SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનો રાજા છે જયન્તચન્દ્ર. જયંતચન્દ્ર રાજાનું રાજ્ય વિશાળ છે. તેની સેનામાં હજારો હાથી છે, લાખો ઘોડા છે... રાજા પરાક્રમી છે, સેના વિરાટ છે. ગંગા ને જમના જેવી મહાનદીઓના કિનારે પ્રજા વસે છે. પ્રજાનો ખોરાક છે માછલીનો. રોજ લાખો માછલીઓ મરે છે... મારવામાં આવે છે. આ સાંભળીને કુમારપાલનું દયાભરેલું હૃદય કકળી ઊઠ્યું. તેમણે વિચાર કર્યો : આ ઘોર હિંસા બંધ કરાવવા માટે મારે કોઈ ઉપાય કરવો જોઈએ. યુદ્ધ કરવું નથી અને હિંસા બંધ કરાવવી છે. કુમારપાલને એક સુંદર ઉપાય જડી આવ્યો. એક શ્રેષ્ઠ ચિત્રકાર પાસે એક ચિત્ર બનાવરાવ્યું. ‘હેમચન્દ્રસૂરિને રાજા કુમારપાલ પ્રણામ કરે છે.’ આ ચિત્રની સાથે બે ક્રોડ સોનાના સિક્કા અને બે હજાર ઘોડા આપીને પોતાના ચાર બુદ્ધિશાળી મંત્રીઓને વારાણસી રવાના કર્યા. મંત્રીઓ વારાણસીની બહાર તંબૂ તાણીને રહ્યા. કારણ કે બે હજાર ઘોડાઓને નગરમાં ક્યાં રાખે ? મંત્રીઓએ વિચાર્યું : આ વારાણસી નગરીનું બીજું નામ છે મુક્તિપુરી. નામ મુક્તિપુરી અને કામ માછલીઓ ખાવાનું ! કેવો વિરોધાભાસ છે ! આ ગામમાં નાનાં-મોટાં સહુ માંસાહારી છે. અહીં હિંસા બંધ કરાવવી મુશ્કેલ લાગે છે. માંસાહાર લોકોને પ્રિય છે. પ્રિય આહાર છોડાવવો ઘણું મુશ્કેલ કામ છે. એક મંત્રીએ સલાહ આપી : આપણે થોડા દિવસ અહીંની ગરીબ પ્રજાને અન્ન આપીએ, વસો આપીએ અને થોડા પૈસા આપીએ, તે પછી મધ્યમ વર્ગના લોકોને પણ અન્ન અને વસ્ત્ર આપીએ. તે પછી શ્રીમંતોને આપણે ત્યાં આમંત્રીને તેઓને ઉત્તમ ભોજન કરાવીએ અને ગુજરાતની કલાત્મક વસ્તુઓ ભેટ આપીએ... આ રીતે પ્રજાનો સ્નેહ પ્રાપ્ત કરીને પછી રાજાને મળીએ... તેથી આપણું કામ સરળ બનશે. બાકીના ત્રણે મંત્રીઓને વાત ગમી ગઈ. કાશીદેશમાં અહિંસા-પ્રચાર Jain Education International For Private & Personal Use Only ૯૫ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy