________________
સ્તોત્રનો સ્વાધ્યાય કર્યા પછી જ તેઓ દાતણ કરતા હતા.
ત્યાં મહેલમાં ગુપ્તચરોએ પ્રવેશ કર્યો. મહારાજને પ્રણામ કરી, નિવેદન કર્યું.
“મહારાજ, અમે રાજા કર્ણની સેનામાં ઘૂસી ગયા હતા. ગઈ રાત્રિએ ઘેરો ઘાલવાનો કર્ણરાજાનો નિર્ણય હતો. એટલે રાત્રિના પ્રથમ પ્રહરમાં જ તેણે પાટણ તરફ પ્રયાણ કરેલું.
કર્ણ પોતાના શ્રેષ્ઠ હાથી પર બેઠો હતો. હાથી તીવ્ર ગતિથી ચાલતો હતો. મધ્યરાત્રિના સમયે કર્ણરાજાને ઊંઘ આવી ગઈ. એ ઊંઘમાં હતો ત્યારે એક મોટા વૃક્ષની ડાળીમાં, એના ગળાનો હાર ભરાઈ ગયો ! હાથી ચાલતો રહ્યો ને કર્ણરાજા એ વૃક્ષની ડાળે લટકી ગયા. એનો હાર જ એના માટે ગળાનો ફાંસો બની ગયો !
કર્ણ રાજાનું મૃત્યુ થયું. તુર્ત જ સેના આગળ વધતી અટકી ગઈ. સેનાપતિએ ડાળ ઉપર લટકી રહેલા રાજાના મૃતદેહને નીચે ઉતાર્યો. સર્વે સૈનિકોએ રાજાને માન આપ્યું.
પછી ત્યાં જ લાકડાંની ચિતા રચીને, રાજાના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરી, સેના પાછી ફરી ગઈ...અને અમે અહીં આવ્યા.’
સમાચાર સાંભળી કુમારપાલ સ્તબ્ધ થઈ ગયો... તેના મુખમાંથી શબ્દો સરી પડ્યા : ‘ગુરુદેવની આગાહી સાચી પડી... વિઘ્નનું વાદળ વીખરાઈ ગયું.’
અલબત્ત, જે રીતે કર્ણરાજાનું મૃત્યુ થયું, તેથી કુમારપાલને આઘાત લાગ્યો. જલ્દી-જલ્દી પરવારીને કુમારપાલ વાગ્ભટ્ટ મંત્રીની સાથે ઉપાશ્રયે ગયા.
ગુરુદેવને વંદના કરી, વિનયથી ગુરુદેવની સામે બેસીને, રાજાએ રાત્રિનો વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી પૂછ્યું :
‘ગુરુદેવ, શું આપે આપના દિવ્યજ્ઞાનમાં રાજા કર્ણનું આવું કરુણ મૃત્યુ જોયું હતું ?'
ગુરુદેવના મુખ પર સ્મિત રમતું હતું !
દરેક પ્રશ્નના જવાબ ના હોય ! ગુરુદેવ મૌન રહ્યા.
સચોટ ભવિષ્યવાણી
Jain Education International
For Private & Personal Use Only
૧૩૫
www.jainelibrary.org