Book Title: Loktantra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/005283/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ આચાર્ય મહાપ્રજ્ઞ ભારતી 2019P પ્રકાશન અનેકાન્ત ભારતી પ્રકાશન Page #2 -------------------------------------------------------------------------- ________________ * ** * :: -- * * * લોકતંત્રઃ નથી વ્યકત, જાણો સમાજ * . ::: :: T આચાર્ય મહાપ્રજ્ઞ - " K. અન્નેની અનેકાના ભારતી પ્રકાશન અમદાવાદ-૧૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ હિન્દી આવૃત્તિ ઃ સંપાદક : મુનિ ધનંજયકુમાર કો નવા અને પોતાના રોહિત શાહ - -- સંસ્થાપક - નિર્દેશક શુભકરણ સુરાણા ક કકકક કકકર આવૃત્તિ પ્રથમ મહાવીર જનકલ્યાણ કd es ' જન-પાન કિંમતઃ પચાસ રૂપિયા પ્રકાશક : . સંતોષકુમાર સરાણા નિરાક અનેકાનભારતી પ્રકાશન છે, ચારુલ' સહજાનંદ કોલેજ પાસે, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનું મા, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫ આ ફોનઃ ૩૬રપર૩, ૨૨ - લેસર કંપોઝઃ શ્રીગ્રાફિક્સ ૨૧, સુભાષનગર, ગિરધરનગર, જે શાહીબાગ, અમદાવાદ-૧૪ ૧ ફોનઃ ૭૮૬૮૦૭૦ મુદ્રકઃ મારૂતિ પ્રિન્ટર્સ એન.આર.એસ્ટેટ શાહીબાગ, અમદાવાદ-૪ ફોનઃ પ૬૨૧૩૧૨, ૫૬૨૫૫૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ ગણાધિપતિ તુલસી જગતના કોઈપણ ખૂણામાં કોઈ સમસ્યા ઉદ્ભવે છે, તો તે સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે, કરી શકે છે. વ્યક્તિ, સમાજ અથવા રાષ્ટ્રની સમસ્યાનો આટલો મોટો પ્રભાવ પડી શકે તો એના સમાધાનનો પ્રભાવ કેમ ન પડે ? સમસ્યાની જેમ સમાધાન પણ દેશ અને કાળની સીમાઓમાં બંધાયેલ નથી, પરંતુ વર્તમાન યુગની સ્થિતિ કંઈક વિચિત્ર છે. આ સમયગાળામાં એવી વ્યક્તિઓ નથી મળતી કે જેઓ સમસ્યાઓથી ગભરાઇ જવાને બદલે- દૂર ભાગવાને બદલે તેનું નિરાકરણ લાવે અને સમગ્ર યુગના પ્રવાહને બદલી શકે. : સમસ્યાનાં બે સ્વરૂપ છે શાશ્વત અને યુગકાલીન. યુગકાલીન સમસ્યાઓનું સમાધાન યુગના સમયકાળમાં જ શોધી શકાય છે, પછી તે સમસ્યા લોકતંત્રની હોય, ધર્મ-નિરપેક્ષતાની હોય, આર્થિક મહત્ત્વાકાંક્ષાની હોય, સામ્પ્રદાયિક હોય, અમીરી-ગરીબીની હોય કે સુવિધાવાદી આશીર્વચન હ Page #5 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિકોણની હોય. આપણા ધર્મસંઘોમાં આવા પ્રશ્નો ઉપર પૂર્ણ ગંભીરતાથી ચિંતન થતું જ રહે છે. આચાર્ય મહાપ્રજ્ઞ શાશ્વત મૂલ્યો ઉપર જેટલું વિચારે છે, તેટલું જ યુગકાલીન પ્રશ્નો વિષે પણ વિચારે છે. તેઓની અંતર્દષ્ટિ જાગૃત છે. કેવળ અધ્યયન (અભ્યાસ)ના બળે જ નહિ, પોતાની પ્રજ્ઞાના બળે તેઓએ આ યુગના પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે. શોધની પરમ્પરા ચાલુ જ છે. “લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ મહાપ્રજ્ઞજીના આવા જ નિબંધોનો સંગ્રહ છે. પ્રસ્તુત કૃતિ પોતાના વાચકોને પોતાના યુગની સમસ્યાઓનું સમાધાન શોધવામાં મદદરૂપ બને, તેમના જ્ઞાનને જાગૃત કરે, ત્રીજા નેત્રને ખોલી આપે અને તેમની ચેતનાને ઢંઢોળે તો આ પુસ્તકના સર્જન પાછળ અને તેના સંકલન પાછળ વીતાવેલી પળો સાર્થક થઈ લેખાશે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ( પ્રસ્તુતિ | ગણિતની ભાષામાં એક અને એક મળીને બે બને છે. વ્યવસ્થાની ભાષામાં એક અને એકનો યોગ તંત્ર બને છે. તંત્ર પર (બીજા)ના સાપેક્ષમાં રચાય છે. જો માનવી પરતંત્ર, બીજાના તંત્ર (તાબા)માં ન હોય તો તેને સ્વતંત્ર- પોતાના તંત્ર (વ્યવસ્થા)ની અપેક્ષા નથી રહેતી. સમાજ અને તંત્ર બંને વચ્ચે ગાઢ સંબંધ છે. સમાજની કોઈપણ વ્યક્તિ અસીમ ન રહી શકે. દરેક વ્યક્તિ માટે સીમાની (હદની) જરૂર છે, અને સીમાને જાળવી રાખવા માટે જરૂરી છે વ્યવસ્થાતંત્ર. કુળવ્યવસ્થાથી શરૂ કરીને લોકતંત્ર સુધી તંત્રની લાંબી યાત્રા રહી છે. વર્તમાન કાળનું ચિંતન છે કે, તંત્રના ઇતિહાસમાં લોકતંત્ર સર્વોત્તમ વિકલ્પ છે. શું વાસ્તવમાં લોકોનું તંત્ર છે ? આ યક્ષ પ્રશ્નનો ઉત્તર કોણ આપશે ? આ અનુત્તરની પળોમાં નથી પ્રાચીન મનુષ્યનું અસ્તિત્વ કે નથી નવા મનુષ્યનો જન્મ થયો. નથી જૂનો સમાજ શ્વાસ લઈ રહ્યો કે નથી નવા સમાજનું બીજ અંકુરિત થયું. આવા સંધિ Page #7 -------------------------------------------------------------------------- ________________ કાળમાં જરૂર છે ત્યાગની અને જરૂરી છે ત્યાગી. જરૂર છે તપની અને જરૂરી છે તપસ્વી. જરૂર છે અહિંસાની અને જરૂરી છે અહિંસક. જરૂર છે અપરિગ્રહની અને જરૂરી છે અપરિગ્રહી. ધનની લાલસાએ પ્રત્યેક ક્ષેત્રની પવિત્રતાને છિન્નભિન્ન કરી છે. આ છિન્નભિન્નતાએ ત્યાગી, તપસ્વી, અહિંસક, અપરિગ્રહી કહેવડાવતા સાધુસંન્યાસીઓને પણ પોતાની ઝપટમાં લીધા છે. પછી કેવી રીતે આશા રાખીએ કે, વ્યવસાયી, ઉદ્યોગપતિ અને રાજનીતિજ્ઞ (રાજનીતિના સૂત્રધાર) એની ઝપટથી બચી શકે ? એ કેવી રીતે શક્ય છે કે પરિગ્રહની આગ ઉપર મૂકેલું પાણી ગરમ ન થાય ? સમાજ હિંસા અને આતંકથી ઉફૅલિત ન થાય ? ગણાધિપતિ શ્રી તુલસીએ ભારતીય લોકતંત્રના ઉદ્ભવની ક્ષણોમાં અણુવ્રતનું અભિયાન આરંવ્યું હતું. આશય શુદ્ધ હતો, જનતા અને જન-સેવક બંને વ્રતધારી બને, લોકોનું શાસન સાચા અર્થમાં પોતાનો ઉદ્દેશ પૂરો કરે. આશય અવશ્ય પૂરો થાય, જે ધર્મ, રાજનીતિ અને બુદ્ધિજીવી વર્ગ પરસ્પર મળીને વ્યવસ્થા-પરિવર્તન અને દય-પરિવર્તનની ધારાને પ્રવાહિત કરવાનો સંકલ્પ કરે. આ એક ઉપાય છે, જેનો પ્રયોગ કરીને, લોકતંત્રને એની આત્મવેદી પર પ્રતિષ્ઠિત કરી શકાય તેમ છે. પ્રસ્તુત ગ્રંથના સંપાદનમાં મુનિ ધનંજયકુમારે નિષ્ઠાપૂર્ણ શ્રમ કર્યો છે. Hઆચાર્ય મહાપ્રજ્ઞજી Page #8 -------------------------------------------------------------------------- ________________ Dમુનિધનંજયકુમાર બહુધા પુછાય છે એક પ્રશ્ન, આચાર્ય મહાપ્રજ્ઞ, કરે છે સંવાદ લોકોની સાથે. સમ્પાદકીય કેટલી છે આ દેશની જનસંખ્યા ? જવાબ મળે છે : “એંશી કરોડ.” કેટલા છે ધાર્મિક ? આવે છે અવાજ : “સાઠ-સિત્તેર કરોડ.” ઈમાનદાર અને નૈતિક ? સૌ બની જાય છે અવાક્ ! મહાપ્રજ્ઞ કહે છે ઃ એમની સંખ્યા નથી કરોડોમાં, કદાચ લાખોમાં પણ નથી, આ તે કેવી વિટંબણા ? વ્યક્તિ ધાર્મિક છે, પણ નૈતિક નથી, ધાર્મિક છે, પણ ઈમાનદાર નથી ! કેવા છે આ ધાર્મિક ! જે ધાર્મિક છે, અને અનૈતિક પણ છે ! કેટલાંક વર્ષ અગાઉ સોવિયેત સંઘમાં, એક પ્રખર અવાજ ઊઠ્યો, 9 Page #9 -------------------------------------------------------------------------- ________________ આપણે માર્ક્સ ન જોઈએ, આપણે ઈસા પણ ન જોઈએ, આપણને તો તે જોઈએ જે ઈસા પણ હોય અને માર્ક્સ પણ...! સન ૧૯૮૯, આચાર્યશ્રી તુલસીનું અનોખું અભિયાન, યોગક્ષેમ વર્ષ. અભિનવ પ્રકલ્પ, એવી વ્યક્તિનું નિમણિ, જે ન હોય કેવળ ધાર્મિક કે ના હોય કેવળ વૈજ્ઞાનિક, પણ હોય તે આધ્યાત્મિક – વૈજ્ઞાનિક. આજે એક નવા માનવીની જરૂર છે, જે નૈતિકતાથી સંપન્ન ધાર્મિક હોય, આધ્યાત્મિક + વૈજ્ઞાનિક હોય ઈસા + માકર્સ હોય. મહાપ્રજ્ઞનો પ્રસ્તુત ગ્રંથ લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ. મૌલિક ચિંતન, મૌલિક અવદાન નવો પ્રકલ્પ, નવો વિકલ્પ, જેનો સંકલ્પ છેનવી વ્યક્તિનો જન્મ, નવા સમાજનો ઉદય, નવા વિશ્વનો અભ્યદય, જે બની રહે, યુગને માટે વરદાન, લોકતંત્રનું પ્રતિમાન. તા. ૨૧-૯-૯૩, નાહર ભવન, રાજલદેસર. Page #10 -------------------------------------------------------------------------- ________________ છે કે આ કારક આધ્યાત્મિક મનીષીની ચિંતનપ્રસાદી ' D રોહિત શાહ - ભારતની લોકશાહી આજે ભૂલી પડી છે અને તેની પ્રગતિ ભૂલી થઈ છે. ધાર્મિક કટ્ટરતાને પોષતી. ગંદી - રાજરમતો અને અર્થતંત્રને વેરવિખેર કરતી ભ્રષ્ટ આ રીતરસમોથી ભારતની લોકશાહી ગરવી બનવાને બદલે વરવી બની રહી છે. પૂ. બાપુએ સેવેલું સ્વપ્ન આજે નંદવાઇ ગયું છે. પ્રજા પરેશાન છે. પ્રશ્નો વધુ ને વધુ ગુંચવાતા જાય છે. વિશ્વ જ્યારે વિકાસના માર્ગે ધપી રહ્યું છે ત્યારે ભારત જાણે. વિનાશના માર્ગે - ધસી રહ્યો હોય તેમ લાગે છે.. આ તમામ અનિષ્ટોનો ઉપાય એટલે લોકતંત્રઃ નવી. વ્યક્તિ, નવો સમાજ.' - મૂળથી જ પરિવર્તન આણીને પુનઃ પ્રગતિના પંથને મોકળો કરવાનો માર્ગ બતાવે છે. આચાર્ય મહાપ્રજ્ઞજી. વ્યક્તિ. બદલાશે તો સમાજ બદલાશે. અને રાષ્ટ્ર પણ બદલાશે. લોકશાહીના મૂળમાં વ્યક્તિ છે. આપણી સરકાર ઉપર ઉપરના પ્રયત્નો કરીને મૂળના, વ્યાધિને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. વ્યાધિને ઢાંકવો એ તેનો ઉપાય કદીય ના હોઈ શકે, વ્યાધિનો ઉપચાર જ કરવો પડે. Page #11 -------------------------------------------------------------------------- ________________ - : હેલા લોકો ભારતની ભૂલી પડેલી લોકશાહીને યથાર્થ માર્ગદર્શન આપીને તેની તમામ સમસ્યાઓનું સમતોલ સમાધાન પ્રસ્તુત કરતા આ ગ્રંથમાં એક આધ્યાત્મિક મનીષીની ચિંતનપ્રસાદી છે. પ્રસ્તુત ગ્રથ : કોઈ રાજકીય વ્યક્તિએ નિજી સ્વાર્થ માટે બિછાવેલી શબ્દજળ કે ભાતિઓની ઊભી કરેલી. ભ્રમજાળ નથી, પણ એક દિવ્યાત્માનું એમાં દિવ્યદર્શન છે. આહાર, વસ્ત્ર અને રહેઠાણ પ્રત્યેક વ્યક્તિી. પ્રાથમિક જરૂરિયાતો છે. તેમ ભાવનાત્મક ઐકય, શિક્ષણ, તંદુરસ્ત ચિંતન અને સમર્પણની લાગણી. એની અનિવાર્ય સંજીવની છે. માણસ સ્વસ્થ અને હર્યુંભર્યું જીવન જીવે, હિંસા-આતંકના ઓથારથી બચે એ માટે આપણી લોકશાહીને અનુરૂપ નવી વ્યક્તિ અને નવા સમાજનું નિર્માણ કરવું પડશે. આ એક રીતે આ ગ્રંથ ઉપચારગ્રંથ બની રહેશે. આધ્યાત્મિક દ્રષ્ટિ અને રાષ્ટ્રીય વિકાસલક્ષી ભાવનાનો અપૂર્વ સંગમ આ ગ્રંથનો શબ્દ શબ્દ પ્રતીત થાય છે. પૂ. આચાર્ય શ્રી મહાપ્રશજીના મૂલ્યવાન ચિંતનને ગુજરાતી વાચકો માટે સુલભ કરવાની શુભનિષ્ઠા ધરાવતા શ્રી શુભકરણજી સુરાણાની સાહિત્યપ્રીતિના આપણે સૌ ઋણી છીએ. . અનેકાના આ મહાવીર જન્મકલ્યાણક દિન ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ, સંઘવી હાઈસ્કૂલ રેલવે ક્રોસિંગ પાસે, નારણપુરા, અમદાવાદ ૩૮૦ ૦૧ ૩, ફોન : ૦૪૭૩૨૦૬ ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ અર્થસૌજન્ય શ્રીમતી કલાબહેન મનુભાઈ શાહ (મંડારવાળા)ના વરસીતપ નિમિત્તે.. ફર્મઃ • એમ. બાબુલાલ (R) 445943 (O) 5350540 Page #13 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્ત ભારતી પ્રકાશન પેટ્રન 1 શ્રી મીઠાલાલજી પોરવાલ સિંગલ ટ્રાન્સપોર્ટ કોપો. શ્રી ચંદનમલ ભંવરલાલ સુરાણા અરુણા પ્રોસેસર્સ પ્રા.લિ. Page #14 -------------------------------------------------------------------------- ________________ (ક્રમ-અનુક્રમે) ૧૭ ૨૫ ૩૦ ૩પ ૩૮ ૪૨ પ૧ પપ (૧) લોકતંત્ર અને ધર્મ-નિરપેક્ષતા { (૨) લોકતંત્ર ઃ સમસ્યા પણ, સમાધાન પણ ! | (૩) જરૂરી છે લોકતંત્રનું શુદ્ધીકરણ | (૪) લોકતંત્રને સંભાળી લેનાર પવિત્ર હાથ | (૫) ધર્મ અને રાજનીતિનું બંધ { (૬) આત્મ-ધર્મ, સમાજ-ધર્મ, રાષ્ટ્ર-ધર્મ | (૭) રાજનીતિનો ધર્મ (૮) ધર્મનિરપેક્ષ રાજ્યનો ધર્મ (૯) રાષ્ટ્રની અપેક્ષા | (૧૦) સમસ્યાનું મૂલ્ય : ગરીબી કે ચારિત્રિક પતન ? (૧૧) ભારતની ગરીબી માટે જવાબદાર કોણ? | (૧૨) નવા મનુષ્યનો જન્મ થાઓ (૧૩) નવા સમાજની રચના | (૧૪) વ્યક્તિ-સ્વાતંત્ર્ય અને અહિંસા | (૧૫) માનવીય સંબંધો કેવી રીતે સુધરે ? (૧૬) હૃદય-પરિવર્તનની પ્રક્રિયા (૧૭) શું અહિંસાનું પ્રશિક્ષણ શક્ય છે ? ૬૦ ૬૪ ૭૧ ૭૬ ૮૨ ૮૭. ૯૨ ૯૬ Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૮) અહિંસાના પ્રશિક્ષણની આધારભૂમિ (૧૯) અહિંસા-પ્રશિક્ષણ અને જીવન-મૂલ્ય (૨૦) અહિંસાનું પ્રાણતત્ત્વ (૨૧) અનેકાન્ત અને અહિંસા (૨૨) લોકતંત્ર અને અહિંસા (૨૩) પર્યાવરણ-વિજ્ઞાન અને અહિંસા (૨૪) શિક્ષણ અને અહિંસા (૨૫) અહિંસા અને સમાજ (૨૬) સમાજ-વ્યવસ્થાના મૌલિક આધારો (૨૭) સમાજ અને જીવન-મૂલ્ય (૨૮) સમાજ અને સમાનતા (૨૯) શ્રમ અને સ્વાવલંબન (૩૦) વાસના ૫૨ બુદ્ધિનું નિયંત્રણ (૩૧) અણુવ્રત દર્શન (૩૨) ધર્મ અને આજનું યુવા-માનસ ૧૪ ૧૦૦ ૧૦૭ ૧૦૯ ૧૧૫ ૧૨૧ ૧૨૫ ૧૩૦ ૧૩૬ ૧૩૯ ૧૪૪ ૧૪૯ ૧૫૪ ૧૫૯ ૧૬૪ ૧૬૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ Page #17 -------------------------------------------------------------------------- ________________ Page #18 -------------------------------------------------------------------------- ________________ લોકતંત્ર અને ધર્મનિરપેક્ષતા | વિચાર-સંપ્રેષણનું સૌથી અધિક શક્તિશાળી અને વ્યાપક માધ્યમ છે : “શબ્દ”. સાચા અર્થમાં પ્રયોજાયેલો શબ્દ ક્રાંતિને જન્મ આપે છે. ખોટા અર્થમાં પ્રયોજાયેલો શબ્દ ભ્રાંતિ પેદા કરે છે. કેટલાક શબ્દોનો પ્રયોગ વ્યાપક સ્તરે ભ્રાંતિ પેદા કરે છે. જેમ કે : |રાજનીતિના સંદર્ભમાં ધર્મ | લોકતંત્રના સંદર્ભમાં ધર્મ-નિરપેક્ષ || વિધિના સંદર્ભમાં અલ્પસંખ્યક અને બહુસંખ્યક હિન્દુ ધર્મ T સર્વધર્મ સમભાવ (1) ધર્મ અને રાજનીતિ નીતિના ત્રણ વિભાગ પ્રાચીનકાળથી પ્રચલિત છે ? સમાજનીતિ, રાજનીતિ અને ધર્મનીતિ. આધુનિક સંદર્ભમાં ચોથો વિભાગ સંભવી શકે ? અર્થનીતિ. સમાજ, રાજ્ય, ધર્મ અને અર્થ - તમામ પોતાના નય (માગ) ઉપર ચાલે છે અને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડવાનું સામર્થ્ય ધરાવે છે, તેથી તેમને નીતિ કહેવામાં આવેલ છે. સમાજનીતિનું લક્ષ્ય છે : સંગઠિત શક્તિનો ઉપયોગ અને પારસ્પરિક વિકાસ. રાજનીતિનું લક્ષ્ય છેઃ પોતાના વિસ્તારમાં રહેનારા નાગરિકો માટે સુરક્ષા, આજીવિકા, શિક્ષણ, દાક્તરી ચિકિત્સાની- વ્યવસ્થા, અપરાધોને અટકાવવા અને હિતોનું રક્ષણ કરવું. ધર્મનીતિનું લક્ષ્ય છે : પરમાર્થની ચેતનાને જગાડવી, આત્માને પરમાત્મા બનાવવાની દિશામાં પ્રસ્થાન કરાવવું અથવા પરમાત્મા સાથે સંબંધ સ્થાપિત કરવો, જોડવો. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ અર્થનીતિનું લક્ષ્ય છે : પ્રત્યેક વ્યક્તિને આવશ્યકતાપૂર્તિ માટે સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવી. આ ચારેય નીતિઓનું પરસ્પર ગઠબંધન જરૂર છે, પરંતુ તેઓ એકબીજા દ્વારા સંચાલિત કે શાસિત નથી. સમાજધર્મ આત્મધર્મ ભારતીય ચિંતનમાં ત્રિવર્ગ અથવા પુરુષાર્થચતુષ્ટયીની કલ્પના અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ત્રિવર્ગમાં કામ, અર્થ, મોક્ષ આ ત્રણેય પુરુષાર્થ સમ્મત છે. પુરુષાર્થચતુષ્ટયીમાં કામ, અર્થ, ધર્મ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ માન્ય છે. ત્રિવર્ગસમ્મત ધર્મ સમાજધર્મ છે. તેનો અર્થ ન્યાય અને વ્યવસ્થા છે. ત્રિવર્ગમાં મોક્ષ નથી. તેથી તેમાં મોક્ષધર્મ અથવા આત્મધર્મની કલ્પના નથી થઈ શકતી. પુરુષાર્થચતુષ્ટયીમાં ધર્મનો અર્થ બદલાય છે. અહીં મોક્ષ અથવા આત્માથી પરમાત્મા થવાનો સિદ્ધાંત સ્વીકૃત છે, તેથી ધર્મનો અર્થ થઈ જાય છે, પરમાત્મા બનવાની સાધના, પરમતત્ત્વ અથવા પરમ અર્થની સાધના. શબ્દ એક અર્થ અનેક ધર્મ શબ્દના અર્થ અનેક થાય છે: (૧) પ્રકૃતિનો નિયમ (૭) સામાજિક નિયમ (૨) માન્યતા (૮) કાનૂન-કાયદો (૩) વિશ્વાસ (૯) નૈતિક નિયમ (૪) સામાજિક આધાર (૧૦) ચારિત્ર્ય (પ) શિષ્ટાચાર (૧૧) સંપ્રદાય, મત વગેરે (૬) રીતરિવાજ ધર્મ' શબ્દનો પ્રયોગ અનેક અર્થોમાં થયો છે. તેનો કાળક્રમિક ઇતિહાસ છે. આ અનેક અર્થોએ બ્રાન્તિઓ પણ પેદા કરેલી છે. સમાજવ્યવસ્થા માટે પણ ધર્મનો પ્રયોગ થયેલો છે. સમાજવ્યવસ્થાને વિશુદ્ધ કરનાર ચારિત્ર્ય અને નૈતિક નિયમો પણ ધર્મ છે. બે વિચારધારાઓ ધર્મનું મુખ્ય લક્ષ્ય છે ? આત્મોપલબ્ધિ, પરમાત્મપદની પ્રાપ્તિ અથવા મોક્ષ. શું મોક્ષધર્મ દ્વારા સમાજ અને રાજ્યની વ્યવસ્થાનું સંચાલન અથવા શાસન થઈ શકે ? આ પ્રશ્નના ઉત્તરમાં બે વિચારધારાઓ સામે આવે છે ? એક વિચારધારાએ છે કે સમાજ અને લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજD ૧૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ રાજ્યની વ્યવસ્થા મોક્ષધર્મ દ્વારા સંચાલિત કે શાસિત થવી જોઈએ. બીજી વિચારધારા એ છે કે સમાજ અને રાજ્યની વ્યવસ્થા મોક્ષધર્મ દ્વારા સંચાલિત કે શાસિત ન થઈ શકે. તેનું સંચાલન સમાજ અને રાજ્યધર્મ દ્વારા જ થવું જોઈએ. આનો અર્થ છે લક્ષ્યની ભિન્નતા-અલગતા. બે ભિન્ન લક્ષ્યોની પૂર્તિ એક જ સાધનથી ન થઈ શકે. જે વિચારધારામાં સમાજ અને રાજ્યની વ્યવસ્થા તથા ધર્મની સાધનામાં ભિન્નતા નથી, ત્યાં સમાજ અને રાજ્યની વ્યવસ્થા અને આચાર-સંહિતાના નિયમોમાં ભેદભાવ ન હોય, એટલે અહીં ધર્મ અને કાયદાની વચ્ચે કોઈ ભેદરેખા નથી દોરી શકાતી. ઘર્મનીતિ અને રાજનીતિની દિશાઓ ધર્મની ધારણા સૌ કોઈની સમાન ન હોઈ શકે. રાજ્યની ધારણા સૌને માટે સમાન છે. એક રાજ્યમાં અનેક ધર્મોને માનનારા લોકો રહે છે. જો રાજ્યની વ્યવસ્થા ધર્મ દ્વારા સંચાલિત અથવા શાસિત હોય, તો કયા ધર્મ દ્વારા શાસિત હોય તે પ્રશ્ન સહજ રીતે જ થાય. એનો ઉત્તર સરળ નથી. ચારિત્રાત્મક ધર્મ સૌનો સમાન છે જ. તેથી તે દ્વારા રાજ્યની વ્યવસ્થાનું સંચાલન થઈ શકે, એ સ્થાપના પણ હમેશાં નિર્વિવાદ નથી. રાજ્યમાં કેટલાક લોકો શાકાહારી હોય છે, કેટલાક માંસાહારી. કેટલાક દારૂને વર્ષ ગણનારા હોય છે, કેટલાક દારૂ પીનારા પણ. રાજ્ય માંસ અને દારૂની પણ વ્યવસ્થા કરે છે. વિવાહસંસ્થાના નિયમો પણ દરેકના સમાન નથી હોતા. એક જ રાજ્યમાં કાયદો દરેકના માટે એકસરખો જ હોય છે, પણ ધર્મ માટેની માન્યતા સમાન નથી હોતી. નિવૃત્તિપ્રધાન ધર્મ વિવાહ વગેરે સંસ્કારોનું સમર્થન નથી કરતો. પ્રવૃત્તિપ્રધાન ધર્મ જન્મ, વિવાહ, મૃત્યુ જેવા સઘળા સંસ્કારોનું સમર્થન કરે છે. ધર્મના ક્ષેત્રમાં ઋજુતા (સરળતા) માન્ય છે, જ્યારે રાજ્યનીતિમાં કૂટનીતિનું પ્રયોજન પણ માન્ય છે. એવા અનેક પ્રસંગો છે, જેમાં રાજનીતિ અને ધર્મનીતિની દિશાઓ અલગ-અલગ હોય છે. આ દિશાભેદને આધારે સાબિત થાય છે કે રાજ્ય- વ્યવસ્થા ધર્મદ્વારા સંચાલિત કે શાસિત ન હોઈ શકે. શું ધર્મવિહીન રાજનીતિ અને રાજ્યવ્યવસ્થા ખતરનાક ન કહેવાય ? આ પ્રશ્નનો ઉત્તર વિભજ્યવાદના આધારે જ આપી શકાય. સામ્પ્રદાયિક કટ્ટરતાવાળા ધર્મથી વિહીન રાજનીતિ અને રાજ્યવ્યવસ્થા ખતરનાક નથી હોતી. એવી રાજનીતિ ખતરનાક હોય છે, જે સત્ય અહિંસા, પ્રામાણિકતા રૂપી ચારિત્ર્ય ધર્મથી પ્રભાવિત ન હોય. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ ઘર્મના દશપ્રકાર છે ભગવાન મહાવીરે ધર્મના દસ પ્રકાર બતાવ્યા છે ? (૧) ગ્રામ્યધર્મ - ગ્રામ્ય વ્યવસ્થાની આચારસંહિતા. (૨) નગરધર્મ - નગરપાલિકાની આચારસંહિતા. (૩) ગણધર્મ - ગણરાજ્યની આચારસંહિતા. (૪) રાષ્ટ્રધર્મ - રાષ્ટ્રની આચારસંહિતા. (૫) કુલધર્મ - કુળની આચારસંહિતા. (૬) સંઘધર્મ - સંઘ-ગણસમૂહની આચારસંહિતા. (૭) પાષડ ધર્મ - વિવિધ સંપ્રદાયો દ્વારા સમ્મત-સ્વીકૃત આચાર વ્યવસ્થા. (૮) અને (૯) શ્રતધર્મ અને ચારિત્ર્યધર્મ - મોક્ષના સાધક, આત્મઉત્થાનનાં હેતુભૂત તત્ત્વ. (૧૦) અસ્તિકાયધર્મ – પંચાસ્તિકાયનો સ્વભાવ. ઉપરના દશ ધર્મોમાં મૃતધર્મ અને ચારિત્ર્ય ધર્મ- બને આધ્યાત્મિક ધર્મ છે. ગ્રામ્યધર્મ, નગરધર્મ વગેરે વ્યવસ્થાત્મક ધમ છે. ગ્રામ્યધર્મ અને નગરધર્મ આદિનો પ્રત્યક્ષ સંબંધ ગામ-નગરની વ્યવસ્થા સાથે છે, પરોક્ષ સંબંધ આધ્યાત્મિક ધર્મ સાથે છે. આધ્યાત્મિક ધર્મથી વ્યવસ્થાનું સંચાલન નથી થતું, વ્યવસ્થાનું વિશોધન થાય છે. તે સમાજવ્યવસ્થા સારી હોય છે, જેનું સંચાલન સમાન ધર્મ અથવા સમાજની આચારસંહિતા વડે થાય છે. તે રાજ્ય-વ્યવસ્થા સારી હોય છે, જેનું સંચાલન રાજ્યધર્મ અથવા રાજ્યની આચાર-સંહિતા વડે થાય છે. ૨. ધર્મનિરપેક્ષ હિંદુસ્તાન લોકતાંત્રિક દેશ છે. સંવિધાનમાં તેને “સેક્યુલર સ્ટેટ' માન્યો છે. આનો અનુવાદ “ધર્મનિરપેક્ષ રાજ્ય’ એમ કરવામાં આવ્યો છે. આ ધર્મ-નિરપેક્ષ શબ્દ લોકોના મનમાં, જૂની પેઢીના મનમાં વિદ્રોહની એક ભાવના પેદા કરી અને નવી પેઢીના મનમાં ભ્રાન્તિને જન્મ આપ્યો. લોકતંત્રમાં રાજ્યનું શાસન કોઈ વિશેષ સંપ્રદાયના હાથમાં ન હોઈ શકે. તે સંપ્રદાયાતીત અથવા બિનસામ્પ્રદાયિક હોય છે. આવી ઉદાત્ત ભાવનાને “ધર્મ-નિરપેક્ષ' શબ્દ અભિવ્યક્તિ ન આપી શક્યો, તેથી ભ્રાંતિ પેદા થઈ ગઈ. ગણાધિપતિ શ્રી તુલસીએ તત્કાલીન પ્રધાનમંત્રી સ્વ. શ્રી રાજીવ ગાંધીને ધર્મનિરપેક્ષ શબ્દ બદલવાની વાત કરેલી અને સલાહ આપેલી, “ધર્મનિરપેક્ષ શબ્દને બદલે બિનસાંપ્રદાયિક અથવા પંથનિરપેક્ષ શબ્દનો ઉપયોગ થવો જોઈએ.” હમણાં જે સંવિધાનનો હિન્દી લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ | ૨૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ થયો છે તેમાં, સેક્યુલરનો અર્થ પંથનિરપેક્ષ કરવામાં આવ્યો છે. લોકશાહી ઉપર કોઈ એક સંપ્રદાય અથવા પંથનું આધિપત્ય હોય, તો તે પોતાના લોકશાહી સ્વરૂપને સુરક્ષિત નથી રાખી શકાતું. તેથી લોકશાહી રાષ્ટ્ર સંપ્રદાય-નિરપેક્ષ હોવું અનિવાર્ય છે, સંપ્રદાય-નિરપેક્ષ હોવું તેનો અર્થ ધર્મનિરપેક્ષ, ધર્મહીન અથવા ધર્મવિરોધી હોવું તેવો નથી. કોઈપણ રાષ્ટ્ર જો કોઈપણ ધર્મ કે સંપ્રદાય દ્વારા સ્થાપિત હશે, તો પ્રજા સાથે ન્યાય નહીં થઈ શકે, પોતાના વિરોધી ધર્મોને અન્યાય થશે. સુકરાતને ઝેરનો પ્યાલો અપાયો, ગેલેલિયોને ફાંસી અપાઈ, ગાંધી અને માર્ટિન લ્યુથરકિંગની હત્યાઓ કરાઈ. સાંપ્રદાયિક કટ્ટરતામાં સહિષ્ણુતા નથી હોતી. તે પોતાનાથી અલગ વિચારસરણી નથી સ્વીકારી શકતી. તેથી એ વિચાર મનને આકર્ષિત કરે છે કે, “રાજનીતિ કોઈ વિશેષ સંપ્રદાયની માન્યતાઓ દ્વારા સંચાલિત ન હોય.' ૩. હિન્દુ ધર્મ આજે જે ભૂખંડનું નામ હિન્દુસ્તાન છે, પ્રાચીનકાળમાં તેનું નામ ભારતવર્ષ અથવા ભારત હતું. ઋષભપુત્ર ભરતના નામ ઉપરથી તેનું નામકરણ ભારત થયેલું. પારસ (વર્તમાન ઈરાન) વગેરે મધ્ય એશિયાઈ દેશોના સહવાસને કારણે એનું નામ હિન્દુદેશ પ્રચલિત થયું. આચાર્ય કાલકે કહ્યું, “આવો, હિન્દુ દેશ જઈએ.” - “એહિ હિન્દુકદેસ બચ્ચામો’ આ નિશિથચૂર્ણીનો પ્રયોગ છે. ભારતીય સાહિત્યના ઉલ્લેખમાં આ સહુથી પ્રાચીન છે. પારસી સમ્રાટ દારા મહાનું (છઠ્ઠી શતાબ્દી ઈ. પૂ.)ના અભિલેખોમાં સિન્ધ પ્રદેશો માટે હિન્દુ' શબ્દનો પ્રયોગ મળી આવે છે. જેમ રાજસ્થાન વગેરે કેટલાક પ્રદેશોમાં “સ'નું ઉચ્ચારણ “હ કરાય છે, તેવી જ રીતે પ્રાચીન ફારસીમાં પણ “સ'નું ઉચ્ચારણ હ’ થતું હતું. ફારસી લોકો “સપ્તસિંધુનું ઉચ્ચારણ હપ્તહિન્દુ કરતા હતા. મૂળ પ્રકૃતિ પ્રમાણે હિન્દુ શબ્દ દેશ અથવા રાષ્ટ્રનો સૂચક શબ્દ છે. તે કોઈ ધર્મ માટે વપરાયેલો નથી. ભારતવર્ષમાં ચિરકાળથી ધર્મની બે વિચારધારાઓ વહેતી રહી છે : શ્રમણ અને વૈદિક. શ્રમણ પરંપરાનો તંત્રદોર ક્ષત્રિયોના હાથમાં હતો. વૈદિક પરંપરાના સૂત્રધાર બ્રાહ્મણો હતા. સાંખ્ય, જૈન, બૌદ્ધ અને આજીવક- આ બધા શ્રમણ પરંપરાના ધર્મ છે. મીમાંસા, વેદાન્ત- આ વૈદિક પરંપરાના ધર્મ છે. હિન્દુ નામે કોઈ પ્રાચીન ધર્મ છે જ નહિ. મુસલમાનોના આગમન પછી હિન્દુ અને મુસ્લિમ એમ પક્ષ અને પ્રતિપક્ષ બની ગયા. પ્રાચીનકાળમાં શ્રમણ અને બ્રાહ્મણ પક્ષ-પ્રતિપક્ષમાં વહેંચાયેલા લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ | ૨૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ હતા. સંસ્કૃત વ્યાકરણકારોએ શ્રમણ અને બ્રાહ્મણને નિત્યવિરોધીના રૂપે જ આલેખ્યા છે. આધુનિક યુગમાં શ્રમણ અને બ્રાહ્મણનો વિરોધ ઓછો થઈ ગયો, તેનું સ્થાન હિન્દુ અને મુસ્લિમે લીધું. એક બાહ્મણ શ્રમણધર્મમાં દીક્ષિત થતો અને એક શ્રમણ બ્રાહ્મણધર્મમાં. તેનાથી કોઈ જ્ઞાતિ પરિવર્તન ન થતું. હિન્દુ અને મુસલમાનોમાં ફક્ત ધર્મસંપ્રદાયનો ભેદ જ નથી, જાતિભેદ પણ છે જ. જાતિ-ભેદના આધારે હિન્દુ અને મુસલમાન શબ્દ પ્રચલિત થયા. એનો પ્રભાવ ધર્મની ધારણા (માન્યતા) ઉપર પણ પડ્યો. પરિણામ સ્વરૂપે ઃ હિન્દુધર્મ જેવો શબ્દ પ્રચલિત થઈ ગયો. શું જૈનો હિન્દુ છે? આધુનિક યુગમાં ધર્મનું વર્ગીકરણ સનાતન, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ, શૈવ, શાક્ત વગેરે સ્વરૂપોમાં છે. હિન્દુ ધર્મની વ્યાખ્યા વૈદિક ધર્મના સ્વરૂપે કરવામાં આવી, ત્યારે જૈન, બૌદ્ધ, શીખ વગેરે એ પ્રવાહધારામાંથી અલગ થઈ ગયા. હિન્દુ શબ્દ રાષ્ટ્ર અથવા જાતિનો વાચક હોય, તો જેન, બૌદ્ધ, શીખ વગેરે હિન્દુ શબ્દ દ્વારા વાચ્ય થઈ શકે છે. કોઈની સામે કોઈને કંઈ મુશ્કેલી ન રહેવી જોઈએ. એક વખત ગણાધિપતિ શ્રી તુલસીજીએ કહેલું, “હિન્દુસ્તાનમાં વસતો પ્રત્યેક નાગરિક હિન્દુ છે. ધર્મ કે મજહબની દષ્ટિએ ભલે તે ઈસાઈ હોય, ઈસ્લામનો અનુયાયી હોય, પારસી અથવા અન્ય કોઈપણ હોય. હિન્દુધર્મ' આ શબ્દ હિન્દુત્વને ખૂબ સંકુચિત બનાવી દીધો. કેવળ મુસલમાન, ઈસાઈ, અને પારસી જ હિન્દુત્વથી અલગ નથી થઈ ગયા, પરંતુ જૈન, બૌદ્ધ અને શીખ પણ હિન્દુત્વથી અલગ પડી ગયા છે. પૂનાના કેટલાક પંડિતોએ ગણાધિપતિ શ્રી તુલસીને પૂછ્યું, “જેનો હિન્દુ છે કે નહિ ?" આચાર્યશ્રીએ ઉત્તર વાળ્યો, “જો તમે હિન્દુનો અર્થ વૈદિક પરમ્પરા કરતા હોવ, તો જેનો હિન્દુ નથી. પરંતુ હિન્દુનો અર્થ રાષ્ટ યતા કરો, તો જેનો હિન્દુ છે, હિન્દુસ્તાની છે.” હિન્દુ શબ્દઃ વ્યાપક અર્થ હિન્દુ શબ્દ વ્યાપક અર્થમાં ભારતનો પર્યાયવાચક છે. સિધુ નદી સાથે ઉપલક્ષિત હોવાને કારણે આ દેશ હિન્દુ કહેવાયો અને આના આધારે જ દેશ હિન્દુસ્તાન કહેવાયો. આ વ્યાપક અર્થમાં હિન્દુસ્તાનનો પ્રત્યેક નાગરિક હિન્દુ કહેવાય તેમાં કોઈ પ્રતિરોધ ન હોવો જોઈએ, પરંતુ હિન્દુ એક જ્ઞાતિ બની ગઈ એનો પણ અસ્વીકાર ન થઈ શકે. નેપાળ હિન્દુ રાષ્ટ્ર છે. ત્યાં અધિક સંખ્યા હિન્દુઓની છે. વિશ્વના અનેક દેશોમાં હિન્દુઓ વસવાટ કરે છે, રહે છે. તેમાં કેટલાક હિન્દુસ્તાનના નાગરિક છે, કેટલાક અન્ય દેશોના નાગરિક. એટલા માટે હિન્દુ એક જાતિ પણ છે, એ બાબતનો અસ્વીકાર ન થઈ શકે. હિન્દુજાતિનું મૂળ હિન્દુસ્તાન રહ્યું છે, જે લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૨૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ દેશ કે રાષ્ટ્ર છે. જગતના કાઈપણ ખૂણામાં જે કોઈ હિન્દુ વસેલો છે, તેનું મૂળ હિન્દુસ્તાન જ છે, તેથી તેમનો વર્તમાન ભૂતકાળ સાથે જોડાયેલો છે. આમ રાષ્ટ્ર અને જ્ઞાતિ બંને વચ્ચે એક સ૨ળ અનુબન્ધ અને સંબંધ પ્રતીત થાય છે. સૌથી સારું છે, આપણે હિન્દુ શબ્દને રાષ્ટ્ર સાથે જોડી દઈએ. એનાથી આગળ વધવું હોય, તો જ્ઞાતિ સાથે જોડી શકીએ. તેથી આગળ ન વધીએ. પહેલો વિકલ્પ પોતે જ વ્યાપક છે. બીજો વિકલ્પ વ્યાપકતાને સીમિત કરે છે. વળી એના ત્રીજા વિકલ્પ તરફ આગળ વધવું એ એક વિશાળકાય (આદમકદ) અરિસાને અસંખ્ય ટુકડાઓમાં ખંડિત કરવા સમાન છે, જેમાં પોતાનું પ્રતિબિંબ પણ જોઈ ન શકાય. ૪. અલ્પસંખ્યક : બહુ સંખ્યક ( લઘુમતી અને બહુમતી ) શબ્દાર્થની દૃષ્ટિએ અલ્પસંખ્યક અને બહુસંખ્યક બંને શબ્દ સાર્થક છે, પરંતુ રાજનૈતિક દૃષ્ટિએ બંને શબ્દો ખૂબ જ ત્રુટિપૂર્ણ છે. રાજનીતિના ક્ષેત્રમાં આ શબ્દોનો ઉપયોગ ખૂબ ઓછો થયેલો છે. અધિકાંશતઃ આ શબ્દોનો દુરુપયોગ થયેલો છે. ઉત્તેજના ફેલાવવા માટે અને હિંસા ફેલાવવા માટે આ શબ્દો પર્યાય (વાહક) બની રહ્યા છે. જ્યારે આપણે અલ્પસંખ્યક (લઘુમતી) અને બહુસંખ્યક (બહુમતી) શબ્દોનો પ્રયોગ કરીએ છીએ ત્યારે, રાષ્ટ્ર ગૌણ અને જાતિયતા અને પ્રાંતીયતા પ્રધાન બની જાય છે. મુસલમાન ઈસ્લામના અનુયાયી છે. હિન્દુસ્તાનમાં ઈસ્લામના અનુયાયી અલ્પ સંખ્યામાં છે, અને (ઈસ્લામને) ન માનનારની સંખ્યા વધારે છે. આ અલ્પસંખ્યકતા અને બહુસંખ્યકતાનો આધાર ધર્મ-સંપ્રદાય છે, રાષ્ટ્રીયતા નહિ. રાષ્ટ્રીયતાની દૃષ્ટિએ ન કોઈ અલ્પ સંખ્યામાં છે, ન અધિક સંખ્યામાં (બહુસંખ્યક) છે. અલ્પસંખ્યકોને પણ એ જ અધિકારો પ્રાપ્ત છે, જે બહુસંખ્યકોને. જ્યારે બહુસંખ્યકોને પણ એ જ અધિકારો પ્રાપ્ત છે, જે અલ્પસંખ્યકોને. ધાર્મિક વિશ્વાસને આધારે જૈનો અને બૌદ્ધો પણ અલ્પસંખ્યકો જ છે. વૈદિક ધર્મ પણ અનેક સમ્પ્રદાયોમાં વિભક્ત છે. બહુસંખ્યક કોણ છે એ નિર્ણય લેવો સરળ નથી. રાષ્ટ્રીય મંચ (રાજકીય તખ્તા) ઉ૫૨ અલ્પસંખ્યક અને બહુસંખ્યકનો પ્રયોગ ન થાય, એ રાષ્ટ્રના હિતમાં છે. ૫. સર્વધર્મ-સમભાવ આ પ્રયોગમાં સમભાવ’ શબ્દ અસ્પષ્ટ છે. એનાથી ભ્રાન્તધારણા ઉદ્ભવે છે. સમભાવ શબ્દનો અર્થ જો સૌને સમાન માનવાનો હોય તો તે યથાર્થથી ઘણો દૂર છે. પ્રત્યેક ધર્મની માન્યતાઓમાં ફરક હોય, તો તે લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ D ૨૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ ધર્મો પ્રતિ સમાનતાનો ભાવ કેવી રીતે ઉત્પન્ન થાય ? સમભાવનો અર્થ જો અલગ અલગ ધર્મોની વિભિન્ન ધારણાઓ પ્રત્યે પોતાનો દષ્ટિકોણ સમાન રાખવો તેમ હોય તો સમભાવને સ્થાને સર્વધર્મ-સહિષ્ણુતાનો પ્રયોગ અધિક સાર્થક બની શકે છે. આપણે આપણા વિચારોથી વિરુદ્ધ મતવાળાઓ પ્રત્યે અસહિષ્ણુ ન બનીએ, આ સામ્પ્રદાયિક ઉત્તેજનાને રોકવાનો બીજ મંત્ર છે. વૈચારિક અસહિષ્ણુતા જ સામ્પ્રદાયિક સંઘર્ષ ઉત્પન્ન કરે છે. તેથી સર્વધર્મ સહિષ્ણુતાનો પાઠ આપણા માટે વધારે શ્રેયસ્કર બની રહે છે. જૈનદર્શનમાં નિક્ષેપ પદ્ધતિનું ખૂબ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એનો અર્થ એ છે કે, શબ્દપ્રયોગ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કરવામાં આવે. શબ્દનો તે પ્રયોગ ઇચ્છનીય છે, જે પ્રતિનિયત અને પ્રકાશિત કરે, તેમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ માટે અવકાશ ન હોય, તે સંશય અને ભ્રમને જન્મ ન આપે. આપણી સફળતા અને નિષ્ફળતા શબ્દ અને અર્થની પરિક્રમા કરી રહેલ છે, તેથી જ શબ્દનો પ્રયોગ પ્રત્યે આપણી જાગૃતિ નિતાંત-નિઃસંદેહ સ્પૃહણીય છે- જરૂરી છે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ | ૨૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ લોકતંત્ર : સમસ્યા પણ, સમાધાન પણ ! આપણા જગતની વિશેષતા એ છે કે, એમાં કોઈ પરિપૂર્ણ નથી. જો મનુષ્ય અને પદાર્થ બંને પરિપૂર્ણ હોય, તો આ બે શબ્દોનું અસ્તિત્વ જ ન રહેત ઃ ‘સમસ્યા અને સમાધાન.' આ બે શબ્દોની રચના એટલે જ થયેલી છે કે સૌ કોઈ અપૂર્ણ છે. પાણી તરસ છીપાવે છે, પરંતુ તેનાથી ભૂખ નથી મટતી. રોટલો ભૂખ મટાડી દે છે, પણ તેનાથી તરસ નથી છીપતી. બંને શક્તિઓ કોઈ એકમાં નથી જ. દરેક વ્યક્તિ એક-એક કામ કરે છે અને દરેક પદાર્થ પણ એક એક જ. તેથી જ સાપેક્ષ છે આપણું જીવન અને સાપેક્ષ છે આપણી વ્યવસ્થા. જો શાસક બધું જ કરી નાંખે તો શાસિતના હોવાની જરૂર રહેતી નથી. જો વ્યક્તિ એકલી જ હોય તો કોઈ સમસ્યા જ ન રહેત અને તેથી સમાધાનની જરૂર પણ ન રહેત. છતાંયે એકલો માનવી પણ પ્રશ્નોથી મુક્ત તો નથી જ. એકલા હોવામાં પણ સુખ ક્યાં છે ? જ્યાં સુધી વ્યક્તિ અહમિન્દ્ર બનીને ઉત્કૃષ્ટ સુખની ભૂમિકામાં નથી પહોંચી જતી, ત્યાં સુધી એકલા રહેવું પણ ભયંક૨તા બની જાય છે. બે કેન્દ્ર સમાચારપત્રમાં વાંચ્યું, વૈજ્ઞાનિકોએ મસ્તક-મગજનાં બે કેન્દ્રોને શોધી કાઢ્યાં છે, એક કેન્દ્ર છે સુખનું, બીજું છે દુઃખનું. જૈન દર્શનની ભાષામાં કહી શકાય કે એક કેન્દ્ર છે ઃ સાતવેદનીયતાનું અને બીજું છે ઃ અસાતવેદનીયતાનું. કેટલાક વાંદરાઓને બે વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા. એક વિભાગના વાંદરાઓને ઈલેક્ટ્રોડ, સુખના કેન્દ્ર ૫૨ લગાડતાં શીખવાડાયું. તેનાથી તેમને એટલું સુખ મળવા લાગ્યું કે, તેઓ ખાવાપીવાનું ભૂલીને વારંવાર ઈલેક્ટ્રોડ લગાવીને આનંદમગ્ન થઈ જતા. બીજા વિભાગના વાંદરાઓને દુઃખ-વ્યથા કેન્દ્ર ઉપર ઈલેક્ટ્રોડ લગાડાવ્યાં. તે વાંદરા દુઃખી દુઃખી થઈ ગયા. અહીં-તહીં ભટકવાની ચેષ્ટા કરવા લાગ્યા. આમ બંને કેન્દ્રો મળી રહ્યાં. કલ્પના કરો, માનવી એકલો બેઠો હોય અને તેનું ધ્યાન વ્યથાકેન્દ્ર ૫૨ કેન્દ્રિત થઈ જાય તો તે દુઃખથી ભરપૂર થઈ લોકતંત્ર ઃ નવી વ્યક્તિ, નવો સમાજ – ૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ જવાનો, હતાશ થવાનો. એકલા રહેવાથી પણ સમસ્યાનું સમાધાન થતું નથી, અને બેકલા થવાથી પણ સમસ્યાનું સમાધાન નથી જ મળતું. સમસ્યાઃ અપૂર્ણતાની જ્યાં સુધી આ અપૂર્ણતાની સ્થિતિ છે, સમસ્યા છે ત્યાં સુધી શિવ, અચળ, અમર, અરુજની સ્થિતિનું સર્જન નથી થતું. સમસ્યા અને સમાધાન બંને સાથે-સાથે જ ચાલવાનાં. તંત્રનું હોવું પણ સમસ્યા છે અને તંત્રનું ન હોવું પણ સમસ્યા જ છે. આપણે એવું માનીને ચાલવાનું છે કે જીવન જીવવું હશે તો સમસ્યા અને સમાધાન બંનેની વચ્ચે જ જીવવાનું છે. લોકતંત્રનું પ્રાણતત્ત્વ માનવી સમસ્યા અને સમાધાન એમ બે કિનારા વચ્ચે જીવતો હોવાથી એવા પ્રયત્ન કર્યા જ કરે છે કે જીવનમાં સમસ્યાઓ ઓછી સર્જાય અને સમાધાન વધારે મળી રહે. આ દિશાના પ્રયત્નો કરતાં કરતાં લોકતંત્રનો ઉદય થયો. અનેક તંત્રો રચાયાં - પહેલાં કુળતંત્રની શરૂઆત થઈ. અનેક કુળો હતાં. દરેક કુળનો એક મુખી તેનો અધિશાસ્તા હતો. પછી રાજતંત્રનો ઉદય થયો. એક રાજા રહેતો અને બાકી બધી પ્રજા ગણાતી. રાજતંત્ર ખૂબ લાંબો વખત ટક્યું. વિશ્વના કાળક્રમના ઇતિહાસમાં ચિરકાળ સુધી ચાલનારું છે રાજતંત્ર. પ્રાગૈતિહાસિક કાળથી શરૂ કરીને ઐતિહાસિક કાળ સુધી રાજતંત્ર રહ્યું. આજે પણ કોઈક કોઈક સ્થળે “રાજતંત્ર’ જોવા મળે છે. ત્યાર પછી આવ્યું : અધિનાયક તંત્ર. ન રાજતંત્ર, ન લોકતંત્ર. કોઈ લકરી સૈનિક કે બળવાનશક્તિશાળી નેતા ક્રાંતિ કરે અને સઘળી સત્તાઓ પોતાના હાથમાં લઈ લે. વર્તમાન યુગ છે લોકતંત્રનો. લોકતંત્રમાં સહુ સરખા છે. જાતિ, રંગ, સમ્પ્રદાય કોઈ અવરોધ નથી. કયા રંગનો માનવી છે, કયા સમ્પ્રદાય કે કઈ જાતિની વ્યક્તિ છે એનો કોઈ પ્રશ્ન જ નહીં. દરેક વ્યક્તિને સમાનતા પ્રાપ્ત છે. સમાન અધિકારનું આ સૂત્ર લોકતંત્રનું પ્રાણતત્ત્વ છે, આત્મતત્ત્વ છે, મૂળ આધાર છે. એટલે જ રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણજીએ કહ્યું હતું, “આજનું અર્થતંત્ર મહાવીર ભગવાનના સિદ્ધાંતો પર આધારિત છે.” આનાં, મુખ્ય કારણો છે : સાપેક્ષતા, સમાનતા, સહ-અસ્તિત્વ અને સ્વતંત્રતા. અનેકાંત સિદ્ધાંતની આ ચાર મુખ્ય ફળશ્રુતિઓ છે અને આ ચારેય સિદ્ધાંત લોકતંત્રના સિદ્ધાંતો પણ બની રહ્યા છે. કહી શકાય કે, ભગવાન મહાવીરે અનેકાંતનું જે દર્શન કરેલું, તે આજે લોકતંત્રમાં સામાજિક સ્વરૂપે ફળીભૂત બની રહ્યું છે. તે એક તત્ત્વજ્ઞાનનું દર્શન છે. એનું વ્યાવહારિક સ્વરૂપ છે : સામાજિક પ્રણાલી. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ર૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ અનેકાંત અને લોકતંત્ર ભગવાન મહાવીર રાજતંત્રની પરમ્પરામાં નહોતા જન્મ્યા. તેઓ ગણતંત્રની પરંપરામાં જન્મ્યા હતા. ગણતંત્રની પરમ્પરાનો ઐતિહાસિક દષ્ટિએ આપણે અસ્વીકાર કેવી રીતે કરી શકીએ ? આપણે માનવું પડશે કે ઃ ભગવાન મહાવીર પર ગણતંત્રનો સંપૂર્ણ પ્રભાવ હતો. એનું તાત્ત્વિક સ્વરૂપ બન્યું અનેકાન્તવાદ, વ્યાવહારિક રૂપ કહેવાયું ગણતંત્ર અને, આજની ભાષામાં એ બની રહ્યું છે : લોકતંત્ર. સિદ્ધાંતો એક જ છે. તેના તે જ, જે સિદ્ધાંતો અનેકાંતના છે, તે જ સિદ્ધાંતો લોકતંત્રના છે. સમાનતા જૈનદર્શને સમાનતાનો સિદ્ધાંત પ્રસ્તુત કર્યો પ્રત્યેક પ્રાણી સમાન છે. લોકતંત્રનો આધારભૂત સિદ્ધાંત છે દરેક નાગરિક સમાન છે. જ્યાં આ સમાનતાના સિદ્ધાંતનું અતિક્રમણ થાય છે ત્યાં સર્જાય છે વિરોધ અને વિદ્રોહની પરિસ્થિતિ. સમસ્યા એ છે કે : દરેક વ્યક્તિ બીજાના અધિકારને માન્યતા આપવા નથી ઇચ્છતી. જ્યાં આ સ્થિતિ સર્જાય છે ત્યાં લોકતંત્ર વિકસિત થઈ શકતું નથી. જ્યાં અસમાનતાની ચેતના પ્રબળ રહે છે, ત્યાં અસહિષ્ણુતાને વિકસવાની - પાંગરવાની તક મળે છે. અને અસહિષ્ણુતાને વિકસવાની તક હોય છે ત્યાં, માનવીય સંબંધો વેરવિખેર થવા લાગે છે. માનવીય સંબંધોનું વેરવિખેરપણું લોકતંત્રના સ્વાથ્યને ગળી જાય છે જ્યાં સમાનતા છે, ત્યાં સહિષ્ણુતા છે જ. તે જ રીતે જ્યાં સહ-અસ્તિત્વ છે, ત્યાં સહિષ્ણુતા હોવી જરૂરી છે. પરંતુ સહિષ્ણુતાનો વિકાર સમાનતાની ચેતનાના ઉન્નયન દ્વારા જ શક્ય છે. લોકતંત્રને આજે એટલા માટે મહત્ત્વ મળ્યું કે એમાં સમાનતાનો સિદ્ધાંત પ્રતિષ્ઠિત છે. તે દરેક વ્યક્તિને પ્રિય છે. દરેક વ્યક્તિ સમાનતાની ભૂમિકામાં રહેવાનું પસંદ કરે છે. જ્યાં થોડીક પણ અસમાનતા આવે છે, ત્યાં ચિત્તમાં ઉદ્વેગ, વિક્ષોભ, શોકની લાગણીઓ જન્મ લે છે, અને તેથી જ સમાનતાને સમર્થન મળી રહ્યું છે. એ નિશ્ચિત છે કે, લોકતંત્ર, આટલું સુંદર છે છતાંયે તે પૂર્ણ તો નથી જ. પરિપૂર્ણ તો નિરપેક્ષ અવસ્થામાં જ હોઈ શકે છે. આત્માના અસંખ્ય પ્રદેશો છે. તે પરિપૂર્ણ છે, પરંતુ આત્મા માનવી બની ગયો, તે પરિપૂર્ણ નથી કેમકે તે સાપેક્ષ છે. જે અસંખ્ય પ્રદેશો છે તે પરિપૂર્ણ છે. તે આત્માની સત્તા છે. વેદાન્તમાં બ્રહ્મ નિરપેક્ષ છે, પરિપૂર્ણ છે. પરંતુ માયા અને પ્રપંચ પરિપૂર્ણ ન બની શકે, ન રહી શકે. અને જ્યાં પરિપૂર્ણતા નથી, ત્યાં સમસ્યા અને સમાધાન બંને સાથે સાથે ચાલે છે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ | ૨૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ લોકતંત્રની સમસ્યા લોકતંત્રની પોતાની કેટલીક સમસ્યાઓ છે. સૌથી પ્રથમ સમસ્યા છે : અક્ષમતાનું શાસન. કારણ એ છે કે, પ્રકૃતિમાં એક એવી વાત સમાઈ ગઈ છે, કે જ્યાં સમાનતાની વાત આવે છે ત્યાં વ્યક્તિ સંખ્યાને વિશેષ મહત્ત્વ આપે છે, ગુણવત્તાને ઓછું. એના ઉપર ધ્યાન કેન્દ્રિત નથી થયું. બધા ગુણવાન આવ્યા, પરંતુ આ જ ચિંતન પ્રબળ રહ્યું- સંખ્યામાં સહુથી વધારે હોય. ચૂંટણીમાં બે ઉમેદવાર ઊભા હોય. એક ઉમેદવાર ચરિત્રવાન, ગુણવાન છે, ભ્રષ્ટાચાર નથી કરતો, કામમાં અનૈતિક રીતરસમો નથી અપનાવતો, જૂઠાં આશ્વાસન નથી આપતો. બીજો ઉમેદવાર તમામ પ્રકારનાં તિકડમો અને રીતરસમો જાણે છે. વોટ્સ મેળવવામાં તીકડમબાજ ઉમેદવાર જ સફળતા મેળવે છે. તે વધારે મત મેળવે છે અને લોકતંત્રનો રક્ષક બની જાય છે. જ્યાં આ પ્રકારની પ્રવૃત્તિ છે, ત્યાં સંખ્યાને વધારે મહત્ત્વ મળે છે, ગુણવત્તાને નહીં. જ્યાં ગુણવત્તાને મહત્ત્વ નથી, ત્યાં અક્ષમ-અયોગ્ય વ્યક્તિ પણ મુખ્ય બની જાય છે. દશ જ સક્ષમ વ્યક્તિઓ શાસનને ખૂબ જ સુંદર રીતે ચલાવે છે, પરંતુ સો અક્ષમ વ્યક્તિઓ પણ શાસનને સંભાળી શકતી નથી. લોકતંત્રની સાથે જે અક્ષમતાનો ભાવ જોડાયેલો છે, જે અક્ષમતાનો શાપ લાગેલ છે તેમાં સંખ્યાને જ પ્રાધાન્ય છે, ગુણવત્તાને કોઈ અવકાશ જ નથી. અને લોકતંત્રની આ એક દુર્બળતા, સમસ્યા છે. વિકેન્દ્રિત જવાબદારી લોકતંત્રની બીજી સમસ્યા છે ? વિકેન્દ્રિત જવાબદારી. જે કેન્દ્રિત નથી. એક રાજા હોય અને કોઈ સમસ્યા માટે નિર્ણય લેવાનો હોય, તો પાંચ જ મિનિટમાં નિર્ણય લઈ શકે છે. પરંતુ આજે લોકતંત્રમાં કોઈ સમસ્યા માટે શું આટલો ત્વરિત નિર્ણય લઈ શકાય છે ? નિર્ણય આવતાં આવતાં ફોઈલોની સંખ્યા વધતી જાય છે. જવાબદારી કેન્દ્રિત નથી, એ મોટી સમસ્યા છે લોકતંત્રની. ભષ્ટાચાર લોકતંત્રની ત્રીજી અગત્યની સમસ્યા છે : ભ્રષ્ટાચારની. લોકતંત્રમાં ભ્રષ્ટાચારને પૂરતો અવકાશ છે. આશ્વાસનોના આધારે મત મેળવાય છે. મત મેળવનાર જાણે છે કે, આપેલાં વચનો, આશ્વાસનો પૂરાં થવાનાં નથી. જ્યારે વ્યક્તિ જીતી જાય છે, ત્યારે તે મતદારોને ખુશ કરવા એવાં કામો કરે છે, જે ખરેખર કરવા યોગ્ય નથી હોતાં. પરિણામે ભ્રષ્ટાચારને ફાલવાફૂલવાનો અવકાશ મળી રહે છે. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ | ૨૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ સમાધાન અને આશ્વાસન વર્તમાન લોકતંત્રની બે મોટી સમસ્યાઓ છે. તે સિવાય લોકતંત્ર મોટું સમાધાન પણ છે, તેથી લોકતંત્ર ચાલે છે, નભે છે. આ તંત્રમાં લોકોને એક આશ્વાસન છે. જો હું મારી યોગ્યતા વધારીશ, ક્ષમતા વધારીશ તો હું ખૂબ પ્રગતિ કરી શકીશ.આજે ખેડૂતનો દીકરો પણ પ્રધાનમંત્રી બની શકે છે. એક રિજન મોટામાં મોટો મંત્રી, રાષ્ટ્રપતિ બની શકે છે. મુસલમાન પણ મંત્રી, અધિકારી કે મુખ્યમંત્રી થઈ શકે છે. આ સૌથી મોટું આશ્વાસન છે લોકતંત્ર (લોકશાહી)નું. આમાં પરિવારગત પરમ્પરા સમાપ્ત થઈ ગઈ છે. રાજાનો પુત્ર ભલે ગમેતેવો જન્મ્યો, તે જ રાજા બને, એવી પરમ્પરા લોકતંત્રમાં નથી ચાલતી. લોકતંત્રનો સૌથી મોટો એક અધિકા૨ છે, કોઈપણ વ્યક્તિ મોટામાં મોટા મંત્રીને કે મોટામાં મોટા અધિકારીને ન્યાયાલયમાં લઈ જઈ શકે છે, તેને પડકારી શકે છે. જૂની કહેવત છે ઃ તે એની ભૂલો માટે ફરિયાદ કરી શકે છે. સામાન્ય વ્યક્તિ પણ વરિષ્ઠ મંત્રી કે વરિષ્ઠ અધિકારીની આલોચના-નિંદા કરી શકે છે. એની વિરુદ્ધ ગમેતેવી વાત કહી શકે છે, કરી શકે છે. મનુષ્યની પ્રકૃતિ અને લોકતંત્ર સ્વતંત્રતા, ન્યાય, અધિકાર વગેરે એવાં સમાધાન છે, જેને કારણે એમ માની શકાય કે કેટલીક ખામીઓ હોવા છતાં, જો કોઈ શ્રેષ્ઠ શાસનપ્રણાલી હોય તો તે છે લોકતંત્રીય પ્રણાલી. તેથી જ સમગ્ર વિશ્વમાં લોકતંત્રીય પ્રણાલી પ્રસરતી રહી છે, વિકસી રહી છે. લોકતંત્રની આ એક નાનકડી મીમાંસા છે. આ કેવળ સમાજવ્યવસ્થાની મીમાંસા નથી, કેવળ રાજનૈતિક પ્રણાલીની મીમાંસા નથી, પણ મૂળ માનવીય પ્રકૃતિની મીમાંસા છે. મનુષ્યની જે મૂળભૂત- સ્વભાવગત પ્રણાલી છે તેની સાથે લોકતંત્રનો મેળ વધારે બેસે છે. બીજી રીતે એમ કહી શકાય કે આ મહાવીરના અનેકાંતવાદ સિદ્ધાંતનું વિશ્લેષણ છે. એક હોય છે ઃ દર્શન. એક હોય છે દર્શનનું વ્યાવહારિક સ્વરૂપ. મહાવીરના દર્શનને લોકતંત્રમાં જે વ્યાપક ફેલાવો મળેલ છે, એમાં વ્યવસ્થા અને અધ્યાત્મ બંનેનો યોગ મળી રહે, તો અહિંસા, સાપેક્ષતા, શાંતિ વગેરે તત્ત્વો અધિક વિકસિત થઈ શકે છે. લોકતંત્રને ચલાવનાર લોકો અધ્યાત્મને પોતાની સાથે જોડી લે તો સોનામાં સુગંધ ભળશે. લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ D ૨૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ SERIES RESER જરૂરી છે લોકતંત્રનું શુદ્ધીકરણ દેશ ક્યાં જઈ રહ્યો છે ? આ પ્રશ્ન પૂછું છું મારી જાતને અને પૂછું છું બીજાંઓને, સર્વ કોઈને. એનો ઉત્તર કદાચ કોઈની પાસે નથી જ. એમની પાસે તો બિલકુલ નથી, જેમના હાથમાં દેશનું સુકાન છે. દેશની સમક્ષ અનેક સમસ્યાઓ છે ઃ ગરીબી, નિરક્ષરતા, વસ્તીવિસ્ફોટ, જ્ઞાતિવાદ, સામ્પ્રદાયિકતા. આ બધી સમસ્યાઓના સમાધાનમાં પ્રયત્નશીલ નેતા શું ઉપરના પ્રશ્નોના જવાબ આપી શકશે ? લોકતંત્રની કરોડરજ્જુ લોકતંત્રની કરોડરજ્જુ છે ચૂંટણી અને ચૂંટણીની કરોડરજ્જુ છે તેનું ઘોષણા પત્ર. ગરીબી હટાવો', મોંઘવારી પર નિયંત્રણ કરો,’ આ નારા લગાવતાં લગાવતાં ઘરડાં થવા આવ્યા, પરંતુ નથી ગરીબી દૂર થઈ કે નથી મોંઘવારી ઓછી થઈ. બંને સુરસા રાક્ષસીના મોંની જેમ મોટી થતી જાય છે, વધતી જાય છે. આશ્ચર્યની વાત એ છે કે જે લોકો ગરીબી દૂર કરવાની અને મોંઘવારી ૫૨ નિયંત્રણ મેળવવાની વાત સાથે સત્તાની ખુરશી ૫૨ બેસે છે, તેઓ સત્તારૂઢ થયા પછી વ્યક્તિગત અહંની લડાઈઓમાં અટવાઈ જાય છે. જ્યારે મૂળ પ્રશ્નો ત્યાંના ત્યાં જ રહી જાય છે. દીર્ઘ કાળથી કંઈક આવું જ બની રહ્યું છે. રાજનેતાઓનું ધ્યાન પોતાની ખુરશી બચાવવામાં રહે છે. તેમને રાષ્ટ્રીય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય જ નથી મળતો. સ્વતંત્રતા અને સંયમ લોકતંત્રીય પ્રણાલી માનવીય સ્વભાવ માટે એક પ્રકારનું સંમોહન છે. સ્વતંત્રતા મનુષ્યનો નિસર્ગ છે. એનું સમર્થન કરીને લોકતંત્રે મનુષ્યનું મન જીતી લીધું છે. સ્વતંત્રતાનું આધારભૂત પાસું છે : ‘સંયમ.’ એની ઉપેક્ષા કરીને લોકતંત્રએ સ્વતંત્રતાને મહત્ત્વાકાંક્ષાના રૂપમાં બદલી નાંખી છે. કોઈ અર્થશાસ્ત્રી અથવા કોઈ મનોવૈજ્ઞાનિક, મહત્ત્વાકાંક્ષાને ખરાબ લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ I ૩૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ નથી માનતો, વિકાસ માટે એને જરૂરી માને છે. જો મહત્ત્વાકાંક્ષા અને ક્ષમતાનું સમતોલન જાળવવામાં ન આવે, તો મહત્ત્વાકાંક્ષા મનુષ્યને ખોટા રસ્તે નથી દોરી જતી ? રાજનીતિએ મહત્ત્વાકાંક્ષાના સૂત્રને પકડ્યું છે, પરંતુ ક્ષમતાના સૂત્રને ઉપેક્ષિત કરેલું છે. એટલા માટે રાજનીતિ દેશની મહત્ત્વની સમસ્યાઓના ઉકેલની દિશામાં પ્રસ્થાન નથી કરતી, પરંતુ તેનું પ્રસ્થાન છે સત્તાની ખુરશી તરફ. રાજનેતાની અર્હતા એનેક્સી (સંસદની શોધ)માં પ્રવચન કરતાં ગણાધિપતિ તુલસીએ કહ્યું હતું, “આશ્ચર્ય છે, વિધાનસભા અને લોકસભાના સદસ્યો (સભ્યો) માટે અર્હતાની ચારિત્યિક સોટીઓ નક્કી થયેલ નથી. પ્રશાસનના સંદર્ભમાં દરેક વ્યક્તિ માટે શૈક્ષણિક લાયકાતો નક્કી કરેલ છે, પરંતુ સાંસદો માટે તો તે પણ નથી. આવડા મોટા રાષ્ટ્રનું સંચાલન કરનાર વ્યક્તિનું વ્યક્તિત્વ કદાચ ઉદાત્ત ન હોય, તો શું દેશના ઉજ્જવળ ભાવિની કલ્પના થઈ શકે ખરી ? અહિંસામાં વિશ્વાસ-આસ્થા, નાણાં-અર્થનો સંયમ, પોતાના આવેશો-ગુસ્સા ૫૨ નિયંત્રણ, સામાજિક ન્યાય પ્રત્યે હાર્દિક સમર્પણ, સમન્વય અને સાપેક્ષતાનો દૃષ્ટિકોણ, બોદ્ધિક ક્ષમતા, અને માનસિક સંતુલન આ બધાં રાજનેતાના ચારિત્ર્યનાં મુખ્ય તત્ત્વો છે. આને કસોટી બનાવીને કોઈપણ રાજનેતાના ચારિત્ર્યને પારખી શકાય છે. શું આ કસોટીઓમાં અનુત્તીર્ણ વ્યક્તિ લોકતંત્ર માટે વ૨દાન બની શકે ? આંખો મીંચીને હું માનવીય દુર્બળતાના મનોવિજ્ઞાનથી અપરિચિત નથી. પ્રત્યેક મનુષ્યમાં આર્થિક લોલુપતા, બદલો લેવાની વૃત્તિ, માનસિક અસંતુલન વગેરે દુર્બળતાઓ સ્વાભાવિક જ હોય છે. એમનું શુદ્ધીકરણ કરવાથી જ ચારિત્ર્ય ઉદાત્ત બની શકે. શું લોકતંત્રના આ સારથિઓએ એમના શુદ્ધીકરણની કોઈ વિધિનો વિકાસ કરેલો છે ? ચાર દાયકાથી, ૪૯ વર્ષથી, લોકતંત્રની પ્રણાલી ચાલી રહી છે. શું સામાન્ય માનવીના મનને લોકતંત્રની દીક્ષાથી દીક્ષિત ક૨વામાં આવ્યું છે ? શું લોકતંત્રના સારથિઓને તે રથ હાંકવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે ? આવું કશું જ થયેલું નથી. એક નેતાએ પોતાની ગાડીના ડ્રાઈવરને પૂછ્યું, “શું તું આંખો બંધ કરીને ગાડી ચલાવી શકે ?” ડ્રાઈવરે જવાબ આપ્યો, “ના સાહેબ, આંખો બંધ રાખીને ગાડી ન ચલાવાય.” નેતા તરત બોલ્યા, “અમે તો આંખો બંધ રાખીને આખી સરકાર ચલાવીએ છીએ, તો તું કાર ન ચલાવી શકે... ?” લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ D ૩૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું નેત્ર ખૂલે આ એક વ્યંગ છે પરંતુ તેમાં ખૂબ મોટી સચ્ચાઈ છે. આજે સરકાર ચલાવવનારા આંખો બંધ રાખીને જ સરકાર ચલાવે છે. ખરેખર સરકાર ચલાવનારને ઓછામાં ઓછી ત્રણ આંખો તો હોવી જ જોઈએ. બે આંખો બાહ્ય જગતને જોવા માટે અને ત્રીજી આંખ રાષ્ટ્રની સમસ્યાઓને જોવાસમજવા માટે. આ ત્રીજી આંખની તુલના યોગીની ત્રીજી આંખ સાથે ન કરશો. તેમ છતાં એને આંતર્દષ્ટિની કોટિમાં તો અવશ્ય મૂકી શકાય. આંતર્દષ્ટિના અભાવે કેવળ બાહ્ય દષ્ટિએ વિશાળ રાષ્ટ્રની સમસ્યાઓને કેવી રીતે ઉકેલી શકાય ? ત્રીજી આંખનો અભાવ છે, માટે જ બધી સમસ્યાઓના ઉકેલનો એક જ માર્ગ છે અને તે છે : ભૌતિક દષ્ટિકોણ. માનવી ભૌતિક દૃષ્ટિકોણના આધારે પદાર્થોનો ઉપયોગ કરે છે. મનુષ્ય પદ્ગલિક નથી. તે પોતે ચેતન છે અને ચેતનની સમસ્યાઓના ઉકેલ માટે પદાર્થનું સમાધાન સંપૂર્ણ સફળ નથી બની શકતું. ઉપયોગિતાની હદમાં રહીને પદાર્થ દ્વારા સમસ્યાનું સમાધાન મેળવી શકાય, પરંતુ ઘણીબધી સમસ્યાઓ માનસિક છે અને તેનું સમાધાન માનસિક પ્રશિક્ષણ દ્વારા જ થઈ શકે. સમાજની મનોદશા લોકતંત્રની પ્રણાલી શ્રેષ્ઠ સમાધાન છે, પરંતુ સમાધાનની સાથે સાથે સમસ્યા પણ છે. સત્તાની ખુરશી મેળવવી અને તે મેળવીને આર્થિક લાભ મેળવવાની એક પ્રબળ મનોવૃત્તિ વિકસી રહેલ છે. તેમાં અસીમ અધિકાર અને તેનાથી અસીમ લાભ ઉઠાવવાની સંભાવનાઓ છે. એના ઉપર કેવળ વ્યક્તિગત સંયમ અને આત્માનુશાસનનું જ નિયંત્રણ હોઈ શકે. અને આનું પ્રશિક્ષણ ન આપી શકાય. એના પ્રશિક્ષણની જરૂર પણ જણાતી નથી, વતતી નથી. ભ્રષ્ટાચારના આરોપો-પ્રતિઆરોપો સાંભળી સાંભળીને કાન પાકી ગયા છે, મગજ પણ પાકી ગયું છે. એની ચર્ચા બહુ સાર્થક નથી લાગતી. જે વાતની વારંવાર રજૂઆત (આવૃત્તિ) થઈ જાય, તે વાત નવી નથી લાગતી, પુનરાવર્તન જ થયા કરે છે, અને પરિચિત અથવા એક સાથીદાર જેવી બની જાય છે. સમાજની આવી મનોદશામાં શું સમસ્યાનું સમાધાન શોધી શકાય છે ? બદલાયો છે સાપેક્ષતાનો અર્થ લોકતંત્રમાં પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી એટલા સમર્થ નથી હોતા કે જે પોતાના સાથીઓ સાથે સહકાર રાખી શકે, અથવા તેમના પર નિયંત્રણ લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૩૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ રાખી શકે. જેના આધારે તે મુખ્ય વ્યક્તિ-પ્રમુખ બને છે, તે દરેકને પોતાને અનુકૂળ બનાવી રાખવા નિતાન્ત જરૂરી બની જાય છે. આ સાપેક્ષતાનો નિયમ છે - સિદ્ધાંત છે. એક અર્થમાં સાપેક્ષતાનું ખૂબ મહત્ત્વ છે. વર્તમાનમાં સાપેક્ષતાનો અર્થ બદલાઈ રહ્યો છે. તે સહયોગ-સહકારને બદલે પ્રમુખતાને ટકાવી રાખવા- જાળવી રાખવા પ્રયુક્ત- પ્રવૃત્ત બની રહે છે. આ સ્થિતિમાં નિયંત્રણની વાત સંભવ નથી બની શકતી. લોકતંત્રનો રથ ચૂંટણીનાં પૈડાં ઉપર ચાલે છે. ચૂંટણીની સફળતા માટે કુબેર (ધનિકો)ની પ્રસાદી ખૂબ જરૂરી છે. કુબેરની અનુકંપા સિવાય ધન ન વરસે અને ધનની વષ સિવાય ચૂંટણીમાં સફળતા મળતી નથી. આ સ્થિતિમાં કોણ કોને રોકે અને કોણ કોના ઉપર નિયંત્રણ કરે ? સમસ્યાનો ચક્રવૂહ લોકતંત્રની સાથે જોડાયેલો છે. પ્રશ્ન છે સ્વતંત્રતાના ઉપયોગનો લોકતંત્રની સાથે વ્યક્તિગત સ્વતંત્રતાને સંબંધ છે. રાજતંત્ર અને અધિનાયકવાદી પ્રણાલીમાં એની સંભાવના નથી હોતી. લોકતંત્રે સ્વતંત્રતાનું મૂલ્ય આંક્યું છે, પરંતુ તેની વિશેષતાનો ઉપયોગ ઓછો થાય છે. લોકતંત્રના નાગરિકો જાતિયતા, સામ્પ્રદાયિકતા જેવાં અનેક બંધનોમાં જકડાયેલા છે, તેથી પોતાને મળેલી સ્વતંત્રતાનો પૂરો ઉપયોગ નથી કરી શકતા. ચૂંટણી વખતે રાજનીતિના સિદ્ધાંતો નીચે દબાઈ જાય છે, અને ઉપર આવે છે : જાતિયતા અને સામ્પ્રદાયિકતાના પ્રશ્નો. જે જાતિવાદે વર્તમાન પરિસ્થિતિઓમાં નિષ્માણ થવાનું હતું તેની પ્રાણ ઊર્જા- તેની શક્તિ વધારે વ્યાપક બની ગઈ છે. જે સામ્પ્રદાયિકતાની કટ્ટરતાએ અર્થહીન થવાનું હતું, એની સાર્થકતા વધી રહી છે. લોકતંત્રનું આંતર્લ્ડ લોકતંત્રની વાસ્તવિક સત્તા જાતિવાદ, સાંપ્રદાયિકતા અને આર્થિક સ્રોતોમાં ઘેરાયેલી છે. નંબર-બેની સત્તા શાસન અને પ્રશાસન પાસે છે. એ સંભવ જ નથી, કે જેમના આશીર્વાદથી સત્તા ઉપર આવો, તેમની વાત ન સાંભળો, ન માનો. જો ન સાંભળો, ન માનો તો બીજી વખત સત્તા પર આવવાની સંભાવના ક્ષીણ થઈ જાય છે, નહિવતું રહે છે. લોકતંત્રનું આ એક એવું આંતÁદ્ધ છે, જેમાંથી છૂટકારો મેળવવો સરળ નથી. લોકતંત્રનો કોઈ વિકલ્પ સામે આવે અને તે પણ તેની (લોકતંત્રની) આંતર્દુદ્ધાત્મક પરિસ્થિતિઓથી મુક્ત બનીને આવે, તો સ્વસ્થ સમાજની કલ્પના કરી શકાય તેમ છે. આપણે પરિકલ્પનાઓમાં ઘેરાઇને ન રહી શકીએ. આપણે લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૩૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ લોકતંત્રને સરળ બનાવવાની દિશામાં ચિંતન કરવાનું છે. આ ચિંતનનું પહેલું બિન્દુ છે ઃ શિક્ષણ. શિક્ષણનો પહેલો દશકો જમીનને ફળદ્રુપ બનાવે છે. બીજો દશકો જમીનમાં બીજારોપણ માટેનો છે. ત્રીજા દશકામાં પાક તૈયાર થઈ જાય છે. આવશ્યકતા છે એકાગ્રતાની, આવશ્યકતા છે પ્રશિક્ષણની. ધૈર્યની. અને આ ત્રિવેણી સંગમ જ લોકતંત્રની પ્રણાલીને શુદ્ધીકરણ આપી શકે છે. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૩૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ લોકતંત્રને સંભાળી લેનાર પવિત્ર હાથ લોકતંત્રનો વિકલ્પ શો હોઈ શકે ?” - એક પત્રકારે મને પૂછ્યું . મેં કહ્યું, “લોકતંત્રનો વિકલ્પ શું કામ શોધો છો ?” શાસનતંત્રની જેટલી પણ પ્રણાલિકાઓ છે તે સર્વમાં સૌથી સારો વિકલ્પ છે લોકતંત્ર. એની શ્રેષ્ઠતા હજુ સમાપ્ત નથી થઈ. પછી વિકલ્પની શોધ શા માટે ? વિકલ્પ શોધવો જોઈએ લોકતંત્રને ચલાવનારા પવિત્ર હાથે માટે, જે હાથ. લોકતંત્રની દોરને પકડતાં ધ્રૂજી રહ્યા છે. યોગ્યતાની કસોટી લોકતંત્રે સત્તાને એટલી ગતિશીલ બનાવી છે કે તે જાતિ, સમ્પ્રદાય, ગરીબી, અમીરી આ બધાથી ઉપરવટ જઈને યોગ્ય વ્યક્તિની વરણી કરી શકાય છે. આ લોકતંત્રના ચરિત્રનું સૌથી ઊજળું પાસું છે, પરંતુ લોકતંત્રને ચલાવનારા હજુ યોગ્યતા માટેની કોઈ યોગ્ય કસોટી નક્કી નથી કરી શક્યા. યોગ્યતાની બે કસોટીઓ હોઈ શકે છે : ચારિત્ર્ય બળ અને બૌદ્ધિક ક્ષમતા. ખબર નથી પડતી, શા માટે આ બે કસોટીઓની મૈત્રી હજી સુધી લોકતંત્ર સાથે નથી થઈ શકી ? સત્તા અને પ્રશાસનની ખુરશી ઉપર બેઠેલા લોકોનો અર્થ (નાણાં) પ્રત્યેનો પ્રેમ અને લગાવ બતાવી આપે છે કે, લોકતંત્રના સારથિનું ચારિત્ર્યબળ ઉન્નત નથી. અર્જુનને મહાભારતની રણભૂમિમાં યોગ્ય સારથિ મળી ગયા, પરંતુ આપણા લોકતંત્રનો અર્જુન હજુ પણ યોગ્ય સારથિની શોધમાં છે. મહાભારત ખેલાઈ રહ્યું છે, પરંતુ અર્જુનને સારથિ નથી મળી રહ્યો. અર્થ (નાણાં)નો સકંજો કેટલાક દિવસ અગાઉ ચીનના આર્થિક ગોટાળાની ચર્ચા વાંચી. આ આર્થિક ગોટાળાની માયાએ જાપાનના એકથી વધારે પ્રધાનમંત્રીઓને સત્તા-મુક્ત કરી દીધા. ચીનમાં સામ્યવાદી શાસનપ્રણાલી છે. આટલી નિયંત્રિત પ્રણાલીમાં પણ આર્થિક ગોટાળા એ આશ્ચર્યની વાત છે. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજL ૩૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ જાપાનમાં લોકતંત્રીય પ્રણાલી છે, ત્યાં પણ આર્થિક ગોટાળા ! અર્થનો સાણસો એટલો મજબૂત છે કે મોટામાં મોટા માણસને પણ પોતાની પક્કડમાં લઈ લે છે. શું ભારતના લોકતંત્રનો સૂર્ય આ રાહુ-ગ્રાસથી મુક્ત છે ? પૂર્વ અને પશ્ચિમમાં શું સત્તાની સ્થિતિ બદલાઈ નથી ? લોકો આશ્ચર્ય પામીને બોલે છે : પહેલાં કેવી સ્થિતિ હતી અને હવે સત્તા આવ્યા પછી કેવી સ્થિતિ થઈ ગઈ ! ” આ આશ્ચર્યકારક પરિવર્તન અને તેનાથી પેદા થનારા પ્રશ્નો સમાધાન મેળવ્યા વગર જ મૌન બની જાય છે. પ્રશ્ન છે શૌચધર્મનો અવારનવાર સાંભળવા મળે છે કે, “અમે ભ્રષ્ટાચારનો વિરોધ કરીશું.” આ અવાજ સાંભળવામાં ખૂબ મીઠો લાગે છે, પરંતુ શું કોઈએ તેની ઊંચાઇ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે? શાસકે ઈન્દ્રિયજયી હોવું જોઈએ. ચાણક્યના આ સૂત્રને આજના પદાર્થવાદી અને સુવિધાવાદી યુગમાં ઝાઝી મહત્તા આપવામાં નથી આવતી. પરંતુ તેમાં રહેલી સચ્ચાઈને નકારી શકાય નહિ. તમામ શાસકો જનકવિદેહીની પ્રતિકૃતિ તો ન બની શકે, તેવી કલ્પના પણ અતિકલ્પના કહેવાય, પરંતુ શાસકમાં ત્યાગનાં થોડાં બીજ અંકુરિત થવાં જોઈએ. આ ભાવનાને આધાર રહિત, શૂન્ય ન કરી શકાય, નકારી ન શકાય. લોકતંત્રના હાલના શાસકો અને પ્રશાસકોના હાથમાં અસીમ અધિકારો છે. અધિકારોની બાબતે પ્રાચીન કાળના રાજાઓ પણ એમની આગળ વામણા લાગે છે. આટલા બેહદ અધિકારો મેળવવા તે વરદાન છે ? ચૂંટણી-પ્રક્રિયાનું. શું ત્યાગને ધારણ કર્યા સિવાય એને પચાવી શકાય ખરો ? મનુએ ઠીક જ કહ્યું છે : “અર્થશુચિઃ શુચિઃ |’ શુચિ એટલે પવિત્ર. અથતું પવિત્ર વ્યક્તિ તે છે જે અર્થની બાતમાં પવિત્ર હોય. આ પવિત્ર ધર્મની સતતુ ઉપેક્ષા કરાઈ રહી છે. લોકસભા, રાજ્યસભા કે વિધાનસભાના સભ્યોની જીવનશૈલીને વિચારીને તેમનાં ભથ્થાં વધારવા જોઈએ, અને આ આકાંક્ષા પૂરી કરવામાં આવે છે. પરંતુ આ સભ્યોના પવિત્ર વિચારધર્મમાં વિકાસ થવો જોઈએ. આ અવાજ ક્યારેય ઊઠતો નથી, કદાચ ઊઠતો પણ હોય કોઈ એકલવાયા ખૂણામાં, તો ત્યાં કોઈ જ સાંભળનાર નહિ હોવાથી તે ધીમે ધીમે મંદ થઈને ક્ષીણ થઈ જતો હશે. વર્તમાનનો આદર્શ આજે આપણે વિચારી પણ નથી શકતા કે આજનો શાસક ચાણક્યની માફક ઝૂંપડીમાં રહે, જીવે. જનકવિદેહી અને ચાણક્યને ભૂતકાળની કથા માનીને વર્તમાનના પટલ પર રેખાંકિત ન કરી શકાય. શું લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૩૬ Page #38 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનનો પોતાનો આગવો આદર્શ ન હોઈ શકે ? શું નૈતિક મૂલ્યો અને જીવનમૂલ્યોને લખવા માટે આજના માનવી પાસે કોઈ કાગળ, સ્યાહી અને કલમ નથી ? કદાચ છે, તો આ પ્રશ્ન ઉપર સામૂહિક ચિંતન થવું ઘટે. આ ચિંતન ફક્ત રાજકારણીઓ જ ન કરે. આમાં તેઓ પણ અવશ્ય ભાગ લે, જેઓ મોટા-મોટા ઉદ્યોગપતિ છે, વ્યવસાયી છે અને આ આર્થિક સમસ્યાના વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે. આ ચિંતનમાં તેમની પણ ભાગીદારી ઓછી મૂલ્યવાન નથી, જેઓ ત્યાગી - તપસ્વીનું જીવન જીવે છે, જેમને અર્થ-સંગ્રહ સાથે, કોઈ સંબંધ નથી. ગણાધિપતિ શ્રી તુલસીનું સ્વપ્ન પ્રશ્ન કોઈ એક વ્યક્તિનો કે કોઈ એક દળનો, પક્ષનો નથી, તેમજ કોઈ એક વર્ગનો નથી, પ્રશ્ન છે સંપૂર્ણ સમાજનો અને રાષ્ટ્રનો. એનાથી આગળ વધીએ તો આ પ્રશ્ન સમગ્ર માનવજાતિનો છે. પ્રશ્ન આપણી ધાર્મિક અને આધ્યાત્મિક પરમ્પરાઓનો છે. પ્રશ્ન એ ભારતીય પરમ્પરાનો છે જેની આચારસંહિતાના પાઠ ભણાવવા માટે વિશ્વના લોકોને આમંત્રણ પાઠવામાં આવતું હતું. અણુવ્રતના પ્રણેતા ગણાધિપતિ તુલસીએ એક સ્વપ્ન સજાવ્યું છે કે, વિભિન્ન વર્ગોના ત્યાગી, તપસ્વી અને મનીષીઓ એક સાથે બેસીને આર્થિક મહત્ત્વાકાંક્ષા અને અસીમ વ્યક્તિગત સ્વામિત્વ જેવી સમસ્યાઓ પર સામૂહિક ચિંતન કરે. આ ચિંતન માનવસમાજ માટે જ્યોતિ-સ્તંભ બને તેમ છે. લોકતંત્રને દીર્ઘાયુ અને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે એવા જ્યોતિર્ધીપોની, જે અફાટ સમુદ્રમાં તરી રહેલા તરાપાઓનો સહારો બની શકે... લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ I ૩૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને રાજનીતિનું કંઠ અલગતાનો પ્રશ્ન મારે માટે ધર્મથી અલગ કોઈ રાજનીતિ નથી. મારો ધર્મ સાર્વભૌમ અને સહનશીલ ધર્મ છે, અંધવિશ્વાસ અને ખોખલાપણાનો ધર્મ નથી. તે ધર્મ પણ નહીં, જે ધૃણા કરે છે અને લડે છે. નૈતિકતાથી અલગ હોય તેવી રાજનીતિને ત્યજી દેવી જોઈએ.” - મહાત્મા ગાંધીજીનો આ વિચાર આજે પણ અત્યંત પ્રાસંગિક છે. ધર્મ અને રાજનીતિમાં અલગતાની આવશ્યકતાના પ્રશ્નને સાપેક્ષ દષ્ટિએ મૂલવવો જોઈએ. સાંપ્રદાયિક કટ્ટરતા અને ધર્મને આપણે એક જ આંખથી જોઈએ તો રાજનીતિ અને ધર્મની અલગતાની આવશ્યકતા લોકતંત્રનો પ્રથમ ઉચ્છુવાસ છે. જો ધર્મને આપણે સત્ય, અહિંસા તથા નૈતિકતાની દષ્ટિથી વિચારીએ તો રાજનીતિ ધર્મથી શૂન્ય થઈને ભયની ચેતવણીની ઘંટડીથી વિશેષ કંઈ જ નથી. ગાંધીજીએ સ્વયં સ્વીકાર્યું છે કે, “ધર્મનો અર્થ કટ્ટરપંથ નથી. ધર્મનો અર્થ છે, વિશ્વની એક નૈતિક સુવ્યવસ્થામાં શ્રદ્ધા.” તે અદષ્ટ છે. તેથી તેની મહત્તા બિલકુલ ઓછી ન આંકી શકાય. તે હિન્દુ ધર્મ, ઈસ્લામ ધર્મ, ઈસાઈ ધર્મ વગેરે ધર્મોથી અલગ જ છે. આ ધર્મ પેલા ધમનો છેદ ન ઉડાડતાં, સઘળા ધર્મોનો સમન્વય કરીને તે દરેકને વાસ્તવિક ધર્મ બનાવે છે.” ગણાધિપતિ તુલસીએ એક વાર કહેલું. “ધર્મને પ્રથમ સ્થાન અને સમ્પ્રદાયને બીજું સ્થાન આપવામાં આવે તો જ ધર્મ, સમાજ અને રાજ્ય માટે પ્રકાશ-પુંજ બની શકે.” વર્તમાન પ્રવાહમાં સત્ય, અહિંસા તથા નૈતિકતાવાળો ધર્મ કોઈ અજ્ઞાત ખૂણામાં છુપાઈને બેઠો છે અને સામ્પ્રદાયિકતાનું મહોરું પહેરેલો ધર્મ પ્રચારમાં આગળ વધી રહ્યો છે. આ અવસ્થામાં તથાકથિત ધર્મ અને રાજનીતિની અલગતાની આવશ્યકતા ચિંતનશીલ વિચારશીલ) અને તટસ્થ વ્યક્તિને જણાઈ રહી છે અને જણાવી જોઈએ જ. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૩૮ Page #40 -------------------------------------------------------------------------- ________________ ઘર્મ, સપ્રદાય અને સંસ્કૃતિ ધર્મ અને સમ્પ્રદાય એક નથી. સમ્પ્રદાય ધર્મની વ્યાખ્યા અથવા સંપ્રેષણની ગુરુ-પરમ્પરા છે. મ્યાન તલવારની રક્ષા માટે છે, પરંતુ મ્યાન અને તલવાર બંને એક ન કહેવાય. છોતરું ફળની સુરક્ષા માટે છે, પરંતુ ફળના ગર્ભને અને છોતરાને એક જ તુલનામાં ન તોલી શકાય. સંપ્રદાય ઉપયોગી છે પરંતુ સાંપ્રદાયિક કટ્ટરતાએ જે ધૃણા અને હિંસાનું તાંડવ રચ્યું છે, તેનાથી સંપ્રદાયનો પવિત્ર અર્થ આજે પોતાની પવિત્રતા ખોઈ બેઠો છે. અંગ્રેજી ભાષામાં ધર્મનો અર્થ રિલીજન કરવામાં આવે છે, પરંતુ મોક્ષ માટેના પુરુષાર્થના સંદર્ભમાં જે ધર્મની ધારણા છે, તેને આ શબ્દરિલીજન પૂર્ણ રીતે વ્યક્ત કરવામાં સમર્થ નથી. સંસ્કૃતિ વ્યાપક તત્ત્વ છે. ધર્મ તેના પરિવારમાંનું એક તત્ત્વ હોઈ શકે છે. પરંતુ સંસ્કૃતિ સાથે ધર્મને સીધો કોઈ જ સંબંધ નથી. ભારતીય ચિંતનની એ દુર્બળતાને હું સ્વીકારું છું કે અહીં સમાજધર્મ અને રાષ્ટ્રધર્મ ને વિકસાવવામાં નથી આવ્યા. મોક્ષ-ધર્મ, જે સમાજ અને રાજ્યની વ્યવસ્થાને પ્રભાવિત કરી શકે છે, શાસિત નથી કરી શકતો, એના પ્રત્યે અધિક ધ્યાન આપવામાં આવ્યું છે. અપરિભાષિત ધર્મ-નિરપેક્ષતા લોકતંત્રીય શાસનપ્રણાલીમાં રાજ્યસત્તા પર કોઈ સામ્પ્રદાયિકતાનો અધિકાર ન હોવો જોઈએ. આ લોકતંત્રના સ્વાથ્યનું પ્રથમ લક્ષણ છે. ભારતીય સંવિધાનમાં આ સ્વાથ્યને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે, પરંતુ ધર્મ, સમ્પ્રદાય, પંથ અને નિરપેક્ષતા વચ્ચે કોઈ જ ભેદરેખા દોરવામાં નથી આવી, એનો સ્પષ્ટ અર્થ ૨જૂ નથી કરાયો. આ અપરિભાષિત ધર્મનિરપેક્ષ અથવા સેક્યુલરિઝમ સંશય અને ભ્રાંતિના ચકરાવામાં રહ્યો. આજે પણ એ પ્રશ્નવાચક છે, વિવાદથી મુક્ત નથી. રાજનીતિને ધર્મથી અલગ કરનારું વિધેયક પણ અપરિભાષિત છે તેમાં સમ્પ્રદાય અને ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં નહીં આવે તો તે પણ સાર્થક થવાને બદલે નિરર્થક વિવાદ અને વિતંડાને જ જન્મ આપશે. ઘર્મ-સાપેક્ષતાનો સિદ્ધાંત ધર્મ-નિરપેક્ષતાની સાથે-સાથે ધર્મ-સાપેક્ષતા તરફ પણ આપણું પૂરતું ધ્યાન હોત તો સંવિધાન ભારતીય સંસ્કૃતિ અને પરમ્પરાની વધારે નજીક હોત. રાજ્યનું કાર્ય કામ અને અર્થની વ્યવસ્થા કરવાનું છે, પરંતુ તે વ્યવસ્થાથી ઊભી થતી વિકૃતિઓને દૂર કરવાનું કામ પણ રાજનીતિનું છે. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૩૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ ભારતના પ્રાચીન રાજનીતિજ્ઞોએ કામ અને અર્થની વ્યવસ્થાને જેટલાં આવશ્યક કહ્યાં એટલાં જ શાસક માટે, કામ, ક્રોધ, મોહ વગેરે છ પ્રકા૨ના અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવવા તથા ઈન્દ્રિયો પર નિગ્રહ કરવાનું જરૂરી ગણ્યું છે. આ ધર્મ-સાપેક્ષતાનો સિદ્ધાંત રાજનીતિના શુદ્ધીકરણનો સિદ્ધાંત છે. એનાથી સમન્વિત ધર્મનિરપેક્ષતાનો સિદ્ધાંત અધિક સ્પષ્ટ બને છે. બુદ્ધિશાળી વર્ગનું મૌન ધર્મનિરપેક્ષતા, સમાજ, સંસ્કૃતિ વગેરે વિષયમાં બુદ્ધિશાળી વર્ગ પણ પ્રાયઃ મૌન રહ્યો એટલે મોટે ભાગે એકાંગી વ્યાખ્યાઓ થતી રહી. આવશ્યક છે કે આપણે ફક્ત પાશ્ચાત્ય વિચારકોની ભાષામાં જ પુનઃ ઉચ્ચારણ ન કરીએ, પરંતુ આપણું પોતાનું સ્વતંત્ર ચિંતન પણ વ્યક્ત કરીએ. વ્યક્તિ-નિરપેક્ષ સમાજ અને સમાજ-નિરપેક્ષ વ્યક્તિની પરિભાષાએ જ આપણી સમજમાં ગુંચવાડા પેદા કરેલા છે. વ્યક્તિસાપેક્ષ સમાજ અને સમાજ-સાપેક્ષ વ્યક્તિનો વિચાર જ સમાજવાદની અવધારણાને નવું સ્વરૂપ આપી શકે તેમ છે. ધર્મ અને દર્શન સંસ્કૃતિના એક પક્ષ છે. સંસ્કૃતિમાં તે બધા પક્ષોનો સમાવેશ થાય છે, જે ભાષા અથવા પ્રતીકો દ્વારા સંપ્રેષણીય બને છે. હિન્દુ, મુસલમાન અને ઈસાઇ- તેમની ધાર્મિક અવધારણા અલગ હોઈ શકે છે, પરંતુ સંસ્કૃતિનાં અનેક પાસાં તેમનાં એક છે. હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રયત્ન બુદ્ધિવાદના સ્તરે થયો હોત તો વધારે સફળ થાત. રાજ્કીય સ્તરે આ પ્રયત્ન શક્ય ના બન્યો અને તેની સફળ થવાની સંભાવના પણ નથી. હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ બધા સમાજ પોતાના અસ્તિત્વની સુરક્ષા પ્રત્યે જાગૃત છે, તેમાં સંઘર્ષ, ઘૃણા, વૈમનસ્ય માટે કોઈ જ અવકાશ નથી. તે સમાજાન્તરણ, અથવા સમાજ-પરિવર્તનનો પ્રયત્ન કરતા હોય ત્યારે સંઘર્ષ અને કલહની ભાવના ગાઢ બને છે, દુશ્મનીભર્યું વાતાવરણ સર્જાય છે. ધર્માન્તરણ ઃ સમાજારણ અમારી દૃષ્ટિએ ધર્માન્તરણ અને સમાાન્તરણ એક નથી. ધર્માન્તરણ વૈચારિક સ્વતંત્રતાનો પ્રશ્ન છે. ધર્મ-પરિવર્તન સાથે જો જાતિ, સમાજ આદિની સમગ્ર વ્યવસ્થા બદલાઈ જાય, તો પછી તે કેવળ ધર્માન્તરણ ન રહેતાં સમાજાન્તરણ બની જાય છે. બુદ્ધિશાળી વર્ગ આ ધર્માન્તરણની સમસ્યાને ઉકેલવામાં સક્રિય યોગદાન આપે તો, રાષ્ટ્ર અનેકગણું વધારે સંગઠિત બની શકે. આજે પ્રત્યેક સમસ્યાને ઉકેલવાનો લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ D ૪૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ અધિકાર રાજનીતિ અને રાજનેતાઓએ લઈ લીધો છે. તર્કશાસ્ત્રનો તે અતિ-પ્રસંગ છે. જે કાર્ય બુદ્ધિશાળી વર્ગનું હોય, તે કાર્ય રાજકારણીના હાથમાં જાય તે ઇચ્છનીય નથી જ. પ્રસ્તાવિત અધિનિયમ સમાજને ચલાવવાના નિયમોનું નિધરિણ ફક્ત સરકાર જ કરે, તે સીમાનું અતિક્રમણ છે, બુદ્ધિશાળી વર્ગની અકર્મણ્યતાનું પરિણામ છે. સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક નિયમોના નિધરણ વખતે બુદ્ધિશાળી વર્ગનો મત નથી મેળવાતો તેને વૈચારિક કૃપણતા સિવાય બીજું શું કહેવાય ? પ્રસ્તાવિત અધિનિયમનું નામકરણ- ધર્મને રાજનીતિથી અલગ કરવો- પાછો એ જ ભ્રમ પેદા કરે છે, જે ભ્રમ ધર્મનિરપેક્ષતા શબ્દએ પેદા કર્યો છે. જાતિ, સમ્પ્રદાય અને ભાષાની કટ્ટરતા એક જ વિષવૃક્ષનાં ફળો છે. જો આ વિષફળોના નિવારણનો એકસાથે પ્રયત્ન કરવામાં આવ્યો હોત તો સમસ્યાના ઉકેલની સંભાવના અધિક હોત. ચૂંટણીના સમયે જાતિ, ભાષા અને સમ્પ્રદાયનો સહુથી વધારે ઉપયોગ કરનારા રાજકીય પક્ષો રાજનીતિને ધર્મથી અલગ કરવાની વાત કરે અને કોઈ એવો જ અધિનિયમ પ્રસ્તુત કરે, એને સંવિધાન અને રાષ્ટ્રનું સદ્ભાગ્ય નહીં કહી શકાય. