________________
કાઢી આપે. લહિયાઓને કાગળો આપે અને શાહી આપે. લહિયાઓ માટેની રહેવાની, જમવાની વગેરે વ્યવસ્થા ઉપર ધ્યાન આપે. કોઈને કોઈ જાતની તકલીફ ના પડવા દે !
ગુરુદેવના સાહિત્યસર્જનમાં તેઓના મુખ્ય ત્રણ શિષ્યોનો સાથ હતોઃ મુનિ રામચન્દ્ર, મુનિ ગુણચન્દ્ર અને મુનિ મહેન્દ્ર. આ ઉપરાંત પણ બીજા શિષ્યો તેઓને સહાયક બન્યા હતા.
એક દિવસની વાત છે.
મહારાજા કુમારપાલ રોજના કાર્યક્રમ મુજબ પ્રભાતે ઉપાશ્રયમાં આવ્યા. ગુરુદેવને વંદના કરી. કુશળતા પૂછી...અને પછી ઉપાશ્રયમાં નજર ફેરવી... તો લહિયાઓ લખતા ન હતા, બધા શાન્ત બેઠા હતા.
ગુરુદેવ, આજે ગ્રંથલેખનનું કાર્ય બંધ છે? કોઈ પ્રયોજન ?' “રાજનું, લખવા માટે તાલ-પત્ર ખૂટી ગયા છે !'
કુમારપાલના રાજ્યમાં તાલ-પટ ખૂટી ગયા ?' કુમારપાલને આઘાત લાગ્યો.
પાસે જ ઊભેલા વ્યવસ્થાપકને પૂછ્યું : “આ શું ? કાગળ કેમ ખૂટી ગયા ?'
વ્યવસ્થાપકે કહ્યું : “મહારાજા, કાશમીરથી કાગળ સમયસર આવી પહોંચ્યા નથી. અહીં કાશ્મીર જેવા તાલ-પત્ર મળતાં નથી...'
મહારાજા મૌન રહ્યા.
ગુરુદેવે કહ્યું : “રાજનું, ચિંતા ના કરો. એક-બે દિવસમાં તાલપત્રો આવી જશે...'
કુમારપાલે કહ્યું : “જ્યાં સુધી તાલ-પત્ર ન મળે ત્યાં સુધી મારે ઉપવાસ છે...”
ગુરુદેવ...મુનિવરો...લહિયાઓ ના...ના... કરતા રહ્યા, રાજાએ પ્રતિજ્ઞા કરી લીધી !
કુમારપાલની શ્રુતભક્તિ પર ગુરુદેવ ઓવારી ગયા. મુનિઓએ ને લહિયાઓએ ભાવભરી પ્રશંસા કરી. (૧૪૬)
સર્વજ્ઞ જેવા સૂરિદેવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org