________________
એને દેવપત્તન પહોંચીને સોમનાથ મહાદેવનાં દર્શન કરવાં હતાં.
રાજાને પવનવેગી રથમાં જવાનું હતું, ગુરુદેવને પોતાના પગે ચાલીને જવાનું હતું. રાજા પહેલાં પહોંચી ગયો.
જેમ મયૂર મેઘની વાટ જુએ તેમ રાજા ગુરુદેવની વાટ જોવા લાગ્યો.
ગુરુદેવ, શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી, દેવપત્તન પહોંચી ગયા. ચન્દ્રનાં દર્શનથી જેમ સાગર ઊછળે તેમ ગુરુદેવનાં દર્શનથી રાજાનો હર્ષ ઊછળવા માંડ્યો. રાજાએ કહ્યું :
ગુરુદેવ, જેમ વરરાજા લગ્નવેળા સાચવે તેમ આપે પણ અહીં આવવાની વેળા સાચવી !” બંને હસી પડ્યા.
પછી, ગુરુદેવની સાથે મોટા આડંબર સાથે રાજા સોમનાથના મંદિરે ચાલ્યો. પોતે કરાવેલા મંદિની દેવવિમાન જેવી અભુત શોભા નિહાળીને રાજાના મનમાં હર્ષ ઊભરાયો. શરીરે રોમાંચ થઈ આવ્યો અને આંખો આંસુભીની થઈ ગઈ.
સહુએ મંદિરમાં પ્રવેશ કર્યો.
રાજાના મનમાં એક વાત હતી : “જિનદેવના અનુયાયી જિનદેવ સિવાયના દેવને નમતા નથી. એટલે એણે ગુરુદેવને કહ્યું : “ગુરુદેવ, જો આપને યોગ્ય લાગે તો આપે પણ મહાદેવનાં દર્શન કરવાં જોઈએ.”
ગુરુદેવે કહ્યું : “એ શું બોલ્યા ? દર્શન કરવા માટે તો આટલું ચાલીને અહીં આવ્યા છીએ !!
ગુરુદેવે બે હાથ જોડી, મસ્તક નમાવીને સ્તુતિ કરી :
જેઓના રાગ-દ્વેષ નાશ પામી ગયા છે તેવા બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે મહાદેવ હોય, ગમે તે હોય, તેમને હું વંદન કરું છું !”
સ્તુતિ સાંભળીને રાજ નાચી ઊઠ્યો ! યાત્રાને ઉચિત બધી ક્રિયાઓ પૂજારીઓએ પૂરી કરી.
રાજા, ગુરુદેવની સાથે મહાદેવના ગભારા પાસે આવ્યો. ગભારાના દ્વાર પાસે ઊભા રહીને તેણે ગુરુદેવને કહ્યું : ( ૭૮
% સર્વજ્ઞ જેવા સૂદેિવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org