SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ગળગળો થઈ ગયો. ગુરુદેવે કહ્યું : “વત્સ, દેવી સરસ્વતીની ઉપાસનાથી વિશિષ્ટ બુદ્ધિ પ્રગટ થાય છે અને એ બુદ્ધિથી વિશિષ્ટ જ્ઞાન મેળવી શકાય છે. નવા નવા ધર્મગ્રંથો અને અધ્યાત્મગ્રંથોનું સર્જન કરી શકાય છે. તારે એ કરવાનું છે. માટે તું કાશ્મીર જા. મારા તને અંતઃકરણના આશીર્વાદ છે. અને હું તો તારી સાથે જ છું ને ? હંમેશાં તારા હૃદયમાં વસેલો છું... બધા વિકલ્પોનો ત્યાગ કરી, કાશ્મીર જવાની તૈયારી કરો. દેવી સરસ્વતીની દિવ્ય કૃપા પ્રાપ્ત કરીને, જલ્દી મને આવીને મળો.” શુભ દિવસે અને શુભ મુહૂર્ત, સોમચન્દ્ર મુનિએ બીજા એક સહાયક મુનિની સાથે કાશ્મીર તરફ પ્રયાણ કર્યું. તેઓ ખંભાતનગરની બહાર આવ્યા. તેમણે ત્યાં એક ભવ્ય જિનાલય જોયું. તેઓ એ જિનાલયમાં દર્શન માટે ગયા. ઉજજયન્તાવતાર' નામનું એ જિનાલય હતું. તેમાં ભગવાન નેમનાથની નયનરમ્ય મૂર્તિ હતી. ભગવાનના દર્શન કરવાથી સોમચન્દ્ર મુનિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. જિનાલયનું શાન્ત વાતાવરણ તેમને ખૂબ ગમી ગયું. તેમના મનમાં વિચાર આવ્યો : “હું આજની રાત આ જિનાલયમાં વિતાવું તો? અહીંથી જ દેવી સરસ્વતીનું ધ્યાન શરૂ કરી દઉં !' - સોમચન્દ્ર મુનિએ પોતાના સાથી મુનિરાજને વાત કરી. મુનિરાજે સંમતિ આપી. જિનાલયની પાસે એક નાની ધર્મશાળા હતી. તેમાં દિવસ પસાર કરી દીધો. રાત્રિના સમયે શુદ્ધ વસ્ત્ર પહેરીને સોમચન્દ્ર મુનિ જિનાલયમાં ગયા. ભગવાન નેમનાથની સોહામણી મૂર્તિની પાસે ઘીનો અખંડ દીપક સળગી રહેલો હતો. દીપકના પ્રકાશમાં મૂર્તિ હસી રહી હતી. સોમચન્દ્ર મુનિ, ભગવંતની સામે શુદ્ધ ભૂમિ પર આસન પાથરીને, પદ્માસન લગાવીને બેસી ગયા. તેમણે મંત્રસ્નાન કર્યું... અને દેવી | મુનિ સોમચંદ્ર ૧૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy