________________
કરનારા તારા જેવો અમારે પુત્ર છે, તેથી અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ. આ આપણો જિનધર્મ જ મુક્તિ અપાવવા સમર્થ છે. માટે તારા ચંચળ ચિત્તને સ્થિર કર અને તારા પરમ ભાગ્યથી મળી ગયેલા આ ગુરુદેવની સેવા કર, તેમની આજ્ઞાનું પાલન કર.'
આ પ્રમાણએ કહીને પૂર્વજો પણ હવામાં ઓગળી ગયા ! ઓરડામાં રહ્યા માત્ર રાજા, મંત્રી અને ગુરુદેવ ! રાજા કુમારપાલ ગંભીર વિચારમાં ડૂબી ગયો.
‘બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે જુદી વાત કરી, આ તીર્થંકરોએ બીજી વાત કરી... અને પૂર્વજોએ તો ત્યાં દેવબોધિ પાસે જુદી વાત કરી અને અહીં જુદી વાત કરી ! શું સાચું અને શું ખોટું ?'
બંને પક્ષનાં જુદાં જુંદા પરસ્પર વિરોધી મંતવ્યોથી રાજા ગૂંચવાઈ ગયો ! તેણે આચાર્યદેવની સામે જોયું. આચાર્યદેવ મરક-મરક હસતા હતા. રાજાએ પૂછ્યું : ‘આ બધું શું છે, ગુરુદેવ ? મારે શું સમજવું?’ ગુરુદેવે પૂછ્યું : ‘દેવબોધિએ દેખાડ્યું એ તમને શું લાગ્યું ?' રાજા બોલ્યો : ‘હું તો નથી એ સમજી શક્યો કે નથી આ પણ સમજી શક્યો...’
ગુરુદેવે કહ્યું : ‘રાજન, આ બધી માત્ર ઇન્દ્રજાલ છે ! દેવબોધિ પાસે તો એવી એક જ કળા છે, જ્યારે મારી પાસે આવી સાત કળાઓ છે ! અમે બંનેએ તમને જે દેખાડ્યું છે તે બધું સ્વપ્ન જેવું છે.’
અને, જો તમને આ વાત પર વિશ્વાસ ના બેસતો હોય તો અહીં તમને સમગ્ર વિશ્વ દેખાડું ! જોવું છે ? પરંતુ એ બધા નાટકની જરૂર નથી. સાચું તો, પહેલાં જે સોમનાથ મહાદેવે કહેલું છે, તે જ છે.'
રાજાના મનનું સમાધાન થયું.
તેણે ભાવપૂર્વક ગુરુદેવને વંદના કરી અને કહ્યું :
‘ગુરુદેવ, મને ભ્રમણાથી ઉગારવાનો એક નવો ઉપકાર આપે મારા ઉપર કર્યો..!'
રાજા રાજમહેલે ગયો.
૯૦
Jain Education International
For Private & Personal Use Only
સર્વજ્ઞ જેવા સૂરિદેવ
www.jainelibrary.org