SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યદેવે કહ્યું : ‘હે દેવી, આપનાં નેત્ર દિવ્ય છે. આપ ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો જાણો છો. કૃપા કરીને મને રાજા કુમારપાલનો પૂર્વજન્મ કહો, અને આગામી જન્મની વાતો કહો.' દેવીએ ત્યાં ગુરુદેવને કુમારપાલનો પૂર્વજન્મ અને આગામી જન્મ કહ્યો. દેવી અદૃશ્ય થઈ ગઈ. ગુરુદેવ પાછા પાટણ પધાર્યા. ત્રણ ઉપવાસનાં પારણાં કર્યાં. વિશ્રામ લઈને, સ્વસ્થ બનીને, તેઓ પોતાના આસને બેઠા. કુમા૨પાલે ‘મર્ત્યએમ વંદામિ' બોલીને ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. ગુરુદેવને વંદના કરી તેઓ વિનયપૂર્વક ગુરુદેવ પાસે બેઠા. ગુરુદેવે ‘ધર્મલાભ’નો આશીર્વાદ આપીને કહ્યું : ‘રાજન્, તમારા પ્રશ્નોના ઉત્તર મળી ગયા છે ! દેવી ત્રિભુવનસ્વામિનીએ કૃપા કરીને તમારા પ્રશ્નોના ઉત્તર આપ્યા છે.’ પાસે બેઠેલા યશશ્વન્દ્ર મુનિએ કહ્યું : ‘મહારાજા, ગુરુદેવે સરસ્વતીના કિનારા પર ત્રણ ઉપવાસ કરીને ‘સૂરિમંત્ર’ની આરાધના કરી. ત્રણ દિવસ અને ત્રણ રાત, અપ્રમત્તભાવે એક આસને બેસીને જાપ-ધ્યાન કર્યા..! કુમારપાલ આનંદવભોર થઈ ગયા... તેઓ બોલ્યા : ‘ગુરુદેવ, મારા પ્રશ્નોના ઉત્તર મેળવવા આપે આવી કઠોર સાધના કરી ? આપનું આવું નિષ્કારણ વાત્સલ્ય મને ભાવવિભોર કરી દે છે.’ કુમારપાલની આંખોમાં હર્ષનાં આંસુ ઊભરાયાં. ગુરુદેવે રાજાના મસ્તકે હાથ ફેરવતાં કહ્યું : ‘કુમારપાલ, તારા પ્રશ્નમાં હું અને મહામંત્રી પણ સંકળાયેલા છીએ ને ! એટલે ઉત્તર મેળવવાની ઉત્કંઠા મને પણ હતી જ ! હવે જે ઉત્તર મને દેવીએ આપ્યા છે, તે તને કહું છું.' કુમારપાલ અને અન્ય મુનિવરો સ્વસ્થ બનીને, એકાગ્ર બનીને બેઠા. આચાર્યદેવે કથાનો પ્રારંભ કર્યો. પૂર્વજન્મની કથા Jain Education International For Private & Personal Use Only ૧૭૩ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy