SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ મૂક્વામાં આવશે. ૭. જે કોઈ છોકરીઓ સાથે ખરાબ વર્તન કરશે તેને દેશમાંથી કાઢી મૂકવામાં આવશે. સવારથી સાંજ સુધી પાટણમાં આ સવારી ફરતી રહી. છેવટે જંગલમાં એ સાતે સવારોને છોડી મૂકવામાં આવ્યા. ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિએ કુમારપાલને કહ્યું : રાજનું, આ બધા દેશોમાં અને ગામ-નગરોમાં હિંસા બંધ કરાવવા માટે તમારે બધે જ અધિકારીઓની નિયુક્ત કરવા જોઈએ. કોઈ છૂપી રીતે પણ હિંસા ના કરે, કોઈ જીવને મારે નહીં. તેની તકેદારીનાં પગલાં લેવાં જોઈએ.” રાજાએ ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું. દરેક ગામ-નગરોમાં હિંસાને રોકવા માટે રાજપુરુષો મૂકવામાં આવ્યા. તકેદારીનાં પગલાં ભરવામાં આવ્યાં. એક નાનું ગામ હતું. તેમાં એક વેપારી વસે. એક દિવસની વાત છે. વેપારી પોતાના ઘરની ઓસરીમાં બેઠો હતો. એની પત્ની વેપારીના વાળ ઓળતી હતી. ઓળતાં ઓળતાં તેમાં જૂ દેખાણી. તેણે પોતાના પતિને કહ્યું: “તમારા માથામાં જૂ છે!” વેપારીએ કહ્યું : “મને બતાવ તો એ જૂ.” સીએ વેપારીના હાથમાં જૂ આપી. વેપારીએ તુર્ત જ એ જૂને મારી નાંખી. એની પત્ની બોલી ઊઠી, “આ તમે ખોટું કામ કર્યું. રાજા કુમારપાલની આજ્ઞા છે કે એક જૂને પણ મારવી નહીં.' વેપારી નફટાઈથી હસીને બોલે છે, “તારા કુમારપાલની એક નહીં... અનેક જૂ મારીશ... શું કરી લેશે કુમારપાલ?' ત્યાં તો દૂર ઊભા રહેલા રાજપુરુષોએ આવીને એ વેપારીને પકડ્યો. મરેલી જૂને પણ સાથે લીધી. એને પાટણ લાવવામાં આવ્યો. કાશીદેરામાં અહિંસા-પ્રયારા ૯૩) કાશીદેવામાં અહિંસા-પ્રચાર K 'કટ ૯૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy