SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ રોમાંચ થઈ આવ્યો. હૈયું ગદ્ગદ થઈ ગયું. ‘ભગવન્, આજે મારા પર આપે જે ઉપકાર કર્યો છે, તે ઉપકારે તો હદ કરી નાંખી છે. આનો બદલો હું કેવી રીતે વાળી શકીશ ? આપે મને જે સદ્બોધ આપવાનો ઉપકાર કર્યો છે... તેના ઉપર આ ઉપકાર કળશ સમાન છે. ગુરુદેવ ! આ બધા મહાન્ ઉપકારોનો બદલો કેવી રીતે વાળીશ? પૂનમના ચન્દ્રની ચાંદનીથી આપના ચરણોને ધોઉં ? ગોશીર્ષ ચંદનના પ્રવાહીથી આપના ચરણો ઉપ૨ વિલેપન કરું ? દેવલોકના નંદનવનનાં પુષ્પો લાવીને આપના ચરણે ચઢાવું ? શું કરું, પ્રભુ ? જીવનપર્યંત શું આ બધા ઉપકારોને મારા માથે વહ્યા જ કરીશ ?’ ગુરુદેવના મુખ પર મીઠું સ્મિત રમતું હતું. તેઓએ કુમારપાલના મસ્તક પર હાથ મૂકીને કહ્યું : ‘કુમારપાલ, મારા કહેવાથી તું દેશમાં અને પરદેશમાં અહિંસાધર્મનો અદ્ભુત પ્રસાર કરી રહ્યો છે, તે શું નાનોસૂનો બદલો છે ? વળી, મેં તારા ઉપર એવા કેવા ઉપકાર કરી નાંખ્યા છે કે તું મારી આટલી બધી પ્રશંસા કરે છે ! તારા શ્રેષ્ઠ પુણ્યથી તારાં કષ્ટો દૂર થયાં છે. તારી અપૂર્વ ધર્મશ્રદ્ધાથી તારાં દુઃખો દૂર થયાં છે ! ઘોર આપત્તિના સમયે તેં તારું અહિંસાવ્રત સાચવ્યું છે ! આવી સ્થિતિમાં તો કોઈ મુનિ પણ કદાચ પોતાનું વ્રત ના સાચવી શકે ! કુમાર ! દાનની કસોટી દરિદ્રતામાં થાય છે, પરાક્રમની કસોટી યુદ્ધમાં થાય છે, અને વ્રતની કસોટી પ્રાણસંકટ સમયે થાય છે. તેં પ્રાણસંકટ આવવાં છતાં આર્હત ધર્મ છોડ્યો નથી, તેથી હું તને ‘પરમાર્હત’નું બિરુદ આપું છું.’ રાજાની આંખો હર્ષના આંસુથી ઊભરાઈ ગઈ.. ‘મારા લિંગા ધણી, આપના જેવા મારા પરમ રક્ષક છે... હું પરમ સૌભાગ્યશાળી છું... ભવોભવ હું આપનો દાસ રહીશ, ગુરુદેવને પ્રણામ કરી રાજા પોતાના નિવાસે ગયો. ગુરુદેવ...' રાજાનો કોઢરોગ મટાડ્યો Jain Education International For Private & Personal Use Only ૧૦૭ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy