________________
મોક્ષમાર્ગના આરાધક બનાવી શકીશ.
‘ગુરુદેવ, આપની કૃપાથી જ આ સિદ્ધિ મળી છે.' સોમચન્દ્ર મુનિએ નમ્રતાથી કહ્યું.
‘સોમચન્દ્ર, એક જ રાત્રિની આરાધના-ઉપાસનાથી શ્રુતદેવી સરસ્વતી પ્રસન્ન થઈ જાય, આવું મારા જાણવામાં આજ દિન સુધી નથી આવ્યું. આ તારા પુણ્ય પ્રકર્ષથી જ બન્યું છે.'
‘ગુરુદેવ, જ્યારે મેં શ્રુતદેવીને જોયાં... ઓહો ! કેવી એમની અદ્ભુત શોભા હતી ! માથે રત્નજડિત મુગટ હતો. ઉજ્વલ કાન્તિમય દેહપ્રભા હતી. તેમના ડાબા હાથમાં પુસ્તક હતું. જમણા હાથમાં અક્ષમાળા હતી. એક હાથે વીણા પકડેલી હતી અને એક હાથ મારા પર આશીર્વાદ વરસાવતો હતો. તે માતાની કમલ જેવી આંખોમાં સ્નેહનો... કૃપાનો સાગર ઘૂઘવતો હતો... અને એમની વાણીની મધુરતા તો કેવી હતી ! ગુરુદેવ, એ મધુરતાનું વર્ણન હું શબ્દોમાં ન કરી શકું !'
‘વત્સ, તારું આ પરમ સૌભાગ્ય હતું કે તું દેવીનાં પ્રત્યક્ષ દર્શન પામી શક્યો.'
સોમચન્દ્ર મુનિએ દેવી સરસ્વતીની કૃપાથી અનેક ધર્મગ્રંથોનું સર્જન કરવા માંડ્યું. એક મિનિટ પણ તેઓ આળસ કરતા નથી. એક ક્ષણ પણ નકામી વાતોમાં વેડફી નાંખતા નથી. દિવસ ને રાત એક જ કામ ! સાહિત્યનું સર્જન !
૧૪
Jain Education International
For Private & Personal Use Only
સર્વજ્ઞ જેવા સૂરિદેવ
www.jainelibrary.org