________________
કહ્યું : “આ મંદિર તોડીને, ફરીથી એ જ જગાએ નવું ભવ્ય દેરાસર બનાવવાનું છે. જેમ બને તેમ જલ્દી કામનો પ્રારંભ કરો.'
દેરાસરનો પાયો ખોદાવા લાગ્યો. મજૂરો એ ઊંડે સુધી પાયો ખોદ્યો. ત્યાં એક આફત આવી પડી.
ભરુચની ક્ષેત્રદેવી નર્મદા રોષે ભરાણી. અદશ્ય રહીને ઘોઘરા અવાજે બોલી : “તમે આટલો ઊંડો પાયો ખોદીને મારું અપમાન કર્યું છે. માટે આ પાયામાં તમને બધાને દાટી દઈશ.”
મજૂરો આ અદશ્ય અવાજ સાંભળીને ગભરાઈ ગયા. એ લોકો કંઈ વિચારે, તે પહેલાં દૈવી શક્તિથી બધા મજૂરો એ ખાડામાં ફેંકાઈ
ગયા.
આખા ભરૂચ શહેરમાં આ દુર્ઘટનાની ખબર પડી. સર્વત્ર હાહાકાર વ્યાપી ગયો. હજારો સ્ત્રી-પુરુષો દોડી આવ્યાં. પાયાના ઊંડા ખાડામાં મજૂરોને દટાયેલા જોયા. સૌ વિચારવા લાગ્યા : “આ મજૂરોને કેવી રીતે બહાર કાઢવા ?'
ત્યાં આદ્મભટ્ટ તેમની પત્ની સાથે દોડી આવ્યા. ત્યાં ઊભેલા મુખ્ય શિલ્પી પાસેથી બધી વિગત જાણી. તેમણે ગંભીરતાથી વિચાર કર્યો : દૈવી શક્તિ સામે લડવાનો કોઈ અર્થ નથી. નર્મદાદેવીને રીઝવીને કામ કઢાવી લેવું જોઈએ.'
જે ખાડામાં મજૂરો દટાયેલા હતા, તે ખાડાના કિનારે ઊભા રહી, તેમણે મોટા અવાજે બોલીને પ્રતિજ્ઞા કરી.
“જ્યાં સુધી મારા નિર્દોષ મજૂરો આ ખાડામાંથી જીવતા બહાર નહીં નીકળે ત્યાં સુધી મારે અન્ન અને પાણીનો ત્યાગ છે. ત્યાં સુધી હું આ જગાએ પરમાત્માના ધ્યાનમાં સ્થિર ઊભો રહીશ. અહીંથી એક પગલું પણ નહીં ભરું.”
આમ્રભટ્ટની આ ઘોષણા સાંભળીને, એમનાં પત્નીએ પણ એ જ પ્રમાણે પ્રતિજ્ઞા કરી અને પતિની પાસે તેઓ પણ ધ્યાનસ્થ બની ગયાં.
ભરુચની પ્રજા, આ બંનેની અપાર કરુણા જોઈને અને કઠોર પ્રતિજ્ઞા સાંભળીને દિંગ થઈ ગઈ. લોકોના ટોળેટોળાં ત્યાં આવવા લાગ્યાં. (૧૧૬
% સર્વજ્ઞ જેવા સૂરિદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org