________________
ગુરુદેવ, મહાદેવ સમાન કોઈ દેવ નથી, આપના જેવા મહર્ષિ નથી ને મારા જેવો કોઈ તત્ત્વનો અર્થી નથી. આજે આ તીર્થમાં ત્રિવેણી સંગમ થયો છે ! ગુરુદેવ, આજે મારે એક નિર્ણય કરવો છે કે : એવો કયો ધર્મ છે અને એવા કયા દેવ છે કે જે મને મોક્ષ અપાવી શકે. આપ જ મને કહો. એ દેવનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરીને મારા આત્માને નિર્મળ કરવો છે. આપના જેવા ગુરુ હોય છતાં જો તત્ત્વનો સંદેહ રહે તો એ વાત સૂર્યના પ્રકાશમાં વસ્તુ ના દેખાય, તેના જેવી બને !”
રાજાની વાત સાંભળીને ગુરુદેવે બે ક્ષણ આંખો બંધ કરી. કોઈ સંકેત મળ્યો. આંખો ખોલીને તેઓએ રાજા સામે જોયું.
“રાજનું, ચાલો ગર્ભગૃહમાં. હું તમને આ દેવનાં જ પ્રત્યક્ષ દર્શન કરાવું. એ મહાદેવ પોતે કહે તે દેવ અને ધર્મની તમારે ઉપાસના કરવી! કારણ કે દેવવાણી ક્યારેય અસત્ય ના હોય.'
શું આ વાત બની શકે ?” રાજાએ આશ્ચર્યથી પૂછ્યું. “હા, હવે હું ધ્યાન કરું છું. તમારે આ ધૂપદાનીમાં ધૂપ નાંખ્યા કરવાનો. શંકર પ્રગટ થઈને ના ન પાડે ત્યાં સુધી સુગંધી ધૂપ નાંખ્યા કરવાનો.” ગભારો બંધ કરવામાં આવ્યો.
આચાર્યદવ ધ્યાનમાં લીન થઈ ગયા. રાજાએ ધૂપદાનીમાં ધૂપ નાંખવા માંડ્યો.
આખો ગભારો ધૂપના ગોટાઓથી ભરાઈ ગયો. અંધારું થઈ ગયું... દીવાઓ પણ ઓલવાઈ ગયા. ત્યાં ધીરે ધીરે શંકરના લિંગમાંથી પ્રકાશ ફૂટવા લાગ્યો... પ્રકાશ વધતો ગયો... અને એમાંથી એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ.
રાજા ખુલ્લી આંખે એ દિવ્ય આકૃતિને જોવા લાગ્યો. સુવર્ણ જેવી ઉજ્જવલ કાયા ! માથે જટા ! જટામાંથી વહેતી ગંગા ! અને ઉપર ચન્દ્રકળા ! રાજાએ તે આકૃતિના અંગૂઠાથી તે જટા સુધી પોતાનો હાથ સોમનાથ મહાદેવ પ્રગટ થયા૪
૭૯]
હિ. દીવાઓ , પના ગોટાવ્યો .
સોમનાથ મહાદેવ પ્રગટ થયા
૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org