________________
ઊતરી આવી. તેના શરીરમાં તીવ્ર પ્રકાશ વેરાતો હતો. આખો શયનખંડ પ્રકાશથી ભરાઈ ગયો. તે દિવ્ય સ્ત્રીના એક હાથમાં ત્રિશૂલ” નામનું શસ્ત્ર હતું. તે દેવીએ રાજાને સંબોધીને કહ્યું :
રાજનું, આંખો ખોલીને તું મારી સામે જો.” રાજાએ આંખો ખોલી દેવી સામે જોયું, પૂછયું, તમે કોણ છો ?' હું કંટકેશ્વરી નામની તારી ગોત્રદેવી છું.” “આનંદ થયો દેવી, તમારાં દર્શન કરીને !'
રાજનું, હું બલિદાન માગવા આવી છું. તારા પૂર્વેના બધા રાજાઓએ મને બલિદાન આપેલું છે... તારે પણ આપવું જોઈએ. તારે તારી કુલપરંપરાને તોડવી ના જોઈએ.
‘દેવી, મેં તમને ત્રણ દિવસ નૈવેદ્ય અર્પણ કરેલું જ છે ! નૈવેદ્ય ના ચાલે, પશુઓ જોઈએ.” “પશુઓ તો નહીં આપું...”
“તો શું પરિણામ આવશે, તે તું જાણે છે ? તને બાળીને ભસ્મ કરી નાંખીશ.'
‘દેવી, મારી વાત સાંભળો, પછી તમારે જે કરવું હોય તે કરજો.
હું જિનેશ્વરનો ધર્મ પામ્યો છું. એ જ સાચો ધર્મ છે. જિનેશ્વરી કોઈ પણ જીવની હિંસા કરવાની ના પાડે છે. મેં મારી પૂર્વાવસ્થામાં અજ્ઞાનથી કરેલી હિંસા, આજે મારા હૃદયને ખૂંચે છે. એક જીવની હિંસાથી પણ અનન્ત પાપકર્મ બંધાય છે તો પછી કસાઈ બનીને સેંકડો જીવની હિંસા કેમ જ કરી શકું?
દેવી, તમારે પણ આ પશુઓની હિંસામાં રાજા થવા જેવું નથી. દેવ-દેવીઓ તો દયાનો પક્ષ કરનારા હોય. તમારે તો જીવહિંસા અટકાવવી જોઈએ.
દેવી, મેં તો જીવહિંસા નહીં કરવાની પ્રતિજ્ઞા કરેલી છે. તમારે જે કરવું હોય તે કરી શકો છો. હું તો એક પણ જીવની હિંસા નહીં કરી શકું. પશુઓનો ભોગ ક્યારેય પણ નહીં આપી શકું.” (૧૦૨)
સર્વજ્ઞ જેવા મૂરિદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org