપદેશમાલામાં કહ્યું છે :
जइ न तरसि धारेउं, मूलगुणभरं सउत्तरगुणं च। મુહૂUT તો તિભૂમિં, સુસવાનં વરતરી 1 (૩૫શમાતા-૧૦૨) ૧પ અવતરણિકા :
વળી, અજ્ઞાનને કારણે ક્ષેપદોષથી શું અનર્થ થશે તે બતાવે છે – ગાથા :
વિચે વિચે બીજા કાજમાં રે, જાએ મન તે ખેપ રે;
ઊખણતાં જિમ શાલિનું રે, ફલ નહી તિહાં નિર્લેપ રે. પ્રભુ! ૧૬ ગાથાર્થ :
વચમાં વચમાં-અનુષ્ઠાનના સેવનના વચ-વચમાં, બીજા કાજમાં મન જાય તે ખેપ રે-ક્ષેપદોષ છે. જેમ શાલિનું બીજ ઉખણતાં એક સ્થાને વાવ્યા પછી ત્યાંથી કાઢીને અન્ય અન્ય સ્થાને વપન કરતાં, સુંદર ફળ થાય નહિ તેમ તિહાંક્ષેપ દોષવાળા અનુષ્ઠાનમાં, નિર્લેપ ફળ થાય નહિ. II૧૬ો. ભાવાર્થ :
સમ્યજ્ઞાન વગર થતી ક્રિયાઓમાં લેપદોષની પ્રાપ્તિ થાય છે. તેથી ક્ષેપદોષવાળા અનુષ્ઠાન કાળમાં જે ક્રિયા કરે છે તે ક્રિયા સાથે ચિત્ત જોડાય છે અને વચવચમાં બીજા પણ કાર્યમાં મન જાય છે. તેથી તે ક્રિયાકાળમાં જે ક્રિયામાં મન જોડાય છે તેનાથી પણ વિશિષ્ટ ફળ મળતું નથી તે દૃષ્ટાંતથી બતાવે છે. જેમ શાલિ-ચોખા, તેનું બીજ જમીનમાં વાવવામાં આવે અને તેને એક સ્થાનેથી કાઢીને અન્ય અન્ય સ્થાને વાવવામાં આવે તો તે બીજથી સુંદર શાલિ ઉત્પન્ન થતી નથી. તેમ ધર્મના ક્રિયાકાળમાં ચિત્ત વચવચમાં બીજા કાર્યમાં જઈને ફરી ક્રિયા સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org