SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ વાત પૂરી થઈ. ગુરુદેવે આંખો ખોલીને રાજા સામે જોયું. “રાજનું, ચિંતા છોડી દો. તમારા હૃદયમાં ધર્મ વસેલો છે. એ ધર્મ જ તમારી રક્ષા કરશે. તમારા ગુજરાતની રક્ષા કરશે. એક કામ તમારે કરવાનું છે.” “ભગવદ્, આપ કહો તે કરવા તૈયાર છું.' “આજે રાતે તમારે અહીં મારી પાસે રહેવાનું છે.' આપની આજ્ઞા માથે ચઢાવું છું, ભગવન્ રાજાએ ગુરુદેવના ચરણોમાં ભાવભરી વંદના કરી. તેઓ ચિંતાથી મુક્ત થયા. તેમને ગુરુદેવ ઉપર અપાર શ્રદ્ધા હતી. નિશ્ચિત બનીને તેઓ મહેલે ગયા. પાટણના જે ઉપાશ્રયમાં આચાર્યદેવ રહેલા હતા, તે ઉપાશ્રયની વચ્ચે મોટો ચોક હતો. ઉપર આકાશ અને નીચે ધરતી ! નક્કી કર્યા મુજબ રાત્રિના સમયે કુમારપાલ ઉપાશ્રયમાં આવી ગયા હતા. ઉપાશ્રયના ચોકની પાસે જ ગુરુદેવની સામે તેઓ બેઠા હતા. ગુરુદેવ ઉત્તરદિશા તરફ બેઠા હતા. પદ્માસન લગાવીને તેઓ બેઠા હતા. ઊંડા ધ્યાનમાં નિમગ્ન થયા હતા. કુમારપાલની દષ્ટિ ગુરુદેવ ઉપર જચી હતી અને આકાશ તરફ જતી હતી. અજવાળી રાત હતી. આકાશમાં એકેય વાદળ ન હતું. ૧૦ મિનિટ, ૨૦ મિનિટ... ૩૦ મિનિટ... અને આકાશમાં એક સુંદર પલંગ દેખાયો... પલંગ ધીરે ધીરે ઉપાશ્રયની ઉપર આવ્યો. રાજા આશ્ચર્ય પામ્યા... એમની આંખો પહોળી થઈ ગઈ ! પલંગ ધીરે ધીરે ઉપાશ્રયના ચોકમાં ઊતર્યો. રાજા ઊભા થઈ ગયા. ઈન્દ્રના પલંગ જેવો સુંદર પલંગ હતો. પલંગમાં એક સશક્ત પુરુષ સૂતેલો હતો. (૧૪૦) સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy