________________
નામપુરમાં એક ચમત્કાર !
આચાર્યદેવશ્રી દેવચન્દ્રસૂરિજી શિષ્યપરિવાર સાથે વિચરતા વિચરતા નાગપુર પહોંચ્યા.
નાગપુરના જૈનસંઘે તેમનું આદરભાવથી સ્વાગત કર્યું. આચાર્યદેવે ધર્મનો ઉપદેશ આપીને સહુ જનોનાં મન આનન્દ્રિત કર્યાં.
રોજેરોજ આચાર્યદેવ ધર્મનો ઉપદેશ આપે છે. નાગપુરના જૈનસંઘમાં હર્ષનાં મોજાં ઊછળે છે. બીજી બાજુ સોમચન્દ્ર મુનિની વિદ્વત્તાની સુવાસ પણ સંઘમાં પ્રસરે છે.
આ જ નાગપુરમાં ધનદશેઠ નામના એક ખૂબ મોટા ધનવાન શ્રેષ્ઠી વસતા હતા. યશોદા નામની તેમની ગુણવાન પત્ની હતી. ચાર સંસ્કારી પુત્રો હતા. ચારે પુત્રોનાં લગ્ન થઈ ગયાં હતાં. તે પુત્રોના ઘરમાં પણ પુત્રોનો જન્મ થયો હતો. ધનદ શેઠનો પરિવાર એ રીતે ક્રમશઃ વધતો જતો હતો.
ધનદ શેઠના ઘરે આવેલો કોઈ અતિથિ ખાલી હાથે પાછો જતો ન હતો. તેઓ સાધુ-સંતોની ઉચિત સેવા-ભક્તિ કરતા હતા. અનાથગરીબોને દયાભાવથી દાન આપતા હતા. પોતાના પૈસાનો તેઓ સદુપયોગ કરતા હતા. તેઓ સમજતા હતા કે આ ધન-વૈભવ ચંચળ છે. આજે હોય ને કાલે ના હોય !
-
―
–
લાખો રૂપિયાનો તેઓ વેપાર કરતા હતા.
લાખો રૂપિયા તેમણે લોકોને ધીરેલા હતા.
લાખો રૂપિયાના હીરા-મોતી તેમણે જમીનમાં દાટેલાં હતાં.
લાખો રૂપિયાના સોના-ચાંદી તેમણે જમીનમાં દાટેલાં હતાં.
ધનદ શેઠ એમ સમજતા હતા જે ‘જ્યારે સંકટ આવશે, ત્યારે આ દાટેલું ધન કામ લાગશે.’
કેટલાંક વર્ષો પછી ધનદ શેઠને વેપારમાં મોટું નુકસાન થયું.
નાગપુરમાં એક ચમત્કાર !
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org