Book Title: Sarvagnya jeva Suridev
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
Catalog link: https://jainqq.org/explore/004549/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 21011 Xullaea S SSSS • તબક શ્રી પ્રિયદર્શન Jai Ellugation International Page #2 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞ જ્વા સૂરિવ વિક્રમની બારમી શતાબ્દીમાં થઈ ગયેલા, ભારતના પુરાતન ઉત્કર્ષકાળના સર્વશ્રેષ્ઠશાસ્ત્રકાર, જ્ઞાનજ્યોતિસ્વરૂપ કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિનું આ નાનકડું જીવનચરિત્ર છે. આ જીવનચરિત્રમાં શૈલીની સુપાઠ્યતા છે, ભાષાની સરલતા છે, અને સંકલનાની સુગમતા છે છતાં આ ચરિત્રલેખનનો પ્રતિભાવ તો એના વાચકો જ આપશે ! એકવાર અવશ્ય આ ચરિત્રને વાંચી જાઓ. લેખક આચાર્યદેવશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ મહેસાણા (ઉ. ગુજરાત) ૩૮૪ 00૨ છે. © સર્વહક્ક પ્રકાશકને આધીન : પહેલી આવૃત્તિ : વિ.સં. ૨૦૪૬, ઈ.સ. ૧૯૮૯ પ્રત : ૫૦૦0 : બીજી આવૃત્તિ : વિ.સં. ૨૦૫૪, આસો સુદ ૧૫, ઈ.સ. ૧૯૯૮ પ્રત : ૨000 હે છે. : મૂલ્ય : 30/- રૂપિયા : ાઈપસેટિંગ : મેક ગ્રાફિક, અમદાવાદ : મુદ્રક : ચંદ્રિકા પ્રિન્સ્કી, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિનું જીવનચરિત્ર લખવું એ મહાસાગર તરવા જેવો વિકટ પ્રયાસ છે. પરંતુ આચાર્યશ્રી તરફની મારી ભક્તિ અને શ્રદ્ધાએ જ મને આ ચરિત્ર લખવા પ્રેરિત કર્યો છે. આ ચરિત્રરચનાના આધારભૂત ગ્રંથો આ છે: (૧) જયસિંહસૂરિ-વિરચિત કુમારપાલ ભૂપાલચરિત્ર, (૨) શ્રી રાજશેખરસૂરિ-પ્રણીત ચતુર્વિશતિપ્રબંધ, (૩) શ્રી મેરૂતુંગાચાર્ય-વિરચિત પ્રબંધચિંતામણિ. આ જીવનચરિત્ર, વિશેષરૂપે બાળકોને દૃષ્ટિમાં રાખીને લખ્યું છે. એટલે રચનાશૈલી એકદમ સરળ રાખવાનો પ્રયત્ન કર્યો છે. નાનાં વાક્યો, સુગમ શબ્દો અને સરળ શૈલીમાં આ ચરિત્ર લખ્યું છે. એમાં મને કેટલી સફળતા મળી છે, એ તો વાચકો જ કહેશે. ગુજરાતના કે ભારતના ઇતિહાસમાં, આ સાચી... તદ્દન સાચી ઘટનાઓનો સમાવેશ ઈતિહાસકારોએ કર્યો નથી. કારણ કે ભારતમાં જે ઈતિહાસ બાળકોને ભણાવવામાં આવે છે તે મોટા ભાગે વિદેશીઓએ લખેલો છે. જૈન ધર્મદ્વિષી એવા સ્વદેશીઓએ લખેલો છે. એટલે એ કાળની ઢગલાબંધ સંસ્કારપોષક વાતો | બાળકોને વાંચવા મળતી નથી. તેથી આ દેશના સંસ્કારઘડતરમાં જૈન પ્રજાનો કેટલો મોટો ફાળો છે, એ જૈનો જાણતા નથી ! જૈનેતરો પણ જાણતા નથી. શ્રી હેમચન્દ્રાચાર્યનું વ્યક્તિત્વ અદૂભુત હતું. તેઓનું સમસ્ત જીવન તેજસ્વી હતું. આચાર્યદેવમાં આધ્યાત્મિક ઉજ્વલતાની સાથે અપૂર્વ માનવતા રહેલી હતી. આચાર્યદેવના સૌમ્ય ઉપદેશની આગળ, તેઓના નિર્મળ વ્યક્તિત્વની આગળ સિદ્ધરાજની ઉત્કટ મહત્ત્વાકાંક્ષાઓ અને તેનો ઉગ્ર સ્વભાવ શાંત થઈ જતો હતો. શ્રી હેમચંદ્રાચાર્યની અપૂર્વ ઉપદેશશક્તિથી કુમારપાલના મનનું સમાધાન થયું હતું. તેઓની વીતરાગ સ્તવનાઓથી રાજાનું ચિત્ત સાત્વિક બન્યું હતું. યોગશાસ્ત્રના અભ્યાસથી રાજાને ઉત્તરાવસ્થામાં મનઃપ્રસાદ મળ્યો હતો. કુમારપાલ દ્વારા આચાર્યદેવે અહિંસા-પ્રવર્તનનું મહાન કાર્ય કર્યું હતું, જે છેલ્લાં હજારો વર્ષોના ઇતિહાસમાં અદ્વિતીય કાર્ય હતું. આ ચરિત્ર લખવામાં, કોઈ પણ ક્ષતિ-ડ્યુટી રહી ગઈ હોય તો મને ક્ષમા કરો. મારું ધ્યાન દોરજો. બીજી આવૃત્તિમાં સુધારી લેવા પ્રયત્ન કરીશ. સહુ કોઈ આ ચરિત્ર વાંચી, અનેકવિધ સત્રેરણાઓ પામે, એ જ મંગલ કામના. ઈરલાબ્રિજ, મુંબઈ જ્ઞાનપંચમી, વિ.સં. ૨૦૪૬ હકદલ્સનરુતિ Page #5 -------------------------------------------------------------------------- ________________ ના જ -- - - - પ્રકાશકીય સાડા ત્રણ કરોડ સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોની રચના કરનારા મહાન મૃતધર આચાર્યદેવ હેમચન્દ્રસૂરિનું જીવનચરિત્ર પ્રકાશિત કરતાં અમને ખૂબ આનંદ થાય છે. જોકે આ ચરિત્ર ખાસ તો બાળકો માટે લખાયેલું છે, પરંતુ સહુને વાંચવું ગમે, સહુને પ્રેરણા મળે એવું આ ચરિત્ર લખાયેલું છે. અમારી ભાવના તો આ પુરતકને ગુજરાતના ગામડે-ગામડે પહોંચાડવાની છે. દરેક ગામની લાઈબ્રેરીમાં આ પુસ્તક હોવું જ જોઈએ. જૈનોનાં ઘરોમાં તો હોવું જ જોઈએ ! દરેક જૈને આ ચરિત્ર વાંચવું જોઈએ. ટ્રસ્ટના આજીવન ગ્રાહકોને આ પુસ્તક મળશે, તેઓ આસપાસ વસનારાં જૈન-જૈનેતર ભાઈ-બહેનોને આ પુસ્તક વાંચવા જરૂર આપે. શક્તિ હોય તો વધુ નકલો મંગાવીને ભેટ આપે. રાજા સિદ્ધરાજ જયસિંહે અને રાજા કુમારપાલે જે આચાર્યદેવને પોતાના “ગુરુદેવ' માનેલા હતા, જેમની અનેક આજ્ઞાઓને શિરોધાર્ય કરેલી હતી, તેવા યુગપ્રધાન આચાર્ય ભગવંતનું આ ચરિત્ર, સહુનું કલ્યાણ કરનારું બનો, એ જ મંગલ કામના. – ટ્રસ્ટીગણ શ્રી વિ.ક.પ્ર. ટ્રસ્ટ, Page #6 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞ જેવા સૂરિદેવ (કલિકાલરાર્વજ્ઞ આચાર્યશ્રી હેમરચંદ્રસૂરીશ્વરજી મ.ની જીવનયાત્રા) જન્મ દીક્ષા આચાર્ય સ્વર્ગવાસ સંપૂર્ણ આયુષ્ય માતાનું નામ પિતાનું નામ જન્મભૂમિ ગુરુદેવ સ્વર્ગવાસ : વિક્રમ સંવત ૧૧૪૫ : વિક્રમ સંવત ૧૧૫૪ : વિક્રમ સંવત ૧૧૬૬ : વિક્રમ સંવત ૧૨૨૯ : : : ૮૪ વર્ષ પાહિની દેવી ચાચગ શેઠ : ધંધુકા : .. દેવચન્દ્રસૂરિ પાટણ Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ | ...................... ........ .... ૩૭. ........ •... ૪૨. .......... . ૪૮ .. ૫૪ ... ૬૦ •. ૬૭ . ૭૪ અનુ. વિષય ૧. ચંગદેવ...... ૨. મુનિ સોમચન્દ્ર ............ ૩. નાગપુરમાં એક ચમત્કાર !..... ૪. શાસનદેવી પ્રસન્ન થાય છે ! ............... ૫. સિદ્ધહેમ વ્યાકરણ.............. ૬. ગુરુદેવની નિઃસ્પૃહતા...... ૭. તીર્થયાત્રા.... ૮. કૃપાવંત ગુરુદેવ............. ૯. કુમારપાલનો જન્મ..... ........ ૧૦. ગુરુદેવે પ્રાણરક્ષા કરી ....... ૧૧. કુમારપાલનો પશ્ચાત્તાપ. ... ૧૨. સોમનાથ મહાદેવ પ્રગટ થયા. ૧૩. દેવબોધિનો પરાજય .. ........ ૧૪. કાશીદેશમાં અહિંસા-પ્રચાર. ........ ૧૫. રાજાનો કોઢરોગ મટાડ્યો. .... ૧૬. દેરાસરો બંધાવ્યાં .... ૧૦૮ ૧૭. આકાશમાર્ગે ભરુચમાં ............. ૧૮. ડાકણોને વશ કરી ..... ૧૨૪ ૧૯. સચોટ ભવિષ્યવાણી. .. ૧૩૦ ૨૦. બાદશાહનું અપહરણ કર્યું... ૨૧. ધર્મશ્રદ્ધાનો ચમત્કાર . .................. ......... ૨૨. અપૂર્વ સાધર્મિક ઉદ્ધાર .... ૧૫૧ ૨૩. સાચી સુવર્ણસિદ્ધિ ! .. ૨૪. પાંચ પ્રસંગ .... ૨૫. પૂર્વજન્મની કથા................... ૨૬. સૂરિદેવનો સ્વર્ગવાસ............. ૧૮૧ I ........ ......... છે. ૧૧૫ ..... ૧૩૭ ૧૪૫ .......... .. ૧૫૬ “દ્ધિ ! ....... ... ૧૬૨ ૧૦૨ - Page #8 -------------------------------------------------------------------------- ________________ શંગદેવ આજથી ૯૦૦ વર્ષ પહેલાંની આ વાર્તા છે. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આ ઐતિહાસિક વાર્તા છે. ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલી આ વાર્તા છે. ગુજરાતમાં “ધંધુકા' નામનું નગર હતું. આજે પણ છે. એ નગરમાં “ચાચગ' નામના શેઠ રહેતા હતા. તેઓ ગુણવાન હતા, બુદ્ધિમાન હતા અને ધાર્મિક હતા. તેમને “પાહિની' નામની પત્ની હતી. પાહિની શીલવતી અને ગુણવતી સ્ત્રી હતી. જૈન ધર્મ પ્રત્યે એના હૃદયમાં દઢ શ્રદ્ધા હતી. એક દિવસ રાત્રિએ પાહિનીને સ્વપ્ન આવ્યું. એને બે દિવ્ય હાથ દેખાયા. દિવ્ય હાથોમાં દિવ્ય રત્ન હતું. “આ ચિંતામણિ રત્ન છે, તું ગ્રહણ કર.” કોઈ બોલ્યું. પાહિનીએ ચિંતામણિ રત્ન ગ્રહણ કર્યું. તે રત્ન લઈને આચાર્યદેવશ્રી દેવચન્દ્રસૂરિની પાસે જાય છે. ‘ગુરુદેવ, આ રત્ન આપ ગ્રહણ કરો...” રત્ન તે ગુરુદેવને અર્પણ કરી દે છે. તેની આંખોમાં હર્ષનાં આંસુ ઊભરાય છે. સ્વપ્ન પૂરું થઈ જાય છે. તે જાગે છે. પલંગમાં બેસીને તે શ્રી નવકારમંત્રનું સ્મરણ કરે છે. સ્વપ્નને યાદ કરી લે છે. તે વિચાર કરે છે : “ગુરુદેવ નગરમાં પધારેલા જ છે. તો મારા સ્વપ્નની વાત એમને જ કરું.” તેણે સ્નાન કર્યું. સુંદર વસ્ત્રો પહેર્યા. અને તે ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિજીની પાસે ગઈ. પાહિનીએ ગુરુદેવને વંદન કરીને વિનયપૂર્વક પોતાના સ્વપ્નની વાત કહી સંભળાવી. ગુરુદેવે કહ્યું : - ચંગદેવ ચંગદેવ $ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨ wwww ww કર્યું. love l[jhpe] Fel-hef lie P ‘63 se l]yiP] c, સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #10 -------------------------------------------------------------------------- ________________ પાહિની, તને ખૂબ સારું સ્વપ્ન આવ્યું છે. તને શ્રેષ્ઠ રત્ન જેવો પુત્ર થશે. એ રત્ન તે મને આપ્યું છે સ્વપ્નમાં, એનો અર્થ એ થાય છે કે તું તારો પુત્ર મને આપીશ. એ તારો પુત્ર જિનશાસનનો મહાન આચાર્ય બનશે. જિનશાસનને એ શોભાવશે.' પાહિની રાજીની રેડ થઈ ગઈ. એને ગુરુદેવ ઉપર શ્રદ્ધા હતી. એ સમજતી હતી કે સાચું સુખ સાધુજીવનમાં જ છે. એટલે પોતાને થનાર પુત્ર ભવિષ્યમાં સાધુ બની મહાન આચાર્ય બનશે – એ ભવિષ્યકથને એને ભાવવિભોર બનાવી દીધી. તેણે તુર્ત જ પોતાની સાડીના છેડે ગાંઠ મારી..! ગાંઠ મારીને સ્વપ્નને બાંધી લીધું ! ગુરુદેવને ભાવપૂર્વક વંદના કરી એ પોતાના ઘરે આવી. એ જ રાતે એના પેટમાં આકાશમાંથી કોઈ ઉત્તમ જીવ અવતર્યો. જાણે કોઈ સરોવરમાં રાજહંસ ઊતરી આવે તેમ ! પાહિની ગર્ભવતી થઈ. તેનું સૌન્દર્ય દિનપ્રતિદિન વધવા માંડ્યું. તે રોતી નથી. આંખોમાં કાજળ આંજતી નથી. તે દોડતી નથી. તે જલ્દી જલ્દી ચાલતી નથી. તે કાળજીપૂર્વક બેસે છે, કાળજીપૂર્વક ઊભી થાય છે. તે બહુ ખાટું-ખારું ખાતી નથી. બહુ તીખું કે બહુ ઠંડુંગરમ ખાતી નથી. - “મારા પેટમાં રહેલા મારા પુત્રને કોઈ તકલીફ ન થવી જોઈએ. એના બંધાતા પિંડમાં કોઈ ખામી ના આવવી જોઈએ.” એટલા માટે એ આ બધી તકેદારી રાખતી હતી. તેને રોજ જિનમંદિરે જવાની અને પરમાત્માની પૂજા કરવાની ઇચ્છા થાય છે. તે રોજ પરમાત્મપૂજા કરે છે. તેને રોજ ગરીબોને દાન આપવાની ઇચ્છા થાય છે, તે રોજ દાન આપે છે. તેને રોજ અતિથિને દાન આપવાની ઇચ્છા થાય છે, અને તે રોજ જે અતિથિ આવે તેને દાન આપે છે. | ચંગદેવ ૩] Page #11 -------------------------------------------------------------------------- ________________ તે સહુની સાથે મીઠું-મીઠું બોલે છે. તે એના પતિ ચાચગ સાથે તત્ત્વજ્ઞાનની વાતો કરે છે. તેને જ્ઞાની પુરુષોની વાતો સાંભળવી ગમે છે. ચાચગ પણ પાહિનીની દરેક ઇચ્છા પૂર્ણ કરે છે. એમ કરતાં નવ મહિના પસાર થઈ ગયા. વિક્રમ સંવત ૧૧૪૫નું એ વર્ષ હતું. કાર્તિક પૂર્ણિમાનો ધન્ય દિવસ હતો. પાહિનીએ પુત્રને જન્મ આપ્યો. પૂર્ણિમાના ચાંદ જેવો સૌમ્ય અને રૂના ઢગલા જેવો ગોરો ગોરો પુત્ર જોઈને પાહિની રાજી-રાજી થઈ ગઈ. એ વખતે આકાશવાણી થઈ : “પાહિની અને ચાચગનો આ નવજાત પુત્ર તત્ત્વનો જ્ઞાતા બનશે અને તીર્થકરની જેમ જિનધર્મનો પ્રસારક થશે.” આકાશવાણી એટલે દેવની વાણી ! દેવની વાણી સાચી જ પડે. દેવવાણી સાંભળીને પાહિની, ચાચગ અને બીજા લોકો ખૂબ રાજી થયાં. ચાચગે પુત્રજન્મની ખુશાલીમાં મહોત્સવ કર્યો. બારમા દિવસે ફોઈબાએ નામ પાડ્યું : “ચંગદેવ'. ચંગદેવ રૂપરૂપનો અંબાર હતો. એ સહુને ગમી જતો હતો. એ હસતો ત્યારે જાણે એના મુખમાંથી ફૂલો ખરતાં હતાં પાહિની ચંગદેવને રોજ નવડાવીને ચોખ્ખો રાખતી. એને સુંદર વસ્ત્રો પહેરાવતી અને કોઈની નજર ના લાગી જાય માટે ગાલ ઉપર કાળું ટપકું કરતી. ચાચગ શેઠ ચંગદેવ માટે નવાં-નવાં રમકડાં લાવતા. પાહિનીએ સૌથી પહેલાં ચંગદેવને “અરિહંત'નો “અ” બોલતાં શિખવાડ્યો. તે પછી “નમો અરિહંતાણં'નો “ન” બોલતાં શિખવાડ્યો. “મા” બોલતાં તો તે જાતે જ શીખી ગયો ! પાહિની ચંગદેવને દેરાસરે લઈ જાય છે. ( ૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #12 -------------------------------------------------------------------------- ________________ “બેટા, આ ભગવાન છે... બે હાથ જોડો... માથું નમાવો...' પાહિની ભગવાનની ઓળખાળ કરાવે છે. વંદન કરતાં શિખવાડે છે. પાહિની યંગદેવને મુનિરાજ પાસે લઈ જાય છે. બેટા, આ આપણા ગુરુદેવ છે. એમને બે હાથ જોડો. માથું નમાવીને વંદન કરો.' ગંગદેવ ગુરુદેવને વંદન કરે છે. ગુરુદેવ સામે જોઈને હસે છે. ગુરુદેવ ‘ધર્મલાભ’નો આશીર્વાદ આપી એના માથે હાથ મૂકે છે. ચંગદેવ મોટો થતો જાય છે. એને ભણવા માટે શાળામાં મૂકવામાં આવે છે. એ એકવાર સાંભળે છે ને તેને યાદ રહી જાય છે ! શિક્ષકના એકે-એક પ્રશ્નના સાચા જવાબ આપે છે. શિક્ષકનો વિનય કરે છે. શિક્ષકનો લાડીલો બની જાય છે. શિક્ષક યંગદેવની બુદ્ધિની અને ગુણોની પ્રશંસા કરે છે. એક દિવસની વાત છે. પાંચ વર્ષનો ચંગદેવ માતા પાહિનીની સાથે જિનમંદિર ગયો હતો. જિનમંદિરમાં દેવવંદન કરવા માટે આચાર્યદેવશ્રી દેવચન્દ્રસૂરિજી પણ આવેલા હતા. આચાર્યદેવના શિષ્યે આચાર્યદેવને બેસવા માટે આસન પાથરેલું હતું. આચાર્યદેવ પરમાત્માને પ્રદક્ષિણા આપી રહેલા હતા. પાહિની એક બાજુ ઊભી રહી પરમાત્માની સ્તુતિ કરતી હતી...એ વખતે યંગદેવે એક પરાક્રમ કર્યું ! એ જઈને આચાર્યદેવના આસન પર બેસી ગયો ! એના પર એકસાથે પાહિનીની અને આચાર્યદેવની દૃષ્ટિ પડી. માતા એને લેવા આગળ વધે તે પહેલાં આચાર્યદેવ હસી પડ્યા. યંગદેવ પણ હસવા લાગ્યો. આચાર્યદેવે પાહિનીને કહ્યું : ‘શ્રાવિકા, તને યાદ છે તારું સ્વપ્ન ? તને ચિંતામણિ રત્ન મળ્યું હતું... તે રત્ન તેં મને આપ્યું હતું !' ચંગદેવ ૫ Page #13 -------------------------------------------------------------------------- ________________ ‘હા, ગુરુદેવ..., યાદ આવ્યું એ સ્વપ્ન !' ‘એ સ્વપ્નનાં આ એંધાણ છે ! તારો પુત્ર પોતાની મેળે જ મારા આસન પર બેસી ગયો ! ભવિષ્યમાં એ મારી પાસે બેસવાનો છે ને ! હે શ્રાવિકા, તારો આ પુત્ર જિનશાસનનો મહાન પ્રભાવક આચાર્ય બનવાનો છે. તું મને સોંપી દે આ પુત્રને...' ચંગદેવ આસન પરથી ઊઠીને પાહિનીની આંગળી પકડીને ઊભો રહી ગયો હતો. તેની નજર આચાર્યદેવના ઉપર જ હતી. આચાર્યદેવ પણ યંગદેવના તેજસ્વી ચહેરાની રેખાઓ વાંચી રહ્યા હતા. પાહિની જમીન ઉપર દૃષ્ટિ ઢાળીને, બે હાથ જોડીને ઊભી હતી. આચાર્યદેવે કહ્યું : ‘પાહિની, સૂર્ય અને ચન્દ્રને ઘરમાં રાખી શકાય ખરા ? અને જો સૂર્ય-ચન્દ્ર ઘરમાં રહે તો દુનિયાને પ્રકાશ આપી શકે ખરા ? તારો પુત્ર સૂર્ય જેવો તેજસ્વી છે અને ચન્દ્ર જેવો સૌમ્ય છે. તેનો જન્મ ઘરમાં રહેવા માટે નથી થયો. એ તો જિનશાસનના ગગનમાં ચમકવા માટે જન્મ્યો છે. એ ત્યાં સુધી ચમકતો રહેશે, જ્યાં સુધી જિનશાસન રહેશે ! માટે એનો મોહ છોડવો પડશે તારે !' પાહિનીએ કહ્યું : ‘ગુરુદેવ, આપની વાત હું માનું છું. હું રાજી છું... પરંતુ આપ યંગદેવના પિતા પાસે ચંગદેવને માગો...' પાહિની ગંગદેવને લઈ ઘરે આવી. આચાર્યદેવ પરમાતમાની સ્તવનામાં લીન બન્યા. થોડા દિવસો વીતી ગયા. એક દિવસ આચાર્યદેવે ચાચગ શેઠને ઉપાશ્રયે બોલાવીને કહ્યું : ‘ચાચગ, તમારો પુત્ર ચંગદેવ ભાગ્યશાળી છે. એનું ભવિષ્ય ઘણું ઉજજવળ છે.’ ‘ગુરુદેવ, આપની વાત સત્ય થાઓ.' ચાચગે કહ્યું. ‘મહાનુભાવ, વાતને સાચી પાડવા, તમારે ગંગદેવનો મોહ છોડવો પડશે...’ ‘એટલે ગુરુદેવ ?’ ‘ચંગદેવ મને સોંપવો પડશે. એ હીરો છે. એના ઘાટ હું ઘડીશ. સર્વજ્ઞ જેવા સૂરિદેવ દુ Page #14 -------------------------------------------------------------------------- ________________ એ મારી પાસે રહેશે.' ચાચગ વિચારમાં પડી ગયો. તેણે કોઈ જવાબ ના આપ્યો. શું વિચાર કરો છો, ચાચગ ?' ગુરુદેવ, હું વિચારીને જવાબ આપીશ.' ભલે વિચારીને જવાબ આપજો, પરંતુ પુત્રસ્નેહથી ના વિચારજો , તે પુત્રના હિતનો વિચાર કરજો. તમારો આ પુત્ર લાખો જીવોનો તારણહાર બનવાનો છે. લાખો જીવોને અભયદાન આપનારો બનવાનો ચાચર શેઠ ઘરે આવ્યા. ચંગદેવને સાથે બેસાડીને પિતા-પુત્રે ભોજન કર્યું. ભોજન કરીને ચાચગે ચંગદેવને પૂછ્યું : બેટા, તને ગુરુદેવ ગમે છે ?' હા, ગમે છે.” ‘તું એમની પાસે રહીશ?” રહીશ.” ત્યાં તને તારી માતા નહીં મળે...” તોયે ગુરુદેવ પાસે હું રહીશ.” ‘ગુરુદેવ પાસે રહીને શું કરીશ ?' “ગુરુદેવ કહેશે એમ કરીશ.” ‘ગુરુદેવ ભણવાનું કહેશે..' તો હું ભણીશ...!” ગુરુદેવ સાથે પગે ચાલવું પડશે...” હું ચાલીશ...' ચાચગ શેઠ વિચારે છે : “આ છોકરા ઉપર અમને મોહ છે, પરંતુ છોકરાને અમારા પર મોહ નથી.” ચાચગશેઠે પાહિનીદેવી સાથે પણ ચર્ચા કરી લીધી. પાહિનીએ પોતાની અનુમતિ આપી. - રંગદેવ ૭] ચંગદેવ Page #15 -------------------------------------------------------------------------- ________________ ચાચગશેઠે ચંગદેવને ગુરુદેવને સોંપ્યો. ગુરુદેવ દેવચન્દ્રસૂરિજી ચંગદેવને લઈ ખંભાત નગર તરફ વિહાર કરી ગયા. ધંધુકાથી ખંભાત દૂર નથી. થોડા જ દિવસોમાં તેઓ ખંભાત પહોંચી ગયા. ગુરુદેવે ચંગદેવને સારા દિવસે ને શુભ મુહૂર્ત ભણવા બેસાડ્યો. પોતે જ ભણાવવા લાગ્યા. ચંગદેવનો વિનય અને એની બુદ્ધિ જોઈને ગુરુદેવને લાગ્યું : “આ છોકરો જલ્દી વિદ્વાન બનશે. બધાં શાસ્ત્રો ભણી લેશે.' એક દિવસ ગુરુદેવે, ગુજરાતના મહામંત્રી ઉદયનને પોતાની પાસે બોલાવ્યા. ઉદયન મંત્રી જૈન ધર્મને માનનારા હતા. એમને જૈન ધર્મ ઉપર ખૂબ શ્રદ્ધા હતી. ગુરુદેવે તેમને કહ્યું : “મહામંત્રી, આ છોકરો ધંધુકાના ચાચગશેઠનો પુત્ર છે. તેને દીક્ષા આપવાની છે. એનું ભવિષ્ય ઘણું ઊજળું છે. એ જિનશાસનનો મહાન પ્રભાવક આચાર્ય બનશે... એનો દીક્ષામહોત્સવ કરવાનો છે.” ધનભાગ્ય મારાં ! જરૂર કરીશ દીક્ષા મહોત્સવ ! ક્યારે આપવાની છે દીક્ષા ?' મહામંત્રી ઉદયને પૂછયું. “મહા સુદિ ચૌદસના દિવસે.” મહામંત્રીએ મોટો ઉત્સવ કર્યો. આચાર્યદેવે ચંગદેવને દીક્ષા આપી. તેનું નામ “સોમચન્દ્ર મુનિ' રાખ્યું. બોલો, સોમચન્દ્ર મુનિની જય ! C૮ ૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ ! Page #16 -------------------------------------------------------------------------- ________________ મિશષ્ઠ - આચાર્યદેવ દેવચન્દ્રસૂરીશ્વરજી સ્વયં, સોમચક્ર મુનિને ભણાવે છે. - સાધુજીવનના આચાર-વિચારો શિખવાડે છે. – ખૂબ વાત્સલ્યથી સોમચન્દ્ર મુનિની સંભાળ રાખે છે. સોમચન્દ્ર મુનિ પૂરી એકાગ્રતાથી ભણે છે. ભણેલું યાદ રાખે છે. ગુરુમહારાજનો વિનય કરે છે. ગુરુમહારાજની સેવા કરે છે. એકલવ્યની જેમ તન્મય બનીને વિદ્યાભ્યાસ કરે છે. સાવધાનીથી સાધુજીવનના આચારોનું પાલન કરે છે. એક દિવસ ગુરુદેવે, સોમચન્દ્ર મુનિને મહાનજ્ઞાની પુરુષોનાં જીવનચરિત્ર સંભળાવ્યાં. ચૌદપૂર્વોના જ્ઞાતા શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સ્થૂલભદ્રસ્વામી વગેરેના અગાધ જ્ઞાનની વાતો કરી. સોમચન્દ્ર મુનિને જ્ઞાન અને જ્ઞાનીની વાતો ખૂબ ગમે. ગુરુદેવે તેમને ચૌદ પૂર્વ નામનાં શાસ્ત્રોનાં નામ અને તે શાસ્ત્રોના વિષયો સમજાવેલા હતા. ગુરુદેવ પાસે આવી વાતો સાંભળતાં સાંભળતાં સોમચન્દ્ર મુનિના મનમાં વિચારો આવતા : “હું આવો જ્ઞાની શું ના બની શકું ? હું આવો જ્ઞાની બનું તો ! મારે આવા જ્ઞાની બનવા માટે માતા સરસ્વતીદેવીની ઉપાસના કરવી જોઈએ. તો જ મને વિશિષ્ટ પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય. આ ઉપાસના મારે કાશ્મીર જઈને, સરસ્વતીદેવીની મૂળ પીઠમાં કરવી જોઈએ. હું ગુરુદેવને પૂછી જોઉં... જો તેઓ સહર્ષ અનુમતિ આપે.. તો હું કાશ્મીર જઈને સરસ્વતીની ઉપાસના કરું.” કેટલાક દિવસ સુધી સોમચન્દ્ર મુનિએ મનોમંથન કર્યું. પ્રાણ કરતાંય અધિક પ્રિય ગુરુદેવને છોડીને કાશ્મીર જેવા દૂર દેશમાં જવા માટે તેમનું મન પાછું પડતું હતું. બીજી બાજુ જ્ઞાનપ્રાપ્તિ માટે અને | મુનિ સોમચંદ્ર જી ૯) Page #17 -------------------------------------------------------------------------- ________________ અભિનવ પ્રજ્ઞાની પ્રાપ્તિ માટે દેવી સરસ્વતીની આરાધના-ઉપાસના કરવાની તીવ્ર ઇચ્છા તેમને કાશ્મીર જવા ઉશ્કેરતી હતી. એક દિવસ સોમચન્દ્ર મુનિ આવા વિચારોમાં ગરકાવ થઈ ગયેલા હતા, ત્યાં ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિજીએ તેમને જોયા. ગુરુદેવને પણ થોડા દિવસોથી એમ લાગતું હતું કે સોમચન્દ્ર મુનિ કોઈ ગંભીર વિચારમાં છે. તેમણે સોમચન્દ્ર મુનિના માથે પોતાનો સ્નેહાળ હાથ મૂકીને પૂછ્યું : વત્સ, કયા વિચારમાં ડૂબી ગયો છે ?' અચાનક ગુરુદેવને પોતાની પાસે આવેલા જોઈને સોમચન્દ્ર મુનિ ઊભા થઈ ગયા. ગુરુચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું, ગુરુદેવ, કેટલાક દિવસોથી મનમાં એક વિચાર ઘોળાયા કરે છે.' શા માટે વિચાર ઘોળાય છે? તે તારા વિચારો પણ મારાથી છુપાવ્યા નથી.” આપને કહેવો જ છે એ વિચાર. પરંતુ હજુ એ અંગે હું પોતે જ દ્વિધામાં છું, ગુરુદેવ ! પરંતુ આજે આપની આગળ બધી વાત કરી જ દેવી છે. આપ આસન ઉપર બિરાજો.' આચાર્યદેવ આસન ઉપર બેઠા. સોમચન્દ્ર મુનિ વિનયપૂર્વક તેમની પાસે બેઠા. ગુરુદેવ, જ્યારથી આપે મને ચૌદ પૂર્વેના જ્ઞાનની વાત કહી છે, પૂર્વધર મહર્ષિઓની વાર્તાઓ સંભળાવી છે, ત્યારથી મારા મનમાં એ ચૌદ પૂર્વોનું જ્ઞાન પ્રાપ્ત કરવાના મનોરથ પેદા થયા છે. પરંતુ એવું જ્ઞાન વિશિષ્ટ પ્રજ્ઞા વિના પ્રાપ્ત થઈ શકતું નથી. એવી વિશિષ્ટ બુદ્ધિ ના હોય તો આપનું અગાધ જ્ઞાન હું પામી ના શકું. ગુરુદેવ, એવી વિશિષ્ટ પ્રજ્ઞા, દેવી સરસ્વતીની ઉપાસના કરવાથી મળી શકે. એ ઉપાસના, દેવી સરસ્વતીની મૂળ શક્તિપીઠ જ્યાં હોય ત્યાં જઈને કરવાથી, શીધ્ર સફળ થાય છે. તે માટે કાશ્મીર જઈને સરસ્વતીઉપાસના કરવાની મારી ઇચ્છા છે. પરંતુ, ગુરુદેવ ! આપને છોડીને એટલા દૂરના પ્રદેશમાં જવા માટે મન માનતું નથી.” સોમચન્દ્ર મુનિની આંખો ભીની થઈ ગઈ. અવાજ 10 ) સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #18 -------------------------------------------------------------------------- ________________ ગળગળો થઈ ગયો. ગુરુદેવે કહ્યું : “વત્સ, દેવી સરસ્વતીની ઉપાસનાથી વિશિષ્ટ બુદ્ધિ પ્રગટ થાય છે અને એ બુદ્ધિથી વિશિષ્ટ જ્ઞાન મેળવી શકાય છે. નવા નવા ધર્મગ્રંથો અને અધ્યાત્મગ્રંથોનું સર્જન કરી શકાય છે. તારે એ કરવાનું છે. માટે તું કાશ્મીર જા. મારા તને અંતઃકરણના આશીર્વાદ છે. અને હું તો તારી સાથે જ છું ને ? હંમેશાં તારા હૃદયમાં વસેલો છું... બધા વિકલ્પોનો ત્યાગ કરી, કાશ્મીર જવાની તૈયારી કરો. દેવી સરસ્વતીની દિવ્ય કૃપા પ્રાપ્ત કરીને, જલ્દી મને આવીને મળો.” શુભ દિવસે અને શુભ મુહૂર્ત, સોમચન્દ્ર મુનિએ બીજા એક સહાયક મુનિની સાથે કાશ્મીર તરફ પ્રયાણ કર્યું. તેઓ ખંભાતનગરની બહાર આવ્યા. તેમણે ત્યાં એક ભવ્ય જિનાલય જોયું. તેઓ એ જિનાલયમાં દર્શન માટે ગયા. ઉજજયન્તાવતાર' નામનું એ જિનાલય હતું. તેમાં ભગવાન નેમનાથની નયનરમ્ય મૂર્તિ હતી. ભગવાનના દર્શન કરવાથી સોમચન્દ્ર મુનિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. જિનાલયનું શાન્ત વાતાવરણ તેમને ખૂબ ગમી ગયું. તેમના મનમાં વિચાર આવ્યો : “હું આજની રાત આ જિનાલયમાં વિતાવું તો? અહીંથી જ દેવી સરસ્વતીનું ધ્યાન શરૂ કરી દઉં !' - સોમચન્દ્ર મુનિએ પોતાના સાથી મુનિરાજને વાત કરી. મુનિરાજે સંમતિ આપી. જિનાલયની પાસે એક નાની ધર્મશાળા હતી. તેમાં દિવસ પસાર કરી દીધો. રાત્રિના સમયે શુદ્ધ વસ્ત્ર પહેરીને સોમચન્દ્ર મુનિ જિનાલયમાં ગયા. ભગવાન નેમનાથની સોહામણી મૂર્તિની પાસે ઘીનો અખંડ દીપક સળગી રહેલો હતો. દીપકના પ્રકાશમાં મૂર્તિ હસી રહી હતી. સોમચન્દ્ર મુનિ, ભગવંતની સામે શુદ્ધ ભૂમિ પર આસન પાથરીને, પદ્માસન લગાવીને બેસી ગયા. તેમણે મંત્રસ્નાન કર્યું... અને દેવી | મુનિ સોમચંદ્ર ૧૧) Page #19 -------------------------------------------------------------------------- ________________ :: i તારી ભક્તિ અને ધ્યાનથી હું દેવી સરસ્વતી, તારા પર પ્રસન્ન થઈ છું. (૧૨) સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #20 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતીના ધ્યાનમાં લીન થઈ ગયા. રાત્રિના છ કલાક વીતી ગયા. મુનિરાજ સ્થિર મનથી જાપ-ધ્યાન કરી રહ્યા હતા... અને દેવી સરસ્વતી સાક્ષાત્ પ્રગટ થયા.. દેવીએ મુનિ પર સ્નેહની સરિતા વહાવી. કૃપાનો ધોધ વરસાવ્યો. દેવીએ કહ્યું : “વા, હવે તારે મને પ્રસન્ન કરવા કાશ્મીર જવાની જરૂર નથી. તારી ભક્તિ અને ધ્યાનથી હું દેવી સરસ્વતી, તારા પર પ્રસન્ન થઈ છું. મારા પ્રસાદથી તું સિદ્ધ સારસ્વત થઈશ.” આટલું કહીને દેવી તત્કાલ અદશ્ય થઈ ગઈ. જિનાલયમાં સુગંધ-સુગંધ ફેલાઈ ગઈ. સોમચન્દ્ર મુનિની મુખાકૃતિ પર તેજસ્વિતા છવાઈ ગઈ. તેમની પ્રજ્ઞા તત્કાલ વિકસિત થઈ ગઈ. તેમના મુખમાંથી સરસ્વતીની સ્તુતિઓનો પ્રવાહ વહેવા લાગ્યો. તેમનો હર્ષ ઊછળી રહ્યો. ક્યારે પ્રભાત થઈ ગયું તેની ખબર જ ન પડી. તેમણે ભગવાન નેમનાથની સ્તવના કરી. તેઓ ધર્મશાળામાં આવ્યા. સાથી મુનિએ કહ્યું : “મુનિવર, આપણે પાછા ગુરુદેવ પાસે જવાનું છે. જે કાર્ય કાશ્મીર જઈને કરવાનું હતું, તે કાર્ય અહીં જ થઈ ગયું છે...' - બંને મુનિવરો પૂજય ગુરુદેવની પાસે પહોંચી ગયા. ગુરુદેવે સોમચન્દ્ર મુનિના મુખ પર પરિવર્તન જોયું. અપૂર્વ તેજ જોયું. ગુરુદેવ ખૂબ પ્રસન્ન થયા. સોમચન્દ્ર મુનિએ ગુરુદેવને વંદના કરી અને રાત્રિનો સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. ગુરુદેવે નિખાલસ હૃદયે સોમચન્દ્ર મુનિની પ્રશંસા કરી. ગુણવાન શિષ્યની ગુરુ પણ પ્રશંસા કરતા હોય છે. ગુરુદેવે કહ્યું : “વત્સ, મૃતદેવી સરસ્વતીની અભુત કૃપા તને પ્રાપ્ત થઈ છે. તારું મહાન સૌભાગ્ય ઉદયમાં આવ્યું છે. હવે તું દુનિયાના કોઈ પણ વિષય પર લખી શકીશ, બોલી શકીશ, બીજાઓને સમજાવી શકીશ. તારી વાણી પ્રભાવશાળી બનશે. તું રાજા-મહારાજાઓને પણ પ્રતિબોધ આપીને | મુનિ સોમચંદ્ર ૪ ૧૩] Page #21 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગના આરાધક બનાવી શકીશ. ‘ગુરુદેવ, આપની કૃપાથી જ આ સિદ્ધિ મળી છે.' સોમચન્દ્ર મુનિએ નમ્રતાથી કહ્યું. ‘સોમચન્દ્ર, એક જ રાત્રિની આરાધના-ઉપાસનાથી શ્રુતદેવી સરસ્વતી પ્રસન્ન થઈ જાય, આવું મારા જાણવામાં આજ દિન સુધી નથી આવ્યું. આ તારા પુણ્ય પ્રકર્ષથી જ બન્યું છે.' ‘ગુરુદેવ, જ્યારે મેં શ્રુતદેવીને જોયાં... ઓહો ! કેવી એમની અદ્ભુત શોભા હતી ! માથે રત્નજડિત મુગટ હતો. ઉજ્વલ કાન્તિમય દેહપ્રભા હતી. તેમના ડાબા હાથમાં પુસ્તક હતું. જમણા હાથમાં અક્ષમાળા હતી. એક હાથે વીણા પકડેલી હતી અને એક હાથ મારા પર આશીર્વાદ વરસાવતો હતો. તે માતાની કમલ જેવી આંખોમાં સ્નેહનો... કૃપાનો સાગર ઘૂઘવતો હતો... અને એમની વાણીની મધુરતા તો કેવી હતી ! ગુરુદેવ, એ મધુરતાનું વર્ણન હું શબ્દોમાં ન કરી શકું !' ‘વત્સ, તારું આ પરમ સૌભાગ્ય હતું કે તું દેવીનાં પ્રત્યક્ષ દર્શન પામી શક્યો.' સોમચન્દ્ર મુનિએ દેવી સરસ્વતીની કૃપાથી અનેક ધર્મગ્રંથોનું સર્જન કરવા માંડ્યું. એક મિનિટ પણ તેઓ આળસ કરતા નથી. એક ક્ષણ પણ નકામી વાતોમાં વેડફી નાંખતા નથી. દિવસ ને રાત એક જ કામ ! સાહિત્યનું સર્જન ! ૧૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #22 -------------------------------------------------------------------------- ________________ નામપુરમાં એક ચમત્કાર ! આચાર્યદેવશ્રી દેવચન્દ્રસૂરિજી શિષ્યપરિવાર સાથે વિચરતા વિચરતા નાગપુર પહોંચ્યા. નાગપુરના જૈનસંઘે તેમનું આદરભાવથી સ્વાગત કર્યું. આચાર્યદેવે ધર્મનો ઉપદેશ આપીને સહુ જનોનાં મન આનન્દ્રિત કર્યાં. રોજેરોજ આચાર્યદેવ ધર્મનો ઉપદેશ આપે છે. નાગપુરના જૈનસંઘમાં હર્ષનાં મોજાં ઊછળે છે. બીજી બાજુ સોમચન્દ્ર મુનિની વિદ્વત્તાની સુવાસ પણ સંઘમાં પ્રસરે છે. આ જ નાગપુરમાં ધનદશેઠ નામના એક ખૂબ મોટા ધનવાન શ્રેષ્ઠી વસતા હતા. યશોદા નામની તેમની ગુણવાન પત્ની હતી. ચાર સંસ્કારી પુત્રો હતા. ચારે પુત્રોનાં લગ્ન થઈ ગયાં હતાં. તે પુત્રોના ઘરમાં પણ પુત્રોનો જન્મ થયો હતો. ધનદ શેઠનો પરિવાર એ રીતે ક્રમશઃ વધતો જતો હતો. ધનદ શેઠના ઘરે આવેલો કોઈ અતિથિ ખાલી હાથે પાછો જતો ન હતો. તેઓ સાધુ-સંતોની ઉચિત સેવા-ભક્તિ કરતા હતા. અનાથગરીબોને દયાભાવથી દાન આપતા હતા. પોતાના પૈસાનો તેઓ સદુપયોગ કરતા હતા. તેઓ સમજતા હતા કે આ ધન-વૈભવ ચંચળ છે. આજે હોય ને કાલે ના હોય ! - ― – લાખો રૂપિયાનો તેઓ વેપાર કરતા હતા. લાખો રૂપિયા તેમણે લોકોને ધીરેલા હતા. લાખો રૂપિયાના હીરા-મોતી તેમણે જમીનમાં દાટેલાં હતાં. લાખો રૂપિયાના સોના-ચાંદી તેમણે જમીનમાં દાટેલાં હતાં. ધનદ શેઠ એમ સમજતા હતા જે ‘જ્યારે સંકટ આવશે, ત્યારે આ દાટેલું ધન કામ લાગશે.’ કેટલાંક વર્ષો પછી ધનદ શેઠને વેપારમાં મોટું નુકસાન થયું. નાગપુરમાં એક ચમત્કાર ! ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ લોકોને ધીરેલા લાખો રૂપિયા ડૂબી ગયા. દરિયામાં ફરતાં તેમનાં વહાણ ખોવાઈ ગયાં. યશોદા શેઠાણીએ પોતાના દાગીનાઓ શેઠને આપી દીધા. ચાર પુત્રવધૂઓએ પણ પોત-પોતાના દાગીના સસરાને સોંપી દીધા, અને કહ્યું : “હે પિતાતુલ્ય સસરાજી, આ દાગીનાઓ વેચીને પણ વેપાર ચાલુ રાખજો.” ધનદ શેઠે કહ્યું : “તમારી આ ઉદારતાથી મને આનંદ થયો છે. પરંતુ મારે તમારા દાગીનાઓની હમણાં જરૂર નથી. તમારાં સાસુના દાગીનાઓની પણ જરૂર નથી. આપણી પાસે જમીનમાં દાટેલું અઢળક ધન છે. આપત્તિના સમયે કામ લાગે તે માટે મેં જમીનમાં જુદીજુદી જગાએ દાટેલું છે.” શેઠની વાત સાંભળીને શેઠાણી અને ચારે પુત્રવધૂઓ આનંદિત થઈ ગઈ. શેઠે પોતાના ચાર પુત્રોને બોલાવીને કહ્યું : “તમને હું જે જે જગા બતાવું, તે જગાઓ ખોદવાની છે, અને તેમાંથી ધન-સંપત્તિના ચરુ બહાર કાઢવાના છે.” શેઠે પુત્રોને જગાઓ બતાવી. પુત્રોએ એક પછી એક જગા ખોદીને ચર બહાર કાઢ્યા. દરેક ચરુ ઉપર નારિયેળ મૂકીને, માટીથી લીપીને ચરુઓનાં મોઢાં બંધ કરેલાં હતાં. શેઠે માટીનો લેપ દૂર કરીને, નારિયેળ ઉઠાવી લઈને અંદર હાથ નાંખ્યો. પરંતુ તેમના હાથમાં સોનાની લગડીઓના બદલે કોલસાના ટુકડા આવ્યા. બીજો ચરુ ખોલ્યો. તેમાંથી પણ કોલસા જ નીકળ્યા. ત્રીજો ... ચોથો... પાંચમો... એમ દસ ચરુ ખોલી નાંખ્યા. બધામાંથી કોલસા જ કોલસા બહાર નીકળ્યા. શેઠે પોતાનું કપાળ કૂટ્યું. બેહોશ થઈને જમીન પર ઢળી પડ્યા. શેઠાણી, પુત્રો અને પુત્રવધૂઓ... સહુ રડી પડ્યાં. શેઠની બેહોશી દૂર થઈ, પરંતુ તે પણ ધીરજ હારી ગયા ને ધ્રુસકે[૧૬ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #24 -------------------------------------------------------------------------- ________________ ધ્રુસકે રડી પડ્યા. તેમણે પરિવારને કહ્યું : - “આપણા દુર્ભાગ્યે તો હદ કરી. જમીનમાં દાટેલું ધન પણ કોલસા કરી નાંખ્યું... મારી ધારણા ખોટી પડી. મેં વિચારેલું કે કદાચ બહારનું ધન જતું રહેશે તો જમીનમાં દાટેલું ધન કામ લાગશે. જયારે દુર્ભાગ્યનો ઉદય થાય છે ત્યારે મનુષ્યની બુદ્ધિ બહેર મારી જાય છે. શાસ્ત્રજ્ઞાન નકામું થઈ જાય છે. ગર્વ ખંડિત થઈ જાય છે, મહાનતા ચાલી જાય છે અને એનાં સર્વ મનોરથોના મહેલ કડડભૂસ થઈ જાય છે. દુર્ભાગ્ય રાજાને રંક બનાવી દે છે. અમીરને ફકીર બનાવી દે છે. અને મેરુને તૃણ બનાવી દે છે !” ધીરે ધીરે શેઠ અને શેઠનો પરિવાર શાત થાય છે. ઘરની સ્ત્રીઓના દાગીના વેચી-વેચીને શેઠ પોતાના વિશાળ પરિવારનું પાલન કરે છે. પરંતુ એટલું ધન ક્યાં સુધી ચાલે ? શેઠે પોતાની દુકાનો વેચી નાંખી. રહેવાની હવેલી સિવાયનાં ઘર વેચી નાંખ્યાં. છતાં દુર્ભાગ્ય એમનો પીછો છોડતું ન હતું. શેઠ એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા કે ઘરનાં તાંબા-પિત્તળનાં વાસણો વેચવા પડ્યાં. અને એક દિવસ એવો આવી ગયો કે શેઠના પરિવારને બે સમય પૂરતું ભોજન પણ મળતું નથી. અત્યંત ગરીબીએ શેઠને ઘેરી લીધા. એ જ અરસામાં આચાર્યદેવશ્રી દેવેન્દ્રસૂરિજી નાગપુરમાં પધાર્યા હતા. એક દિવસ સોમચન્દ્ર મુનિ ગોચરી લેવા નીકળ્યા હતા. તેમની સાથે વીરચન્દ્ર નામના મુનિરાજ પણ હતા. બંને મુનિરાજે ધનદ શેઠની હવેલીમાં ગોચરી માટે પ્રવેશ કર્યો. હવેલીની ઓસરીમાં જ શેઠ અને એમનો દીન-હીન પરિવાર બેઠો હતો અને લોટ તથા પાણીમાં મીઠું નાંખીને બનાવેલી રાબ પીતો હતો. વરચન્દ્ર મુનિની પાછળ સોમચન્દ્ર મુનિ ઊભા હતા, તેમણે શેઠની નાગપુરમાં એક ચમત્કાર # ૧૭) Page #25 -------------------------------------------------------------------------- ________________ હવેલીમાં ચારેબાજુ જોયું, એ જે શેઠ રાબ પીતા હતા તે રાબ પણ જોઈ. સોમચન્દ્ર મુનિને આશ્ચર્ય થયું. તેમણે ખૂબ ધીમા અવાજે વીરચન્દ્ર મુનિને કહ્યું : “હે પૂજ્ય, આ શેઠ આટલા મોટા ધનવાન હોવા છતાં નિર્ધન મનુષ્યની જેમ રાબ કેમ પીએ છે? આ તો રાજાની જેમ ૩૨ શાક અને ૩૩ મીઠાઈઓ ખાઈ શકે એવા છે !' વીરચન્દ્ર મુનિવરે કહ્યું : “મુનિવર, તમે હંમેશાં શ્રીમંતોનાં ઘરોમાંથી મીઠાઈઓ લાવો છો એટલે તમને નિર્ધન માણસની સ્થિતિની ક્યાંથી ખબર હોય ? જો તમે ક્યારેક દુઃખી નિર્ધન શ્રાવકોના ઘરે ગોચરી જાઓ તો એમની સ્થિતિનું ભાન થાય !' સોમચન્દ્ર મુનિએ કહ્યું : “હે મહાત્મનું, તમે આ શ્રેષ્ઠીને નિર્ધન કહો છો? ઘરના પેલા ખૂણામાં તો સોના-ચાંદીનો અને સોનામહોરોનો ઢગલો પડેલો હું જોઉં છું !” વીરચન્દ્ર મુનિએ આશ્ચર્યથી પૂછ્યું : “ક્યાં છે એ સોનામહોરોનો ઢગલો ?” સોમચન્દ્ર મુનિએ ઇશારાથી ઢગલો બતાવ્યો. વીરચન્દ્ર મુનિએ તેજથી ઝગમગતો એ ઢગલો જોયો. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ધનદ શેઠ એ બે મુનિરાજોની પાસે જ ઊભા હતા. તેમણે વીરચન્દ્ર મુનિને પૂછ્યું : “ગુરુદેવ, આ બાલ મુનિરાજ શું કહે છે ?' વરચન્દ્ર મુનિએ કહ્યું : “એ તો સહજ-સ્વાભાવિક વાત હતી.” પરંતુ ધનદ શેઠ આમ વાત જતી કરે એવા ન હતા. એમના કાને “સોનામહોર' શબ્દ પડી ગયો. તેમણે આગ્રહપૂર્વક મુનિરાજને કહ્યું : ગુરુદેવ, આપ દયા કરો. વાતને ટાળો નહીં. મારા કાને થોડા શબ્દો તો પડેલા છે. આપ કહેશો તો મારા ઉપર મોટો ઉપકાર થશે.” વરચન્દ્ર મુનિવરે કહ્યું : “આ બાલ મુનિએ, તમારી હવેલીના પેલા ખૂણામાં સોનામહોરોનો ઢગલો પડેલો જોયો, અને કહ્યું : આ શેઠ આટલા મોટા ધનવાન હોવા છતાં મીઠાની રાબ કેમ પીએ છે ?” ધનદ શેઠ ચમકી ઊઠ્યા... તેમની આંખો પહોળી થઈ ગઈ, તેમણે બે હાથે વીરચન્દ્ર મુનિને પકડીને ઢંઢોળી નાંખ્યા, આજીજી કરતા (૧૮ - સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #26 -------------------------------------------------------------------------- ________________ તેઓ બોલ્યા : “પ્રભુ, ક્યાં છે એ સોનામહોરોનો ઢગલો ? ક્યાં જોયો આપે ? ભગવંત, સાચે જ, એ સોનામહોરો હતી... પરંતુ મારા પ્રબળ દુર્ભાગ્યથી એ સોનામહોરો અને સોનું-ચાંદી કોલસા બની ગયાં હતાં. મેં એ કોલસાનો ઢગલો ઘરના એક ખૂણામાં મૂકી રાખ્યો હતો.' “શેઠ, તમારા એ ઢગલા પર અમારા બાલ મુનિ સોમચન્દ્રની દૃષ્ટિ પડી અને કોલસા પાછા સોનામહોર બની ગયા !” ધનદ શેઠે સોમચન્દ્ર મુનિના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું : ભગવંત, આપના ઉત્કૃષ્ટ પુણ્યના પ્રભાવથી મારી કોલસા બની ગયેલી સોનામહોરો પુનઃ સોનામહોરો બની ગઈ. આપે મને ઘોર નિર્ધનતાના કૂવામાંથી બહાર કાઢ્યો. હવે આપ મારા પર બીજી એક કૃપા કરો. એ સોનામહોરોના ઢગલા ઉપર આપ હાથ મૂકીને પધારો. જેથી, આપના અહીંથી ગયા પછી એ સોનામહોરો પાછી કોલસા ન બની જાય !” ધનદ શેઠની વિનંતીથી સોમચન્દ્ર મુનિએ સોનામહોરોના ઢગલા પર હાથ મૂક્યો. ધનદ શેઠે મુનિરાજોના દેખતાં જ એ સોનામહોરો તિજોરીઓમાં મૂકી. વારંવાર ધનદ શેઠે સોમચન્દ્ર મુનિનો ઉપકાર માન્યો. મુનિવરોએ ભિક્ષા લીધી અને ઉપાશ્રય તરફ ચાલ્યા. ધનદ શેઠ પણ મુનિરાજોની પાછળ-પાછળ ઉપાશ્રય તરફ ચાલ્યા. ધનદ શેઠના મનમાં એક શુભ વિચાર જાગ્યો હતો. એ શુભ વિચારને અમલમાં મૂકવા માટે તેઓ ઉપાશ્રયે જતા હતા. ઉપાશ્રયે પહોંચીને ધનદ શેઠે આચાર્યદેવને વંદના કરી. તેણે ગદ્ગદ સ્વરે કહ્યું : “ગુરુદેવ, આપના શિષ્ય સોમચન્દ્ર મુનિના પુણ્યપ્રભાવથી, કોલસા બની ગયેલી મારી સોનામહોરો, ફરીથી સોનામહોરો બની ગઈ છે. આપના શિષ્યના પ્રભાવનું આ ફળ છે, માટે એ સુવર્ણ આપનું છે ! માટે કૃપા કરીને આજ્ઞા કરો કે હું એ સુવર્ણનો ક્યાં ક્યાં ઉપયોગ કરું ?' નાગપુરમાં એક ચમત્કાર ! ૧૯ ] Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ rd' *lf*lKehlelco *Feel et * []]P×] ]]^??W 3×ક સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #28 -------------------------------------------------------------------------- ________________ ધનદ શેઠની કેવી મહાનતા ! ધનદ શેઠની કેવી નીતિમત્તા ! જેમના પ્રભાવથી ધન મળ્યું, એમના ચરણે ધરી દીધું ! ન કર્યો પોતાની દરિદ્રતાનો વિચાર, ન કર્યો પોતાના સુખ-વૈભવનો વિચાર ! આચાર્યદેવે કહ્યું : ‘શ્રેષ્ઠી, જો તમારી આવી જ ઇચ્છા છે, તો તમે શ્રી મહાવીર સ્વામીનું એક દેવવિમાન જેવું દેરાસર બંધાવી દો !' ધનદ શેઠે આચાર્યદેવની આજ્ઞા શિરોધાર્ય કરી. તુર્ત જ દેરાસર બંધાવવાની તૈયારીઓ કરી. તેમણે આચાર્યદેવને વિનંતી કરી : ‘ગુરુદેવ, આ દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા આપના જ કરકમલો દ્વારા થવી જોઈએ. ત્યાં સુધી આપ શિષ્ય-પરિવાર સાથે અહીં જ બિરાજો.' એક બાજુ દેરાસર બનવા લાગ્યું. બીજી બાજુ ધનદ શેઠનો ધંધો પણ ધમધોકાર ચાલવા માંડ્યો. જ્યારે દેરાસર તૈયાર થઈ ગયું ત્યારે ધનદ શેઠે વેપારમાં લાખો રૂપિયા કમાઈ લીધા હતા. તેમણે પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઊજવ્યો. આચાર્ય ભગવંતે સારા મુહૂર્તમાં ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. પ્રતિષ્ઠા કરાવીને નાગપુરથી વિહાર કર્યો. વિચરતા-વિચરતા તેઓ પાટણ પધાર્યા. નાગપુરમાં એક ચમત્કાર ! ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ કામક્કમ : શાશsધી પ્રશ્ન થાય છે પાટણમાં એ વખતે દેવેન્દ્રસૂરિજી નામના વિદ્વાન આચાર્યદેવ બિરાજતા હતા. તેઓ પણ આચાર્યદેવશ્રી દેવચન્દ્રસૂરીશ્વરજીના શિષ્યરત્ન હતા. દેવેન્દ્રસૂરિજી અને સોમચન્દ્ર મુનિ – બે ખાસ મિત્રો હતા. બંને મળે ત્યારે જ્ઞાનચર્ચા તો કરતા જ, સાથે સાથે સંઘ અને શાસન અંગે પણ વિચારણા કરતા. એક-બીજાનાં મનની વાતો કરતા. - દેવેન્દ્રસૂરિજીને પોતાના પદનું અભિમાન ન હતું. - સોમચન્દ્ર મુનિને પોતાના જ્ઞાનનું અભિમાન ન હતું. અભિમાન ન હોય તો જ મૈત્રી ટકે. અભિમાન ન હોય તો જ પ્રેમ ટકે. એક દિવસની વાત છે. આચાર્યદેવશ્રી દેવેન્દ્રસૂરિજી અને સોમચન્દ્ર મુનિ ઉપાશ્રયમાં જ્ઞાનચર્ચા કરતા બેઠા હતા. ત્યાં એક પુરુષે આવીને બંને મહાત્માઓને વંદના કરી અને ત્યાં બેઠો. તેણે પોતાનો પરિચય આપતાં કહ્યું : “હું રહેવાસી તો પાટણનો છું, પરંતુ ભારતના ઘણા પ્રદેશોમાં હું ફરેલો છું. મને પરિભ્રમણનો શોખ છે. મહાત્માઓ, મેં પાટણમાં તમારા ગુણોની અને જ્ઞાનની પ્રશંસા સાંભળી છે. એટલે જ તમારાં દર્શન કરવા અને કંઈક કહેવા આવવાનું મન થયું.” આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજીએ કહ્યું: “શું કહેવું છે તમારે ? સંકોચ રાખ્યા વિના કહો.' મહારાજ, તમે બંને ગૌડદેશમાં જાઓ. ગૌડદેશમાં આજે ઘણા માંત્રિકો છે, તાંત્રિકો છે. અનેક દિવ્ય શક્તિઓ ધરાવતા મહાપુરુષો છે. ત્યાં, આપ ત્યાં પધારો. આપ તો મહાત્મા છો. આપની શક્તિઓ પ્રજાના કલ્યાણ માટે જ હોય છે.' (૨૨) સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #30 -------------------------------------------------------------------------- ________________ “મહાનુભાવ, અમે તમારી વાત ઉપર વિચાર-વિનિમય કરીને યોગ્ય નિર્ણય લઈશું.' પેલો પુરુષ ચાલ્યો ગયો. દેવેન્દ્રસૂરિએ સોમચન્દ્ર મુનિ સામે જોયું. સોમચન્દ્ર મુનિએ કહ્યું : “આ માણસની વાત મને તો ગમી ! જો. ગુરુદેવ રજા આપે તો આપણે બે જઈએ ગૌડદેશમાં.” “મારા મનમાં પણ જવાની ભાવના થાય છે! જવાથી કંઈક તો પ્રાપ્ત કરી શકાશે... ચાલો, ગુરુદેવને વાત કરીએ.' બંને મહાત્માઓ ગયા ગુરુદેવશ્રીની પાસે. બધી વાત કરી અને ગૌડદેશમાં જવાની અનુમતિ માંગી. ગુરુદેવે અનુમતિ આપી. આશીર્વાદ આપ્યા. દેવેન્દ્રસૂરિજી અને સોમચન્દ્ર મુનિએ પાટણથી પ્રયાણ કર્યું. બધા જ સારા શુકન થયા. સોમચન્દ્ર મુનિએ કહ્યું : સૂરિદેવ, શુકનો બહુ સારા થાય છે. જરૂર આપણી કાર્યસિદ્ધિ થશે.” “સાચી વાત છે તમારી. મહાન કાર્યસિદ્ધિ થવી જોઈએ.” તેઓ વિહાર કરતા કરતા એક દિવસે સંધ્યા સમયે ખેરાલુ નામના ગામમાં જઈ પહોંચ્યા. ઉપાશ્રયમાં રાત્રિ પસાર કરવા રોકાયા. સાંજનું પ્રતિક્રમણ કરવાની તૈયારી કરતા હતા, ત્યાં ઉપાશ્રયમાં એક વૃદ્ધ સાધુ આવી પહોંચ્યા. – પૂરી છ ફૂટની ઊંચાઈ... - ભવ્ય શરીર... પરંતુ વૃદ્ધાવસ્થાની અસર... આંખોમાં અપૂર્વ તેજ... અને સુંદર રૂપ ! આવતાં જ તેમણે પૂછ્યું : મહાત્માઓ, હું અહીં રાત્રિવાસ રહી શકીશ ?' “પધારો મહાત્મા, આપ અહીં અમારી સાથે રાતવાસો કરી શકશો. અમને આનંદ થશે.' સોમચન્દ્ર મુનિએ દેવેન્દ્રસૂરિજીના કાનમાં કહ્યું : “મને તો આ શાસનદેવી પ્રસન્ન થાય છે . ૨૩) Page #31 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાસિદ્ધ કોઈ મહાપુરુષ લાગે છે ! આપણે એમને વંદન કરીએ. સુખશાતા પૂછીએ.” બંને મહાત્માઓ એ વૃદ્ધ સાધુપુરુષ પાસે ગયા. તેમને ભાવપૂર્વક વંદના કરી અને કુશળપૃચ્છા કરી. વૃદ્ધ મહાત્માએ પૂછ્યું: “તમે ક્યાં જવા નીકળ્યા છો?” દેવેન્દ્રસૂરિજીએ કહ્યું : “અમે ગૌડદેશ જવા નીકળ્યા છીએ.” વૃદ્ધ સાધુએ પૂછ્યું: ‘પ્રયોજન ?' દેવેન્દ્રસૂરિજીએ કહ્યું : “વિદ્યાપ્રાપ્તિ !' વૃદ્ધ સાધુએ કહ્યું : “વિદ્યાપ્રાપ્તિ માટે આટલા દૂરના પ્રદેશમાં જવાની જરૂર નથી. હું તમને વિદ્યાઓ આપીશ. મારી પાસે સર્વ વિદ્યાઓ છે. પરંતુ તમારે મને ગિરનાર પર્વત પર પહોંચાડવો પડશે. હું ચાલી શકતો નથી. ત્યાં પહોંચીને હું તમારી મનોવાંછિત વિદ્યાઓ આપીશ. તમારાં જેવાં સુપાત્રોને મારી વિદ્યાઓ આપવાથી મારા મનનું સમાધાન થશે. એટલું જ નહીં, પરંતુ તમારા હાથે મારી અંતિમ ક્રિયા થશે !' “ના, ના, મહાત્મનું, એવું ન બોલશો.. આપનું જીવન દીર્ઘ બનો... આપની વિદ્યાઓથી જગતનું ભલું થાઓ. જેટલું આયુષ્ય હશે એટલું જિવાશે. મહાનુભાવો, હવે તમે ગામમાં જઈને ડોળીની સગવડ કરી આવો... સવારે આપણે અહીંથી પ્રયાણ કરવાનું છે.' દેવેન્દ્રસૂરિજી અને સોમચન્દ્ર મુનિ ગામમાં મુખી પાસે ગયા. મુખીને કહીને ડોળી અને ડોળી ઉપાડનારા માણસોની વ્યવસ્થા કરીને આવ્યા. બંનેનાં મનમાં ખૂબ આનંદ હતો. દેવેન્દ્રસૂરિજીએ કહ્યું : “સોમચન્દ્ર મુનિ, તમે સૌભાગ્યશાળી છો. સરસ્વતીની ઉપાસના કરવા માટે તમારે કાશ્મિર ના જવું પડ્યું... તેમ વિદ્યાશક્તિઓ મેળવવા તમારે ગૌડદેશ નહીં જવું પડે ! તમારું પુણ્યબળ; આવા વિદ્યાધર મહાત્માને સામે લઈ આવ્યું ! તમારી સાથે [૨૪] સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #32 -------------------------------------------------------------------------- ________________ આવવાથી મને પણ વિદ્યાલાભ થશે !' સોમચન્દ્ર મુનિએ કહ્યું : હે પૂજ્ય, આ બધું, ગુરુદેવની પરમકૃપાનું જ ફળ છે. પરમાત્માનો અચિંત્ય અનુગ્રહ છે.' દેવેન્દ્રસૂરિજીએ કહ્યું : ‘તે વાત સાચી, પરંતુ ગુરુકૃપા અને પરમાત્મ-અનુગ્રહ બધા જીવોને નથી મળતો ! પુણ્યશાળી અને ભાગ્યશાળી જીવને જ પ્રાપ્ત થાય છે.' મીઠી-મીઠી વાતો કરતા બંને મિત્રો ક્યારે ઊંઘી ગયા, તેની ખબર ના પડી. વિહારનો થાક તો હતો જ, તેમાં વળી લાંબી વિહારયાત્રાનો અંત આવી જવાથી નિશ્ચિંતતા પણ આવી ગઈ હતી. બ્રાહ્મમુહૂર્તમાં જ્યારે બંને મહાત્માઓ જાગ્યા... શ્રી નવકારમંત્રનું સ્મરણ કરીને આંખો ખોલી... તો ખેરાળું ગામ ન હતું ! ચાર દીવાલોનું મકાન ન હતું ! ચારે બાજુ પહાડો હતા ! ચારે બાજુ મોટાં મોટાં વૃક્ષો હતાં ! વાદળાં વિનાનું આકાશ નજીક લાગતું હતું ! સોમચન્દ્ર મુનિએ પૂછ્યું : ‘આચાર્યદેવ ! આપણે ક્યાં આવી ગયા? અને પેલા વૃદ્ધ વિદ્યાસિદ્ધ મહાપુરુષ કયાં ગયા ?' આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજી ચારે બાજુ જોઈ રહ્યા હતા. તેમણે કહ્યું : ‘આપણે ગિરનાર પર્વત ઉપર આવી ગયા છીએ, એમ લાગે છે... આપણને કોઈ વિદ્યાશક્તિએ જ અહીં લાવીને મૂકી દીધા છે, એમાં કોઈ શંકા નથી.' બંને મિત્રો ઊભા થયા. આસપાસ ફરીને પાછા એ ઘટાદાર વૃક્ષની નીચે આવીને ઊભા રહ્યા. હજુ સૂર્યોદય થયો ન હતો. પરંતુ અચાનક તેમણે તેમની પાસે તેજનું વર્તુલ જોયું. તીવ્ર પ્રકાશ રેલાઈ ગયો... બંને મિત્રો માટે આ વળી નવું આશ્ચર્ય હતું ! એક તેજસ્વી દેહપ્રભાવાળી દેવી પ્રગટ થઈ... એ બે મહાત્માઓની પાસે આવી. એના મુખ પર આછું સ્મિત રમતું હતું. શાસનદેવી પ્રસન્ન થાય છે ! ૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ અને એની આંખોમાંથી વાત્સલ્ય વરસતું હતું. તે બોલી : હું શાસનદેવી છું ! તમારા ઉત્કૃષ્ટ ભાગ્યથી આકર્ષાઈને અહીં આવી છું...' ‘પણ અમને ખેરાલુથી અહીં કોણ લઈ આવ્યું ?' સોમચન્દ્ર મુનિએ પૂછ્યું. બહું જ લઈ આવી છું તમને અહીં !” “અને અમારી સાથે ખેરાલુમાં રાતવાસો કરીને રહેલા વૃદ્ધ મહાત્મા ક્યાં ગયા?” “એ વૃદ્ધ તપસ્વીનું રૂપ મારું જ રૂપ હતું. તમારી વિદ્યાઓ માટેની તીવ્ર અભિલાષા જાણીને, એ રૂપે હું તમને મળી હતી. હું તમને અહીં ગિરનાર મહાતીર્થમાં લઈ આવી છું. આ તીર્થના અધિપતિ છે ભગવાન નેમનાથ. મહાત્માઓ, આ પહાડ અદ્ભુત છે. અહીં અનેક દિવ્ય ઔષધિઓ છે. અહીં કરેલી મંત્રસાધના જલ્દી સિદ્ધ થાય છે. હું તમને કેટલીક દિવ્ય ઔષધિઓ બતાવીશ અને સાંભળતાંની સાથે જ સિદ્ધ થઈ જાય એવા બે મંત્ર આપીશ. - એક મંત્રથી દેવોને બોલાવી શકાય છે. – એક મંત્રથી રાજા-મહારાજાઓ વશ થાય છે. તમને આ બે મંત્ર હું આપું છું. તમે એકાગ્ર ચિત્તે એ મંત્રોને સાંભળજો.” બે મહાત્માઓને શાસનદેવીએ આ બે મંત્રો સંભળાવ્યા. સંભળાવીને કહ્યું : - “ચાલો, હું તમને કેટલીક દિવ્ય ઔષધિઓ બતાવું. તમે તે વિણી લેજો. એ ઔષધિઓ, તે તે રોગો ઉપર તત્કાલ અસર કરનારી છે.” શાસનદેવીએ ઔષધિઓ બતાવવા માંડી. એના પ્રયોગ-ઉપયોગ બતાવવા માંડ્યા. અને એમ કરતાં કરતાં... ઘણી બધી ઔષધિઓ એ બંને મહાત્માઓએ ભેગી કરી લીધી. (૨૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #34 -------------------------------------------------------------------------- ________________ હું શાસનદેવી છું. તમારા ઉત્કૃષ્ટ ભાગ્યથી આકર્ષાઈને અહીં આવી છું. d શાસનદેવી પ્રસન્ન થાય છે કે ૨૭] Page #35 -------------------------------------------------------------------------- ________________ સૂર્યોદય હજુ થયો ન હતો. શાસનદેવીએ એ બંને મહાત્માઓને કહ્યું : 'તમને મેં જે બે મંત્ર સંભળાવીને આપેલા છે, તે બે મંત્ર ભૂલાઈ ન જાય, તે માટે તમે આ અમૃત પી જાઓ.’ દેવીએ અમૃતથી ભરેલું કમંડલુ એમની આગળ ધરી દીધું. દેવેન્દ્રસૂરિજીએ કહ્યું : ‘ના, ના, હજુ રાત્રિનો સમય છે, હું નહીં પી શકું.' દેવીએ સોમચન્દ્ર મુનિ સામે અમૃતનું કમંડલુ ધર્યું. સોમચન્દ્ર સમયજ્ઞ હતા. નિયમ અને અપવાદના જાણકાર હતા. તેઓ તુર્ત જ બધું અમૃત ગટગટાવી ગયા ! દેવોનું આકર્ષણ ક૨વાનો મંત્ર અને રાજા-મહારાજાઓને વશ કરવાનો મંત્ર – બંને મંત્ર સોમચન્દ્ર મુનિની સ્મૃતિમાં જડાઈ ગયા... દેવેન્દ્રસૂરિજી... એ બંને મંત્રો ભૂલી ગયા... દેવેન્દ્રસૂરિજીને પાછળથી ઘણો પસ્તાવો થયો... પરંતુ વાત પતી ગઈ હતી ! શાસનદેવીએ બંને મહાનુભાવોને મંત્રશક્તિથી ઉપાડીને પાટણમાં એમના ગુરુદેવ દેવેન્દ્રસૂરિજીની પાસે મૂકી દીધા. શાસનદેવી અદૃશ્ય થઈ ગયાં. દેવેન્દ્રસૂરિજી તથા સોમચન્દ્ર મુનિના મુખે ચમત્કારિક ઘટના સાંભળીને ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિજી અત્યંત પ્રસન્ન થયા. સંધના આગેવાનોએ પણ સમગ્ર ઘટના સાંભળી ખૂબ આનંદ વ્યક્ત કર્યો. દેવચન્દ્રસૂરિજીએ વિચાર કર્યો : આ સોમચન્દ્ર મુનિ સિદ્ધ સારસ્વત છે. નાની ઉંમરમાં એ શાસ્રપારગામી બન્યો છે. શાસનદેવીએ પ્રસન્ન થઈને તેને બે મંત્ર આપેલા છે. આ બધી શક્તિઓ હોવા છતાં એ વિનીત છે, વિનમ્ર છે, વિવેકી છે. બુદ્ધિમાન, ગુણવાન, ભાગ્યવાન અને રૂપવાન એવા મારા આ પ્રિય શિષ્યને હું આચાર્યપદ આપું...' દેવેન્દ્રસૂરિજીએ પાટણના સંઘને ભેગો કરીને સોમચન્દ્ર મુનિને આચાર્યપદ આપવાની વાત કરી. સંઘે ખૂબ હર્ષથી હા પાડી. ૨૮ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #36 -------------------------------------------------------------------------- ________________ વૈશાખ સુદ ત્રીજનું મુહૂર્ત નક્કી થયું. પરમાત્માની ભક્તિનો ભવ્ય મહોત્સવ યોજવામાં આવ્યો. ગુજરાતનાં ગામ-નગરોમાં આમંત્રણ મોકલવામાં આવ્યાં. ચારે બાજુ ઉલ્લાસનો દરિયો ઊછળવા લાગ્યો. શુભ મુહૂર્ત ગુરુદેવે સોમચન્દ્ર મુનિને આચાર્યપદવી આપીને, તેમનું નામ “હેમચન્દ્રસૂરિ જાહેર કર્યું. હજારો સ્ત્રી-પુરુષોએ નૂતન આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજીના નામનો જયજયકાર કર્યો. હવે આપણે સોમચન્દ્ર મુનિને આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજીના નામે ઓળખીશું. શાસનદેવી પ્રસન્ન યાદ છે શાસનદેવી પ્રસન્ન થાય છે : G ૨૯] આ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૫ યૌવન વય. ઊંચું પ્રમાણ શરીર. રૂપાળું ને તેજસ્વી મુખ, કાળી-કાવી ઘઢી-મૂછ... શરીર પર શ્વેત વસ. બગલમાં રજોહરણ અને હાથમાં કાદંડ... જમીન ઉપર દૃષ્ટિ રાખીને... આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ પાટણના રાજમાર્ગ પર ચાલ્યા જાય છે. તેમની પાછળ-પાછળ બે વિનીત શિષ્યો ચાલી રહ્યા છે. ‘ચિદમ’ વ્યાકરણ એ સમયે, એ રાજમાર્ગ પર સામેથી ગુજરાતના રાજા સિદ્ધરાજની સવારી આવી રહી હતી. રાજા ાથી પર બેઠો હતો અને નગરનું અવલોકન કરતો હતો. પ્રજાજનો પોતાના પ્રિય રાજાનું બે હાથ જોડી, વિનયથી અભિવાદન કરતા હતા. ત્યાં રાજાની નજર હેમચન્દ્રસૂરિ ઉપર પડી... પ્રતાપી અને પ્રભાવશાળી આચાર્યને જોઈને રાજા સ્તબ્ધ થઈ ગયો. એના મનમાં પ્રશ્ન ઊઠ્યો : ‘આ સાધુ કોણ હશે ? મેં આજ દિન સુધી આવા સાધુ જોયા નથી.’ એટલામાં તો આચાર્ય હાથી પાસે આવી ગયા. રાજાની અને આચાર્યની આંખો મળી. રાજાએ બે હાથ જોડી પ્રણામ કર્યા. આચાર્યે જમણો હાથ ઊંચો કરી ધર્મલાભ’નો આશીર્વાદ આપ્યો. રાજાએ હાથી ઊભો રાખ્યો. આચાર્યદેવને વિનંતી કરી : ‘ગુરુદેવ, કંઈક સંભળાવો.’ તુર્ત જ આચાર્યદેવના મુખમાંથી એક શ્લોક નીકળ્યો : ૩૦ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #38 -------------------------------------------------------------------------- ________________ सिद्धराज ! गजराजमुच्चकैरगतो करु यथाच वीक्ष्य तम् । संत्रसन्तु हरितां मतंगजा स्तैः किमद्यभवतैव भूधृता ? સિદ્ધરાજ, તમે ગજરાજને કેમ થોભાવ્યો? એને એકદમ વેગથી આગળ ચલાવો કે જેથી એને જોઈને સર્વે દિગ્ગજો ત્રાસ પામીને જતા રહે! કેમ કે હવે પૃથ્વીનો ભાર તમે ઉપાડ્યો છે, એ દિગજની શી જરૂર છે ?” આચાર્યદેવની કલ્પનાશક્તિથી અને તત્કાલ કરેલી કાવ્યરચનાથી રાજ ખૂબ જ આનંદિત થયો. તેણે આચાર્યદેવને વિનંતી કરી : ગુરુદેવ, મારા પર કૃપા કરી, પ્રતિદિન આપ રાજસભામાં પધારજો.’ રાજનું, અનુકૂળતા મુજબ તમારી પાસે આવવાનું ગોઠવીશ.” આચાર્યદેવે પ્રસન્નતાપૂર્ણ વદને “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો ને આગળ ચાલ્યા. રાજા સિદ્ધરાજ સાથેની આ પહેલી મુલાકાત હતી. પરંતુ રાજાના હૃદય આચાર્યદેવ વસી ગયા હતા. ત્યાર પછી અવારનવાર આચાર્યદિવ, સિદ્ધરાજની રાજસભામાં જવા લાગ્યા. આચાર્યદિવની મધુર અને પ્રભાવશાળી વાણીની રાજા ઉપર ધારી અસર પડવા લાગી. જૈન ધર્મની શ્રેષ્ઠતા અને મહાનતા રાજાને સમજાણી. રાજા જૈન ધર્મ તરફ ખૂબ આકર્ષાયો. વિ.સં. ૧૧૩નો સમય હતો. રાજા સિદ્ધરાજે માળવાના રાજા યશોવર્માનો પરાજય કરી, પાટણમાં પ્રવેશ કર્યો હતો. ઘણાં વર્ષોની સિદ્ધરાજની ઈચ્છા ફળી હતી. એને માળવાનું માત્ર રાજ્ય જ ગમતું હતું, એમ ન હતું. એને માળવાનાં કલા, સાહિત્ય અને સંસ્કારો પણ ગમતા હતા. એ બધું એને ગુજરાતમાં લાવવું હતું. સિદ્ધરાજ ગુજરાતને વિશાળ સામ્રાજ્ય બનાવવા ઇચ્છતો હતો. તેને ચક્રવર્તી બનવાના કોડ હતા. તેને દુનિયાભરના વિદ્વાનોને ગુજરાત તરફ આકર્ષવા હતા. ગુજરાતની રાજધાની પાટણને | સિદ્ધહેમ' વ્યાકરણ : ૩૧) Page #39 -------------------------------------------------------------------------- ________________ શણગારવી હતી. પાટણની પ્રજાએ સિદ્ધરાજનું ભવ્ય સ્વાગત કર્યું. રાજસભા ભરાણી. બધાય ધર્મના વિદ્વાનો, સાધુઓ અને સંન્યાસીઓ રાજાને આશીર્વાદ આપવા રાજભવનમાં આવવા લાગ્યા. આચાર્યદવ હેમચન્દ્રસૂરિજી પણ રાજસભામાં પધાર્યા. તેમણે ખૂબ રસમય કાવ્યમાં રાજા સિદ્ધરાજની પ્રશંસા કરી. તેમણે કહ્યું : હે કામધેનુ, તું તારા ગોમયરસથી ભૂમિને સીંચી દે. હે રત્નાકર, તું મોતીઓથી સ્વસ્તિક રચી દે ! હે ચન્દ્ર, તું પૂર્ણ કુંભ બની જા ! દિગ્ગજો, તમે તમારી સૂંઢ સીધી કરી કલ્પવૃક્ષનાં પાંદડાં લઈ તોરણ રચો ! ખરેખર, સિદ્ધરાજ પૃથ્વી જીતીને અહીં આવ્યો છે!” સિદ્ધરાજ ખુશ થઈ ગયો. તેના મનમાં આચાર્યદેવ પ્રત્યે પ્રેમ વધી ગયો... તેથી બીજા ધર્મના વિદ્વાનો ઈર્ષ્યા કરવા લાગ્યા અને આચાર્યદેવને ટોણા મારવા લાગ્યા : “હેમચન્દ્રાચાર્યની વિદ્વત્તા ગમે તેટલી હોય, પરંતુ એ વિદ્વત્તા અમારા વ્યાકરણગ્રંથોને લીધે છે ને !” એ અરસામાં માળવાની ધારા નગરીમાંથી વિશાળ જ્ઞાનભંડાર, સેંકડો ગાડાંઓમાં ભરાઈને પાટણ આવ્યો. તે જ્ઞાનભંડારમાંથી, સિદ્ધરાજના હાથમાં રાજા ભોજે લખેલો એક ગ્રંથ આવ્યો ! તેનું નામ હતું “સરસ્વતી કંઠાભરણ'. આ ગ્રંથ જોઈને રાજા સિદ્ધરાજને વિચાર આવ્યો : “આવો ગ્રંથ ગુજરાતનો કોઈ વિદ્વાન્ ના બનાવી શકે ? એવો ગ્રંથ બને કે એ ગ્રંથ સાથે મારું નામ જોડાય ! ગ્રંથ અમર થઈ જાય, એની સાથે મારું નામ પણ અમર થઈ જાય !” રાજસભામાં જ રાજા પોતાના હાથમાં એ સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ સરસ્વતી કંઠાભરણ' લઈને બેઠો હતો. તેણે રાજસભામાં બેઠેલા અનેક વિદ્વાનો તરફ નજર દોડાવી, રાજાએ કહ્યું : આવું, રાજા ભોજે રચેલા સંસ્કૃત વ્યાકરણ જેવું શાસ્ત્ર, (૩૨) સર્વજ્ઞ જેવા સૂરિવE Page #40 -------------------------------------------------------------------------- ________________ એક વર્ષમાં તેમણે સવા લાખ શ્લોકો રચીને સિદ્ધહેમ વ્યાકરણ ગ્રંથ બનાવ્યો. જ ! ! . * ) - “સિદ્ધહેમ' વ્યાકરણ ૪ ૩૩] Page #41 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનો કોઈ વિદ્વાન શું ન રચી શકે ? શું એવો કોઈ વિદ્વાન વિશાળ ગુજરાતમાં જન્મ્યો નથી ?' રાજાની અને હેમચન્દ્રસૂરિજીની આંખો મળી ! હેમચન્દ્રસૂરિજીએ કહ્યું : “હું રાજા ભોજના વ્યાકરણ કરતાં સવાયા વ્યાકરણની રચના કરીશ !' અવશ્ય ગુરુદેવ, આપ શ્રેષ્ઠ વ્યાકરણની રચના કરી શકશો. આચાર્યદેવે કાશ્મીરથી વ્યાકરણના આઠ મંગાવ્યા. એ બધા ગ્રંથોની મદદથી અને પોતાની પ્રતિભાથી તેમણે નવા વ્યાકરણની (ગ્રામર) રચના કરી. એક વર્ષમાં તેમણે સવા લાખ શ્લોકો રચીને આ વ્યાકરણ ગ્રંથ બનાવ્યો. આ સંસ્કૃત વ્યાકરણનું નામ “સિદ્ધહેમ વ્યાકરણ' આપવામાં આવ્યું. “સિદ્ધ એટલે સિદ્ધરાજ અને “હેમ એટલે હેમચન્દ્રસૂરિ. આચાર્યદેવે સિદ્ધરાજને કહ્યું : “રાજેશ્વર, તમારી ઈચ્છા મુજબ સંસ્કૃત વ્યાકરણની રચના પૂર્ણ થઈ ગઈ છે.' સિદ્ધરાજ ખૂબ આનંદિત થયો. તેણે કહ્યું : “ગુરુદેવ, હું એ અદ્ભુત ગ્રંથ હાથીના માથે મૂકીને, એને પાટણના રાજમાર્ગો ઉપર વાજતે-ગાજતે ફેરવીને રાજસભામાં જઈશ !' રાજાએ પોતાના ખાસ હાથીને શણગાર્યો. એના ઉપર એ સિદ્ધહેમ વ્યાકરણના ગ્રંથને પધરાવ્યો. એના ઉપર શ્વેત છત્ર ધરાવ્યું. બે સ્ત્રીઓને હાથી પર બેસાડી, ગ્રંથને ચામર વીંઝાવ્યા. હજારો સ્ત્રી-પુરુષો એ ગ્રંથની સ્વાગતયાત્રામાં જોડાયાં. ગ્રંથ જ્યારે રાજમહેલના દ્વારે આવ્યો ત્યારે રાજાએ સોના-ચાંદીના ફૂલોથી એને વધાવ્યો. ઉત્તમ દ્રવ્યોથી એ ગ્રંથનું પૂજન કરવામાં આવ્યું. ગુરુદેવ હેમચન્દ્રસૂરિજીની સ્તુતિ ગાવામાં આવી. એ ગ્રંથને બહુમાનપૂર્વક ગ્રંથાલયમાં મૂકવામાં આવ્યો. સિદ્ધરાજે રાજસભામાં જાહેર કર્યું : “આચાર્યદેવે આ ગ્રંથની રચના કરીને દુનિયામાં ગુજરાતની કીર્તિ વધારી છે, મારો યશ ફેલાવ્યો છે... અને એમણે જૈનશાસનને ગૌરવવંતું બનાવ્યું છે.” [ ૩૪ - સર્વજ્ઞ જેવા સૂરિદેવ - Page #42 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી રાજાએ રાજપુરોહિતોને બોલાવ્યા. પાટણના વિદ્વાન પંડિતોને બોલાવ્યા અને કહ્યું : “તમે સહુ આ સિદ્ધહેમ વ્યાકરણનું અધ્યયન કરો અને પછી બીજાઓને આ જ વ્યાકરણ ભણાવો.” રાજપુરોહિતોએ કહ્યું : “મહારાજા, અમે જરૂર આ ગ્રંથનું અધ્યયન કરીશું, પરંતુ એ માટે આ ગ્રંથોની વધારે નકલો જોઈએ.' રાજાએ તુર્ત જ ગુજરાતમાંથી ૩૦૦ લહિયાઓને (લખનારાઓ) બોલાવ્યા અને સિદ્ધહેમ વ્યાકરણ'ને લખવાનું કામ સોંપ્યું, થોડા જ મહિનાઓમાં આ ગ્રંથની અનેક નકલો લખાઈ ગઈ. આજે પણ પાટણમાં અને રાજસ્થાનમાં સુંદર અક્ષરોમાં શાસ્ત્રો-ગ્રંથો લખનારા કોઈ-કોઈ લહિયાઓ વિદ્યમાન છે. ત્રણ વર્ષ સુધી વિદ્વાનોએ આ ગ્રંથનું અધ્યયન કર્યું. તેઓએ રાજા સિદ્ધરાજની આગળ આ ગ્રંથની ખૂબ પ્રશંસા કરી. “અત્યાર સુધીમાં રચાયેલા તમામ વ્યાકરણગ્રંથોમાં આ ગ્રંથ શ્રેષ્ઠ છે.” રાજાએ આ ગ્રંથની નકલો ભારતનાં તમામ રાજ્યોમાં મોકલાવી આપી. તે તે રાજયના રાજાઓએ ખૂબ પ્રેમથી એ ભેટને સ્વીકારી, પોતપોતાના ગ્રંથાલયોમાં મૂકી. કાગડા તો બધે કાળા હોય !” હેમચન્દ્રસૂહિજીની ખૂબ પ્રશંસા થવાથી, રાજસભામાં એમનું માન-સન્માન વધવાથી અને રાજાને વધુ પ્રિય બનવાથી, કેટલાક વિદ્વાન પંડિતો એમના પ્રત્યે ઈર્ષા કરવા લાગ્યા. તેમણે ભેગા થઈને વિચાર કર્યો... આપણે રાજાને સમજાવીએ કે હેમચન્દ્રાચાર્યે આટલો મોટો વ્યાકરણગ્રંથ બનાવ્યો... પરંતુ એ ગ્રંથમાં આગળપાછળ ક્યાંય આપનું નામ કે આપના પૂર્વજો કે મહારાજા મૂળરાજ વગેરેનાં નામ લખ્યાં નથી ! કેવું અભિમાન છે એ જૈનાચાર્યને ? જો આ પ્રમાણે કહીશું તો રાજા જૈનાચાર્ય પ્રત્યે રોષે ભરાશે અને આ ગ્રંથને નદીમાં ફેંકાવી દેશે !' બધા સંમત થયા અને ગયા રાજા પાસે. રાજાને વાત કરી. રાજાએ સાંભળી લીધી અને કહ્યું : “ભલે, એમને પૂછી જોઈશ !' - સિદ્ધહેમ' વ્યાકરણ ૩૫] Page #43 -------------------------------------------------------------------------- ________________ બીજી બાજુ, હેમચન્દ્રસૂરિજીને આ સમાચાર મળી ગયા હતા. તેમણે તુર્ત જ એ ગ્રંથમાં, રાજા સિદ્ધરાજ અને એના પૂર્વજોની પ્રશસ્તિ રચીને ઉમેરી દીધી. જયારે રાજાએ પૂછ્યું ત્યારે તેમણે એ ગ્રંથ ખોલીને, તેમાંથી પ્રશસ્તિ વાંચી સંભળાવી ! રાજા સિદ્ધરાજ ખૂબ રાજી થઈ ગયો. હેમચન્દ્રસૂરિજીએ રચેલું એ “સિદ્ધહેમ વ્યાકરણ' આજે પણ, સંસ્કૃત ભાષા ભણનારાં અનેક સ્ત્રી-પુરુષો ભણે છે. વિદેશમાં પણ આ ગ્રંથનું વિદ્વાનોએ બહુ જ ઊંચું મૂલ્યાંકન કરેલું છે. ( ૩૬ ૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #44 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવળી સ્પિકલા | ગુજરાતના રાજા સિદ્ધરાજને બધી વાતે સુખ હતું... દુઃખ માત્ર એક જ હતું. તેને કોઈ સંતાન ન હતું. નહોતો પુત્ર કે નહોતી પુત્રી. ક્યારેક ક્યારેક, નવરાશની પળોમાં રાજાને આ દુઃખ ખૂબ સતાવતું હતું. રાજા પોતાનું દુઃખ, પોતાની રાણીને કહેતો હતો. રાણી આશ્વાસન આપતી... અને એ રીતે વર્ષો વીતતાં ગયાં હતાં. એક દિવસ ખૂબ હતાશ થયેલા રાજાએ રાણીને કહ્યું : હવે, તો હું વૃદ્ધ થવા આવ્યો... પરંતુ મને પુત્રની પ્રાપ્તિ ના થઈ. મારું આવું વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હોવા છતાં, પુત્ર વિના એ શા કામનું ? – સુંદર કમળો વિના પાણી ભરેલું સરોવર જેમ મા શોભે, - સૂર્યના પ્રકાશ વિના જેમ દિવસ ના શોભે, – દાન વિના વૈભવ ના શોભે, - મધુર વાણી વિના જેમ ગૌરવ ના શોભે, - સમૃદ્ધિ વિના જેમ ઘર ના શોભે, તેમ પુત્ર વિના કુળ નથી શોભતું. સંસારમાં સારભૂત બે વસ્તુ ગણાય છે : પૈસો અને પુત્ર. આ બે વસ્તુ વિનાનું જીવન નકામું ! પુત્ર વિનાનું કુળ, સંધ્યાના રંગાની જેમ અને વીજળીના ચમકારાની જેમ જલ્દી નાશ પામે છે.” રાણીએ મધુર ભાષામાં આશ્વાસન આપતાં કહ્યું : સ્વામીનાથ ! જે વાત ભાગ્યને આધીન હોય, તે અંગે શોક કરવાથી શું મળે ? આપણા ઉપર દેવોની કૃપા નથી. આપણા હૃદયને પુત્રસુખનો આનંદ મળવાનો નહીં હોય.. પૂર્વજન્મમાં આપણે પુણ્યકાર્ય નહીં કર્યા હોય. એટલે આ જન્મમાં આપણે પુણ્યકર્મ કરીએ. - ગુરુજનો પ્રત્યે અધિક ભક્તિભાવ રાખીએ. – પરમાત્માની ખૂબ પૂજા કરીએ. | ગુરુદેવની નિઃસ્પૃહતા . ૩૭) Page #45 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છિત ફળને આપનારી તીર્થયાત્રા કરીએ. આવી ધર્મઆરાધના કરવાથી જ ક્યારેક પુત્રનું સુખ મળી શકશે.” રાજાને રાણીની વાત ગમી. રાજાએ સર્વપ્રથમ તીર્થયાત્રા કરવાનો નિશ્ચય કર્યો. એ નિર્ણય જણાવવા તે હેમચન્દ્રસૂરિની પાસે ગયો. ગુરુદેવ, મારી ઈચ્છા તીર્થયાત્રા કરવાની છે. પરંતુ મારી ઇચ્છા આપની સાથે તીર્થયાત્રા કરવાની છે. મારી આગ્રહભરી વિનંતી છે કે આપ તીર્થયાત્રામાં સાથે પધારો.” આચાર્યદેવે કહ્યું : “રાજનું, તીર્થયાત્રા કરવાની તમારી ભાવના ઉત્તમ છે, અને તમારો આગ્રહ છે તો અમે સાથે આવીશું.' રાજા ખુશ થઈ ગયો. તેણે આચાર્યદેવનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો. યાત્રાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ. પ્રયાણનું શુભ મુહૂર્ત જોવાઈ ગયું. શુભમુહૂર્તે રાજાએ શત્રુંજય ગિરિરાજ તરફ પ્રયાણ કર્યું. પ્રજાજનોએ ઉમળકાભેર વિદાય આપી. અનેક મુનિવરોની સાથે આચાર્યદેવે પણ રાજાની સાથે જ પ્રયાણ કર્યું. રાજા સિદ્ધરાજ, રાણી સાથે રથમાં બેઠેલો હતો. તેણે આચાર્યદેવને વિનંતી કરી : “ગુરુદેવ, આપને હું એક રથ આપું છું આપ પગે ના ચાલો, વાહનમાં બેસો.” આચાર્યદેવે કહ્યું : “અમારાથી વાહનમાં બેસાય નહીં. પગરખાં પહેર્યા વિના ઉઘાડા પગે જ અમારે ચાલવાનું હોય છે. જો અમે વાહનમાં બેસીએ તો વાહનને ખેંચનારા ઘોડાઓને કષ્ટ થાય. અને વાહનની નીચે અનેક નાના-મોટા જીવોની હિંસા થાય. માટે રાજનું! અમે વાહનમાં નહીં બેસીએ.” રાજાને આચાર્યની વાત ન ગમી. તેને થોડો ગુસ્સો આવ્યો. ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે આચાર્યદેવને કહ્યું : (૩૮) સર્વજ્ઞ જેવા દિદેવ Page #46 -------------------------------------------------------------------------- ________________ ભલે તમે મોટા મહાત્મા કહેવાતા હો, પરંતુ મારે મન તમે મૂર્ખ છો, જડ છો, તમે કંઈ સમજતા નથી.” આચાર્યદવ મૌન રહ્યા. સિદ્ધરાજનો રથ આગળ ચાલ્યો. આચાર્યદવ થોડું અંતર રાખીને ચાલવા લાગ્યા. સિદ્ધરાજ આચાર્યદવ પાસે આવતો નથી. આચાર્યદવ સિદ્ધરાજ પાસે જતા નથી. એક દિવસ ગયો. બે દિવસ ગયા... ત્રણ દિવસ ગયા ! રાજા સિદ્ધરાજ અકળાયો. તેને લાગ્યું કે : જરૂર આચાર્યદેવ મારા પ્રત્યે નારાજ થયા લાગે છે. મારી વિનંતીથી તેઓ મારી સાથે આવેલા છે, તો મારે એમના મનને દુભવવું ના જોઈએ. પ્રસન્ન રાખવું જોઈએ.” ચોથા દિવસે રાજા, જ્યાં આચાર્યદેવનો ઉતારો હતો ત્યાં ગયો. એ વખતે આચાર્યદેવ શિષ-મુનિવરો સાથે બેસી ભોજન કરતા હતા. રાજએ આચાર્યદેવના અને મુનિઓનાં પાત્રમાં લુખ્ખી–સુક્કી રોટલીઓ અને પાણીની કાંજી જોઈ ! રાજા વિચારે છે : “અહો, આ જૈન સાધુઓની કેવી આકરી તપશ્ચર્યા છે ! આહાર કેવો નિરસ અને દીઠોય ન ગમે તેવો કરે છે અને પગપાળા ચાલે છે! ખરેખર, આ મહાત્માઓ પૂજાને યોગ્ય છે. માન આપવા લાયક છે. મેં તેઓને ન કહેવાનાં વચનો કહીને એમનું અપમાન કર્યું.. મેં ખોટું હ્યું. એમની ક્ષમા માંગીશ.” આહાર-પાણી કરીને આચાર્યદેવ વગેરે પરવાર્યા. રાજાએ, આચાર્યદેવનાં ચરણમાં પડીને ક્ષમા માંગી : ગુરુદેવ, આપે મારા આપેલા વાહનનો સ્વીકાર ના કર્યો, તેથી મને ગુસ્સો આવ્યો. આપને ન કહેવાનાં વેણ કીધાં... મને ખૂબ જ પશ્ચાત્તાપ થયો છે. હું આપની પાસે ક્ષમા માગવા આવ્યો છું, મને ક્ષમા આપો.' ગુરુદેવની નિઃસ્પૃહતા ૩૯] Page #47 -------------------------------------------------------------------------- ________________ ४० thamini suys's soni *63 eleb] 12 [ ]ક [+]h ee ee FH]> Page #48 -------------------------------------------------------------------------- ________________ આચાર્યદેવે શાન્ત ભાવે કહ્યું : ‘રાજન્, તમે એવો કયો મોટો અપરાધ કર્યો છે કે મારે તમને ક્ષમા આપવી પડે ? તમારો કોઈ દોષ નથી. માર્ગમાં અમે તમને નથી મળ્યા, તેથી તમારે એમ ના સમજવું કે ‘અમે તમારા પર રોષે ભરાયા છીએ. અમને તમારા સમાગમની જરૂર જ ન હતી ! કારણ કે અમે પગપાળા ચાલીએ, નીરસ ભોજન કરીએ છીએ, અને તે પણ દિવસમાં એક જ વાર, જીર્ણ કપડાં પહેરીએ છીએ, રાત્રિમાં ભૂમિશયન કરીએ છીએ. સદા નિઃસંગ રહીએ છીએ, અને હૃદયમાં એકમાત્ર પરમ જ્યોતિનું ધ્યાન કરીએ છીએ, કહો, આમાં અમારે રાજાની શી જરૂર છે ?' રાજા સિદ્ધરાજ, આચાર્યદેવની વાત સાંભળી જ રહ્યો ! એને સમજાયું કે ખરેખર, આચાર્ય નિઃસંગ અને વૈરાગી છે. એમને મારી જરૂર નથી. મારે એમની જરૂર છે. મને શ્રેષ્ઠ ગુરુદેવ મળી ગયા છે. રાજાએ આચાર્યદેવની ક્ષમા માંગી. ― આચાર્યદેવે આશીર્વાદ આપ્યા. રાજા પોતાના સ્થાને ગયો... પરંતુ પછી તે રોજેરોજ આચાર્યદેવને મળવા લાગ્યો. એમની પાસે બેસીને જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન મેળવવા લાગ્યો. એમ કરતાં કરતાં તેમનો સંઘ પાલીતાણા પહોંચી ગયો. શત્રુંજય ગિરિરાજનાં દર્શન કરી સિદ્ધરાજનું હૃદય નાચી ઊઠ્યું. સહુ હર્ષવિભોર બની ગયા. ગુરુદેવની નિઃસ્પૃહતા B ૪૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ | હી&ાશા જે ભાવસાગરથી તારે એનું નામ તીર્થ. જે દુઃખોના દરિયામાંથી પાર ઉતારે એનું નામ તીર્થ. સહુ તીર્થોનો રાજા એટલે શત્રુંજય ! શત્રુંજયગિરિરાજના કાંકરે-કાંકરે અનંત આત્માઓ મુક્તિ પામેલા છે. સિદ્ધિ વરેલા છે. બુદ્ધત્વ પામેલા છે. રાજા સિદ્ધરાજ પરિવાર સાથે પાલીતાણા પહોંચ્યો. પાલીતાણાની પ્રજાએ ગુજરશ્વરનું ઉચિત વાગત કર્યું. રાજાએ ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીને કહ્યું : ગુરુદેવ, આપણે આવતી કાલે પ્રભાતે ગિરિરાજ ઉપર ચઢીશું. અને ભગવાન ઝષભદેવનાં દર્શન-પૂજન કરી ધન્ય બનીશું. આજે તો વિશ્રામ કરીને સ્વસ્થ બનીએ. ગુરુદેવે અનુમતિ આપી. સહુ પોત-પોતાનાં દૈનિક કાર્યોમાં પરોવાયા. દિવસ પૂરો થઈ ગયો અને રાત પણ વીતી ગઈ. બીજા દિવસે સવારે આચાર્યદવ વગેરે મુનિવરોની સાથે રાજા અને રાજપરિવાર શત્રુંજયના પહાડ પર ચઢવા લાગ્યા. સહુનાં મન ઉલ્લસિત હતાં. સહુનાં મનમાં ભગવાન ઋષભદેવનાં દર્શન કરવાની તીવ્ર તમન્ના હતી. સહુ ગિરિરાજના શિખર પર પહોંચ્યા. ભગવાન ઋષભદેવનાં દર્શન કરી સહુ ધન્ય બન્યા. રાજાએ અને રાજપરિવારે ભગવાનની ભાવપૂર્વક પૂજા પણ કરી. પછી સહુ લોકો આચાર્યદેવની પાછળ બેસી ગયા. આચાર્યદેવે સંસ્કૃત ભાષામાં નવાં નવાં કાવ્યો બનાવીને ભગવાનની સ્તુતિ કરી. આચાર્યદેવે એ સ્તુતિના ભાવો લઈને ગુર્જર ભાષામાં ગદ્ય-સ્તવના પણ કરી. સહુએ પરમાત્મભક્તિનો અપૂર્વ આનંદ અનુભવ્યો. (૪૨ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #50 -------------------------------------------------------------------------- ________________ લગભગ ત્રણ કલાક ગિરિરાજ ઉપર પસાર કરીને સહુ પહાડ ઊતરવા લાગ્યા. રાજા સિદ્ધરાજે શ્રદ્ધા અને ભક્તિથી ગદ્ગદ થઈને ગુરુદેવને કહ્યું : ગુરુદેવ, કેવું પ્રભાવશાળી આ તીર્થ છે ! ત્રણ-ત્રણ કલાક પસાર થઈ ગયા છતાં એકેય ખરાબ વિચાર મનમાં નથી આવ્યો ! ધન્ય જિનશાસન ! પ્રભુ, આ મહાતીર્થની ભક્તિ માટે, ભગવાન ઋષભદેવની પૂજા-અર્ચના માટે હું બાર ગામ ભેટ આપું છું.’ ગુરુદેવે કહ્યું : ‘રાજેશ્વર, તમારા હૃદયમાં ભગવાન ઋષભદેવ પ્રત્યે આટલી બધી ભક્તિ પ્રગટ થયેલી જોઈને ખરેખર, મને હર્ષ થાય છે. આ તીર્થ તમને ગમ્યું - તેથી તમે ધન્ય બન્યા છો.’ ‘ગુરુદેવ, પાદલિપ્તપુરમાં પહોંચીને મારે કેવાં-કેવાં સત્કાર્ય કરવાં જોઈએ, એ અંગે મને કૃપા કરીને માર્ગદર્શન આપો.' ‘રાજન્, આ ગિરિરાજની તળેટીમાં તમારા તરફથી કાયમ સદાવ્રત શરૂ કરવું જોઈએ. જે કોઈ યાત્રિક અહીં આવે, તે પેટ ભરીને જમે, તૃપ્ત થાય !” એ જ રીતે પાદલિપ્તપુરમાં પણ ગરીબ પ્રજા માટે સદાવ્રત શરૂ કરવું જોઈએ. વર્ષો સુધી એ સદાવ્રતો ચાલ્યા જ કરે, તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ રીતે, આજે તળેટીથી શરૂ કરીને પાદલિપ્તપુર સુધી યાચકોને, ગરીબોને, અપંગોને અને અંધજનોને ખૂબ દાન આપવું જોઈએ ! વર્ષો સુધી એ લોકો યાદ કરતા રહેશે... ‘ગુર્જરેશ્વર રાજા સિદ્ધરાજું અહીં ભગવાન ઋષભદેવની યાત્રા કરવા આવ્યા હતા ! આ રીતે વારંવાર આવે તો સારું !' ગુરુદેવની પ્રેરણા મુજબ રાજાએ સદાવ્રતો શરૂ કરાવી દીધાં. યાચકોને દાન આપવાનું શરૂ કરી દીધું. રાજા સિદ્ધરાજ વરસે એટલે વરસી જાણે ! એણે સોનામહોરો આપી. એણે સુંદર વસ્રો આપ્યાં. તીર્થયાત્રા ૪૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૪ 312 ` i]P• E625 ** *PlF+ all*kÈ »øf ૬ PA ¥à ±** -&rep] re Wol muyers સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #52 -------------------------------------------------------------------------- ________________ એણે ઘોડાઓ આપ્યાં, બળદો આપ્યા... ખેતી કરી શકે એવા લોકોને જમીન આપી.. આ રીતે રાજાએ કોઈ યાચકને યાચક ના રહેવા દીધો. કોઈ ભિખારીને ભિખારી ના રહેવા દીધો ! આખા પાદલિપ્તપુરમાં સિદ્ધરાજનો જયજયકાર થઈ ગયો... સિદ્ધરાજ ગિરિરાજની યાત્રા કરીને અને વિપુલ દાન આપીને અપૂર્વ પુણ્ય કમાયો. આચાર્યદેવની સાથે સંઘે ત્યાંથી ગિરનાર તરફ પ્રયાણ કરી દીધું. માર્ગમાં આચાર્યદેવે રાજાને ગિરનારનો અને ભગવાન નેમનાથનો પરિચય કરાવ્યો. ભગવાન નેમનાથનું જીવનચરિત્ર સાંભળીને સિદ્ધરાજ આશ્ચર્યચકિત થઈ ગયો. સંઘ ગિરનાર પહોંચ્યો. જે દિવસે પહોંચ્યા એ જ દિવસે સહુ પહાડ ઉપર ચડ્યા. ગિરનારના પહાડ ઉપર નૈસર્ગિક સૌન્દર્યવાળાં ઘટાદાર આંબા, લીમડા વગેરે વિવિધ વૃક્ષો પર પોપટ, કોયલ વગેરે પંચરંગી પક્ષીઓ મધુર ટહુકા કરી રહ્યા હતા. પવનથી ઝૂલી રહેલી વૃક્ષોની ડાળીઓ પરથી રંગબેરંગી સુવાસિત પુષ્પો ખર્યા કરતાં હતાં. ગાઢ વૃક્ષઘટાઓની વચ્ચે રહેલા ઊંચા વાંસનાં છિદ્રોમાં ભરાતો ને નીકળતો પવન સુમધુર ધ્વનિ કરતો હતો... જાણે વનદેવીઓ પોતાની દિવ્ય વીણાઓમાં રાજા સિદ્ધરાજની કીર્તિગાથા ગાતી હતી ! આચાર્યદેવની સાથે સહુ ભગવાન નેમનાથના ભવ્ય દેરાસરમાં પહોંચ્યા. પ્રભુનાં દર્શન કરી સહુ ભાવવિભોર બની ગયા. રાજાએ રાજપરિવાર સાથે, સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરીને ભગવાન પર જલાભિષેક કર્યો. પછી શુદ્ધ અને મુલાયમ વસ્ત્રથી ભગવાનની મૂર્તિને સાફ કરી. ત્યારબાદ ચંદનથી અને પુષ્પોથી પૂજા કરી. ભગવાનની સમક્ષ રત્નોનો સાથિયો કર્યો. સુવર્ણમુદ્રાઓ અર્પણ કરી. પછી સહુ ગુરુદેવની પાસે બેસી ગયા. ગુરુદેવે ભાવપૂજા કરી. | તીર્થયાત્રા ૪૫) Page #53 -------------------------------------------------------------------------- ________________ નવાં નવાં કાવ્યો બનાવીને ભગવાન નેમનાથની સ્તવના કરી. સહુની આંખો હર્ષનાં આંસુથી ભીની થઈ ગઈ. હર્ષથી રોમરાજી ખીલી ઊઠી. રાજા સિદ્ધરાજે ગદ્ગદ ભાવે પ્રભુને વારંવાર સાષ્ટાંગ પ્રણામ કર્યા. એ વખતે દેરાસરના વિવેકી પૂજારીઓએ રાજાને બેસવા માટે સુંદર આસન પાથરવા માંડ્યું. ત્યારે રાજાએ ના પાડી, અને કહ્યું : તીર્થક્ષેત્રમાં રાજાએ આસન પર ના બેસવું જોઈએ. તેમજ માંચા ઉપર - પલંગ ઉપર સૂવું ના જોઈએ. તીર્થક્ષેત્રમાં કોઈ માણસે દહીં પણ ના ખાવું જોઈએ.' પૂજારીઓએ રાજાની વાત સ્વીકારી. રાજાએ પૂજારીઓને સુંદર વસ્ત્રો આપ્યાં અને સોનામહોરો આપીને સંતુષ્ટ કર્યા. તીર્થયાત્રાનો અપૂર્વ આનંદ માણીને, ગુરુદેવની સાથે સહુ પહાડ ઊતરીને તળેટીમાં આવ્યા. રાજા સિદ્ધરાજે ત્યાં પણ સદાવ્રત શરૂ કરાવ્યું. યાચકોને દાન આપ્યું. જૂનાગઢમાં જઈને પણ સદાવ્રતો ખોલાવ્યાં અને ગરીબોનાં દુઃખ દૂર કર્યા. સિદ્ધરાજે ગુરુદેવને કહ્યું : “ભગવંત, અહીંથી આપણે પ્રભાસપાટણ જઈએ. સમુદ્રના કિનારે રહેલા ભગવાન સોમનાથનાં દર્શન કરીએ.” આચાર્યદેવે સંમતિ આપી. સહુ પ્રભાસપાટણ પહોંચ્યા. ભગવાન સોમનાથના મંદિરમાં ગયા. રાજા સિદ્ધરાજના મનમાં શંકા હતી કે ગુરુદેવ સોમનાથ મહાદેવને નમન કરશે કે નહીં! પરંતુ આચાર્યદેવે તો મહાદેવને નમન કર્યું અને ત્યાં બેસીને મહાદેવની સ્તુતિઓ બોલવા માંડી. ૪૪ શ્લોક બનાવીને બોલ્યા : भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपगता यस्य । ब्रह्मा वा विष्णर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ “જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેમના નાશ (૪૬) સવંત જેવા સૂરિદેવ Page #54 -------------------------------------------------------------------------- ________________ પામ્યા છે તે બ્રહ્મા હો, વિષ્ણુ હો, શિવ હો કે જિન હો, તેમને મારા નમસ્કાર હો ! મહાદેવ કેવા હોય – તે સમજાવ્યું. રાજા સિદ્ધરાજ ખુશ થઈ ગયો. (આજે પણ આ મહાદેવ સ્તોત્ર મળે છે. સુંદર સ્તોત્ર છે.) રાજાએ ગુરુદેવને કહ્યું : ‘ભગવંત, આપે મારા પર પરમ કૃપા કરી છે. મને તીર્થયાત્રા કરાવીને અનહદ ઉપકાર કર્યો છે હવે આપણે પાછા પાટણ જઈએ, પરંતુ કોડીનાર ગામમાં વિશ્વની માતા સમાન અંબાદેવીનાં દર્શન-પૂજન કરીને જઈએ.' ગુરુદેવે અનુમતિ આપી. સંઘ કોડીનાર તરફ ઊપડ્યો. તીર્થયાત્રા ૪૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ ક | કૃપાવંત ગુરુદેવ | કોડીનારની અંબિકાદેવી એટલે હાજરાહજૂર દેવી ! એના પ્રભાવોની વાતો સૌરાષ્ટ્ર અને ગુજરાત સુધી ફેલાયેલી હતી. દુઃખોને દૂર કરનારી અને જોઈતાં સુખો આપનારી દેવીનાં દર્શન કરવા દૂરદૂરથી લોકો કોડીનાર આવતા હતા. આચાર્યદેવની સાથે રાજા સિદ્ધરાજનો કાફલો કોડીનાર પહોંચી ગયો. રાજાએ દેવીનાં દર્શન-પૂજન કર્યા. રાજાએ આચાર્યદેવને અતિ નમ્રતાથી વિનંતી કરી : ગુરુદેવ, મારી પાસે સોના-ચાંદીના ભંડાર ભરેલા છે. હીરામોતીના ખજાના ભરેલા છે. હાથી, ઘોડા અને રથ પાર વિનાના છે... અને મારું રાજ્ય વિશાળ છે... તે છતાં પ્રભુ, હું અને રાણી બંને દુઃખી છીએ. અમારા હૃદયમાં સંતાપનો પાર નથી. કારણ આપ જાણો છો. અમને એક પણ પુત્ર નથી.” ગુરુદેવ, મારી એક વિનંતી છે કે આપ દેવી અંબિકાની આરાધના કરી, દેવીને પૂછી લો કે મને પુત્ર મળશે કે નહીં? અને મારા મૃત્યુ પછી ગુજરાતનું રાજય કોણ ભોગવશે ?' આચાર્યદેવે કહ્યું : “ભલે, હું દેવીને પૂછી લઉં છું. આચાર્યદેવે ત્રણ ઉપવાસ કર્યા. દેવીના મંદિરમાં બેસી ગયા. ધ્યાનમાં નિમગ્ન થઈ ગયા. ત્રીજા દિવસે મધ્યરાત્રિના સમયે દેવી અંબિકા, ગુરુદેવની સામે પ્રગટ થઈ. દેવીએ ગુરુદેવને હાથ જોડી વંદના કરી. ગુરુદેવ, મને શા માટે યાદ કરી ?' ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના ભાગ્યમાં પુત્રપ્રાપ્તિનો યોગ છે કે નહીં એ પૂછવા આપને યાદ કર્યા છે.' દેવીએ કહ્યું : “એના પૂર્વજન્મનાં પાપકર્મોના યોગે પુત્ર પ્રાપ્તિ નહીં થાય.' (૪૮) સર્વજ્ઞ જેવા સૂરિદેવ . Page #56 -------------------------------------------------------------------------- ________________ ( ૦ર ત્રીજા દિવસે મધ્યરાત્રિના સમયે દેવી અંબિકા, ગુરુદેવની સામે પ્રગટ થઈ. સ જ S mજિમ | કૃપાવંત ગુરૂદેવ ૪૯) ' Page #57 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવે પૂછ્યું : ‘તો પછી, સિદ્ધરાજના મૃત્યુ બાદ ગુજરાતનો રાજા કોણ થશે ? દેવીએ કહ્યું : ‘ત્રિભુવનપાલનો પુત્ર કુમારપાલ. તે મહાન શૂરવીર હશે. પરાક્રમી હશે. એ રાજા બનીને જૈન ધર્મનો ખૂબ વિસ્તાર કરશે. અહિંસા-ધર્મનો ફેલાવો કરશે.' આટલું કહીને દેવી અદૃશ્ય થઈ ગઈ. આચાર્યદેવ પોતાના સ્થાને આવ્યા. ત્રણ દિવસના ઉપવાસનું પારણું કર્યું. રાજા સિદ્ધરાજ ખૂબ જ ઉત્કંઠાથી ગુરુદેવ પાસે આવ્યો. ગુરુદેવને વંદના કરી તેમની પાસે વિનયપૂર્વક બેઠો. ગુરુદેવ કહ્યું : 'રાજેશ્વર, તમારા ભાગ્યમાં પુત્રનો યોગ નથી એમ દેવીએ કહ્યું. અને તમારા પછી ગુજરાતનો રાજા કુમારપાલ બનશે.’ ‘કોણ કુમારપાલ ?’ સિદ્ધરાજે આશ્ચર્યથી પૂછ્યું. ‘ત્રિભુવનપાલનો પુત્ર કુમારપાલ !' ગુરુદેવે કહ્યું. સિદ્ધરાજ અત્યંત ખિન્ન થઈ ગયો. ‘રાજ, ખેદ ના કરો. પૂર્વજન્મમાં તમારા જીવે બાંધેલાં પાપ-કર્મ એવો અંતરાય કરે છે. માટે પુત્રપ્રાપ્તિ થઈ શકે એમ નથી. કોઈ પણ ઉપાય કામ લાગે એમ નથી. માટે ખેદ ના કરો. જે શક્ય ન હોય, તેની ઇચ્છા શા માટે કરવી ? એનો ખેદ શા માટે કરવો ?’ આચાર્યદેવે સિદ્ધરાજના અશાન્ત મનને શાંતિ આપવા ઉપદેશ આપ્યો, પરંતુ પુત્રપ્રાપ્તિની તીવ્ર ઇચ્છાના કારણે ઉત્પન્ન થયેલું એનું દુઃખ દૂર થયું નહીં. આચાર્યદેવની સાથે રાજા સપરિવાર પાછો પાટણ આવ્યો. પાટણની પ્રજાએ ભવ્ય સ્વાગત કર્યું. રાજાએ ગરીબોને દાન આપ્યું. નગરનાં સર્વે મંદિરોને શણગારવામાં આવ્યાં. પ્રજાએ મહોત્સવ મનાવ્યો. પરંતુ રાજાનું મન શાંત ન હતું. તેના મનમાં ઊથલ-પાથલ ચાલી રહી હતી. ૫૦ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #58 -------------------------------------------------------------------------- ________________ આચાર્યદેવ ઉપાશ્રયમાં ચાલ્યા ગયા. રાજા રાજમહેલમાં પહોંચ્યો. સ્નાન-ભોજનાદિથી પરવારીને તેણે પાટણના શ્રેષ્ઠ રાજ્યોતિષીઓને બોલાવ્યા. જ્યોતિષીઓ આવ્યા. રાજાએ એમનું સ્વાગત કર્યું. જ્યોતિષીઓ પોતાના સ્થાને બેઠા. રાજાએ પ્રશ્ન પૂછ્યો, ‘તમે જ્યોતિષશાસ્ત્રના વિશારદ છો. તમે તમારા શાસ્ત્ર મુજબ મારા પ્રશ્નનો સાચો ઉત્તર આપજો. મારા ભાગ્યમાં પુત્રપ્રાપ્તિનો યોગ છે કે નહીં ? આ મારો એક જ પ્રશ્ન છે.’ જ્યોતિષીઓએ તુર્ત જ પ્રશ્નકુંડલી મૂકીને તેમાંથી રાજાના પશ્નનો ઉત્તર શોધવા માંડ્યો. પરસ્પર વિચારણા કરીને સર્વસંમત ઉત્તર આપ્યો, ‘મહારાજા, આપના ભાગ્યમાં પુત્રપ્રાપ્તિનો યોગ નથી.’ જે પ્રમાણે દેવી અંબિકાએ ઉત્તર આપ્યો હતો એ જ પ્રમાણે જ્યોતિષીઓએ ઉત્તર આપ્યો. રાજા નિરાશ થયો. જ્યોતિષીઓનું ઉત્તમ વસ્ત્રોથી અને સોનામહોરોથી સ્વાગત કરી, તેમને વિદાય આપી. રાજા સિદ્ધરાજે રાત્રિના સમયે રાણીને કહ્યું : ‘દેવી, જ્યોતિષીઓ પણ, એમના જ્યોતિષશાસ્ત્ર મુજબ પુત્રપ્રાપ્તિની ના પાડે છે. દેવી અંબિકાએ પણ ગુરુદેવને ના પાડી હતી.’ રાણીએ કહ્યું : ‘તો પછી હવે ધર્મકાર્યમાં મન પરોવવું જોઈએ. આપણા ભાગ્યમાં પુત્રનું સુખ નથી જ, એમ જ સમજી લેવું જોઈએ.' દેવી, હજુ આપણે પ્રયત્ન કરવો જોઈએ. નિરાશ થઈને બેસી રહેવાથી કાર્યસિદ્ધિ થવાની નથી.' ‘તો હવે કેવો ઉપાય કરવા ધારો છો આપ ?’ ‘આપણે બે, અહીંથી ચાલતા-ચાલતા દેવપત્તન જઈએ. ત્યાં સોમનાથ મહાદેવની પૂજા કરીએ અને એમની સામે અન્ન-જલનો ત્યાગ કરી બેસી જઈએ ! એ ભોળા મહાદેવ જરૂર આપણી ઇચ્છા પૂર્ણ કરશે.’ રાણીએ કહ્યું : ‘જેવી આપની ઇચ્છા. હું સાથે આવીશ.’ કૃપાવંત ગુરુદેવ ૫૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ રાજા સિદ્ધરાજે આ જ વિચારોમાં રાત પસાર કરી. થોડા દિવસો વીતી ગયા પછી એણે ગુપ્ત રીતે દેવપત્તન જવાનું નક્કી કર્યું. આ વાત રાજાએ આચાર્યદેવ હેમચન્દ્રસૂરિજીને પણ કહીં નહીં. એને ભય લાગ્યો કે ‘ગુરુદેવ કદાચ ના પાડે તો ? એમની ના ઉપર તો જવાય નહીં !' એક દિવસ, વહેલી સવારે રાજા-રાણીએ પગપાળા પ્રયાણ કર્યું. માર્ગમાં જે મળે તે ખાઈ લે છે અને કૂવાનું પાણી પી લે છે. માર્ગમાં આવેલી ધર્મશાળામાં વિશ્રામ કરે છે અને આગળ આગળ ચાલતાં જાય છે. અનેક કષ્ટો સહન કરે છે. એમ કરતાં તેઓ એક દિવસ દેવપત્તન પહોંચી જાય છે. નાહી-ધોઈને બંને રાજા-રાણીએ સોમનાથ મહાદેવની પૂજા કરી. સ્તુતિ કરી. અન્ન-જલનો ત્યાગ કરી, બંને મહાદેવની સામે ધ્યાન ધરતા બેસી ગયાં. ત્રણ દિવસ પસાર થઈ ગયા. રાજા-રાણી જરાય ડગ્યાં નહીં. તેઓ સમજતાં હતાં કે ‘દુઃખ સહન કર્યા વિના દેવ પ્રસન્ન થતા નથી.' છેવટે સોમનાથ મહાદેવ, રાજા-રાણી સામે પ્રગટ થયા. રાજારાણીએ ઊભા થઈને મહાદેવનાં ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. મહાદેવે પૂછ્યું, ‘હે સિદ્ધરાજ, તેં મને કેમ યાદ કર્યો ?’ ‘હે ભગવાન, હું આપનો ભક્ત છું છતાં હજુ સુધી મારા ઘરમાં પારણું બંધાયું નથી... મને પુત્રપ્રાપ્તિ થઈ નથી. . પ્રભુ, મને એક પુત્ર આપો..જેથી મારો વંશ ચાલુ ૨હે.’ મહાદેવે કહ્યું : ‘સિદ્ધરાજ, તારા ભાગ્યમાં સંતાનનું સુખ જ નથી. તારા પછી તારી રાજગાદી પર મહાપરાક્રમી કુમારપાલ આવશે.' સિદ્ધરાજે કહ્યું : ‘હે નાથ, આખી દુનિયાના લોકો આપને જીવોની મનઃકામના પૂર્ણ કરનારા કહે છે, જ્યારે આપ મને એક પુત્ર પણ આપી શકતા નથી... તો પછી આપની પ્રસિદ્ધિ સાચી કે ખોટી ?' ‘તારા ભાગ્યમાં જ જે નથી, તે હું કેવી રીતે આપી શકું ? તારા સર્વજ્ઞ જેવા સૂરિદેવ ૫૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ પૂર્વજન્મનાં પાપ આડાં આવે છે. રાજા ! પુત્રપ્રાપ્તિની તારી યોગ્યતા જ નથી... પછી હું શું કરું? કર્મને ખોટાં કરવાની શક્તિ દુનિયામાં કોઈની નથી !' આટલું કહીને સોમનાથ મહાદેવ અદશ્ય થઈ ગયા. રાજા-રાણી બહાર આવ્યા. ધર્મશાળામાં જઈને પારણું કર્યું. રાજાને અત્યંત ખિન્ન થયેલો જોઈને રાણીએ કહ્યું, “નાથ, શા માટે ખેદ કરો છો ? દેવોનું કથન ખોટું પડતું નથી. તેમનું કથન સ્વીકારીને, મનમાંથી હવે પુત્રઝંખના કાઢી નાંખો.' સિદ્ધરાજે કહ્યું : “દેવી, તમારી વાત સાચી છે. પરંતુ શું કરું ? મન માનતું નથી... પુત્રપ્રાપ્તિ નથી થવાની, એ વાત માની લઉં... પરંતુ મારા પછી ગુજરાતનો રાજા કુમારપાલ બનશે, આ વાત મારા હૃદયને સળગાવી મૂકે છે. હું કોઈ પણ સંયોગોમાં એને રાજા નહીં બનવા દઉં... એ જીવતો રહેશે તો રાજા બનશે ને ? હું એનો વધ કરાવીશ.. જીવતો નહીં રહેવા દઉં... પછી રાજા કેવી રીતે બનશે ?” રાજા રોષથી ગર્જી ઊઠ્યો. રાણીએ રાજાનો હાથ પોતાના હાથમાં લઈ, ખૂબ કોમળ શબ્દોમાં કહ્યું : “શાન્ત થાઓ સ્વામીનાથ, શાન્ત થાઓ. જે બનવાકાળ હશે તે બનશે... આપણે હવે બાકીની જિંદગી શાન્તિથી જીવીએ !” Oિ - પાર્વત ગુરુદેવ / $ ૫૩] પણ3 / Page #61 -------------------------------------------------------------------------- ________________ $ભાષાdી જાણ ચૌલુક્યવંશના રાજાઓમાં “મૂળરાજ” નામનો પરાક્રમી રાજા થઈ ગયો. તેના મૃત્યુ પછી તેનો પુત્ર ચામુંડરાજ ગુજરાતનો રાજા થયો. ચામુંડરાજ પછી ગુજરાતની રાજગાદી પર દુર્લભરાજ આવેલો. દુર્લભરાજ પ્રજામાં ખૂબ પ્રિય બનેલો, કારણ કે તે પક્ષપાત રાખ્યા વિના રાજ્ય કરતો હતો. દુર્લભરાજ પછી તેનો પરાક્રમી પુત્ર ભીમદેવ રાજા થયો. રાજા ભોજને પણ લોકો ભૂલી જાય તેવો એ દાનેશ્વરી હતો. ભીમદેવને બે રાણીઓ હતી. બંને રાણીઓએ એક એક પુત્રને જન્મ આપ્યો હતો. મોટો પુત્ર ક્ષેમરાજ અને નાનો પુત્ર કર્ણ. . ભીમદેવે પોતાનું રાજ્ય નાના પુત્ર કર્ણને આપ્યું અને મોટા પુત્ર ક્ષેમરાજને “દધિસ્થલી' નામનું ગામ આપ્યું. ક્ષેમરાજને દેવપ્રસાદ નામનો પુત્ર હતો. દેવપ્રસાદ ઉપર રાજા ભીમદેવને ખૂબ પ્રેમ હતો. દેવપ્રસાદને ત્રિભુવનપાલ નામનો પરાક્રમી પુત્ર જન્મ્યો. રાજા કર્ણી પોતાનું રાજ્ય પુત્ર સિદ્ધરાજને સોંપતી વખતે કહેલું કે “તારે દેવપ્રસાદની સાર-સંભાળ રાખવાની છે.” એવી જ રીતે દેવપ્રસાદે પોતાના મૃત્યુ સમયે સિદ્ધરાજને કહેલું : “ત્રિભુવનપાલની સારસંભાળ રાખજો.” રાજા સિદ્ધરાજ પોતાના ભત્રીજા ત્રિભુવનપાલને પોતાના ભાઈ જેવો માનીને એને માન આપતો હતો. ત્રિભુવનપાલ પણ મહાપરાક્રમી પુરુષ હતા. તેઓ પોતાના ગામ દધિસ્થલીમાં રહીને પ્રજાનું સારું પાલન કરતા હતા. તેથી તેઓ પ્રજાને ખૂબ પ્રિય હતા. જેવી રીતે માનસરોવરમાં રાજહંસ ઉલ્લાસથી તરતા રહે છે તેમ ત્રિભુવનપાલના મન-સરોવરમાં ધર્મરૂપી હંસ તરતા રહેતા હતા. ત્રિભુવનપાલની પત્નીનું નામ હતું કાશ્મીરા. જેવી તે ગુણોની મૂર્તિ (૫૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #62 -------------------------------------------------------------------------- ________________ હતી અને અદ્ભુત રૂપવતી હતી. રૂપ અને ગુણનો કાશ્મીરાદેવીમાં સમન્વય થયેલો હતો. એ કાશ્મીરાદેવીના પેટમાં એક ઉત્તમ જીવ આવ્યો. તે પછી કાશમીરાદેવીના મનમાં સારી-સારી ઘણી ઈચ્છાઓ જાગવા લાગી. – હું સમગ્ર પૃથ્વીનું રક્ષણ કરું ! – હું જગતના બધા જીવોને અભયદાન આપું ! – હું મનુષ્યોને બધાં વ્યસનોથી છોડાવી દઉં! – હું સાધુ પુરુષોને ખૂબ દાન દઉં...! - હું કોઈ ગરીબને ગરીબ ના રહેવા દઉં! – હું પરમાત્માનાં મંદિરો બંધાવું...! નવ મહિના પૂર્ણ થયા. કાશ્મીરાદેવીએ એક સુંદર તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો. એ વખતે આકાશમાં દેવવાણી થઈ. આ બાળક વિશાળ રાજય પ્રાપ્ત કરશે અને તેમાં ધર્મનું સામ્રાજ્ય સ્થાપિત કરશે. નવો જન્મેલો આ પુત્ર સૌમ્ય હતો, સુંદર હતો. સહુને વહાલો લાગે તેવો ભાગ્યશાળી હતો. તેનું નામ “કુમારપાલ' રાખવામાં આવ્યું. - ત્રિભુવનપાલે વિચાર્યું કે પુત્ર જે અવિનીત હોય તો અગ્નિની જેમ કુળને બાળી નાંખે છે, પરંતુ જો તે વિનીત હોય અને કળાયુક્ત હોય તો શંકરના માથે રહેલા ચન્દ્રની જેમ એ કુળદીપક બને છે! માટે મારે કુમારપાલને સારું શિક્ષણ આપવું જોઈએ. - કુમારપાલને વ્યાવહારિક શિક્ષણ આપવામાં આવ્યું. - સાથે સાથે યુદ્ધકળા શીખવવામાં આવી. - માતાએ પુત્રને ગુણવાન બનાવવાની તકેદારી રાખી. તે પુત્રમાં મેરુપર્વતનો શૈર્ય ગુણ આવ્યો. બૃહસ્પતિનો બુદ્ધિમત્તાનો ગુણ આવ્યો. મહાસાગરનો ગાંભીર્ય ગુણ આવ્યો. ચન્દ્રનો સૌમ્યતાગુણ આવ્યો. સૂર્યનો પ્રતાપ તેનામાં ઊતરી આવ્યો. સિંહનો શૌર્યગુણ અને કલ્પવૃક્ષનો ઔદાર્યગુણ તેનામાં આવ્યો. કામદેવનું સૌભાગ્ય અને વિષ્ણુનો પ્રભાવ કુમારપાલમાં આવી ગયાં ! - કુમારપાલનો જન્મ ૫૫) Page #63 -------------------------------------------------------------------------- ________________ જ્યારે કુમારપાલ યૌવનમાં પ્રવેશ્યો ત્યારે માતા-પિતાએ પુત્રના માટે સુયોગ્ય કન્યા પસંદ કરી. તેનું નામ હતું ભોપળદેવી ! ભોપળદેવી સાથે કુમારનાં લગ્ન થયાં. ભોપળદેવીએ પોતાના રૂપથી અને ગુણોથી કુમારના દિલને જીતી લીધું. ત્રિભુવનપાલના, રાજા સિદ્ધરાજ સાથે સારા સંબંધો હતા; એટલે અવાર-નવાર સારા-નરસા પ્રસંગે ત્રિભુવનપાલ પાટણ જતા-આવતા રહેતા હતા. રાજા સિદ્ધરાજ પણ સૌરાષ્ટ્રમાં આવે ત્યારે દધિસ્થલીમાં ત્રિભુવનપાલનું આતિથ્ય માણવા આવી જતો હતો. યુવાન કુમારપાલ પણ બે-ચાર વાર પાટણ જઈ આવેલો હતો. એક વાર કુમારપાલ પાટણમાં હતો ત્યારે તેણે આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિની ખૂબ પ્રશંસા સાંભળી. ‘મહારાજા સિદ્ધરાજ પણ હેમચન્દ્રસૂરિજીના અનન્ય ભક્ત છે. સિદ્ધરાજની વિનંતીથી હેમચન્દ્રસૂરિજીએ સંસ્કૃત ભાષાનું મોટું વ્યાકરણ બનાવ્યું છે... રાજાએ ગુરુદેવ સાથે તીર્થયાત્રાઓ કરી છે...' વગેરે સાંભળીને કુમારપાલને પણ ગુરુદેવનાં દર્શન કરવાની ઇચ્છા થઈ આવી. કુમારપાલ ગુરુદેવના ઉપાશ્રયે પહોંચ્યો. બે હાથ જોડી, મસ્તક નમાવી તેણે ગુરુદેવને વંદના કરી, પોતાનો અલ્પ પરિચય આપીને, વિનયથી તે બેઠો. ગુરુદેવે યુવકને ‘ધર્મલાભ’નો આશીર્વાદ આપ્યો. કુમારે કહ્યું : ‘ગુરુદેવ, જો આપની આજ્ઞા હોય તો એક પ્રશ્ન પૂછું.' ગુરુદેવે કહ્યું : ‘સુખેથી પૂછી શકે છે.’ ‘ગુરુદેવ, આ સૃષ્ટિમાં વિવિધ સ્વભાવવાળા મનુષ્યો વસે છે. એમનામાં જુદા જુદા પ્રકારના અનેક ગુણો જોવા મળે છે. જાણવા ઇચ્છું છું કે એ બધા ગુણોમાં શ્રેષ્ઠ ગુણ કયો છે ?' હું એ ગુરુદેવના મુખ પર સ્મિત આવી ગયું. તેમને પ્રશ્ન ગમ્યો. તેઓએ કહ્યું : ‘કુમાર, બધા ગુણોમાં શ્રેષ્ઠ ગુણ ‘સત્ત્વ’ છે. ‘સર્વે સત્ત્વે પ્રતિષ્ઠિતમ્' - જે મનુષ્યમાં સત્ત્વ હોય છે. તેનામાં બીજા બધા ગુણો આવી જાય છે !' ૫૬ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #64 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવ, આ “ સત્ત્વ ગુણની વાત મને વિસ્તારથી સમજાવવાની કૃપા કરો ને ! ગુરુદેવે કહ્યું : “વત્સ, તને વિસ્તારથી સમજાવું છું. – સત્ત્વશીલ પુરુષ દુઃખમાં ધર્મને છોડતો નથી. સત્ત્વશીલ પુરુષ લીધેલી પ્રતિજ્ઞાને દઢતાથી પાળે છે. સત્ત્વશીલ પુરુષ દુઃખોથી ઘેરાઈ જવા છતાં હિંમત હારતો નથી કે નિરાશ થઈ જતો નથી. સત્ત્વશીલ મનુષ્ય માટે કોઈ કામ અશક્ય હોતું નથી. સત્ત્વશીલ મનુષ્ય પરોપકાર માટે દુનિયામાં ડૂબકી મારતાં કે આકાશમાં છલાંગ મારતાં અચકાતો નથી. જરૂર પડે તો ભડભડતી આગમાં કૂદી પડે અને ઝેરનો પ્યાલો પણ ગટગટાવી જાય. સત્ત્વશીલ મનુષ્ય સમય આવતાં પોતાનું સર્વસ્વ ત્યજી દેતાં વાર નથી કરતો. સત્ત્વશીલ મનુષ્ય, વર્ષો સુધી દુઃખો સહન કરવાની ધીરજ રાખતો હોય છે. સત્ત્વશીલ મનુષ્ય ક્યારેય “હાય, હાય” કે “અરેરે...” એવા કાયરતાસૂચક શબ્દો બોલતો નથી. સત્ત્વશીલ રાજા પ્રજાની રક્ષા માટે સતત પ્રયત્ન કરતો રહે છે. જરૂર પડે પોતાનું બલિદાન પણ આપી દે છે. જાણે કે કુમારપાલને એના ભાવિ જીવન અંગે આડકતરી રીતે આચાર્યદવ નિર્દેશ આપતા હતા ! જોજે કુમાર, તારા માથે દુઃખના ડુંગર તૂટી પડવાના છે... એ વખતે તારા અપૂર્વ સત્ત્વનો પરિચય આપજે! હિંમત હારીશ નહીં ! આચાર્યદેવ પાસે કુમારપાલને સમાધાન મળ્યું, તેને આચાર્ય ગમ્યા. તે ત્યાંથી ઊભો થઈ, ગુરુદેવને પ્રણામ કરી... ઉપાશ્રયની બહાર નીકળ્યો. પોતાના સ્થાને ગયો. - કુમારપાલનો જન્મ જ ૫૭) Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૮ I mugursoni સત્ત્વશીલ પુરુષ દુઃખોમાંથી ઘેરાઈ જવા છતાં હિંમત હારતો નથી કે નિરાશ થતો નથી. સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #66 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રસૂરિજી સાથે કુમારપાલની આ પહેલી મુલાકાત હતી. કુમારપાલના હૃદયમાં ઘણી ખુશી થઈ હતી. હેમચન્દ્રસૂરિજીને ખ્યાલ આવી ગયો હતો કે કુમારપાલ, સિદ્ધરાજના મૃત્યુ પછી ગુજરાતનો રાજા બને, આ વાત સિદ્ધરાજને જરાય નથી ગમી ! અને એ ડંખીલો રાજા જરૂર કુમારપાલને મારી નંખાવવા પ્રયત્ન કરશે. કુમારપાલના ગયા પછી આચાર્યદેવ ઊંડા વિચારમાં ડૂબી ગયા. દેવી અંબિકાએ કરેલું ભવિષ્યકથન મિથ્યા થાય નહીં, આ વાત આચાર્યદવ સાવ સાચી માનતા હતા. એટલે સિદ્ધરાજ લાખ ઉપાય કરે, છતાં કુમારપાલને મારી શકશે નહીં – એ વાતે આચાર્યદેવ નિશ્ચિત હતા. વૃદ્ધાવસ્થામાં પણ રાજા સિદ્ધરાજને શાન્તિ ન હતી. “ગુજરાતના રાજસિંહાસન પર કુમારપાલ ન જ બેસવો જોઈએ.” આ એનો નિર્ણય હતો. છતાં દેવી અંબિકાની આગાહી એના મનમાં ઊથલ-પાથલ મચાવતી હતી ! સિદ્ધરાજે કુમારપાલને મારવા માટે તંત્ર ગોઠવી દીધું હતું. કુમારપાલ સાવધાન થઈ ગયો હતો. તથા | કુમારપાલનો જન્મ કુમારપાલનો જન્મ - ૫૯ | ૫૯) Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ગુરુદેવે પ્રાણન્ના કરી ક્યારેક ખાવા મળે છે, ક્યારેક નથી મળતું. ક્યારેક પાણી પીવા મળે છે. ક્યારેક નથી મળતું... ક્યારેક સૂવાનું મળે છે. ક્યારેક નથી મળતું... આ રીતે રખડતો ને રઝળતો કુમારપાલ... એક દિવસ ખંભાત નજીક પહોંચી ગયો. સિદ્ધરાજના સૈનિકોથી સતત બચવાનો પ્રયત્ન કરતો કુમારપાલ ખંભાતના દરવાજામાં પ્રવેશ કરે છે. ધીરે ધીરે તે રાજમાર્ગ પર ચાલ્યો જાય છે. અને એક ભવ્ય જિનમંદિરની સામે ઓટલા પર વિશ્રામ કરવા બેસે છે. ત્યાં એના જાણવામાં આવ્યું કે ‘આચાર્યદેવશ્રી હેમચન્દ્રસૂરિજી અહીં કોઈ ઉપાશ્રયમાં રહેલા છે.’ તે પૂછતો પૂછતો ઉપાશ્રયે પહોંચ્યો. જ્યારે કુમારપાલ ઉપાશ્રયમાં ગયો ત્યારે ત્યાં ગુરુદેવની પાસે કોઈ સ્ત્રી-પુરુષ ન હતાં. કુમારપાલને નિરાંત થઈ. તેણે ઉપાશ્રયમાં પ્રવેશીને આચાર્યદેવને વંદના કરી. આચાર્યદેવે કુમારપાલને ઓળખી લીધો ! ‘ધર્મલાભ’ના આશીર્વાદ આપ્યા. કુમારે કહ્યું : ‘ગુરુદેવ, આપ જ્ઞાની છો. ભૂત-ભાવિ અને વર્તમાન, ત્રણે કાળના જ્ઞાતા છો. પ્રભુ ! રાજાના ઘરમાં જન્મ લેવા છતાં આજે વનવન ભટકું છું. આડું છું. આપ કૃપાવંત છો, મને કહો કે આ અસહ્ય દુઃખોનો અંત ક્યારે આવશે ? મારા પ્રારબ્ધમાં સુખ છે કે નહીં ?' આચાર્યદેવ ધ્યાનસ્થ બન્યા. તેમને દેવી અંબિકાના શબ્દો યાદ આવ્યા. તેમણે આંખો ખોલી... કુમારપાલ સામે જોયું... ત્યાં જ ઉપાશ્રયમાં મહામંત્રી ઉદયને પ્રવેશ કર્યો. આચાર્યદેવ મૌન રહ્યાં. મહામંત્રીએ વંદના કરી અને ગુરુદેવ પાસે બેઠા. ગુરુદેવે કુમારપાલને કહ્યું, ‘વત્સ, તને થોડા સમય પછી રાજ્ય મળશે ! તું આ ગુજરાતનો રાજા બનીશ !’ €0 સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #68 -------------------------------------------------------------------------- ________________ કુમાર આ વાત ૫૨ હસી પડ્યો... તેણે કહ્યું : ‘મહાત્મન્, જ્યાં એક ભિખારી કરતાંય મારી ખરાબ દશા છે... જંગલોમાં લપાતો-છુપાતો રઝળું છું... ક્યારેક બે-બે ત્રણ-ત્રણ દિવસ સુધી ખાવા અન્ન નથી મળતું... એવો હું અભાગી રાજા બનીશ ? ના રે ના...' ‘કુમાર, તારી વાત પણ સાચી છે ! આવી સ્થિતિમાં તને રાજા બનવાની વાત સાચી ના લાગે ! પરંતુ મને તારું ભવિષ્ય ઘણું જ ઊજળું લાગે છે.' કુમારે વિચાર્યું : આ યોગી પુરુષ છે. તેમનું કથન ખોટું ના હોય. છતાં એમને નિશ્ચિત સમય પૂછી લઉં અને તેઓ બતાવી દે... તો થોડી હિંમત આવે !' તેણે ગુરુદેવને પૂછ્યું : ‘હે યોગીરાજ, શું તમે કહી શકશો કે ક્યાં વર્ષમાં, ક્યા મહિનામાં ને કઈ તિથિના દિવસે હું રાજા થઈશ ?' ગુરુદેવ તો જ્ઞાની હતા ! યોગસિદ્ધ પુરુષ હતા !' તેમણે કહ્યું : વિ.સં. ૧૧૯૯, માગસર વદ ચોથના દિવસે તને રાજગાદી મળશે ! આ મારું સિદ્ધ વચન છે. જો મારું આ ભવિષ્યકથન ખોટું પડે તો આ જ્યોતિષશાસ્ત્રનો ત્યાગ કરી દઉં ! તેમણે શિષ્ય પાસે બે કાગળ પર આ ભવિષ્ય કથન લખાવ્યું. એક કાગળ કુમારપાલને આપ્યો અને બીજો કાગળ મહામંત્રી ઉદયનને આપ્યો. - મહર્ષિ હેમચન્દ્રસૂરિજીનું આવું ચમત્કારિક જ્ઞાન જોઈને આનંદ અને આશ્ચર્યથી કુમારપાલ નાચી ઊઠ્યો. પોતાનાં બધાં દુઃખ ભૂલી ગયો. બે હાથ જોડી મસ્તક ગુરુદેવનાં ચરણોમાં મૂકી તે હર્ષથી ગદ્ગદ સ્વરે બોલ્યો : ‘ગુરુદેવ, આપનું આ ભવિષ્યકથન જો સાચું પડશે તો આ રાજ્ય હું આપને જ અર્પણ કરીશ. આપ જ રાજાધિરાજ બનશો. હું આપનો ચરણસેવક બનીને રહીશ.’ આચાર્યદેવના મુખ પર સ્મિત રેલાઈ ગયું. તેઓએ વાત્સલ્યભર્યા ગુરુદેવે પ્રાણરક્ષા કરી ૬૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ શબ્દોમાં કહ્યું: “વત્સ, જૈન સાધુ રાજય પણ ના લે અને રાજાય ના બને ! અમે તો ત્યાગી છીએ. પરંતુ કુમાર, જ્યારે તું રાજા બને ત્યારે શ્રી જૈન ધર્મનો દેશ અને દુનિયામાં ફેલાવો કરજે. અહિંસા ધર્મને ઘરઘરમાં પળાવજે.” કુમારપાલે પ્રતિજ્ઞા લીધી : “હું રાજા બનીને આપની આજ્ઞાનું પાલન કરીશ.' ત્યારપછી આચાર્યદવ મહામંત્રી ઉદયનને પાસેના ઓરડામાં લઈ ગયા અને કહ્યું : “મહામંત્રી, તમે બધી વાત શાન્તિથી સાંભળી છે. આ યુવકના માથે અત્યારે મોત ભમી રહ્યું છે, એ તમે જાણો છો... તમારે એને સહાયતા કરવાની છે. એને તમારા ઘેર લઈ જાઓ. એનું સુંદર આતિથ્ય કરીને સહાયતા કરજો. આ યુવાન ભવિષ્યમાં જૈન ધર્મનો સમગ્ર દેશમાં ફેલાવો કરનાર થવાનો છે અને અસંખ્ય સત્કાર્યો કરવાનો છે. તમારે એને તમારી હવેલીમાં ગુપ્ત રાખવાનો છે. કોઈનેય ગંધ ના આવવી જોઈએ.' ઉદયનમંત્રી ચુસ્ત જૈન હતા. રાજા સિદ્ધરાજે તેમને ખંભાત અને એની આસપાસના પ્રદેશનો વહીવટ સોંપેલો હતો. ઉદયન કુશળ, મુત્સદ્દી અને પ્રભાવશાળી વહીવટકર્તા હતા. તેમને આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજી પ્રત્યે અપાર સ્નેહ હતો. શ્રદ્ધા હતી. આચાર્યશ્રીની આજ્ઞા મુજબ તેઓ કુમારપાલને પોતાની હવેલીમાં લઈ ગયા. ઘણા મહિનાઓ પછી કુમારપાલે સ્નાન કર્યું. સ્વચ્છ અને સાદા વસ્ત્રો પહેર્યો. પેટ ભરીને સારું સ્વાદિષ્ટ ભોજન કર્યું... અને નિરાંતે બાર કલાક ઊંઘ ખેચી કાઢી. થોડા દિવસ વીત્યા. ગુપ્તચરો દ્વારા રાજા સિદ્ધરાજને ખબર પડી ગઈ કે કુમારપાલ ખંભાતમાં છે ! તુર્ત જ એણે સૈનિકોની એક ટુકડીને બોલાવીને કહ્યું: “તમે ખંભાત જાઓ અને કુમારપાલને શોધીને એને મારી નાંખો.” ઉદયન મંત્રીને ખબર પડી ગઈ ! તેમણે કુમારપાલને સાવધાન ( ૧૨ % સર્વજ્ઞ જેવા સૂરિદેવ ! Page #70 -------------------------------------------------------------------------- ________________ કરી દીધો, ‘મારી હવેલીમાં તું સલામત નહીં રહે. ગુરુદેવ પાસે જા. એ જ તારું રક્ષણ કરશે.' કુમારપાલ રાત્રિના સમયે ઉપાશ્રયમાં આવ્યો અને ગુરુદેવને બધી વાત કરી, રક્ષણ માગ્યું. આચાર્યદેવનું ચિત્ત દ્રવિત થઈ ગયું. તેઓ વિચારે છે : રાજા સિદ્ધરાજને મારા પર વિશ્વાસ છે... જો હું આ યુવાનને રક્ષણ આપું છું તો રાજાનો દ્રોહ થાય છે... બીજી બાજુ જો હું રક્ષણ નથી આપતો તો એની હત્યા થાય છે... ના, ના, મારા શરણે આવેલાને મારે બચાવવો જ જોઈએ. ભલે મારા પ્રાણ જાય, પરંતુ કુમારની રક્ષા તો હું કરીશ જ. એ ભવિષ્યમાં જિનશાસનનો મહાન પ્રભાવક બનવાનો છે.’ આમ વિચારીને, આચાર્યદેવે કુમારને કહ્યું : ‘તું મારી પાછળ આવ.' તેઓ ઉપાશ્રયના એક ઓરડામાં ગયા. ઓરડાનું બારણું અંદરથી બંધ કર્યું. તેમણે એક ભોંયરાનું બારણું ખોલ્યું. કુમારને કહ્યું : ‘તું આ ભોયરામાં ઊતરી જા. જરાય અવાજ ન કરીશ.' કુમાર ભોયરામાં ઊતરી ગયો. આચાર્યદેવે ભોંયરાનું બારણું બંધ કર્યું. એના ઉપર પુસ્તકો એવી રીતે ગોઠવી દીધાં કે તપાસ કરવા માટે આવનારાઓને ભોંયરાની કલ્પના જ ના આવે. જેટલા ભાગમાં ભોંયરું હતું, એ બધી જગા ઉપર પુસ્તકોના વ્યવસ્થિત ઢગલા મૂકી દીધા. વચ્ચે વચ્ચે પુસ્તકો બાંધવાના કપડાના ટુકડાઓ પણ ખોસી દીધા. બધું વ્યવસ્થિત કરીને, ઓરડો બંધ કરીને, આચાર્યદેવ પોતાની જગાએ આવીને બેસી ગયા. એકાદ કલાક પછી પાટણથી આવેલી સૈનિકોની ટુકડી, કુમારપાલને શોધતી શોધતી ઉપાશ્રયના દ્વારે આવી પહોંચી. ટુકડીનો સરદાર નવો હતો. આચાર્યદેવને ઓળખતો ન હતો. એટલે આચાર્યદેવની પાસે આવીને ઉદ્ધતાઈથી પૂછવા માંડ્યો : ‘સ્વામીજી, તમારા આ આશ્રમમાં કુમારપાલ આવ્યો છે. તે ક્યાં છે ? અમને સોંપી દો. અમે મહારાજા ગુરુદેવે પ્રાણરક્ષા ફરી ૬૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ IST ગુરુદેવે ભોંયરાનું બારણું ખોલ્યું. કુમારને કહ્યું, “તું આ ભોંયરામાં ઊતરી જા.” ( ૬૪ સર્વત્ર જેવા વિક Page #72 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજની આજ્ઞાથી અહીં આવ્યા છીએ.” આચાર્યદેવે કહ્યું : “અહીં કુમારપાલ આવ્યો જ નથી. તે છતાં રાજાની આજ્ઞા છે, તો તમે ઉપાશ્રયમાં જોઈ શકો છો.” . સૈનિકોએ ઉપાશ્રય જોયો. એકેએક ઓરડો તપાસ્યો... ઉપરનીચે બધે ફરી વળ્યા. કુમારપાલ ના મળ્યો. છેવટે નિરાશ થઈને હાલતા થઈ ગયા. થોડો સમય વીત્યા પછી, આચાર્યદેવે ઉપાશ્રયનાં દ્વાર બંધ કરાવ્યાં. ઓરડામાં જઈ, પુસ્તકોને દૂર કરીને ભોંયરામાંથી કુમારપાલને બહાર કાઢ્યો. બહાર નીકળીને કુમારપાલ, આચાર્યદેવનાં ચરણોમાં પડી ગયો... ગગંદ સ્વરે બોલ્યો : “ગુરુદેવ, આપે મારી રક્ષા કરી. મારા ઉપર મહાન ઉપકાર કર્યો.' “કુમાર, એ દુષ્ટ સૈનિકોની વાત સાંભળી'તી? કેટલા જોર-જોરથી બોલતા હતા ?' “પ્રભુ, મેં એમની વાત સાંભળી હતી અને આપનો અવસરોચિત જવાબ પણ સાંભળ્યો હતો... ભગવંત, આપને મારી ખાતર અસત્ય બોલવું પડ્યું ને?' કુમાર, એક જીવની પ્રાણરક્ષા માટે બોલાયેલું અસત્ય વચન પણ સત્ય વચન જ કહેવાય. મારે તો તારી રક્ષા કરવી હતી.. કે જેથી તું ભવિષ્યમાં અસંખ્ય જીવોની રક્ષા કરી શકે !' ભગવંત, મને આ વાત નથી સમજાતી કે આટલી વૃદ્ધ ઉંમરે સિદ્ધરાજને આ શું સૂઝયું? એને કઈ વાતે કમી છે? આટલું વિશાળ રાજ્ય છે... અને ભરપૂર ધનભંડાર છે... ખેર, એને મારા પ્રત્યે વૈરભાવ છે. તે મારા જ કોઈ દુર્ભાગ્યના કારણે હશે. હે મહાત્મનું, આવા અણીના સમયે, તમારા જીવના જોખમે તમે મને બચાવી લીધો.. હું આપનો કેટલો ઉપકાર માનું? મારી પ્રાણરક્ષા કરીને મારા પર મહાન ઉપકાર કર્યો છે. આ ઉપકારનો બદલો હું ક્યારે વાળી શકીશ? આપનો જૈન ધર્મ દયામય છે, એ વાત આજ સુધી મેં માત્ર સાંભળી જ હતી, પણ આજે, એનો મને પ્રત્યક્ષ અનુભવ થયો. ગુરુદેવે પ્રાણરક્ષા કરી $ $ ૫) Page #73 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા, પોતાને કોઈ તકલીફ ન થતી હોય છતાં ઉપકાર કરનારા ગણ્યાં-ગાંઠ્યાં માણસો હોય છે. તો પછી આવા કટોકટીના સમયે પ્રિયમાં પ્રિય પોતાના જીવને જોખમમાં મૂકીને પરોપકાર કરવા કોણ નીકળે ? આપ એક જ એવા વીર પુરુષ નીકળ્યા. ગુરુદેવ, આપના ઉત્તમ ગુણોના કારણે હું આજ સુધી આપના પ્રત્યે ભક્તિવાળો તો હતો જ, પરંતુ આજથી હું આપનો દાસ બની ગયો છું. પૂર્વે આપે મને જ્યોતિષશાસ્ત્ર દ્વારા રાજ્યનું દાન આપ્યું હતું, આજે આપે મને જીવનનું દાન આપ્યું છે ! આ મારું પરમ સૌભાગ્ય છે.' આચાર્યદેવે, ઉદયન મંત્રી પાસેથી કુમારપાલને જરૂરી રૂપિયા અપાવ્યા અને તેને ખંભાતથી દૂર-દૂર ચાલ્યા જવાની સલાહ આપી. કુમાર રાત્રિના અંધકારમાં અદશ્ય થઈ ગયો. ૬૬ માર સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૧ | હુમાયાલી પશ્ચાત્તાપ્ત આચાર્યદેવશ્રી હેમચન્દ્રસૂરિજીએ કુમારપાલને રાજ્ય મળવાની આપેલી તિથિ કુમારપાલને યાદ હતી. વિ.સં. ૧૧૯૯માં વર્ષનો પ્રારંભ હતો. કુમારપાલ તેમની પત્ની ભોપળદેવી સાથે પાટણ આવ્યા. કુમારપાલની બહેન પ્રેમલદેવી પાટણમાં રહેતી હતી. કુમારપાલ બહેનના ઘેર પહોંચ્યા. બનેવી કૃષ્ણદેવે તેમનું સ્વાગત કર્યું. કૃષ્ણદેવે કહ્યું : “કુમારપાલ, તમે યોગ્ય સમયે આવ્યા છો. મહારાજા સિદ્ધરાજ જયસિંહ મૃત્યુશૈયા પર છે. તમારા ઉપર કોઈ ભય નથી, માટે તમે અહીં નિશ્ચિત બનીને રહો.” સાતમે દિવસે રાજા સિદ્ધરાજનું મૃત્યુ થયું. અને માગસર વદ ચોથના દિવસે કુમારપાલને સર્વાનુમતિથી રાજા બનાવવામાં આવ્યા. ગુરુદેવ કહેલા વર્ષે, મહિને અને તિથિએ કુમારપાલ રાજા બન્યા. તે વખતે ગુરુદેવ કર્ણાવતી નગરીમાં બિરાજતા હતા. તેઓને કોઈ મુસાફરે આવીને સમાચાર આપ્યા : “ત્રિભુવનપાલના પુત્ર કુમારપાલ ગુજરાતના રાજા બન્યા છે.” ગુરુદેવને એ વખતે કુમારપાલના શબ્દો યાદ આવ્યા : “મને રાજય મળશે ત્યારે હું જૈન ધર્મનો ખૂબ પ્રસાર કરીશ.” આ વાત કુમારપાલને યાદ છે કે નહીં ?' એ જાણવા માટે આચાર્યદેવે પાટણ તરફ વિહાર કર્યો. ગુજરાતના મહામંત્રી ઉદયનને સમાચાર મળ્યા કે આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજી પાટણ આવી રહ્યા છે. તેમને ખૂબ આનંદ થયો. ઉદયન મંત્રીને આચાર્યદેવ ઉપર ખૂબ પ્રેમ હતો, શ્રદ્ધા હતી. જયારે [ કુમારપાલનો પશ્ચાત્તાપ કુમારપાલનો પશ્ચાત્તાપ ૬૭) ૬૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્ય નાના ગંગદેવ હતા ત્યારે ઉદયનમંત્રીના ખોળામાં રમેલા હતા ! તેમની દીક્ષામાં પણ ઉદયનમંત્રી મુખ્ય હતા : અને કુમારપાલની રાજ્યપ્રાપ્તિનું ભવિષ્ય ભાખ્યું હતું ત્યારે તેના સાક્ષી પણ ઉદ્દયન મંત્રી હતા. ઉદયન મંત્રીએ પાટણના જૈન સંઘને ભેગો કરીને કહ્યું : ‘આપણા મહાન આચાર્યદેવ પાટણ પધારી રહ્યા છે. તેઓનું ભવ્ય સ્વાગત કરવાનું છે.' સહુ હર્ષ પામ્યા. આચાર્યદેવનો ભવ્ય નગરપ્રવેશ થયો. ઉપાશ્રયે પહોંચીને તેઓએ ધર્મોપદેશ આપ્યો. લોકો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. મહામંત્રી ઉદયન ગયા નહીં, ઊભા રહ્યા. આચાર્યદેવે તેમને એકાંતમાં પૂછ્યું : ‘મહામંત્રી, મારા ભવિષ્યકથન મુજબ કુમા૨પાલને રાજ્યની પ્રાપ્તિ થઈ છે. હવે એ મને ક્યારેક સંભારે છે, નહીં ?’ ઉદયન મંત્રીએ કહ્યું : ‘ગુરુદેવ, રાજાએ, એના રઝળપાટના સમયમાં એના પર જેણે જેણે ઉપકારો કરેલા, તે સહુને બોલાવીને તેમની ઉચિત કદર કરી છે ! જે ભીમસિંહે કુમાર ઉપર દયા લાવી એને ઝાંખરામાં સંતાડીને, સિદ્ધરાજના સૈનિકોથી એની રક્ષા કરી હતી, એ ભીમસિંહને બોલાવીને તેને પોતાનો અંગરક્ષક નિયુક્ત કર્યો છે. – જે શેઠની પુત્રવધૂએ, કુમારને ત્રણ-ત્રણ દિવસની લાંઘણના અંતે... જ્યારે બેભાન બનીને જંગલની વાટે પડ્યો હતો ત્યારે, તેને સ્નેહથી જમાડીને પોતાના વાહનમાં બેસાડ્યો હતો, તે દેવશ્રીને બોલાવીને, તેની પાસે રાજતિલક કરાવી તેને પોતાની ધર્મ-બહેન બનાવી અને વીરપસલીમાં એક ગામનું રાજ ભેટ આપ્યું. જે સજ્જન કુંભારે કુમારને ઈંટોના નીંભાડામાં સંતાડી તેના પ્રાણ બચાવ્યા હતા, એ સજ્જનને તેણે ચિત્રકૂટનો સામંત રાજા બનાવ્યો છે ! ૬૮ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #76 -------------------------------------------------------------------------- ________________ પોતાના મિત્ર વોસરિ બ્રાહ્મણને લાદેશનો રાજા બનાવ્યો છે ! આ બધું તો એણે કર્યું છે, પરંતુ મારી આગળ રાજાએ આપને યાદ કર્યા નથી !' આચાર્યદેવે બે ક્ષણ આંખો બંધ કરી, પછી આંખો ખોલીને તેમણે મહામંત્રીને કહ્યું : મહામંત્રી, તમે આજે રાજા પાસે જઈને એને એકાંતમાં કહેજો કે એ રાણીના મહેલમાં સૂવા માટે ના જાય. સવારે કોઈ ચમત્કાર થાય અને રાજા તમને પૂછે કે : ‘તમે મને રાણીના મહેલમાં સૂવા જવાની ના પાડેલી, તે કોના કહેવાથી ના પાડેલી ? તો તમે મારું નામ આપજો.’ મહામંત્રીએ હા પાડી. એમને ચોક્કસ લાગ્યું કે સવારે રાજપિરવારમાં કોઈ ચમત્કાર થવાનો જ ! તેઓ ત્યાંથી સીધા જ રાજમહેલમાં ગયા. મહારાજા કુમારપાલને મળ્યા. તેના કાનમાં કહ્યું : ‘મારે એક ખૂબ જ અગત્યની વાત કરવી છે.' કુમારપાલે ત્યાં બેઠેલા રાજપુરુષોને ઇશારાથી બહાર કાઢ્યા. મહામંત્રીએ કહ્યું : આજે આપે રાણીના મહેલમાં સૂવા માટે જવાનું નથી... ' રાજાએ કોઈ તર્ક-વતર્ક કર્યા વિના હા પાડી. રાજા મહામંત્રીને પિતાતુલ્ય માનતો હતો. મહામંત્રી પોતાના સ્થાને ગયા. રાજા કુમારપાલ રાણીના મહેલમાં સૂવા ના ગયા. રાત્રે એ મહેલ ઉપર વીજળી પડી, મહેલ બળી ગયો ને રાણી પણ મરી ગઈ. વહેલી સવારે રાજાને આ બધા સમાચાર મળ્યા. રાજાને ઘણું આશ્ચર્ય થયું. મહામંત્રીને પણ વહેલી સવારે સમાચાર મળી ગયા હતા. એમને પણ ઘણું આશ્ચર્ય થયું ! તેઓ રાજા પાસે ગયા. રાજાએ પૂછ્યું : “મહામંત્રી, આવી સચોટ ભવિષ્યવાણી કોણે કરી હતી ?' ‘એ જાણીને આપ શું કરશો ?’ કુમારપાલનો પશ્ચાત્તાપ ૬૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ કેમ? મારા પ્રાણ બચાવનાર ઉપકારીને હું ન જાણું?” “આ ભવિષ્યવાણી કરનારા એ જ મહાપુરુષ છે કે જેમણે એક દિવસ મારી હાજરીમાં આપને ક્યારે રાજયપ્રાપ્તિ થશે, એની ભવિષ્યવાણી કરી હતી... અને એ ભવિષ્યવાણી અક્ષર-અક્ષર સાચી પડી છે ! યાદ છે આપને ? આપ જ્યારે ખંભાત આવેલા... કષ્ટો અને સંકટોથી ખૂબ કંટાળી ગયેલા ત્યારે એ ગુરુદેવે એક કાગળમાં આપને રાજ્યપ્રાપ્તિનું વર્ષ, મહિનો અને તિથિ-વાર લખી આપેલ અને બીજા કાગળમાં લખીને, એ કાગળ મને આપેલ ? યાદ કરો મહારાજા, એમના ઉપાશ્રયમાં, જીવના જોખમે એમણે આપને સંતાડ્યા હતા? સિદ્ધરાજના સૈનિકો ત્યાં આપને શોધવા આવેલા... યાદ આવે છે આ બધું?” - કુમારપાલ ઊભા થઈ ગયા ને બોલ્યા : “મહામંત્રી, એ ઉપકારી ગુરુદેવ હેમચન્દ્રસૂરીશ્વરજી જ ! શું તેઓ અહીં પાટણમાં પધાર્યા છે?' કુમારપાલે મહામંત્રીને બે ખભા પકડીને હચમચાવી નાંખ્યા. “હા જી !' મહામંત્રીએ કહીને, પોતાના ખિસ્સામાંથી પેલો ભવિષ્યવાણીવાળો કાગળ કાઢીને રાજાને બતાવ્યો ! મહારાજ, આપને આશીર્વાદ આપવા જ તેઓ અહીં પધાર્યા છે, હું ગઈ કાલે તેઓની પાસેથી સીધો આપની પાસે આવ્યો હતો.' મહામંત્રી, મારે એ મહાપુરુષનાં દર્શન કરવાં છે.' “આપ પ્રાભતિક કાર્યોથી નિવૃત્ત થાઓ. રાજસભામાં પધારો. ત્યાં હું ગુરુદેવને લઈને આવું છું.” મહામંત્રી પણ પોતાના ઘેર ગયા. નાહી-ધોઈને સ્વચ્છ સુંદર વસ્ત્રો પહેરી ગુરુદેવની પાસે ગયા. રાજા સાથે થયેલી બધી વાતો કરી. અને રાજસભામાં પધારવા વિનંતી કરી. આચાર્યદેવ મહામંત્રીની સાથે રાજસભાના દ્વારે આવ્યા. રાજા કુમારપાલ મંત્રીવર્ગ સાથે ત્યાં ઊભા જ હતા ! મેઘને જોઈને જેમ મયૂર નાચી ઊઠે... ચન્દ્રને જોઈને જેમ ચકોર નાચી ઊઠે... ( ૭૦ સર્વજ્ઞ જેવા સૂરિદેવ. Page #78 -------------------------------------------------------------------------- ________________ તેમ ગુરુદેવને જોઈને રાજા નાચી ઊઠ્યો. રાજાએ ગુરુદેવને અતિ હર્ષથી ગદ્ગદ થઈને પ્રણામ કર્યા. તેઓને માનપૂર્વક રાજસભામાં લાવીને, પોતાના સુવર્ણાસન પર બેસાડ્યા. ગુરુદેવે રાજાને આશીર્વાદ આપ્યા : “હે રાજનું, જ્ઞાનરૂપી અગોચર, અતુલ અને અપ્રતિમ તેજ તારા મોહને પ્રશાન્ત કરો !” રાજાએ આશીર્વાદ ગ્રહણ ક્ય. પોતાના અપરાધના કારણે શરમાતો રાજા બોલ્યો, - “હે ભગવન્, હું કૃતઘ્ન છું. હું આપને મારું મોં દેખાડતાં પણ લજવાઉં છું. ખંભાતમાં જ્યારે શત્રુના સૈનિકો મને પકડવા આવેલા ત્યારે આપે જ મારું, પ્રાણના ભોગે રક્ષણ કર્યું હતું. આપે જ મને ઘોર નિરાશામાંથી ઉગાર્યો હતો. અને લખી આપેલું કે આજ તિથિ-વારે તને રાજયપ્રાપ્તિ થશે. એ પ્રમાણે મને રાજ્યપ્રાપ્તિ થઈ ત્યારે આપના ઉપકારોનો બદલો વાળવાનું તો દૂર રહ્યું, આપને મેં યાદ પણ ના કર્યા. વળી, પહેલાંના આપના અનેક ઉપકારોના ઋણમાંથી હજુ મુક્ત થયો નથી. ત્યાં આજે વળી મને પ્રાણદાન આપીને આપે મને ઉપકારના પહાડ નીચે દબાવી દીધો છે. મારા ઉપર આપના ઉપકારોનું ઋણ વધતું જ જાય છે... એમાંથી હું ક્યારે મુક્ત થઈશ ? હે ભગવંત, ઉપકાર કરવો, એ જ આપનો સ્વભાવ છે. નહીંતર, મારા જેવા કૃતઘ્ની માણસ ઉપર આજે આપ પુનઃ પ્રાણદાન કરવાનો અપૂર્વ ઉપકાર કેવી રીતે કરો ?' કૃતજ્ઞ માણસથી બીજો કોઈ ઉત્તમ માણસ નથી. કૃતન માણસથી બીજો કોઈ અધમ માણસ નથી. માટે જ દુનિયામાં કૃતજ્ઞ માણસની પ્રશંસા થાય છે અને કૃતજ્ઞ માણસની નિંદા થાય છે. હે પ્રભુ, અત્યારે આપ કૃતજ્ઞતાના શિખર ઉપર બિરાજો છો. જ્યારે હું કૃતજ્ઞતાની ઊંડી ખીણમાં પડેલો છું... આપ ક્ષમાધાન છો. આપ મારા સર્વે અપરાધ ક્ષમા કરો... હે પ્રભુ, મારી આટલી જ | કુમારપાલનો પશ્ચાત્તાપ ૭૧) Page #79 -------------------------------------------------------------------------- ________________ હે ભગવાન ! હું કૃતઘ્ન છું. હું આપને મારુંમાં દેખાડતાં પણ લજવાઉં છું. (૭૨ % સવા જેવા દિવસ Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના છે... કે આ રાજ્ય આપ સ્વીકારો. સર્વ રાજયસંપત્તિ આપ ભોગવો... અને મને કૃતાર્થ કરો...” બોલતાં બોલતાં રાજા કુમારપાલની આંખો ભીની થઈ ગઈ... એનું હૈયું ભરાઈ આવ્યું. આચાર્યદેવે કહ્યું : “હે કુમારપાલ, તું શા માટે આટલો બધો વ્યથિત થાય છે? તું કૃતજ્ઞ જ છે... કૃતજ્ઞોમાં શ્રેષ્ઠ છે. ઉપકારોનો બદલો વાળવાનો અવસર તો હવે આવે છે ! તું મને રાજ્ય સ્વીકારવાનું કહે છે... પરંતુ તારી અપૂર્વ ભક્તિ આગળ રાજ્યની શી કિંમત છે ? તારી આ અનુપમ ભક્તિ જ અમૂલ્ય છે. વળી, રાજનું, અમે નિર્મોહી, નિર્લોબી અને ચારિત્રવત જૈન સાધુ છીએ. અમે રાજ્ય હોય તો એનો ત્યાગ કરી શકીએ પરંતુ સ્વીકાર ના કરી શકીએ. જો અમે રાજા બનીએ તો અમારો ધર્મ નાશ પામે. માટે, જો તારે, ઉપકારોનો બદલો વાળવો હોય તો હું તારું આત્મહિત કર. તે માટે જિનેશ્વરના ધર્મનો તું સ્વીકાર કર. શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કર. તે પહેલાં પણ મને એવું વચન આપેલું છે... માટે એ તારું વચન પાળ. તે વચનને સાચું કરીને બતાવ. મહાપુરુષોનાં વચન મિથ્યા થતાં નથી.' આચાર્યદેવનો ઉપદેશ સાંભળીને રાજાએ કહ્યું : “હે મારા ઉપકારી ગુરુદેવ, જે પ્રમાણે આપ કહો છો તે પ્રમાણે જ કરીશ. આપના જ સંપર્કમાં રહેવાની મારી ઇચ્છા છે. આપના સત્સંગમાં રહીને હું કંઈક તત્ત્વપ્રાપ્તિ કરી શકીશ.” આ રીતે આચાર્યદવ તથા કુમારપાલના સંબંધોનો પ્રારંભ થયો. અને આ સંબંધ મૃત્યુપર્યત અખંડ રહ્યો. કમારપાલનો પશ્ચાત્તાપ ૭૩ ] Page #81 -------------------------------------------------------------------------- ________________ સોમનાથ મહાદેવ પ્રગટ થયા ! જેમ દેવસભામાં ઇન્દ્ર શોભે તેમ ગુજરાતની રાજસભામાં રાજા કુમારપાલ શોભતો હતો. રાજસભામાં સામન્ત રાજાઓ, મંત્રીઓ, સેનાપતિ, રાજપુરોહિતો પોત-પોતાના ઉચિત આસને બેઠા હતા. ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિજી પણ રાજાની પાસે ઉચ્ચ કાદાસન પર બિરાજિત હતા. તે વખતે દેવપત્તનથી આવેલા સોમનાથ મહાદેવના પૂજારીઓએ રાજસભામાં પ્રવેશ કર્યો. મહારાજાને પ્રણામ કરીને પોતાનો પરિચય આપ્યો, અને નિવેદન કર્યું, ‘મહારાજા, દેવપત્તનમાં સમુદ્રકિનારે આવેલું ભગવાન સોમનાથનું કાષ્ઠમંદિર જીર્ણ થઈ ગયું છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવો અતિ આવશ્યક છે. અમારી આપને વિનંતી છે કે આ મંદિરના જીર્ણોદ્ધારનું પુણ્ય આપ પ્રાપ્ત કરી, આ સંસારમાંથી આપના આત્માનો ઉદ્ધાર કરો. આ કાર્ય કરવાથી દેશ અને દુનિયામાં આપની શાશ્વતી કીર્તિ સ્થપાશે.' રાજા કુમારપાલને આ સત્કાર્ય ગમ્યું. એમણે પૂજારીઓને આશ્વાસન આપ્યું : ‘તમે મને આવું સત્કાર્ય ચીંધીને મારા ઉપર ઉપકાર કર્યો છે. આ કાર્ય વહેલામાં વહેલું કરાવવામાં આવશે.’ પૂજારીઓને ઉત્તમ વસ અને અલંકાર આપીને, તેમનો સત્કાર કર્યો. તેમને વિદાય આપીને તુર્ત, સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનું કાર્ય પાંચ અધિકારીઓને સોંપી દીધું. અલ્પ સમયમાં જ સોમનાથ મહાદેવનું મંદિર પાષાણનું બનાવવાનું કામ શરૂ થઈ ગયું. કુમારપાલનું મન એ કામમાં પરોવાયેલું હોવાથી રોજેરોજ એ મંદિરના કામનો અહેવાલ મેળવતા. તેમને કામ ધીમું ચાલતું લાગ્યું. એક દિવસ કુમારપાલે ગુરુદેવને પૂછ્યું : ‘ગુરુદેવ, એવો કોઈ ઉપાય બતાવો કે જેથી ભગવાન સોમનાથનું મંદિર જલ્દી બંધાઈ જાય !' સર્વજ્ઞ જેવા સૂરિદેવ ૭૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ સર્વ ધર્મો પર સમભાવને ધારણ કરનારા, પોતાના ભક્ત રાજા કુમારપાલનો પ્રશ્ન સાંભળીને, આચાર્યદેવે કહ્યું : ‘કુમારપાલ, કોઈ મોટું વ્રત લો. વ્રતપાલનથી પુણ્ય વધે છે. પુણ્ય વધવાથી કાર્ય જલ્દી પૂરું થાય છે.’ કુમારપાલે પૂછ્યું : ‘ગુરુદેવ, આપને મારા માટે યોગ્ય લાગે તે વ્રત આપો. હું ગ્રહણ કરીશ.' ગુરુદેવે કહ્યું : ‘રાજન, માંસાહાર છોડી દો અને મદિરાપાન (દારૂ પીવાનું) છોડી દો. રાજેશ્વર, જે માણસ માંસાહાર કરતો નથી, કોઈ જીવનો ઘાત કરતો નથી એ માણસ જ સર્વ પ્રાણીઓનો મિત્ર છે. પૈસા લઈને માંસ વેચનારા, માંસ ખાનારા, જીવોને મારનારા, જીવવધની યોજના કરનારા, આ બધા ઘાતક છે, હિંસક છે. મહાપાપ કરાનારા છે. આ જ રીતે - - દારૂ બનાવનારા, દારૂ વેચનારા, દારૂ પીનારા, દારૂ બનાવવાનાં કારખાનાંની યોજનાઓ કરનારા... આ બધા જ ઘોર પાપ આચરનારા છે. આ પાપ કરનારા નરકમાં ઘોર દુ:ખો પામે છે.’ રાજાએ બે પ્રતિજ્ઞાઓ લીધી... માંસાહાર જીવનપર્યંત કરીશ નહીં. દારૂ જીવનપર્યંત પીશ નહીં. ગુરુદેવને સંતોષ થયો. રાજાને આનંદ થયો. સોમનાથ મહાદેવ પ્રગટ થયા ૭૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ સોમનાથના મંદિરનું કામ ધમધોકાર ચાલવા માંડ્યું. રાજા પાટણથી લાખો રૂપિયા મોકલવા લાગ્યા. બે વર્ષમાં મંદિરનું કામ પૂરું થઈ ગયું. કુમારપાલના હર્ષનો પાર ન રહ્યો. રાજાએ રાજસભામાં ગુરુદેવની ખૂબ-ખૂબ પ્રશંસા કરી. એ સાંભળીને રાજપુરોહિત ઈર્ષ્યાથી બળવા લાગ્યો. હેમચન્દ્રસૂરિ તરફ એને ખૂબ દ્વેષ હતો. એના મનમાં ભય હતો કે હેમચન્દ્રસૂરિના પ્રભાવથી રાજા જૈનધર્મી બની જશે તો ? રાજા બ્રાહ્મણધર્મી જ રહેવો જોઈએ.” પરંતુ હેમચન્દ્રસૂરિ આગળ રાજપુરોહિતનું કંઈ ચાલતું ન હતું! તે મનમાં સમસમી જતો. આજે રાજસભામાં હેમચન્દ્રસૂરિ હાજર ન હતા. રાજપુરોહિતને તક મળી ગઈ. તે ઊભો થઈને ક્રોધથી ધમધમતો બોલવા લાગ્યો. “મહારાજા, એ જૈનાચાર્યનો વિશ્વાસ ના કરશો. એ મહાકપટી છે. મીઠું-મીઠું બોલીને તમને ભોળવવા માગે છે. એને આપના ધર્મ ઉપર રાગ નથી, દ્વેષ છે. જો આપને મારી વાત પર વિશ્વાસ ન બેસતો હોય તો આપ એ હેમાચાર્યને આપની સાથે સોમનાથની યાત્રાએ આવવા કહો. એ આવશે નહીં. એ સોમનાથનાં દર્શન પણ નહીં કરે !' રાજાએ કહ્યું : “ભલે, હું એમને સોમનાથની યાત્રામાં સાથે આવવા વિનંતી કરીશ.' રાજસભા બરખાસ્ત થઈ. રાજપુરોહિતની વાતથી રાજાના મનમાં અશાન્તિ પેદા થઈ. તેઓ સીધા જ ગુરુદેવના ઉપાશ્રયે ગયા. ગુરુદેવને વંદના કરીને કહ્યું : ગુરુદેવ, સોમનાથ મહાદેવના મંદિરનું કાર્ય પૂરું થયું છે. મારી ઈચ્છા છે કે હવે હું એકવાર સોમનાથની યાત્રા કરું. ગુરુદેવ, આપ પણ મારી સાથે યાત્રા કરવા પધારશોને ?” તુર્ત જ ગુરુદેવે કહ્યું: “રાજનું, તીર્થયાત્રા તો અમારો ધર્મ જ છે! એ જ અમારું કામ છે તીર્થયાત્રા માટે અમને સાધુઓને પ્રાર્થના કરવાની જ ના હોય !” ( ૭૯ સર્વજ્ઞ જેવા સૂદેિવ; Page #84 -------------------------------------------------------------------------- ________________ રાજા ખૂબ હર્ષ પામ્યો. એ રાજમહેલમાં ગયો. એણે મનમાં નક્કી કર્યું કે ‘કાલે રાજસભામાં પેલા પુરોહિતનું મોઢું કાળું કરવું પડશે !' રાજાના મનમાં ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી પ્રત્યે ખૂબ પ્રેમભાવ વધી ગયો હતો. બીજા દિવસે રાજસભા ભરાણી. રાજા કુમારપાલ રાજસિંહાસન પર બેઠા. ગુરુદેવ પણ રાજસભામાં પધારી ગયા. રાજસભાનું કાર્ય શરૂ થયું. રાજપુરોહિત વારંવાર મહારાજા તરફ જોતો હતો. રાજા એની સામે જોવાનું ટાળતો હતો. રાજસભાનું કાર્ય પૂરું થયું એટલે રાજાએ ઊભા થઈને આચાર્યદેવને પ્રાર્થના કરી : ‘ગુરુદેવ, સોમનાથનું મંદિર નવું બની ગયું છે. મારી ઇચ્છા યાત્રા કરવાની છે... આપને મારી વિનંતી છે કે યાત્રામાં આપ પણ પધારો.’ ‘જરૂર, જરૂર, રાજન્ ! તીર્થયાત્રા તો અમારો ધર્મ છે ! અમે જરૂર આવશું...' રાજાએ પેલા નાલાયક રાજપુરોહિત સામે જોયું. એનું મોઢું કાળું થઈ ગયું હતું. તે નખથી ધરતી ખોતરતો હતો. ગુરુદેવ સમજી ગયા કે આ કામ આ દુષ્ટ પુરોહિતનું છે. તેમણે રાજાને કહ્યું : અમે કાલે જ સૌરાષ્ટ્ર તરફ વિહાર કરીએ છીએ. શત્રુંજય અને ગિરનારની યાત્રા કરીને તમને દેવપત્તનમાં ભેગા થઈશું...’ કુમારપાલે કહ્યું : ‘ગુરુદેવ, યાત્રા માટે એક સુંદ૨ ૨થ ઉપાશ્રયે મોકલી આપું છું.' ગુરુદેવ હસી પડ્યા : રાજેશ્વર, અમે સાધુઓ હંમેશાં પગે જ ચાલીએ ! અમારાથી વાહનમાં ના બેસાય. પગે ચાલવાનો અમારો આચાર છે.’ રાજા ખૂબ આનંદિત થયો. ગુરુદેવે શિષ્યપરિવાર સાથે સૌરાષ્ટ્ર તરફ વિહાર કરી દીધો. બીજા દિવસે કુમારપાલે પણ દેવપત્તન તરફ પ્રયાણ કરી દીધું. બહુ જલ્દી સોમનાય મહાદેવ પ્રગટ થયા ૭૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ એને દેવપત્તન પહોંચીને સોમનાથ મહાદેવનાં દર્શન કરવાં હતાં. રાજાને પવનવેગી રથમાં જવાનું હતું, ગુરુદેવને પોતાના પગે ચાલીને જવાનું હતું. રાજા પહેલાં પહોંચી ગયો. જેમ મયૂર મેઘની વાટ જુએ તેમ રાજા ગુરુદેવની વાટ જોવા લાગ્યો. ગુરુદેવ, શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી, દેવપત્તન પહોંચી ગયા. ચન્દ્રનાં દર્શનથી જેમ સાગર ઊછળે તેમ ગુરુદેવનાં દર્શનથી રાજાનો હર્ષ ઊછળવા માંડ્યો. રાજાએ કહ્યું : ગુરુદેવ, જેમ વરરાજા લગ્નવેળા સાચવે તેમ આપે પણ અહીં આવવાની વેળા સાચવી !” બંને હસી પડ્યા. પછી, ગુરુદેવની સાથે મોટા આડંબર સાથે રાજા સોમનાથના મંદિરે ચાલ્યો. પોતે કરાવેલા મંદિની દેવવિમાન જેવી અભુત શોભા નિહાળીને રાજાના મનમાં હર્ષ ઊભરાયો. શરીરે રોમાંચ થઈ આવ્યો અને આંખો આંસુભીની થઈ ગઈ. સહુએ મંદિરમાં પ્રવેશ કર્યો. રાજાના મનમાં એક વાત હતી : “જિનદેવના અનુયાયી જિનદેવ સિવાયના દેવને નમતા નથી. એટલે એણે ગુરુદેવને કહ્યું : “ગુરુદેવ, જો આપને યોગ્ય લાગે તો આપે પણ મહાદેવનાં દર્શન કરવાં જોઈએ.” ગુરુદેવે કહ્યું : “એ શું બોલ્યા ? દર્શન કરવા માટે તો આટલું ચાલીને અહીં આવ્યા છીએ !! ગુરુદેવે બે હાથ જોડી, મસ્તક નમાવીને સ્તુતિ કરી : જેઓના રાગ-દ્વેષ નાશ પામી ગયા છે તેવા બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે મહાદેવ હોય, ગમે તે હોય, તેમને હું વંદન કરું છું !” સ્તુતિ સાંભળીને રાજ નાચી ઊઠ્યો ! યાત્રાને ઉચિત બધી ક્રિયાઓ પૂજારીઓએ પૂરી કરી. રાજા, ગુરુદેવની સાથે મહાદેવના ગભારા પાસે આવ્યો. ગભારાના દ્વાર પાસે ઊભા રહીને તેણે ગુરુદેવને કહ્યું : ( ૭૮ % સર્વજ્ઞ જેવા સૂદેિવ Page #86 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવ, મહાદેવ સમાન કોઈ દેવ નથી, આપના જેવા મહર્ષિ નથી ને મારા જેવો કોઈ તત્ત્વનો અર્થી નથી. આજે આ તીર્થમાં ત્રિવેણી સંગમ થયો છે ! ગુરુદેવ, આજે મારે એક નિર્ણય કરવો છે કે : એવો કયો ધર્મ છે અને એવા કયા દેવ છે કે જે મને મોક્ષ અપાવી શકે. આપ જ મને કહો. એ દેવનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરીને મારા આત્માને નિર્મળ કરવો છે. આપના જેવા ગુરુ હોય છતાં જો તત્ત્વનો સંદેહ રહે તો એ વાત સૂર્યના પ્રકાશમાં વસ્તુ ના દેખાય, તેના જેવી બને !” રાજાની વાત સાંભળીને ગુરુદેવે બે ક્ષણ આંખો બંધ કરી. કોઈ સંકેત મળ્યો. આંખો ખોલીને તેઓએ રાજા સામે જોયું. “રાજનું, ચાલો ગર્ભગૃહમાં. હું તમને આ દેવનાં જ પ્રત્યક્ષ દર્શન કરાવું. એ મહાદેવ પોતે કહે તે દેવ અને ધર્મની તમારે ઉપાસના કરવી! કારણ કે દેવવાણી ક્યારેય અસત્ય ના હોય.' શું આ વાત બની શકે ?” રાજાએ આશ્ચર્યથી પૂછ્યું. “હા, હવે હું ધ્યાન કરું છું. તમારે આ ધૂપદાનીમાં ધૂપ નાંખ્યા કરવાનો. શંકર પ્રગટ થઈને ના ન પાડે ત્યાં સુધી સુગંધી ધૂપ નાંખ્યા કરવાનો.” ગભારો બંધ કરવામાં આવ્યો. આચાર્યદવ ધ્યાનમાં લીન થઈ ગયા. રાજાએ ધૂપદાનીમાં ધૂપ નાંખવા માંડ્યો. આખો ગભારો ધૂપના ગોટાઓથી ભરાઈ ગયો. અંધારું થઈ ગયું... દીવાઓ પણ ઓલવાઈ ગયા. ત્યાં ધીરે ધીરે શંકરના લિંગમાંથી પ્રકાશ ફૂટવા લાગ્યો... પ્રકાશ વધતો ગયો... અને એમાંથી એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ. રાજા ખુલ્લી આંખે એ દિવ્ય આકૃતિને જોવા લાગ્યો. સુવર્ણ જેવી ઉજ્જવલ કાયા ! માથે જટા ! જટામાંથી વહેતી ગંગા ! અને ઉપર ચન્દ્રકળા ! રાજાએ તે આકૃતિના અંગૂઠાથી તે જટા સુધી પોતાનો હાથ સોમનાથ મહાદેવ પ્રગટ થયા૪ ૭૯] હિ. દીવાઓ , પના ગોટાવ્યો . સોમનાથ મહાદેવ પ્રગટ થયા ૭૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ ८० સર્વજ્ઞ જેવા સૂરિદેવ harmony કુમારપાલ ! મોક્ષ અપાવનાર ધર્મ જો તું ઇચ્છતો હોય તો આ સાક્ષાત પરબ્રહ્મ જેવા સૂરીશ્વરની સેવા કર. Page #88 -------------------------------------------------------------------------- ________________ ફેરવીને નિર્ણય કર્યો કે આ દેવતા જ છે ! રાજાએ પછી જમીન ઉપર પાંચ અંગ લગાડીને પ્રણામ કર્યા, અને પ્રાર્થના કરી : ‘હે જગદીશ, આપનાં દર્શનથી મારી આંખો પાવન થઈ. કારણ કે તમારું નિરંતર ધ્યાન કરનારા આત્મજ્ઞાનીઓને પણ દર્શન આપતા નથી... તો પછી મારા જેવા અજ્ઞાનીની તો વાત જ શી કરવી ? પરંતુ મારા આ ઉપકારી ગુરુદેવના ધ્યાનથી આપે મને દર્શન દીધાં છે. મારો આત્મા હર્ષથી ઊછળી રહ્યો છે.’ ભગવાન સોમનાથનો ગંભીર ધ્વનિ મંદિરમાં ગુંજી ઊઠ્યો. ‘કુમારપાલ ! મોક્ષ અપાવનાર ધર્મ જો તું ઇચ્છતો હોય તો આ સાક્ષાત પરબ્રહ્મ જેવા સૂરીશ્વરની સેવા કર. સર્વ દેવોના અવતારરૂપ, સર્વ શાસ્ત્રોના પારગામી, ત્રણે કાળના સ્વરૂપને જાણનારા એવા આ હેમચન્દ્રસૂરિની દરેક આજ્ઞાને પાળજે. તેથી તારી બધી મન:કામનાઓ ફળીભૂત થશે.' આટલું કહીને શંકર સ્વપ્નની જેમ અદૃશ્ય થઈ ગયા. રાજાને ખુબ વિસ્મય થયો. તેણે ગુરુદેવ સામે જોયું... તેનાં તન-મન અને નયન હર્ષથી ગદ્ગદ થઈ ગયાં. તેણે કહ્યું, ‘હે ગુરુદેવ, આપને તો ઈશ્વર પણ વશ છે. આપ જ મહેશ્વર છો. હે મારા ગુરુદેવ ! મારાં પૂર્વજન્મોનાં પુણ્ય આજે પાકી ગયાં છે... આપ જ મારા દેવ છો, આપ જ મારા ગુરુ છો, આપ જ મારા તાત અને માત છો ! આપ જ મારા ભાઈ છો ને મિત્ર છો ! આ લોક અને પરલોકના આપ જ મારા ઉદ્ધારક છો !' રાજા ગુરુદેવના ચરણોમાં પડી ગયો. યાત્રા સફળ થઈ. સહુ આનંદથી પાછા પાટણ આવ્યા. સોમનાથ મહાદેવ પ્રગટ થયા ૮૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભૃગુપુર નામનું ગામ હતું. તે ગામમાં દેવબોધિ નામનો સંન્યાસી રહેતો હતો. તેણે સરસ્વતીદેવીની ઉપાસના કરી હતી, તેથી તેના ઉપર સરસ્વતી પ્રસન્ન થઈ હતી. તેણે ‘સારસ્વતમંત્ર' સિદ્ધ કર્યો હતો. તે શ્રેષ્ઠ વિદ્વાન બન્યો હતો અને લોકોને આશ્ચર્ય પમાડે તેવી અદ્ભુત કળાઓ શીખ્યો હતો. દેવબોધિની પાય એક દિવસ એક મુસાફરે આવીને દેવબોધિ સંન્યાસીને કહ્યું કે, ‘પાટણમાં હેમચન્દ્રાચાર્ય નામના જૈનાચાર્યના જ્ઞાનથી અને પુણ્યપ્રભાવથી ગુજરાતનો રાજા કુમારપાલ જૈન ધર્મને માનવા લાગ્યો છે. તેથી પ્રજા પણ જૈન ધર્મને શ્રેષ્ઠ ધર્મ માને છે.’ — આ વાત સાંભળીને દેવબોધિ વિચારવા લાગ્યો... મારા જેવો વિદ્વાન ને ચમત્કારી ગુરુ જીવતો-જાગતો બેઠો છે, ને ગુજરાતનો રાજા પોતાનો કુળધર્મ છોડીને, શૈવધર્મ છોડીને જૈનધર્મી બને તે કેમ ચલાવી લેવાય ? હું ગમે તેમ કરીને પણ રાજાને પાછો શૈવધર્મી બનાવીશ.’ આમ વિચારીને દેવબોધિ પાટણ આવ્યો. એક શૈવમંદિરમાં એણે ધામા નાંખ્યા. મંદિરમાં સવારે અને સાંજે નાના-મોટા અનેક લોકો મહાદેવનાં દર્શન કરવા આવે ! દેવબોધિ સંન્યાસીને ત્યાં જોઈને લોકો એને પણ પ્રણામ કરે. ત્યારે દેવબોધિ તેમને ચમત્કાર દેખાડવા લાગ્યો. ચમત્કારને નમસ્કાર ! દેવબોધિના ચમત્કારની વાતો પાટણમાં ઘેર-ઘેર ફેલાવા લાગી : શૈવમંદિરમાં એક ચમત્કારી સંન્યાસી આવ્યો છે ! ક્ષણે ક્ષણે જુદાં રૂપ કરે છે ! લોકોનું સાચું ભવિષ્ય ભાખે છે ! આકાશમાંથી શિવની મૂર્તિ લાવે છે ! ૮૨ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #90 -------------------------------------------------------------------------- ________________ - સોનાના સિક્કા વરસાવે છે ! આવી આવી વાતો પાટણમાં ફેલાવા લાગી. વાતો ઠેઠ રાજા કુમારપાલના કાને પહોંચી. રાજાને પણ સંન્યાસીના ચમત્કાર જોવાની ઇચ્છા થઈ. દેવબોધિને રાજાનું તેડું આવ્યું. દેવબોધિને તો એટલું જ જોઈતું હતું ! બીજા દિવસે સવારે દેવબોધિ રાજસભામાં જવા નીકળ્યો. કેળના પાંદડાનું આસન બનાવ્યું. કમળના નાળના દાંડા બંધાવ્યા. અને આઠ-આઠ વર્ષનાં બાળકોએ દેવબોધિની એ પાલખી ઉપાડી ! આવી નાજુક રમકડા જેવી પાલખીમાં જાડો-જાડો દેવબોધિ બેઠો હતો ! પાટણના લોકોને તો તમાશો જોવા મળ્યો. સેંકડો માણસો દેવબોધિનો જયજયકાર કરતાં એની પાછળ ચાલ્યા. વરઘોડો રાજસભા પાસે આવ્યો. કુમારપાલ અને મંત્રીઓ દેવબોધિનું સ્વાગત કરવા ઊભા હતા. તે સહુ પણ આશ્ચર્ય પામ્યા. કુમારપાલ વિચારે છે : ‘આ સંન્યાસીમાં કોઈ અદ્ભુત કળા દેખાય છે !' દેવબોધિ સુખાસનમાંથી ઊતરીને, રાજાએ ચીંધેલા સુવર્ણાસન ૫૨ બેઠો. રાજાએ નમન કર્યું. દેવબોધિએ રાજાને આશીર્વાદ આપ્યા. પછી ત્રણ કલાક સુધી દેવબોધિએ રાજાને અને પ્રજાને વિવિધ ચમત્કારો દેખાડીને સહુનું મનોરંજન કર્યું. રાજસભાનું વિસર્જન થયું. દેવબોધિએ રાજાને પૂછ્યું : ‘મહારાજા, તમે મધ્યાહ્ન કાળે દેવપૂજા કરો છો ને ?’ રાજાએ કહ્યું : ‘હા, હું રોજ બપોરે જ પૂજા કરું છું.’ દેવબોધિએ કહ્યું : ‘મારે તમારી દેવપૂજા જોવી છે.’ રાજાએ કહ્યું : ‘હું સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરીને આવું છું. પછી આપને મારી સાથે દેવમંદિરમાં લઈ જઈશ.' રાજાએ સ્નાન કરી, પૂજા માટેનાં શુદ્ધ વસ્ત્ર પહેર્યાં. દેવબોધિને સાથે લઈને તેઓ મંદિરમાં ગયા. મંદિરમાં રાજાએ શ્રી જિનેશ્વર દેવબોધિનો પરાજય ૮૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ ભગવંતની એકાગ્રચિત્તે પૂજા કરી, સ્તવના કરી. પૂજાવિધિ પૂરી કરીને જયારે રાજા અને દેવબોધિ મહેલમાં આવ્યા ત્યારે દેવબોધિએ કહ્યું : “રાજેશ્વર, વંશપરંપરાથી ચાલ્યો આવતો શૈવધર્મ છોડીને આ જૈન ધર્મ શા માટે સ્વીકાર્યો ?” મહારાજ, શૈવ ધર્મ સારો છે પરંતુ તેમાં હિંસા છે. જૈન ધર્મ અહિંસાનો ઉપદેશ આપે છે.” તો પછી તમારા પૂર્વજોએ કેમ શૈવ ધર્મ સ્વીકાર્યો હતો ? આપણે આપણો ધર્મ ના છોડવો જોઈએ. વળી, જો તમને મારી વાત ઉપર વિશ્વાસ ના બેસતો હોય તો હું તમને તમારા પૂર્વજ મૂળરાજ વગેરેને પ્રત્યક્ષ બોલાવું. તેમને પૂછી જુઓ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બોલાવું! તેમને પૂછી જુઓ... કે કયો ધર્મ શ્રેષ્ઠ છે ?' દેવબોધિએ તે જ સમયે, મંત્રબળથી કુમારપાલ રાજાના પૂર્વજ રાજાઓ મૂળરાજ વગેરેને હાજર કર્યા... કુમારપાલે તે સહુને પ્રણામ કર્યા... તે પછી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બોલાવ્યા. કુમારપાલ તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. - ચાર મુખવાળા બ્રહ્માજી વેદોના ઉચ્ચાર કરતા હતા, - ચાર હાથવાળા કૃષ્ણની પાસે શંખ, ચક્ર વગેરે શસ્ત્રો હતાં, - ત્રણ આંખોવાળા શંકરના ગળામાં સર્પો લટકી રહેલા હતા. ત્રણે દેવો અત્યંત તેજસ્વી દેખાતા હતા. કુમારપાલને તેઓમાં પરમજ્યોતિનાં જાણે દર્શન થતાં હતાં. બ્રહ્માજીએ કહ્યું : “હે ગુર્જરેશ્વર, અમને તે ઓળખ્યા ને ? અમે આ સૃષ્ટિના સર્જનહાર, ચલાવનાર અને સંહરનાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છીએ. અમે જ જીવોનાં જન્મ, જીવન અને મૃત્યુના દાતા છીએ. અમારા કહેલા ધર્મથી જીવો સ્વર્ગ અને મોક્ષનાં અનંત સુખ પામે છે. માટે તારી બધી ભ્રમણાઓ દૂર કરી, અમારી ઉપાસના કરી અને શુદ્ધ વૈદિક ધર્મનું પાલન કર. તેથી જ તારી મુક્તિ થશે. અને આ દેવબોધિ મહાયોગી છે. તે જાણે અમારું જ પ્રતિબિંબ છે, એમ (૮૪ % સર્વજ્ઞ જેવા સૂરિદેવ - Page #92 -------------------------------------------------------------------------- ________________ જાણજે. એના કહ્યા મુજબ જ તું બધાં કાર્ય કરજે.” દેવોની વાત પૂરી થઈ, પછી મૂળરાજ વગેરે પૂર્વજો બોલ્યા, વત્સ, કુમારપાલ, અમે સાતે તારા પૂર્વજો છીએ. તું અમને ના ઓળખે. અમે તેને કહેવા આવ્યા છીએ કે તું અમારો આચરેલો ધર્મ છોડી ના દઈશ. અમે આ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ-દેવોને માનતા હતા. અને એમણે જ બતાવેલો ધર્મ માનતા હતા. તેથી આજે અમે સ્વર્ગનાં સુખ ભોગવીએ છીએ. અમે અમારા પૂર્વજોનો ધર્મ છોડ્યો ન હતો, તેમ તારે તારા પૂર્વજોનો ધર્મ છોડવો ના જોઈએ. તને વધારે શું કહીએ ? તારું ભલું થાઓ ! દેવો અદશ્ય થઈ ગયા. પૂર્વજો પણ અદશ્ય થઈ ગયા. રાજા કુમારપાલ આશ્ચર્યમાં ડૂબી ગયા. એમની બુદ્ધિ બહેર મારી ગઈ. એક બાજુ દેવપત્તનના સોમનાથનાં વચનો અને બીજી બાજુ દેવબોધિએ બતાવેલાં દેવોનાં વચનો ! કોણ સાચું ને કોણ ખોટું ? કુમારપાલનું માથું ભમવા માંડ્યું. ત્યાં ઊભેલા દેવબોધિને કહ્યું : “ “ભલે, તમે જાઓ, હું તમારા કહ્યા પ્રમાણે કરીશ.” આ આખી ઘટનામાં મહામંત્રી ઉદયનના પુત્ર વાળુભટ્ટમંત્રી, કુમારપાલની સાથે હતા. દેવબોધિના બધા જ ચમત્કાર તેમણે પ્રત્યક્ષ જોયા હતા. તેઓ રાજમહેલથી સીધા આચાર્યદેવની પાસે ગયા. આચાર્યદેવને વંદના કરીને કહ્યું : “ગુરુદેવ ! પાટણમાં આવેલા દેવબોધિ નામના યોગીના ચમત્કાર આપે જાણ્યા હશે ! આજે રાજસભામાં એણે ઘણા ચમત્કાર કરી બતાવ્યા. ગુરુદેવ ! આ યોગી સાધારણ નથી. એણે યોગબળથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બોલાવ્યા ! એણે મૂળરાજ, ભીમદેવ વગેરે પૂર્વજોને બોલાવ્યા ! આપણા મહારાજા પણ એના આવા બધા ચમત્કાર જોઈને એ યોગી તરફ આકર્ષાઈ જાય, તે સ્વાભાવિક છે. ગુરુદેવ ! મહારાજા એ દેવબોધિનો પરાજય ૮૫) Page #93 -------------------------------------------------------------------------- ________________ યોગીના પ્રભાવમાં અંજાઈને, પામેલા જૈન ધર્મને ત્યજી ના દે, મને એની ચિંતા થાય છે.’ આચાર્યદેવે વાગ્ભટ્ટની વાત શાન્તિથી સાંભળીને કહ્યું : ‘વાગ્ભટ્ટ, તું જરાય ચિંતા ના કરીશ. એનો ઉપાય આવતી કાલે પ્રભાતમાં થઈ જશે ! મહારાજાને આવતી કાલે અહીં વ્યાખ્યાનસભામાં લઈ આવવાના છે.' વાગ્ભટ્ટે કહ્યું : ‘જરૂર લઈ આવીશ, ગુરુદેવ !' વાગ્ભટ્ટ ઘેર ગયા. જમી-પરવારીને પાછા તેઓ રાજમહેલમાં મહારાજા પાસે પહોંચી ગયા. વાગ્ભટ્ટમંત્રી, કુમારપાલના પ્રિય અંગત મંત્રી હતા. વાગ્ભટ્ટ બુદ્ધિશાળી અને પરાક્રમી હતા. તેમની વાણીમાં હંમેશાં મધુરતા ઘોળાયેલી રહેતી. તેઓ કાર્યકુશળ મંત્રી હતા. કુમારપાલ તો એ દિવસે દેવબોધિના દૈવી પ્રભાવમાં એવા આકર્ષાયેલા હતા કે દરેકની સાથે દેવબોધિની જ ચર્ચા કરતા હતા. વાગ્ભટ્ટે કુમારપાલને પ્રણામ કર્યા અને પોતાના આસન પર બેઠા, ત્યાં જ કુમારપાલે પૂછ્યું : ‘કાં વાગ્ભટ્ટ, મહાત્મા દેવબોધિનો દૈવી પ્રભાવ જોયોને ? જાણે સાક્ષાત્ દેવ છે ! ખરું કે નહીં ?' વાગ્ભટ્ટે વિનયથી કહ્યું : ‘મહારાજ ! દેવો પણ જેમના શિષ્યો છે, એમના મહિમાની શી વાત કરવી ! આ યોગીરાજને કોની ઉપમા આપવી તે પ્રશ્ન છે. કારણ કે ચન્દ્રને માત્ર સોળ ક્લાઓ જ હોય છે, જ્યારે યોગી તો સેંકડો કળાઓનો સ્વામી છે !' રાજા બોલ્યો : ‘મંત્રી, તારા હેમચન્દ્રસૂરિજીમાં આના જેવી કોઈ કળાઓ છે કે કેમ ? હોય તો કહે !' મંત્રી ક્ષણ બે ક્ષણ માટે વિચલિત થઈ ગયા. રાજાએ ‘તારા હેમચન્દ્રસૂરિ' કહ્યું તેથી મંત્રીને ગમ્યું નહીં, પરંતુ બોલતી વખતે રાજાના મુખ પર નિર્મળ સ્મિત હતું તેથી સ્વસ્થ થઈને મંત્રીએ કહ્યું : ‘મહારાજ ! રત્નાકર(દરિયો)માં રત્નો ઘણાં હોય ! એ આચાર્યદેવ તો જ્ઞાન અને કળાઓનો ખજાનો છે.' ૮૬ સર્વજ્ઞ જેવા સૂરિદેવ . Page #94 -------------------------------------------------------------------------- ________________ - - - - કોઈ જ આધાર વિના... આકાશમાં બેસીને ઉપદેશ આપી રહ્યા છે. અદ્ભુત યોગશક્તિ છે આ મહાપુરુષમાં. | દેવબોધિનો પરાજય દેવબોધિનો પરાજય K > ૮૭. મ ૮૭] તws Page #95 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ બોલી ઊઠ્યા : “એમ ? તો આપણે કાલે પ્રભાતે તેઓની પાસે જઈને પૂછીશું. તું સમયસર અહીં આવી જજે.” મહારાજા, હું અવશ્ય આપની સેવામાં ઉપસ્થિત થઈશ. વાગભટ્ટ ત્યાંથી નીકળીને સીધા આચાર્યદેવની પાસે ગયા. ગુરુદેવને વંદના કરીને તેમણે કહ્યું : “ગુરુદેવ, મહારાજાએ પોતે કાલે સવારે આપની પાસે આવવા કહ્યું બરાબર છે વાગુભટ્ટ ! એ આવશે જ. વ્યાખ્યાન સમયે એને એવો ચમત્કાર જોવા મળશે કે પેલા યોગીના જોયેલા ચમત્કાર મામૂલી લાગશે !” વાગભટ્ટ મંત્રીને ગુરુદેવ ઉપર ૧૦૦ ટકાનો વિશ્વાસ હતો. તેઓ ગુરુદેવને વંદના કરીને, નિશ્ચિત થઈને પોતાના ઘરે ગયા. ઉપાશ્રયમાં વ્યાખ્યાન સભા ભરાણી છે. આચાર્યદવ ધર્મનો ઉપદેશ આપી રહ્યા છે. એક હજાર સ્ત્રી-પુરુષો એકચિત્તે ઉપદેશ સાંભળે છે. રાજા કુમારપાલ, આચાર્યદેવની સામે જ બેઠા છે. ઉપદેશ સાંભળવામાં લીન બન્યા છે. બરાબર તેમની પાછળ વાગભટ્ટ મંત્રી બેઠેલા છે. એક કલાક વીત્યો... અને આચાર્યદેવ જે સાત પાટ ઉપર બેઠા હતા, તે પાટો એક પછી એક ખસવા માંડી.. સાતેય પાટ ખસી ગઈ... અને આચાર્યદેવ આકાશમાં અધ્ધર બેઠેલા રહ્યા... ઉપદેશ આપતા રહ્યા ! રાજા કુમારપાલની આંખો પહોળી થઈ ગઈ ! તે આશ્ચર્યથી બોલી ઊઠ્યા : “અદ્ભુત !” પ્રજાજનો હર્ષથી પુલકિત થઈ ગયા, ગગદ બની ગયા... વાગભટ્ટ મંત્રીની આંખો હર્ષનાં આંસુઓથી છલકાઈ ગઈ ! રાજા વિચારે છે : ગઈકાલે દેવબોધિને કેળના પત્રના આસન પર બેઠેલો જોયો હતો... અને તે મૌન હતો... જ્યારે આ તો કોઈ જ આધાર વિના... આકાશમાં બેસીને ઉપદેશ આપી રહ્યા છે ! અદ્ભુત યોગશક્તિ છે આ મહાપુરુષમાં.' (૮૮ સર્વજ્ઞ જેવા સૂરિદેવ) Page #96 -------------------------------------------------------------------------- ________________ રાજાએ ઊભા થઈને વિનંતી કરી : ‘ગુરુદેવ, હવે પાટ ઉપર બિરાજીને પ્રવચન આપો. ગુરુદેવ, આપની આ કળા આગળ ભલભલા કલાકારોની કલાઓ ઢંકાઈ જાય છે. મહાસાગરનાં મોજાં આગળ નાની તલાવડીઓની લહેરો શી વિસાતમાં ?’ આચાર્યદેવે કહ્યું : ‘રાજેશ્વર, હવે ચાલો આપણે પાસેના ઓરડામાં જઈએ. ત્યાં હું તમને પ્રત્યક્ષ તીર્થંકરોનાં દર્શન કરાવું !' વાગ્ભટ્ટની સાથે કુમારપાલ, ગુરુદેવની પાછળ ઓરડામાં ગયો. ઓરડો બંધ કરવામાં આવ્યો. ગુરુદેવ એક આસન પર બેસી ગયા. આંખો બંધ કરી ધ્યાન લગાવ્યું ત્યાં ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો... કુમારપાલે ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ચોવીશે તીર્થંકરોને પ્રત્યક્ષ જોયા. સમવસરણમાં બેઠેલા જોયા ! ચોવીશ સમવસરણ જોયા ! દરેક સમવસરણમાં દરેક તીર્થંકર ચારે દિશામાં દેખાતા હતા અને સમવસરણમાં દેવો, મનુષ્યો અને પશુઓ શાન્તિથી તીર્થંકરનો ઉપદેશ સાંભળતા હતા ! કુમારપાલ સ્તબ્ધ બની ગયા ! શું કરવું તેની સૂઝ પડી નહીં. એટલે આચાર્યદેવે તેનો હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યો. તીર્થંકરોના ઉપદેશની વાણી એ ખંડમાં ગુંજવા લાગી : ‘કુમારપાલ, સોનું, હીરા, મોતી વગેરે દ્રવ્યોની પરીક્ષા કરનારા ઘણા પરીક્ષકો હોય છે. પરંતુ ધર્મતત્ત્વનો પરીક્ષક વિરલો જ હોય છે ! એવો વિરલો તું એક જ છે. તેં હિંસામય અધર્મનો ત્યાગ કરીને દયામય અહિંસાધર્મનો સ્વીકાર કર્યો છે. યાદ રાખજે રાજન્, તારી બધી સમૃદ્ધિ ધર્મરૂપી વૃક્ષનાં પુષ્પો છે ! આગળ તને એનાં મોક્ષરૂપી ફળ મળવાનાં છે ! ખરેખર, તારું મહાન ભાગ્ય છે કે તને આવા જ્ઞાની હેમચન્દ્રસૂરિ મળ્યા છે. તું એમની આજ્ઞા માનીને ચાલજે.’ તીર્થંકરોની વાણી બંધ થઈ, તેઓ અદૃશ્ય થયા. ત્યાં કુમારપાલના પૂર્વજ રાજાઓ પ્રગટ થયા. તેઓ કુમારપાલને ભેટ્યા, ગુરુદેવને વંદના કરી, અને પછી કુમારપાલને કહેવા લાગ્યા, ‘વત્સ, કુમારપાલ, ખોટો ધર્મ છોડીને, સાચા ધર્મનો સ્વીકાર દેવબોધિનો પરાજય ૮૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ કરનારા તારા જેવો અમારે પુત્ર છે, તેથી અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ. આ આપણો જિનધર્મ જ મુક્તિ અપાવવા સમર્થ છે. માટે તારા ચંચળ ચિત્તને સ્થિર કર અને તારા પરમ ભાગ્યથી મળી ગયેલા આ ગુરુદેવની સેવા કર, તેમની આજ્ઞાનું પાલન કર.' આ પ્રમાણએ કહીને પૂર્વજો પણ હવામાં ઓગળી ગયા ! ઓરડામાં રહ્યા માત્ર રાજા, મંત્રી અને ગુરુદેવ ! રાજા કુમારપાલ ગંભીર વિચારમાં ડૂબી ગયો. ‘બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે જુદી વાત કરી, આ તીર્થંકરોએ બીજી વાત કરી... અને પૂર્વજોએ તો ત્યાં દેવબોધિ પાસે જુદી વાત કરી અને અહીં જુદી વાત કરી ! શું સાચું અને શું ખોટું ?' બંને પક્ષનાં જુદાં જુંદા પરસ્પર વિરોધી મંતવ્યોથી રાજા ગૂંચવાઈ ગયો ! તેણે આચાર્યદેવની સામે જોયું. આચાર્યદેવ મરક-મરક હસતા હતા. રાજાએ પૂછ્યું : ‘આ બધું શું છે, ગુરુદેવ ? મારે શું સમજવું?’ ગુરુદેવે પૂછ્યું : ‘દેવબોધિએ દેખાડ્યું એ તમને શું લાગ્યું ?' રાજા બોલ્યો : ‘હું તો નથી એ સમજી શક્યો કે નથી આ પણ સમજી શક્યો...’ ગુરુદેવે કહ્યું : ‘રાજન, આ બધી માત્ર ઇન્દ્રજાલ છે ! દેવબોધિ પાસે તો એવી એક જ કળા છે, જ્યારે મારી પાસે આવી સાત કળાઓ છે ! અમે બંનેએ તમને જે દેખાડ્યું છે તે બધું સ્વપ્ન જેવું છે.’ અને, જો તમને આ વાત પર વિશ્વાસ ના બેસતો હોય તો અહીં તમને સમગ્ર વિશ્વ દેખાડું ! જોવું છે ? પરંતુ એ બધા નાટકની જરૂર નથી. સાચું તો, પહેલાં જે સોમનાથ મહાદેવે કહેલું છે, તે જ છે.' રાજાના મનનું સમાધાન થયું. તેણે ભાવપૂર્વક ગુરુદેવને વંદના કરી અને કહ્યું : ‘ગુરુદેવ, મને ભ્રમણાથી ઉગારવાનો એક નવો ઉપકાર આપે મારા ઉપર કર્યો..!' રાજા રાજમહેલે ગયો. ૯૦ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #98 -------------------------------------------------------------------------- ________________ કાશીદેશમાં અહિંસા-પ્રચાર રાજા કુમારપાલના હૃદયમાં આચાર્યદેવ હેમચન્દ્રસૂરિ પ્રત્યે દૃઢ શ્રદ્ધા સ્થાપિત થઈ. તેઓ વિચારે છે... આ જ મારા દેવ ! આ જ મારા ગુરુ ! આ કહે તે જ તારો ધર્મ ! ― ૧૪ - આચાર્યદેવે પણ સર્વપ્રથમ રાજાને પરમાત્માનું સ્વરૂપ સમજાવ્યું. ગુરુનું સ્વરૂપ સમજાવ્યું અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. તે પછી રાજાના જીવવને શક્ય એટલું નિષ્પાપ બનાવ્યું. તેને અહિંસાધર્મનો ઉપદેશ આપ્યો. રાજાના પોતાના જીવનમાં કોઈ હિંસા ના રહી. માંસાહાર નહીં અને શિકાર નહીં ! - એવી રીતે, રોજ પરમાત્માની પૂજા કરે છે, સામાયિક કરે છે, પર્વતિથિના દિવસે પૌષધ કરે છે ! અનેક વ્રતો લીધાં રાજાએ. અનેક નિયમો લીધા રાજાએ. તે પછી ગુરુદેવે કુમારપાલને રાજ્યમાં હિંસા બંધ કરાવવાનો ઉપદેશ આપ્યો. રાજાને ઉપદેશ ગમ્યો. રાજાએ ગુજરાતનાં તમામ નગરોમાં અને ગામોમાં ઢંઢેરો પિટાવી દેધો - ‘જે કોઈ મનુષ્ય હરણ, બકરા, ગાય, ભેંસ વગેરે કોઈ પણ જીવને મારશે તે રાજ્યનો અપરાધી કહેવાશે.’ રાજાએ પાટણમાં ઘોષણા કરાવીને... કસોઈઓનાં કતલખાનાં બંધ કરાવ્યાં, માછીમારોને માછલી મારતા બંધ કરાવ્યા, શિકારીઓને શિકાર કરતા બંધ કરાવ્યા, દારૂની દુકાનો બંધ કરાવી, જુગારના અડ્ડાઓ બંધ કરાવ્યા, કાશીદેશમાં અહિંસા-પ્રચાર ૯૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ ગળ્યા વિનાનું પાણી પીવાનું બંધ કરાવ્યું. કોઈ મનુષ્ય નાનકડી જૂને પણ ના મારી શકે, તેવા અહિંસાધર્મનું ગુજરાતમાં પાલન કરાવવા માંડ્યું. તે પછી પોતાના તાબાનાં રાજ્યોમાં જીવહિંસા બંધ કરાવવા મંત્રીઓને મોકલ્યા. સૌરાષ્ટ્રમાં, લાટદેશમાં, માળવામાં, મેવાડમાં અને મારવાડમાં અહિંસાધર્મનો ફેલાવો કર્યો. કોંકણ પ્રદેશમાં પણ હિંસા બંધ કરાવી. ――― ક્યાંક સમજાવીને હિંસા બંધ કરાવી. ક્યાંક પૈસાની લાલચ આપીને હિંસા બંધ કરાવી. ક્યાંક પાક-ધમકીથી હિંસા બંધ કરાવી. એક દિવસ રાજા કુમારપાલે વાગ્ભટ્ટમંત્રીને બોલાવીને કહ્યું : ‘મંત્રી, માટીનાં સાત પૂતળાં બનાવરાવો : ૧. માંસાહારીનું, ૨. દારૂડિયાનું, ૩. જુગારીનું ૪. શિકારીનું ૫. ચોરનું ૬. સ્ત્રીઓને રંજાડનારનું ૭. છોકરીઓને વેચનારનું. પછી એક એક પૂતળાને એક એક ગધેડા ઉપર બેસાડવાનું. એ સાત ગધેડાસવારોને પાટણનાં બજારોમાં અને શેરીઓમાં ફેરવવાના. ચાબુક મારતા જવાના... ને એ રીતે નગરની બહાર કાઢી મૂકવાના !' અને એક દિવસે ખરેખર, પાટણના રાજમાર્ગો પર સાત મોટાં પાપોની ગર્દભ-સવારી નીકળી ! હજારો લોકો આ સવારી જોવા રાજમાર્ગની બંને બાજુએ ઊભા રહી ગયા. રાજપુરુષો મોટાં મોટાં ઢોલ વગાડીને ઘોષણા કરતા હતા... ૧. જે કોઈ માંસાહાર કરશે તેને દેશમાંથી કાઢી મુકાશે. ૨. જે કોઈ દારૂ પીશે તેને દેશવટો આપવામાં આવશે. ૩. જે કોઈ જુગા૨ ૨મશે તેને દેશમાંથી કાઢી મુકાશે. ૪. જે કોઈ શિકાર કરશે તેને દેશવટો આપવામાં આવશે. ૫. જે કોઈ ચોરી કરશે તેને દેશમાંથી કાઢી મૂકવામાં આવશે. ૬. જે કોઈ સ્ત્રીઓની સાથે ખરાબ વર્તન કરશે તેને દેશમાંથી કાઢી ૯૨ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #100 -------------------------------------------------------------------------- ________________ મૂક્વામાં આવશે. ૭. જે કોઈ છોકરીઓ સાથે ખરાબ વર્તન કરશે તેને દેશમાંથી કાઢી મૂકવામાં આવશે. સવારથી સાંજ સુધી પાટણમાં આ સવારી ફરતી રહી. છેવટે જંગલમાં એ સાતે સવારોને છોડી મૂકવામાં આવ્યા. ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિએ કુમારપાલને કહ્યું : રાજનું, આ બધા દેશોમાં અને ગામ-નગરોમાં હિંસા બંધ કરાવવા માટે તમારે બધે જ અધિકારીઓની નિયુક્ત કરવા જોઈએ. કોઈ છૂપી રીતે પણ હિંસા ના કરે, કોઈ જીવને મારે નહીં. તેની તકેદારીનાં પગલાં લેવાં જોઈએ.” રાજાએ ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું. દરેક ગામ-નગરોમાં હિંસાને રોકવા માટે રાજપુરુષો મૂકવામાં આવ્યા. તકેદારીનાં પગલાં ભરવામાં આવ્યાં. એક નાનું ગામ હતું. તેમાં એક વેપારી વસે. એક દિવસની વાત છે. વેપારી પોતાના ઘરની ઓસરીમાં બેઠો હતો. એની પત્ની વેપારીના વાળ ઓળતી હતી. ઓળતાં ઓળતાં તેમાં જૂ દેખાણી. તેણે પોતાના પતિને કહ્યું: “તમારા માથામાં જૂ છે!” વેપારીએ કહ્યું : “મને બતાવ તો એ જૂ.” સીએ વેપારીના હાથમાં જૂ આપી. વેપારીએ તુર્ત જ એ જૂને મારી નાંખી. એની પત્ની બોલી ઊઠી, “આ તમે ખોટું કામ કર્યું. રાજા કુમારપાલની આજ્ઞા છે કે એક જૂને પણ મારવી નહીં.' વેપારી નફટાઈથી હસીને બોલે છે, “તારા કુમારપાલની એક નહીં... અનેક જૂ મારીશ... શું કરી લેશે કુમારપાલ?' ત્યાં તો દૂર ઊભા રહેલા રાજપુરુષોએ આવીને એ વેપારીને પકડ્યો. મરેલી જૂને પણ સાથે લીધી. એને પાટણ લાવવામાં આવ્યો. કાશીદેરામાં અહિંસા-પ્રયારા ૯૩) કાશીદેવામાં અહિંસા-પ્રચાર K 'કટ ૯૩. Page #101 -------------------------------------------------------------------------- ________________ રાજાની આગળ ઊભો કરવામાં આવ્યો. રાજપુરુષે કહ્યું : મહારાજ, આ વેપારીએ જાણીજોઈને આ જૂ મારી છે.” એમ કહીને મરેલી જૂને ડબ્બીમાંથી કાઢીને બતાવી. રાજાએ વેપારીને પૂછયું : “તું જાણે છે ને કે મેં સર્વત્ર જીવહિંસાનો નિષેધ કર્યો છે? જાણવા છતાં તેં છૂ કેમ મારી?” વેપારી હાથ જોડીને બોલ્યો : “મહારાજા, એ મારા માથામાં મારું લોહી પીતી હતી... માટે એને મારી...” અરે, દુષ્ટ વેપારી, એણે તારું કેટલું લોહી પીધું? સેરબસેર લોહી પી ગઈ જૂ? અને આટલી એની ભૂલની મેં એને મારી નાંખવાની સજા કરી? લોહી તો જૂનો ખોરાક છે. તે એને મારી નાંખી તો મારે તને કેમ ના મારી નાંખવો જોઈએ ?” વેપારી કરગરવા લાગ્યો : “દયા કરો, હવેથી નહીં મારું.” રાજાએ કહ્યું : “તારા કરતાં એ જૂ નિર્બળ હતી, માટે તે એને મારી નાંખીને? મારા કરતાં તે નિર્બળ છે, એટલે મારે તને મારી નાંખવાનોને? રે નિર્દય ! તને એ નાનકડા જીવ પર દયા ના આવી? ખરેખર, તને મોતની સજા થવી જોઈએ. પરંતુ એક જૂની ખાતર તને માનવીને કેમ મારી શકાય? તને મોતની સજા નથી કરતો, પરંતુ બધી જ માલ-મિલક્ત લઈ લેવામાં આવે છે. એ તારો દંડ છે. અને માલ-મિલક્ત વેચીને, એના જે રૂપિયા આવશે, તે રૂપિયામાંથી અહીં એક સુંદર મંદિર બંધાવવામાં આવશે, તે મંદિરનું નામ “યૂકા-વિહાર' રાખવામાં આવશે. યૂકા એટલે જૂ) આ મંદિરને જોઈને બીજા લોકો નાના જીવોને પણ મારશે નહીં.” પાટણમાં મૂકા-વિહાર' નામનું જિનમંદિર બંધાયું. કુમારપાલના રાજ્યમાં સહુ જૂને પણ મારતાં ડરતા હતા. કુમારપાલના રાજયમાં સહુ દૂધમાં પાણી ભેળવતાં ડરતા હતા... એક દિવસ રાજ કુમારપાલે સાંભળ્યું કે : કાશી નામનો દેશ છે, તેમાં વારાણસી નામનું મોટું શહેર છે. તે (૯૪ % સર્વજ્ઞ જેવા રિદેવ Page #102 -------------------------------------------------------------------------- ________________ દેશનો રાજા છે જયન્તચન્દ્ર. જયંતચન્દ્ર રાજાનું રાજ્ય વિશાળ છે. તેની સેનામાં હજારો હાથી છે, લાખો ઘોડા છે... રાજા પરાક્રમી છે, સેના વિરાટ છે. ગંગા ને જમના જેવી મહાનદીઓના કિનારે પ્રજા વસે છે. પ્રજાનો ખોરાક છે માછલીનો. રોજ લાખો માછલીઓ મરે છે... મારવામાં આવે છે. આ સાંભળીને કુમારપાલનું દયાભરેલું હૃદય કકળી ઊઠ્યું. તેમણે વિચાર કર્યો : આ ઘોર હિંસા બંધ કરાવવા માટે મારે કોઈ ઉપાય કરવો જોઈએ. યુદ્ધ કરવું નથી અને હિંસા બંધ કરાવવી છે. કુમારપાલને એક સુંદર ઉપાય જડી આવ્યો. એક શ્રેષ્ઠ ચિત્રકાર પાસે એક ચિત્ર બનાવરાવ્યું. ‘હેમચન્દ્રસૂરિને રાજા કુમારપાલ પ્રણામ કરે છે.’ આ ચિત્રની સાથે બે ક્રોડ સોનાના સિક્કા અને બે હજાર ઘોડા આપીને પોતાના ચાર બુદ્ધિશાળી મંત્રીઓને વારાણસી રવાના કર્યા. મંત્રીઓ વારાણસીની બહાર તંબૂ તાણીને રહ્યા. કારણ કે બે હજાર ઘોડાઓને નગરમાં ક્યાં રાખે ? મંત્રીઓએ વિચાર્યું : આ વારાણસી નગરીનું બીજું નામ છે મુક્તિપુરી. નામ મુક્તિપુરી અને કામ માછલીઓ ખાવાનું ! કેવો વિરોધાભાસ છે ! આ ગામમાં નાનાં-મોટાં સહુ માંસાહારી છે. અહીં હિંસા બંધ કરાવવી મુશ્કેલ લાગે છે. માંસાહાર લોકોને પ્રિય છે. પ્રિય આહાર છોડાવવો ઘણું મુશ્કેલ કામ છે. એક મંત્રીએ સલાહ આપી : આપણે થોડા દિવસ અહીંની ગરીબ પ્રજાને અન્ન આપીએ, વસો આપીએ અને થોડા પૈસા આપીએ, તે પછી મધ્યમ વર્ગના લોકોને પણ અન્ન અને વસ્ત્ર આપીએ. તે પછી શ્રીમંતોને આપણે ત્યાં આમંત્રીને તેઓને ઉત્તમ ભોજન કરાવીએ અને ગુજરાતની કલાત્મક વસ્તુઓ ભેટ આપીએ... આ રીતે પ્રજાનો સ્નેહ પ્રાપ્ત કરીને પછી રાજાને મળીએ... તેથી આપણું કામ સરળ બનશે. બાકીના ત્રણે મંત્રીઓને વાત ગમી ગઈ. કાશીદેશમાં અહિંસા-પ્રચાર ૯૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સર્વજ્ઞ જેવા સૂરિદેવ 10)3) . મંત્રીએ કહ્યું : ‘આ ચિત્રમાં એક તરફ અમારા રાજ્યના ગુરુદેવ હેમચન્દ્રાચાર્ય અને બીજી તરફ રાજા કુમારપાલ છે.’ Page #104 -------------------------------------------------------------------------- ________________ કામ ચાલુ કરી દીધું. નગરના ચારે દરવાજે ગરીબોને અન્ન-વસ્ત્ર અને પૈસા આપવાનું કામ શરૂ થઈ ગયું. “ગુજરાતના રાજા કુમારપાલ તરફથી આ બધું આપવામાં આવે છે,” આ પ્રમાણે જાહેરાત થવા લાગી. ચાર-પાંચ દિવસોમાં તો ગરીબોના ઘેર-ઘેર ને ઝૂંપડે-ઝૂંપડે રાજા કુમારપાલનું નામ પ્રસિદ્ધ થઈ ગયું. તે પછી મધ્યમ વર્ગના લોકોને પણ આકર્ષિત કરવામાં આવ્યા અને શ્રીમંતોને પણ પ્રભાવિત કરવામાં આવ્યા... પછી એ ચારે અધિકારીઓ રાજા જયંતચન્દ્ર પાસે ગયા. રાજાને પ્રણામ કરી, રાજા કુમારપાલે મોકલેલી ભેટ આપી. બે ક્રોડ સુવર્ણમુદ્રાઓ અને બે હજાર ઘોડા આપ્યા. પછી પેલું ચિત્ર રાજાની સામે મૂક્યું રાજાએ સર્વપ્રથમ ગુર્જરપતિની કુશળપૃચ્છા કરી. પછી પેલું ચિત્ર હાથમાં લઈને પૂછ્યું : “આ શું છે ?' એક મંત્રીએ કહ્યું : “આ ચિત્રમાં એક તરફ અમારા રાજ્યના ગુરુદેવ હેમચન્દ્રાચાર્ય છે ને બીજી તરફ અમારા રાજા કુમારપાલ છે. આ ચિત્ર આપને ભેટ મોકલીને અમારા મહારાજાએ આપને કહેવરાવ્યું “મારા હેમચન્દ્રાચાર્ય નામના ગુરુદેવ છે. તેઓ સર્વજ્ઞ છે. તેઓ લોકોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે. એવા શ્રેષ્ઠ ગુરુ પાસે મેં દયામય ધર્મ અંગીકાર કર્યો છે. મારા પોતાના જીવનમાંથી મેં હિંસાનો ત્યાગ કર્યો છે. મારા રાજ્યમાંથી હિંસાને કાઢી મૂકી છે. પરદેશોમાંથી પણ હિંસાને કાઢવાની મારી ભાવના છે. તે માટે મેં મારા સચિવોને તમારી પાસે વિનંતી કરવા મોકલ્યા છે કે તમે પણ તમારા રાજ્યમાંથી હિંસાને હાંકી કાઢો ! સર્વ દુઃખોનું મૂળ હિંસા છે. સર્વ સુખોનું કારણ દયા છે. મારી આ વિનંતી ઉપર ગંભીર વિચાર કરી, તમે દેશમાંથી હિંસાને સર્વથા દૂર કરશો.' રાજા જયંતચન્દ્ર અને રાજસભામાં બેઠેલા સહુને, રાજા કુમારપાલનો સંદેશો ગમી ગયો. રાજાએ કહ્યું : કારશીદેશમાં અહિંસાત્મચારા ૯૭] Page #105 -------------------------------------------------------------------------- ________________ ‘મારા વહાલા સભાજનો, આવો દયાળુ રાજા જ્યાં વસે છે એ ગુર્જરદેશ ખરેખર ધન્ય છે ! જીવરક્ષા પ્રવર્તાવવા જુઓ તો ખરા, કેવો સુંદર ઉપાય શોધી કાઢ્યો છે ? ગુર્જરપતિનું મન ખરેખર પુણ્યકાર્યમાં પરોવાયેલું છે. હું એમને સાચા હૃદયથી ધન્યવાદ આપું છું. ગુર્જરપતિએ એમના ગુરુ હેમચન્દ્રાચાર્યના ઉપદેશથી દયાધર્મ પ્રવર્તાવ્યો છે, તો હું ગુર્જરપતિની પ્રેરણાથી મારા રાજ્યમાં દયાધર્મ પ્રવર્તાવીશ ! મારું એ કર્તવ્ય છે.” કહો મારા વ્હાલા પ્રજાજનો, તમે સહુ માંસાહારનો ત્યાગ કરશો ને ’ ‘જરૂર કરીશું, મહારાજા !' સભાજનો બોલી ઊઠ્યા. રાજા જયંતચન્દ્રે પોતાના મહામંત્રીને કહ્યું : ‘મહામંત્રી, આજે આ નગરમાં અને રાજ્યનાં બધાં ગામ-નગરોમાં ઢંઢેરો પિટાવો કે, માછલીઓ પકડવાની બધી જાળો અને જીવવધ કરવાનાં બધાં શસ્ત્રો, વારાણસી નગરીના મધ્ય ચોકમાં નાંખી જાય. પછી તે ઢગલાને, આ ગુર્જરપતિના સચિવોની સામે આગ લગાડી દો. અને પછી દેશમાં જાહેર કરો કે ‘કાશીદેશમાં હિંસાને બાળી મૂકી છે ! હવેથી કોઈ હિંસાનાં સાધન બનાવશે નહીં.' મહામંત્રીએ રાજાની આજ્ઞા મુજબ આખા દેશમાં ઘોષણા કરાવી દીધી. પાંચ-સાત દિવસમાં, વારાણસીના મધ્ય ચોકમાં એક લાખ ને એંશી હજાર જાળ (માછલાં પકડવાની જાળ) ભેગી થઈ, બીજાં અસંખ્ય શસ્ત્રોનો ઢગલો થયો. હજારો નગરવાસીઓની અને ગુર્જ૨૫તિના ચાર સચિવોની હાજરીમાં એ ઢગલાને બાળી મૂકવામાં આવ્યો ! કાશીદેશમાંથી હિંસા નાબૂદ થઈ ગઈ ! રાજા જયંતચન્દ્રે ચાર સચિવોને બોલાવીને તેમને ચાર હજાર ઘોડા અને ચાર કરોડ સુવર્ણમુદ્રાઓ ગુર્જરપતિ માટે ભેટ આપી, પ્રેમથી વિદાય આપી. ચાર સચિવો, ગુર્જરપતિએ સોંપેલું કાર્ય રંગેચંગે પૂર્ણ કરીને પાટણ સર્વજ્ઞ જેવા સૂરિદેવ ૯૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ આવ્યા. રાજભા ભરાણી હતી. રાજા કુમારપાલ રાજસિહાસન પર બેઠા હતા. પાસે જ ગુરુદેવ હેમચન્દ્રસૂરિ બિરાજમાન હતા. ત્યાં ચાર સચિવોએ રાજસભામાં પ્રવેશ કરીને સર્વપ્રથમ ગુરુદેવને પ્રણામ કર્યા અને પછી રાજાને પ્રણામ કરી, વારાણસી નગરીનો સર્વ વૃત્તાંત નિવેદન કર્યો, ચાર કરોડ સુવર્ણમુદ્રાઓ લાવીને મૂકી, અને ચાર હજાર ઘોડાઓની વાત કરી. ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિ આ જીવદયાના અદ્ભુત કાર્યથી ખૂબ રાજી થયા. તેમણે મહારાજાને કહ્યું : કુમારપાલ, ભારતમાં ધર્મિષ્ઠ રાજાઓ તો ઘણા થયા. પરંતુ તારા જેવા કોઈ નહીં ! ભવિષ્યમાં પણ ધર્મિષ્ઠ રાજાઓ થશે. તે ક્યાંક ભક્તિથી, ક્યાંક શક્તિથી, તો ક્યાંક અઢળક ધન વડે તારા દેશમાં અને પરદેશમાં અહિંસાનો પ્રસાર કર્યો છે ! કાશીરાજ જયંતચન્દ્ર રાજા સાથે ગુજરાતના રાજાની દોસ્તી ગાઢ બની. શશીદેશમાં અહિંસા-પ્રચાર - ૯૯] Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શજાનો કોઢ-શૅન મઢાડયો મનુષ્ય જ્યારે કોઈ સારું કામ કરવાની પ્રતિજ્ઞા લે છે, ત્યારે કોઈ પણ રીતે એની પરીક્ષા થતી હોય છે. સત્ત્વશીલ મનુષ્ય અડગ રહે છે. સત્ત્વહીન પુરુષ ડગી જાય છે. એક દિવસની વાત છે. રાજમહેલમાં ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિ અને રાજા કુમારપાલ તત્ત્વચર્ચા કરતા બેઠા હતા. ત્યાં દેવી કંટકેશ્વરીના મંદિરના પૂજારીઓએ આવીને, બંનેને પ્રણામ કરીને કહ્યું : “મહારાજા, આપ જાણો છો કે દેવી કંટકેશ્વરી આપની ગોત્રદેવી છે. નવરાત્રના દિવસોમાં, છેલ્લા ત્રણ દિવસ દેવીને પશુ-બલિદાન આપવામાં આવે છે અને દેવીની વિશિષ્ટ પૂજા થાય છે. સાતમના દિવસે સાતસો બકરા ને સાત પાડાઓનું બલિદાન આપવામાં આવે છે. આઠમના દિવસે આઠસો બકરા અને આઠ પડાઓનું બલિદાન આપવામાં આવે છે. નોમના દિવસે નવસો બકરો અને નવ પાડાઓનું બલિદાન આપવામાં આવે છે. આ રીતે કુલ ૨૪૦૦ બકરાં અને ૨૪ પાડા આજે આપી દેવાની કૃપા કરો, એટલે દેવીપૂજાનું કાર્ય સારી રીતે પતી જાય. જો આ રીતે બલિદાન આપવામાં ના આવે તો દેવી રૂઠે અને અનર્થ કરે.' આ પ્રમાણે કહીને પૂજારીઓ ઊભા રહ્યા. રાજાએ ગુરુદેવની સામે જોયું અને કાનમાં કહ્યું : આનો ઉત્તર શું આપું ?’ ગુરુદેવે કાનમાં કહ્યું : જિનેશ્વરદેવો તો કહે છે કે દેવ-દેવીઓ જીવહિંસા કરે નહીં અને માંસાહાર કરે નહીં. હા, કેટલાંક દેવ-દેવીઓને કૌતુક જોવાનું બહુ ૧૦૦ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #108 -------------------------------------------------------------------------- ________________ ગમે! એમની પાસે પશુઓની હત્યા થતી હોય તે દેવ-દેવીઓને ગમે ! પણ તે દેવ-દેવીઓ સાવ નીચી કક્ષાનાં હોય. આ પૂજારીઓ જે માંગણી કરે છે, એ તો એમના સ્વાર્થ માટે છે ! દેવીપૂજાના બહાને આ લોકો પશુઓનું માંસ ખાઈ જાય છે. માટે તમારે પશુઓ તો આપવાના પરંતુ કહેવાનું કે આ પશુઓને દેવીના મંદિરના પરિસરમાં રાખવાનાં છે. પછી મંદિર બંધ કરવાનું. મંદિરની બહાર ચોકીદાર બેસશે. આખી રાત પશુઓ મંદિરમાં રહેશે. જો દેવીને બલિદાન જોઈતું હશે તો લઈ લેશે ! પરંતુ પ્રભાતે બધાં પશુ કુશળ હશે ! પશુઓને પાછાં લઈ લેવાનાં. પશુઓની જેટલી કિંમત થતી હોય, તેટલી કિંમતનું ઉત્તમ ખાન-પાન દેવીને નૈવેદ્ય તરીકે ચઢાવી દેવાનું !' રાજા રામજી ગયા. તેમણે એ જ પ્રમાણે બધું કરાવ્યું ! સવારે પશુઓને મંદિરમાં નાચતાં-કૂદતાં જોઈને રાજા આનંદવિભોર થઈ ગયા. તેમણે પૂજારીઓને બોલાવીને કહ્યું : “જુઓ, છેને પશુઓ બધાં જીવતાં ? દેવીને બલિદાન જોઈતું હોત તો પશુઓને એ ના મારત? પરંતુ દેવીએ એકેય પશુને માર્યું નથી. આ તો તમારે લોકોને દેવીના બલિદાનના બહાને માંસાહાર કરવો છે. પરંતુ હવે હું જાગ્રત થયો છું. સર્વજ્ઞના તત્ત્વને સમજ્યો છું. હવે તમે મને આ રીતે ઠગી નહીં શકો.” રાજાને કહેતાં કહેતાં ગુસ્સો આવી ગયો. તેમણે કહ્યું, “દુષ્ટો, તમે ચાલ્યા જાઓ. તમે ક્યારેય તમારું કાળું મોટું મને દેખાડતાં નહીં.” પૂજારીઓને તગેડી મૂક્યા. રાજપુરુષો પાસે એ બધાં જાનવરોને વેચાવરાવીને એના પૈસાનું નિવેદ્ય ખરીદાવ્યું અને એ નૈવેદ્ય દેવીને ધરાવી દીધું. આ રીતે નવરાત્રમાં દેવી-પૂજાનું કાર્ય પતાવી, દશમના દિવસે રાત્રે, કુમારપાલ રાજમહેલના પોતાના શયનખંડમાં પરમાત્માના ધ્યાનમાં લીન થયા હતા ત્યારે એક ભયાનક ઘટના બની. આકાશમાંથી એક દિવ્ય સ્ત્રી રાજમહેલમાં રાજાના શયનખંડમાં રાજાનો કોતરોગ મટાડ્યો ૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ ઊતરી આવી. તેના શરીરમાં તીવ્ર પ્રકાશ વેરાતો હતો. આખો શયનખંડ પ્રકાશથી ભરાઈ ગયો. તે દિવ્ય સ્ત્રીના એક હાથમાં ત્રિશૂલ” નામનું શસ્ત્ર હતું. તે દેવીએ રાજાને સંબોધીને કહ્યું : રાજનું, આંખો ખોલીને તું મારી સામે જો.” રાજાએ આંખો ખોલી દેવી સામે જોયું, પૂછયું, તમે કોણ છો ?' હું કંટકેશ્વરી નામની તારી ગોત્રદેવી છું.” “આનંદ થયો દેવી, તમારાં દર્શન કરીને !' રાજનું, હું બલિદાન માગવા આવી છું. તારા પૂર્વેના બધા રાજાઓએ મને બલિદાન આપેલું છે... તારે પણ આપવું જોઈએ. તારે તારી કુલપરંપરાને તોડવી ના જોઈએ. ‘દેવી, મેં તમને ત્રણ દિવસ નૈવેદ્ય અર્પણ કરેલું જ છે ! નૈવેદ્ય ના ચાલે, પશુઓ જોઈએ.” “પશુઓ તો નહીં આપું...” “તો શું પરિણામ આવશે, તે તું જાણે છે ? તને બાળીને ભસ્મ કરી નાંખીશ.' ‘દેવી, મારી વાત સાંભળો, પછી તમારે જે કરવું હોય તે કરજો. હું જિનેશ્વરનો ધર્મ પામ્યો છું. એ જ સાચો ધર્મ છે. જિનેશ્વરી કોઈ પણ જીવની હિંસા કરવાની ના પાડે છે. મેં મારી પૂર્વાવસ્થામાં અજ્ઞાનથી કરેલી હિંસા, આજે મારા હૃદયને ખૂંચે છે. એક જીવની હિંસાથી પણ અનન્ત પાપકર્મ બંધાય છે તો પછી કસાઈ બનીને સેંકડો જીવની હિંસા કેમ જ કરી શકું? દેવી, તમારે પણ આ પશુઓની હિંસામાં રાજા થવા જેવું નથી. દેવ-દેવીઓ તો દયાનો પક્ષ કરનારા હોય. તમારે તો જીવહિંસા અટકાવવી જોઈએ. દેવી, મેં તો જીવહિંસા નહીં કરવાની પ્રતિજ્ઞા કરેલી છે. તમારે જે કરવું હોય તે કરી શકો છો. હું તો એક પણ જીવની હિંસા નહીં કરી શકું. પશુઓનો ભોગ ક્યારેય પણ નહીં આપી શકું.” (૧૦૨) સર્વજ્ઞ જેવા મૂરિદેવ Page #110 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળીને દેવી ક્રોધથી ધમધમી ઊઠી. તેણે કુમારપાલને ત્રિશૂલ માર્યું અને પલવારમાં અદશ્ય થઈ ગઈ. રાજાએ ઘીના દીવા પ્રગટાવ્યા. ત્રિશૂળનો ઘા જોયો. લોહી નહોતું નીકળ્યું, પરંતુ આખું શરીર “કોઢ' રોગથી વ્યાપ્ત થઈ ગયું હતું ! રાજાએ અરીસામાં જોયું... તો તે ચમકી ગયો... - નાક બેસી ગયું હતું, – કાન લબડી પડ્યા હતા, – આંગળીઓના નખ ઊખડી ગયા હતા, શરીર પર સફેદ ડાઘ પડી ગયા હતા અને એ ડાઘમાંથી રસી નીકળી રહી હતી. છતાં રાજાને દેવી ઉપર ક્રોધ ના આવ્યો. જીવદયાના ધર્મ ઉપર તિરસ્કાર ના થયો. રાજાએ વિચાર્યું: “આ સંસાર જ આવો છે. આ બધું કર્મોનું નાટક છે. પાપકર્મ ઉદયમાં આવે એટલે આવું બધું બની શકે...! છતાં મારે શા માટે મારી ચિંતા કરવી? મારી ચિંતા કરનારા મારા ગુરુદેવ બેઠા છે!” ગુરુદેવ યાદ આવતાં જ રાજા પોતાનું દુઃખ ભૂલી ગયા... અને શ્રીનવકારમંત્રના ધ્યાનમાં લીન થઈ ગયા. હજુ રાત બાકી હતી. રાજાએ મહામંત્રી ઉદયનને બોલાવ્યા. મહામંત્રીને બોલાવી લાવવા અત્યંત વિશ્વાસપાત્ર પુરુષને મોકલ્યો. રાજાને રાતની વાત સિવાય મહામંત્રી, કોઈને ય જાણવા જેવી ન હતી. કારણ કે બીજા લોકો જાણે તો ગેરસમજ ફેલાઈ જાય. જુઓ, મહારાજાએ અહિંસાધર્મ સ્વીકાર્યો. તેનું કેવું પરિણામ આવ્યું? રાજના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. માટે જિનેશ્વરોનો અહિંસાધર્મ પાળવા જેવો નથી. આવી ગેરસમજ ના ફેલાય તે માટે, ઉદયન મંત્રીને પોતાના મહેલના શયનખંડમાં બોલાવીને રાતની બધી વાત કરી. પોતાનું શરીર બતાવ્યું! રાજા તો કોટરોગ મટાડયો (૧૦૩) Page #111 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રી ઉદયનને ખૂબ દુ:ખ થયું. સાથે સાથે મહારાજાની દૃઢ ધર્મભાવના પ્રત્યે ખૂબ અહોભાવ પ્રગટ્યો. તેમણે કહ્યું : મહારાજા, આપના ઉપર થયેલા દેવી પ્રકોપને જોઈને મને અત્યંત દુઃખ થાય છે. પરંતુ આપની નિર્ભયતા અને પ્રતિજ્ઞાપાલનની દઢતા જોઈને ખૂબ જ હર્ષ થાય છે.” - કુમારપાલે કહ્યું : “મહામંત્રી, મારા શરીરે કોઢ રોગ નીકળ્યો, એની મને ચિંતા નથી... પરંતુ જ્યારે પ્રજાને ખબર પડશે ત્યારે જૈન ધર્મને લાંછન લાગશે ! મને એ વાતનું દુઃખ છે. પરધર્મીઓ બોલશેઃ જુઓ, રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો એનું ફળ તો જુઓ ! કોઢ નીકળ્યો કોઢ ! કુમારપાલ રાજાની જેમ જે શૈવધર્મ ત્યજી જૈન ધર્મ સ્વીકારશે એને આ જ જનમમાં મોટાં દુઃખ સહવાં પડશે. અમારા દેવની સેવાથી કોઢ વગેરે રોગો નાશ પામે છે, જ્યારે જિનેશ્વરની સેવાથી રોગો ન હોય ત્યાંથી આવીને ઉત્પન્ન થાય છે.” માટે મહામંત્રી, આપણા ધર્મદ્વિષીઓને આ ઘટનાની ખબર પડે, એ પહેલાં જ મારા આ શરીરને આગમાં હોમી દઉં...” મહામંત્રીએ કહ્યું : “મહારાજા, અગ્નિસ્નાન કરવાની કોઈ જરૂર નથી. આ પૃથ્વીના માથે આપ રાજા છો ત્યાં સુધી જ પૃથ્વી સૌભાગ્યવંતી છે. પ્રજા પણ ત્યાં સુધી જ ભાગ્યશાળી છે... આપનો દેહ કીમતી છે. મહારાજા, દરેક વ્રત-નિયમના અપવાદ હોય છે. આપના અહિંસા-વ્રતના પણ અપવાદો છે. આપ દેવીને પશુઓનું બલિદાન આપશો તોપણ આપનું વ્રત તૂટવાનું નથી. આત્મરક્ષા કરવા માટે પ્રતિજ્ઞા-ધર્મને જતો કરવો પડે તો કરી શકાય. શરીર સ્વસ્થ થાય એટલે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થઈ શકાય છે. દેવીના અતિ આગ્રહથી આપ પશુઓનું બલિદાન...” ના ના, મહામંત્રી, આ તમે શું બોલો છો ? હું કોઈ કાળે જીવોની હિંસા કરીશ નહીં કે કરાવીશ નહીં. આ શરીર તો ભવ-ભવે મળે છે... નથી મળતું માત્ર મોક્ષદાયક અહિંસાનું વ્રત ! મહામંત્રી, શરીર તો ક્ષણિક છે... દયાધર્મ શાશ્વત છે. શરીર ખાતર ધર્મનો ત્યાગ ૧૦૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ WWW.jainelibrary.org . Page #112 -------------------------------------------------------------------------- ________________ નહીં જ કરું. મેં જિનેશ્વરદેવની ભાવથી પૂજા કરી છે, હેમચન્દ્રસૂરિ જેવા ગુરુદેવના ચરણે જીવન સમર્પિત કર્યું છે અને દયામય ધર્મનું પાલન કર્યું છે... મારે કોઈ વાત અધૂરી રહી નથી. માટે જલ્દી જાઓ અને ગામ બહાર લાકડાંની ચિતા તૈયાર કરાવો. નહીંતર જો સવાર પડી જશે તો અનર્થ થઈ જશે...” મહામંત્રીએ કહ્યું : “મહારાજા, હું અલ્પ સમયમાં જ પાછો આવું છું...” એમ કહીને મહામંત્રી ઉદયન મહેલમાંથી નીકળીને સીધા હેમચન્દ્રસૂરિના ઉપાશ્રયે ગયા. ગુરુદેવને વંદના કરી અને કુમારપાલની રાત્રિની ઘટના કહી સંભળાવી. મહામંત્રી, રાજાની ધર્મદઢતા ગજબની છે. એને બળી મરવાની જરૂર નથી. તમે એક પ્યાલામાં ગરમ પાણી લાવો.' મહામંત્રી તુર્ત જ ગરમ પાણી લાવ્યા. ગુરુદેવે એ પાણીને અભિમંત્રિત કર્યું. “મહામંત્રી, જલ્દી રાજમહેલે જાઓ. આ પાણી રાજાના શરીર પર છાંટો. એનો કોઢ રોગ ચાલ્યો જશે. શરીર હતું એવું સારું થઈ જશે.” મહામંત્રી પાણી લઈને ઝડપથી રાજમહેલમાં ગયા. રાજાના કાનમાં કહ્યું : “ગુરુદેવે આ પાણી મોકલ્યું છે.' રાજાના સંપૂર્ણ શરીર પર પાણી છાંટ્યું... છાંટતાંની સાથે જ શરીર નિરોગી બની ગયું ! સૂર્યનો ઉદય થતાં જેમ અંધકાર દૂર થઈ જાય તેમ ! રાજા અત્યંત હર્ષ પામ્યો. મહામંત્રીને કહ્યું : “મહામંત્રી, ગુરુદેવની શક્તિ ખરેખર આશ્ચર્ય પમાડે એવી છે. આવા ઉગ્ર રોગને તેમણે પલવારમાં મટાડી દીધો... પેલી દુષ્ટ દેવી પર એમની દૃષ્ટિ પડે એટલી વાર છે. દૃષ્ટિ પડતાં જ એ દેવી શાન્ત થઈ જશે. ખરેખર, એ મહાનું ગુરુદેવની મારા ઉપર પરમ કૃપા વરસે છે. જેમ વાઘના મુખમાંથી હરણ બચે તેમ મૃત્યુના મુખમાંથી હું બચી ગયો છું.” પ્રભાત થઈ ગયું હતું. મહામંત્રીને વિદાય આપી, કુમારપાલ સ્નાનાદિથી પરવારી, ગુરુદેવનાં દર્શન-વંદન કરવા માટે નીકળ્યા. ગુરુદેવનાં દર્શન કરી તેઓ આનંદવિભોર થઈ ગયા. અંગ-અંગે રાજાનો કોટરોગ મટાડ્યો . ૧૦૫] Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ A MM IM *le ]]> caeel el}} & ae -P2163 ]h eh eles he se સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #114 -------------------------------------------------------------------------- ________________ રોમાંચ થઈ આવ્યો. હૈયું ગદ્ગદ થઈ ગયું. ‘ભગવન્, આજે મારા પર આપે જે ઉપકાર કર્યો છે, તે ઉપકારે તો હદ કરી નાંખી છે. આનો બદલો હું કેવી રીતે વાળી શકીશ ? આપે મને જે સદ્બોધ આપવાનો ઉપકાર કર્યો છે... તેના ઉપર આ ઉપકાર કળશ સમાન છે. ગુરુદેવ ! આ બધા મહાન્ ઉપકારોનો બદલો કેવી રીતે વાળીશ? પૂનમના ચન્દ્રની ચાંદનીથી આપના ચરણોને ધોઉં ? ગોશીર્ષ ચંદનના પ્રવાહીથી આપના ચરણો ઉપ૨ વિલેપન કરું ? દેવલોકના નંદનવનનાં પુષ્પો લાવીને આપના ચરણે ચઢાવું ? શું કરું, પ્રભુ ? જીવનપર્યંત શું આ બધા ઉપકારોને મારા માથે વહ્યા જ કરીશ ?’ ગુરુદેવના મુખ પર મીઠું સ્મિત રમતું હતું. તેઓએ કુમારપાલના મસ્તક પર હાથ મૂકીને કહ્યું : ‘કુમારપાલ, મારા કહેવાથી તું દેશમાં અને પરદેશમાં અહિંસાધર્મનો અદ્ભુત પ્રસાર કરી રહ્યો છે, તે શું નાનોસૂનો બદલો છે ? વળી, મેં તારા ઉપર એવા કેવા ઉપકાર કરી નાંખ્યા છે કે તું મારી આટલી બધી પ્રશંસા કરે છે ! તારા શ્રેષ્ઠ પુણ્યથી તારાં કષ્ટો દૂર થયાં છે. તારી અપૂર્વ ધર્મશ્રદ્ધાથી તારાં દુઃખો દૂર થયાં છે ! ઘોર આપત્તિના સમયે તેં તારું અહિંસાવ્રત સાચવ્યું છે ! આવી સ્થિતિમાં તો કોઈ મુનિ પણ કદાચ પોતાનું વ્રત ના સાચવી શકે ! કુમાર ! દાનની કસોટી દરિદ્રતામાં થાય છે, પરાક્રમની કસોટી યુદ્ધમાં થાય છે, અને વ્રતની કસોટી પ્રાણસંકટ સમયે થાય છે. તેં પ્રાણસંકટ આવવાં છતાં આર્હત ધર્મ છોડ્યો નથી, તેથી હું તને ‘પરમાર્હત’નું બિરુદ આપું છું.’ રાજાની આંખો હર્ષના આંસુથી ઊભરાઈ ગઈ.. ‘મારા લિંગા ધણી, આપના જેવા મારા પરમ રક્ષક છે... હું પરમ સૌભાગ્યશાળી છું... ભવોભવ હું આપનો દાસ રહીશ, ગુરુદેવને પ્રણામ કરી રાજા પોતાના નિવાસે ગયો. ગુરુદેવ...' રાજાનો કોઢરોગ મટાડ્યો ૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૬ દેશસરી બંધાવ્યાં! ગુરુદેવ હેમચન્દ્રસૂરિએ કુમારપાલને કહ્યું ઃ ‘રાજન્, દુનિયાના સર્વ જીવોનું કલ્યાણ ઇચ્છનારા જિનેશ્વર ભગવંતોનાં દેરાસરો બંધાવીને, આ મનુષ્યજીવનને સફળ કરવું જોઈએ. એવાં ભવ્ય અને કલાત્મક દેરાસરો બંધાવો કે જેમને જોતાંની સાથે જ લોકોને એ દેરાસરોમાં જવાની ઇચ્છા થાય. અને એવી નયનરમ્ય મૂર્તિઓ બનાવો, કે જે જિનમૂર્તિઓનાં દર્શન કરતાં લોકોનાં મન ઠરે, શાન્તિ પામે અને આનંદિત થાય.’ એવા સમયે ગુરુદેવે રાજાને ઉપદેશ આપ્યો કે જ્યારે રાજાને બીજાં કોઈ મોટાં કામ કરવાનાં ન હતાં... ગુરુદેવે મોટું કામ બતાવી દીધું ! રાજાને કામ ગમી ગયું ! રાજાએ મંદિરને બનાવનારા શિલ્પીઓને બોલાવ્યા અને કહ્યું : ‘તમારે પાટણ શહેરના મધ્ય ભાગમાં એક સુંદર દેરાસર બાંધવાનું છે અને એમાં નેમનાથ ભગવાનની મનોહર મૂર્તિ ઘડીને સ્થાપિત કરવાની છે.’ મુખ્ય શિલ્પીએ કહ્યું : ‘મહારાજા, આપને ગમી જાય એવું ભવ્ય અને રમ્ય દેરાસર બાંધી આપીશું.' રાજાએ કહ્યું : ‘મને જ ગમે એ ના ચાલે, મારા ગુરુદેવને પણ ગમ જોઈએ. તમે શિલ્પશાસ્ત્રના નિયમો મુજબ જો બાંધશો તો જ ગુરુદેવને ગમશે. તમે જાણો છો ને કે હેમચન્દ્રાચાર્ય કેવા મહાન જ્ઞાની છે !’ ‘હા જી, અમે જીણીએ છીએ એ મહાન્ જ્ઞાની ગુરુદેવને. તેઓ શિલ્પશાસ્ત્રમાં પણ પારંગત છે ! તેઓ પણ અમને ધન્યવાદ આપે એવું દેરાસર બાંધીશું !' રાજાએ રાજી થઈને એ જ વખતે શિલ્પીઓને હજારો રૂપિયાનું દાન આપી, એમને ઉત્સાહિત કર્યા. રાજાએ વાગ્ભટ્ટ મંત્રીને દેરાસર બંધાવવાની જવાબદારી સોંપી. ૧૦૮ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #116 -------------------------------------------------------------------------- ________________ કોષાધ્યક્ષને બોલાવીને સૂચના આપી : “દેરાસરના બાંધકામ માટે વાગભટ્ટ મંત્રી જેટલા રૂપિયા જયારે માગે તેટલા આપવા.' અને દેરાસરનું કામ શરૂ થઈ ગયું. નેમનાથ ભગવાનની સો ઇંચ ઊંચાઈવાળી મૂર્તિ ઘડાવાનું કામ પણ શરૂ થઈ ગયું ! એક વર્ષમાં દેરાસર તૈયાર થઈ ગયું. એક વર્ષમાં મૂર્તિ તૈયાર થઈ ગઈ. ગુરુદેવ હેમચન્દ્રસૂરિએ દેરાસરમાં, વિધિવિધાન સાથે મૂર્તિની પ્રતિષ્ઠા કરી. રાજાએ એ દેરાસરનું નામ આપ્યું : “ત્રિભુવનપાલ ચૈત્ય'. રાજા કુમારપાલના પિતાનું નામ હતું ત્રિભુવનપાલ ! પહેલું દેરાસર પિતાજીની સ્મૃતિમાં બંધાવ્યું. પ્રજાએ પિતૃભક્ત રાજાની ખૂબ પ્રશંસા કરી. એક દિવસ રાજાએ ગુરુદેવને કહ્યું : ગુરુદેવ, મારા બત્રીસ દાંતથી મેં ખૂબ માંસાહાર કરેલો છે. ઘણું પાપ કરેલું છે. પ્રભુ, એ પાપનું મને પ્રાયશ્ચિત્ત આપો.' - ગુરુદેવે કહ્યું : “કુમારપાલ, પાપોથી મુક્ત થવાની તમારી ભાવના પ્રશંસનીય છે. તમે ૩૨ દેરાસર બંધાવો...કારણ કે તમે ૩૨ દાંતથી માંસને ચાવ્યું છે !” રાજાએ ગુરુદેવનાં ચરણોમાં મસ્તક મૂકીને કહ્યું : તહરિ ગુરુદેવ, આપે આપેલું પ્રાયશ્ચિત્ત હું સ્વીકારું છું. ૩૨ દેરાસર જલ્દીથી જલ્દી બંધાવીશ. પરંતુ આ ૩૨ દેરાસરો કેવાં બંધાવવાં, એ અંગે માર્ગદર્શન આપવાની કૃપા આપે કરવી પડશે...” ગુરુદેવે કહ્યું : – બે દેરાસર સફેદ પથ્થરનાં બનાવવાં જોઈએ. – બે દેરાસર કાળા પથ્થરના બનાવવાં જોઈએ. – બે દેરાસર લાલ પથ્થરનાં બનાવવાં જોઈએ. - દેરાસરો બંધાવ્યાં છે ૧૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ - બે દેરાસર વાદળી પથ્થરનાં બનાવવાં જોઈએ. – સોળ દેરાસર પીળા રંગના પથ્થરનાં બનાવવાં જોઈએ. આ દેરાસરમાં તે-તે રંગની ચોવીશ તીર્થકરોની મૂર્તિઓ બનાવરાવીને સ્થાપિત કરવી જોઈએ.' રાજાને ક્યાં વાર લાગે એવી હતી ? શિલ્પીઓનો કાફલો ઊતરી પડ્યો પાટણમાં ! ચોવીશ દેરાસરો બાંધવાની જગા નક્કી થઈ ગઈ. નકશા તૈયાર થઈ ગયા. ખાણોમાંથી પથ્થરો આવવા લાગ્યા અને શુભ મુહૂર્તમાં કામ શરૂ થઈ ગયું. ચોવીશ દેરાસરોમાં ચોવીશ તીર્થકર ભગવંતોની મૂર્તિઓ સ્થાપિત થઈ ગઈ. પછી ચાર દેરાસરો શાશ્વત તીર્થકરોનાં બંધાવ્યાં. પહેલું ઋષભદેવનું, બીજુ ચન્દ્રાનનનું, ત્રીજું વારિફેણનું અને ચોથું વર્ધમાનસ્વામીનું. તે પછી જે ચાર દેરાસરો રાજાએ બંધાવ્યાં, તેમાં એક દેરાસરમાં રોહિણીદેવીની પ્રતિષ્ઠા કરી; બીજા દેરાસરમાં સમવસરણની રચના કરીને ભગવાન મહાવીરસ્વામીની ચાર દિશામાં ચાર મૂર્તિઓ સ્થાપિત કરી; ત્રીજા દેરાસરમાં સુંદર અશોકવૃક્ષની રચના કરી અને ચોથા દેરાસરમાં ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિની ચરણપાદુકા સ્થાપિત કરી. આ રીતે ૩૨ દેરાસરો બનાવીને, કુમારપાલે પાટણની શોભા ય વધારી અને પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત પણ પૂર્ણ કર્યું. એક દિવસની વાત છે. ગુરુદેવના ચરણો પાસે રાજા કુમારપાલ બેઠા છે. રાજા પોતાના અંગત જીવનની વાતો કરે છે. ગુરુદેવ શાંતિથી સાંભળે છે. રાજા પોતાના રઝળપાટની વાતો કરતાં કરતાં એક દુર્ઘટનાની વાત કહે છે : “પ્રભુ, સિદ્ધરાજના ભયથી છુપાતો-છુપાતો હું અરવલ્લીના પહાડોમાં પહોંચ્યો હતો. તારણગિરિના ડુંગર ઉપર એક ઘટાદાર વૃક્ષની નીચે બેઠો હતો. ખૂબ થાક્યો હતો, કંટાળેલો હતો...પરંતુ અચાનક, (૧૧૦) સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #118 -------------------------------------------------------------------------- ________________ ત્યાં એક દૃશ્ય જોયું... ને મારો થાક હું ભૂલી ગયો. કંટાળો પણ જતો રહ્યો ! વૃક્ષના પોલાણમાંથી એક ઉંદર બહાર આવ્યો. તેના મોંઢામાં ચાંદીનો સિક્કો હતો. તેણે એક જગાએ એ સિક્કો મૂક્યો અને પાછો દરમાં ગયો. થોડી જ વારમાં બીજો સિક્કો લઈને બહાર આવ્યો. તે સિક્કો પણ પહેલાંના સિક્કા પાસે મૂક્યો. ફરી એ દરમાં ગયો, ને ત્રીજો સિક્કો લઈને બહાર આવ્યો... આ રીતે એ ૩૨ સિક્કા બહાર લઈ આવ્યો. અને નાચવા લાગ્યો ! મને વિચાર આવ્યો : ઉંદર આ સિક્કાઓને શું કરશે ? એને આ સિક્કા કોઈ કામમાં આવવાના નથી. જ્યારે મારે તો ખૂબ કામમાં આવે આ સિક્કા !' મારી દરિદ્રતાએ મને એ ચાંદીના સિક્કા લઈ લેવા પ્રેરિત કર્યો. મેં વિચાર્યું કે આ ઉંદ૨ દ૨માં જાય એટલે સિક્કા લઈ લઉં !’ ઉંદર દરમાં ગયો. મેં સિક્કા લઈ લીધા ! ઉંદર દરમાંથી બહાર આવ્યો...તેણે સિક્કા ના જોયા એટલે ચારે બાજુ જોવા લાગ્યો...વૃક્ષની આસપાસ દોડવા લાગ્યો...પછી, ત્યાં પડેલા એક પથ્થર ઉપર માથું પછાડવા લાગ્યો...હું જોતો રહ્યો...ને એ મરી ગયો... ભગવંત, ઉંદરના મૃત્યુથી મારા દિલમાં ઘણું દુ:ખ થયું. મારા મનમાં થયું કે, ‘મેં આ ચાંદીના સિક્કા ના લીધા હોત તો સારું થાત... પરંતુ એ રાંડ્યા પછીનું ડહાપણ હતું...' ગુરુદેવ, આ પાપનું મને પ્રાયશ્ચિત્ત આપો. ગુરુદેવે કહ્યું : ‘કુમારપાલ, જે જગાએ ઉંદર મૃત્યુ પામ્યો હતો, એ જગાએ એક ભવ્ય દેરાસર બંધાવવું જોઈએ. એ જ પ્રાયશ્ચિત્ત છે.’ આજ પણ તારંગાના પહાડ ઉપર એ ભવ્ય દેરાસર ઊભેલું છે. તેમાં ભગવાન અજિતનાથની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. નવસો વર્ષ પછી પણ આ દેરાસર એ થાને સંભળાવી રહેલું છે. ગુજરાતના મહામંત્રી હતા ઉદયન મહેતા. દેરાસરો બંધાવ્યાં ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ તેમના એક પુત્રનું નામ હતું વાગ્ભટ્ટ. વાગ્ભટ્ટ પરાક્રમી હતા, બહાદુર યોદ્ધા હતા અને કુશળ સેનાપતિ હતા. રાજા કુમારપાલને વાગ્ભટ્ટ ઉપર અતિ વિશ્વાસ હતો. મોટા ભાગે તો વાગ્ભટ્ટ, રાજાના અંગરક્ષક જ બની રહેતા હતા. જેમ ઉદયન મંત્રી જિનેશ્વરદેવના ભક્ત હતા, તેમ વાગ્ભટ્ટ પણ જિનેશ્વરદેવના ભક્ત હતા. વાગ્ભટ્ટનું પોતાનું બંધાવેલું નાનું દેરાસર હતું. નાજુક અને કલાત્મક મંદિરમાં વાગ્ભટ્ટે, ચન્દ્રકાંતમણિની બનેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી હતી. આ ચન્દ્રકાંતમણિ, નેપાળ દેશના રાજાએ વાગ્ભટ્ટને ભેટ મોકલ્યો હતો. મંત્રીએ એ મણિની મૂર્તિ બનાવરાવી હતી ! એક દિવસ વાગ્ભટ્ટે કુમા૨પાલને કહ્યું : ‘મહારાજા, જ્યારે આપને ફાવે ત્યારે મારા દેરાસરે પધારવાની કૃપા કરો અને ભગવાન પાર્શ્વનાથનાં દર્શન કરો !' રાજાએ રાજી થઈને કહ્યું : ‘અવશ્ય આવીશ, કાલે જ આવીશ !' બીજા દિવસે દેવપૂજાનાં વિશુદ્ધ વસ્ત્ર પહેરીને, પૂજાની સામગ્રી સાથે કુમારપાલ રથમાં બેસીને વાગ્ભટ્ટની હવેલીએ આવ્યા. વાગ્ભટ્ટ તેમને દેરાસરમાં લઈ ગયો. કુમારપાલે દર્શન-પૂજન કર્યાં. એમને પ્રતિમા ખૂબ ગમી કઈ. બે હાથમાં પ્રતિમાજીને લઈને, કુમારપાલ પ્રતિમાને એકીટસે જોતા રહ્યા. રાજાને મૂર્તિ ખૂબ ગમી ગઈ ! તેમણે વાગ્ભટ્ટની સામે જોયું... ‘વાગ્ભટ્ટ !’ ‘જી, મહારાજા !' ‘આ મૂર્તિ મને ખૂબ ગમી ગઈ છે...’ ‘જી, મહારાજા !' ‘આ મૂર્તિ તું મને આપ. હું એક ભવ્ય દેરાસર બંધાવીને, એ દેરાસરમાં આ મૂર્તિની પ્રતિષ્ઠા કરું !' ‘મહારાજા, આપ સ્વીકાર કરો આ મૂર્તિનો. હું રાજી છું.’ સર્વજ્ઞ જેવા સૂરિદેવ ૧૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૪. ઉંદર દરમાં ગયો. મેં સિક્કા લઈ લીધા ! rodi - દેરાસરો બંધાવ્યાં ૧૧૩) Page #121 -------------------------------------------------------------------------- ________________ રાજાએ, તે પછી “કુમાર-વિહાર' નામનું ભવ્ય દેરાસર બંધાવ્યું અને એમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતની મૂર્તિની પ્રતિષ્ઠા ગુરુદેવ હેમચન્દ્રસૂરીશ્વરજીના વરદ હસ્તે કરવામાં આવી. એક દિવસ રાજાએ ગુરુદેવને કહ્યું : “ગુરુદેવ, મને એક વિચાર આવે છે કે ખંભાતમાં આપ મને મળ્યા અને આપે મારી પ્રાણરક્ષા કરી હતી. ખંભાતમાં આપે મને પ્રારંભિક વ્રત-નિયમો આપ્યા હતા. એની સ્મૃતિમાં એક દેરાસર ખંભાતમાં બંધાવું !” કુમારપાલ, ખંભાતમાં “અલિંગ' નામનો એક મહોલ્લો છે. ત્યાંનું દેરાસર અતિ જીર્ણ થઈ ગયું છે. જેનો જીર્ણોદ્ધાર કરાવવા જેવો છે.” “તહરિ ગુરુદેવ ! એ કામ શીઘ કરાવીશ અને એ દેરાસરમાં મૂલ્યવાન રત્નની પ્રતિમા સ્થાપિત કરીશ.' વાભટ્ટ ખંભાત આવ્યા. અલિંગના દેરાસરને જોયું. અતિ જીર્ણ દેરાસરનો ઉદ્ધાર કરવાના બદલે, નવું જ દેરાસર બનાવવાનો નિર્ણય કર્યો. મહારાજાને નિર્ણયની જાણ કરી. મહારાજાએ સંમતિ આપી. દેરાસરનું કામ ધમધોકાર ચાલુ થયું. બીજી બાજુ ભગવાન મહાવીર સ્વામીની રત્નમય પ્રતિમા ઘડાઈ ગઈ ! પૂજ્ય ગુરુદેવ ખંભાત પધાર્યા. રાજા કુમારપાલ પણ વિશાળ પરિવાર સાથે ખંભાત આવી ગયા. ખૂબ ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ ગઈ. જૈન ધર્મનો જયજયકાર થઈ ગયો. રાજા કુમારપાલે જેટલાં દેરાસરો બંધાવ્યાં, તે દેરાસરોમાં હંમેશાં પુષ્પપૂજા થાય, તે માટે દરેક દેરાસરને એક-એક બગીચો ભેટ આપ્યો. એ બગીચાઓનાં જે ફૂલો થતાં એ ફૂલો જિનેશ્વર ભગવાનની પૂજામાં ' વાપરવામાં આવતાં. કુમારપાલે પોતાના તાબાના અઢારે દેશોમાં દેવવિમાન જેવાં રમણીય અને ભવ્ય દેરાસરો બંધાવીને જૈન ધર્મનો ખૂબ ફેલાવો કર્યો. (૧૧૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #122 -------------------------------------------------------------------------- ________________ | ૧૭ આકાશમા શ્વમાં મંત્રી વાગભટ્ટના નાનાભાઈ આદ્મભટ્ટ. રાજા કુમારપાલને જેટલું માન વાળુભટ્ટ માટે તેટલું જ માન આદ્મભટ્ટ માટે ! આદ્મભટ્ટ લાટદેશના (ભરુચથી સૂરત સુધીનો પ્રદેશ) દંડનાયક હતા. લાટદેશની પ્રજાની સાર-સંભાળ રાખવાની જવાબદારી દંડનાયક આદ્મભટ્ટની હતી. તેઓ મોટા ભાગે પાટણમાં રહેતા હતા. તાજેતરમાં જ મહામંત્રી ઉદયનનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પિતાના અવસાનથી બંને પુત્રો વાગભટ્ટ અને આમ્રભટ્ટ દુ:ખી હતા. એ અરસામાં ભરૂચથી કેટલાક ભાવિક શ્રાવકો પાટણ આવ્યા અને દંડનાયક આમ્રભટ્ટને મળીને કહ્યું : ભરુચનું “સમડી-વિહાર' નામનું દેરાસર કે જેમાં શ્રી મુનિસુવ્રતસ્વામી બિરાજે છે, તે જીર્ણ થઈ ગયું છે. તેનો ઉદ્ધાર કરવો અતિ આવશ્યક છે.” આદ્મભટ્ટે કહ્યું : “મહાનુભાવો, એ દેરાસરનો જીર્ણોદ્ધાર વહેલામાં વહેલી તકે કરવામાં આવશે !” દંડનાયકના આશ્વાસનથી ખુશ થઈને શ્રાવકો પાછા ભરુચ ગયા. આદ્મભટ્ટે મોટાભાઈ વાગ્ભટ્ટને વાત કરી : “મોટાભાઈ, પિતાજીની ઇચ્છા હતી “સમડી-વિહાર'નો જીર્ણોદ્ધાર કરાવવાની. શત્રુંજય ગિરિરાજ ઉપરના ભગવાન આદિનાથ દેરાસરનો જીર્ણોદ્ધાર આપે કરાવીને, પિતાજીની એક ઇચ્છા આપે પૂરી કરી. “સમડીવિહાર'નો જીર્ણોદ્ધાર કરાવવાની ઈચ્છા પૂર્ણ કરવાની મને આજ્ઞા આપો.' મોટાભાઈએ નાનાભાઈને રજા આપી. રાજા કુમારપાલે પણ રજા આપી. આમ્રભટ્ટને ખૂબ આનંદ થયો. તેઓ પોતાની ધર્મપત્ની સાથે ભરુચ આવ્યા. ભરુચમાં તેમણે નિવાસ કર્યો. શિલ્પીઓને બોલાવીને - આકાશમાર્ગે ભરૂચમાં ૪ ૧૧૫) Page #123 -------------------------------------------------------------------------- ________________ કહ્યું : “આ મંદિર તોડીને, ફરીથી એ જ જગાએ નવું ભવ્ય દેરાસર બનાવવાનું છે. જેમ બને તેમ જલ્દી કામનો પ્રારંભ કરો.' દેરાસરનો પાયો ખોદાવા લાગ્યો. મજૂરો એ ઊંડે સુધી પાયો ખોદ્યો. ત્યાં એક આફત આવી પડી. ભરુચની ક્ષેત્રદેવી નર્મદા રોષે ભરાણી. અદશ્ય રહીને ઘોઘરા અવાજે બોલી : “તમે આટલો ઊંડો પાયો ખોદીને મારું અપમાન કર્યું છે. માટે આ પાયામાં તમને બધાને દાટી દઈશ.” મજૂરો આ અદશ્ય અવાજ સાંભળીને ગભરાઈ ગયા. એ લોકો કંઈ વિચારે, તે પહેલાં દૈવી શક્તિથી બધા મજૂરો એ ખાડામાં ફેંકાઈ ગયા. આખા ભરૂચ શહેરમાં આ દુર્ઘટનાની ખબર પડી. સર્વત્ર હાહાકાર વ્યાપી ગયો. હજારો સ્ત્રી-પુરુષો દોડી આવ્યાં. પાયાના ઊંડા ખાડામાં મજૂરોને દટાયેલા જોયા. સૌ વિચારવા લાગ્યા : “આ મજૂરોને કેવી રીતે બહાર કાઢવા ?' ત્યાં આદ્મભટ્ટ તેમની પત્ની સાથે દોડી આવ્યા. ત્યાં ઊભેલા મુખ્ય શિલ્પી પાસેથી બધી વિગત જાણી. તેમણે ગંભીરતાથી વિચાર કર્યો : દૈવી શક્તિ સામે લડવાનો કોઈ અર્થ નથી. નર્મદાદેવીને રીઝવીને કામ કઢાવી લેવું જોઈએ.' જે ખાડામાં મજૂરો દટાયેલા હતા, તે ખાડાના કિનારે ઊભા રહી, તેમણે મોટા અવાજે બોલીને પ્રતિજ્ઞા કરી. “જ્યાં સુધી મારા નિર્દોષ મજૂરો આ ખાડામાંથી જીવતા બહાર નહીં નીકળે ત્યાં સુધી મારે અન્ન અને પાણીનો ત્યાગ છે. ત્યાં સુધી હું આ જગાએ પરમાત્માના ધ્યાનમાં સ્થિર ઊભો રહીશ. અહીંથી એક પગલું પણ નહીં ભરું.” આમ્રભટ્ટની આ ઘોષણા સાંભળીને, એમનાં પત્નીએ પણ એ જ પ્રમાણે પ્રતિજ્ઞા કરી અને પતિની પાસે તેઓ પણ ધ્યાનસ્થ બની ગયાં. ભરુચની પ્રજા, આ બંનેની અપાર કરુણા જોઈને અને કઠોર પ્રતિજ્ઞા સાંભળીને દિંગ થઈ ગઈ. લોકોના ટોળેટોળાં ત્યાં આવવા લાગ્યાં. (૧૧૬ % સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #124 -------------------------------------------------------------------------- ________________ જેનું મન હરહંમેશ ધર્મધ્યાનમાં લીન રહે છે, એ મહાત્માના ચરણે દેવો પણ પોતાનાં મસ્તક નમાવે છે ! એવું જ થયું ! આમ્રભટ્ટ અને એમનાં પત્નીના ધર્મધ્યાનના પ્રભાવથી દેવી નર્મદાને ત્યાં આવવું પડ્યું. તે પ્રગટ થઈને બોલી : ‘હૈ દંડનાયક, જો તારે આ મંદિરનું નવનિર્માણ કરાવવાનું હોય અને તારા મજૂરોને જીવતા જોવા હોય તો મને બત્રીસલક્ષણા સ્ત્રીપુરુષનું બલિદાન આપ.' આપ્રભટ્ટ અને એમનાં પત્નીએ ધ્યાન પૂર્ણ કર્યું. આમ્રભટ્ટે તેમનાં પત્નીને કહ્યું : ‘પ્રિય, દેવી બલિદાન માગે છે. એક દંપતીનું એને બલિદાન જોઈએ છે !' પત્નીએ પૂછ્યું : હાથ, બલિદાન આપવાથી બધા મજૂરો ઊગરી જશે ખરા ?' ‘હા, દેવીએ વચન આપ્યું છે. તેને બલિદાન મળશે તો એ બધા મજૂરોને જીવતા બહાર આવવા દેશે અને મંદિરનું નવનિર્માણ થવા દેશે.’ ‘તો પછી આપ શું વિચારો છો ?' પત્નીએ પૂછ્યું. ‘તું તૈયાર હો તો આપણું જ બલિદાન આપીએ.’ ‘પ્રાણનાથ, હું પણ એ જ ઇચ્છું છું. જિનમંદિરના નવનિર્માણ માટે અને અનેકોની જિંદગીઓ બચાવવા માટે આપણું જીવન ખપમાં આવતું હોય તો એના જેવું રૂડું મોત બીજું કયું હોઈ શકે ?' પત્નીનું સત્ત્વ અને શહીદીની તૈયારી જોઈ આમ્રભટ્ટના રોમે-રોમ વિકસિત થઈ ગયા. આંખો હર્ષનાં આંસુઓથી ભરાઈ ગઈ. પતિ-પત્ની બંને ખાડામાં કૂદી પડવા તૈયાર થયા, ત્યાં રાજપુરુષોએ તેમને રોક્યા અને કહ્યું : ‘દંડનાયકજી, આપ બલિદાન ન આપો. અમે આપને આ રીતે મરવા નહીં દઈએ. આપના બદલે અમે બીજા કોઈ દંપતીનું બલિદાન આપીશું.' ‘ના, ના, એ નહીં બને. બલિદાન અમારે જ આપવાનું છે. આકાશમાર્ગે ભરુચમાં ૧૧૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ ખાડામાં પડેલા મજૂરોને ઉગારવાની જવાબદારી મારી છે. અમારા બદલે બીજા કોઈનુંય બલિદાન ના આપી શકાય. પતિ-પત્નીએ શ્રી નવકારમંત્રનું સ્મરણ કર્યું અને ખાડામાં એક સાથે કૂદી પડ્યાં. - ત્યાં ઊભેલાં સેંકડો સ્ત્રી-પુરુષો ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યાં. સ્ત્રીઓ ચીસ પાડી ઊઠી. પરંતુ થોડી વારમાં જ એક ચમત્કાર થયો. એક દિવ્ય અવાજ સંભળાયો : “નગરવાસીઓ, હું દેવી નર્મદા બોલું છું. આદ્મભટ્ટ અને એમનાં પત્નીનો મનુષ્ય-પ્રેમ અને પ્રભુભક્તિ જોઈને હું પ્રસન્ન થઈ છું. માટે તેમને તથા તેમના બધા મજૂરોને નવું જીવન આપું છું. તેઓ બધા જ ખાડામાંથી જીવતા બહાર આવશે.' અને ખરેખર આપ્રભટ્ટ, એમનાં પત્ની અને મજૂરો ખાડામાંથી બહાર આવવા લાગ્યા ! બધાં સારાં હતાં અને સહુના મુખ ઉપર પ્રસન્નતા હતી. નગરજનોએ હર્ષની કિકિયારીઓ કરી. જૈન ધર્મનો જયનાદ કર્યો અને મહોત્સવનાં મંડાણ કર્યા. દંડનાયક આઝભટ્ટે દેવીને ઉત્તમ ફળ-નૈવેદ્ય ચઢાવીને ખુશ કરી. દેરાસરનું કામ ઝડપથી ચાલું થયું. સેંકડો કારીગરો અને હજારો મજૂરો કામે લાગી ગયા. દંડનાયક તે સૌને સારું ખાવા-પીવાનું આપવા લાગ્યા. બધી સગવડતાઓ આપવા લાગ્યા. અને હજારો રૂપિયા આપવા લાગ્યા. દેરાસરનું કામ પૂરું થવા આવ્યું એટલે દંડનાયકે પાટણ જઈને પૂજ્ય ગુરુદેવને વિનંતી કરી : “ગુરુદેવ, ગુર્જરેશ્વરની સાથે આપ ભરૂચ પધારો અને નવા બંધાયેલા દેરાસરમાં ભગવાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠા કરો.” આચાર્યદેવ, રાજા કુમારપાલ અને હજારો સ્ત્રી-પુરુષોના સંઘ સાથે ભરૂચ તરફ પ્રયાણ કર્યું. ગામે-ગામના જૈનો સંઘમાં જોડાવા લાગ્યા. (૧૧૮ % સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #126 -------------------------------------------------------------------------- ________________ ભરુચમાં સમડી-વિહારનો જીર્ણોદ્ધાર થયો છે... અને એ નૂતન દેરાસરમાં ભગવાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠા કરાવવા આચાર્યદેવ અને મહારાજા કુમારપાલ સંઘ સાથે ભરુચ જઈ રહ્યા છે !” આખા ગુજરાતમાં વાયુવેગે આ વાત પ્રસરી ગઈ. ભરુચમાં પ્રભુ-પ્રતિષ્ઠામાં ઉત્સવ-મહોત્સવ મંડાણા. શુભ દિવસે આચાર્યદવે પ્રતિષ્ઠા કરાવી. મંદિરના શિખર ઉપર સોનાનો કળશ ચઢાવીને આમ્રભટ્ટ, વાજિંત્રોના નાદ સાથે નાચવા લાગ્યા. તેઓ અપૂર્વ હર્ષથી નૃત્ય કરવા લાગ્યા. મંદિરના શિખર ઉપરથી આમ્રભટ્ટે સોનાના અને ચાંદીના સિક્કાઓ વરસાવ્યા. સુંદર વસ્ત્રો વરસાવ્યાં. મોતી અને રત્નો વરસાવ્યાં ! રાજા કુમારપાલે આદ્મભટ્ટને કહ્યું : “અબડ, હવે નીચે આવ અને ભગવાનની આરતી કર.” અંબડ નીચે આવ્યો. મંદિરના દ્વારે ઊભેલા દ્વારપાલોને ઘોડાઓ ભેટ આપ્યા. રાજાની સાથે તેમણે મંદિરમાં પ્રવેશ કર્યો. - પહેલી આરતી રાજા કુમારપાલે ઉતારી. - બીજી આરતી આમ્રભટ્ટ ઉતારી. – ત્રીજી આરતી આમ્રભટ્ટની માતાએ ઉતારી. - ચોથી આરતી બહેનોએ અને પુત્રોએ ઉતારી. - પાંચમી આરતી સકલ સંઘે ઉતારી. આપ્રભટ્ટ, કુમારપાલની સાથે મંદિરમાંથી બહાર આવ્યા. યાચકોનાં મોટાં ટોળાં ઊમટેલાં હતાં. આમ્રભટ્ટે દાન આપવા માંડ્યું. જ્યારે બધા જ સિક્કાઓ ખલાસ થઈ ગયા ત્યારે આમ્રભટ્ટે પોતાના શરીર ઉપરથી અલંકારો ઉતારીને આપવા માંડ્યા. કુમારપાલે આપ્રભટ્ટનો હાથ પકડી લીધો ! આમ્રભટ્ટે રાજા સામે જોઈને પૂછ્યું : મને કેમ રોકો છો મારા નાથ ?' | આકાશમાર્ગે ભરૂચમાં રુ ૧૧૯) Page #127 -------------------------------------------------------------------------- ________________ આચાર્યદેવ અને શિષ્ય યશશ્ચંદ્ર અલ્પ સમયમાં જ ભરુચ જઈ પહોંચ્યા. વાત (૧૨૮) સર્વજ્ઞ જેવા સૂરિ Page #128 -------------------------------------------------------------------------- ________________ રાજાએ કહ્યું : ‘જ્યારે આ આભૂષણો અપાઈ જશે ત્યારે કદાચ તું તારું માથું પણ દાનમાં દઈ દે ! દાનશૂરા માણસો શું નથી આપતા ? માટે મેં તને રોક્યો ! મારે તારી ઘણી જરૂર છે, અંબડ !' મહારાજ કુમારપાલ, આમ્રભટ્ટને ‘અંબડ’ કહીને બોલાવતા. ઘરમાં પણ સહુ કોઈ ‘અંબડ' નામથી જ બોલાવતા. સ્તવન, ચૈત્યવંદન વગેરે ધર્મક્રિયાઓ પૂર્ણ થયા પછી, સહુ દેરાસરના રંગમંડપમાં આવ્યા. આચાર્યદેવે આમ્રભટ્ટને કહ્યું : ‘આ પૃથ્વી પર તમારા જેવા પુરુષો જન્મ લે છે ત્યારે કલિયુગ સતયુગ બની જાય છે. તમે સુકાઈ ગયેલા દાનધર્મના ઝરણાને વહેતું કરી દીધું ! એ ઝરણું આખી પૃથ્વી પર વહેતું રહો ! આવાં ભવ્ય સુકૃત કરતા રહો !' આચાર્યદેવે આમ્રભટ્ટને આશીર્વાદ આપ્યા. રાજા કુમારપાલ આમ્રભટ્ટને ભેટી પડ્યા. લોકોએ આચાર્યદેવનો જયજયકાર કરી દીધો. ગુરુદેવ અને કુમારપાલ વગેરે પાટણ પહોંચી ગયા. ગુરદેવ પાટણ પહોંચ્યા અને ભરુચમાં આમ્રભટ્ટ માંદગીમાં સપડાયા... .ભયંકર માંદગીમાં પડી ગયા. - - સ્નેહી-સ્વજનો અને રાજપુરુષો ગભરાઈ ગયા. વૈદોએ ઉત્તમ ઔષધોથી ઉપચાર કર્યા, પણ સારું ના થયું. માંત્રિકોએ મંત્ર-પ્રયોગો કર્યા, પણ સારું ના થયું. સ્નેહીજનોએ તીર્થયાત્રાની બાધાઓ કરી, વૃદ્ધ સ્ત્રીઓએ ગોત્રદેવીની બાધાઓ કરી, પૂજારીઓએ ડાકણ-શાકણોને બલિ-બાકળાઓ આપ્યા, છતાં દંડનાયકને સારું થયું નહીં. દંડનાયકનાં વૃદ્ધ માતાએ દેવી પદ્માવતીની આરાધના કરી. દેવી પદ્માવતી પ્રગટ થપાં. તેમણે કહ્યું : આકાશમાર્ગે ભરુચમાં ૧૨૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ ‘ગુરુદેવ હેમચન્દ્રસૂરિ જ સારું કરી શકે એમ છે. આ પ્રબળ દૈવી ઉપદ્રવ છે. તેને ગુરુદેવ જ શાન્ત કરી શકશે.' દેવી અદશ્ય થઈ ગઈ. માતાએ બે પુરુષોને પાટણ મોકલ્યા. તેમણે પૂજ્ય ગુરુદેવને બધી વાત કરી. ગુરુદેવે ગંભીર વિચાર કરીને, ભરુચ જવાનું નક્કી કર્યું. આચાર્યદેવે, પોતાના શિષ્ય યશશ્ચંદ્રને સાથે લઈ આકાશમાર્ગે પ્રયાણ કર્યું. અલ્પ સમયમાં જ તેઓ ભરુચ જઈ પહોંચ્યા. સીધા તેઓ આમ્રભટ્ટની હવેલીએ ગયા. આમ્રભટ્ટ બેભાન પડેલા હતા. માતા પદ્માવતીએ આચાર્યદેવનું સ્વાગત કર્યું. તેઓને પાટ ઉપ૨ બિરાજમાન કર્યા. આચાર્યદેવ ધ્યાનસ્થ થયા. તેઓએ યોગબળથી જાણી લીધું કે ‘આ દૈવી ઉપદ્રવ છે'. ધ્યાન પૂર્ણ કરીને તેઓએ યશશ્ચન્દ્રને કહ્યું : ‘આ બધો ઉપદ્રવ વ્યંતર દેવીઓનો છે. તે મિથ્યાર્દષ્ટિ છે. દંડનાયકે આ દેરાસર બંધાવ્યું, તેથી આ દેવીઓ રોષે ભરાણી છે.' યશશ્ચંદ્ર મંત્રવિદ્યામાં પારંગત હતા. તેઓ ગુરુદેવની વાત સમજી ગયા. તેમણે આમ્રભટ્ટની માતાને કહ્યું : ‘મધ્યરાત્રિના સમયે ફળ, પુષ્પ, નૈવેદ્ય આદિ બલિ આપીને કોઈ ધીર-વીર પુરુષને અમારી પાસે ઉપાશ્રયે મોકલજો. અમે અત્યારે ઉપાશ્રયે જઈએ છીએ.’ આમ્રભટ્ટનાં માતાએ હા પાડી. ગુરુદેવ ઉપાશ્રયે પધાર્યા. મધ્યરાત્રિના સમયે સૂચના મુજબ બલિનો થાળ લઈને એક પુરુષ ઉપાશ્રયે આવી ગયો. ગુરુદેવે યશશ્ચંદ્રને કહ્યું : ‘આપણે અહીંથી સીધા સૈંધવી દેવીના મંદિર તરફ જવાનું છે.' માર્ગમાં શું શું કરવાનું છે, તે યશશ્ચંદ્રને સમજાવી દીધું. યશશ્ચંદ્રે પેલા માણસને, કે જેનું નામ રણમલ હતું, તેને કહ્યું : સર્વજ્ઞ જેવા સૂરિદેવ ૧૨૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ મારી પાસે જ ચાલજે. જરાય ગભરાયા વિના ચાલજે.' ‘મહારાજ, તમે કહેશો તો કાળિયા ભૂત સાથે લડીશ ! હું રાક્ષસથી ય ડરતો નથી !' રણમલે પોતાની લાંબી મૂછો ઉપર હાથ ફેરવ્યો. યશશ્ચંદ્રના મુખ પર સ્મિત રમી ગયું. નગરના કિલ્લાનો દરવાજો આવ્યો. ચોકીદારે ગુરુદેવને જોયા. તે ગુરુદેવનાં પગમાં પડ્યો. યશશ્ચંદ્રે ઇશારાથી દરવાજો ખોલવા કહ્યું. ચોકીદારે દરવાજાની બારી ખોલી. ત્રણે જણા બહાર નીકળી ગયા. ચોકીદારે બારી બંધ કરી. બહાર નીકળતાં જ યશશ્ચંદ્રે એક ભયાનક દૃશ્ય જોયું. આકાશમાર્ગે ભરુચમાં ૧૨૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ ઠાકણીનૅ વશ કરી ચકલાઓનું ટોળું અને અતિ કર્કશ અવાજ ! ગુરુદેવ આદિ ત્રણેને એ ટોળાએ ઘેરી લી. તુર્ત જ યશશ્ચંદ્ર મુનિએ રણમલને કહ્યું : બલિ-બાકળા ઉછાળ !” રણમલે બલિ-બાકળા આકાશમાં બે મુકી ભરીને ઉછાળ્યા...ચકલાઓનું ચોળું અદશ્ય થઈ ગયું. આગળ ચાલ્યા. થોડુંક ચાલ્યા અને હૂક...હૂક કરતા પીળા મોઢાવાળા વાંદરાઓનું ટોળું સામે મળ્યું ! વાંદરાઓ ઘેરી વળે એ પહેલાં જ યશશ્ચંદ્ર રણમલને કહ્યું : “રણમલ, મારા હાથમાં ચોખા આપ.” રણમલે ચોખા આપ્યા. યશશ્ચંદ્ર એ ચોખાને મંત્રાથી મંતરીને વાંદરાઓ ઉપર ફેંક્યા. વાંદરાઓ અદશ્ય થઈ ગયા. હવે તેઓ સેંધવી દેવીના મંદિર તરફ ઝડપથી ચાલ્યા. મંદિર થોડુંક જ દૂર હતું, ત્યાં મોટા યમરાજ જેવા બિલાડાઓનું જંગી ટોળું સામે આવતું જોયું. યશચંદ્ર રણમલને કહ્યું : “રણમલ, લાલ રંગનાં ફૂલો, આ બિલાડાઓ સામે ફેંક !' રણમલે ફેંક્યાં... ને બિલાડાઓ જાણે હવામાં ઓગળી ગયા ! દેવીના મંદિરની સામે આવીને ત્રણે ઊભા રહ્યા. આચાર્યદેવે દેવીના મંદિરના તોરણ આગળ ઊભા રહી સૂરિમંત્ર'નું ધ્યાન કર્યું. યશશ્ચંદ્ર મુનિ બોલ્યા : “હે દેવી, મોટા મોટા અસુરો જેમના પગની રજ પોતાના માથે ચઢાવે છે તે આ હેમચસૂરિનો આદરસત્કાર કર. તારા મહાન પુણ્યનો ઉદય છે, કે આવા લોકોત્તર પુરુષ તારા અતિથિ બન્યા છે. !” ત્યાં અદશ્ય રહેલી દેવીનું અટ્ટહાસ્ય સંભળાયું. ધરતી ધ્રૂજી ઊઠી. મંદિર ધણધણી ઊઠ્યું. પરંતુ ગુરુ-શિષ્યનું રૂંવાડુંય ના ફરક્યું. રણમલ પણ અડીખમ ઊભો હતો. દેવી પ્રગટ થઈ. રૌદ્ર-ભયંકર રૂપ કર્યું. લાંબી લાંબી જીભ કાઢી, આચાર્યદિવની સમક્ષ ચાળા કરવા લાગી. (૧૨૪૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ) WWW.jainelibrary.org Page #132 -------------------------------------------------------------------------- ________________ સિંધવી દેવી ભયભીત થઈને ઊછળી ઊછળીને સીધી આચાર્યદેવના પગમાં પડી. ડાકણોને વશ કરી ૧૨૫) Page #133 -------------------------------------------------------------------------- ________________ આચાર્યદવ તો ધ્યાનમાં લીન હતા. પરંતુ યશશ્ચંદ્ર મુનિએ ત્રાડ પાડીને દેવીને કહ્યું: “હે દુષ્ટ દેવી, તું મારા ગુરુદેવનું અપમાન કરે છે? મારી શક્તિની શું તને ખબર નથી? હું તને શાન્તિથી સમજાવું છું એટલે તું આ બધા ચાળા કરે છે? શું તું અમને ડરાવે છે? તો હવે જોઈ લે મારો ચમત્કાર...” યશશ્ચંદ્ર મુનિએ બે પગ પહોળા કર્યા. બે હાથ કમર ઉપર ટેકળ્યા. અને મોઢેથી મોટો હું.. હું... હું...કરતો હુંકારો કર્યો. આખું મંદિર ધ્રુજવા લાગ્યું. બીજો હુંકારે કર્યો અને મંદિરમાં રહેલી બધી દેવીઓ તંભિત થઈ ગઈ. જાણે ચિત્રમાં ચીતરેલી ના હોય ! મુનિએ ત્રીજો હુંકારો કર્યો...કરતાંની સાથે જ સેંધવી દેવી ભયભીત થઈને ઊછળી ઉછળીને સીધી આચાર્યદેવના પગમાં પડી. થરથર ધ્રૂજતી દેવી બે હાથ જોડીને આજીજી કરવા લાગી : “હું આપનાં ચરણોની દાસી છું. આપ કહો તે કરવા તૈયાર છું...” યશશ્ચંદ્ર મુનિએ કહ્યું : “તારી જે દેવીઓએ આપ્રભટ્ટને સંમોહિત કર્યા છે, તે દેવીઓથી આમ્રભટ્ટને મુક્ત કર અને સૂરિદેવની સેવા કર.” સેંધવી દેવી બોલી : “મુનિરાજ, એ દેવીમોએ આપ્રભટ્ટના શરીરના અંદરથી સેંકડો ટુકડા કરી નાંખ્યા છે. હવે છોડવાનો શો અર્થ છે? છોડાવ્યા પછી પણ આભટ્ટ જીવશે નહીં.” મુનિરાજે કહ્યું : “દેવી, આ તારી ચાલબાજી છે. પરંતુ હું તારી ચાલબાજી જાણું છું. જ્યાં સુધી આપ્રભટ્ટ તારી દેવીઓના સકંજામાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તું અહીંથી છૂટી નહીં શકે.' સેંધવી દેવી ગભરાઈ ગઈ. જાણે કે લોઢાની સાંકળોથી બંધાઈ ગઈ હોય... અને કોઈ એને કરવતથી કાપતું હોય, તેવી ઘોર વેદનાથી ચીસો પાડવા લાગી. ત્યાં યશચંદ્ર સિંહનાદ કર્યો. ધરતી ધ્રૂજી ઊઠી. આખું ભરુચ જાગી ગયું... “શું થયું? શું થયું ?” બોલતા લોકો ઘરની બહાર નીકળી ૧૨૬ % સન જેવા રિટેલ Page #134 -------------------------------------------------------------------------- ________________ આવ્યા. સહુ ગભરાઈ ગયા. આદ્મભટ્ટને વળગેલી શાકણો પણ ડરી ગઈ. તે બધી દોડીને સેંધવી દેવીની પાસે આવી.. ત્યાં આવતાં જ યશશ્ચઢે તે બધી ડાકણોને મંત્રશક્તિથી બાંધી લીધી. ત્યાંથી જરાય ખસી ન શકે, એ રીતે જમીન સાથે ચોટાડી દીધી. યશશ્ચંદ્રે કહ્યું: ‘રે દુઓ, તમે આઝભટ્ટને સતાવવાનું બંધ કરો, નહીંતર હું તમને છોડીશ નહીં.' ડાણોના શરીરમાં એકસાથે હજાર-હજાર ભાલા ભોકાતા હોય, તેવી ઘોર વેદના થવા લાગી. તેમની આંખો ભયથી વ્યાકુળ થઈ ગઈ. યશશ્ચંદ્રના ભયથી થરથર કંપવા લાગી. યશશ્ચંદ્ર ગર્જના કરતાં પૂછ્યું : “બોલો ડાકણો, શું વિચાર છે તમારો? આદ્મભટ્ટને મુક્ત કરવા છે કે નહીં ?'. રોતી-કકળતી ડાકણોએ કહ્યું : “હે મુનિરાજ, મને ક્ષમા કરો. અમે તમારા ભક્ત આમભટ્ટને છોડી દઈએ છીએ. પરંતુ પહેલાં અમને મુક્ત કરો...' “ના રે ના, તમે મને છેતરી ના શકો. તમારા જેવી ડાકણો પર હું વિશ્વાસ ના કરું. પહેલાં આદ્મભટ્ટને મુક્ત કરો. તમને આટલું દુઃખ થાય છે તો આદ્મભટ્ટને કેટલું દુઃખ થતું હશે ? હજુ માની ઓ...નહીંતર નરકની વેદના અહીં જ સહેવી પડશે...જમીન પર માથાં પછાડી-પછાડીને મરી જશો.” “મુનિવર, અમારી વેદનાનો પાર નથી...હવે અમે આદ્મભટ્ટને મુક્ત કરીએ છીએ. આ આચાર્યદેવનું શરણ લઈએ છીએ.. કૃપા કરીને અમને મુક્ત કરો.” અરે ડાકણો, તમારે આવા પરોપકારી પુરુષનું રક્ષણ કરવું જોઈએ કે ભક્ષણ ? તમે જૈન ધર્મના દયાધર્મને માનો. આ ગુરુદેવની સેવા કરો...જાઓ, તમને મુક્ત કરું છું.” બધી દેવીઓ આચાર્યદેવના પગે પડી. સેંધવી દેવી પણ આચાર્યદેવના પગે પડી. જૈન ધર્મને સ્વીકાર્યો. બધી દેવીઓ પોત-પોતાના સ્થાને ચાલી ગઈ...કે તુર્ત આદ્મભટ્ટ | ડાકણોને વશ કરી ર૧૨૭) Page #135 -------------------------------------------------------------------------- ________________ ભાનમાં આવ્યા. તેમની બધી જ વેદના શાન્ત થઈ ગઈ. યશશ્ચંદ્ર રણમલને કહ્યું : “રણમલ, હવે બધાં જ ફળ અને નૈવેદ્ય સેંધવી દેવીને ધરાવી દે ! પછી આપણે ઉપાશ્રયે જઈએ.” રણમલે દેવીની આગળ થાળ મૂકી દીધો. આચાર્યદેવ, યશશ્ચંદ્ર મુનિ અને રણમલ ત્રણે ક્ષેમકુશળ ઉપાશ્રય પાછા આવ્યા. રણમલે યશશ્ચંદ્રને કહ્યું : “ગુરુદેવ, મને તમારો શિષ્ય બનાવો.. ને આવી મંત્ર-વિદ્યાઓ મને આપો...કે હું પણ આવાં પરોપકારનાં કામ કરી શકુ !” ગુરુદેવે તેને આશીર્વાદ આપ્યા. તે પોતાના ઘેર ગયો. આદ્મભટ્ટ પોતાની માતા અને પત્ની સાથે, સવારે આચાર્યદેવની પાસે આવ્યા. વંદના કરી. આદ્મભટ્ટ તો ગુરુદેવના ખોળામાં મસ્તક મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આમ્રભટ્ટના મસ્તકે હાથ ફેરવતાં ગુરુદેવે કહ્યું : “અબડ, શાન્ત થા. આવું બધું તો ચાલ્યા કરે. દૈવી ઉપદ્રવ શાંત થઈ ગયો છે.” ‘ગુરુદેવ, મારા માટે આપને પાટણથી અહીં સુધી દોડવું પડ્યું... આપને મેં કટલી બધી તકલીફ આપી ? મને દુઃખ આ વાતનું છે.” “અંબડ, હું તારી ખાતર નથી આવ્યો. તું ઉદયન મહામંત્રીનો પુત્ર છે, માટે નથી આવ્યો...હું આવ્યો છું જિનશાસનના એક સુભટની રક્ષા માટે ! તું મારા જિનશાસનનો અજોડ યોદ્ધો છે ! દુનિયામાં જિનશાસનનો વિજયધ્વજ ફરકાવનાર છે...અનેક જીવોને અભયદાન આપનાર છે. માટે હું આકાશમાર્ગે અહીં આવ્યો છું. હવે અહીંથી પદયાત્રા કરીને પાછો પાટણ જઈશ.” આમ્રભટ્ટનાં વયોવૃદ્ધ માતા પદ્માવતીએ કહ્યું : “ગુરુદેવ, તમે મારા પરિવાર પર પરમ ઉપકાર કર્યો છે. જમરાજ પાસેથી મને મારો પુત્ર પાછો લાવીને આપ્યો છે...ભવોભવ હું તમારો ઉપકાર નહીં ભૂલું.' આચાર્યદેવે કહ્યું : “માતાજી, હું તમારો ઉપકાર નથી ભૂલ્યો ! તમારી ગોદમાં બેસાડીને તમે યંગદેવને હેતથી ખવડાવેલું છે...વત્સલ્યનું અમૃત પિવડાવેલું છે. એ દિવસો મને આજે પણ યાદ છે. મહામંત્રી ૧૨૮ સર્વજ્ઞ જેવા સૂરિદેવ. Page #136 -------------------------------------------------------------------------- ________________ ઉદયનને હું પિતાતુલ્ય માનતો હતો.' સર્વજ્ઞ જેવા સૂરિદેવના મુખેથી આ શબ્દો સાંભળીને આમ્રભટ્ટ અને એમનાં પત્ની ગદગદ થઈ ગયાં. માતા પદ્માવતીએ આચાર્યદેવનાં ઓવારણાં લીધાં. આચાર્યદેવે કહ્યું : “માતાજી, અમે આજે ને અત્યારે જ પાટણ તરફ પ્રસ્થાન કરીશું. હવે તમે સહુ નિશ્ચિત રહેજો. ભગવાન મુનિસુવ્રતસ્વામી તમારી રક્ષા કરો.” રાજા કુમારપાલને ખબર ન હતી કે આચાર્યદેવ વિહાર કરીને શા માટે અને ક્યાં ગયા છે ! જયારે આચાર્યદેવ પાટણ પધાર્યા, ત્યારે કુમારપાલ વંદન કરવા માટે ઉપાશ્રયે આવ્યા. વંદન કરીને પૂછ્યું : ‘ગુરુદેવ, અચાનક જ વિહાર કરી ગયા હતા ? મને જાણ પણ ના કરી ?' ભરુચથી સંદેશો આવ્યો માતા પદ્માવતીનો ! આમ્રભટ્ટને દૈવી ઉપદ્રવ થયો હતો. તુર્ત જ પહોંચવું પડે એમ હતું. એટલે આકાશ મા, ભરુચ જવું પડ્યું !” પહેલેથી છેલ્લે સુધી બધી વાત રાજાને કરી. કુમારપાલના આશ્ચર્યનો પાર ન રહ્યો. રાજાએ યશશ્ચંદ્ર મુનિનાં દર્શન કર્યા...ધારી-ધારીને એ મંત્રસિદ્ધ મુનિવરને જોયાં. રાજાનો ગુરુદેવ પ્રત્યેનો ભક્તિભાવ હજારગણો વધી ગયો. આવા ગુરુદેવની છત્રછાયામાં રાજા અને પ્રજા નિય અને નિશ્ચિત રહે, એમાં આશ્ચર્ય શાનું? કુમારપાલે ગુરુદેવની ભાવપૂર્ણ પ્રશંસા કરી. આમ્રભટ્ટના ભાઈ વાગભટ્ટ પણ ભાવવિભોર બની ગુરુદેવના ચરણોમાં આળોટી પડ્યા. આચાર્યદેવની કીર્તિને ચાર ચાંદ લાગી ગયા ! * , ડાકણોને વશ કરી ડા કરી. ક્સ [ ૧ ૨૯ ૧૨૯) Page #137 -------------------------------------------------------------------------- ________________ જ ૧૯ 'કKE મા શશીઢ ભવિષ્યવાણી ગુરુદેવ હેમચન્દ્રસૂરિ રાજા કુમારપાલને કહે છે : રાજનું, શત્રુંજય તીર્થનું ધ્યાન કરવાથી હજારો વર્ષોનાં પાપ નાશ પામે છે. એ તીર્થની યાત્રા કરવાની પ્રતિજ્ઞા લેવાથી લાખો વર્ષોનાં પાપ બાળી જાય છે. એ તીર્થ તરફ પ્રયાણ કરવાથી કરોડો વર્ષોનાં પાપ ધોવાઈ જાય છે. એ તીર્થક્ષેત્રમાં પ્રવેશતાં આત્મા નિર્મળ બની જાય છે. હે પરમાત, એ તીર્થક્ષેત્રમાં બિરાજતી પ્રભુપ્રતિમાનાં દર્શન-પૂજન અને સ્તવન કરવાથી દેવ બનવાનું પુણ્ય-કર્મ બંધાય છે અને ભક્તિભાવ જો તીવ્ર બની જાય તો બધાં કર્મો નાશ પામી જાય અને આત્માની મુક્તિ થઈ જાય ! માટે તીર્થયાત્રા કરવી જોઈએ. સર્વ ધર્મકાર્યોમાં તીર્થયાત્રા, શ્રેષ્ઠ ધર્મકાર્ય છે !' રાજાએ પૂછ્યું : “ગુરુદેવ, તીર્થયાત્રા શ્રેષ્ઠ ધર્મકાર્ય શાથી ?' ગુરુદેવે કહ્યું : “કુમારપાલ, તીર્થયાત્રામાં બીજાં બધાં જ શુભ કાર્યો સમાઈ જાય છે ! તીર્થયાત્રામાં મનુષ્ય... - દાન આપે છે, શીલ આપે છે, – તપ કરે છે ને શુભ વિચારો કરે છે, - અસત્ય બોલતો નથી, ચોરી કરતો નથી, – પગે ચાલે છે ને દયા પાળે છે ! માટે તને કહું છું કે તીર્થયાત્રા શ્રેષ્ઠ ધર્મકાર્ય છે. આવું ધર્મકાર્ય કરવું જોઈએ અને કરાવવું જોઈએ. એટલે કે હજારો સ્ત્રી-પુરુષોને સાથે લઈ જઈને તેમને તીર્થયાત્રા કરાવવી જોઈએ ! રાજાના મનમાં તીર્થયાત્રા કરવાની ભાવના જાગી. તેમણે ગુરુદેવને પૂછ્યું : ગુરુદેવ, એવી તીર્થયાત્રામાં આપ પણ સાથે પધારશોને ? એ કાળે જે યોગ્ય હશે તે પ્રમાણે કરીશું ! મારી પણ ભાવના તીર્થયાત્રા કરવાની છે જ.” ૧૩૦) સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #138 -------------------------------------------------------------------------- ________________ ‘તો પછી ગુરુદેવ, યાત્રા-પ્રયાણનો શુભ દિવસ, શુભ મુહૂર્ત મને આપો. એ દિવસે આપણે અહીંથી પ્રયાણ કરીશું.' ‘રાજ, આ તીર્થયાત્રામાં સાથે આવવા માટે ગુજરાતમાં વિચરતા જૈનાચાર્યોને આમંત્રણ આપવાં જોઈએ. તમારા મિત્ર રાજાઓને અને આજ્ઞાંકિત રાજાઓને પણ આમંત્રણ મોકલવાં જોઈએ. પાટણના અને અન્ય શહેરોના મુખ્ય મુખ્ય શ્રેષ્ઠીઓને બોલાવવા જોઈએ. રાજ્યમાં ઢંઢેરો ફેરવવો જોઈએ કે જે કોઈ સ્ત્રી-પુરુષને શત્રુંજય તીર્થની યાત્રા માટે આવવાની ભાવના હોય તે સર્વેને મહારાજા કુમારપાલનું ભાવભર્યું આમંત્રણ છે.' રાજાએ આમંત્રણો પાઠવ્યાં. રાજાએ રાજ્યભરમાં ઢંઢેરો ફેરવ્યો. પાટણમાં જિનભક્તિના મહોત્સવ મંડાણા. સાધર્મિકોને ભોજન માટે આમંત્રણ પાઠવ્યાં. જેલોમાંથી કેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા. વાગ્ભટ્ટ મંત્રીને અને આમ્રભટ્ટ મંત્રીને, સંધયાત્રાની સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી. સેંકડો રથ અને પાલખીઓ શણગારવામાં આવી. હજારો હાથી અને ઘોડાઓ શણગારવામાં આવ્યા. જેમ જેમ યાત્રાના પ્રયાણનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ પ્રજાજનોનાં અને રાજપરિવારનાં હૈયાં હેલે ચડ્યાં ! ચારે બાજુ ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું. સર્વત્ર હેમચન્દ્રસૂરિ અને કુમારપાલના ગુણગાન થવા લાગ્યા. આમંત્રણ મળતાં, રાજાઓ આવ્યા. આમંત્રણ મળતાં શ્રેષ્ઠીઓ આવ્યા. – શ્રીમંતો આવ્યા અને ગરીબો આવ્યા. પુરુષો આવ્યા. સ્ત્રીઓ આવી, બાળકો આવ્યાં ! પાટણમાં માનવ-મહેરામણ ઊભરાણો ! સચોટ ભવિષ્યવાણી ૧૩૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ રંગમાં ભંગ પડ્યો. ગુપ્તચરોએ આવીને મહારાજા કુમારપાલને કહ્યું : “મહારાજા, રાજા કર્ણ વિશાળ સૈન્ય લઈને ગુજરાત તરફ ધસી આવે છે. ત્રણ દિવસમાં એ પાટણમાં સીમાડે પહોંચી શકે !” - કુમારપાલને રાજા કર્ણનો ભય ન હતો. આવા સો કર્ણ આવે.. તો ય કુમારપાલ પહોંચી વળે એવા હતા, પરંતુ એમને ચિંતા થઈ તીર્થયાત્રાની ! રાજા કર્ણી, કુમારપાલની ગેરહાજરીનો લાભ ઉઠાવી લેવા જ આ આક્રમણ યોજના બનાવી હતી. કર્ણ પરાક્રમી રાજા હતો. એની પાસે શૂરવીર યૌદ્ધાઓ હતા. હજારો હાથી-ઘોડા હતા. કુમારપાલે ગુરુદેવનું માર્ગદર્શન લેવાનો નિર્ણય કર્યો. જો એ કર્ણ સાથે યુદ્ધ કરવા જાય તો તીર્થયાત્રા બંધ રાખવી પડે. તીર્થયાત્રા કરવા જાય તો રાજા કર્ણ ગુજરાત જીતી લે ! કુમારપાલ ઉપાશ્રયે પહોંચ્યા. વાગભટ્ટ મંત્રી સાથે હતા. ગુરુદેવને વંદના કરી, કહ્યું : “ગુરુદેવ, આપની સાથે મારે એકાંતમાં મહત્ત્વની વાત કરવી છે.' ઉપાશ્રયમાં એક ખંડમાં બંને ગયા. કુમારપાલે કહ્યું : “ગુરુદેવ, ગુપ્તચરો હમણાં સમાચાર લાવ્યા છે કે રાજા કર્ણદેવ ગુજરાત પર ચઢી આવે છે. બે-ત્રણ દિવસમાં જ એ પાટણના દરવાજા ખટખટાવશે. જો આપણે આવતી કાલે અહીંથી તીર્થયાત્રા માટે પ્રયાણ કરી જઈએ તો એ રાજા મારા રાજ્યને ધમરોળી નાંખશે. જો એની સામે યુદ્ધ કરવા જાઉં તો યુદ્ધ લંબાશે... કારણ કે એકબે દિવસમાં જીતી શકાય એવો આ રાજા નથી. ઉત્તર તરફના રાજયનો એ રાજા છે. પરાક્રમી છે. જો યુદ્ધ લંબાય તો તીર્થયાત્રા બંધ રાખવી પડે...તો બહારથી રાજાઓ અને પ્રજાજનોને નિરાશ થઈને પાછા જવું પડે.. ગુરુદેવ, કેવું વિપ્ન આવી પડ્યું ? મારા શુભ મનોરથના મહેલ પર જાણે વીજળી પડી...' ૧૩૨ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #140 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવ આંખો બંધ કરીને સાંભળી રહ્યા હતા. કુમારપાલ બોલી રહ્યા હતા. ગુરુદેવ, મારા કરતાં તો આ વાગ્યભટ્ટ જેવા શ્રેષ્ઠીઓ વધુ પુણ્યશાળી છે કે તેઓ સુખપૂર્વક સંઘ લઈને તીર્થયાત્રા કરી શકે છે... કરાવી શકે છે... સંઘપતિ બની શકે છે ! હું અભાગી છું ગુરુદેવ, મારા શુભ મનોરથનું કુમળું વૃક્ષ દુર્ભાગ્યે બાળી નાંખ્યું.' કુમારપાલની આંખોમાં આંસુ ધસી આવ્યાં. ગુરુદેવે આંખો ખોલી. રાજા સામે જોયું. ગુરુ-શિષ્યની દૃષ્ટિ મળી. ગુરુદેવ બોલ્યા, કુમારપાલ, સ્વસ્થ બનો. ધીર બનો. તીર્થયાત્રાના પ્રયાણનું મુહૂર્ત બાર પ્રહર પછી છે. (એક પ્રહરના ત્રણ કલાક) એ મુહૂર્ત સંઘ પ્રયાણ કરશે જ. અને એ પહેલાં આવેલું વિપ્નનું વાદળ વિખેરાઈ જશે !” - કુમારપાલે રૂમાલથી આંખો લૂછી નાંખી. તેમને ગુરુદેવ પર અપાર શ્રદ્ધા હતી ! ગુરુદેવનાં વચનો સાંભળીને તેમને આશ્ચર્ય થયું! શોક દૂર થઈ ગયો. દ્વિધા નાશ પામી ગઈ ! નિરાશા નાસી ગઈ ! પરંતુ એક જિજ્ઞાસાને હૃદયમાં સંતાડીને, રાજા અને મંત્રી મહેલમાં આવ્યા. “કેવી રીતે વિપ્ન ટળી જશે ? ગુરુદેવ કોઈ ચમત્કાર કરશે ? કર્ણ રાજા પાછો વળી જશે ? ગુરુદેવ પોતાના યોગબળથી નવું સૈન્ય બનાવીને કર્ણ સામે લડવા મોકલશે? કર્ણના વિચારો બદલી નાંખશે? શું કરશે ગુરુદેવ ? પરંતુ ગુરુદેવને પૂછવાનું તો હતું જ નહીં ! રાહ જોવાની હતી ! બાર પ્રહાર પહેલાં વિઘ્ન ટળી જવાનું હતું... ત્યાં સુધી ધર્મધ્યાન કરવાનું હતું. સંઘપ્રયાણની તૈયારીઓ ચાલુ રાખવાની હતી !” આઠ પ્રહર વીતી ગયા હતા. પ્રભાતનો સમય હતો. મહારાજા મહેલના ઝરૂખામાં બેઠા-બેઠા સ્વાધ્યાય કરતા હતા. વીતરાગ સ્તોત્ર અને મહાદેવ સ્તોત્ર એ બે | સચટ ભવિષ્યવાણી ૧૩૩) સચોટ ભવિષ્યવાણી ૧૩૩. Page #141 -------------------------------------------------------------------------- ________________ : ૧ / ક - S : W 'iialm *III ) એનો હાર જ એના માટે ગળાનો ફાંસો બની ગયો ! TES** BI, " (૧૩૪ % સર્વજ્ઞ જેવા સુરિદેવ Page #142 -------------------------------------------------------------------------- ________________ સ્તોત્રનો સ્વાધ્યાય કર્યા પછી જ તેઓ દાતણ કરતા હતા. ત્યાં મહેલમાં ગુપ્તચરોએ પ્રવેશ કર્યો. મહારાજને પ્રણામ કરી, નિવેદન કર્યું. “મહારાજ, અમે રાજા કર્ણની સેનામાં ઘૂસી ગયા હતા. ગઈ રાત્રિએ ઘેરો ઘાલવાનો કર્ણરાજાનો નિર્ણય હતો. એટલે રાત્રિના પ્રથમ પ્રહરમાં જ તેણે પાટણ તરફ પ્રયાણ કરેલું. કર્ણ પોતાના શ્રેષ્ઠ હાથી પર બેઠો હતો. હાથી તીવ્ર ગતિથી ચાલતો હતો. મધ્યરાત્રિના સમયે કર્ણરાજાને ઊંઘ આવી ગઈ. એ ઊંઘમાં હતો ત્યારે એક મોટા વૃક્ષની ડાળીમાં, એના ગળાનો હાર ભરાઈ ગયો ! હાથી ચાલતો રહ્યો ને કર્ણરાજા એ વૃક્ષની ડાળે લટકી ગયા. એનો હાર જ એના માટે ગળાનો ફાંસો બની ગયો ! કર્ણ રાજાનું મૃત્યુ થયું. તુર્ત જ સેના આગળ વધતી અટકી ગઈ. સેનાપતિએ ડાળ ઉપર લટકી રહેલા રાજાના મૃતદેહને નીચે ઉતાર્યો. સર્વે સૈનિકોએ રાજાને માન આપ્યું. પછી ત્યાં જ લાકડાંની ચિતા રચીને, રાજાના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરી, સેના પાછી ફરી ગઈ...અને અમે અહીં આવ્યા.’ સમાચાર સાંભળી કુમારપાલ સ્તબ્ધ થઈ ગયો... તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા : ‘ગુરુદેવની આગાહી સાચી પડી... વિઘ્નનું વાદળ વીખરાઈ ગયું.’ અલબત્ત, જે રીતે કર્ણરાજાનું મૃત્યુ થયું, તેથી કુમારપાલને આઘાત લાગ્યો. જલ્દી-જલ્દી પરવારીને કુમારપાલ વાગ્ભટ્ટ મંત્રીની સાથે ઉપાશ્રયે ગયા. ગુરુદેવને વંદના કરી, વિનયથી ગુરુદેવની સામે બેસીને, રાજાએ રાત્રિનો વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી પૂછ્યું : ‘ગુરુદેવ, શું આપે આપના દિવ્યજ્ઞાનમાં રાજા કર્ણનું આવું કરુણ મૃત્યુ જોયું હતું ?' ગુરુદેવના મુખ પર સ્મિત રમતું હતું ! દરેક પ્રશ્નના જવાબ ના હોય ! ગુરુદેવ મૌન રહ્યા. સચોટ ભવિષ્યવાણી ૧૩૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ અને વાગભટ્ટ, બંને ગુરુચરણોમાં નમી પડ્યા. ગુરુદેવે કહ્યું, “રાજનું, બીજા પ્રકારના પ્રારંભે સંઘનું પ્રયાણ કરવાનું છે... બધી તૈયારીઓ પૂર્ણ થઈ છેને ?' વાભટ્ટે કહ્યું : “ગુરુદેવ, બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. નગરમાં ઉત્સાહનો સાગર ઊછળી રહ્યો છે.' રાજાએ અને પ્રજાએ પગે ચાલીને યાત્રા કરી. પગમાં પગરખાં પણ ના પહેર્યા. શત્રુંજય અને ગિરનાર, બંને તીર્થોની યાત્રા કરીને, કરાવીને, કુમારપાલ ધન્ય બની ગયા. (૧૩૪ ] | ૧૩૬ સર્વજ્ઞ જેવા દિવસ સવજ્ઞ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૨૭. બાદશાહનું અપહરણ કર્યું || પાટણ જૈન સંઘની અને રાજા કુમારપાલની વિનંતીથી ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિ પાટણમાં ચાતુર્માસ કરવા પધાર્યા હતા. આચાર્યદેવે પહેલા જ દિવસે વ્યાખ્યાનમાં કહ્યું : “ચાતુર્માસમાં શ્રાવકોએ એક ગામ-નગરમાં જ રહેવું જોઈએ, કારણ કે વરસાદના દિવસોમાં નાના-નાના જીવો ઘણા જન્મે. ઘરમાં જન્મ અને માર્ગમાં કે જન્મે. ગામમાં જન્મ અને જંગલમાં ય જન્મે. પગે ચાલીને જવાથી કે વાહનમાં બેસીને જવાથી એ જીવો મરી જાય. તમારા હૃદયમાં જીવદયાનો ધર્મ વસેલો હોય તો તમારે ચાતુર્માસમાં મુસાફરી ના કરવી જોઈએ.' આ ઉપદેશ સાંભળીને મહારાજા કુમારપાલે ઊભા થઈને, બે હાથ જોડીને, મસ્તક નમાવીને, ગુરુદેવને કહ્યું : “ગુરુદેવ, મને પ્રતિજ્ઞા આપો, હું ચાતુર્માસમાં પાટણની બહાર નહીં જાઉં. પાટણમાં પણ દેરાસરે અને ઉપાશ્રયે જ જઈશ. એ સિવાય કોઈ સ્થળે ફરવા નહીં જાઉં.” રાજાએ પ્રતિજ્ઞા લીધી. પ્રજાજનોએ પણ પ્રતિજ્ઞા લીધી. આવી મહાન પ્રતિજ્ઞાની પ્રશંસા દેશ-વિદેશમાં થવા લાગી. ગામેગામ કુમારપાલનાં ગીતો ગવાવા લાગ્યાં. વાત પહોંચી ઈરાન-દેશમાં. બાદશાહ મહમદે વિચાર કર્યો : “ચોમાસાના દિવસોમાં જો હું ગુજરાત ઉપર ચઢાઈ કરું તો કુમારપાલ યુદ્ધ કરવા નહીં આવે. તે પાટણની બહાર જ નહીં નીકળે. હું સરળતાથી ગુજરાત ઉપર વિજય મેળવીશ.” આમે ય ગુજરાત જેવા સમૃદ્ધ રાજય પર વિજય મેળવવાની મહમદની ઇચ્છા તો હતી જ. એણે તક ઝડપી લીધી. બાદશાહનું અપહરણ કર્યું ૧૩૭) Page #145 -------------------------------------------------------------------------- ________________ વિશાળ સેના લઈને તેણે ઝડપથી ગુજરાત તરફ પ્રયાણ કર્યું. મહમદે પોતાના ગુપ્તચરો પાસેથી નિકટના રસ્તાઓ જાણી લીધા હતા. એકાદ મહિનામાં તો રાજા મહમદ ગુજરાતના સીમાડે આવી પહોંચ્યો. ગુજરાજના સીમાડાઓ ઉપર કુમારપાલના ચોકી-પહેરા હતા. મારતે ઘોડે બે સૈનિકો પાટણ પહોંચ્યા. રાજમહેલમાં જઈને સૈનિકોએ કુમારપાલને નિવેદન કર્યું મહારાજા, મુસલમાન રાજા મહમદ મોટી સેના લઈને ગુજરાતના સીમાડા સુધી આવી ગયો છે. એ હજારો યોદ્ધાઓ સામે અમે સો-બસો રક્ષક સૈનિકો ટકી શકીએ એમ નથી. એ રાજાને અમે રોકી શકીએ એમ નથી.” “તમે સારું કર્યું કે મને વેળાસર સાવધાન કર્યો. તમે જરાય ચિંતા ના કરશો. હું યોગ્ય બંદોબસ્ત કરું છું.' કુમારપાલે એ બે સૈનિકોને વિદાય કર્યા. એમને નિશ્ચિત કરનાર રાજા સ્વયં ચિંતામાં પડી ગયા ! પાટણની બહાર નહીં જવાની ભારે પ્રતિજ્ઞા છે...હું યુદ્ધ કરવા નહીં જઈ શકું...અને મારા સિવાય મારી સેના યુદ્ધમાં એ બળવાન રાજાને હરાવી શકશે નહીં. અને જો હું યુદ્ધ ના કરું તો એ દુષ્ટ રાજા મારી પ્રજાને મારી નાંખે અને રાજયને લૂંટી લે... તો શું કરું?” રાજા મૂંઝાયા. તરત તેમને ગુરુદેવ યાદ આવ્યા. એ જ ક્ષણે તેઓ ગુરુદેવ પાસે પહોંચ્યા. ગુરુદેવને વિધિસહિત વંદના કરી. મહાનુભાવ, તમારા મુખ ઉપર ચિંતાઓની રેખાઓ દેખાય છે. શું વાત છે ?' ગુરુદેવે પૂછ્યું. હા જી ! સાચી વાત છે આપની. મારે તો એક બાજુ નદી છે ને બીજી બાજુ વાઘ છે !” રાજાએ ગુરુદેવને બધી વાત કરી. ગુરુદેવે આંખો બીડીને શાન્તિથી બધી વાત સાંભળી. (૧૩૮ % સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #146 -------------------------------------------------------------------------- ________________ બાદશાહનું અપહરણ કર્યુ SPECSSDA Mengur જેના કારણે તું ચિંતાતુર બનેલો છે. જે ગુજરાત પર ચઢી આવ્યો છે. 