SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ જાણજે. એના કહ્યા મુજબ જ તું બધાં કાર્ય કરજે.” દેવોની વાત પૂરી થઈ, પછી મૂળરાજ વગેરે પૂર્વજો બોલ્યા, વત્સ, કુમારપાલ, અમે સાતે તારા પૂર્વજો છીએ. તું અમને ના ઓળખે. અમે તેને કહેવા આવ્યા છીએ કે તું અમારો આચરેલો ધર્મ છોડી ના દઈશ. અમે આ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ-દેવોને માનતા હતા. અને એમણે જ બતાવેલો ધર્મ માનતા હતા. તેથી આજે અમે સ્વર્ગનાં સુખ ભોગવીએ છીએ. અમે અમારા પૂર્વજોનો ધર્મ છોડ્યો ન હતો, તેમ તારે તારા પૂર્વજોનો ધર્મ છોડવો ના જોઈએ. તને વધારે શું કહીએ ? તારું ભલું થાઓ ! દેવો અદશ્ય થઈ ગયા. પૂર્વજો પણ અદશ્ય થઈ ગયા. રાજા કુમારપાલ આશ્ચર્યમાં ડૂબી ગયા. એમની બુદ્ધિ બહેર મારી ગઈ. એક બાજુ દેવપત્તનના સોમનાથનાં વચનો અને બીજી બાજુ દેવબોધિએ બતાવેલાં દેવોનાં વચનો ! કોણ સાચું ને કોણ ખોટું ? કુમારપાલનું માથું ભમવા માંડ્યું. ત્યાં ઊભેલા દેવબોધિને કહ્યું : “ “ભલે, તમે જાઓ, હું તમારા કહ્યા પ્રમાણે કરીશ.” આ આખી ઘટનામાં મહામંત્રી ઉદયનના પુત્ર વાળુભટ્ટમંત્રી, કુમારપાલની સાથે હતા. દેવબોધિના બધા જ ચમત્કાર તેમણે પ્રત્યક્ષ જોયા હતા. તેઓ રાજમહેલથી સીધા આચાર્યદેવની પાસે ગયા. આચાર્યદેવને વંદના કરીને કહ્યું : “ગુરુદેવ ! પાટણમાં આવેલા દેવબોધિ નામના યોગીના ચમત્કાર આપે જાણ્યા હશે ! આજે રાજસભામાં એણે ઘણા ચમત્કાર કરી બતાવ્યા. ગુરુદેવ ! આ યોગી સાધારણ નથી. એણે યોગબળથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બોલાવ્યા ! એણે મૂળરાજ, ભીમદેવ વગેરે પૂર્વજોને બોલાવ્યા ! આપણા મહારાજા પણ એના આવા બધા ચમત્કાર જોઈને એ યોગી તરફ આકર્ષાઈ જાય, તે સ્વાભાવિક છે. ગુરુદેવ ! મહારાજા એ દેવબોધિનો પરાજય ૮૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy