________________
હતી અને અદ્ભુત રૂપવતી હતી. રૂપ અને ગુણનો કાશ્મીરાદેવીમાં સમન્વય થયેલો હતો.
એ કાશ્મીરાદેવીના પેટમાં એક ઉત્તમ જીવ આવ્યો. તે પછી કાશમીરાદેવીના મનમાં સારી-સારી ઘણી ઈચ્છાઓ જાગવા લાગી. – હું સમગ્ર પૃથ્વીનું રક્ષણ કરું ! – હું જગતના બધા જીવોને અભયદાન આપું ! – હું મનુષ્યોને બધાં વ્યસનોથી છોડાવી દઉં! – હું સાધુ પુરુષોને ખૂબ દાન દઉં...! - હું કોઈ ગરીબને ગરીબ ના રહેવા દઉં! – હું પરમાત્માનાં મંદિરો બંધાવું...!
નવ મહિના પૂર્ણ થયા. કાશ્મીરાદેવીએ એક સુંદર તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો. એ વખતે આકાશમાં દેવવાણી થઈ. આ બાળક વિશાળ રાજય પ્રાપ્ત કરશે અને તેમાં ધર્મનું સામ્રાજ્ય સ્થાપિત કરશે.
નવો જન્મેલો આ પુત્ર સૌમ્ય હતો, સુંદર હતો. સહુને વહાલો લાગે તેવો ભાગ્યશાળી હતો. તેનું નામ “કુમારપાલ' રાખવામાં આવ્યું. - ત્રિભુવનપાલે વિચાર્યું કે પુત્ર જે અવિનીત હોય તો અગ્નિની જેમ કુળને બાળી નાંખે છે, પરંતુ જો તે વિનીત હોય અને કળાયુક્ત હોય તો શંકરના માથે રહેલા ચન્દ્રની જેમ એ કુળદીપક બને છે! માટે મારે કુમારપાલને સારું શિક્ષણ આપવું જોઈએ. - કુમારપાલને વ્યાવહારિક શિક્ષણ આપવામાં આવ્યું. - સાથે સાથે યુદ્ધકળા શીખવવામાં આવી. - માતાએ પુત્રને ગુણવાન બનાવવાની તકેદારી રાખી.
તે પુત્રમાં મેરુપર્વતનો શૈર્ય ગુણ આવ્યો. બૃહસ્પતિનો બુદ્ધિમત્તાનો ગુણ આવ્યો. મહાસાગરનો ગાંભીર્ય ગુણ આવ્યો. ચન્દ્રનો સૌમ્યતાગુણ આવ્યો. સૂર્યનો પ્રતાપ તેનામાં ઊતરી આવ્યો. સિંહનો શૌર્યગુણ અને કલ્પવૃક્ષનો ઔદાર્યગુણ તેનામાં આવ્યો. કામદેવનું સૌભાગ્ય અને વિષ્ણુનો પ્રભાવ કુમારપાલમાં આવી ગયાં !
- કુમારપાલનો જન્મ
૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org