________________
૭૮ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૨/ગાથા-૯-૧૦, ૧૧
(૪) અનભિનિવેશી : શ્રાવક અનભિનિવેશી ગુણવાળા હોય છે તેથી તત્ત્વને જાણવા અર્થે ગીતાર્થ પાસે સ્વાધ્યાયાદિ કરતા હોય અને ગીતાર્થ જે કંઈ પણ શાસ્ત્રના પદાર્થો સમજાવે તે યથાર્થ છે વિપરીત નથી તેમ સ્વીકારે છે; કેમ કે શ્રાવકને તત્ત્વ જાણવા માટે જ આગ્રહ હોય છે, પરંતુ અતત્ત્વભૂત એવા ભાવો પ્રત્યે અભિનિવેશ નથી.
(૫) ભગવાનની આજ્ઞામાં રુચિ : શ્રાવકને ભગવાનની આજ્ઞામાં રુચિ હોય છે તેથી ભગવાનની આજ્ઞામાં રુચિરૂપ સહણાને કારણે શાસ્ત્ર સાંભળવાની અત્યંત ચાહના હોય છે અને સમ્યગુ બોધ કરવાનો મોટો ઉત્સાહ હોય છે. II૯-૧૦માં
અવતરણિકા :
ભાવશ્રાવકના ઋજુવ્યવહાર ગુણને સ્પષ્ટ કરવા અર્થે તેના ચાર પ્રકાર બતાવે છે –
ગાથા :
અવિત થકથન અવંચકક્રિયા, પાતિક પ્રકટન મૈત્રીપ્રિયા;
બોધબીજ સભાઓં સાર, ચાર ભેદ એ ઋજુવવહાર. ૧૧ ગાથાર્થ :
અવિતથકથન યથાર્થ બોલવું, અવંચકક્રિયા-કોઈને ગે નહિ તેવી વ્યવહારની પ્રવૃત્તિ, પાતિક પ્રકટન=પાપની પ્રવૃત્તિઓના અનર્થનું આશ્રિત આગળ પ્રકાશન કરે, મૈત્રીપ્રિયા વ્યવહારમાં નહિ ગવારૂપ જીવો પ્રત્યેનો મૈત્રીભાવ, બોધિબીજની સભાવનાના ફળવાળા ઋજુવ્યવહારના ચાર ભેદ છે. [૧૧] ભાવાર્થ :
ભાવશ્રાવકને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા હોય છે તેથી બોધિબીજની પ્રાપ્તિના ફળવાળા એવા ઋજુવ્યવહારને સેવે છે. ઋજુવ્યવહાર એટલે સરળ પ્રકૃતિથી વ્યવહારની પ્રવૃત્તિ કરવી અને તે ઋજુવ્યવહાર ચાર પ્રકારે પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org