SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાએ ઊભા થઈને વિનંતી કરી : ‘ગુરુદેવ, હવે પાટ ઉપર બિરાજીને પ્રવચન આપો. ગુરુદેવ, આપની આ કળા આગળ ભલભલા કલાકારોની કલાઓ ઢંકાઈ જાય છે. મહાસાગરનાં મોજાં આગળ નાની તલાવડીઓની લહેરો શી વિસાતમાં ?’ આચાર્યદેવે કહ્યું : ‘રાજેશ્વર, હવે ચાલો આપણે પાસેના ઓરડામાં જઈએ. ત્યાં હું તમને પ્રત્યક્ષ તીર્થંકરોનાં દર્શન કરાવું !' વાગ્ભટ્ટની સાથે કુમારપાલ, ગુરુદેવની પાછળ ઓરડામાં ગયો. ઓરડો બંધ કરવામાં આવ્યો. ગુરુદેવ એક આસન પર બેસી ગયા. આંખો બંધ કરી ધ્યાન લગાવ્યું ત્યાં ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો... કુમારપાલે ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ચોવીશે તીર્થંકરોને પ્રત્યક્ષ જોયા. સમવસરણમાં બેઠેલા જોયા ! ચોવીશ સમવસરણ જોયા ! દરેક સમવસરણમાં દરેક તીર્થંકર ચારે દિશામાં દેખાતા હતા અને સમવસરણમાં દેવો, મનુષ્યો અને પશુઓ શાન્તિથી તીર્થંકરનો ઉપદેશ સાંભળતા હતા ! કુમારપાલ સ્તબ્ધ બની ગયા ! શું કરવું તેની સૂઝ પડી નહીં. એટલે આચાર્યદેવે તેનો હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યો. તીર્થંકરોના ઉપદેશની વાણી એ ખંડમાં ગુંજવા લાગી : ‘કુમારપાલ, સોનું, હીરા, મોતી વગેરે દ્રવ્યોની પરીક્ષા કરનારા ઘણા પરીક્ષકો હોય છે. પરંતુ ધર્મતત્ત્વનો પરીક્ષક વિરલો જ હોય છે ! એવો વિરલો તું એક જ છે. તેં હિંસામય અધર્મનો ત્યાગ કરીને દયામય અહિંસાધર્મનો સ્વીકાર કર્યો છે. યાદ રાખજે રાજન્, તારી બધી સમૃદ્ધિ ધર્મરૂપી વૃક્ષનાં પુષ્પો છે ! આગળ તને એનાં મોક્ષરૂપી ફળ મળવાનાં છે ! ખરેખર, તારું મહાન ભાગ્ય છે કે તને આવા જ્ઞાની હેમચન્દ્રસૂરિ મળ્યા છે. તું એમની આજ્ઞા માનીને ચાલજે.’ તીર્થંકરોની વાણી બંધ થઈ, તેઓ અદૃશ્ય થયા. ત્યાં કુમારપાલના પૂર્વજ રાજાઓ પ્રગટ થયા. તેઓ કુમારપાલને ભેટ્યા, ગુરુદેવને વંદના કરી, અને પછી કુમારપાલને કહેવા લાગ્યા, ‘વત્સ, કુમારપાલ, ખોટો ધર્મ છોડીને, સાચા ધર્મનો સ્વીકાર દેવબોધિનો પરાજય ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy