SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ તેના ગળામાં રત્નોનો હાર હતો. ગુરુદેવનું ધ્યાન પૂર્ણ થયું હતું. કુમારપાલે ગુરુદેવના ચરણ પકડી લીધી. પૂછ્યું : “ભગવનું, આ કોણ ?' ગુરુદેવના મુખ પર સ્મિત રેલાઈ ગયું, “કુમાર, આ એ જ બાદશાહ મહમદ છે જે ગુજરાત પર ચઢી આવ્યો છે...જેના કારણે તું ચિંતાતુર બનેલો છે ! એ એની છાવણીમાં સૂતો હતો, ત્યાંથી પલંગ સાથે... ઊંઘતો જ એને અહીં લઈ આવ્યો છું !” કેવી રીતે, ભગવદ્ ?” યોગશક્તિથી.” અદૂભુત! અદ્ભુત !” કુમારપાલ હર્ષથી નાચી ઊઠ્યા. ત્યાં તો બાદશાહ જાગી ગયો. આંખો ચોળીને ચારે બાજુ જોવા લાગ્યો. અરે, મારી છાવણી ક્યાં ગઈ? મારી સેના ક્યાં ગઈ ? હું ક્યાં છું ? અહીં હું કેવી રીતે આવ્યો ?' બાદશાહ બોલી ઊઠ્યો. તેણે આચાર્યદેવને અને કુમારપાલને જોયા...તેણે પૂછ્યું : “તમે કોણ છો ?” ગુરુદેવે કહ્યું : “મહમદ ! તું પાટણમાં છે ! અને તારી સામે જે આ પરાક્રમી પુરુષ ઊભો છે એ ગુજરાતનો લાડીલો રાજા કુમારપાલ છે !' કુમારપાલનું નામ સાંભળતાં જ મહમદના મોઢા પર કરચલીઓ પડી ગઈ. તે પલંગ પરથી નીચે ઊતરી પડ્યો. બે હાથ જોડી થર થર ધ્રૂજતો તે કુમારપાલ સામે જોઈ રહ્યો. કુમારપાલ રોષથી ધમધમી ઊઠ્યા હતા... રે દુષ્ટ બાદશાહ, તું બદ ઈરાદાથી ગુજરાત ઉપર ચઢી આવ્યો... પરંતુ આ મારા સમર્થ ગુરુદેવે તારા બધા મનસૂબા ઉપર હીમ જેવું પાણી રેડી દીધું છે. તેઓ જ તને તેમના યોગબળથી અહીં ઉડાડીને લઈ આવ્યા છે. હવે ફરીથી તું ક્યારેય ગુજરાત સામે નજર ના કરે, એવી તને હું સજા કરીશ. તું તારા ખુદાને યાદ કરી લે...” મહમદ પાસે એકેય શસ્ત્ર ન હતું, એકેય નોકર ન હતો. તે અસહાય હતો. તેણે કરુણામૂર્તિ ગુરુદેવને જોયા, એમના ચરણોમાં ઢળી બાદશાહનું અપહરણ કર્યું ૧૪૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy