________________
ઉદયનને હું પિતાતુલ્ય માનતો હતો.'
સર્વજ્ઞ જેવા સૂરિદેવના મુખેથી આ શબ્દો સાંભળીને આમ્રભટ્ટ અને એમનાં પત્ની ગદગદ થઈ ગયાં. માતા પદ્માવતીએ આચાર્યદેવનાં ઓવારણાં લીધાં.
આચાર્યદેવે કહ્યું : “માતાજી, અમે આજે ને અત્યારે જ પાટણ તરફ પ્રસ્થાન કરીશું. હવે તમે સહુ નિશ્ચિત રહેજો. ભગવાન મુનિસુવ્રતસ્વામી તમારી રક્ષા કરો.”
રાજા કુમારપાલને ખબર ન હતી કે આચાર્યદેવ વિહાર કરીને શા માટે અને ક્યાં ગયા છે ! જયારે આચાર્યદેવ પાટણ પધાર્યા, ત્યારે કુમારપાલ વંદન કરવા માટે ઉપાશ્રયે આવ્યા. વંદન કરીને પૂછ્યું :
‘ગુરુદેવ, અચાનક જ વિહાર કરી ગયા હતા ? મને જાણ પણ ના કરી ?'
ભરુચથી સંદેશો આવ્યો માતા પદ્માવતીનો ! આમ્રભટ્ટને દૈવી ઉપદ્રવ થયો હતો. તુર્ત જ પહોંચવું પડે એમ હતું. એટલે આકાશ મા, ભરુચ જવું પડ્યું !”
પહેલેથી છેલ્લે સુધી બધી વાત રાજાને કરી. કુમારપાલના આશ્ચર્યનો પાર ન રહ્યો.
રાજાએ યશશ્ચંદ્ર મુનિનાં દર્શન કર્યા...ધારી-ધારીને એ મંત્રસિદ્ધ મુનિવરને જોયાં.
રાજાનો ગુરુદેવ પ્રત્યેનો ભક્તિભાવ હજારગણો વધી ગયો. આવા ગુરુદેવની છત્રછાયામાં રાજા અને પ્રજા નિય અને નિશ્ચિત રહે, એમાં આશ્ચર્ય શાનું?
કુમારપાલે ગુરુદેવની ભાવપૂર્ણ પ્રશંસા કરી.
આમ્રભટ્ટના ભાઈ વાગભટ્ટ પણ ભાવવિભોર બની ગુરુદેવના ચરણોમાં આળોટી પડ્યા.
આચાર્યદેવની કીર્તિને ચાર ચાંદ લાગી ગયા !
* ,
ડાકણોને વશ કરી
ડા
કરી.
ક્સ
[ ૧ ૨૯
૧૨૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org