________________
નિયુક્ત કર્યા. કારણ કે તેઓની ઉંમર ૮૪ વર્ષની થઈ ગઈ હતી. તેમને પોતાનું મૃત્યુ નિકટના ભવિષ્યમાં દેખાતું હતું.
રામચન્દ્રસૂરિને ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા, તે વાત બાલચન્દ્ર મુનિને જરાય ગમી નહીં. કાવા-દાવા ચાલુ થઈ ગયા. ધર્મ, સાહિત્ય અને સંસ્કારો ગૌણ બની ગયા. રાજખટપટો અને સત્તાનાં ઝેર ધાર્મિક સ્થાનોને ઘેરવા લાગ્યાં.
આચાર્યદેવ હેમચન્દ્રસૂરિ જેવી રીતે જ્ઞાનયોગી હતા, તેવી રીતે ચુસ્ત ક્રિયાયોગી પણ હતા. તેમણે પોતાના જીવનમાં જ્ઞાન અને ક્રિયાનો સમન્વય સાધ્યો હતો. તેઓ અવાર-નવાર છઠ-અટ્ટમ (બે ઉપવાસ - ત્રણ ઉપવાસ)નો તપ પણ કરતા હતા.
મૃત્યુનો કાળ નજીકમાં જાણીને તેઓએ સર્વ સાધુઓને પોતાની પાસે બોલાવ્યા. રાજા કુમારપાલ પણ આવી પહોંચ્યા. સમગ્ર જૈન સંઘ આવી પહોંચ્યો. – આચાર્યદવે સહુની સાથે ક્ષમાપના કરી. – સહુને અંતિમ ધર્મોપદેશ આપ્યો. – મહારાજા કુમારપાલે ઊભા થઈ, ગુરુદેવના ચરણોમાં પ્રણામ કરીને
ગગદ સ્વરે કહ્યું :
પ્રભો, શ્રેષ્ઠ અત્તેપુર, સમૃદ્ધ રાજય અને અનુપમ વૈષયિક સુખો તો ભવોભવ મળે... પરંતુ આપના જેવા સદ્ગુરુ મળવા દુર્લભ છે. આપે મને માત્ર ધર્મ જ નથી આપ્યો, આપે મને જીવન પણ આપ્યું છે. અનેક રીતે આપે મારું કલ્યાણ જ કલ્યાણ કર્યું છે...આપે મારા ઉપર અનંત ઉપકારો કર્યા છે...ભગવંત, એ ઉપકારનો બદલો હું કેવી રીતે વાળીશ? આ અગાધ મોહસાગરમાં ડૂબતા મને કોણ બચાવશે ? ગુરુદેવ, મેં આપના ચરણોની આરાધના કરી છે...એ આરાધનાનું જો કોઈ ફળ મને મળવાનું હોય તો મને ભવ-ભવે આપ જ ગુરુ મળો...”
કુમારપાળ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ગુરુદેવની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે કહ્યું :
“રાજનું, પૈર્યધારણકરો. મારા મૃત્યુ પછી તમારું મૃત્યુદૂરનથી.મૃત્યકાળ (૧૮૪
સર્વજ્ઞ જેવા સૂરિદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org