________________
ભરુચમાં સમડી-વિહારનો જીર્ણોદ્ધાર થયો છે... અને એ નૂતન દેરાસરમાં ભગવાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠા કરાવવા આચાર્યદેવ અને મહારાજા કુમારપાલ સંઘ સાથે ભરુચ જઈ રહ્યા છે !”
આખા ગુજરાતમાં વાયુવેગે આ વાત પ્રસરી ગઈ. ભરુચમાં પ્રભુ-પ્રતિષ્ઠામાં ઉત્સવ-મહોત્સવ મંડાણા. શુભ દિવસે આચાર્યદવે પ્રતિષ્ઠા કરાવી.
મંદિરના શિખર ઉપર સોનાનો કળશ ચઢાવીને આમ્રભટ્ટ, વાજિંત્રોના નાદ સાથે નાચવા લાગ્યા. તેઓ અપૂર્વ હર્ષથી નૃત્ય કરવા લાગ્યા.
મંદિરના શિખર ઉપરથી આમ્રભટ્ટે સોનાના અને ચાંદીના સિક્કાઓ વરસાવ્યા. સુંદર વસ્ત્રો વરસાવ્યાં. મોતી અને રત્નો વરસાવ્યાં !
રાજા કુમારપાલે આદ્મભટ્ટને કહ્યું : “અબડ, હવે નીચે આવ અને ભગવાનની આરતી કર.”
અંબડ નીચે આવ્યો. મંદિરના દ્વારે ઊભેલા દ્વારપાલોને ઘોડાઓ ભેટ આપ્યા. રાજાની સાથે તેમણે મંદિરમાં પ્રવેશ કર્યો. - પહેલી આરતી રાજા કુમારપાલે ઉતારી. - બીજી આરતી આમ્રભટ્ટ ઉતારી. – ત્રીજી આરતી આમ્રભટ્ટની માતાએ ઉતારી. - ચોથી આરતી બહેનોએ અને પુત્રોએ ઉતારી. - પાંચમી આરતી સકલ સંઘે ઉતારી.
આપ્રભટ્ટ, કુમારપાલની સાથે મંદિરમાંથી બહાર આવ્યા. યાચકોનાં મોટાં ટોળાં ઊમટેલાં હતાં. આમ્રભટ્ટે દાન આપવા માંડ્યું. જ્યારે બધા જ સિક્કાઓ ખલાસ થઈ ગયા ત્યારે આમ્રભટ્ટે પોતાના શરીર ઉપરથી અલંકારો ઉતારીને આપવા માંડ્યા.
કુમારપાલે આપ્રભટ્ટનો હાથ પકડી લીધો ! આમ્રભટ્ટે રાજા સામે જોઈને પૂછ્યું :
મને કેમ રોકો છો મારા નાથ ?' | આકાશમાર્ગે ભરૂચમાં
રુ ૧૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org