SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ઠાકણીનૅ વશ કરી ચકલાઓનું ટોળું અને અતિ કર્કશ અવાજ ! ગુરુદેવ આદિ ત્રણેને એ ટોળાએ ઘેરી લી. તુર્ત જ યશશ્ચંદ્ર મુનિએ રણમલને કહ્યું : બલિ-બાકળા ઉછાળ !” રણમલે બલિ-બાકળા આકાશમાં બે મુકી ભરીને ઉછાળ્યા...ચકલાઓનું ચોળું અદશ્ય થઈ ગયું. આગળ ચાલ્યા. થોડુંક ચાલ્યા અને હૂક...હૂક કરતા પીળા મોઢાવાળા વાંદરાઓનું ટોળું સામે મળ્યું ! વાંદરાઓ ઘેરી વળે એ પહેલાં જ યશશ્ચંદ્ર રણમલને કહ્યું : “રણમલ, મારા હાથમાં ચોખા આપ.” રણમલે ચોખા આપ્યા. યશશ્ચંદ્ર એ ચોખાને મંત્રાથી મંતરીને વાંદરાઓ ઉપર ફેંક્યા. વાંદરાઓ અદશ્ય થઈ ગયા. હવે તેઓ સેંધવી દેવીના મંદિર તરફ ઝડપથી ચાલ્યા. મંદિર થોડુંક જ દૂર હતું, ત્યાં મોટા યમરાજ જેવા બિલાડાઓનું જંગી ટોળું સામે આવતું જોયું. યશચંદ્ર રણમલને કહ્યું : “રણમલ, લાલ રંગનાં ફૂલો, આ બિલાડાઓ સામે ફેંક !' રણમલે ફેંક્યાં... ને બિલાડાઓ જાણે હવામાં ઓગળી ગયા ! દેવીના મંદિરની સામે આવીને ત્રણે ઊભા રહ્યા. આચાર્યદેવે દેવીના મંદિરના તોરણ આગળ ઊભા રહી સૂરિમંત્ર'નું ધ્યાન કર્યું. યશશ્ચંદ્ર મુનિ બોલ્યા : “હે દેવી, મોટા મોટા અસુરો જેમના પગની રજ પોતાના માથે ચઢાવે છે તે આ હેમચસૂરિનો આદરસત્કાર કર. તારા મહાન પુણ્યનો ઉદય છે, કે આવા લોકોત્તર પુરુષ તારા અતિથિ બન્યા છે. !” ત્યાં અદશ્ય રહેલી દેવીનું અટ્ટહાસ્ય સંભળાયું. ધરતી ધ્રૂજી ઊઠી. મંદિર ધણધણી ઊઠ્યું. પરંતુ ગુરુ-શિષ્યનું રૂંવાડુંય ના ફરક્યું. રણમલ પણ અડીખમ ઊભો હતો. દેવી પ્રગટ થઈ. રૌદ્ર-ભયંકર રૂપ કર્યું. લાંબી લાંબી જીભ કાઢી, આચાર્યદિવની સમક્ષ ચાળા કરવા લાગી. (૧૨૪૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ) Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy