SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ મહામંત્રી ઉદયનને ખૂબ દુ:ખ થયું. સાથે સાથે મહારાજાની દૃઢ ધર્મભાવના પ્રત્યે ખૂબ અહોભાવ પ્રગટ્યો. તેમણે કહ્યું : મહારાજા, આપના ઉપર થયેલા દેવી પ્રકોપને જોઈને મને અત્યંત દુઃખ થાય છે. પરંતુ આપની નિર્ભયતા અને પ્રતિજ્ઞાપાલનની દઢતા જોઈને ખૂબ જ હર્ષ થાય છે.” - કુમારપાલે કહ્યું : “મહામંત્રી, મારા શરીરે કોઢ રોગ નીકળ્યો, એની મને ચિંતા નથી... પરંતુ જ્યારે પ્રજાને ખબર પડશે ત્યારે જૈન ધર્મને લાંછન લાગશે ! મને એ વાતનું દુઃખ છે. પરધર્મીઓ બોલશેઃ જુઓ, રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો એનું ફળ તો જુઓ ! કોઢ નીકળ્યો કોઢ ! કુમારપાલ રાજાની જેમ જે શૈવધર્મ ત્યજી જૈન ધર્મ સ્વીકારશે એને આ જ જનમમાં મોટાં દુઃખ સહવાં પડશે. અમારા દેવની સેવાથી કોઢ વગેરે રોગો નાશ પામે છે, જ્યારે જિનેશ્વરની સેવાથી રોગો ન હોય ત્યાંથી આવીને ઉત્પન્ન થાય છે.” માટે મહામંત્રી, આપણા ધર્મદ્વિષીઓને આ ઘટનાની ખબર પડે, એ પહેલાં જ મારા આ શરીરને આગમાં હોમી દઉં...” મહામંત્રીએ કહ્યું : “મહારાજા, અગ્નિસ્નાન કરવાની કોઈ જરૂર નથી. આ પૃથ્વીના માથે આપ રાજા છો ત્યાં સુધી જ પૃથ્વી સૌભાગ્યવંતી છે. પ્રજા પણ ત્યાં સુધી જ ભાગ્યશાળી છે... આપનો દેહ કીમતી છે. મહારાજા, દરેક વ્રત-નિયમના અપવાદ હોય છે. આપના અહિંસા-વ્રતના પણ અપવાદો છે. આપ દેવીને પશુઓનું બલિદાન આપશો તોપણ આપનું વ્રત તૂટવાનું નથી. આત્મરક્ષા કરવા માટે પ્રતિજ્ઞા-ધર્મને જતો કરવો પડે તો કરી શકાય. શરીર સ્વસ્થ થાય એટલે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થઈ શકાય છે. દેવીના અતિ આગ્રહથી આપ પશુઓનું બલિદાન...” ના ના, મહામંત્રી, આ તમે શું બોલો છો ? હું કોઈ કાળે જીવોની હિંસા કરીશ નહીં કે કરાવીશ નહીં. આ શરીર તો ભવ-ભવે મળે છે... નથી મળતું માત્ર મોક્ષદાયક અહિંસાનું વ્રત ! મહામંત્રી, શરીર તો ક્ષણિક છે... દયાધર્મ શાશ્વત છે. શરીર ખાતર ધર્મનો ત્યાગ ૧૦૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org .
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy