SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કેમ? મારા પ્રાણ બચાવનાર ઉપકારીને હું ન જાણું?” “આ ભવિષ્યવાણી કરનારા એ જ મહાપુરુષ છે કે જેમણે એક દિવસ મારી હાજરીમાં આપને ક્યારે રાજયપ્રાપ્તિ થશે, એની ભવિષ્યવાણી કરી હતી... અને એ ભવિષ્યવાણી અક્ષર-અક્ષર સાચી પડી છે ! યાદ છે આપને ? આપ જ્યારે ખંભાત આવેલા... કષ્ટો અને સંકટોથી ખૂબ કંટાળી ગયેલા ત્યારે એ ગુરુદેવે એક કાગળમાં આપને રાજ્યપ્રાપ્તિનું વર્ષ, મહિનો અને તિથિ-વાર લખી આપેલ અને બીજા કાગળમાં લખીને, એ કાગળ મને આપેલ ? યાદ કરો મહારાજા, એમના ઉપાશ્રયમાં, જીવના જોખમે એમણે આપને સંતાડ્યા હતા? સિદ્ધરાજના સૈનિકો ત્યાં આપને શોધવા આવેલા... યાદ આવે છે આ બધું?” - કુમારપાલ ઊભા થઈ ગયા ને બોલ્યા : “મહામંત્રી, એ ઉપકારી ગુરુદેવ હેમચન્દ્રસૂરીશ્વરજી જ ! શું તેઓ અહીં પાટણમાં પધાર્યા છે?' કુમારપાલે મહામંત્રીને બે ખભા પકડીને હચમચાવી નાંખ્યા. “હા જી !' મહામંત્રીએ કહીને, પોતાના ખિસ્સામાંથી પેલો ભવિષ્યવાણીવાળો કાગળ કાઢીને રાજાને બતાવ્યો ! મહારાજ, આપને આશીર્વાદ આપવા જ તેઓ અહીં પધાર્યા છે, હું ગઈ કાલે તેઓની પાસેથી સીધો આપની પાસે આવ્યો હતો.' મહામંત્રી, મારે એ મહાપુરુષનાં દર્શન કરવાં છે.' “આપ પ્રાભતિક કાર્યોથી નિવૃત્ત થાઓ. રાજસભામાં પધારો. ત્યાં હું ગુરુદેવને લઈને આવું છું.” મહામંત્રી પણ પોતાના ઘેર ગયા. નાહી-ધોઈને સ્વચ્છ સુંદર વસ્ત્રો પહેરી ગુરુદેવની પાસે ગયા. રાજા સાથે થયેલી બધી વાતો કરી. અને રાજસભામાં પધારવા વિનંતી કરી. આચાર્યદેવ મહામંત્રીની સાથે રાજસભાના દ્વારે આવ્યા. રાજા કુમારપાલ મંત્રીવર્ગ સાથે ત્યાં ઊભા જ હતા ! મેઘને જોઈને જેમ મયૂર નાચી ઊઠે... ચન્દ્રને જોઈને જેમ ચકોર નાચી ઊઠે... ( ૭૦ સર્વજ્ઞ જેવા સૂરિદેવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy