SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ - સોનાના સિક્કા વરસાવે છે ! આવી આવી વાતો પાટણમાં ફેલાવા લાગી. વાતો ઠેઠ રાજા કુમારપાલના કાને પહોંચી. રાજાને પણ સંન્યાસીના ચમત્કાર જોવાની ઇચ્છા થઈ. દેવબોધિને રાજાનું તેડું આવ્યું. દેવબોધિને તો એટલું જ જોઈતું હતું ! બીજા દિવસે સવારે દેવબોધિ રાજસભામાં જવા નીકળ્યો. કેળના પાંદડાનું આસન બનાવ્યું. કમળના નાળના દાંડા બંધાવ્યા. અને આઠ-આઠ વર્ષનાં બાળકોએ દેવબોધિની એ પાલખી ઉપાડી ! આવી નાજુક રમકડા જેવી પાલખીમાં જાડો-જાડો દેવબોધિ બેઠો હતો ! પાટણના લોકોને તો તમાશો જોવા મળ્યો. સેંકડો માણસો દેવબોધિનો જયજયકાર કરતાં એની પાછળ ચાલ્યા. વરઘોડો રાજસભા પાસે આવ્યો. કુમારપાલ અને મંત્રીઓ દેવબોધિનું સ્વાગત કરવા ઊભા હતા. તે સહુ પણ આશ્ચર્ય પામ્યા. કુમારપાલ વિચારે છે : ‘આ સંન્યાસીમાં કોઈ અદ્ભુત કળા દેખાય છે !' દેવબોધિ સુખાસનમાંથી ઊતરીને, રાજાએ ચીંધેલા સુવર્ણાસન ૫૨ બેઠો. રાજાએ નમન કર્યું. દેવબોધિએ રાજાને આશીર્વાદ આપ્યા. પછી ત્રણ કલાક સુધી દેવબોધિએ રાજાને અને પ્રજાને વિવિધ ચમત્કારો દેખાડીને સહુનું મનોરંજન કર્યું. રાજસભાનું વિસર્જન થયું. દેવબોધિએ રાજાને પૂછ્યું : ‘મહારાજા, તમે મધ્યાહ્ન કાળે દેવપૂજા કરો છો ને ?’ રાજાએ કહ્યું : ‘હા, હું રોજ બપોરે જ પૂજા કરું છું.’ દેવબોધિએ કહ્યું : ‘મારે તમારી દેવપૂજા જોવી છે.’ રાજાએ કહ્યું : ‘હું સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરીને આવું છું. પછી આપને મારી સાથે દેવમંદિરમાં લઈ જઈશ.' રાજાએ સ્નાન કરી, પૂજા માટેનાં શુદ્ધ વસ્ત્ર પહેર્યાં. દેવબોધિને સાથે લઈને તેઓ મંદિરમાં ગયા. મંદિરમાં રાજાએ શ્રી જિનેશ્વર દેવબોધિનો પરાજય ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy