________________
૧૧
| હુમાયાલી પશ્ચાત્તાપ્ત
આચાર્યદેવશ્રી હેમચન્દ્રસૂરિજીએ કુમારપાલને રાજ્ય મળવાની આપેલી તિથિ કુમારપાલને યાદ હતી.
વિ.સં. ૧૧૯૯માં વર્ષનો પ્રારંભ હતો. કુમારપાલ તેમની પત્ની ભોપળદેવી સાથે પાટણ આવ્યા. કુમારપાલની બહેન પ્રેમલદેવી પાટણમાં રહેતી હતી. કુમારપાલ બહેનના ઘેર પહોંચ્યા. બનેવી કૃષ્ણદેવે તેમનું સ્વાગત કર્યું.
કૃષ્ણદેવે કહ્યું : “કુમારપાલ, તમે યોગ્ય સમયે આવ્યા છો. મહારાજા સિદ્ધરાજ જયસિંહ મૃત્યુશૈયા પર છે. તમારા ઉપર કોઈ ભય નથી, માટે તમે અહીં નિશ્ચિત બનીને રહો.”
સાતમે દિવસે રાજા સિદ્ધરાજનું મૃત્યુ થયું.
અને માગસર વદ ચોથના દિવસે કુમારપાલને સર્વાનુમતિથી રાજા બનાવવામાં આવ્યા.
ગુરુદેવ કહેલા વર્ષે, મહિને અને તિથિએ કુમારપાલ રાજા બન્યા.
તે વખતે ગુરુદેવ કર્ણાવતી નગરીમાં બિરાજતા હતા. તેઓને કોઈ મુસાફરે આવીને સમાચાર આપ્યા : “ત્રિભુવનપાલના પુત્ર કુમારપાલ ગુજરાતના રાજા બન્યા છે.”
ગુરુદેવને એ વખતે કુમારપાલના શબ્દો યાદ આવ્યા : “મને રાજય મળશે ત્યારે હું જૈન ધર્મનો ખૂબ પ્રસાર કરીશ.”
આ વાત કુમારપાલને યાદ છે કે નહીં ?' એ જાણવા માટે આચાર્યદેવે પાટણ તરફ વિહાર કર્યો.
ગુજરાતના મહામંત્રી ઉદયનને સમાચાર મળ્યા કે આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજી પાટણ આવી રહ્યા છે. તેમને ખૂબ આનંદ થયો. ઉદયન મંત્રીને આચાર્યદેવ ઉપર ખૂબ પ્રેમ હતો, શ્રદ્ધા હતી. જયારે
[ કુમારપાલનો પશ્ચાત્તાપ
કુમારપાલનો પશ્ચાત્તાપ
૬૭)
૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org