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [૪૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ધર્મ, સમાજ-ધર્મ અને રાષ્ટ્ર-ધર્મ ધર્મની પ્રાચીન અવધારણા (માન્યતા). આત્મા, પુનર્જન્મ, મોક્ષ ઉપર ભારતીય દર્શનોમાં વિશદ્ વિચાર થયેલો છે. પાશ્ચાત્ય દર્શનોમાં આ મુખ્ય વિચારણીય વિષયો નથી રહ્યા. આત્મા અને ઈશ્વર ઉપર કેટલાક દાર્શનિકોએ વિચાર કર્યો, પરંતુ મોક્ષ, પ્રાયઃ વિચારનો વિષય નથી બન્યો. ભારતીય દર્શનોનો મુખ્ય વિષય, એમનું મુખ્ય લક્ષ્ય - સાધ્ય મોક્ષ રહ્યું છે. મોક્ષનો અર્થ છે, તમામ બંધનોમાંથી મુક્તિ, સૂક્ષ્મ-સ્થૂળ સઘળાં શરીરોમાંથી મુક્તિ. મોક્ષપ્રાપ્તિની સાધન-સૂચિમાં અનેક તત્ત્વો છે, એમાં એક તત્ત્વ છેઃ ધર્મ. સાંખ્ય દર્શનના મત અનુસાર ધર્મ સ્વર્ગનું સાધન છે, મોક્ષનું નહિ. કર્મથી મોક્ષ નથી મળતું. સારાં-ખરાબ તમામ કમ બંધન પેદા કરે છે, શુભ કર્મોથી સ્વર્ગ અને અશુભ કર્મોથી નરક મળે છે. સ્વર્ગ અને નરક પણ દુઃખમય છે. धर्मेण गमनमूर्य, गमनमधस्ताद् भवत्यधर्मेण । ज्ञानेन चापवर्गो, विपर्ययादिष्यते बंधः ॥ ન્યાય દર્શન અનુસાર તત્ત્વજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. વૈશેષિક દર્શને મોક્ષની વિચારણામાં ધર્મને સ્થાન આપ્યું છે. કણાદની વ્યાખ્યા છે, જેનાથી અભ્યદય અને નિઃશ્રેયસની સિદ્ધિ મળે છે, તે ધર્મ છે.' બૌદ્ધ દર્શનમાં આર્ય અષ્ટાંગિક માર્ગને નિવાર્ણ-પ્રાપ્તિનો માર્ગ કહ્યો છે. જૈન દર્શનમાં ત્રણ અથવા ચાર માર્ગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ દર્શાવેલ છે. સમ્યકજ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર્ય. અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ. આચાર્ય ભિક્ષુએ મોક્ષમાર્ગના આધારે અહિંસા, દયા વગેરેનું વિશ્લેષણ કર્યું છે તેથી તેમના સાહિત્યમાં વારંવાર, “આ મોક્ષનો માર્ગ લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ઘ૪૨ Page #44 -------------------------------------------------------------------------- ________________ છે, “આ સંસારનો માર્ગ છે-' આ વાક્યપ્રયોગો વાંચવા મળે છે. જો આપણે મોક્ષમાર્ગને, સંસારમાર્ગના લીલા-ચમા પહેરીને જોઈશું. તો આપણને લીલું જ લીલું દેખાશે, તેથી જરૂરી છે કે, આપણે આંખો પર રંગીન ચમા ન પહેરીએ. જે જેવું છે, તેને તે જ અને તેવા જ રૂપમાં જોઈએ. કણાદે ધર્મને વ્યાપક અર્થમાં પરિભાષિત કર્યો. જૈન-આચાર્યોએ કૃષિ, વાણિજ્ય વગેરેને અભ્યદયનો હેતુ માન્યો. આચાર્ય ભિક્ષુએ કહ્યું, “અભ્યદયનો હેતુ સંસારનો માર્ગ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય વિના મોક્ષનો કોઈ માર્ગ હોઈ જ શકે નહિ. આચાર્ય ભિક્ષુના વિચારને જંબૂદીપપ્રજ્ઞપ્તિની વૃત્તિનું પણ સમર્થન મળી રહે છે. પચાહિયાએ ઉવદિસઈ–' આ સૂત્રની રચનામાં શાંત્યાચાર્યે કૃષિ-વાણિજ્ય આદિ કર્મોને જીવનનિવહિ અને અભ્યદયના હેતુ હોવાને કારણે પ્રજા માટે હિતકર માન્યાં છે. આજીવિકા અભ્યદયનો હેતુ છે. જો રોજગાર (આજીવિકા) સરળતાથી પ્રાપ્ત થાય તો સમાજમાં ચોરી વગેરે અપરાધો નથી વધતા. ભગવાન શ્રી ઋષભે સમાજને અપરાધમુક્ત રાખવા માટે જીવનોપયોગી કળાઓ અને શિલ્પોને પ્રચલિત કર્યા. મનુસ્મૃતિકારે પણ આભ્યદયિક અને નૈઃશ્રેયસિક કર્મોને અલગ-અલગ માન્યાં છે. પંચપદી પ્રાચીનકાળમાં ધર્મની અનેક વ્યાખ્યાઓ-પરિભાષાઓ થઈ ચૂકેલી, છતાં આચાર્ય ભિક્ષને એક નવી વ્યાખ્યા-પરિભાષા કરવાની ઈચ્છા થઈ. ધર્મને નામે ખૂબ મોટો ગોટાળો ચાલી રહ્યો હતો. સેવા, સહયોગ, સહાનુભૂતિ, દાન અને પરોપકાર- આ શબ્દો ધર્મની ધારણાને ભ્રાન્ત કરી રહ્યા હતા. સેવા શબ્દનું સ્વરૂપ ગમે તે હોય, પરંતુ બસ સેવા કરવી એ ધર્મ છે એ મત પ્રચલિત થઈ ગયો. આચાર્ય ભિક્ષુએ આ મતનું વિશ્વલેષણ કર્યું. ધાર્મિક અને સામાજિક ભૂમિકા પર, એમ બે રીતે સેવા થઈ શકે છે. સામાજિક ભૂમિકા પર સેવા કરવી એ સામાજિક કર્તવ્ય અથવા સમાજ-ધર્મ છે. આત્માને પવિત્ર કરનારી સેવા કરવી એ આત્મધર્મ અથવા મોક્ષધર્મ છે. એનું સ્વરૂપ છે : જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનો વિકાસ. એક માનવી કોઈ કાર્ય કરી રહ્યો હોય અને તેમાં કોઈ બીજો માનવી જોડાય, તેનું નામ છે સહયોગ. તે સમૂહનો સહિયારો શ્રમ છે. જેમ કોઈ માનવી ભારે લાકડાં ઉપાડી રહ્યો છે, બીજો આવ્યો, તેને સહારો આપ્યો, તે થયો સહયોગ. સહયોગ યોગથી જોડાય છે. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ઘ૪૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ સહાનુભૂતિ- સહ અનુભૂતિ એક વ્યક્તિનો સંગ જોઈને બીજી વ્યક્તિ તેવો જ અનુભવ કરે તેનું નામ છે ઃ સહાનુભૂતિ. જેમ કોઈ દુઃખી વ્યક્તિને જોઈને સ્વયં સુખી થઈ જવું. સામાજિક મનોવિજ્ઞાનમાં સહાનુભૂતિના બે પ્રકાર દશવાયા છે. એક છે સક્રિય સહાનુભૂતિ, જેમકે કોઈ ભૂખ્યાને જોયો, સહાનુભૂતિ થઈ, તેને બોલાવીને ભોજન જમાડ્યું. બીજી છે ઃ નિષ્ક્રિય સહાનુભૂતિ, કોઈ ભૂખ્યાને જોયો, અને કહી દીધું, “મને ખૂબ દુઃખ છે, કે તમે ભૂખે મરો છો.” બસ શાબ્દિક સહાનુભૂતિ પ્રગટ કરી દીધી. કરુણા, દયા અને અનુકંપા- આ બધા સહાનુભૂતિના જ વિવિધ પ્રકારો છે. દાન- ભિખારીને રોટલો, કપડાં વગેરે આપવું તે દાન છે. પરોપકાર : બીજા પર ઉપકાર કરવો. આ પાંચ શબ્દોએ સમાજ અને ધર્મને, સમાજ-ધર્મ અને આત્મધર્મને એટલા ભેળવી દીધા છે કે ધર્મનો નિર્ણય કરવો સામાન્ય વ્યક્તિની સમજની બહાર છે. સામાજિક વ્યક્તિ માટે કેટલાંક કર્તવ્યો નક્કી થયેલાં હોય છે. સમાજ સામે મુખ્ય પ્રશ્ન : કર્તવ્યનો છે. સામાજિક વ્યક્તિ સામે ધર્મનો પ્રશ્ન ત્યારે જ આવે, જ્યારે તે મોક્ષની સાધના કરવા ઈચ્છે. સામાજિક કર્તવ્ય આત્મધર્મ આચાર્ય ભિક્ષએ ઉપરોક્ત પાંચ પદોનું વિશ્લેષણ કરીને સામાજિક કર્તવ્ય અને આત્મ-ધર્મની વચ્ચે ભેદરેખા દોરી છે. સેવા ધર્મ છે, આ એકાનિક મત કહો કે વિભજ્યવાદી પ્રયોગ કહો. શરીરને પોષણ આપનારી સેવા સામાજિક કર્તવ્ય પણ છે, ધર્મ પણ છે. પ્રત્યેક ધર્મ કર્તવ્ય હોય છે, પરંતુ તમામ કર્તવ્યો ધર્મ નથી હોતાં. આચાર્ય ભિક્ષનું વાક્ય છે; [ સંસાર તો વિરત૬ ગાળો | સાંસારિક કર્તવ્યનો અર્થ છે : સામાજિક કિર્તવ્ય. અતીતની દશ-પંદર શતાબ્દીઓમાં ભારતીય માનસમાં સામાજિકતાનો છાસ કેમ થયો ? આ અનુસંધાનનો વિષય છે. એક સામાજિક પ્રાણીમાં સામાજિક કર્તવ્ય પ્રતિ જાગૃતિ હોવી જોઈએ. તે ઓછી કેમ થઈ ? સામાજિક કર્તવ્યને ધર્મના ત્રાજવામાં તોલવાનું શરૂ કરી દીધું, પ્રત્યેક સામાજિક કર્તવ્યને ધર્મના રંગે રંગી દીધું. શું આ ધારણાએ સામાજિક ચેતનાને કુંઠિત નથી કરી દીધી ? કોઈ વ્યક્તિને ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોય અને કોઈને ન પણ હોય. જે વ્યક્તિ ધર્મમાં ન માનતી હોય, તે વ્યક્તિ ધર્મને નામે ચાલતાં સામાજિક કર્તવ્યોને કેવી રીતે નિભાવશે ? પ્રત્યેક સામાજિક કર્તવ્ય ધર્મ છે. ધર્મને ઉપયોગિતા સાથે એવી રીતે જોડી દીધો લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ H૪૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ કે, ધર્મની કોઈ અલગ ઓળખ જ ન રહી. કેટલાક પ્રાચીન આચાયોએ ઊંડાણથી ચિંતન કર્યું. તેઓએ ધર્મ અને કર્તવ્યની વચ્ચે કેટલીક ભેદરેખાઓ જરૂર દોરી. આચાર્ય ભિક્ષુએ આ રેખાઓને સ્પષ્ટ રૂપે પ્રગટ કરી બતાવી. ભગવાન ઋષભે જીવનનિર્વાહ માટે : કૃષિ, વાણિજ્ય, વ્યાપાર, શિલ્પ, સુરક્ષા અને વિદ્યા- આ છ કમનું પ્રચલન કરેલું, પ્રવર્તન કરેલું પોતાના મતિકૌશલ દ્વારા લોકો માટે આજીવિકાની વ્યવસ્થા કરી. તે સમયે ભગવાન સરાગ હતા, તેથી આ બધી વ્યવસ્થા કરેલી. આચાર્ય હેમચંદ્ર સમક્ષ પ્રશ્ન ઉપસ્થિત થયો, કૃષિ, વાણિજ્ય વગેરે કમ સાવદ્ય છે, બંધનકારક છે, તેમ છતાં ભગવાને તેમની વ્યવસ્થા કેમ કરી ? આ પ્રશ્નના જવાબમાં તેઓએ લખ્યું, કૃષિ, વાણિજ્ય આદિ કર્મો સાવધ હોવાનું જાણતા હોવા છતાં, ભગવાને પ્રજા પર અનુકંપા કરીને, પોતાનું કર્તવ્ય સમજીને આ વ્યવસ્થા કરેલી. एतञ्च सर्व सावद्यमपि लोकानुकम्पया । स्वामी प्रवर्तयामास, जानन् कर्तव्यमात्मन :॥ દાનની માન્યતા દાનની માન્યતાને કારણે ભિખારીપણાને પ્રોત્સાહન મળ્યું. વાસ્તવમાં કોઈપણ ગૃહસ્થ દાનનો અધિકારી નથી. ગુજરાતના પ્રસિદ્ધ સંત રવિશંકર મહારાજ બિહાર ગયા. તે સમયે બિહારમાં દુષ્કાળ ચાલતો હતો. લોકો ભયંકર દુકાળનો સામનો કરી રહ્યા હતા. અનેક લોકોએ તેમની પાસે ખાવાનું માંગ્યું. મહારાજશ્રીએ કહ્યું, “ ખાવાનું મળશે, પરંતુ મફત નહીં. શ્રમ કરો અને ખાવાનું લો.” આ એક સ્વસ્થ સામાજિક કર્તવ્ય છે. જયપ્રકાશ નારાયણે દાની અને ભિખારીની માન્યતાનું માર્મિક ચિત્રણ કર્યું છે, “રામરાજ્ય ભિખારી અને રાજા- બંનેને કેમ નહીં ? જો તેમાં ફક્ત દાનવીરો જ રહેશે અને ભિખારીઓ હશે જ નહિ, તો ઉન્નત વિચારોવાળા દાનેશ્વરીઓ પોતાના આત્માની મહાન ઉદારતા અને સખાવતતાનો પરિચય આપીને માનવીય સ્વભાવનો હિન્દુ આદર્શ કેવી રીતે રજૂ કરી શકશે ? કાકા કાલેલકર દાન અને ત્યાગની વચ્ચે ભેદરેખા દોરવામાં સફળ રહ્યા છે. એમનું ચિંતન આચાર્ય ભિક્ષુના ચિંતનને સ્પર્શતું પ્રતીત થાય છે, સાચો ધર્મ, મુખ્ય ધર્મ દાન નહીં પરંતુ ત્યાગ છે. સમાજદ્રોહ કરીને ધન એકઠું કરવું અને તેમાંથી થોડુંક વિપડ્ઝસ્તો-ગરીબોને આપવું અને પોતાને પુનિત-પવિત્ર મનાવવા- એ પોતાને તેમજ સમાજને છેતરવા સમાન છે. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજu ૪૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ સાચો ધર્મ છે સમાજસેવા માટે ઈદ્રિયનિગ્રહ કરવો, ઉદ્યોગપરાયણ સાદગીથી રહેવું અને સમગ્ર સમાજ સાથે જ નહીં પરંતુ સચરાચર વિશ્વ સાથે એકરૂપ થઈ જવું, આ જ છે સાચો જીવનાનન્દ.” આચાર્ય ભિક્ષુએ બસો વર્ષ પૂર્વે કહેલું, “ભિખારીને દાન દેવું એ ધર્મ નથી.' ત્યારે એક જબરદસ્ત તોફાન સર્જાઈ ગયેલું. વર્તમાનમાં આ વિચાર ખૂબ સબળ બન્યો છે. આજનો વિચારશીલ માનવી ભિખારીપણાને સામાજિક અપરાધ માને છે. ભિખારી હોવું તે જ સામાજિક વ્યવસ્થાનો દોષ છે. તે સમાજવ્યવસ્થા સારી નથી, જેમાં કોઈ વ્યક્તિ ભિખારી હોય. તો કોઈ વ્યક્તિ દાનેશ્વરી કે દાતા હોય. ભિખારીપણાને પ્રોત્સાહન આપવું તે વધારે મોટો દોષ છે, પાપ છે. ભિખારીને શ્રમ કરાવીને પુરસ્કાર આપવો, આ પ્રવૃત્તિને સામાજિક કર્તવ્યની કોટિમાં મૂકી શકાય. દાનનું ઔચિત્ય આપણી સમજણ બહાર છે. આ દાનની પ્રવૃત્તિએ સાચેસાચ હિન્દુસ્તાનમાં મફતખોરીની પ્રવૃત્તિને વધારી દીધી છે. દાનનોઅધિકારી આચાર્ય ભિક્ષએ દાન અને ત્યાગને અલગ અલગ રૂપે વ્યાખ્યાબદ્ધ કરતાં કહ્યું છે, જે વ્યક્તિ સંયમી છે, પોતાના માટે રસોઈ નથી બનાવતી, અકિંચન છે, પૈસાને હંમેશ માટે ત્યાગી ચૂકેલ છે, આત્મ-સાધનામાં લીન છે, વિરક્ત છે, તે જ વ્યક્તિ દાન મેળવવાની અધિકારી છે. એને ધન દેવું તે ત્યાગ છે, અતિથિસંવિભાગ દ્રત છે. દાન, પુણ્યની મીમાંસા માટે એમનો તર્ક એવો હતો કે, ભિખારીને પોતાનો ભાઈ માનીને ભોજન કરાવીએ તો ધર્મ નહીં, અને તેને ભિખારી માનીને ભોજન કરાવીએ તો ધર્મ” એવું કેમ ? પોતાના ભાઈને જમાડવામાં ધર્મ નહિ અને ભિખારીને ખવડાવવામાં ધર્મ મનાતો હતો. આ ખોટી (બ્રાંત) ધારણાને આચાર્ય ભિક્ષુએ તોડી. તેઓએ કહ્યું, “ આ કેવી ભ્રાંતિ છે કે એક સામાજિક વ્યક્તિને પહેલાં ભિખારી બનાવો, પછી તેને દાન આપો અને ધર્મ કરીને પુણ્ય કમાઓ. આ બેવડી નહિ, પણ ત્રેવડી ભૂલ છે.” ધનપતિઓને - ધના શેઠોને ત્યાગ, તપસ્યા કરવાની જરૂર જ નહિ, બસ જેમ-તેમ કરીને ધન કમાઓ અને થોડું ઘણું ભિખારીને આપીને, ખવડાવીને- પુણ્ય કમાઓ અને સ્વર્ગમાં જાઓ. આવી ભ્રાંત માન્યતા પર આચાર્ય ભિક્ષુએ સખત પ્રહાર કર્યો. લોકોને બહુ અટપટું લાગ્યું. જ્યારે ધર્મની બાબતમાં ગંભીર ચિંતન નથી થતું ત્યારે ધર્મના ક્ષેત્રમાં રૂઢિગત પરંપરા જ ચાલે છે, ઘણી બધી શાંતિઓ પેદા થાય છે. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ૪િ૬ Page #48 -------------------------------------------------------------------------- ________________ મિશ્રણ ન થાય પ્રાચીન કાળમાં વિધિ અને વ્યવસ્થાના અર્થમાં પણ ધર્મનો પ્રયોગ થતો હતો. એના આધારે કર્તવ્યને પણ ધર્મ કહેવામાં આવતું. ભગવાન મહાવીરે દશ પ્રકારના ધર્મોનું પ્રતિપાદન કર્યું છે : તે વર્ગીકરણમાં ગ્રામ-ધર્મ, નગરધર્મ વગેરે આત્મધર્મથી અલગ ગણ્યા છે. હિન્દુસ્તાનમાં ફેલાયેલ ત્રાસવાદનું મુખ્ય કારણ એ છે કે અહીં સમાજ-ધર્મ અને રાષ્ટ્ર-ધર્મ વિકસી શક્યા નથી. જો તેમનો વિકાસ થયો હોત તો સમાજની વ્યવસ્થા સમાજધર્મના આધારે અને રાષ્ટ્રીય વ્યવસ્થા રાષ્ટ્ર-ધર્મ પ્રમાણે થતી હોત. આત્મ-ધર્મનો ઉપયોગ આત્મ-સાધના માટે થતો હોત. સમાજ-ધર્મ અને આત્મ-ધર્મનું મિશ્રણ ન થયું હોત. આ મિશ્રણને કારણે ના સમાજની અને ન રાષ્ટ્રની વ્યવસ્થા સરખી રીતે થઈ શકી અને ન આત્મ-ધર્મનો ઇચ્છનીય વિકાસ થઈ શક્યો. આચાર્ય ભિક્ષુએ આ બાબતને એક દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરી છે : એક શાહુકારની દુકાને સવારે સવારે એક માણસ પૈસા લઈને આવ્યો અને કહ્યું, “શાહજી ! આ પૈસાનો ગોળ આપશો ?” ત્યારે શાહુકારે પૈસાને) નમન કરીને ગલ્લામાં મૂકીને ગ્રાહકને ગોળ આપી રવાના કર્યો. પછી વિચાર્યું “સરસ, તાંબાના પૈસાથી દિવસની શરૂઆત થઈ છે.” બીજા દિવસે તે જ ગ્રાહક, સવારે સવારે જ, શાહજીની દુકાન ખૂલતાં જ આવ્યો અને રૂપિયાની રોજગી માંગી. દુકાનદારે રૂપિયાને નમસ્કાર કર્યો, અને રૂપિયો ગલ્લામાં મૂકતાં વિચાર્યું. “આજે ચાંદીના સિક્કાનાં દર્શન થયાં.” અને તે પ્રસન્ન થયો. ત્રીજા દિવસે તે જ ગ્રાહક, સવારે-સવારે જ, ખોટો રૂપિયો લઈને શાહજી પાસે આવીને કહેવા લાગ્યો, “ શાહજી, ! રૂપિયાની ચા છે ? દુકાનદાર સવાર સવારમાં જ ગઈ કાલવાળો જ ગ્રાહક જોઈને મનમાં રાજી રાજી થયો. ઝટ્ટ દઈને રૂપિયો લઈ લીધો, જોયો. જોતાં ખબર પડી. આ તો ખોટો રૂપિયો છે, અંદર તાંબુ અને ઉપર ચાંદી. રૂપિયો જોઈને શાહજીએ નારાજગી વ્યક્ત કરી. મનમાં વિચાર્યું, “સવારે, સવારે જ નકલી રૂપિયાનાં દર્શન થયાં !” આ બધું જોઈ રહેલો ગ્રાહક બોલ્યો, "શાહજી ! શું કામ નારાજ થાઓ છો ? પરમ દિવસે હું તાંબાના પૈસા લાવેલો ત્યારે તમે સિક્કાને નમન કરેલાં. ગઈ કાલે ચાંદીનો રૂપિયો આપ્યો ત્યારે પણ આપે ચાંદીના સિક્કાને નમસ્કાર કરેલા. આજે આ સિક્કામાં તાંબુ અને ચાંદી બને છે. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજu૪૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ તો તમારે બે વખત નમસ્કાર કરવા જોઈએ ને ?” ત્યારે શાહુકાર બોલ્યો, “અરે મૂર્ખ, પરમ દિવસે એકલું તાંબુ હતું, સમજ્યો ? કાલે એકલી ચાંદી હતી, ચાંદીનો સિક્કો. તે પણ ઠીક, સમજ્યા હવે. તે બંને અલગ-અલગ હતાં અને નકલી ન હતાં, પરંતુ આજે આ સિક્કામાં તાંબા ઉપર ચાંદીનો ઢોળ ચડેલો છે, તેથી તે ખોટો છે. ખોટો રૂપિયો કોઈના કામનો નહિ.” સામાજિક કતવ્યનું પોતાનું મૂલ્ય છે, આત્મ-ધર્મનું પોતાનું મૂલ્ય છે. બંને પોત-પોતાની ભૂમિકા પર કામ કરે, તો બંનેનું મૂલ્ય છે. સમાજ-ધર્મ અને આત્મ-ધર્મ બંનેનું મિશ્રણ થઈ જાય તો બંને પોતાનું મૂલ્ય ગુમાવે છે. મહાત્મા ગાંધીએ કહ્યું, મારા માટે ધર્મહીન રાજનીતિ નર્યો કચરો-કૂડો છે અને સદેવ ત્યાજ્ય છે. રાજનીતિનો સંબંધ રાષ્ટ્રો સાથે છે, અને જેનો સંબંધ રાષ્ટ્રોના કલ્યાણ સાથે હોય, તેમાં ધાર્મિક પ્રવૃત્તિના પુરુષોએ રુચિ લેવી જોઈએ. રાજનીતિ ઘર્મથી પ્રભાવિત થાવ આચાર્ય ભિક્ષનું ચિંતન હતું, સામાજિક કર્તવ્ય અને ધર્મનું મિશ્રણ ના થવું જોઈએ. જ્યારે મહાત્મા ગાંધી ધમહીન રાજનીતિને કૂડો-કચરો માનતા હતા. આ બંને વિચારો શું ભિન્ન દિશાગામી નથી ? ઘણા બધા ચિંતકો કહે છે, “સમાજ-વ્યવસ્થા અને રાજ્ય-વ્યવસ્થા ધર્મ દ્વારા સંચાલિત હોવી જોઈએ.” આમ થાય તો તે પવિત્ર રહી શકે. આ ચિંતનના સત્યાંશનો આપણે અસ્વીકાર નથી કરતા, પરંતુ તે પૂર્ણ સત્ય નથી. ધર્મ અને સમાજ-કર્તવ્યનું મિશ્રણ વાસ્તવમાં સમસ્યાનું સમાધાન નથી. સમસ્યાનું સમાધાન એ છે કે, સમાજ સમાજ-ધર્મ દ્વારા, રાષ્ટ્ર રાષ્ટ્રધર્મ દ્વારા શાસિત અથવા સંચાલિત હોય. તે ધર્મ દ્વારા સંચાલિત ન હોય, પરંતુ ધર્મ દ્વારા પ્રભાવિત હોય. મહાત્મા ગાંધીએ પણ પ્રભાવિત થવાની વાત સ્વીકારી છે, “હું નથી માનતો કે આધ્યાત્મિક નિયમ પોતાના સ્વતંત્ર ક્ષેત્રમાં કામ કરે છે. એનાથી ઊલટું તે કેવળ જીવનનાં સામાન્ય કાર્યો દ્વારા જ વ્યક્ત થાય છે.” આમ તે આર્થિક, સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રોને પ્રભાવિત કરે છે. રાષ્ટ્રીય કર્તવ્ય રાષ્ટ્રીય કર્તવ્યોની સૂચિ નીચે પ્રમાણે બને છે? (૧) ગરીબી દૂર કરવી (૨) રોજગારી આપવી લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૪૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ (૩) શિક્ષણની વ્યવસ્થા કરવી. (૪) દાક્તરી સારવારની વ્યવસ્થા કરવી. (૫) આર્થિક વિકાસ કરવો. (૬) પ્રાથમિક આવશ્યકતાઓ :- ઘર, વસ્ત્ર, ભોજન વગેરેની વ્યવસ્થા કરવી. (૭) ન્યાયની વ્યવસ્થા કરવી. રાષ્ટ્રધર્મનોવિકાસઃ રાષ્ટ્રીય કર્તવ્યોની પૂર્તિ રાષ્ટ્રધર્મનાં વિવિધ વિધિ-વિધાનો દ્વારા કરી શકાય છે. ધર્મનાં વિધિ-વિધાનો એની સંપૂતિ નથી કરી શકતાં. રાષ્ટ્રનો સવાંગી વિકાસ ન થઈ શકવાને કારણે, કૂવો ખોદાવવો પણ ધર્મ બની ગયો. દવાખાનાં ખોલાવવાં, ધર્મશાળાઓ બનાવવી એ પણ ધર્મ ગણાયો અને આ ધર્મના અધિકારી પણ એ લોકો બન્યા, જેમની પાસે પૈસો હતો. દરેક જરૂરી કર્તવ્યની પૂર્તિ માટે સ્વર્ગના પ્રલોભનને જોડી દેવાયું અને તેને ધર્મના આસન ઉપર બેસાડી દેવાયું. પરિણામે આવશ્યકતાઓની પૂર્તિ ધનવાનોની કૃપા ઉપર નિર્ધારિત બનવા માંડી, રાષ્ટ્રીય કર્તવ્યની ચેતના તેની સાથે ન જોડાઈ શકી. પ્રત્યેક સામાજિક કર્તવ્ય અને રાષ્ટ્રીય કર્તવ્યની સાથે નૈતિકતાની ચેતના જોડાય, તે અપેક્ષિત. છે, પરંતુ તે કર્તવ્યો ધર્મની સાથે- ધર્મના નામે અથવા ધર્મના પ્રલોભન દ્વારા સંચાલિત ન હોવા જોઈએ, જેથી સમાજ અને રાષ્ટ્રના ઉદ્દેશ તથા ધર્મના ઉદ્દેશની સ્વતંત્રતા જળવાઈ રહે, સુરક્ષિત રહી શકે. સર્વોત્તમ વિકલ્પ સમાજ-ધર્મ સમાજના પ્રત્યેક સભ્ય માટે સમાન છે. રાષ્ટ્ર-ધર્મ રાષ્ટ્રના દરેક નાગરિક માટે સમાન છે. ઉપાસનાનો માર્ગ સહુકોઈનો સમાન નથી હોતો. ભિન્ન-ભિન્ન ધર્મો અને તેમની ભિન્ન-ભિન્ન માન્યતાઓ. પછી સમાજ અને રાષ્ટ્ર કયા ધર્મ દ્વારા શાસિત બને (સંચાલિત બને) આ પ્રશ્ન જટિલ બની રહે છે. ઇતિહાસ સાક્ષી છે કે ધર્મ દ્વારા શાસિત રાજ્યોમાં પોતાનાથી વિરુદ્ધ ધર્મના સમ્પ્રદાયના લોકો ઉપર અમાનવીય અત્યાચારો થયેલા છે. ધાર્મિક ઉન્માદ અને સત્તાનો ઉન્માદ બંને એકસાથે જાગે તો તે અણુશસ્ત્રોથી પણ ભયંકર બની જાય છે. સમાજ અથવા રાષ્ટ્ર નૈતિકતા અને ચારિત્ર્યધર્મથી શાસિત હોય એ વિકલ્પ પણ સર્વથા નિર્દોષ નથી. નૈતિકતા અને ચારિત્ર્યધર્મ સ્વૈચ્છિક છે. તેમને કાયદાની જેમ અનિવાર્ય (ફરજિયાત) ન બનાવી શકાય અને જો લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજu૪૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ તેમને અનિવાર્ય બનાવીએ તો તે કાયદો બની જશે, ધર્મના રૂપમાં નહીં રહી શકે. તેથી સહુથી સારો વિકલ્પ એ છે કે સમાજ અને રાષ્ટ્રની વ્યવસ્થા નૈતિકતા અને ચારિત્ર્યધર્મથી પ્રભાવિત હોય, એમાં આવનારી વિકૃતિઓ અને ઉશ્રુંખલતાઓ પર અંકુશ રહે. તે માનવને માટે દમનકારી અને શોષણ કારી ન બને. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ n૫૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ રાજનીતિનો ધર્મ આચાર્ય ભિક્ષુએ બસો વર્ષ પહેલાં કહેલું, “ધર્મ, સમાજ અને રાજ્યની નીતિનું મિશ્રણ ન થવું જોઈએ.” એ વખતે કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે ધર્મ અને રાજનીતિને અલગ કરવા માટે સરકારે સંસદમાં વિધેયક પસાર કરવું પડશે. સરકારે ધર્મની બાબતમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ, તે નિર્વિવાદ સત્ય વાત છે. ધર્મે રાજ્યની બાબતમાં હસ્તક્ષેપ ન કરાય, એ સત્યને પણ આપણે સ્વીકારવું જ રહ્યું. જ્યારથી ધર્મ ગૌણ બન્યો અને સમ્પ્રદાય મુખ્ય ગણાયો ત્યારથી ધર્મ રાજ્ય માટે સળગતી સમસ્યા બની ૨હ્યો છે. જો ધર્મનું પ્રાધાન્ય જળવાય અને સમ્પ્રદાય ગૌણ બાબત બની રહે, તો સંસદના ચોકમાં ધર્મ અને રાજનીતિને અલગ કરનારું વિધેયક ન આવત. શું ધર્મ જરૂરી નથી ? આજથી પિસ્તાળીસ વર્ષ પહેલાં, રાષ્ટ્રની આઝાદીના સમયે ગણાધિપતિ તુલસીએ એક કાવ્યની રચના કરેલી, જેની એક પંક્તિ નીચે મુજબ છે ઃ “રાજનીતિ સે પૃથક્ સદા હૈ, દ્વેષ રાગ સે ધર્મ જુદા હૈ.” જિજ્ઞાસાનો એક સ્વર જાગ્યો, શું રાજનીતિ માટે ધર્મ જરૂરી નથી ? આ પ્રશ્નનો વિભજ્યવાદી શૈલીમાં જવાબ આપવામાં આવ્યો. રાજનીતિ માટે ધર્મ જરૂરી છે પણ, અને નથી પણ. જો રાજનીતિમાં ધર્મ હોય તો તે રાજનીતિમાંથી રાગ અને દ્વેષ જેવી વિકૃતિઓ દૂર કરવા માટે છે, અને જો રાજનીતિમાં સમ્પ્રદાય હોય, તો રાજનીતિ માટે તે જરૂરી નથી જ. સાંપ્રદાયિક દૃષ્ટિકોણે કેટકેટલાં યુદ્ધ કરાવ્યાં અને કેટલો નરસંહાર થયો એનો સાક્ષી છે દોઢથી બે હજાર વર્ષ પૂર્વેનો ઇતિહાસ. ધર્મનાં બે રૂપ બુદ્ધિશાળીઓનો ધર્મ માટેનો એક આરોપ છે ઃ ધર્મે મનુષ્યજાતિને લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ જ્ઞ ૫૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ વિભક્ત કરી છે, યુદ્ધભૂમિમાં ઉતારી છે અને ધરતીને રક્તરંજિત કરી છે. આ આરોપની યથાર્થતાને નકારી ન શકાય, તેમ તેને સંપૂર્ણ સત્ય પણ ન કહી શકાય. ધર્મનાં બે સ્વરૂપ છે ઃ (૧) આધ્યાત્મિક અથવા ચરિત્ર ધર્મ (૨) સંસ્થાગત ધર્મ. આધ્યાત્મિક ધમ ઉક્ત આરોપથી સર્વથા મુક્ત છે. એણે વિશ્વ-મૈત્રીનો શંખનાદ કર્યો અને “વસુધૈવ કુટુમ્બકમ્"ના નાદને વિશ્વવ્યાપી બનાવ્યો છે. સંસ્થાગત ધર્મ અથવા સંગઠનાત્મક ધર્મોએ સંઘર્ષો અને યુદ્ધોને વારંવાર આમંત્ર્યાં છે. તે ધર્મ રાજ્યસત્તા ઉપર પોતાનો અધિકાર જમાવતો રહ્યો છે. તેણે રાજ્યસત્તાને આત્મસાત કરેલ છે, તેથી ન ધર્મ વિશુદ્ધ રહ્યો, ન રાજનીતિ સ્વચ્છ રહી શકી. ધર્મનો વિચાર કરતી વખતે આ બંને સ્વરૂપોને નજર સમક્ષ રાખવાં જરૂરી છે. એ સિવાય આપણે ન ધર્મ સાથે ન્યાય કરી શકીએ. ન રાજનીતિ સાથે. કર્ણધાર નહીં રાષ્ટ્રના સંચાલન માટે રાજનીતિનું ખૂબ વિશેષ મૂલ્ય છે. તે જ રીતે પવિત્ર રાષ્ટ્રીય વાતાવરણ માટે ધર્મ બહુ મૂલ્યવાન છે સંસ્થાગત ધર્મે તો આ બંનેની ઉપેક્ષા જ કરી છે. રાજ્યની સત્તા એક ધર્મગુરુના હાથમાં હોય, તો અહિંસાના સ્થાને હિંસા આસન જમાવે છે અને, સત્યના સિંહાસન પર અસત્ય પકડ જમાવે છે. આધ્યાત્મિક સંત રાજ્ય માટે પથ-દર્શક જરૂર બની શકે, પણ તેઓએ રાજ્યની વ્યવસ્થા માટે કર્ણધાર, આધાર, સૂત્રધાર ન બનવું જોઈએ ગાંધીજીએ કહ્યું, “જે મનુષ્ય એમ કહે કે, “ધર્મનો રાજનીતિ સાથે કોઈ સમ્બન્ધ નથી, તે ધર્મને નથી જાણતો, એવું કહેવામાં મને સંકોચ નહીં થાય અને આવું કહેવામાં અવિનય પણ નથી કરતો.” ગાંધીજીના આ સિદ્ધાંત ઉપર આપેક્ષ દષ્ટિએ વિચારવું આવશ્યક છે. ધર્મનો રાજનીતિ સાથે સંબંધ જરૂર છે, પરંતુ તે એક નથી જ. રાજનીતિ રાષ્ટ્રની વ્યવસ્થા માટે છે. ધર્મનો નૈતિક પક્ષ વ્યવસ્થાના વિશુદ્ધીકરણ માટે છે. રાજનીતિએ ધર્મના નૈતિક પક્ષ અથવા ચરિત્રથી પ્રભાવિત થવું જોઈએ. આ ધર્મ અને રાજનીતિના સમ્બન્ધનું અતકણીય પાસું છે. જ્યારે રાજનીતિએ ધર્મના ઉપાસના પક્ષ અથવા સામ્પ્રદાયિક પક્ષથી અલગ રહેવું જોઈએ, તે કોઈ સામ્પ્રદાયિકતા દ્વારા સંચાલિત ન હોવી જોઈએ. આ રાજનીતિ અને ધર્મના સંબંધને નકારનારી બાબત છે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ D પર Page #54 -------------------------------------------------------------------------- ________________ ધર્મનો રાજનીતિ સાથે સંબંધ છે પણ ખરો અને નથી પણ, આ અનેકાંત દષ્ટિ જ રાજનીતિ અને ધર્મના સંબંધની સમસ્યાનું સમાધાન હોઈ શકે છે. રાજનીતિ અને ધર્મ બંનેને બે અલગ દિશાઓમાં લઈ જનારા પણ ન્યાય નથી કરતા, તે જ રીતે ધર્મ અને રાજનીતિને એક જ સિંહાસન પર બેસાડ- નારા પણ ન્યાય નથી કરતા. ન્યાયનો કર્ણધાર તે જ માણસ બની શકે છે, જે બંનેના સંબંધ અને વિચ્છેદની હદ (સીમા) જાણતો હોય. રાજનીતિ માટે કોઈ જ ધર્મ નિર્ધારિત નથી, એટલા માટે આ રાજનીતિનો ધર્મ છે,' એવો અંગુલીનિર્દેશ ક્યારેય ન કરી શકાય. મહાત્મા ગાંધીએ કહ્યું, “અહિંસા અને સત્ય રાજનીતિનો આધાર હોવાં જોઈએ.” તેઓએ લખ્યું છે, “આપણે સત્ય અને અહિંસાને કેવળ વ્યક્તિગત આચરણનો વિષય ન બનાવતાં, સમૂહો, સમાજ અને રાષ્ટ્રોના વ્યવહારની વસ્તુ પણ બનાવવી પડશે. છેવટે મારું સ્વપ્ન તો આ જ છે...' અહિંસા આત્માનો ગુણ છે અને તે જીવનની દરેક બાબતમાં દરેક માનવીએ પાળવા જેવો છે. ગાંધીજીએ રાજનીતિમાં અસહકાર, સવિનય ભંગ વગેરે અનેક પ્રયોગ કર્યો, પરંતુ વર્તમાનની માંગ છે કે, રાજનીતિ અને ધર્મની એક આચાર-સંહિતા નિર્મિત થયેલી હોવી જોઈએ. આ અપેક્ષાપૂર્તિ અણુવ્રતની આચારસંહિતા દ્વારા થઈ છે. અણુવ્રત ધર્મ છે, પરંતુ કોઈ સંપ્રદાય સાથે તે જોડાયેલ નથી. તે બિન-સામ્પ્રદાયિક ધર્મ છે. તેથી તેની આચારસંહિતા રાજનીતિના ધર્મ તરીકે સ્વીકૃત બની શકે છે. એક દષ્ટિએ જોઈએ તો આ નૈતિકતાની આચાર-સંહિતા છે, બીજા દૃષ્ટિકોણથી વિચારતાં તેરાજનીતિના ધર્મની આચાર-સંહિતા છે. અણુવ્રતની આચારસંહિતા (૧) હું કોઈપણ નિરપરાધ પ્રાણીનો સંકલ્પપૂર્વક વધ નહીં કરું. (૨) હું આક્રમણ નહીં કરું. (૦) હું કોઈ પણ આક્રમકનીતિનું સમર્થન નહીં કરું. (0) વિશ્વ-શાંતિ તથા નિઃશસ્ત્રીકરણ માટે પ્રયત્ન કરીશ. (૩) હું હિંસાત્મક તથા તોડ-ફોડની પ્રવૃત્તિઓમાં ભાગ નહિ લઉં. (૪) માનવીય- એકતામાં વિશ્વાસ કરીશ. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૫૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ (0) જાતિ, રંગ વગેરેના આધારે હું કોઈને ઊંચ-નીચ નહીં માનું. C) અસ્પૃશ્ય નહીં માનું. (૫) હું ધાર્મિક સહિષ્ણુતા રાખીશ. (૦) સામ્પ્રદાયિક ઉત્તેજના નહિ ફેલાવું. (૬) હું વ્યવસાય અને વ્યવહારમાં પ્રામાણિક રહીશ. (૦) પોતાના લાભ માટે બીજાને હાનિ નહીં પહોંચાડું. (O) છેતરપીંડીપૂર્વકનો વ્યવહાર નહિ કરું. (૦) હું ઈન્દ્રિય-સંયમની સાધના કરીશ. (૭) હું સંગ્રહ અથવા વ્યક્તિગત સ્વામિત્વની સીમાનો પણ નિયમ રાખીશ. (૮) હું ચૂંટણી સમ્બન્ધી કોઈપણ અનૈતિક આચરણ નહીં કરું. (૦) પ્રલોભન અને ભય આપીને મત નહિ મેળવું. (૦) પ્રતિપક્ષી-હરીફ ઉમેદવારનું ચારિત્ર્યહનન નહીં કરું. (૦) હું મત-દાન કે મત-ગણતરી વખતે ખોટી રીત-રસમો નહિ અપનાવું. (૯) સામાજિક રૂઢિઓ- રીતરિવાજોને પ્રસરવા નહીં દઉં. (૧૦) હું વ્યસન-મુક્ત જીવન જીવીશ. - (૦) માદક પદાર્થો તથા નશીલા પદાર્થો- દારૂ, ચરસ, ગાંજો, હેરોઈન, ભાંગ, તમાકુ વગેરેનું સેવન નહીં કરું. (૧૧) હું પર્યાવરણની સમસ્યા માટે જાગૃત રહીશ. (૦) હય-ભય વૃક્ષો નહિ કાપું. O) પાણીનો બગાડ નહિ કરું. કોઈ એક સમ્પ્રદાયની અવધારણાથી રાષ્ટ્રને ચલાવવું જેટલું ખતરનાક છે, એટલું જ ખતરનાક છે ધર્મવિહીન રાજનીતિથી રાષ્ટ્રનું સંચાલન કરવું. તેથી રાજનીતિના ધર્મ પર અવશ્ય ચિંતન થવું જોઈએ. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૫૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-નિરપેક્ષ રાજ્યનો ધર્મ ધર્મ-નિરપેક્ષ રાજ્યની કલ્પના આપણે એ વાત પર ધ્યાન આપીએ. કે. ધર્મનિરપેક્ષ રાજ્યની કલ્પના શી છે ? અણુવ્રતનો ધર્મ-નિરપેક્ષ રાજ્ય સાથે ગાઢ આત્મ-સંબંધ છે. ધર્મ-નિરપેક્ષ રાજ્યના બે મૂળ સિદ્ધાંત છે. પહેલો છે, ધર્મ આંતરિક વિશ્વાસની બાબત છે. તે બાહ્ય શક્તિ અથવા દંડશક્તિનો વિષય નથી. તે દરેક વ્યક્તિની આંતરિક ચેતનાનો વિષય છે, વિશ્વાસ છે. બીજો સિદ્ધાંત છે, ધર્મ અને રાજનીતિના પાર્થક્યમાં વિશ્વાસ. આ બે સિદ્ધાંતો કેમ વિકસ્યા, તેની પણ આપણે વિચારણા કરીએ. ઇતિહાસનો સંદર્ભ લઈએ. એક સમયે, રાજાનો જે ધર્મ હોય તે જ બધાએ પાળવાનો રહેતો, રાજધર્મ ચાલતો હતો. જ્યાં રાજ્યધર્મની સ્વીકૃતિ હોય, ત્યાં ધાર્મિક સ્વાતંત્ર્ય ઉપર કુઠારાઘાત-દમન અવશ્ય સંભવિત છે. તે વખતે કોઈપણ વ્યક્તિ સ્વતંત્ર ધર્મનું પાલન નથી કરી શકતી. ઇતિહાસમાં એક નોંધ છે- એક રાજાએ ઘોષણા કરી દીધી કે મારા રાજ્યમાં મારા ધર્મ સિવાયના બીજા ધર્મના કોઈ માણસો રહી શકશે નહિ. આ જોહુકમીપૂર્વક ધર્મપરિવર્તનની વાત હતી, અથવા રાજ્યની સાથે ધર્મને જોડવાની વાત હતી- પ્રવૃત્તિ હતી. એમાં રાજનીતિ અને ધર્મ બે નહોતાં રહ્યાં. એક થઈ ગયાં હતાં. ધર્મ વ્યક્તિની સ્વતંત્રતાનો વિષય નહોતો રહ્યો, તે રાયને આધીન બની ગયો હતો. બહુ લાંબા ગાળા સુધી આ સ્થિતિ ચાલી. ધર્મના નામે ન જાણે કેટકેટલા અનર્થ થયા, હજારો-લાખો માણસોની, ધર્મના નામે કતલ કરી નાખી. આ ચક્ર ચાલતું રહ્યું, તેનું ઔચિત્ય સમજણની બહાર છે. વ્યક્તિગત સ્વતંત્રતાનો પ્રશ્ન વસ્તુતઃ ધર્મ રાજ્યથી ઉપરની વસ્તુ છે. તે વ્યક્તિગત સ્વતંત્રતા સાથે જોડી દેવામાં આવે ત્યારે અંધેર સિવાય બીજું શું સંભવી શકે ? લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ I ૫૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ જ્યાં ધર્મ અને રાજનીતિ બંને એક થઈ જાય છે, ત્યાં ઉજ્વળ દિવસો આવતા નથી. ધર્મનિરપેક્ષ રાજ્યને જ ઉજ્જવળ પ્રકાશ મળે છે. આ અત્યંત મહત્ત્વપૂર્ણ વાત છે- સૂત્ર છે- કે ધર્મ અને રાજનીતિના પાર્થક્યમાં વિશ્વાસ હોય. આપણે એ વાતનો સ્વીકાર કરીએ કે ધર્મ અને રાજનીતિનું ગઠબંધન ન થવું જોઈએ. જ્યાં પણ ધર્મ સાથે રાજનીતિ જોડાય છે, ત્યાં માનવીય સ્વતંત્રતાનું પતન થયા વગર નથી રહેતું. ત્યાં ધાર્મિક પરતંત્રતાનો ત્રાસ ભોગવવો પડે છે, ધર્મ-પરિવર્તનનું કુચક્ર ચાલે જ અને ધર્મને નામે હિંસાનો દોર પણ ચાલે જ. આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે સ્વતંત્રતાની વાત કરીએ છીએ. આજનું સમાજ-વિજ્ઞાન દરેક વ્યક્તિની સ્વતંત્રતાને સ્વીકારે છે. લોકતંત્ર સ્વતંત્રતાનું પક્ષપાતી બનેલું છે. આ સ્થિતિમાં ધર્મ અને રાજનીતિ બંનેને એક કરવાની વાત સમજમાં નથી આવતી. “ધર્મનિરપેક્ષ રાજ્ય’ શબ્દ ભ્રામક જરૂર છે, પરંતુ તેના જે સિદ્ધાંત છે, તે બહુ જ ઉપયોગી છે. મૂળ હાર્દ ધર્મનિરપેક્ષ રાજ્યનું મૂળ હાર્દ એ છે કે રાજ્ય, ધર્મની બાબતે કોઈ જ હસ્તક્ષેપ નહીં કરે. તે કોઈપણ ધર્મને માન્યતા નહિ આપે. તમામ ધર્મોને સમાન ગણાશે. દરેક ધર્મ સાથે સમાન વ્યવહાર કરશે, કોઈ ધર્મની સાથે ભેદભાવ નહિ રાખે. તે રાજ્યના સંચાલનમાં સામાજિક વિકાસનો ખ્યાલ રાખશે. ભૌતિક-સંસાધનોનો વિકાસ કઈ રીતે થઈ શકે ? પ્રજાની પીડા કઈ રીતે દૂર થઈ શકે વગેરે વિષયો માટે ત્યાં સુધી ચિંતિત રહેશે, જ્યાં સુધી કોઈ ધર્મ, સમાજવિકાસમાં અવરોધ પેદા ન કરે. દરેક વ્યક્તિને ધર્મની પૂરેપૂરી સ્વતંત્રતા છે. કોઈપણ વ્યક્તિ ક્યાંય પણ ગમે તેની ઉપાસના કરે, સરકાર તરફથી એ બાબતે કોઈ જ પ્રતિબંધ નહીં હોય, આ છે ધર્મનિરપેક્ષ રાજ્યની પરિકલ્પના. શો છે રાજ્યનો ધર્મ? પ્રશ્ન ઉપસ્થિત થયો, રાજ્યનો કોઈ ધર્મ નથી. આ સ્થિતિમાં શું ધર્મ વિના રાજ્ય વ્યવસ્થિત ચાલશે ? શું રાજ્યનો કોઈ ધર્મ જ ન હોવો જોઈએ ? આ એક સમસ્યા પણ છે. રાજ્યના જે મૂળભૂત સિદ્ધાંતો છે, તેમાં શક્તિ અને ધર્મની જરૂરિયાતને સ્વીકારેલ છે. ધર્મ વિના રાજ્યનું સંચાલન બરાબર નથી થઈ શકતું. જ્યાં ધર્મ નથી ત્યાં લૂંટફાટ ચાલવાની, મત્સ્ય-ન્યાય થવાનો, બળવાન કમજોરને પજવશે. ધર્મનિરપેક્ષ રાજ્યનો અર્થ એ નથી કે તેમાં ધર્મ નહિ ચાલે અથવા ધર્મને માન્યતા નહિ આપે. એનો અર્થ એ છે કે તે ધર્મને માન્યતા આપશે, પરંતુ તે માન્યતા નૈતિક લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ પર Page #58 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતોને આધારે મળશે. તે માન્યતા અથવા કિંમત માનશે નૈતિકતાની, માનવતાની, ચારિત્ર્યની. વિશેષણવાળો કોઈપણ ધર્મ ત્યાં નહિ ચાલે. એનું તાત્પર્ય એ છે કે વૈદિક, જૈન, બૌદ્ધ, ઈસાઈ, ઈસ્લામ વગેરે ધર્મ રાજ્યોના ધર્મ ન હોય, ન હોઈ શકે. રાજ્યનો ધર્મ હોય ? અણુવ્રત, જે નૈતિકતા અને ચારિત્ર્યનો ધર્મ છે. પ્રત્યેક રાષ્ટ્ર માટે જરૂરી છે કે તેના વિકાસ માટે જરૂરી એવાં સચ્ચાઈ, ઈમાનદારી શ્રમનિષ્ઠા, નૈતિકતા, અહિંસા વગેરે ગુણોનો વિકાસ કરે, સંવર્ધન કરે. ચરિત્ર-વિકાસ માટે જે રાષ્ટ્ર ભૌતિક સંસાધનોનો વિકાસ કરે છે, પણ માનવીય સંસાધનોનો વિકાસ નથી કરતું તે પતનની ઊંડી ગતમાં ધકેલાઈ જાય છે, એનું ઉત્થાન, એનો વિકાસ સંભવ નથી બનતો. ઇતિહાસ સાક્ષી છેસમ્રાટ અશોકે ચરિત્ર-વિકાસ માટે એક સ્વતંત્ર મંત્રાલય બનાવ્યું હતું. આચાર્ય તુલસીએ વડાપ્રધાન શ્રી નહેરુજીને સલાહ આપેલી અને ઉપાય બતાવેલ કે, “તમારાં અનેક મંત્રાલયો કામ કરી રહ્યાં છે, શું રાષ્ટ્રના ચરિત્રનિર્માણ માટે કોઈ મંત્રાલય ન હોઈ શકે ?” પ્રધાનમંત્રી શ્રી નહેરુને આ વાત ગમી પણ હતી, પરંતુ તેને તેઓ અમલમાં નહીં મૂકી શકેલા. નગારાંઓના અવાજમાં પીપૂડીને કોણ સાંભળે ? ભૌતિક સંસાધનોના વિકાસની આંધળી દોડમાં ચરિત્રવિકાસની વાત સાંભળવા કોઈ તૈયાર નથી, પરંતુ આ વાત જ ખૂબ જરૂરી છે. જેમ સરકારને પ્રાથમિક જરૂરિયાતો- આહાર, કપડાં, મકાન, ચિકિત્સા, શિક્ષણની ચિંતા રહે છે, તેમ તેને એ વાતની પણ ચિંતા રહેવી જોઈએ કે રાષ્ટ્રના નાગરિકનું ચારિત્ર્ય કેવું હોય ? ચારિત્રિક મૂલ્યોનો વિકાસ કેવી રીતે ઝડપી થાય ? જો સરકાર આ બાબતે કદાચ ચિંતિત ન હોય, તો માનવું રહ્યું. કે પોતાની જવાબદારીનું સરકારને બરાબર ભાન નથી. ધર્મનિરપેક્ષ રાજ્યની જવાબદારી ધર્મ-નિરપેક્ષ રાજ્યની એક જવાબદારી છે, ધર્મની ચિંતા કરવી. માનવીય ગુણોના વિકાસનો જે ધર્મ છે, એની