3+F+F7637lo ne e jeef ૧૩૯) Page #147 -------------------------------------------------------------------------- ________________ વાત પૂરી થઈ. ગુરુદેવે આંખો ખોલીને રાજા સામે જોયું. “રાજનું, ચિંતા છોડી દો. તમારા હૃદયમાં ધર્મ વસેલો છે. એ ધર્મ જ તમારી રક્ષા કરશે. તમારા ગુજરાતની રક્ષા કરશે. એક કામ તમારે કરવાનું છે.” “ભગવદ્, આપ કહો તે કરવા તૈયાર છું.' “આજે રાતે તમારે અહીં મારી પાસે રહેવાનું છે.' આપની આજ્ઞા માથે ચઢાવું છું, ભગવન્ રાજાએ ગુરુદેવના ચરણોમાં ભાવભરી વંદના કરી. તેઓ ચિંતાથી મુક્ત થયા. તેમને ગુરુદેવ ઉપર અપાર શ્રદ્ધા હતી. નિશ્ચિત બનીને તેઓ મહેલે ગયા. પાટણના જે ઉપાશ્રયમાં આચાર્યદેવ રહેલા હતા, તે ઉપાશ્રયની વચ્ચે મોટો ચોક હતો. ઉપર આકાશ અને નીચે ધરતી ! નક્કી કર્યા મુજબ રાત્રિના સમયે કુમારપાલ ઉપાશ્રયમાં આવી ગયા હતા. ઉપાશ્રયના ચોકની પાસે જ ગુરુદેવની સામે તેઓ બેઠા હતા. ગુરુદેવ ઉત્તરદિશા તરફ બેઠા હતા. પદ્માસન લગાવીને તેઓ બેઠા હતા. ઊંડા ધ્યાનમાં નિમગ્ન થયા હતા. કુમારપાલની દષ્ટિ ગુરુદેવ ઉપર જચી હતી અને આકાશ તરફ જતી હતી. અજવાળી રાત હતી. આકાશમાં એકેય વાદળ ન હતું. ૧૦ મિનિટ, ૨૦ મિનિટ... ૩૦ મિનિટ... અને આકાશમાં એક સુંદર પલંગ દેખાયો... પલંગ ધીરે ધીરે ઉપાશ્રયની ઉપર આવ્યો. રાજા આશ્ચર્ય પામ્યા... એમની આંખો પહોળી થઈ ગઈ ! પલંગ ધીરે ધીરે ઉપાશ્રયના ચોકમાં ઊતર્યો. રાજા ઊભા થઈ ગયા. ઈન્દ્રના પલંગ જેવો સુંદર પલંગ હતો. પલંગમાં એક સશક્ત પુરુષ સૂતેલો હતો. (૧૪૦) સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #148 -------------------------------------------------------------------------- ________________ તેના ગળામાં રત્નોનો હાર હતો. ગુરુદેવનું ધ્યાન પૂર્ણ થયું હતું. કુમારપાલે ગુરુદેવના ચરણ પકડી લીધી. પૂછ્યું : “ભગવનું, આ કોણ ?' ગુરુદેવના મુખ પર સ્મિત રેલાઈ ગયું, “કુમાર, આ એ જ બાદશાહ મહમદ છે જે ગુજરાત પર ચઢી આવ્યો છે...જેના કારણે તું ચિંતાતુર બનેલો છે ! એ એની છાવણીમાં સૂતો હતો, ત્યાંથી પલંગ સાથે... ઊંઘતો જ એને અહીં લઈ આવ્યો છું !” કેવી રીતે, ભગવદ્ ?” યોગશક્તિથી.” અદૂભુત! અદ્ભુત !” કુમારપાલ હર્ષથી નાચી ઊઠ્યા. ત્યાં તો બાદશાહ જાગી ગયો. આંખો ચોળીને ચારે બાજુ જોવા લાગ્યો. અરે, મારી છાવણી ક્યાં ગઈ? મારી સેના ક્યાં ગઈ ? હું ક્યાં છું ? અહીં હું કેવી રીતે આવ્યો ?' બાદશાહ બોલી ઊઠ્યો. તેણે આચાર્યદેવને અને કુમારપાલને જોયા...તેણે પૂછ્યું : “તમે કોણ છો ?” ગુરુદેવે કહ્યું : “મહમદ ! તું પાટણમાં છે ! અને તારી સામે જે આ પરાક્રમી પુરુષ ઊભો છે એ ગુજરાતનો લાડીલો રાજા કુમારપાલ છે !' કુમારપાલનું નામ સાંભળતાં જ મહમદના મોઢા પર કરચલીઓ પડી ગઈ. તે પલંગ પરથી નીચે ઊતરી પડ્યો. બે હાથ જોડી થર થર ધ્રૂજતો તે કુમારપાલ સામે જોઈ રહ્યો. કુમારપાલ રોષથી ધમધમી ઊઠ્યા હતા... રે દુષ્ટ બાદશાહ, તું બદ ઈરાદાથી ગુજરાત ઉપર ચઢી આવ્યો... પરંતુ આ મારા સમર્થ ગુરુદેવે તારા બધા મનસૂબા ઉપર હીમ જેવું પાણી રેડી દીધું છે. તેઓ જ તને તેમના યોગબળથી અહીં ઉડાડીને લઈ આવ્યા છે. હવે ફરીથી તું ક્યારેય ગુજરાત સામે નજર ના કરે, એવી તને હું સજા કરીશ. તું તારા ખુદાને યાદ કરી લે...” મહમદ પાસે એકેય શસ્ત્ર ન હતું, એકેય નોકર ન હતો. તે અસહાય હતો. તેણે કરુણામૂર્તિ ગુરુદેવને જોયા, એમના ચરણોમાં ઢળી બાદશાહનું અપહરણ કર્યું ૧૪૧) Page #149 -------------------------------------------------------------------------- ________________ પડ્યો... ગદ્ગદ સ્વરે બોલ્યો, ગુરુદેવ, મારી મોટી ભૂલ થઈ... મારી રક્ષા કરો...' ગુરુદેવે કહ્યું : “બાદશાહ, તે પહાડ જેવડી મોટી ભૂલ કરી છે. તું કુમારપાલની અગાધ શક્તિને જાણતો નથી.” બાદશાહ બોલ્યો : “હું કબુલ કરું છું ગુરુદેવ, મેં મોટી ભૂલ કરી. જેના માથે આપના જેવા ખુદાના અવતારનો હાથ હોય...એને મારા જેવો પામર મનુષ્ય કેવી રીતે જીતી શકે ?” - કુમારપાલે કહ્યું : “શું તે મારી પ્રચંડ સેનાનાં અપૂર્વ પરાક્રમો નહોતાં સાંભળ્યા? મારી યુદ્ધકુશળતાની વાતો નહોતી જાણી?” જાણી હતી ગુજરશ્વર, પરંતુ તમે ચાતુર્માસમાં યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા કરી છે. એ જાણીને હું ચઢી આવ્યો. વગર યુદ્ધ ગુજરાતનું વૈભવશાળી રાજ્ય મેળવી લેવાની લાલચથી આવી ગયો. મને ક્ષમા કરો રાજેશ્વર. અને મને પાછો મારી છાવણીમાં પહોંચાડી દો. મારા સૈનિકો મને અને મારા પલંગને નહીં જુએ... તો ચિંતામાં પડી જશે.' કુમારપાલે ત્રાડ પાડી : “અરે દુષ્ટ, શું તને હું અહીંથી જીવતો જવા દઈશ ? તારા જેવા દુર્જન ઉપર વિશ્વાસ ના કરાય. અપરાધીને સજા કરવી જ જોઈએ. હું તારો વધ કરીશ.” કુમારપાલ બાદશાહ તરફ ધસી ગયા. ગુરુદેવ બોલ્યો : “કુમારપાલ, બાદશાહે તારું શરણ લીધું છે. તારી સાથે એને દોસ્તી બાંધવી છે. એનો વધ ના કરાય. એને હું અભયદાન આપું છું.' કુમારપાલે કહ્યું : “ભગવન્, આ યવનરાજાઓ જરાય વિશ્વાસ કરવા લાયક નથી. વચનભંગ કરવામાં કે વિશ્વાસભંગ કરવામાં તેઓ પાપ માનતા નથી. ઉપકારીના ઉપકારોને તેઓ ક્ષણવારમાં ભૂલી જાય છે. આવા દુષ્ટો ઉપર દયા કરવાનો કોઈ અર્થ નથી.' ગુરુદેવે બોલ્યા : “રાજનું, આપણે બાદશાહનું હૃદયપરિવર્તન કરીશું. તમારે એની પાસેથી જે કબૂલાત લેવી હોય તે લઈ લો. એ જરૂર એનું પાલન કરશે.' (૧૪૨ ૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #150 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ ગુરુદેવની આજ્ઞાને માથે ચઢાવે જ ! તેમણે મહમદને કહ્યું : ‘બાદશાહ, જો તું તારા દેશમાં વર્ષના છ મહિના અહિંસા પળાવવાનું વચન આપે, આ ગુરુદેવ પાસે પ્રતિજ્ઞા લે તો જ હું તને છોડીશ. મારું આ જ કાર્ય છે. હું ચાહું છું કે પૃથ્વી પર કોઈ જીવહિંસા ના કરે. મહમદ, જીવોની રક્ષા કરવી, એ જ સાચો ધર્મ છે. જો તું મારી વાત માનીશ તો તારું અને તારા દેશની પ્રજાનું કલ્યાણ થશે. તારે જો તારા સ્થાને જવું હોય, મુક્તિ મેળવવી હોય તો મારી આ વાત માનવી પડશે. નહીંતર મારી જેલમાં તારે જિંદગી પૂરી કરવી પડશે. તારી જે ઇચ્છા હોય તે કહી દે.' મહમદ માટે બીજો કોઈ ઉપાય જ ન હતો. તેણે કુમા૨પાલની વાત સ્વીકારી. પોતાના કરતાં વધારે બળવાનની વાત માનવી જ પડે ! ત્યાં બીજો વિચાર કરવાથી કંઈ ના વળે ! કુમારપાલે કહ્યું : ‘મહમદ, હવે તું મારો મહેમાન ! ચાલ મારા મહેલમાં. તને ત્રણ દિવસ રાખીશ. અમારી મહેમાનગતિ તને જીવનપર્યંત યાદ રહેશે.' મહમદે કહ્યું : ‘રાજેશ્વર, જીવનભર આ ગુરુદેવ યાદ રહેશે...જીવનભર આ દુ:સાહસ યાદ રહેશે...અને જીવનભર ગુર્જરેશ્વરની દયા યાદ રહેશે.’ પ્રભાતે, કુમારપાલે પોતાની સાથે જ મહમદને રથમાં બેસાડ્યો અને રાજમહેલમાં લઈ ગયો. સ્નાન-ભોજન વગેરે દૈનિક કૃત્યોથી પરવારીને કુમારપાલે મહમદને ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિનો પરિચય આપ્યો. તે સાંભળીને મહમદ ઠેંગ થઈ ગયો. ‘ગુર્જરેશ્વર, જે દેશમાં આવા ગુરુદેવો વસતા હોય અને તમારા જેવા મહાન પરાક્રમી રાજા રાજ્ય કરતા હોય, તે દેશનાં સુખ-વૈભવો અને ધર્મભાવના વધે જ. જે દેશમાં કોઈ મનુષ્ય માથાની જૂને પણ ના બાદશાહનું અપહરણ કર્યુ ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ મારી શક્તો હોય એ દેશમાં રાજાની આજ્ઞાનું કેવું અદ્ભુત પાલન ! અને, તમારા જેવા સમ્રાટ રાજા, ગુરુના ચરણોમાં બેસીને રોજેરોજ ઉપદેશ સાંભળે, ગુરુની એકે-એક આજ્ઞા માને... તો ગુજરાતમાં જ જોયું !' મહમદ સાથે કુમારપાલે ઘણી વાતો કરી... ધર્મની વાતો કરી અને પોતાની રાજનીતિની વાતો કરી. ત્રણે દિવસ મહમદે ગુરુદેવ હેમચન્દ્રસૂરિની મુલાકાતો લીધી, અને જૈન ધર્મના ઉપદેશ સાંભળ્યા. જતી વખતે મહમદે જ કહ્યું : ‘ગુરુદેવ, મારા રાજ્યમાં પ્રતિવર્ષ છ મહિના જીવહિંસા નહીં થવા દઉં. આપની આજ્ઞાનું પાલન કરીશ.' કુમારપાલે મહમદને સુંદર રથ આપ્યો. ભાવભરી વિદાય આપી. સાથે, પચીસ બુદ્ધિશાળી અને બળવાન રાજપુરુષોને મોકલ્યા. તેમને કહ્યું : ‘તમે મહમદ સાથે એના દેશમાં જજો. ત્યાં થોડા દિવસ રહી પાછા આવજો.’ પાટણમાં ચોરે ને ચૌટે મહમદની જ વાત ચાલતી રહી. મહમદના પલંગને જોવા ઉપાશ્રયમાં લોકોનાં ટોળેટોળાં આવવા લાગ્યાં. ગુરુદેવે કરેલા ચમત્કારની વાતોએ, પ્રજામાં ગુરુદેવ પ્રત્યે ખૂબ પ્રેમભાવ વધારી દીધો. મહમદે પોતાના મલકમાં જઈને ઢંઢેરો પિટાવ્યો. ‘વર્ષમાં છ મહિના કોઈએ પણ જીવહિંસા કરવાની નથી. જે કોઈ જીવહિંસા કરશે તેને મૃત્યુની સજા થશે.' પછી બાદશાહે, કુમારપાલ માટે ખૂબ ભેટ-સોગાતો ગુજરાતના રાજપુરુષોને આપીને, ભાવભરી વિદાય આપી. આ રીતે મુસલમાનના દેશમાં પણ કુમારપાલે અહિંસાધર્મનો પ્રચાર કરાવ્યો. ૧૪૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧ ધશ્રદ્ધાની શ્રમદ્ભાશ | ગુરુદેવના હૃદયમાં જિનેશ્વરદેવ વસતા હતા. ગુરુદેવની જીભ ઉપર દેવી સરસ્વતી વસતાં હતાં ! ગુરુદેવે કેટલા બધા ગ્રંથો લખ્યાં ! ઘણા-ઘણા વિષયો ઉપર ગ્રંથો લખ્યા... ગુરુદેવની પ્રેરણાથી રાજા કુમારપાલ પણ સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ભણ્યા. સંસ્કૃત ભાષા પર સારું પ્રભુત્વ મેળવ્યું. કુમારપાલે સંસ્કૃત ભાષામાં કાવ્યોની રચના કરી. એટલું જ નહીં, ગુરુદેવ જે કોઈ ગ્રંથ લખે, તે ગ્રંથને સાતસો લહિયાઓ પાસે લખાવતા હતા. સોનાની શાહીથી ગ્રંથો લખાવ્યા. ચાંદીની શાહીથી ગ્રંથો લખાવ્યા. અને કાળી શાહીથી પણ ગ્રંથો લખાવ્યા ! ગ્રંથો લખવા માટે કાશ્મીરથી ખાસ કાગળ મંગાવવામાં આવતા ! એ કાગળોના પ્રમાણસર ટુકડા કરવામાં આવતા. પછી એના ઉપર, ચારે બાજુએ ચિત્રકામ કરવામાં આવતું. લહિયાના અક્ષર એટલે મોતીના દાણા ! ગુરુદેવે હજારો નહીં, લાખો નહીં, કરોડો શ્લોકોની રચના કરી ! અને કુમારપાલે એ શ્લોકોને સારા ટકાઉ કાગળો ઉપર લખાવ્યા ! કુમારપાલ રોજ પ્રભાતે ગુરુદેવને વંદના કરવા ઉપાશ્રયે જતા. એ વખતે એને અભુત દૃશ્ય જોવા મળતું હતું. ગુરુદેવ જરાય અટક્યા વિના મધુર સ્વરે શ્લોકો બનાવી-બનાવીને બોલતા હોય અને એમના વિદ્વાન શિષ્યો લખતા હોય ! લહિયાઓ એ શ્લોકોને સારા સુંદર અક્ષરોમાં, કાશ્મીરી કાગળ ઉપર લખતા હોય ! આ જ્ઞાનોપાસના જોઈને કુમારપાલ આનંદવિભોર બની જતા. તેમણે આ કાર્યની દેખભાળ કરવા એક નિષ્ઠાવાન પુરુષને નિયુક્ત કર્યો હતો. એ પુરુષ, ગુરુદેવને જે ગ્રંથ જોઈએ તે જ્ઞાન ભંડારમાંથી ધર્મશ્રદ્ધાનો ચમત્કાર ૧૪૫) Page #153 -------------------------------------------------------------------------- ________________ કાઢી આપે. લહિયાઓને કાગળો આપે અને શાહી આપે. લહિયાઓ માટેની રહેવાની, જમવાની વગેરે વ્યવસ્થા ઉપર ધ્યાન આપે. કોઈને કોઈ જાતની તકલીફ ના પડવા દે ! ગુરુદેવના સાહિત્યસર્જનમાં તેઓના મુખ્ય ત્રણ શિષ્યોનો સાથ હતોઃ મુનિ રામચન્દ્ર, મુનિ ગુણચન્દ્ર અને મુનિ મહેન્દ્ર. આ ઉપરાંત પણ બીજા શિષ્યો તેઓને સહાયક બન્યા હતા. એક દિવસની વાત છે. મહારાજા કુમારપાલ રોજના કાર્યક્રમ મુજબ પ્રભાતે ઉપાશ્રયમાં આવ્યા. ગુરુદેવને વંદના કરી. કુશળતા પૂછી...અને પછી ઉપાશ્રયમાં નજર ફેરવી... તો લહિયાઓ લખતા ન હતા, બધા શાન્ત બેઠા હતા. ગુરુદેવ, આજે ગ્રંથલેખનનું કાર્ય બંધ છે? કોઈ પ્રયોજન ?' “રાજનું, લખવા માટે તાલ-પત્ર ખૂટી ગયા છે !' કુમારપાલના રાજ્યમાં તાલ-પટ ખૂટી ગયા ?' કુમારપાલને આઘાત લાગ્યો. પાસે જ ઊભેલા વ્યવસ્થાપકને પૂછ્યું : “આ શું ? કાગળ કેમ ખૂટી ગયા ?' વ્યવસ્થાપકે કહ્યું : “મહારાજા, કાશમીરથી કાગળ સમયસર આવી પહોંચ્યા નથી. અહીં કાશ્મીર જેવા તાલ-પત્ર મળતાં નથી...' મહારાજા મૌન રહ્યા. ગુરુદેવે કહ્યું : “રાજનું, ચિંતા ના કરો. એક-બે દિવસમાં તાલપત્રો આવી જશે...' કુમારપાલે કહ્યું : “જ્યાં સુધી તાલ-પત્ર ન મળે ત્યાં સુધી મારે ઉપવાસ છે...” ગુરુદેવ...મુનિવરો...લહિયાઓ ના...ના... કરતા રહ્યા, રાજાએ પ્રતિજ્ઞા કરી લીધી ! કુમારપાલની શ્રુતભક્તિ પર ગુરુદેવ ઓવારી ગયા. મુનિઓએ ને લહિયાઓએ ભાવભરી પ્રશંસા કરી. (૧૪૬) સર્વજ્ઞ જેવા સૂરિદેવ, Page #154 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલ રાજમહેલમાં ગયા. " તેમના મનમાં વિચાર આવ્યો : ૬ મારે કાશ્મીરના તાલ-પત્રો ૫૨ આધાર રાખવાનો ? શું અહીં પાટણમાંથી તાલ-પત્રો ના મળી શકે ?’ તેમણે પોતાના બાગના માળીને બોલાવીને પૂછ્યું : ‘માળી, આપણા બાગમાં તાલ-વૃક્ષો છે ખરાં ?' ‘મહારાજા, તાલ-વૃક્ષો તો છે, પરંતુ એનાં પત્રો સારાં નથી હોતાં.' ‘એટલે ?’ ‘મહારાજા, એ વૃક્ષોનાં તાલ-પત્ર કોઈ કામમાં આવે એવાં નથી !’ ‘સારું, તું જઈ શકે છે.' માળી ગયો. મહારાજા ઊંડા વિચારમાં ડૂબી ગયા. ‘શું એ તાલ-પત્રોને સારાં ન બનાવી શકાય ? નવાં તાલ-વૃક્ષ વાવવામાં આવે... તો એમાં વર્ષો વીતી જાય... ના, ના, આ જ તાલ-વૃક્ષોનાં તાલ-પત્રને સુધારવાં જોઈએ. વૃક્ષોના પણ અધિષ્ઠાયક દેવો હોય છે ! મેં સાંભળ્યું છે કે કેટલાંક વૃક્ષો પર દેવોના વ્યંતર દેવોના વાસ હોય છે. તેમને પ્રસન્ન કરવામાં આવે તો ? મારી ભાવના વિશુદ્ધ છે. મારે ધર્મના ગ્રંથો લખાવવા છે. મારું મન નિર્મળ છે, પવિત્ર છે. મને મારા પરમાત્મા ઉ૫૨, મારા ગુરુદેવ ઉપર પૂર્ણ શ્રદ્ધા છે. મારી શ્રદ્ધા ઉ૫૨ દેવો પ્રસન્ન થશે જ. હું બાગમાં જાઉં અને વૃક્ષ-દેવતાઓને પ્રસન્ન કરું !' સંધ્યાસમયે કુમારપાલ, પૂજનસામગ્રી સાથે, રથમાં બેસીને બગીચામાં ગયા. જ્યાં તાલ-વૃક્ષો હતાં તે જગા પર ગયા. નોકરે જગા સાફ કરી. આસન પાથર્યું. એ આસન પર બેસીને રાજાએ વૃક્ષપૂજા શરૂ કરી. એ વૃક્ષ પર ચંદનનું વિલેપન કર્યું. કંકુનાં છાંટણાં કર્યાં. સુગંધી પુષ્પોથી વધાવ્યું. પછી બે હાથ જોડી, એકાગ્ર મન કરી, વૃક્ષદેવતાને પ્રાર્થના કરી : ધર્મશ્રદ્ધાનો ચમત્કાર ૧૪૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ હે વૃક્ષદેવતા, મને મારી જાત ઉપર જેટલો પ્રેમ છે, આદર છે, એનાથી પણ વિશેષ પ્રેમ અને આદર જૈન ધર્મ ઉપર હોય તો તમે બધાં તાલ-વૃક્ષો સારાં બની જાઓ. સુંદર બની જાઓ.” એમ પ્રાર્થના કરીને રાજાને પોતાના ગળામાંથી સોનાનો હાર કાઢીને તાલ-વૃક્ષને પહેરાવ્યો ! રાજા રથમાં બેસીને મહેલે આવ્યા. આખી રાત રાજાએ ધર્મધ્યાન કર્યું. પ્રભાતે ઉપવાસનું પારણું કર્યા વિના કુમારપાલ ગુરુદેવનાં દર્શનવંદન કરવા ઉપાશ્રયે ગયા. દર્શન-વંદન કરીને પછી ઉપદેશ સાંભળવા બેઠા. બીજાં સ્ત્રી-પુરુષો પણ ઉપદેશ સાંભળવા આવીને બેઠાં. ગુરુદેવે સાકર જેવી મધુર વાણીમાં ઉપદેશ આપવા માંડ્યો. ત્યાં બગીચાના માળીએ પ્રફુલ્લવદને ઉપાશ્રયમાં પ્રવેશ કયો. ચુપચાપ એ પણ ઉપદેશ સાંભળવા બેસી ગયો. ઉપદેશ પૂરો થયો. માળીએ મહારાજાને પ્રણામ કરીને, નિવેદન કર્યું : મહારાજા, આપની વૃક્ષપૂજા ફળી છે ! મેં વહેલી સવારે એ તાલ-વૃક્ષો જોયાં. વૃક્ષો સંપૂર્ણ નિરોગી અને સુંદર બની ગયાં છે ! ધન્ય છે આપની ધર્મશ્રદ્ધાને ! પ્રભુ, આવો ચમત્કાર તો પહેલ-વહેલો જ જોયો !' કુમારપાલે પોતાના ગળામાંથી સોનાનો હાર કાઢીને માળીને ભેટ આપ્યો અને કહ્યું, તું બાગમાં જા અને એ તાલ-પત્રો અહીં લઈ આવ. લાવીને આ લહિયાઓને આપ.” માળી ખૂબ રાજી થઈને ગયો. ગુરુદેવે કુમારપાલને પૂછ્યું : “આ બધું શું છે ?' કુમારપાલે વૃક્ષ-દેવતાની પૂજાની વાત કરી. સાંભળીને ગુરુદેવ, (૧૪૮ ડી સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #156 -------------------------------------------------------------------------- ________________ ધર્મશ્રદ્ધાનો ચમત્કાર *hle pla Pephble lab-aap pahle iE · blu v] le lth & flu-IAH ૧૪૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ મુનિવરો, લહિયાઓ અને અનેક સ્ત્રી-પુરુષો નવાઈ પામ્યાં. આશ્ચર્યચકિત થઈ ગયાં. ગુરુદેવે કહ્યું : ‘કુમારપાલ, તમારી ધર્મશ્રદ્ધાએ સરજેલા ચમત્કારને મારે પ્રત્યક્ષ જોવો છે. ચાલો, આપણે તમારા એ બાગમાં જઈએ.’ સહુ બાગમાં ગયાં. જે તાલ-વૃક્ષની રાજાએ પૂજા કરી હતી, તે તાલ-વૃક્ષ જોયું, અને બીજાં તાલ-વૃક્ષો જોયાં. બધાં જ નવપલ્લવિત બની ગયાં હતાં. જેમ જેમ આ વાત પાટણમાં ફેલાતી ગઈ, તેમ તેમ અઢારે કોમનાં લોકો બાગમાં આવવા લાગ્યાં. ચમત્કારને નજરે જોઈને બધાં રાજાના ગુણ ગાવા લાગ્યાં. ગુરુદેવે ત્યાં સહુને સંબોધન કરતાં કહ્યું : ‘મહાનુભાવો, જૈન ધર્મનો આ દિવ્ય પ્રભાવ છે. સુકાઈ ગયેલાં તાલ-વૃક્ષો નવપલ્લવિત થઈ ગયાં ! માટે હે ભવ્યજનો, જૈન ધર્મનું તમારે પાલન કરવું જોઈએ.’ ઘણા બધા લોકોએ જૈન ધર્મને અપનાવ્યો. મહેલે જઈને કુમારપાલે ઉપવાસનું પારણું કર્યું. *** ૧૫૦ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #158 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ સાધર્મિક ઉદ્ધાર આચાર્યશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીના ઉપદેશથી રાજા કુમારપાલે ઘણાંઘણાં સત્કાર્ય કર્યાં. -- દેશ-વિદેશમાં અહિંસા-ધર્મનો પ્રસાર કર્યો. પ્રજા તો ગળીને પાણી પીતી હતી. પશુઓને પણ ગાળેલું જ પાણી પાવામાં આવતું હતું. ૧૪ હજાર નવાં જિનમંદિર બંધાવ્યાં. ૧૬ હજા૨ દેરાસરોનો જીર્ણોદ્ધાર કર્યો. સ્વયં ચોમાસામાં રોજ એકાસણું કરતા. માર' એવો શબ્દ મોઢામાંથી નીકળતાં એક ઉપવાસ કરતા. અસત્ય બોલાઈ જતાં આયંબિલ કરતા. સોના-ચાંદીની શાહીથી આગમગ્રંથો લખાવ્યા. ‘ત્રિષ્ટિશલાકાપુરુષચિરત'ના ૩૬૦૦૦ શ્લોકો લખાવીને એ ગ્રંથને હાથી પર પધરાવી, પાટણમાં વરઘોડો કાઢ્યો ! ૭૦૦ લહિયાઓ પાસે ગુરુદેવના લખેલા ગ્રંથોને લખાવીને, દેશવિદેશના જ્ઞાનભંડારોમાં મુકાવ્યા. આ બધું કરવા છતાં એક સત્કાર્ય તરફ રાજાનું ધ્યાન જતું ન હતું. ગુજરાતમાં લાખો દુઃખી જૈનો હતા. તેમનાં દુઃખ દૂર કરવા માટે રાજાને વિચાર આવતો ન હતો. ગુરુદેવ, આ કામ એવી રીતે કરવા ઇચ્છતા હતા કે રાજા પર તત્કાલ ધારી અસર થાય. એ માટે તેઓ એવા કોઈ અવસરની રાહ જોતા હતા. એવો અવસર આવી લાગ્યો. ગુરુદેવ પાટણ પધારવાના હતા. રાજાએ ગુરુદેવનું ભવ્ય પાટણ સ્વાગત કરવાની તૈયારીએ કરાવી અપૂર્વ સાધર્મિક ઉદ્ધાર ૧૫૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ હતી. રાજમાર્ગોને ધજાઓ અને તોરણોથી શણગારવામાં આવ્યા હતા. જે રાજમાર્ગો પરથી સ્વાગતયાત્રા પસાર થવાની હતી, તે રાજમાર્ગોને સ્વચ્છ કરવામાં આવ્યા હતા. મંદિરોમાં મહોત્સવો રચવામાં આવ્યા હતા. ગરીબોને ભોજન આપવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. સ્વાગતયાત્રામાં જોડાવા માટે રાજાએ પોતાના તાબાના અનેક રાજાઓને પાટણ તેડાવ્યા હતા. આજુબાજુનાં ગામ-નગરોના શ્રેષ્ઠીઓને પણ ગુરુદેવના પ્રવેશ-ઉત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવ્યાં હતાં. બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. ગુરુદેવ, પાટણની બાજુના ગામમાં આવી ગયા હતા. બીજા દિવસે પાટણમાં પ્રવેશ કરવાનો હતો. રાજા કુમારપાલ, અન્ય રાજાઓની સાથે રથ જોડાવીને ગુરુદેવને વંદન કરવા એ પાસેના ગામમાં જવા નીકળ્યા. એક વૃદ્ધ ડોશીમાએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. એની ઇચ્છા ગુરુદેવનાં દર્શન કરવાની હતી અને ગુરુદેવને વસ્ત્ર વહોરાવવાની હતી. તેણે ગુરુદેવને વંદના કરી. ગુરુદેવે એને “ધર્મલાભના આશીર્વાદ આપ્યા. ગુરુદેવ, આ કપડું મેં જાતે વણેલું છે. મારે તમને આપવું છે.' ડોશીના શરીર ઉપરનાં કપડાં, એની ગરીબીની ચાડી ખાતાં હતાં. એના કપાળમાં કેસરનો મોટો ચાંલ્લો હતો, એટલે એ “જૈન” હતી, એ સમજાય એવી વાત હતી. ગુરુદેવે એ વસ્ત્ર વહોરી લીધું. ડોશીમા ખૂબ રાજી થયાં. ગુરુદેવની ખૂબ પ્રશંસા કરતાં. પોતાના ઘરે ગયાં. ગુરુદેવે એ જ જાડું ને ખડબચડું વસ્ત્ર પોતાના શરીરે પહેરી લીધું. મન્થઅણં વંદામિ...” કહેતા રાજા કુમારપાલે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. એમની પાછળ બીજા રાજાઓએ પણ પ્રવેશ કર્યો. (૧૫૨ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #160 -------------------------------------------------------------------------- ________________ જન્મ - આ ગુરુદેવે એ વસ્ત્ર વહોરી લીધું. - - ' = - - -- બS ૧ [ અપૂર્વ સાધર્મિક ઉદ્ધાર કે ૧૫૩) Page #161 -------------------------------------------------------------------------- ________________ કુમારપાલે ગુરુદેવને વિધિપૂર્વક વંદના કરી. સાથેના રાજાઓએ અનુકરણ કર્યું. રાજાઓએ ગુરુદેવની કુશળતા પૂછી. ગુરુદેવે પ્રસન્નવદને કહ્યું : ‘દેવ-ગુરુની કૃપાથી કુશળતા વર્તે છે.' બધા રાજાઓ વિનયપૂર્વક ગુરુદેવની પાસે બેઠા. ગુરુદેવ સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. કુમારપાલની નજર, ગુરુદેવે ઓઢેલા વસ્ત્ર પર પડી જ ગઈ હતી. એમના મનમાં થોડી ગ્લાનિ થઈ આવી હતી. ‘આ બધા રાજાઓ ગુરુદેવના શરીર પર આવું જાડું અને ગામઠી વસ્ત્ર જોઈને કેવો વિચાર કરતા હશે ? બધા રાજાઓ જાણે છે કે આ મારા ગુરુદેવ છે...પણ કદાચ નહીં જાણતા હોય કે ગુરુદેવ રાજાના ઘરેથી ભિક્ષા નથી લેતા, વસ્ત્ર નથી લેતા...કે પાત્ર નથી લેતા...તેઓ વિચારતા હશે કે ગુજરાતના આવા મોટા રાજા, ગુરુદેવને સારાં કપડાં પણ નથી આપતા ?’ કુમારપાલનું મન બેચેન બની ગયું. ગુરુદેવને ખ્યાલ આવી ગયો. કુમારપાલે રાજાઓને કહ્યું : ‘ચાલો, હવે આપણે ઊઠીએ. ગુરુદેવને ભિક્ષાનો સમય થઈ ગયો છે.' રાજાઓએ પુનઃ ગુરુદેવને ભાવપૂર્વક વંદના કરી અને ઉપાશ્રયની બહાર નીકળી રથોમાં બેઠા. કુમારપાલ ઉપાશ્રયમાં ઊભા રહ્યા હતા, તેઓ ગુરુદેવ પાસે બેઠા અને બોલ્યા : ‘ગુરુદેવ, આ વસ્ત્ર આપના દેહ પર શોભતું નથી. શું ગુજરાતના જૈનો પાસે સારાં વસ્રો નથી...કે આવું જાડું અને ગામઠી વસ્ત્ર આપને આપે છે ?’ ગુરુદેવે કહ્યું : ‘રાજન્, તમે તમારાં હજારો... લાખો સાધર્મિક ભાઈ-બહેનોની ખબર-અંતર લો છો ખરા ? તમારા સાધર્મિકો કેવાં મકાનોમાં રહે છે, કેવું ભોજન કરે છે, કેવાં કપડાં પહેરે છે, વગેરે જાણવાનો તમે પ્રયત્ન કર્યો છે ? સુખી અને સમૃદ્ધ શ્રાવકોએ પોતાના સાર્મિકોની સંભાળ રાખવી જોઈએ ! દુ:ખીનાં દુઃખ દૂર કરવાં સર્વજ્ઞ જેવા સૂરિદેવ ૧૫૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. તમને ખબર નથી, પણ આ વસ્ત્ર મને વહોરાવી જનારી એ વૃદ્ધાના શરીર પર ગરીબીનાં પ્રત્યક્ષ દર્શન થતાં હતાં.' કુમારપાલની આંખો ભીંજાણી. ગુજ્ઞદ સ્વરે તેમણે કહ્યું : “ગુરુદેવ, આપે મારા ઉપર કૃપા કરી મને કર્તવ્યનું ભાન કરાવ્યું. મેં દેરાસરો બંધાવ્યાં, જ્ઞાનભંડારો બનાવ્યા, જીવદયા પ્રસારી... પરંતુ આ કામની ઉપેક્ષા કરી.. આપે તો આપના ઉપદેશમાં ઘણી વાર સાધર્મિકાનો ઉદ્ધારની વાતો કહી છે... ગુરુદેવ, હું મારા દુઃખી સાધર્મિકોનો ઉદ્ધાર કરીશ. ગુજરાતના એક પણ સાધર્મિકને દુઃખી નહીં રહેવા દઉં. કોઈને ગરીબ નહીં રહેવા દઉં ! સાધર્મિકો પાસેથી કોઈ કર નહીં લઉં... અને બધા જ સાધર્મિકોની બહુમાનથી ભક્તિ કરીશ.' હર્ષથી ગુરુદેવની આંખો ભીંજાણી. કુમારપાલે ગુરુદેવના આશીર્વાદ લીધા... રથમાં બેસીને તે પાટણ ગયા. – જૈનો પાસેથી મળતો ૭૨ લાખ સોનાના સિક્કાઓનો કર (ટક્સ) માફ કરી દીધો. – કરોડો રૂપિયા ખર્ચીને દુઃખી જૈનોને સુખી બનાવ્યા. - દર વર્ષે બધા જ સાધર્મિકોની ઉત્તમ ભોજનથી ભક્તિ કરી. આ રીતે લાખો જૈનોને ધર્મમાં સ્થિર કર્યા. ગુજરાતના એકે-એક જૈનના હૃદયમાં ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિજી અને રાજા કુમારપાલની પ્રતિષ્ઠા થઈ ગઈ ! - અપૂર્વ સાધર્મિક ઉદ્ધાર ઉદ્ધાર K S , > ૧૫૫ ૧૫૫] A Page #163 -------------------------------------------------------------------------- ________________ 23 સાચી સુવર્ણસિદ્ધિ ! રાત શાન્ત હતી. અંધારા આકાશમાં અસંખ્ય તારાઓ ટગમગતા હતા. ઉપાશ્રયના મધ્યભાગમાં આવેલા ચોકના કિનારે આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ એક લાકડાના થાંભલાને અઢેલીને બેઠા હતા. અડધી રાત પસાર થઈ ગઈ હતી, છતાં આચાર્યદેવને ઊંઘ આવતી ન હતી. તેઓના મનમાં અચાનક એક સારો વિચાર આવ્યો હતો. એ વિચારે જ એમને ઊંઘવા દીધા ન હતા ! વિચાર હતો રાજા કુમારપાલનો ! જેવી રીતે કુમારપાલના હૈયામાં આચાર્યદેવ વસી ગયા હતા, તેમ આચાર્યદેવના હૃદયમાં કુમારપાલ વસી ગયા હતા ! કુમારપાલ કેવાં-કેવાં ધર્મનાં મહાન કાર્ય કરે છે ! તેના તાબાના અઢારે દેશમાં તેણે અહિંસા ફેલાવી. તેણે હજારો જિનમંદિરો બંધાવ્યાં... અનેક જ્ઞાનભંડારો બનાવ્યા અને હજારો-લાખો દુ:ખી સાધર્મિક જૈનોને સુખી કરી દીધા. પરંતુ એની પણ મર્યાદા હોય ને ! રાજ્યની તિજોરી આજ ભરાય છે તો કાલે ખાલી થઈ જાય છે... એણે ગઈ કાલે જ કહ્યું હતું ને ‘ગુરુદેવ, ક્યારેક પૈસાની ખેંચ પડી જાય છે.' મેં પૂછ્યું : ‘ગુજરાતના રાજાને પૈસાની ખેંચ પડી જાય છે ?' તેણે કહેલું : ‘હા જી, પ્રજાના ઘણા કરવેરા માફ કરી દીધા છે... જૈનો પાસેથી તો કર-વેરાનો એક પૈસોય લેતો નથી ! પછી, પૈસા આવે ક્યાંથી ? આ તો નગરશ્રેષ્ઠીઓ સ્વેચ્છાએ લાખ-લાખ રૂપિયા આપી જાય છે... અને રાજ્યની તિજોરીમાં પાર વિનાની સોનાની ઈંટો પડેલી હતી... એટલે આટલાં સત્કાર્ય કરી શક્યો ! હવે સોનું ઘણું વપરાઈ ગયું છે...' જે વાત હતી તે એણે પેટ છૂટી કહી દીધી હતી. આવા પરોપકારપરાયણ રાજા પાસે જો ખૂટે નહીં એવી સંપત્તિ હોય તો આ દુનિયામાં એ કોઈ જીવને દુ:ખી ના રહેવા દે. કોઈ ગામને દેરાસર સર્વજ્ઞ જેવા સૂરિદેવ ૧૫૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ વિનાનું ના રહેવા દે !” હેમચન્દ્રસૂરિ પાસે બીજી બધી યોગશક્તિઓ હતી... આકાશમાં ઊડી શકતા હતા... અને દેવ-દેવીઓના ઉપદ્રવો શાન્ત કરી શકતા હતા. ગમે તેવા રોગોને શાન્ત કરી શકતા હતા. પરંતુ લોઢાને સોનું બનાવી શક્યા ન હતા ! દુનિયામાં એવી વનસ્પતિ હોય છે કે જેનો રસ લોઢાના ટુકડા ઉપર નાંખો... એટલે લોઢું સોનું બની જાય ! જ્યારે હેમચન્દ્રસૂરિ નાના હતા... ‘સોમચન્દ્ર” મુનિ હતા ત્યારે તેમણે તેમના ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિને આગ્રહ કરીને કહેલું : ‘ગુરુદેવ, શું લોઢાને સોનું બનાવી શકાય તેવી વનસ્પતિ હોય છે ખરી ? કે માત્ર વાતો જ છે બધી ? ત્યારે ગુરુદેવે, એક દિવસ માર્ગ પરથી પસાર થતી એક સ્ત્રીને જોઈ, તો માથા પર લાકડાનો ભારો હતો. તે ભારાને એક વેલથી બાંધ્યો હતો... એ વેલ ગુરુદેવે જોઈ. તુર્ત જ એક વિશ્વાસપાત્ર શ્રાવકને દોડાવીને, પેલી વેલ ખરીદાવીને મંગાવી. શ્રાવક પાસે વેલનો રસ કઢાવ્યો. પછી એક લોઢાનો ટુકડો મંગાવ્યો. વેલના રસમાં અમુક ઔષધિઓ નંખાવી. પછી એ રસને લોઢાના ટુકડા ઉપર રેડ્યો. સોમચન્દ્ર મુનિ આ પ્રયોગ જોઈ રહ્યા હતા. ધીરે ધીરે એ ટુકડો સોનાનો થઈ ગયો ! આ ‘સુવર્ણસિદ્ધિ' હતી ! આજની રાતે આ ઘટના હેમચન્દ્રસૂરિને યાદ આવી. જો ગુરુદેવ આ સુવર્ણસિદ્ધિ કુમારપાલને આપે તો...? કુમારપાલ હજારો મણ ... લાખો મણ સોનું બનાવી શકે અને આ પૃથ્વી પર એકેય મનુષ્યને નિર્ધન ના રહેવા દે ! પરંતુ ગુરુદેવ તો ખંભાતમાં બિરાજે છે... એકાંતમાં રહે છે... ને ઉગ્ર તપશ્ચર્યા કરે છે. કોઈ સંઘનું કાર્ય હોય તો જ બહાર આવે છે... શું મારી વિનંતીથી એ અહીં પાટણ પધારશે ખરા ? તેઓને આ બધી રાજખટપટો ગમતી નથી... કેટલીક મારી પ્રવૃત્તિઓ પણ ગમતી નથી... કે જે પ્રવૃત્તિઓ હું જિનશાસનની પ્રભાવના માટે કરું છું. ખેર, સાચી સુવર્ણ સિદ્ધિ ! ૧૫૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ એમને અહીં બોલાવવા માટે વાગભટ્ટ વગેરે મંત્રી વર્ગને મોકલું. જો અહીં પધારી જાય, મારા ઉપર તથા કુમારપાલ ઉપર રીઝી જાય તો અને કામ સફળ થઈ જાય...' રાત થોડી જ બાકી રહી હતી. તેઓ સૂઈ ગયા. મુનિવર, અમારે પૂજ્ય ગુરુદેવનાં દર્શન કરવાં છે. અમે પાટણથી આવ્યા છીએ... કૃપા કરીને ગુરુદેવને કહો કે પાટણથી વાગભટ્ટ વગેરે આવેલા છે...' વાગભટ્ટ મંત્રી, બીજા આઠ રાજપુરુષોને લઈને ખંભાત પહોંચ્યા હતા. ગુરુદેવ દેવચસૂરિજીને, હેમચન્દ્રસૂરિજીનો સંદેશો આપવો હતો. ઉપાશ્રયમાં પ્રવેશ કરી, ત્યાં બેઠેલા એક મુનિરાજને વંદના કરી, નિવેદન કર્યું. ઉપાશ્રયના એક એકાંત ઓરડામાં જઈને એ મુનિરાજે ગુરુદેવને નિવેદન કર્યું. ગુરુદેવે કહ્યું : વાગભટ્ટને કહે કે એ અહીં આવી શકે છે.” મુનિરાજે વાગભટ્ટને કહ્યું. ' વાગુભટ્ટ, રાજપુરુષોની સાથે એ ઓરડામાં ગયા. ગુરુદેવને ભાવપૂર્વક વંદના કરી. વિનયપૂર્વક બેઠા. ગુરુદેવ, આપના પુણ્યદેહે સુખશાતા વર્તે છે?” દેવ-ગુરુકૃપાથી સુખશાતા વર્તે છે. કહો, અહીં આવવાનું કોઈ પ્રયોજન ?' “મારા ગુરુજી હેમચન્દ્રસૂરિજીનો સંદેશો લઈને આવ્યો છું.” “શો સંદેશો છે, મહાનુભાવ ?' આપને પાટણ પધારવા આગ્રહભરી વિનંતી કરી છે. પાટણ પધારવા કૃપા કરો.” દેવચન્દ્રસૂરિ વિચારમાં પડી ગયા. “એ મને શા માટે પાટણ બોલાવતો હશે? કોઈ મોટા કામ માટે જ બોલાવતો હશે. મારા ત્યાં ગયા વિના સંઘનું કાર્ય અટકી પડ્યું હશે. મોટા અને વિશેષ પ્રયોજન વિના એ મને ત્યાં ના બોલાવે !' ૧૫૮ સર્વજ્ઞ જેવા સૂક્ટિવ ૧૫૮ સર્વજ્ઞ જે Page #166 -------------------------------------------------------------------------- ________________ તેઓએ વાગભટ્ટને કહ્યું : “મંત્રી, હું આવતી કાલે અહીંથી પાટણ તરફ વિહાર કરવાની ભાવના રાખું છું...' વાગભટ્ટ અને બીજા રાજપુરુષો રાજી થઈ ગયા. તેઓએ ગુરુદેવને વંદના કરી અને પાછલા પગે ઓરડામાંથી બહાર નીકળ્યા. ઝડપથી તેઓ પાટણ પહોંચ્યા. ગુરુદેવને શુભ સમાચાર આપ્યા. ગુરુદેવે કુમારપાલને કહ્યું : “રાજનું, ખંભાતથી ગુરુદેવે વિહાર કરી દીધો છે. થોડા જ દિવસોમાં તેઓ પાટણ પધારશે.” ગુરુદેવનું હું ભવ્ય સ્વાગત કરીશ !' રાજા કુમારપાલ અને પાટણનો સંઘ, દેવચન્દ્રસૂરિજીનું સ્વાગત કરવા પાટણની બહાર પહોંચે, એ પહેલાં તો ગુરુદેવ... કોઈનીય એમના પર નજર ના પડે એ રીતે ઉપાશ્રયમાં આવી ગયા...!” તેઓને જાહેરમાં દેખાવાનું ગમતું ન હતું. તેઓને માન-સન્માન ગમતાં ન હતાં. હેમચન્દ્રસૂરિજીએ એક શ્રાવકને કુમારપાલ પાસે દોડાવ્યો ને કહેવરાવ્યું : “ગુરુદેવ, ઉપાશ્રયમાં પધારી ગયા છે...” રાજા અને પ્રજા – સહુ ઉપાશ્રયમાં આવ્યા. – હેમચન્દ્રસૂરિજીએ ગુરુદેવને ભાવથી વંદના કરી. – રાજાએ અને પ્રજાએ પણ વંદના કરી. ગુરુદેવે ત્યાં સાદા અને સરળ શબ્દોમાં થોડો સમય ધર્મનો ઉપદેશ આપ્યો. પછી સભામાં જ તેઓએ હેમચન્દ્રસૂરિજીને પૂછ્યું : કહો, સંઘનું શું કાર્ય છે ?' હેમચન્દ્રસૂરિજીએ સભાનું વિસર્જન કર્યું. કુમારપાલ સિવાય બધા જ ગૃહસ્થોને વિદાય કરીને, ગુરુદેવને કહ્યું : ‘પડદા પાછળ પધારો. ત્યાં બેસીને વાત કરીએ.' ગુરુદેવ, હેમચન્દ્રસૂરિજી અને કુમારપાલ, ત્રણે જણા પડદા પાછળ બેઠા. હેમચન્દ્રસૂરિજીએ ગુરુદેવને કહ્યું : ગુરુદેવ, આ પરમાહિત રાજા કુમારપાલે પોતાના દેશમાંથી હિંસાને [ સાચી સુવર્ણ સિદ્ધિ : ૧૫૯) Page #167 -------------------------------------------------------------------------- ________________ meydan રાજનું તારી પાસે બે સુવર્ણસિદ્ધિ તો છે ! હવે તારે ત્રીજી સુવર્ણસિદ્ધિની જરૂર નથી. - - - . (૧૬૦ % સર્વજ્ઞ જેવા દિવસ Page #168 -------------------------------------------------------------------------- ________________ દેશવટો આપ્યો છે. હજારો દેરાસરો બંધાવીને અપૂર્વ પુણ્યોપાર્જન કર્યું છે. હવે જો એને સુવર્ણસિદ્ધિ’ મળે તો એ દુનિયામાં કોઈ મનુષ્યને દુઃખી ના રહેવા દે. ગુરુદેવ, આપની પાસે એ સુવર્ણસિદ્ધિ છે. હું નાનો હતો, સોમચન્દ્ર મુનિ હતો ત્યારે આપે મારા આગ્રહથી લોઢાના ટુકડાને સોનાનો ટુકડો કરી બતાવ્યો હતો ! કૃપા કરીને આ કુમારપાલને એ સુવર્ણ સિદ્ધિ આપો - એવી મારી વિનંતી છે.' ગુરુદેવ દેવચન્દ્રસૂરિજીએ રાજાને કહ્યું : ‘રાજન્, તારી પાસે બે સુવર્ણસિદ્ધિ તો છે ! હવે તારે ત્રીજી સુવર્ણસિદ્ધિની જરૂર નથી.' પ્રભુ, મારી પાસે તો એકેય સુવર્ણસિદ્ધિ નથી...' બે હાથ જોડીને, આશ્ચર્યથી રાજા બોલી ઊઠ્યા, ‘વત્સ, છે તારી પાસે બે સુવર્ણસિદ્ધિ ?’ - હિંસાનું નિવારણ અને જિનમંદિરોનું સર્જન ! આ બે શ્રેષ્ઠ સુવર્ણસિદ્ધિ તને મળેલી છે...’ કુમારપાલ હર્ષથી ગદ્ગદ થઈ ગયા. તેમણે ગુરુદેવના ચરણોમાં મસ્તક મૂકીને વંદના કરી. હેમચન્દ્રસૂરિજીને ગુરુદેવને કહ્યું : ‘ગુરુદેવ, આપની પાસે જે સુવર્ણસિદ્ધિ છે, હું એની વાત કરું છું.' ‘હેમચન્દ્ર, એ સુવર્ણસિદ્ધિ કુમારપાલના ભાગ્યમાં તો નથી જ, તારા ભાગ્યમાં પણ નથી...! માટે હું એ સિદ્ધિ તને કે રાજાને નહીં આપું. ભાગ્ય વિના ઉત્તમ વસ્તુ મનુષ્ય પાસે ટકતી નથી.' ગુરુદેવ ઊભા થયા. હેમચન્દ્રસૂરિજી અને કુમારપાલ પણ ઊભા થયા. હેમચન્દ્ર, હવેથી મને આવાં મહત્ત્વ વગરનાં કામો માટે અહીં ના બોલાવીશ. મારી આત્મ-સાધના ડહોળાય છે...' ગુરુદેવ દેવચન્દ્રસૂરિજી ખંભાત તરફ વિહારી કરી ગયા. સાચી સુવર્ણ સિદ્ધિ ! ૧૬૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ ~ ગામનું નામ હતું વટાદરા. કાના શેઠ ગામના મોટા વેપારી હતા. આચાર્યદેવ હેમચન્દ્રસૂરિજીના પરિચયથી તેમના હૃદયમાં ‘ધર્મ’નો જન્મ થયો હતો. પાંચ પ્રસંગ (૧) કાના શેઠે પોતાના હજારો રૂપિયા ખરચીને એક સુંદર દેરાસર બંધાવ્યું. નયનરમ્ય પ્રતિમા બનાવરાવી. પરંતુ અંજન કરાવ્યા વિના દેરાસરમાં પ્રતિમાને બિરાજમાન કરી શકાય નહીં ! પાટણમાં મોટો મહોત્સવ હતો. ગુરુદેવ હેમચન્દ્રસૂરિજી અનેક પ્રતિમાઓને અંજન કરવાના હતા. સમાચાર વટાદરા પહોંચ્યા. કાના શેઠ ભગવાનની મૂર્તિ લઈને પાટણ પહોંચ્યા. પાટણ પહોંચીને એમણે મૂર્તિને મુખ્ય દેરાસરમાં મૂકી, કે જ્યાં અંજનનો વિધિ ચાલતો હતો. કાના શેઠ, અંજનના વિધિમાં જોઈતી સામગ્રી લેવા બજારમાં ગયા... અને એ જ વખતે મહારાજ કુમારપાલ દેરાસરમાં દાખલ થયા. દેરાસરના દરવાજા પર રાજાના અંગરક્ષકો ગોઠવાઈ ગયા. ત્યાં કાના શેઠ બજારમાંથી સામગ્રી લઈને દેરાસર આવ્યા. રાજાના અંગરક્ષકોએ તેમને રોક્યા. કાના શેઠે કહ્યું : ‘મને દેરાસરમાં જવા દો. મારા ભગવાનની મૂર્તિ દેરાસરમાં છે અને મારે ગુરુદેવ પાસે ‘અંજન’ કરાવવું છે !' ‘અત્યારે મહારાજા દેરાસરમાં છે, માટે તમે અંદર નહીં જઈ શકો.’ ૧૬૨ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૪] પાંચ પ્રસંગ સ્ટ્સ h[ (7 *le 38 +&te F]], [**bled -@ +15 •he & Jase ]]>>િ ૧૬૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ પરંતુ હું વટાદરાથી આવ્યો છું... “અંજન' કરવાનું મુહૂર્ત ચાલ્યું જશે... મારું કામ રખડી પડશે... ભાઈઓ, મને જવા દો અંદર...” સૈનિકોએ કહ્યું : “અમે તમને કહ્યું ને ? અત્યારે તમે દેરાસરમાં નહીં જઈ શકો.” શેઠે કહ્યું : “મને ગુરુદેવ ઓળખે છે. તેમને કહો કે વટાદરાથી કાનો શ્રાવક આવ્યો છે...” સૈનિકોએ જરા કડકાઈથી કહ્યું : “અમે પણ દેરાસરની અંદર ના જઈ શકીએ અત્યારે. કડક નિયમ છે. સમજ્યા ?' શેઠ નિરાશ થઈને બોલ્યા : “મારું કામ રખડી પડશે... મુહૂર્ત ચાલ્યુ જશે...' સૈનિકોએ જવાબ ના આપ્યો. શેઠ પણ દેરાસરના ઓટલે બેસી ગયા. મુહૂર્તનો સમય પસાર થઈ ગયો. મહારાજા કુમારપાલ દેરાસરમાંથી બહાર આવ્યા... સાથે સાથે ગુરુદેવ પણ દેરાસરના રંગમંડપમાં આવ્યા. તેમણે કાના શેઠને જોયા. “અરે કાના શ્રાવક, તમે કેમ બહાર બેસી રહ્યા છો ? તમારે તમારી મૂર્તિનું અંજન નહોતું કરાવવું?' કુમારપાલ રવાના થયા. કાના શેઠે ગુરુદેવના ચરણોમાં વંદના કરીને ગદ્ગદ સ્વરે કહ્યું : ગુરુદેવ, હું અભાગિયો છું. થોડો મોડો પડ્યો... ને રાજાના સૈનિકોએ મને અંદર આવવા ના દીધો... સૈનિકોને મેં ઘણા સમજાવ્યા, પરંતુ એ ન માન્યા. પ્રભુ, મારું કામ રખડી પડ્યું... ' કાનો શેઠ રડી પડ્યા. ગુરુદેવે કાના શેઠના માથે હાથ મૂકીને કહ્યું : “કાના, તારું કામ થશે! જરૂર થશે. ચિંતા ના કર. સૈનિકો તો બિચારા નોકર માણસો! રાજાની આજ્ઞાનું પાલન કરે...!” ગુરુદેવ, શુભ મુહૂર્ત તો ચાલ્યું ગયું ને ?' કાના, શુભ મુહૂર્ત ભલે ગયું, શ્રેષ્ઠ મુહૂર્ત હવે આવે છે. ચાલ, (૧૬૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ, | ૧૬૪ k સર્વજ્ઞ જે Page #172 -------------------------------------------------------------------------- ________________ આપણે ખુલ્લા આકાશ નીચે જઈએ.' કાનાનો હાથ પકડીને ગુરુદેવ દેરાસરના આંગણામાં ગયા. ગુરુદેવે આકાશમાં જોયું. તેમને જે નક્ષત્ર જોઈતું હતું તે નક્ષત્રનો ઉદય આકાશમાં થઈ ગયો હતો ! તેમણે કાના શેઠની સામે જોઈને કહ્યું : ‘કાના, જોષીએ આપેલા મુહૂર્તમાં જો તારી મૂર્તિને અંજન કર્યું હોત તો એ મૂર્તિનું આયુષ્ય માત્ર ત્રણ વર્ષનું હોત ! હવે વર્તમાન નક્ષત્રમાં તારી મૂર્તિને અંજન કરવાથી તે દીર્ઘ કાળ સુધી ટકશે અને એનો પ્રભાવ ફેલાતો રહેશે !' કાના શેઠ ખુશ થઈ ગયા. તેમણે ગુરુદેવને કહ્યું : ‘હે કૃપાવંત, આપના ઉપર મારી પૂર્ણ શ્રદ્ધા છે. આપનું વચન એટલે ભગવાનનું વચન... આપની આજ્ઞા મારા માથે ચઢાવું છું.’ ગુરુદેવ કાના શેઠનો હાથ પકડીને દેરાસરમાં ગયા. પૂજારીએ ‘અંજન’ માટેની તૈયારી કરી. કાના શેઠે પોતે લાવેલી સામગ્રી પૂજારીને આપી. શ્રેષ્ઠ મુહૂર્તમાં કાના શેઠના ભગવાનની મૂર્તિનું અંજન થઈ ગયું. કાના શેઠ મૂર્તિને વટાદરા લઈ ગયા અને ધામધૂમથી દેરાસરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. ગુરુદેવે ભવિષ્ય ભાખેલું તે પ્રમાણે જ થયું. ઘણાં વર્ષો સુધી દેરાસરમાં એ મૂર્તિ રહી અને એનો દિવ્ય પ્રભાવ લોકોએ અનુભવ્યો. (૨) બીજો પ્રસંગ છે સોમનાથ પાટણનો. સોમનાથ પાટણમાં કુમારપાલે ભવ્ય દેરાસર બંધાવેલું. એ દેરાસરમાં ભગવાનની પૂજા-સેવા માટે ‘બૃહસ્પતિ' નામના એક તપસ્વી બ્રાહ્મણને રાખ્યો હતો. બૃહસ્પતિ સારી રીતે દેરાસરને સાચવતો હતો. પરંતુ એક દિવસ પાંચ પ્રસંગ ૧૬૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ અણહિલપુર પાટણના યાત્રિકો સાથે એણે ખોટો વાદ-વિવાદ કરી નાંખ્યો. તેણે જૈન ધર્મની નિંદા કરી. તેણે બ્રાહ્મણ-વિધિથી દેરાસરમાં પ્રભુની પૂજા કરી. પેલા યાત્રિકોએ પાટણ જઈને ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરિજીને વાત કરી. - ગુરુદેવે કુમારપાલે વાત કરી. કુમારપાલે તુર્ત જ સોમનાથ પાટણ રાજપુરુષને મોકલી, બૃહસ્પતિને તગેડી મૂક્યો અને બીજા પૂજારીને નિયુક્ત કરી દીધો. બૃહસ્પતિ રસ્તે રઝળતો થઈ ગયો. તેણે પેલા રાજપુરુષને પૂછ્યું: હું શું કરું? ક્યાં જાઉં? મારી ભૂલ મને સમજાય છે...' “અરે, મૂર્ખ બ્રાહ્મણ, તું પાટણ જા અને હેમચન્દ્રસૂરિની સેવા કર. એમને રાજી કર. તો જ તું હવે આ દેરાસરનાં પગથિયાં ચઢી શકીશ.” શું હેમચન્દ્રસૂરિનો એટલો બધો પ્રભાવ છે?' પ્રભાવ ? અરે, એ ગુરુદેવ આજ્ઞા કરે તો મહારાજા રાજપાટ છોડી દે...! માટે વધારે ડાહ્યો થા મા. અને સીધો પાટણ જઈને એ ગુરુદેવની સેવામાં લાગી જા. એમને રાજી કરીશ તો રાજા રાજી થશે અને તેને ફરીથી આ દેરાસરમાં સ્થાન મળશે.' બૃહસ્પતિ પાટણ આવ્યો. તેણે ઉપાશ્રયમાં જઈને ગુરુદેવને પ્રણામ કર્યા અને કહ્યું : ગુરુદેવ, હું આપના ચરણોની સેવા કરવા આવ્યો છું.” બૃહસ્પતિ તપસ્વી તો હતો જ ! તેણે ચોમાસાના ચાર મહિના તપશ્ચર્યા કરી. ગુરુદેવની સેવા કરી. ગુરુદેવ તેને ઓળખી ગયા હતા. રાજા પણ સમજી ગયા હતા કે “આ બ્રાહ્મણ શા માટે આ તપ આ સેવા કરે છે !” બૃહસ્પતિએ જૈન ધર્મનાં વિધિ-વિધાનો જાણવા માંડ્યાં. દેરાસરની પૂજનવિધિ જાણી લીધી. ગુરુને વંદન કરવાની વિધિ જાણી લીધી... અને પચ્ચખાણની વિધિ પણ જાણી લીધી. (૧૯દ છે સર્વજ્ઞ જેવા સૂરિદેવ, Page #174 -------------------------------------------------------------------------- ________________ જોતજોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા. બૃહસ્પતિએ ગુરુદેવને વિધિપૂર્વક વંદના કરી, કહ્યું : ગુરુદેવ, આપની કૃપાથી મારે ચાર મહિનાનો તપ પૂરો થયો છે. આજે મારે પારણું કરવાનું પચ્ચખાણ આપો !” ગુરુદેવના મુખ પર પ્રસન્નતા છવાણી. એ જ વખતે મહારાજા કુમારપાલ ઉપાશ્રયમાં આવી ચઢ્યા. ગુરુદેવને બૃહસ્પતિ પર રાજી થયેલા જોઈને બૃહસ્પતિને કહ્યું : તપસ્વી બ્રાહ્મણ, તું સોમનાથ પાટણ જ. તને ત્યાંના દેરાસરમાં, પહેલાંની જેમ પૂજારીના પદ ઉપર નિયુક્ત કરું છું.” બૃહસ્પતિ ખુશ થઈ ગયો. શ્રી હેમચન્દ્રસૂરિનો ભક્ત બની ગયો. સોમનાથ પાટણના “કુમારવિહાર' દેરાસરમાં જઈને ભક્તિભાવથી જિનેશ્વર ભગવંતની પૂજા-સેવા કરવા લાગ્યો. પુત્ર ચંગદેવે દીક્ષા લીધી હતી. પતિ ચાચગ-શ્રેષ્ઠીનું અવસાન થયું હતું. પાહિનીએ દીક્ષા લીધી હતી. સાધ્વી પાહિની, પોતાના જ્ઞાનધ્યાનમાં લીન રહેતાં હતાં. પુત્ર હેમચન્દ્રસૂરિનું અપૂર્વજ્ઞાન, અભુત યોગસિદ્ધિ અને મહાનું શાસનપ્રભાવના જોઈને, સાધ્વી પાહિની ખૂબ રાજી થતાં હતાં. આચાર્યદેવ, માતા સાધ્વીની કાળજી રાખતા હતા. તેમના પ્રત્યે ભક્તિભાવ રાખતા હતા. સાધ્વી પાહિની મૃત્યુશગ્યા પર સૂતાં હતાં. સાધ્વીછંદ તેમને અંતિમ આરાધના કરાવતું હતું. ગુરુદેવને સમાચાર મળ્યા. તેઓ પણ પાટણમાં જ બિરાજતા હતા. તુર્ત જ તેઓ સાવી-માતા પાસે પહોંચી ગયા. માતાએ પુત્રની સામે જોયું... પુત્રે અનહદ ભક્તિથી પ્રેરાઈને કહ્યું : - પાંચ પ્રસંગ (૧૬૭] Page #175 -------------------------------------------------------------------------- ________________ “હે માતા, હું તમને એક કરોડ નવકારમંત્રનું પુણ્યદાન આપું છું. તમે અનુમોદના કરો.' - આચાર્યદેવ પુણ્યદાન આપીને, સ્વયં સાધ્વી-માતાને શ્રી નવકારમંત્ર સંભળાવવા લાગ્યા. સાધ્વી પાહિની સમાધિમૃત્યુ પામ્યાં. શ્રાવકસંઘે સ્મશાનયાત્રાની તૈયારીઓ કરવા માંડી. સાધ્વીજીના મૃતદેહને સ્મશાનમાં લઈ જવા માટે સુંદર અને મૂલ્યવાન પાલખી બનાવવામાં આવી. પાલખીને એક જગાએ મૂકીને, શ્રાવકો જરા આઘા-પાછા થયા, ત્યાં તો કેટલાક જૈનવિરોધી લોકોએ એ પાલખીને તોડી નાંખી. સમાચાર હેમચન્દ્રસૂરિને મળ્યા. સમાચાર સાંભળીને હેમચન્દ્રસૂરિ ખૂબ ગુસ્સે થયા. તેઓ પોતે, જ્યાં સાધ્વી-માતાનો મૃતદેહ હતો ત્યાં પહોંચ્યા. શ્રાવકોને કહ્યું : હવે તમે ડરો નહીં. નવી પાલખીમાં સાધ્વી-માતાનો મૃતદેહ પધરાવો. હું જોઉં છું... કોણ અહીં વિઘ્ન કરવા આવે છે !” સાધ્વી પાહિનીની ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. પાટણનાં હજારો સ્ત્રી-પુરુષો સ્મશાનયાત્રામાં જોડાયાં. અગ્નિસંસ્કાર સમયે આચાર્યદેવ સ્વયં ઉપસ્થિત રહ્યા. પેલા વિરોધી બાવાઓની તાકાત ન હતી કે તેઓ હેમચન્દ્રસૂરિની સામે કોઈ ઉપદ્રવ કરે ! મહારાજા કુમારપાલ પાટણમાં ન હતા. તેઓ માળવાદેશમાં હતા. તેમને આ દુર્ઘટનાની ખબર ક્યાંથી હોય ? આચાર્યદેવનું મન ખાટું થઈ ગયું હતું. તેમના મનમાં ઘણું લાગી આવ્યું હતું. માતા-સાધ્વીના થયેલા ઘોર અપમાનથી તેઓ ધૂંવાંપૂવાં થઈ ગયા હતા. તેમણે શિષ્યસમુદાય સાથે માળવા તરફ વિહાર કર્યો. રાજા કુમારપાલ ઉજજૈનમાં હતા. આચાર્યદેવ ઉજજૈન પહોંચ્યા. મહામંત્રી ઉદયનને ગુરુદેવે સમાચાર મોકલ્યા. અચાનક ગુરુદેવના આગમનને જાણીને ઉદયન મંત્રી દોડતા (૧૬૮ જે સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #176 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવ પાસે આવ્યા. ગુરુદેવને ભાવપૂર્વક વંદના કરી, વિનયથી બેઠા. મહામંત્રીએ પૂછ્યું: “ગુરુદેવ, ઉગ્ર વિહાર કરીને અહીં પધારવાનું પ્રયોજન ?' આચાર્યદેવે કહ્યું : “મારે તત્કાલ રાજાને મળવું છે.” મહામંત્રીએ બોલ્યા : “હું હમણાં જ મહારાજાને સમાચાર આપું છું.” ગુરુદેવની મુખમુદ્રા જોઈને મહામંત્રીએ કોઈ અમંગલ ઘટનાનું અનુમાન કર્યું. મહારાજાને સમાચાર આપ્યા. મહારાજાએ, મહામંત્રીને કહ્યું: ‘ગુરુદેવને આદરપૂર્વક રાજમહેલમાં બોલાવી લાવો.” મહામંત્રીએ ગુરુદેવને કહ્યું: રાજમહેલમાં પધારવા આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું. આચાર્યદેવ રાજમહેલમાં પધાર્યા. રાજાએ ભાવભીનું સ્વાગત કર્યું. રાજાએ વિનયથી પૂછયું : “ગુરુદેવ, આપના પવિત્ર દેહે નિરામયતા વર્તે છે ને ?” આચાર્યદેવે કહ્યું : “રાજનું, જે રાજાના રાજ્યમાં સાધુ-સાધ્વીના મૃતદેહની પણ મર્યાદા ના જળવાતી હોય, તેવા રાજ્યમાં આશ્રિત બનીને રહેવાનું કોણ પસંદ કરે ?' ચિંતાથી વ્યાકુળ બનેલા રાજાએ પૂછ્યું : “ગુરુદેવ, શું મારા રાજ્યમાં કોઈએ આપનું અપમાન કર્યું છે ? કોઈ દુષ્ટ માણસે આપને શું રંજાડ્યા છે? પ્રભુ, મને કહો, હું એ પાપીને સજા કરીશ... પરંતુ મને અને મારા રાજ્યને છોડી જવાનો વિચાર ના કરશો...” “રાજનું, જે રાજયમાં સાધ્વીના મૃતદેહની મર્યાદા પણ ન જળવાતી હોય, તે રાજ્યમાં રહેવાનું અમે પસંદ કરતા નથી. શા માટે અમારે તમારા રાજ્યમાં રહેવું જોઈએ ? શું જોઈએ છે અમારે ? ભિક્ષાવૃત્તિથી ભોજન કરીએ છીએ... જીર્ણ વસ્ત્ર પહેરીએ છીએ અને જમીન ઉપર સૂઈ જઈએ છીએ...! અમને રાજાઓનું શું પ્રયોજન રાજાએ ગદ્ગદ સ્વરે કહ્યું: ‘ગુરુદેવ, આપને મારી જરૂર નથી... પરંતુ મારે આપની જરૂર છે ! પરલોકનું પુણ્ય બાંધવા હું આપની સાથે - પાંચ પ્રસંગ ૧૬૯) Page #177 -------------------------------------------------------------------------- ________________ મિત્રતા ઇચ્છું છું. આપનું પવિત્ર સાન્નિધ્ય ઈચ્છું છું.” રાજની નમ્રતા.. સરળતા અને મૈત્રીથી આચાર્યદેવ પ્રભાવિત થયા. તેમણે પાટણમાં બનેલી ઘટના કહી સંભળાવી. રાજાને ખૂબ દુઃખ થયું. ભવિષ્યમાં હવેથી ક્યારેય આવી દુર્ઘટના નહીં બને - તેવી ખાતરી આપી. ગુરુદેવ, મારા મહેલમાં આપ ચાહો ત્યારે પધારી શકો છો. આપને કોઈને રાજપુરુષ કે રાજનો નોકર રોકશે નહીં કે ટોકશે નહીં.” રાજાની અને આચાર્યદેવની મૈત્રી વિશેષ રૂપે દઢ બની. રાજા પ્રસંગે-પ્રસંગે આચાર્યદેવની પ્રશંસા કરવા લાગ્યા. (૪) રાજપુરોહિત આમિગ ઈર્ષ્યાળુ હતો. હેમચન્દ્રસૂરિનાં માન-પાન વધી ગયેલાં જોઈ તેનું દિલ બળવા લાગ્યું. એ પુરોહિત, હેમચન્દ્રસૂરિને ઉતારી પાડવાનો લાગ શોધવા માંડ્યો. એક દિવસ રાજસભામાં રાજાએ હેમચન્દ્રસૂરિના બ્રહ્મચર્ય-ગુણની ખૂબ પ્રશંશા કરી. તે વખતે પુરોહિતે કહ્યું : મહારાજા, વિશ્વામિત્ર... પરાશર જેવા ઋષિ-મુનિઓ, કે જેઓ જંગલમાં રહીને પાંદડાં ખાઈને રહેતા હતા, તેઓ પણ સુંદરીના સુંદર શરીરને જોઈને મોહિત થઈ ગયા હતા, તો પછી, જે સાધુઓ દૂધ, દહીં અને ઘી ખાય છે અને ગામ-નગરમાં રહે છે, તેઓ ઇન્દ્રિયનિગ્રહ કેવી રીતે કરી શકે?” આ વાતનો જવાબ આચાર્યદેવે આપ્યો : “અરે, પુરોહિત, હાથી અને ડુક્કરનું માંસ ખાનાર બળવાન સિંહ આખા વર્ષમાં એક વખત જ સિંહણ સાથે ભોગ કરે છે... જ્યારે અનાજના દાણાને કાંકરા ખાનાર કબૂતર રોજ વિષયભોગ કરે છે ! એનું શું કારણ ? જરા બતાવો તો!” પુરોહિત આમિગ શું જવાબ આપે ? ચૂપ થઈ ગયો ! શરમથી એનું મોટું નીચું થઈ ગયું. ( ૧૭૦ % સર્વજ્ઞ જેવા મૂરિદેવ, Page #178 -------------------------------------------------------------------------- ________________ રાજસભામાં ઈર્ષાળુઓનો તોટો ના હોય. એક રાજપુરુષે મહારાજા કુમારપાલના કાનમાં કહ્યું : મહારાજા, આ જૈનો સૂર્યની પૂજા નથી કરતા. તેઓ સૂર્યને માનતા જ નથી.” મહારાજાએ હેમચન્દ્રસૂરિ સામે જોઈને પૂછયું : ગુરુદેવ, શું જૈનો સૂર્યપૂજા નથી કરતા?” રાજનું, સૂર્ય તો પ્રકાશનો મૂળ સ્રોત છે. અમે સૂર્યના પરમ ઉપાસક છીએ. તે સૂર્યને હૃદયમાં રાખીએ છીએ. એટલે જ તો સૂર્ય - અસ્ત થઈ જતાં અમે રોજ ભોજનનો ત્યાગ કરીએ છીએ. અરે, એના વિરહના દુઃખથી, રાત્રે પાણી પણ નથી પીતા !” મહારાજાએ પેલા ઈર્ષાળુ તરફ જોઈને કહ્યું : “અરે, અજ્ઞાની, તારી પાસ વાતનો કોઈ જવાબ છે ખરો ?” પેલા ઈર્ષાળુનું મોટું કાળું થઈ ગયું ! એની પાસે જવાબ ન હતો. - પાંચ પ્રસંગ પાંચ પ્રસંગ ૧૭૧) ૧૭૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ * ૫ || || પૂર્વજન્મની કથા | E – એક દિવસ કુમારપાલે ગુરુદેવને પ્રશ્ન કર્યો : ગુરુદેવ, આ કાળમાં આપ જ સર્વજ્ઞ છો. મારા એક પ્રશ્નનું સમાધાન કરવા કૃપા કરો.” | ‘પૂછો રાજનું, જ્ઞાનપ્રકાશમાં તમારા પ્રશ્નનો ઉત્તર જડશે તો તમને કહીશ. તમારા મનનું સમાધાન કરીશ.” ભગવંત, હું પૂર્વભવમાં કોણ હતો ?' સિદ્ધરાજે મને પારાવાર દુઃખ કેમ દીધું? - આપ અને મહામંત્રી ઉદયન, મારા ઉપર આટલું બધું હેત.. વાત્સલ્ય કેમ વરસાવો છો ? પૂર્વજન્મના કોઈ વિશિષ્ટ સંબંધ વિના, આવી જીવલેણ દુશમનાવટ કે આવી અપૂર્વ મૈત્રી સંભવે નહીં!' આચાર્યદેવે કહ્યું : “કુમારપાલ, તારા પ્રશ્નોના ઉત્તર મારે કોઈ દેવ-દેવી પાસેથી મેળવવા પડશે. તે મેળવીને તને કહી સંભળાવીશ.” ગુરુદેવને વંદના કરી રાજા મહેલમાં ગયા. ગુરુદેવે એક સાધુની સાથે સિદ્ધપુર તરફ પ્રયાણ કર્યું. સિદ્ધપુરના પાદરમાં જ સરસ્વતી નદીનાં શાન્ત નીર વહેતાં હતાં. કિનારા પરના એક ઘેઘૂર વડલાની નીચે, શુદ્ધ ભૂમિ પર, પ્રમાર્જન કરીને મુનિએ આસન પાથર્યું. ગુરુદેવે આસન પર બેસીને, મંત્રસ્નાન કરીને “સૂરિમંત્રની આરાધના શરૂ કરી. ત્રણ દિવસ સુધી ઉપવાસ અને આરાધના કર્યા. સાથેના મુનિવરે ઉત્તર સાધક બનીને, અપ્રમત્ત રહીને ગુરુદેવને સહાય કરી. આરાધના પૂર્ણ થઈ. દેવી ત્રિભુવન સ્વામિની પ્રગટ થઈ. પ્રસન્ન વદને તેણે ધ્યાનલીન ગુરુદેવને કહ્યું : “સૂરિદેવ, મને કેમ યાદ કરી ?” (૧૭૨ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #180 -------------------------------------------------------------------------- ________________ આચાર્યદેવે કહ્યું : ‘હે દેવી, આપનાં નેત્ર દિવ્ય છે. આપ ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો જાણો છો. કૃપા કરીને મને રાજા કુમારપાલનો પૂર્વજન્મ કહો, અને આગામી જન્મની વાતો કહો.' દેવીએ ત્યાં ગુરુદેવને કુમારપાલનો પૂર્વજન્મ અને આગામી જન્મ કહ્યો. દેવી અદૃશ્ય થઈ ગઈ. ગુરુદેવ પાછા પાટણ પધાર્યા. ત્રણ ઉપવાસનાં પારણાં કર્યાં. વિશ્રામ લઈને, સ્વસ્થ બનીને, તેઓ પોતાના આસને બેઠા. કુમા૨પાલે ‘મર્ત્યએમ વંદામિ' બોલીને ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. ગુરુદેવને વંદના કરી તેઓ વિનયપૂર્વક ગુરુદેવ પાસે બેઠા. ગુરુદેવે ‘ધર્મલાભ’નો આશીર્વાદ આપીને કહ્યું : ‘રાજન્, તમારા પ્રશ્નોના ઉત્તર મળી ગયા છે ! દેવી ત્રિભુવનસ્વામિનીએ કૃપા કરીને તમારા પ્રશ્નોના ઉત્તર આપ્યા છે.’ પાસે બેઠેલા યશશ્વન્દ્ર મુનિએ કહ્યું : ‘મહારાજા, ગુરુદેવે સરસ્વતીના કિનારા પર ત્રણ ઉપવાસ કરીને ‘સૂરિમંત્ર’ની આરાધના કરી. ત્રણ દિવસ અને ત્રણ રાત, અપ્રમત્તભાવે એક આસને બેસીને જાપ-ધ્યાન કર્યા..! કુમારપાલ આનંદવભોર થઈ ગયા... તેઓ બોલ્યા : ‘ગુરુદેવ, મારા પ્રશ્નોના ઉત્તર મેળવવા આપે આવી કઠોર સાધના કરી ? આપનું આવું નિષ્કારણ વાત્સલ્ય મને ભાવવિભોર કરી દે છે.’ કુમારપાલની આંખોમાં હર્ષનાં આંસુ ઊભરાયાં. ગુરુદેવે રાજાના મસ્તકે હાથ ફેરવતાં કહ્યું : ‘કુમારપાલ, તારા પ્રશ્નમાં હું અને મહામંત્રી પણ સંકળાયેલા છીએ ને ! એટલે ઉત્તર મેળવવાની ઉત્કંઠા મને પણ હતી જ ! હવે જે ઉત્તર મને દેવીએ આપ્યા છે, તે તને કહું છું.' કુમારપાલ અને અન્ય મુનિવરો સ્વસ્થ બનીને, એકાગ્ર બનીને બેઠા. આચાર્યદેવે કથાનો પ્રારંભ કર્યો. પૂર્વજન્મની કથા ૧૭૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ માળવા અને ગુજરાતની સરહદ ઉપર એક ઊંચો પહાડ હતો. એ પહાડ ઉપર “નરવીર’ નામનો ડાકુ પોતાના અનેક સાથીદારો સાથે રહેતો હતો. હતો તો મેવાડનો રાજા જયકેશીનો પુત્ર ! પરંતુ તેનાં ખોટાં કામોથી કંટાળીને રાજાએ એને દેશનિકાલની સજા કરી. તે ડાકુઓની ટોળીનો સરદાર બની ગયો. એણે આજુબાજુનાં ગામો જીતી લઈને પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. એક દિવસ માળવાનો મોટો ધનવાન વેપારી ધનદત્ત આ રસ્તેથી પસાર થતો હતો. સેંકડો ગાડાંઓમાં અઢળક સંપત્તિ ભરેલી હતી. દરેક ગાડાની સાથે તેના રખેવાળો ચાલતા હતા. ધનદત્તના કાફલાએ જેવો પર્વતની ખાઈમાં પ્રવેશ કર્યો કે નરવીરના ગુપ્તચરોએ નરવીરને સમાચાર આપી દીધા. જ્યાં ખાઈના મધ્યભાગમાં ધનદત્તનો કાફલો પહોંચ્યો કે નરવીરે એના સશસ્ત્ર સાથીદારો સાથે હુમલો કરી દીધો. રક્ષકોને મારી નાંખ્યા અને બધી સંપત્તિ લૂંટી લીધી. ધનદત્ત, અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યો ! એક સલામત જગાએ જઈ પહોંચ્યો. તે એક વૃક્ષની છાયામાં બેઠો, અને વિચારવા લાગ્યો : આ દુષ્ટ લૂંટારાને પકડવામાં નહીં આવે તો એ અનેક મુસાફરોના પ્રાણ લેશે... સંપત્તિ લૂંટી લેશે. કોઈ રાજાની સહાય લઈને હું જ આ દુષ્ટને સજા કરું !' ધનદત્ત જેમ પૈસા કમાવામાં કુશળ હતો તેમ યુદ્ધ કરવામાં પણ કુશળ હતો. તે માળવાના રાજા પાસે ગયો. બધી વાત કરી.. “મને થોડું લશ્કર આપો. હું એ દુષ્ટને પહોંચી વળીશ.” તેણે રાજા પાસે લશ્કર માંગ્યું. રાજાએ લશ્કર આપ્યું. લશ્કર લઈને ધનદત્ત, નરવીરની પલ્લી પાસે પહોંચ્યો. ચારે બાજુથી પલ્લીને ઘેરી લીધી. નરવીર અને એના બહાદુર સાથીદારો શૂરવીરતાથી લડ્યા, પરંતુ તેઓ હાર્યા. ધનદત્ત અને લશ્કરે, નરવીરના બધા જ સાથીદારોને મારી નાંખ્યા. એક માત્ર નરવીર બચી ગયો. તે દૂર સુરક્ષિત જગાએ ભાગીને પહોંચી ગયો. ધનદત્તે પલ્લીને આગ (૧૭૪ ૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #182 -------------------------------------------------------------------------- ________________ ચાંપી. નરવીરની પત્ની કે જે ગર્ભવતી હતી, તે ભાગી જતી પકડાઈ ગઈ. ક્રૂર બની ગયેલા ધનદત્તે એને પકડીને, તલવારથી એનું પેટ ચીરી નાંખ્યું. તેમાંથી બાળકને કાઢીને, પથ્થરની શિલા ઉપર પછાડીને મારી નાંખ્યું... તે ખૂબ રાજી થયો. નરવીરની પલ્લીમાંથી ઘણું ધન લઈને, ગાડાંઓમાં ભરીને, તે પાછો વળ્યો. માળવાના રાજા પાસે ગયો. પોતાની બહાદુરીનું વર્ણન કરતાં એણે નરવીરની પત્નીને અને એના ગર્ભસ્થ શિશુને કેવી રીતે મારી નાંખ્યું એ પણ કહી દીધું. રાજા દયાળુ હતો. તે કંપી ઊઠ્યો. સિંહાસન પરથી ઊભો થઈ ગયો. તેણે કહ્યું : “અરે, દુષ્ટ વેપારી, તું ભયંકર નિર્દય માણસ છે. તે સ્ત્રી હત્યા અને બાળહત્યાનું ઘોર પાપ કર્યું. આવું પાપ તો ચંડાળ પણ ના કરે. તું અહીંથી ચાલ્યો જા. તારું કાળું મોટું મને ક્યારેય દેખાડીશ નહીં.” રાજાએ ધનદત્તનું બધું જ ધન લઈ લીધું. એનો ઘોર તિરસ્કાર કર્યો અને દેશનિકાલની સજા કરી. ધનદત્ત એકલો ને અટૂલો... ભટકતો ભટકતો એક જંગલમાં ગયો. તેના મનમાં પોતે કરેલાં પાપોનો ઘોર પશ્ચાત્તાપ થયો. તેણે ઉગ્ર તપશ્ચર્યા કરવા માંડી. તેનું મૃત્યુ થયું. મરીને એ જીવ જે પુનર્જન્મ પામ્યો, તે જ રાજા સિદ્ધરાજ ! એકાગ્રતાથી સાંભળી રહેલા રાજા કુમારપાલે પૂછ્યું : ભગવંત, પેલા ડાકુ નરવીરનું શું થયું ?' આચાર્યદેવે કહ્યું : એ નરવીર એક જંગલમાં જઈને એક વૃક્ષની નીચે બેઠો. તે થાકેલો ને હારેલો હતો. તેના દિલમાં રોષ હતો... પરંતુ તે સાવ અસહાય બની ગયો હતો. એ જંગલના રસ્તેથી એક મુનિર્વાદ પસાર થતું હતું. એ મુનિવૃંદના આચાર્ય હતા શ્રી યશોભદ્રસૂરિ. તેમણે નરવીરને જોયો. દયા આવી. - પૂર્વજન્મની કથા ૧૭૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ નરવીરે આચાર્યને જોયા. એના હૃદયમાં ભક્તિનો ભાવ જાગ્યો ! આચાર્યદેવની સમક્ષ નરવીરે પોતાનાં બધાં જ પાપ કહી દીઘાં. આચાર્યદેવે તેને સારા સજ્જન માનવી બનીને જીવવાનો ઉપદેશ આપ્યો. નરવીરને આચાર્યનો ઉપદેશ ગમ્યો. આચાર્યના મુનિવૃંદની સાથે થોડા ગૃહસ્થો પણ હતા. તેમની પાસે ભોજન માટેની સામગ્રી હતી. - નરવીરને પેટ ભરીને ભોજન કરાવ્યું. – તેને “એકશિલા નગરીમાં જવા પ્રેરણા આપી. નરવીર એના રસ્તે ચાલ્યો.. મુનિવૃંદ એમના માર્ગે આગળ વધી ગયું. નરવીર “એકશિલા નગરીમાં પહોંચ્યો. આઢર શ્રેષ્ઠીની હવેલીએ પહોંચ્યો. આઢર શેઠને ઘેર સદાવ્રત ચાલતું હતું. શેઠે નરવીરને જમી લેવા કહ્યું, પરંતુ “હું તમારું કોઈ કામ કરીને પછી ભોજન કરીશ.” એમ કહ્યું. શેઠને નરવીર ગમી ગયો. તેને પોતાના ઘરમાં રાખી લીધો... નરવીર ઘરનાં બધાં કામ કરે છે અને સજ્જન તરીકે જીવન જીવે છે. ત્યાં પેલા આચાર્ય યશોભદ્રસૂરિ વિહાર કરતા કરતા એકશિલા નગરીમાં પધાર્યા. નરવીરે તેમને જોયા, ઓળખ્યા...અને તે આચાર્યના પગમાં પડી ગયો. આચાર્યદેવે ખૂબ વાત્સલ્યથી એના માથે હાથ મૂક્યો. નરવીરે પૂછ્યું : “પ્રભુ, આપ અહીં ક્યાં રહેવાના છો ? હું રોજ આપની પાસે આવીશ.” આચાર્યદેવે પોતાનું સ્થાન બતાવ્યું. નરવીર રોજ આચાર્યની પાસે જવા લાગ્યો. આઢર શેઠે પૂછ્યું : “નરવીર, થોડા દિવસથી તું બહાર જાય છે.. ઘણો સમય બહાર રહે છે. ક્યાં જાય છે, ભાઈ ?' નરવીર કહ્યું : મારા ઉપકારી શેઠ, હું મારા પરમ ઉપકારી ગુરુદેવ યશોભદ્રસૂરિની પાસે જાઉં છું. તેમનાં અમૃત જેવાં મધુર વચનો. ૧૭૬ સર્વજ્ઞ જેવા સૂદેિવ Page #184 -------------------------------------------------------------------------- ________________ પૂર્વજન્મની કથા kl આઢર શેઠ અને નરવીર રોજ ગુરુદેવનો ઉપદેશ સાંભળે છે. ૧૭૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ સાંભળવાં મને ખૂબ ગમે છે !' આઢર શેઠને આનંદ થયો. તેમણે કહ્યું : “નરવીર, હું પણ તારી સાથે તારા ગુરુનાં દર્શન કરવા આવીશ.” આઢર અને નરવીર યશોભદ્રસૂરિ પાસે ગયા. આચાર્યનો ઉપદેશ સાંભળીને આઢર ખુશ થયો. પછી તો રોજનો કાર્યક્રમ બની ગયો. આઢરે શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કર્યા. આઢર શ્રેષ્ઠીએ એક ભવ્ય દેરાસર બંધાવ્યું. યશોભદ્રસૂરિજીની પાસે ભગવાન મહાવીર સ્વામીની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. ભવ્ય મહોત્સવ કર્યો. આચાર્યદેવશ્રીને વિહાર કરીને બીજા ગામે જવું હતું, પરંતુ આઢર શેઠના અતિ આગ્રહથી તેઓએ એકશિલામાં ચાતુર્માસ કરવાનો નિર્ણય કર્યો. ચોમાસામાં જેમ ધોધમાર વરસાદ વરસે, તેમ આચાર્યની દેશના પણ ધોધમાર વરસવા લાગી. આઢર શેઠનું હૈયું નાચે છે ! નરવીરનો હર્ષોલ્લાસ ઊછળે છે ! શેઠ અને નોકર રોજ પરમાત્માની પૂજા કરે છે. શેઠ અને નોકર રોજ ગુરુદેવનો ઉપદેશ સાંભળે છે. પર્યુષણ મહાપર્વ આવ્યાં. શેઠની સાથે નરવીર દેરાસર જાય છે. શેઠ પોતાની સામગ્રીથી પરમાત્માની પૂજા કરે છે, નરવીર માલણ પાસેથી પાંચ કોડીનાં ફૂલ લઈને પૂજા કરે છે. ભક્તિનો ભાવ ઊછળે છે ! સંવત્સરીના દિવસે શેઠ-શેઠાણી અને ઘરના બધા જ માણસો ઉપવાસ કરે છે. નરવીર પણ ઉપવાસ કરે છે. પારણાના દિવસે મુનિવરોને ભિક્ષા આપ્યા પછી જ શેઠની સાથે નરવીર પારણું કરે છે. ઘરના બધા જ લોકો નરવીરને “સાધર્મિક (૧૭૮ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #186 -------------------------------------------------------------------------- ________________ ભાઈ” માનીને, આગ્રહથી પારણું કરાવે છે. સાંજે નરવીરના શરીરમાં પીડા થાય છે. આઢ૨ શેઠ અંતિમ આરાધના કરાવે છે. નરવીર સમતાભાવે મૃત્યુ પામે છે. મરીને તે ત્રિભુવનપાલનો પુત્ર કુમારપાલ બને છે !’ પોતાનો પૂર્વજન્મ જાણીને કુમારપાલ સ્તબ્ધ થઈ જાય છે. પછી તે પૂછે છે : ‘ગુરુદેવ, આઢર શેઠનું શું થયું ?' ગુરુદેવે કહ્યું : ‘આઢર શેઠ પણ મૃત્યુ પામે છે...અને એમનો જીવ... નવો માનવ-અવતાર પામે છે. તે જ આપણા ઉદયનમંત્રી ! ‘રાજન્, તમારા ઉપર ઉદયન મંત્રીને કેમ આટલો બધો વાત્સલ્યભાવ છે, એનું કારણ સમજાયું ને ?' ‘ભગવંત, મારા પરમ ઉપકારી એ યશોભદ્રસૂરિજીનું શું થયું ?' ‘તેઓ પણ કાળધર્મ પામીને મનુષ્યયોનિમાં જન્મેલા છે...અને તે તારી સામે જ બેઠા છે !' ‘આપ જ ગુરુદેવ ?’ કુમારપાલની આંખો હર્ષથી નાચી ઊઠી. તે ઊભો થઈ ગયો. ગુરુદેવના ખોળામાં પોતાનું મસ્તક મૂકી દીધું. આચાર્યદેવ રાજાના મસ્તક ઉપર વાત્સલ્ય વરસાવતા રહ્યા. ‘રાજન્, હવે તમને સુખ-દુઃખનો કાર્ય-કારણ ભાવ સમજાવું છું. તે સાંભળો : પેલા ધનદત્તે બાળહત્યા કરી હતી, તેથી આ સિદ્ધરાજના ભવમાં તે નિઃસંતાન રહ્યો. ધનદત્તને તારા પ્રત્યે વૈરભાવ હતો, એટલે આ જન્મમાં પણ એને તમારા પ્રત્યે વૈરભાવ રહ્યો હતો. પૂર્વજન્મમાં મારો અને આઢર શેઠનો તમારા પ્રત્યે ખૂબ વાત્સલ્યભાવ હતો, એટલે આ જન્મમાં પણ અમારો તમારા પ્રત્યે વાત્સલ્યભાવ છે ! પૂર્વજન્મની કથા ૧૭૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ – તમે પૂર્વજન્મમાં પાંચ કોડીનાં ૧૮ ફૂલોથી પરમાત્માની ભાવભક્તિથી પૂજા કરી હતી, એના ફળરૂપે અહીં તમને ૧૮ દેશનું રાજય મળ્યું છે. પૂર્વજન્મમાં તમે ઘણી લૂંટફાટ કરેલી એના કારણે આ જન્મમાં તમારે ઘણાં કષ્ટ સહન કરવાં પડ્યાં ! આ તમારો પૂર્વજન્મ, જે પ્રમાણે દેવી ત્રિભુવનસ્વામિનીએ મને કહ્યો, એ મેં તમને કહ્યો છે ! અને મારા કથનમાં જો તમને શંકા હોય, તો કોઈ રાજપુરુષને એકશિલા નગરીમાં મોકલો. આઢર શેઠના પુત્રોના ઘરમાં સ્થિરા” નામની એક વૃદ્ધ નોકરાણી હજુ જીવે છે. એ બધી જ વાત કહી બતાવશે !' કુમારપાલે કહ્યું : “ગુરુદેવ, આપ તો સર્વજ્ઞ જેવા જ સૂરિદેવ છો. આ કળિયુગમાં સર્વજ્ઞની જેમ ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો કહેનારા, આપના સિવાય બીજું કોણ છે ? દેવીની વાણી ક્યારેય અસત્ય હોય જ નહીં. પરંતુ માત્ર કૌતુકથી... કુતૂહલથી પ્રેરાઈને મારા ગુપ્તચરોને એકશિલા નગરીમાં મોકલીને, પેલી વૃદ્ધ દાસીની તપાસ કરાવી લઉં !' ગુરુદેવે કહ્યું: “ખુશીથી મોકલો ગુપ્તચરોને.” ગુપ્તચરો ગયા એકશિલા નગરી. આઢર શેઠના પુત્રોને મળ્યા. સ્થિરા દાસીને મળ્યા. તેને બધી વાતો પૂછી. આઢરે બંધાવેલા દેરાસરને જોયું. ગુપ્તચરોએ પાછા આવીને કુમારપાલને કહ્યું : “જે પ્રમાણે ગુરુદેવે કહ્યું તે જ પ્રમાણે અમે ત્યાં બધું જોયું અને જાણ્યું !” કુમારપાલે ભરચક ભરાયેલી રાજસભામાં ગુરુદેવને “કલિકાલસર્વજ્ઞ”ની પદવી આપી ! (૧૮૦ % સર્વજ્ઞ જેવા સૂદિવસ Page #188 -------------------------------------------------------------------------- ________________ સૂરિદેવનો સ્વર્ગવાસ કુમારપાલે આચાર્યદેવને પૂછ્યું : ‘ભગવંત, મારી મુક્તિ ક્યારે થશે ?’ આચાર્યદેવે કહ્યું : ‘રાજન્, આ જન્મનું આયુષ્ય પૂર્ણ કરીને, મૃત્યુને પામીને દેવ બનીશ. મહાસમૃદ્ધ દેવ બનીશ. વિપુલ ભોગસુખ મળવા છતાં અને ભોગવવા છતાં તું આસક્તિમાં ડૂબીશ નહીં. પૃથ્વી ઉપરનાં શાશ્વત્ તીર્થોની યાત્રા કરીશ. નંદીશ્વર દ્વીપ વગેરે તીર્થોમાં ભવ્ય ભક્તિ-મહોત્સવ કરીશ. મહાવિદેહ-ક્ષેત્રોમાં જઈને, તીર્થંકરોની અમૃતમયી વાણી સાંભળીશ. શ્રેષ્ઠરૂપવાળીદેવીઓની સાથે નંદનવનોમાં ઇચ્છા મુજબ વિલાસ કરીશ. રાજન્, દેવભવનું આયુષ્ય પણ પૂરું થઈ જશે. તું આ જ ભરતક્ષેત્રમાં જન્મ પામીશ. - - - ૬ દ્દિલપુર નગરમાં શતાનંદ નામના રાજાની ધારિણી નામની રાણીના પેટે તું જન્મીશ. તારું નામ ‘શતબળ' રાખવામાં આવશે. શતબળ બાલ્યકાળમાં જ સર્વકળાઓ શીખી લેશે. બૃહસ્પતિ જેવો વિદ્વાન બનશે. યૌવનવયમાં તે રાજા બનશે અને પોતાના સમગ્ર રાજ્યમાં અહિંસા-ધર્મનો પ્રચાર કરશે. ― પોતાના અદ્ભુત પરાક્રમથી તે અનેક રાજ્યો જીતી લેશે. એ અરસામાં આ ભરતક્ષેત્રમાં, આવતી ચોવીશીના પહેલા તીર્થંકર શ્રી પદ્મનાભ વિહરતા હશે. તેઓ વિહરતાં-વિહરતાં એક દિવસ ભદ્દિલપુરમાં પધારશે. રાજા શતબળને આ સમાચાર મળતાં તે તીર્થંકરને વંદન કરવા જશે. પ્રભુની અમૃતમયી દેશના સાંભળીને રાજા શતબળ વિરક્ત બનશે, અનાસક્ત બનશે. અને તીર્થંકરની પાસે તે દીક્ષા લેશે. સાધુ બની જશે. તેઓ તીર્થંકરના અગિયારમા ગણધર બનશે. કઠોર તપશ્ચર્યા કરી, વીતરાગસર્વજ્ઞ બનશે. સૂરિદેવનો સ્વર્ગવાસ ૧૮૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ ક્રમશઃ આયુષ્ય પૂર્ણ કરીને મુક્તિ પામશે ! અર્થાત્ રાજન્, તમારી ત્રીજા ભવે મુક્તિ થશે ! ‘હું ત્રીજા ભવે મુક્તિ પામીશ,' આ વાત સાંભળીને રાજાને અનહદ આનંદ થયો. ત્રણ જગતમાં ના સમાય એટલો હર્ષોલ્લાસ થયો. ગુરુદેવના ચરણે પુનઃ પુનઃ વંદના કરી તેઓ રાજમહેલે ગયા. રાત્રિનો સમય હતો. નીરવ શાંતિ હતી. આજે કુમારપાલે ગુરુદેવની પાસે જ રાતવાસો કર્યો હતો. કુમારપાલે ગુરુદેવને કહ્યું : ‘ભગવંત, હું હવે વૃદ્ધ થયો છું. મને લાગે છે કે હવે હું ઝાઝું નહીં જીવું. ગુરુદેવ, મારી પાસે બધું જ છે, સિવાય એક પુત્ર ! એટલે સ્વાભાવિક જ મને ચિંતા થાય છે...‘મારો ઉત્તરાધિકારી કોણ બનશે' જો આપ નિર્ણય આપો તો એને રાજ્ય સોંપીને, હવે છેલ્લા દિવસો સમતા-રસમાં નિમગ્ન રહું ! આપના જ સાન્નિધ્યમાં શેષ જીવન પૂર્ણ કર્યું !' નજીકમાં જ બાલચન્દ્રમુનિ સૂતા હતા. સૂતાં-સૂતાં તેઓ રાજાગુરુદેવનો વાર્તાલાપ સાંભળતા હતા. રાજાના ઉત્તરાધિકારીની વાત કાને પડતાં, તેઓ સાવધાન થયા, ને વાર્તાલાપ એકાગ્રતાથી સાંભળવા લાગ્યા. ગુરુદેવ પૂછ્યું : ‘રાજ, તમારી ભાવના ઉત્તમ છે. શેષ જીવન શાંતિ-સમતાથી પસાર કરવાની અને રાજ્ય ઉત્તરાધિકારીને સોંપવાની વાત મને પણ ગમી. પરંતુ તમારી સામે કોણ-કોણ ઉત્તરાધિકારી બની શકે એવા પુરુષો છે ?' રાજાએ કહ્યું : ‘એક છે મારો ભત્રીજો અજયપાળ ને બીજો છે મારો ભાણેજ પ્રતાપમલ્લ !' ગુરુદેવ એ બંને કુમારોને જાણતા હતા. થોડી વાર વિચાર કરીને તેમણે કહ્યું : ‘રાજન્, અજયપાળના વિચારો સારા નથી. તેને જરાય ધર્મ ગમતો નથી. ધર્મસ્થાનો ગમતાં નથી. જો એને રાજ્યસત્તા મળશે તો એ ઉન્મત્ત બનશે. પહેલું કામ એ ધર્મસ્થાનોને તોડવાનું કરશે... મંદિરોને તોડશે અને સાધુઓને હેરાન-પરેશાન કરશે. માટે અજયપાળને સર્વજ્ઞ જેવા સૂરિદેવ ૧૮૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ તો રાજા બનાવાય જ નહીં. જોકે પ્રતાપમલ્લ પણ ધર્માત્મા નથી. છતાં એ ધર્મનો દ્વેષી કે વિરોધી નથી. રાજા બનવાના બીજા ગુણો એનામાં દેખાય છે.' રાજાએ કહ્યું : ‘આપની આજ્ઞા મુજબ જ કાર્ય કરીશ.’ રાત ઉપાશ્રયમાં પસાર કરી પ્રભાતે રાજા રાજમહેલમાં ગયા. એમનું મન ઘણું હળવું થઈ ગયું હતું. બાલચંદ્રમુનિના મનમાં ગુરુદેવ હેમચન્દ્રસૂરિ પ્રત્યે ભક્તિ ન હતી, શ્રદ્ધા ન હતી. પરંતુ ઘોર દ્વેષ હતો. બીજી બાજુ બાલચન્દ્રમુનિએ અજયપાળ સાથે દોસ્તી બાંધી હતી. રાતે ગુરુદેવે, કુમારપાલની આગળ અજયપાળની નિંદા કરી હતી, તેથી બાલચન્દ્રમુનિ ગુરુદેવ ઉપર વધારે ક્રોધે ભરાયો હતો. પ્રભાતે, બાલચન્દ્રમુનિ અજયપાળના મહેલે પહોંચી ગયા, અને રાત્રિની બધી વાત તેને કરી દીધી. અજયપાળે કહ્યું : ‘મુનિરાજ, તમે રાત્રિમાં ગુપ્તવાત સાંભળી લીધી તે સારું કર્યું. તમે ખરેખર, મારા સાચા મિત્ર છો. હું જ્યારે રાજા બનીશ ત્યારે તમને હું મારા ગુરુપદે સ્થાપિત કરીશ. જેવી રીતે વર્તમાનમાં હેમચન્દ્રસૂરિ કુમારપાલના ગુરુપદે છે તેવી રીતે !’ પાટણના રાજપરિવારમાં કાવા-દાવા શરૂ થઈ ગયા. મહારાજાનું મન તેથી વ્યથિત રહેવા લાગ્યું. તે છતાં તેના મનમાં જે ધર્મચિંતન ચાલતું હતું તે ધર્મચિંતનના પ્રભાવે તેઓ સ્વસ્થ રહી શકતા હતા. ૮૦ વર્ષના વયોવૃદ્ધ બનેલા કુમારપાલના ચિત્તમાં જેવી રીતે વિશાળ સામ્રાજ્યના ભવિષ્યની અને ગુજરાતના અભિનવ ઉન્નત સંસ્કારોના રક્ષણની ચિંતા હતી, તેવી રીતે પોતાના પરલોકનો વિચાર પણ રમતો હતો. હેમચન્દ્રસૂરિના પટ્ટશિષ્ય રામચન્દ્રસૂરિ હતા. રામચન્દ્રસૂરિ, પોતાના ગુરુદેવની વિચારશૈલીને ચીવટથી જાળવનારા અને ટકાવનારા હતા. તેઓ નીડર અને સ્વાતંત્ર્યપ્રિય હતા. તેમનામાં તેજસ્વી પ્રતિભા હતી અને પ્રકાંડ વિદ્વત્તા હતી. આચાર્યદેવ હેમચન્દ્રસૂરિએ, રામચંદ્રસૂરિને પોતાના અનુગામી સૂરિદેવનો સ્વર્ગવાસ ૧૮૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ નિયુક્ત કર્યા. કારણ કે તેઓની ઉંમર ૮૪ વર્ષની થઈ ગઈ હતી. તેમને પોતાનું મૃત્યુ નિકટના ભવિષ્યમાં દેખાતું હતું. રામચન્દ્રસૂરિને ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા, તે વાત બાલચન્દ્ર મુનિને જરાય ગમી નહીં. કાવા-દાવા ચાલુ થઈ ગયા. ધર્મ, સાહિત્ય અને સંસ્કારો ગૌણ બની ગયા. રાજખટપટો અને સત્તાનાં ઝેર ધાર્મિક સ્થાનોને ઘેરવા લાગ્યાં. આચાર્યદેવ હેમચન્દ્રસૂરિ જેવી રીતે જ્ઞાનયોગી હતા, તેવી રીતે ચુસ્ત ક્રિયાયોગી પણ હતા. તેમણે પોતાના જીવનમાં જ્ઞાન અને ક્રિયાનો સમન્વય સાધ્યો હતો. તેઓ અવાર-નવાર છઠ-અટ્ટમ (બે ઉપવાસ - ત્રણ ઉપવાસ)નો તપ પણ કરતા હતા. મૃત્યુનો કાળ નજીકમાં જાણીને તેઓએ સર્વ સાધુઓને પોતાની પાસે બોલાવ્યા. રાજા કુમારપાલ પણ આવી પહોંચ્યા. સમગ્ર જૈન સંઘ આવી પહોંચ્યો. – આચાર્યદવે સહુની સાથે ક્ષમાપના કરી. – સહુને અંતિમ ધર્મોપદેશ આપ્યો. – મહારાજા કુમારપાલે ઊભા થઈ, ગુરુદેવના ચરણોમાં પ્રણામ કરીને ગગદ સ્વરે કહ્યું : પ્રભો, શ્રેષ્ઠ અત્તેપુર, સમૃદ્ધ રાજય અને અનુપમ વૈષયિક સુખો તો ભવોભવ મળે... પરંતુ આપના જેવા સદ્ગુરુ મળવા દુર્લભ છે. આપે મને માત્ર ધર્મ જ નથી આપ્યો, આપે મને જીવન પણ આપ્યું છે. અનેક રીતે આપે મારું કલ્યાણ જ કલ્યાણ કર્યું છે...આપે મારા ઉપર અનંત ઉપકારો કર્યા છે...ભગવંત, એ ઉપકારનો બદલો હું કેવી રીતે વાળીશ? આ અગાધ મોહસાગરમાં ડૂબતા મને કોણ બચાવશે ? ગુરુદેવ, મેં આપના ચરણોની આરાધના કરી છે...એ આરાધનાનું જો કોઈ ફળ મને મળવાનું હોય તો મને ભવ-ભવે આપ જ ગુરુ મળો...” કુમારપાળ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ગુરુદેવની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે કહ્યું : “રાજનું, પૈર્યધારણકરો. મારા મૃત્યુ પછી તમારું મૃત્યુદૂરનથી.મૃત્યકાળ (૧૮૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #192 -------------------------------------------------------------------------- ________________ / / wwwછે. DJ પાટણના રાજમાર્ગો પરથી સ્મશાનયાત્રા પસાર થઈ. હજારો સ્ત્રી-પુરુષો સ્મશાનયાત્રામાં જોડાયાં. - ૨ | વિનો સ્વર્ગવાસ નો સ્વર્ગવાસ ૧૮૫૩ ૧૮૫ | Page #193 -------------------------------------------------------------------------- ________________ સર્વ જીવો સાથે ક્ષમાપના કરજો અને મારી જેમ જ અનશન કરજો.’ ગુરુદેવે અનશન કર્યું. ખાવાનું-પીવાનું બંધ કર્યું. આંખો બંધ કરી, પદ્માસનસ્થ બની, પરમાત્મધ્યાનમાં નિમગ્ન થયા. યુવાનોએ આરંભેલાં નૃત્યો બંધ થયાં. શ્રાવક-શ્રાવિકાઓએ આરંભેલા રાસ બંધ થયા. - -- - ગાયકોનાં ગીત-સંગીત બંધ થયાં. ભાટ લોકોની બિરદાવલિઓ બંધ થઈ. સર્વત્ર મૌન... અને શાન્તિ પથરાણી. આચાર્યદેવ ઉત્કૃષ્ટ ધર્મધ્યાનમાં લીન થયા હતા. અને એ સમયે તેમણે પ્રાણોનો ત્યાગ કર્યો. ગુરુદેવનો સ્વર્ગવાસ થયો. કુમારપાલ મૂચ્છિત થઈને જમીન પર ઢળી પડ્યા. જ્યારે મૂર્છા દૂર થઈ. તેમના કરુણ રુદને પાટણને રડાવી દીધું. રાજા રહ્યા, પ્રજા રડી, સાધુઓ રડ્યા... ને ભોગી રહ્યા... સંઘે મનોહર શિબિકા તૈયાર કરાવી. વૃદ્ધ મુનિવરોએ ગુરુદેવના શરીરને નવડાવ્યું. ચંદનનો લેપ કર્યો. શ્વેત વસ્ત્રોથી દેહને વીંટાળ્યો, અને શિબિકામાં પધરાવ્યો. પાટણના રાજમાર્ગો પરથી સ્મશાનયાત્રા પસાર થઈ. હજારો સ્ત્રીપુરુષો સ્મશાનયાત્રામાં જોડાયાં. સૂર્ય ઝાંખો પડી ગયો હતો. દિશાઓમાં સુનકાર વ્યાપી ગયો હતો. ચંદનનાં લાકડાંની ચિતા ઉપર સૂરીશ્વરજીનો દેહ મૂકવામાં આવ્યો. મહારાજાએ ચિતામાં આગ પ્રગટાવી. આચાર્ય રામચન્દ્રસૂરિએ બોર-બોર જેવડાં આંસુ પાડતાં કહ્યું : ‘આજે જ્ઞાનનો સાગર સુકાઈ ગયો... જ્ઞાનસત્ર બંધ થઈ ગયું... પૃથ્વી અજ્ઞાનના અંધકારમાં ડૂબશે... મિથ્યાત્વનાં વિષવૃક્ષો ફાલશે-ફૂલશે... પ્રભો, આપના વિના અમે અનાથ બની ગયા...’ ગુરુવિરહની વેદનાએ સહુને આક્રંદ કરાવ્યું. ૧૮૬ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Page #194 -------------------------------------------------------------------------- ________________ Sa m ) . . .)) ) OTOS