SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ દેશવટો આપ્યો છે. હજારો દેરાસરો બંધાવીને અપૂર્વ પુણ્યોપાર્જન કર્યું છે. હવે જો એને સુવર્ણસિદ્ધિ’ મળે તો એ દુનિયામાં કોઈ મનુષ્યને દુઃખી ના રહેવા દે. ગુરુદેવ, આપની પાસે એ સુવર્ણસિદ્ધિ છે. હું નાનો હતો, સોમચન્દ્ર મુનિ હતો ત્યારે આપે મારા આગ્રહથી લોઢાના ટુકડાને સોનાનો ટુકડો કરી બતાવ્યો હતો ! કૃપા કરીને આ કુમારપાલને એ સુવર્ણ સિદ્ધિ આપો - એવી મારી વિનંતી છે.' ગુરુદેવ દેવચન્દ્રસૂરિજીએ રાજાને કહ્યું : ‘રાજન્, તારી પાસે બે સુવર્ણસિદ્ધિ તો છે ! હવે તારે ત્રીજી સુવર્ણસિદ્ધિની જરૂર નથી.' પ્રભુ, મારી પાસે તો એકેય સુવર્ણસિદ્ધિ નથી...' બે હાથ જોડીને, આશ્ચર્યથી રાજા બોલી ઊઠ્યા, ‘વત્સ, છે તારી પાસે બે સુવર્ણસિદ્ધિ ?’ - હિંસાનું નિવારણ અને જિનમંદિરોનું સર્જન ! આ બે શ્રેષ્ઠ સુવર્ણસિદ્ધિ તને મળેલી છે...’ કુમારપાલ હર્ષથી ગદ્ગદ થઈ ગયા. તેમણે ગુરુદેવના ચરણોમાં મસ્તક મૂકીને વંદના કરી. હેમચન્દ્રસૂરિજીને ગુરુદેવને કહ્યું : ‘ગુરુદેવ, આપની પાસે જે સુવર્ણસિદ્ધિ છે, હું એની વાત કરું છું.' ‘હેમચન્દ્ર, એ સુવર્ણસિદ્ધિ કુમારપાલના ભાગ્યમાં તો નથી જ, તારા ભાગ્યમાં પણ નથી...! માટે હું એ સિદ્ધિ તને કે રાજાને નહીં આપું. ભાગ્ય વિના ઉત્તમ વસ્તુ મનુષ્ય પાસે ટકતી નથી.' ગુરુદેવ ઊભા થયા. હેમચન્દ્રસૂરિજી અને કુમારપાલ પણ ઊભા થયા. હેમચન્દ્ર, હવેથી મને આવાં મહત્ત્વ વગરનાં કામો માટે અહીં ના બોલાવીશ. મારી આત્મ-સાધના ડહોળાય છે...' ગુરુદેવ દેવચન્દ્રસૂરિજી ખંભાત તરફ વિહારી કરી ગયા. સાચી સુવર્ણ સિદ્ધિ ! Jain Education International For Private & Personal Use Only ૧૬૧ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy