________________
સર્વ જીવો સાથે ક્ષમાપના કરજો અને મારી જેમ જ અનશન કરજો.’ ગુરુદેવે અનશન કર્યું. ખાવાનું-પીવાનું બંધ કર્યું.
આંખો બંધ કરી, પદ્માસનસ્થ બની, પરમાત્મધ્યાનમાં નિમગ્ન થયા. યુવાનોએ આરંભેલાં નૃત્યો બંધ થયાં.
શ્રાવક-શ્રાવિકાઓએ આરંભેલા રાસ બંધ થયા.
-
--
-
ગાયકોનાં ગીત-સંગીત બંધ થયાં. ભાટ લોકોની બિરદાવલિઓ બંધ થઈ.
સર્વત્ર મૌન... અને શાન્તિ પથરાણી.
આચાર્યદેવ ઉત્કૃષ્ટ ધર્મધ્યાનમાં લીન થયા હતા. અને એ સમયે તેમણે પ્રાણોનો ત્યાગ કર્યો.
ગુરુદેવનો સ્વર્ગવાસ થયો.
કુમારપાલ મૂચ્છિત થઈને જમીન પર ઢળી પડ્યા.
જ્યારે મૂર્છા દૂર થઈ. તેમના કરુણ રુદને પાટણને રડાવી દીધું. રાજા રહ્યા, પ્રજા રડી, સાધુઓ રડ્યા... ને ભોગી રહ્યા... સંઘે મનોહર શિબિકા તૈયાર કરાવી.
વૃદ્ધ મુનિવરોએ ગુરુદેવના શરીરને નવડાવ્યું. ચંદનનો લેપ કર્યો. શ્વેત વસ્ત્રોથી દેહને વીંટાળ્યો, અને શિબિકામાં પધરાવ્યો. પાટણના રાજમાર્ગો પરથી સ્મશાનયાત્રા પસાર થઈ. હજારો સ્ત્રીપુરુષો સ્મશાનયાત્રામાં જોડાયાં.
સૂર્ય ઝાંખો પડી ગયો હતો. દિશાઓમાં સુનકાર વ્યાપી ગયો હતો. ચંદનનાં લાકડાંની ચિતા ઉપર સૂરીશ્વરજીનો દેહ મૂકવામાં આવ્યો. મહારાજાએ ચિતામાં આગ પ્રગટાવી.
આચાર્ય રામચન્દ્રસૂરિએ બોર-બોર જેવડાં આંસુ પાડતાં કહ્યું : ‘આજે જ્ઞાનનો સાગર સુકાઈ ગયો... જ્ઞાનસત્ર બંધ થઈ ગયું... પૃથ્વી અજ્ઞાનના અંધકારમાં ડૂબશે... મિથ્યાત્વનાં વિષવૃક્ષો ફાલશે-ફૂલશે... પ્રભો, આપના વિના અમે અનાથ બની ગયા...’ ગુરુવિરહની વેદનાએ સહુને આક્રંદ કરાવ્યું.
૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
સર્વજ્ઞ જેવા સૂરિદેવ
www.jainelibrary.org