SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ~ ગામનું નામ હતું વટાદરા. કાના શેઠ ગામના મોટા વેપારી હતા. આચાર્યદેવ હેમચન્દ્રસૂરિજીના પરિચયથી તેમના હૃદયમાં ‘ધર્મ’નો જન્મ થયો હતો. પાંચ પ્રસંગ (૧) કાના શેઠે પોતાના હજારો રૂપિયા ખરચીને એક સુંદર દેરાસર બંધાવ્યું. નયનરમ્ય પ્રતિમા બનાવરાવી. પરંતુ અંજન કરાવ્યા વિના દેરાસરમાં પ્રતિમાને બિરાજમાન કરી શકાય નહીં ! પાટણમાં મોટો મહોત્સવ હતો. ગુરુદેવ હેમચન્દ્રસૂરિજી અનેક પ્રતિમાઓને અંજન કરવાના હતા. સમાચાર વટાદરા પહોંચ્યા. કાના શેઠ ભગવાનની મૂર્તિ લઈને પાટણ પહોંચ્યા. પાટણ પહોંચીને એમણે મૂર્તિને મુખ્ય દેરાસરમાં મૂકી, કે જ્યાં અંજનનો વિધિ ચાલતો હતો. કાના શેઠ, અંજનના વિધિમાં જોઈતી સામગ્રી લેવા બજારમાં ગયા... અને એ જ વખતે મહારાજ કુમારપાલ દેરાસરમાં દાખલ થયા. દેરાસરના દરવાજા પર રાજાના અંગરક્ષકો ગોઠવાઈ ગયા. ત્યાં કાના શેઠ બજારમાંથી સામગ્રી લઈને દેરાસર આવ્યા. રાજાના અંગરક્ષકોએ તેમને રોક્યા. કાના શેઠે કહ્યું : ‘મને દેરાસરમાં જવા દો. મારા ભગવાનની મૂર્તિ દેરાસરમાં છે અને મારે ગુરુદેવ પાસે ‘અંજન’ કરાવવું છે !' ‘અત્યારે મહારાજા દેરાસરમાં છે, માટે તમે અંદર નહીં જઈ શકો.’ ૧૬૨ Jain Education International For Private & Personal Use Only સર્વજ્ઞ જેવા સૂરિદેવ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy