________________
જ
૧૯
'કKE મા
શશીઢ ભવિષ્યવાણી
ગુરુદેવ હેમચન્દ્રસૂરિ રાજા કુમારપાલને કહે છે :
રાજનું, શત્રુંજય તીર્થનું ધ્યાન કરવાથી હજારો વર્ષોનાં પાપ નાશ પામે છે. એ તીર્થની યાત્રા કરવાની પ્રતિજ્ઞા લેવાથી લાખો વર્ષોનાં પાપ બાળી જાય છે. એ તીર્થ તરફ પ્રયાણ કરવાથી કરોડો વર્ષોનાં પાપ ધોવાઈ જાય છે. એ તીર્થક્ષેત્રમાં પ્રવેશતાં આત્મા નિર્મળ બની જાય છે.
હે પરમાત, એ તીર્થક્ષેત્રમાં બિરાજતી પ્રભુપ્રતિમાનાં દર્શન-પૂજન અને સ્તવન કરવાથી દેવ બનવાનું પુણ્ય-કર્મ બંધાય છે અને ભક્તિભાવ જો તીવ્ર બની જાય તો બધાં કર્મો નાશ પામી જાય અને આત્માની મુક્તિ થઈ જાય ! માટે તીર્થયાત્રા કરવી જોઈએ. સર્વ ધર્મકાર્યોમાં તીર્થયાત્રા, શ્રેષ્ઠ ધર્મકાર્ય છે !'
રાજાએ પૂછ્યું : “ગુરુદેવ, તીર્થયાત્રા શ્રેષ્ઠ ધર્મકાર્ય શાથી ?'
ગુરુદેવે કહ્યું : “કુમારપાલ, તીર્થયાત્રામાં બીજાં બધાં જ શુભ કાર્યો સમાઈ જાય છે ! તીર્થયાત્રામાં મનુષ્ય... - દાન આપે છે, શીલ આપે છે, – તપ કરે છે ને શુભ વિચારો કરે છે, - અસત્ય બોલતો નથી, ચોરી કરતો નથી, – પગે ચાલે છે ને દયા પાળે છે !
માટે તને કહું છું કે તીર્થયાત્રા શ્રેષ્ઠ ધર્મકાર્ય છે. આવું ધર્મકાર્ય કરવું જોઈએ અને કરાવવું જોઈએ. એટલે કે હજારો સ્ત્રી-પુરુષોને સાથે લઈ જઈને તેમને તીર્થયાત્રા કરાવવી જોઈએ !
રાજાના મનમાં તીર્થયાત્રા કરવાની ભાવના જાગી. તેમણે ગુરુદેવને પૂછ્યું :
ગુરુદેવ, એવી તીર્થયાત્રામાં આપ પણ સાથે પધારશોને ?
એ કાળે જે યોગ્ય હશે તે પ્રમાણે કરીશું ! મારી પણ ભાવના તીર્થયાત્રા કરવાની છે જ.” ૧૩૦)
સર્વજ્ઞ જેવા સૂરિદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org