SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ એ મારી પાસે રહેશે.' ચાચગ વિચારમાં પડી ગયો. તેણે કોઈ જવાબ ના આપ્યો. શું વિચાર કરો છો, ચાચગ ?' ગુરુદેવ, હું વિચારીને જવાબ આપીશ.' ભલે વિચારીને જવાબ આપજો, પરંતુ પુત્રસ્નેહથી ના વિચારજો , તે પુત્રના હિતનો વિચાર કરજો. તમારો આ પુત્ર લાખો જીવોનો તારણહાર બનવાનો છે. લાખો જીવોને અભયદાન આપનારો બનવાનો ચાચર શેઠ ઘરે આવ્યા. ચંગદેવને સાથે બેસાડીને પિતા-પુત્રે ભોજન કર્યું. ભોજન કરીને ચાચગે ચંગદેવને પૂછ્યું : બેટા, તને ગુરુદેવ ગમે છે ?' હા, ગમે છે.” ‘તું એમની પાસે રહીશ?” રહીશ.” ત્યાં તને તારી માતા નહીં મળે...” તોયે ગુરુદેવ પાસે હું રહીશ.” ‘ગુરુદેવ પાસે રહીને શું કરીશ ?' “ગુરુદેવ કહેશે એમ કરીશ.” ‘ગુરુદેવ ભણવાનું કહેશે..' તો હું ભણીશ...!” ગુરુદેવ સાથે પગે ચાલવું પડશે...” હું ચાલીશ...' ચાચગ શેઠ વિચારે છે : “આ છોકરા ઉપર અમને મોહ છે, પરંતુ છોકરાને અમારા પર મોહ નથી.” ચાચગશેઠે પાહિનીદેવી સાથે પણ ચર્ચા કરી લીધી. પાહિનીએ પોતાની અનુમતિ આપી. - રંગદેવ ૭] ચંગદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy