SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ $ભાષાdી જાણ ચૌલુક્યવંશના રાજાઓમાં “મૂળરાજ” નામનો પરાક્રમી રાજા થઈ ગયો. તેના મૃત્યુ પછી તેનો પુત્ર ચામુંડરાજ ગુજરાતનો રાજા થયો. ચામુંડરાજ પછી ગુજરાતની રાજગાદી પર દુર્લભરાજ આવેલો. દુર્લભરાજ પ્રજામાં ખૂબ પ્રિય બનેલો, કારણ કે તે પક્ષપાત રાખ્યા વિના રાજ્ય કરતો હતો. દુર્લભરાજ પછી તેનો પરાક્રમી પુત્ર ભીમદેવ રાજા થયો. રાજા ભોજને પણ લોકો ભૂલી જાય તેવો એ દાનેશ્વરી હતો. ભીમદેવને બે રાણીઓ હતી. બંને રાણીઓએ એક એક પુત્રને જન્મ આપ્યો હતો. મોટો પુત્ર ક્ષેમરાજ અને નાનો પુત્ર કર્ણ. . ભીમદેવે પોતાનું રાજ્ય નાના પુત્ર કર્ણને આપ્યું અને મોટા પુત્ર ક્ષેમરાજને “દધિસ્થલી' નામનું ગામ આપ્યું. ક્ષેમરાજને દેવપ્રસાદ નામનો પુત્ર હતો. દેવપ્રસાદ ઉપર રાજા ભીમદેવને ખૂબ પ્રેમ હતો. દેવપ્રસાદને ત્રિભુવનપાલ નામનો પરાક્રમી પુત્ર જન્મ્યો. રાજા કર્ણી પોતાનું રાજ્ય પુત્ર સિદ્ધરાજને સોંપતી વખતે કહેલું કે “તારે દેવપ્રસાદની સાર-સંભાળ રાખવાની છે.” એવી જ રીતે દેવપ્રસાદે પોતાના મૃત્યુ સમયે સિદ્ધરાજને કહેલું : “ત્રિભુવનપાલની સારસંભાળ રાખજો.” રાજા સિદ્ધરાજ પોતાના ભત્રીજા ત્રિભુવનપાલને પોતાના ભાઈ જેવો માનીને એને માન આપતો હતો. ત્રિભુવનપાલ પણ મહાપરાક્રમી પુરુષ હતા. તેઓ પોતાના ગામ દધિસ્થલીમાં રહીને પ્રજાનું સારું પાલન કરતા હતા. તેથી તેઓ પ્રજાને ખૂબ પ્રિય હતા. જેવી રીતે માનસરોવરમાં રાજહંસ ઉલ્લાસથી તરતા રહે છે તેમ ત્રિભુવનપાલના મન-સરોવરમાં ધર્મરૂપી હંસ તરતા રહેતા હતા. ત્રિભુવનપાલની પત્નીનું નામ હતું કાશ્મીરા. જેવી તે ગુણોની મૂર્તિ (૫૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy