SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૨/ગાથા-૧૪, ૧૫-૧૬ અવતરણિકા : ભાવશ્રાવકના પ્રવચનકક્ષ ગુણને સ્પષ્ટ કરવા અર્થે તેના છ પ્રકાર બતાવે છે – ગાથા : સૂત્ર અર્થ ઉસ્સગ્ગવવાય, ભાર્વે વ્યવહારે સોપાય; નિપુણપણું પામ્યો છે જેહ, પ્રવચનદક્ષ કહીએ તેહ. ૧૪ ગાથાર્થ - સૂત્ર, અર્થ, ઉત્સર્ગ, અપવાદ, ભાવ અને વ્યવહારમાં સોપાય ઉપાય સહિત જે નિપુણપણું પામ્યો છે તેને પ્રવચનદક્ષ કહીએ. II૧૪ ભાવાર્થ : સૂત્ર આદિ છ વસ્તુમાં ઉપાયપૂર્વક જે નિપુણતાને પામ્યો હોય તે શ્રાવક પ્રવચનમાં દક્ષ છે તેમ કહેવાય છે. I૧૪ll અવતરણિકા : પૂર્વગાથામાં ભાવશ્રાવકના પ્રવચનદક્ષરૂપ છઠ્ઠા ગુણના સૂત્રાદિ છ પ્રકારો છે તેમ કહ્યું. તેથી હવે ગાથા-૧૫ અને ૧૬થી તે છ પ્રકારો બતાવે છે – ગાથા : ઉચિત સૂત્ર ગુરુ પાસે ભણે, અર્થ સુતીર્થે તેહનો સુણે; વિષયવિભાગ લહે અવિવાદ, વલી ઉત્સર્ગ તથા અપવાદ. ૧૫ પક્ષભાવ વિધિમાંહે ધરે, દેશકાલમુખ જિમ અનુસરે; જાણે ગીતારથ વ્યવહાર, તિમ સવિ પ્રવચનકુશલ ઉદાર. ૧૬ ગાથાર્થ – (૧) શ્રાવક ઉચિત સૂત્ર ગુરુ પાસે ભણે, (૨) સુતીર્થમાં ગીતાર્થગુરુ પાસે તેહનો અર્થ સુણે અને સૂત્રોના વિષય વિભાગને અવિવાદ લહે યથાર્થ પ્રાપ્ત કરે. વળી, (૩) ઉત્સર્ગ તથા (૪) અપવાદ અવિવાદ લહે યથાર્થ પ્રાપ્ત કરે. I૧૫ll Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy