SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ | હી&ાશા જે ભાવસાગરથી તારે એનું નામ તીર્થ. જે દુઃખોના દરિયામાંથી પાર ઉતારે એનું નામ તીર્થ. સહુ તીર્થોનો રાજા એટલે શત્રુંજય ! શત્રુંજયગિરિરાજના કાંકરે-કાંકરે અનંત આત્માઓ મુક્તિ પામેલા છે. સિદ્ધિ વરેલા છે. બુદ્ધત્વ પામેલા છે. રાજા સિદ્ધરાજ પરિવાર સાથે પાલીતાણા પહોંચ્યો. પાલીતાણાની પ્રજાએ ગુજરશ્વરનું ઉચિત વાગત કર્યું. રાજાએ ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીને કહ્યું : ગુરુદેવ, આપણે આવતી કાલે પ્રભાતે ગિરિરાજ ઉપર ચઢીશું. અને ભગવાન ઝષભદેવનાં દર્શન-પૂજન કરી ધન્ય બનીશું. આજે તો વિશ્રામ કરીને સ્વસ્થ બનીએ. ગુરુદેવે અનુમતિ આપી. સહુ પોત-પોતાનાં દૈનિક કાર્યોમાં પરોવાયા. દિવસ પૂરો થઈ ગયો અને રાત પણ વીતી ગઈ. બીજા દિવસે સવારે આચાર્યદવ વગેરે મુનિવરોની સાથે રાજા અને રાજપરિવાર શત્રુંજયના પહાડ પર ચઢવા લાગ્યા. સહુનાં મન ઉલ્લસિત હતાં. સહુનાં મનમાં ભગવાન ઋષભદેવનાં દર્શન કરવાની તીવ્ર તમન્ના હતી. સહુ ગિરિરાજના શિખર પર પહોંચ્યા. ભગવાન ઋષભદેવનાં દર્શન કરી સહુ ધન્ય બન્યા. રાજાએ અને રાજપરિવારે ભગવાનની ભાવપૂર્વક પૂજા પણ કરી. પછી સહુ લોકો આચાર્યદેવની પાછળ બેસી ગયા. આચાર્યદેવે સંસ્કૃત ભાષામાં નવાં નવાં કાવ્યો બનાવીને ભગવાનની સ્તુતિ કરી. આચાર્યદેવે એ સ્તુતિના ભાવો લઈને ગુર્જર ભાષામાં ગદ્ય-સ્તવના પણ કરી. સહુએ પરમાત્મભક્તિનો અપૂર્વ આનંદ અનુભવ્યો. (૪૨ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy