________________
ક્રમશઃ આયુષ્ય પૂર્ણ કરીને મુક્તિ પામશે ! અર્થાત્ રાજન્, તમારી ત્રીજા ભવે મુક્તિ થશે !
‘હું ત્રીજા ભવે મુક્તિ પામીશ,' આ વાત સાંભળીને રાજાને અનહદ આનંદ થયો. ત્રણ જગતમાં ના સમાય એટલો હર્ષોલ્લાસ થયો. ગુરુદેવના ચરણે પુનઃ પુનઃ વંદના કરી તેઓ રાજમહેલે ગયા.
રાત્રિનો સમય હતો. નીરવ શાંતિ હતી.
આજે કુમારપાલે ગુરુદેવની પાસે જ રાતવાસો કર્યો હતો.
કુમારપાલે ગુરુદેવને કહ્યું : ‘ભગવંત, હું હવે વૃદ્ધ થયો છું. મને લાગે છે કે હવે હું ઝાઝું નહીં જીવું. ગુરુદેવ, મારી પાસે બધું જ છે, સિવાય એક પુત્ર ! એટલે સ્વાભાવિક જ મને ચિંતા થાય છે...‘મારો ઉત્તરાધિકારી કોણ બનશે' જો આપ નિર્ણય આપો તો એને રાજ્ય સોંપીને, હવે છેલ્લા દિવસો સમતા-રસમાં નિમગ્ન રહું ! આપના જ સાન્નિધ્યમાં શેષ જીવન પૂર્ણ કર્યું !'
નજીકમાં જ બાલચન્દ્રમુનિ સૂતા હતા. સૂતાં-સૂતાં તેઓ રાજાગુરુદેવનો વાર્તાલાપ સાંભળતા હતા. રાજાના ઉત્તરાધિકારીની વાત કાને પડતાં, તેઓ સાવધાન થયા, ને વાર્તાલાપ એકાગ્રતાથી સાંભળવા લાગ્યા.
ગુરુદેવ પૂછ્યું : ‘રાજ, તમારી ભાવના ઉત્તમ છે. શેષ જીવન શાંતિ-સમતાથી પસાર કરવાની અને રાજ્ય ઉત્તરાધિકારીને સોંપવાની વાત મને પણ ગમી. પરંતુ તમારી સામે કોણ-કોણ ઉત્તરાધિકારી બની શકે એવા પુરુષો છે ?'
રાજાએ કહ્યું : ‘એક છે મારો ભત્રીજો અજયપાળ ને બીજો છે મારો ભાણેજ પ્રતાપમલ્લ !'
ગુરુદેવ એ બંને કુમારોને જાણતા હતા. થોડી વાર વિચાર કરીને તેમણે કહ્યું : ‘રાજન્, અજયપાળના વિચારો સારા નથી. તેને જરાય ધર્મ ગમતો નથી. ધર્મસ્થાનો ગમતાં નથી. જો એને રાજ્યસત્તા મળશે તો એ ઉન્મત્ત બનશે. પહેલું કામ એ ધર્મસ્થાનોને તોડવાનું કરશે... મંદિરોને તોડશે અને સાધુઓને હેરાન-પરેશાન કરશે. માટે અજયપાળને
સર્વજ્ઞ જેવા સૂરિદેવ
૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org