________________
ભાઈ” માનીને, આગ્રહથી પારણું કરાવે છે.
સાંજે નરવીરના શરીરમાં પીડા થાય છે. આઢ૨ શેઠ અંતિમ આરાધના કરાવે છે.
નરવીર સમતાભાવે મૃત્યુ પામે છે. મરીને તે ત્રિભુવનપાલનો પુત્ર કુમારપાલ બને છે !’
પોતાનો પૂર્વજન્મ જાણીને કુમારપાલ સ્તબ્ધ થઈ જાય છે. પછી તે પૂછે છે :
‘ગુરુદેવ, આઢર શેઠનું શું થયું ?'
ગુરુદેવે કહ્યું : ‘આઢર શેઠ પણ મૃત્યુ પામે છે...અને એમનો જીવ... નવો માનવ-અવતાર પામે છે. તે જ આપણા ઉદયનમંત્રી ! ‘રાજન્, તમારા ઉપર ઉદયન મંત્રીને કેમ આટલો બધો વાત્સલ્યભાવ છે, એનું કારણ સમજાયું ને ?'
‘ભગવંત, મારા પરમ ઉપકારી એ યશોભદ્રસૂરિજીનું શું થયું ?' ‘તેઓ પણ કાળધર્મ પામીને મનુષ્યયોનિમાં જન્મેલા છે...અને તે તારી સામે જ બેઠા છે !'
‘આપ જ ગુરુદેવ ?’ કુમારપાલની આંખો હર્ષથી નાચી ઊઠી. તે ઊભો થઈ ગયો. ગુરુદેવના ખોળામાં પોતાનું મસ્તક મૂકી દીધું. આચાર્યદેવ રાજાના મસ્તક ઉપર વાત્સલ્ય વરસાવતા રહ્યા.
‘રાજન્, હવે તમને સુખ-દુઃખનો કાર્ય-કારણ ભાવ સમજાવું છું. તે સાંભળો :
પેલા ધનદત્તે બાળહત્યા કરી હતી, તેથી આ સિદ્ધરાજના ભવમાં તે નિઃસંતાન રહ્યો. ધનદત્તને તારા પ્રત્યે વૈરભાવ હતો, એટલે આ જન્મમાં પણ એને તમારા પ્રત્યે વૈરભાવ રહ્યો હતો. પૂર્વજન્મમાં મારો અને આઢર શેઠનો તમારા પ્રત્યે ખૂબ વાત્સલ્યભાવ હતો, એટલે આ જન્મમાં પણ અમારો તમારા પ્રત્યે વાત્સલ્યભાવ છે !
પૂર્વજન્મની કથા
Jain Education International
For Private & Personal Use Only
૧૭૯
www.jainelibrary.org