ચિંતા કરવી. જે ધર્મનો પક્ષ કેવળ નૈતિક અને ચારિત્યિક છે, તે ધર્મ, ધર્મ નિરપેક્ષ રાજ્યને માન્ય હોઈ શકે, એમાં મને કોઈ મુશ્કેલી જણાતી નથી. આજે અણુવ્રત આંદોલનને જે રાષ્ટ્રીય કક્ષાએ મહત્ત્વ મળ્યું છે, રાષ્ટ્રીય સ્તર પર જે સ્વીકૃતિ મળી છે, એનું કારણ એ જ છે કે તે કોઈ સંપ્રદાય વિશેષનો નહીં, પરંતુ તે ચરિત્ર અને નૈતિકતાના વિકાસનો એક ઉપક્રમ છે. વસ્તુતઃ ધાર્મિક જગતને એ વાતનું ગૌરવ હોવું જોઈએ કે એક સંપ્રદાય વિશેષના આચાર્ય હોવા લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૫૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉપરાંત આચાર્ય તુલસીએ પોતાના સંપ્રદાયની હદ અને આધ્યાત્મિક ઓળખ ઉપર અતિક્રમણ કર્યા વગર જ એવા ધર્મનું પ્રવર્તન કર્યું છે, જે ધર્મનિરપેક્ષ રાજ્યનો ધર્મ બની શકે છે. તે ધર્મ છે અણુવ્રત. ઘર્મનું નવું સ્વરૂપ જૈન દર્શનનો સિદ્ધાંત છે જે કાલે હતું તે આજે છે અને ભવિષ્યમાં તે જ રહેવાનું છે. વિજ્ઞાનનો સિદ્ધાંત પણ એ જ છે, જેટલાં એલીમેન્ટસ્ છેમૂળ તત્ત્વો છે, એટલાં જ રહેવાના છે. નવું એલીમેન્ટ બનતું નથી, કેવળ રૂપાંતરણ થાય છે. વ્યક્તિ એને નવું સ્વરૂપ જ આપે છે. નવું સ્વરૂપ આપવું જ કૌશલ છે, વિજ્ઞાન છે, પ્રગતિનું ચિહ્ન છે. અણુવ્રતના રૂપે જે ધર્મનું પ્રવર્તન થયું છે, તે ધર્મનું નવું સ્વરૂપ છે. એક એવી ધર્મક્રાતિ છે, જેને કોઈ પણ સંપ્રદાય અપનાવી શકે છે. તમામ સમ્પ્રદાયના લોકોને તેમાં પોતાનો ધર્મ દેખાયો છે. દર્શન અને આચાર પ્રાચીન કાળથી કહેવામાં આવે છે કે, ધર્મનાં મૂળ તત્ત્વો એક જ છે, પરંતુ તે કથન આચાર-સાપેક્ષ છે. ધર્મના બે પક્ષ છે ? દર્શન પક્ષ અને આચાર પક્ષ. અહિંસાનું તત્ત્વ તેમાં સમાન જોવા મળવાનું, કેમ કે તે આચાર પક્ષ છે, પરંતુ તેની પાછળ જે દર્શન છે, તે એક નથી હોતું. આચાર મળી જશે પણ વિચાર નહીં મળે. વિચારનો સંબંધ દર્શન પક્ષ સાથે છે. એક દર્શન અનેકાંતવાદ અને પરિણામી- નિત્યવાદનો સ્વીકાર કરે છે, બીજું દર્શન ક્ષણિકવાદનો સ્વીકાર કરે છે અને ત્રીજું દર્શન કૂટથ નિત્યવાદનો સ્વીકાર કરે છે. દર્શનની ભિન્નતા હોવા છતાં જ્યાં આચારનો પ્રશ્ન છે, ત્યાં દરેક દર્શન કહે છે, કે કોઈને સતાવો નહિ, મારો નહિ. અણુવ્રતની પાછળ કોઈ દર્શનને નથી જોડ્યું. તેની પાછળ ન નિત્ય-અનિત્યવાદને જોડેલ છે, ન ક્ષણિકવાદ, ન કૂટસ્થનિત્યવાદને જોડેલ છે, ન બ્રહ્મવાદ ન પ્રકૃતિવાદને જોડેલ છે, ન ઈશ્વરવાદ, ન નિવણિવાદને જોડેલ છે. આચારનાં જે મૂળબિન્દુ છે, જે માનવને માનવ બનાવે છે, માનવતાની ભૂમિકાને અક્ષણ બનાવે છે, માનવ-ચરિત્રને ઉન્નત બનાવે છે, તે સંકલ્પોની વ્યવસ્થા અથવા આચારસંહિતા અણુવ્રત છે, તેથી તે વ્યાપક અને સાર્વભૌમ ધર્મ છે. આચારશુદ્ધિનોપ્રકલ્પ ભગવાન મહાવીરે કહ્યું, “એવી વ્યક્તિ કે જેણે કયારેય ધર્મને સાંભળ્યો નથી, તે પણ ધર્મની અધિકારી બની શકે છે. જૈન દર્શનમાં લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૫૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ ‘અસોચ્ચા કેવલી’નું નિદર્શન મળે છે. જે વ્યક્તિએ ક્યારેય ધર્મને સાંભળ્યો નથી, તે પોતાની આંતરિક વિશુદ્ધ પ્રખરતાથી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. અણુવ્રત એવો ધર્મ છે, જે આંતરિક વિશુદ્ધિ અને આચાર-શુદ્ધિનો પ્રકલ્પ છે. જો આનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે, તો એક નવી ક્રાંતિ થઈ શકે છે. ધર્મનિરપેક્ષ રાજ્યનું સ્વપ્ન અને તેની અવધારણા અણુવ્રત જેવા સાર્વભૌમ ધર્મ માટે એક ફળદ્રૂપ ભૂમિ છે, આ સત્યની સ્વીકૃતિ ધર્મ-નિરપેક્ષ રાજ્યના સંદર્ભમાં પેદા થનારી સમસ્યાઓનું સમાધાન બની શકે છે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ` ૫૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રની અપેક્ષા ભારતીય રાજનીતિમાં મહામાત્ય ચાણક્યનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેમણે સમગ્ર રાજ્યનું સંચાલન કર્યું. પણ જીવન જીવ્યા એક સંન્યાસીનું. “મુદ્રારાક્ષસ' ગ્રંથમાં એમનું જે વર્ણન છે, તે હૃદયવેધી અને માર્મિક છે. उपलशकलमेतद् भेदकं गोमयानां, वटुभिरूपहृतानां बर्हिषां स्तोम एष । शरणमपि समिद्भिः शुष्यमाणाभिराभिरूपनतपटलानां दृश्यते जीर्णकुंड्यम् ॥ ત્યારે અને અત્યારે ચાણક્ય એક ઝૂંપડીમાં રહેતા હતા. ત્યાં કેટલાંક ઉપકરણો પડ્યાં હતાં. થોડાક પથ્થર પડ્યા હતા. થોડી ખાવાની સામગ્રી પડી હતી. આટલી સામાન્ય ઝૂંપડી, આટલાં સામાન્ય સાધનો, આ બધું જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે કે, આ ઝૂંપડીમાં રહેનારો માણસ કોઈ રાજ્યનો સર્વેસર્વા હશે, રાજ્યનો સંચાલક હશે. એક દિવસ તેમની ઝૂંપડીમાં કોઈ વિદેશી આવ્યા. તે સમયે ઝૂંપડીમાં દીવો બળતો હતો. ચાણક્ય પેલો દીવો ઓલવીને બીજો દીવો કર્યો. આશ્ચર્ય પામેલા વિદેશીએ પૂછ્યું, “મહામાત્યજી, આપે આ શું કર્યું ? જ્યારે દીવો જ બળતો હતો, તો પહેલો બુઝાવીને બીજો શા માટે પેટાવ્યો ?” ચાણકયે કહ્યું, “મહાશય, અત્યાર સુધી હું મારું કામ કરતો હતો, તેથી મારા ઘરનો દીવો બળતો હતો. હવે મારું સરકારી કામકાજ શરૂ થયું, એટલે સરકારી દીવો બળી રહ્યો છે !” વિદેશી આ સાંભળીને અવાક બની ગયો, આશ્ચર્ય પામ્યો. આજે કેવી સ્થિતિ છે ? ફક્ત સરકારી અધિકારીઓ દ્વારા થતા ટેલિફોન્સનું બિલ જુઓ ને ! લાખો-લાખો રૂપિયાનાં બિલો હોય છે. તેમનું પૂરતું ચૂકવણું પણ નથી થઈ શકતું. ઘણી વખત પ્રશ્ન ઉદ્ભવે છે, આટલું મોટું બજેટ શા માટે ? આટલો બધો વ્યર્થ ખર્ચ કેમ ? આજે સરકારી લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૬૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ કર્મચારીઓ પોતાના અંગત ઉપયોગ માટે, અંગત કામકાજો માટે સરકારી સાધનોનો ઉપયોગ કરે છે ! આ દુરુપયોગ એક સમસ્યા બની ગયો છે. એક તે પ્રણાલિકા હતી અને એક આજની સ્થિતિ છે, ત્યારની અને અત્યારની પરિસ્થિતિમાં કેટલો મોટો તફાવત છે ? દિલ બદલાઈ ગયું રાજ્યમાં ભયંકર દુષ્કાળ હતો. ઠંડીની ઋતુ આવી. ચાણક્યની ઝૂંપડી બહાર નવા કાંબળાનો ઢગલો હતો. ગરીબોને વહેંચવા માટે કાંબળા આવ્યા હતા. એક ચોર ત્યાં ચોરી કરવા પહોંચી ગયો. નવા કાંબળા જોઈને તે લલચાઈ ગયો. તેણે એક ક્ષણ માટે ઝૂંપડીમાં નજર કરી. તેણે જોયું, મહામાત્ય ચાણકય પોતે જૂની-પુરાણી કાંબળ ઓઢીને બેઠા છે. ચોરે વિચાર્યું. “બહાર આટલા નવા અને ભવ્ય કાંબળા પડેલા છે, તેમ છતાં મહામાત્યે પોતે ફાટેલા-તૂટેલો કાંબળો ઓઢેલો છે ?” તેનું દિલ બદલાઈ ગયું. તેણે ચોરી કરવાનું માંડી વાળ્યું અને કાંબળ ચોર્યા વગર પાછો વળી ગયો. - આ એવું વર્ણન છે, જે વિચાર કરતા કરી મૂકે અને વિશ્વાસ ઓછો પડે, માણસ વિચારે છે. “શું આવું થઈ શકે ? શું આ સંભવ છે ?" રાજસ્થાનના ભૈરોસિંહ શેખાવત્ કહે છે, મેં પ્રથમ ચૂંટણી સત્તાવન રૂપિયામાં લડી હતી. શું આટલા પૈસામાં ચૂંટણી લડી શકાય ? જો આ વાત આજની ચૂંટણી માટે શ્રી શેખાવત્ કહે, તો કદાચ કોઈને વિશ્વાસ ન પડે. વસ્તુતઃ કેટલીક બાબતો ખૂબ જ અવિશ્વસનીય હોય છે, જેની ઉપર ભરોસો ન પડે. શું આવું બની શકે ખરું? પ્રશ્ન આ સંશયની ચુંગાલમાંથી મુક્ત ના બની શકે. - ભ્રષ્ટાચારનું મૂળ મહામાત્ય કૌટિલ્ય કહ્યું, “મને પ્રધાનિિત ૌટિ: ” કામ, અર્થ, ધર્મ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોનું વર્ણન કરતાં કોટિલ્ય લખ્યું છે : “કેટલાક લોકો ધર્મને પ્રધાન માને છે, કેટલાક કામને પ્રાધાન્ય આપે છે. અર્થ જ પ્રધાન છે - આ મારો મત છે. આજે ખરેખર સમગ્ર સમાજનું વાતાવરણ નાણાં- અર્થથી પ્રભાવિત છે. રાજનીતિ પણ સમાજનું અંગ છે, તેનાથી અલગ નથી. સૌકોઈ અર્થના ચક્રવ્યુહમાં ફસાયેલા છે. અર્થની પ્રધાનતા છે, પરંતુ આ મૂળ સમસ્યા નથી. જે મૂળ સમસ્યા છે, એ બાજુ આપણું ધ્યાન પણ ઓછું જાય છે. આજે ભ્રષ્ટાચારની સમસ્યાથી આખો દેશ આંદોલિત છે. રાજનીતિ, ઉદ્યોગ, વ્યવસાય- ચારે બાજુ ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. પરંતુ મને લાગે છે કે આ સમસ્યા પણ મુખ્ય સમસ્યા લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૬૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ નથી. મૂળ સમસ્યા છે ઃ સુવિધાવાદી દૃષ્ટિકોણ, અનેક વિદેશી આક્રમણો થયાં, આપણી સંસ્કૃતિનો નાશ કરવાના પ્રયત્નો પણ થયા, તેમ છતાં કોઈ રીતે તેઓ ભારતીય સંસ્કૃતિને કોઈ જ આઘાત નથી આપી શક્યા, પરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં મોટીમોટી કંપનીઓ, બહુ ઉદ્દેશીય, બહુ રાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ઉપલબ્ધ અધિકતમ સુવિધાપૂર્ણ સાધનો દ્વારા ચેતનાને જે રીતે સુષુપ્ત કરી દીધી છે, કદાચ આ અગાઉ કોઈ આટલી સુષુપ્તતા નહિ લાવી શક્યું હોય. સુવિધાવાદી દૃષ્ટિકોણ એટલી હદે ફેલાઈ ગયો છે, જેની કોઈ સીમા નથી. કોઈપણ વ્યક્તિ મંત્રી બનશે તો શું કરશે ? સમાજની દરેક વ્યક્તિ જ જ્યારે સારામાં સારી સુવિધાઓ ભોગવી રહેલ હોય, તો મંત્રી એમાંથી કેવી રીતે બચી શકે ? આ સુવિધાઓ જ ભષ્ટ્રાચારની સમસ્યાનું મૂળ છે. આ જ સમસ્યા છે શ્રી પારસભાઈ જૈન, અણુવ્રત સમિતિના અધ્યક્ષ હતા. એક દિવસ તેઓ પોતાના મિત્રને મળવા ગયા. તે મિત્ર પહેલાં મંત્રી હતા, પછી મંત્રી પદ પરથી છૂટા કરી દેવાયા. પારસભાઈને મળવા આવેલા જોઈને પેલા ભાઈ રડવા લાગ્યા. પારસભાઈએ કહ્યું “શી વાત છે ? આપ મોટા માણસ છો, આપે ઘણાં કામ કરેલાં છે, આપ રડો છો કેમ ?” મિત્રે કહ્યું, “પારસભાઈ, બીજી કંઈ વાત નથી, પણ મારો છોકરો, છોકરી કોલેજ-સ્કૂલમાં ગાડીમાં બેસીને જતાં હતાં. મારી પાસે કેટલા માણસો આવતા હતા, જતા હતા. આજે હવે હું મંત્રી નથી, તેથી ગાડી છિનવાઈ ગઈ. મારાં બાળકો હવે કઈ ગાડીમાં જાય ? જો હું તેમને કોઈ રિક્ષા કે ઘોડાગાડીમાં મોકલું તો સારું ન લાગે. નથી કોઈ પૂછવા આવતું કે નથી કોઈ મળવા આવતું. આ સમસ્યા મને રડાવી દે છે. મૂળ સમસ્યા છે સુવિધાવાદી દૃષ્ટિકોણ મૂળ સમસ્યા છે આ સુવિધાવાદી દૃષ્ટિકોણની. ભગવાન મહાવીરે સૌથી વધારે આના પર પ્રહાર કર્યો છે. પ્રશ્ન થયો, દુર્ગતિ કોની થાય છે ? મહાવીરે કહ્યું, “જે વ્યક્તિ સુખ અને સુવિધા માટે આકુળ રહે છે, જે પ્રિય સંવેદનો માટે વ્યાકુળ રહે છે, જે વધારે ઊંઘે છે, આરામદાયી જીવન જીવે છે એને સુગતિ દુર્લભ હોય છે.” सुहसायगस्स समणस्स, सायाउलगस्स निगामसायिस्स । उच्छोलणा पहोइस्स, दुल्लहा सुग्गई तारिसगस्स ॥ જે વ્યક્તિનો દૃષ્ટિકોણ સુખ-સુવિધા અને આરામનો બની જાય, તેને વધારે સુખ-સુવિધા અને આરામ જોઈએ. આવી વ્યક્તિની ચેતના સુષુપ્ત લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ I ૬૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે. જે ત્યાગની ઉદાત્ત ભાવના અને ચેતના ભારતીય માનસમાં હતી, તેને આ સુવિધાવાદે નષ્ટ કરી દીધી. જો આપણે સહિષ્ણુતાની ભાવનાને વિકસાવીએ, સુવિધાવાદી દષ્ટિકોણને ઓછો કરીએ તો શક્ય છે કે, ભ્રષ્ટાચાર અથવા અર્થનો અત્યારે જે અનાચાર છે, તેમાં પણ પરિર્વતન આવે. ત્યાગની શક્તિ વધે દિલ્હીમાં મૈત્રી દિવસનું આયોજન થયેલું હતું. એનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે કહ્યું, “ આચાર્યશ્રી! જો તમે મને કોઈ પદ આપવા માંગો તો હું અણુવ્રતના સમર્થકનું પદ લેવા માગું છું.” આચાર્યશ્રી એ તત્કાળ કહ્યું, “રાજેન્દ્રબાબુ ! હું તમને સમર્થકનું પદ આપવા નથી ઇચ્છતો, આપ અણુવ્રતીનું પદ મેળવવો એવું ઇચ્છું છું. ભારતના રાષ્ટ્રપતિ અણુવ્રતી હશે, તો ત્યાગની પરંપરા ભારતીય રાજનીતિમાં પ્રગતિ કરશે.” મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, ત્યાગની શક્તિ કેવી રીતે વધે ? ત્યાગની ચેતના કેવી રીતે જાગે ? જે ભોગવાદ, સુવિધાવાદી દષ્ટિકોણ અને ભ્રષ્ટાચાર વધી રહેલા છે, તે ઓછા કેવી રીતે થાય ? રાષ્ટ્રની અપેક્ષા સમાચારપત્રમાં વાંચ્યું. ધર્મને રાજનીતિથી અલગ પાડવાનું વિધેયક લાવવામાં આવી રહ્યું છે. કેટલું સારું થાત જો આના બદલે ધનને અલગ કરતું વિધેયક લવાયું હોત ! એમાં વધારે પરિવર્તન ન કરવું પડ્યું હોત, કેવળ ૨કા૨ને હટાવવાનો અને મકારનો નકા૨ ક૨વાનો હતો. જો આવું વિધેયક લાવવામાં આવત અને ધનને રાજનીતિથી અલગ કરાત, તો સમગ્ર દેશનું વાતાવરણ બદલાઈ જાત અને વિશ્વનું વાતાવરણ પણ બદલાઈ જાત. ભ્રષ્ટાચારને દૂર કરવાના દેશના સંકલ્પને બળ મળત. આજે ખરેખર, પુનર્વિચારણાની જરૂર છે. વિચારણા માટે ત્યાગી, તપસ્વી જોઈએ, સૂઝ-બૂઝ અને અંતર્દષ્ટિવાળી તેમજ કામ કરવાની ઊંચી ક્ષમતાવાળી વ્યક્તિ જોઈએ. ત્યાગ અને પ્રતિભા બંને મળીને કંઈક કરે, તે આજના લોકતંત્ર માટે આવશ્યક છે. લોકતંત્ર શુદ્ધ અને પવિત્ર રહી શકે એવા વાતાવરણની નિતાંત અપેક્ષા છે. ત્યાગ, નૈતિકતા, પ્રામણિકતાની શક્તિને રાજકરણથી અલગ કરવામાં આવશે તો શું બચશે ? આજે સાચેસાચ એક અપેક્ષા છે, ત્યાગની શક્તિ દ્વારા વાતાવરણને બદલવામાં શક્તિ કામે લાગે, એમાં અણુવ્રત અને આચાર્ય તુલસીનો યોગ હોય. એનાથી લોકતંત્રના વિશુદ્ધીકરણની શક્યતા પ્રબળ બની જશે. આજે રાષ્ટ્રની આ જ અપેક્ષા છે અને આ અપેક્ષાની અનુભૂતિ લોકતંત્રની પવિત્રતાનું સબળ આશ્વાસન છે. લોકતંત્ર ઃ નવી વ્યક્તિ, નવો સમાજ I ૬૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ સમસ્યાનું મૂળ : ગરીબી કે ચારિત્રિક પતન? ગરીબીની સમસ્યા મોટી છે કે અપરાધની ? વિચારની એક લહેર જાગી, ગરીબીની સમસ્યા મોટી છે, એટલા માટે કે તે અપરાધને જન્મ આપે છે. બીજા તરંગે પ્રથમ તરંગનો પ્રતિવાદ કર્યો, અપરાધનું મૂળ ગરીબીમાં નથી, આસક્તિમાં છે. આવશ્યકતા અને આસક્તિ આવશ્યક્તા અને આસક્તિ વચ્ચે ભેદરેખા દોરવાનું જાણતા નહિ હોવાથી, દરેક વખતે અપરાધ ગરીબીનો વાઘો ચઢાવીને (ગરીબીનું મહોરું પહેરીને) સામે આવે છે. પ્રત્યેક સમજદાર વ્યક્તિ ગરીબીને હટાવવાની ચિંતા કરે છે. આસક્તિ તરફ એનું ધ્યાન નથી જતું. આસક્તિ પાણીમાં લીલની માફક તરતી રહે છે. ગરીબી અને અપરાધ બંને નગરની પરિક્રમા કરે છે. દૈહિકઆવશ્યકતા આસક્તિએ આવશ્યકતાના ક્ષેત્રને વિસ્તૃત બનાવી દીધું. એવા બહુ ઓછા લોકો છે જે આવશ્યકતાની પૂર્તિ માટે કંઈક કરે છે. મોટા ભાગના લોકો આસક્તિના ખપ્પરને ભરવા માટે પ્રવૃત્તિ કરે છે અને આ ખપ્પર કયારેય ભરાતું નથી. આ અપૂર્ણતાની વેદી પર અપરાધ જન્મ લે છે. ખોરાક, પાણી, કપડાં, મકાન- આ દૈહિક આવશ્યકતાના વર્ગમાં છે. આ આવશ્યકતા વાસ્તવિક હોય છે. કાલ્પનિક આવશ્યકતા કાલ્પનિક આવશ્યકતાનો સંબંધ મનોજગત સાથે છે. તે વાસ્તવિક નથી હોતી. જીવન માટે તેની અનિવાર્યતા નથી હોતી. નશાની પ્રવત્તિ કાલ્પનિક આવશ્યકતા છે, જે આજની ભીષણતમ્ સમસ્યા છે અને ગરીબીના મુખ્ય કારણરૂપ છે. હજારો-લાખો પરિવારો નશાની પ્રવૃત્તિને કારણે અભાવની જિંદગી જીવે છે. નશાથી ઘેરાયેલા અભિભાવક પોતાનાં લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૬૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ બાળકોની ભણવાની વ્યવસ્થા નથી કરી શકતા. તેઓ દવા-દારૂ અને ખોરાકની વ્યવસ્થા કરવામાં પણ અસફળ રહે છે. પ્રસાધન સામગ્રી પ્રત્યે વધેલું આકર્ષણ કાલ્પનિક આવશ્યકતાના વર્ગનું છે. તે પણ વાસ્તવિક આવશ્યકતાની પૂર્તિમાં બાધક બને છે. આકાંક્ષાનો વર્ગ ત્રીજો વર્ગ આકાંક્ષાનો છે. તેનો સંબંધ ઈન્દ્રિય-જગત સાથે છે. પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયો છે : શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ. ઈન્દ્રિયની પ્રેરણાથી આકાંક્ષા ઉત્પન્ન થાય છે, તેની પૂર્તિ માટે મનુષ્ય પ્રયત્ન કરે છે. આ વૈજ્ઞાનિક યુગે આકાંક્ષા-પૂતિની સાધનસામગ્રી અતિ માત્રામાં ઉપલબ્ધ કરાવી છે. પરિણામ એ આવ્યું કે, આકાંક્ષાની પૂર્તિએ હવે ઘોર અતૃપ્તિનું સ્વરૂપ લીધું છે. આજનો વિદ્યાર્થી ટી.વી. જોવામાં જેટલો રસ લે છે, એટલો રસ ભણવામાં લેતો નથી. આજનાં બજારો જીવનની અતૃપ્તિને વધારનારી એટલી બધી સામગ્રીઓ વેચે છે, કે જે શરીર માટે, જીવન માટે જરૂરી નથી. આ આકાંક્ષાના વર્ગનો પણ પરોક્ષપણે ગરીબીને વધારવામાં હાથ છે. આસક્તિનો વર્ગ આસક્તિનો વર્ગ ભાવ-જગતુના સ્તરે કાર્ય કરે છે. મનુષ્ય સિવાય બીજાં બધાં જ પ્રાણીઓ જ્ઞાનની અપેક્ષાએ ભાવના સ્તર પર વિશેષ જીવે છે. મનુષ્યમાં બાકીનાં તમામ પ્રાણીઓ કરતાં જ્ઞાન અધિક વિકસિત છે, તેમ છતાં તેનું આચરણ અને વ્યવહાર જ્ઞાનથી એટલાં પ્રભાવિત નથી હોતાં, જેટલાં ભાવ-ચેતનાથી પ્રભાવિત હોય છે. આસક્તિનો પ્રભાવ ખૂબ અધિક છે. એના સામ્રાજ્યમાં યથાર્થની આવશ્યકતા પડદા પાછળ જતી રહે છે અને કાલ્પનિક આવશ્યકતાને ખુલ્લંખુલ્લા રમવાની તક મળી રહે છે. આ સમસ્યામાં સામાજિક પ્રતિષ્ઠાના મૂલ્ય અને માપદંડ સામે આવે છે. અમુક વ્યક્તિ દુનિયાની સર્વશ્રેષ્ઠ ધનિક- ધનાઢ્ય વ્યક્તિ છે. તેની પાસે દશ હજાર કરોડ ડૉલર્સ છે. અમુક વ્યક્તિ પાસે આઠ હજાર કરોડ રૂપિયા છે. આ બધા પ્રતિષ્ઠાસૂચક આંકડા ગરીબને એવી રીતે પોષે છે, જેવી રીતે મા પોષે છે પ્યાર અને વાત્સલ્યથી પ્યારા પુત્રને ! આ આસક્તિના કારણે જન્મ લેતા આર્થિક સંગ્રહને નથી કોઈ રાજ્યસત્તા રોકી શકતી, કે નથી કોઈ અર્થશાસ્ત્રીય નિયમ એને નિયંત્રિત કરી શકતો. આને રોકનાર એક જ સત્તા છે અથવા નિયમ છે, અને તે છે : અતીન્દ્રિય ચેતનાના સ્તર ઉપર ઉત્પન્ન થનારી અનાસક્તિ લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ 1 કપ Page #67 -------------------------------------------------------------------------- ________________ પરિભાષાનો આધાર આસક્તિના એકચકી શાસનમાં ગરીબીની સમસ્યાનું સમાધાન અશક્ય નહિ તો કઠિન તો છે જ. જો કાચ ઉત્પાદન સામગ્રીની વ્યાપકતાને કારણે તે થઈ જાય, તો પણ અપરાધ, આત્મહત્યા, પરહત્યા, માનસિક તનાવ, માદક વસ્તુઓના સેવનની અધિકતમ પ્રવૃત્તિ, ચોરી વગેરે દ્વારા વધુમાં વધુ ઉપાર્જનની માવૃત્તિ : આટલાં બધાં પૂરને રોકવાનું સંભવ નથી. આર્થિક સંપન્નતાને કારણે વિકસિત કહેવાતાં રાષ્ટ્રો આ જ ત્રાસનો અનુભવ કરે છે, જ્યાં સુધી વિકસિત સમાજ અને વિકસિત રાષ્ટ્રની વ્યાખ્યા આર્થિક સંપન્નતા અને સાધન-સામગ્રીની પ્રચુરતાના આધારે હશે, ત્યાં સુધી ગરીબીની સમસ્યાનું નિદાન સંભવ નથી. તે સમાજ અને રાષ્ટ્ર વિકસિત છે, જેનું ચરિત્ર-બળ ઉન્નત છે. આ પરિભાષામાં સમસ્યાનું સમાધાન છુપાયેલું છે. ગરીબી દશ્ય સમસ્યા છે. તેની પૃષ્ઠભૂમિમાં અદશ્ય સમસ્યા છે ચારિત્ર્યનું પતન. ચારિત્ર્ય પતન અને આસક્તિની પ્રબળતા બંનેના તાત્પર્યાર્થ ભિન્ન નથી. ચારિત્મિક વિકાસ માટે અનાસક્તિનું પ્રશિક્ષણ જરૂરી છે અને ગરીબીની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે ચારિશ્ચિક વિકાસ જરૂરી છે. પ્રતીક્ષા છે કોઈ અધ્યાત્મિક નેતૃત્વની, જે આ સમસ્યાને ઉકેલી શકે. લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ I ૬૬ Page #68 -------------------------------------------------------------------------- ________________ ११ ભારતની ગરીબી માટે કોણ જવાબદાર ? ગુજરાતીમાં એક લેખ વાંચ્યો, લેખક છે ગુણવંત શાહ. શીર્ષક હતું : ભારતની ગરીબી માટે મહાવી૨, બુદ્ધ અને શંકરાચાર્ય જવાબદાર છે, દોષિત છે. અનેકાંતનું દર્શન જો મારી સામે ન હોત, તો લેખ વાંચતાં જ, તાત્કાલિક પ્રતિક્રિયા જન્મી હોત, ‘લેખ જૂઠાણાંથી ભરપૂર છે.” અનેકાંતથી મળી છે અનોખી દૃષ્ટિ, જે દરેક બાબતમાં સત્યનો અંશ શોધવાની પ્રેરણા આપે છે. લેખનાં મુખ્ય પાત્રો છે ઃ બુદ્ધ, મહાવીર અને શંકરાચાર્ય. આ ત્રણેના જીવન-દર્શનની ફળશ્રુતિ છે : જીવનનો નકાર (નેગેશન ઑફ લાઈફ). જીવનના બે પક્ષ જીવનના બે પક્ષ છે : સકારાત્મક અને નકારાત્મક, કામ અને અર્થ જીવનનાં સકારાત્મક પાસાં છે. ધર્મ અને મોક્ષ જીવનનાં નકારાત્મક પાસાં છે. આ બંને સકારાત્મક અને નકારાત્મક પાસાં મળીને જીવનને પરિપૂર્ણ બનાવે છે. ભૌતિક વિકાસ માટે કામ અને અર્થ જરૂરી છે અને આ ભૌતિક વિકાસની સાથે આવનારી વિકૃતિઓ ને દૂર કરવા માટે ધર્મ અને મોક્ષની અવધારણા જરૂરી છે. ગુણવંત શાહના લેખમાં સત્યાંશ નથી એમ ન જ કહેવાય. ધાર્મિક જગતમાં સમાજ અને ધર્મની ભૂમિકાનો ભેદ સ્પષ્ટ નથી. ધાર્મિક લોકો, સમાજની ભૂમિકામાં સામાજિક કર્તવ્યને નકારી રહ્યા છે. ગરીબીની વ્યાખ્યા ધર્મને આધારે કરવામાં આવે છે. જેણે બહુ જ ધર્મ કર્યો તે અમીર- ધનવાન બની ગયા. જેણે બહુ જ અધર્મ કર્યો, તે ગરીબ બની ગયા. અમીરી- ગરીબીનો સંબંધ ધર્મ સાથે જોડાયેલો છે. આમાં સમાજ-વ્યવસ્થાનો કોઈ ફાળો નથી. આવી ખોટી ધારણા એક ચિંતકને એમ વિચારવા માટે વિવશ કરે છે, કે ધર્મ ગરીબને ગરીબી ભોગવવા માટે પ્રોત્સાહન આપી રહ્યો છે, ગરીબીને દૂર કરવાની દિશામાં આગળ વધતાં કદમને અવરોધી રહ્યો છે. લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ D ૬૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ ઘર્મપ્રતિપાદનનો ઉદ્દેશ બુદ્ધ, મહાવીર અને શંકરાચાર્ય ભારતની ગરીબી માટે જવાબદાર છે એ પ્રતિપાદનમાં સત્યાંશ છે. બુદ્ધ ધર્મનું પ્રતિપાદન નિવણ માટે, મહાવીરે ધર્મનું પ્રતિપાદન મોક્ષ માટે અને શંકરાચાર્યે ધર્મનું પ્રતિપાદન બ્રહ્મમાં લીન થવા માટે કર્યું હતું. આ ત્રણે પ્રવચનોનો સામાજિક ભૂમિકા સાથે પ્રત્યક્ષ કોઈ જ સંબંધ નથી. એ ત્રણેનો સીધો સંબંધ આત્માની અવસ્થા સાથે છે. જો આ ત્રણેનો સંબંધ સામાજિક ભૂમિકા સાથે હોત, તો તેમના અનુયાયીઓની સ્થિતિ અસામાજિક હોત અને આર્થિક સ્થિતિ સર્વાધિક કમજોર હોત. પરંતુ પ્રત્યક્ષ દર્શન આનાથી વિપરીત છે. સમાજઃ વર્તમાન સ્થિતિ બૌદ્ધ ધર્મના અનુયાયી દેશ જાપાન આજે આર્થિક દૃષ્ટિએ વિશ્વનો પ્રથમ પંક્તિનો દેશ છે. જાપાને છઠ્ઠી શતાબ્દીમાં બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. જાપાનના ઔદ્યોગિક ચમત્કાર ઉપર બૌદ્ધ ધર્મનો પ્રભાવ સ્પષ્ટ રૂપે સ્વીકારાયો છે. હડતાળ, ઘેરાવ, તાળાબંધી વગેરે આજની ઔદ્યોગિક સભ્યતાનાં પ્રતીક ગણાય છે. આવા સંજોગોમાં ઔદ્યોગિક શાન્તિ સૌને માટે આશ્ચર્યનો વિષય બની છે. જાપાનના ચારિત્ર્ય-વિકાસનો આધાર બૌદ્ધ ધર્મ મનાય છે. આજે પણ જાપાની વ્યક્તિ પોતાના પુરુષાર્થની સામે ઈશ્વરના ઊભા રહેવાનું પસંદ કરતી નથી. ઈશ્વરની ઇચ્છા સિવાય પાંદડું પણ હાલતું નથી, એનાથી ઊલટું તેઓએ પરિશ્રમની ઇચ્છા સિવાય એક પાંદડું પણ હાલતું નથી, એ ચારિત્રનો વિકાસ કરેલ છે. ભારતીય સમાજમાં જૈન સમાજ સંપન્નતાની દષ્ટિએ કોઈનાથી પાછળ નથી. આ સમાજમાં ન કોઈ ભિખારી છે, ન ભૂખથી પીડિત છે, અથવા નથી કોઈ ગરીબીની રેખા નીચે જીવન જીવનાર. જો ગરીબી માટે મહાવીરનું દર્શન જવાબદાર હોત તો સહુથી પહેલાં જૈન સમાજ એ ગરીબીનો શિકાર બનત. શંકરાચાર્યજીના અનુયાયી વેદાન્તી પણ આર્થિક દષ્ટિએ કમજોર નથી. ગરીબીનું કારણ સામાજિક સ્થિતિનું અધ્યયન કરતાં ખ્યાલ આવે છે કે, સમાજમાં ધર્મના કારણે ગરીબી નથી, પરંતુ સમાજ-ધર્મનું યોગ્ય રીતે પાલન નહીં થવાને કારણે છે. મોક્ષ-ધર્મ ક્યારેય સમાજ-ધર્મનું સ્થાન લઈ ન શકે, તે જ રીતે આત્મ ધર્મ પણ. અને આ બંનેએ સમાજ-ધર્મનું સ્થાન લેવું પણ ન લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૬૮ Page #70 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. સમાજની વ્યવસ્થાનું સંચાલન સમાજ-ધર્મ દ્વારા જ થઈ શકે છે. સમાજ-ધર્મના અભાવમાં વૈયક્તિક ષ્ટિકોણ અને સ્વાર્થને વિકસવાની વધારે તક મળી. સામુદાયિક દૃષ્ટિનો વિકાસ ઓછો થયો અથવા નહીં જેવો થયો. સ્વાર્થ પછી સીધી પરમાર્થની ચર્ચા થયા કરે છે. પરમાર્થનો સંબંધ ધર્મ અથવા મોક્ષ સાથે છે. એનાથી સમાજવ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે, પરંતુ તેનાથી સંચાલન નથી થઈ શકતું. સ્વાર્થ-ચેતના અને ૫૨માર્થ -ચેતના બંનેનો સંતુલિત વિકાસ થાત, તો આકાશને આંબનારી અમીરી અને ગરીબીની રેખા નીચે જીવવા વિવશ કરનારી ગરીબી ક્યારેય ન હોત. દૃષ્ટિકોણનો વિપર્યય (અવળો અર્થ) ગ્રણાધિપતિ તુલસીએ ઘણાં વર્ષ પહેલાં કહેલું, વ્યક્તિએ જ્યાં સમાજવાદી થવાનું છે ત્યાં તે વ્યક્તિવાદી બની છે અને જ્યાં વ્યક્તિવાદી થવાનું છે ત્યાં સમાજવાદી બની છે. આર્થિક સમ્પદાના ક્ષેત્રે દૃષ્ટિકોણ સમાજવાદી હોવો જોઈએ, ત્યાં તે સંપૂર્ણ વ્યક્તિવાદી છે. તે કહે છે “મને ધન મળ્યું છે તે મારા પુણ્યનું છે. કોઈ ગરીબી ભોગવે છે તે તેના પાપનું ફળ છે. પૂરેપૂરો વ્યક્તિવાદી દ્રષ્ટિકોણ. વ્યવસાયમાં અનૈતિક આચરણ કરો. જવાબ મળે છે, બધા કરે છે પછી હું એકલો કેવી રીતે બચી શકું ? પૂરેપૂરો સમાજવાદી અથવા સમૂહવાદી દ્રષ્ટિકોણ. આવા ભ્રાન્ત દૃષ્ટિકોણનો વિકાસ, ધર્મ અને સમાજ- બંનેની ભૂમિકાના તફાવતને ન સમજી શકવાના કારણે છે. ન અમીરીનો સ્રોત ધર્મે વ્યક્તિવાદી દ્રષ્ટિકોણ સાધના માટે આપ્યો અને નિવૃત્તિનું સૂત્ર પણ બૂરાઈઓથી બચવા માટે આપ્યું. સમાજની ભૂમિકામાં વ્યક્તિવાદી દૃષ્ટિકોણ અને નિવૃત્તિવાદ સાપેક્ષ હોઈ શકે છે, નિરપેક્ષ નહીં. ધર્મની ભૂમિકાનાં સૂત્રોનો મનમાન્યો ઉપયોગ સમાજમાં સમસ્યાનું કારણ બની શકે. ભારતના મધ્યકાલીન સમાજે મોક્ષ-ધર્મનો અવિવેકભર્યો પ્રયોગ કર્યો તેથી ધર્મ અથવા ધર્મના પ્રવર્તકોને ગરીબી માટે જવાબદાર ઠેરવાનો દૃષ્ટિકોણ બની શકે છે. ધન પૌદ્ગલિક અથવા ભૌતિક પદાર્થ છે. ધનના વિકાસનો સ્રોત સાધન-સામગ્રી અથવા ટેક્નિક છે. જ્યાં કીમતી ખનીજો નીકળી, ત્યાંના રહેવાસી સહેજે ધનવાન બની ગયા. મોટા મોટા ઉદ્યોગોએ દેશ/સમાજને વૈભવ-સંપન્ન બનાવી દીધા. ધનના સાધન સ્રોતોનાં વિકાસ કે જ્ઞાન થયેલ નહીં, ત્યાં સુધી ત્યાંના રહેવાસીઓ ગરીબીની દશામાં જીવતા હતા. પરંતુ સાધન-સ્રોતોનો ખ્યાલ આવતાં લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ I ૬૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ અને તેનો વિકાસ થતાં તે પ્રદેશના લોકો શ્રીમંતાઈનું જીવન જીવી રહ્યા છે. અને તેમાં કોઈ જ ધર્મ કે પાપનો ચમત્કાર છે જ નહિ. મૂળ કારણ ગરીબીનું મૂળ ધર્મની અવધારણામાં શોધાવાથી ગરીબીનું સાચું સમાધાન નહીં મળે. તેનું મૂળ કારણ અકર્મણ્યતા, પુરુષાર્થહીનતા, કર્મનું અકૌશલ (અણ આવડત) અને સાધન-સામગ્રીનો અભાવ હોય છે. સમાજ અને નાણાંનો દુર્વ્યય પણ એક કારણ છે. દારૂ, માદક દ્રવ્યોનું સેવન, વિલાસિતાપૂર્ણ સામગ્રીનો વધારે ઉપયોગ, પ્રદર્શન અને આડંબર આ બધાં વ્યસનો અથવા અર્ધવ્યસનો ગરીબીનું પાલન-પોષણ કરનારાં છે. આપણે એ સત્યાંશનો પણ વિરોધ ન કરી શકીએ કે ધર્મની એકાંગીએકતરફી- માન્યતાઓએ પણ કમનિષ્ઠાને દુર્બળ બનાવી છે. કર્મ અથવા પ્રવૃત્તિમાં આસક્તિ ન હોય- આ સિદ્ધાંતનો ઉપયોગ ઓછો થયો છે, કર્મના ત્યાગની વાત ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. જરૂરી એ છે કે ધર્મને અનેકાન્તના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરવામાં આવે, ગરીબીનાં કારણોની વિચારણા પણ સાપેક્ષ દષ્ટિથી કરીએ તો આપણી સમસ્યાનું સમાધાન સરળ બને. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૭૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ નવા મનુષ્યનો જન્મ થાઓ અર્ધસત્ય નવા સમાજની રચનાનું સ્વપ્ન મધુર છે. પ્રશ્ન થાય કે, નવા સમાજની રચના કોણ કરે ? શું જૂના માનવી નવા સમાજની રચના કરી શકવાના હતા ? માનવી જૂનો રહે અને સમાજ નવો રચાય, તે સંભવ નથી. નવા સમાજના નિર્માણ માટે નવા માનવીનો જન્મ થવો જરૂરી છે જ. સમાજવાદે નવા સમાજની કલ્પના કરી. એવો સમાજ, જેમાં પદાર્થ પર વ્યક્તિનો અધિકાર ન હોય ! કલ્પના સુખદ અને સુંદર છે. તેમ છતાં પ્રશ્ન એ થયો કે સમાજ-૨ચનાની કલ્પના કરવામાં આવી, પરંતુ વ્યક્તિ-રચનાની વાત વિસરાઈ ગઈ. વ્યક્તિ અને સમાજ બન્નેને એક સાથે રાખ્યા વગર કોઈ વાત પૂર્ણ ન બને. કોઇ એકની ઉપેક્ષાથી કોઈપણ કાર્ય સફળ નહીં થાય. પ્રશ્ન છે પદાર્થની આસક્તિ (મોહ) આપણી પાસે બે પરમ્પરિત પ્રણાલીઓ છે : સમાજવાદી પ્રણાલી અને લોકતંત્રીય પ્રણાલી. બંને પદાર્થનિષ્ઠ છે. આપણને એક એવી પ્રણાલીની જરૂર છે, જે પદાર્થથી પર ચિંતન કરી શકે. પદાર્થ પ્રત્યેની આસક્તિએ પ્રશ્નને વધારે પેચીદો બનાવ્યો છે. વિષમતા પેદા કરવામાં સહુથી મોટો હાથ રહેલો છે, આસક્તિ અને મૂચ્છનો. જેટલી આસક્તિ તેટલી વિષમતા અને જેટલી અનાસક્તિ તેટલી સમતા. સમાજવાદે એક નવી દિશા બતાવી કે પદાર્થ પદાર્થ છે, તેના પર કોઈ વ્યક્તિનો એકતરફી અધિકાર ન હોઈ શકે. પદાર્થ સમાજનો છે અને તેનો ઉપયોગ, સમાજના હિતમાં થઈ શકે. તેમાં એક હદ સુધી, અધ્યાત્મની ભાષા આવી ગઈ. પરંતુ આમાં માત્ર ભાષા હતી, હૃદય પરિવર્તન ન થયું. સિદ્ધાંત અને વ્યવસ્થાની સાથે હૃદયપરિવર્તનની પ્રક્રિયા થવી જોઈએ તે થઈ નથી. એના અભાવમાં વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ. આ લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૭૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ એકતરફીએ સિદ્ધાંતને તદ્દન નિષ્પ્રાણ બનાવી દીધો. હૃદય-પરિવર્તનની પ્રક્રિયાને જરૂરી માનવામાં ન આવી. તેનું પરિણામ એ આવ્યું કે જ્યાં અનાસક્તિનો વિકાસ થવો જોઈતો હતો, ત્યાં સત્તા પ્રત્યે ઊંડી આસક્તિનો ભાવ જાગ્યો. વ્યક્તિએ સત્તાને હાથવગી ક૨વામાં જ પોતાની તમામ શક્તિઓ વાપરી નાંખી. વ્યક્તિમાં આ ચિંતન પ્રબળ બન્યું, “તે કેવી રીતે સત્તા પર આવે અને તાના શાહ બનીને સત્તાને પોતાના હાથમાં લે ?” હિંસા ઃ મૂળ સ્રોત લોકતંત્રમાં આ સ્પષ્ટ સ્વીકૃતિ છે કે પદાર્થ પર વ્યક્તિનો અધિકાર છે. પદાર્થને વ્યક્તિ ભોગવી શકે છે, તેને અધિકૃત કરી શકે છે. આમ કરવું અનુચિત નથી. આ વ્યવસ્થા દ્વારા પણ પદાર્થ પ્રત્યે આસક્તિમાં ઘટાડો ન થયો. ન તો સમાજવાદી પ્રણાલીમાં પદાર્થની આસક્તિ ઓછી થઈ કે ન લોકતંત્ર પ્રણાલીમાં જ તે સમાપ્ત થઈ, પરંતુ તેને વધારે બળ મળ્યું. આવી સ્થિતિમાં સમતાની વાત વિચારી ન શકાય. હિંસાનો મૂળ સ્રોત છે પદાર્થ પ્રત્યે મૂર્છા, તેના પ્રત્યે આસક્તિ-ઘેલછા. આવી ઘેલછા જ્યાં સુધી વધારે ગાઢ હશે, ત્યાં સુધી હિંસાનું પ્રમાણ (સઘન રીતે) વધવાનું જ. આસક્તિનું ચક્ર તોડવા માટે જો ધાર્મિક અવધારણા- માન્યતાને સાથે રાખી હોત તો સમાજવાદને સફળ થવામાં સહયોગ મળ્યો હોત. અનાસક્ત ચેતનાનો જન્મ ધર્મમાં શરૂઆતથી જ અનાસક્ત ચેતનાનું નિર્માણ થયેલું હતું. મૂર્છાની ચેતનાને તોડવાનો ઉપાય સૂચવવામાં આવ્યો હતો. પિરભાષા આપવામાં આવી કે પ્રમાદ અધર્મ અને અપ્રમાદ ધર્મ. આ એક જ શબ્દમાં મહાવીરનું સમગ્ર ધર્મદર્શન આવી જાય છે. પ્રમાદ એટલે આસક્તિ-મૂર્છા, અપ્રમાદ એટલે જાગરૂકતા-જાગૃતિ. ધર્મ છે પદાર્થાતીત ચેતના. બધા જ ધર્મોએ પદાર્થાતીત ચેતના તરફ પ્રયાણ કર્યું છે. એમાં સફળતા પણ મળી છે. સમાજવાદ કહે છે ઃ પદાર્થ પણ સ્વતંત્ર છે. એના ઉ૫૨ તમારો કોઈ અધિકાર નથી. તમે ચેતન છો, તે અચેતન છે. ધર્મે ફક્ત આ જ સિદ્ધાંતનું પ્રતિપાદન ન કરતાં તેની સાથે હૃદય-પરિવર્તનનો પ્રયોગ પ્રસ્તુત કર્યો છે. ધર્મના ક્ષેત્રે એવી વ્યક્તિઓ પેદા થઈ છે, જેમની પદાર્થ પ્રત્યે આસક્તિ સમાપ્ત થઈ ગઈ હતી. ધર્મે નવા માનવીને જન્મ આપ્યો, પણ આર્થિક અને રાજનૈતિક પ્રણાલીઓએ નવા માનવીને પેદા ન થવા દીધો. આસક્તિ ઓછી ન થાય, મૂર્છા ન તૂટે અને નવા સમાજનું નિર્માણ થાય, આવું કેવી રીતે શક્ય છે ? લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ઘ્વ ૭૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ પરિવર્તનું સૂત્રઃ અનિત્યતા ધર્મમાં જે સૂત્રો રજૂ થયાં તે હૃદય-પરિવર્તનનાં સૂત્રો છે. ધર્મનું એક સૂત્ર છે : અનિત્યતા. જે પદાર્થ સાથે તમારો સંયોગ થયો છે, તેનાથી નિશ્ચિત વિયોગ થવાનો છે જ. આ અનિત્યતાની ઝાંખી કરાવવામાં આવી. અનુભૂતિ માટે એક માધ્યમ બન્યું. મૃત્યુનો સાક્ષાત્કાર. કહેવાયું કે : મૃત્યુ આવે છે ત્યારે બધા જ પદાર્થો અહીં જ રહી જાય છે. કંઈ જ સાથે નથી આવતું. આ તથ્ય અનિત્યતા તરફ ઉશ્રેરિત કરનારું છે. અનિત્યતાના પ્રશિક્ષણની ખૂબ લાંબી પરમ્પરા ચાલી છે અને હજુ ચાલે છે. આ ભાવનાને પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં અવતરિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે કે અનુભવ કરો, બધું જ અનિત્ય છે. જેનો સંયોગ થયો છે, તેનો વિયોગ નિશ્ચિત છે. બધું જ છૂટી જશે. અનિત્યતાના આ સૂત્રે હૃદય-પરિર્વતનને શક્ય બનાવ્યું છે. એકત્વ બોધ બીજું સૂત્ર બન્યું- એકત્વનું. કહેવામાં આવ્યું કે તમે એકલા આવ્યા છો, એકલા જવાના છો. જ્યારે જન્મ્યા ત્યારે કંઈ જ સાથે નથી લાવ્યા અને જ્યારે મરશો ત્યારે પણ સાથે કંઈ જ નહિ આવે. આ ક્ષણિક સંયોગને યથાર્થ કેમ માનો છો ? એને જ સત્ય કેમ સમજી રહ્યા છો ? આ સંયોગ છે, માત્ર ઉપયોગ માટે જ છે. તેના સિવાય તેનું બીજું કંઈ જ મૂલ્ય નથી. આ એકત્વ બોધે હૃદયપરિવર્તનમાં ખૂબ મોટું યોગદાન આપ્યું. અન્યત્વ-બોધ - ત્રીજું સૂત્ર રજૂ થયું ઃ અન્યત્ય બોધનું. એ સાચું છે કે પદાર્થ વિના આપણું કામ નથી ચાલતું. માણસ પદાર્થ પર એટલો આશ્રિત છે કે બીજું કંઈ દેખતો જ નથી.આપણી ઈન્દ્રિયોનું સત્ય પદાર્થોતીત નથી. ઈન્દ્રિયોની બધી જ શક્તિ પદાર્થ તરફ પ્રસ્થિત છે. આપણા જ્ઞાનનો મૂળ સ્ત્રોત છે ઈન્દ્રિયો અને તે પદાર્થ-આસક્ત છે. પછી તેમના પત્યે આપણી આસક્તિ પ્રબળ કેમ ? ઈન્દ્રિય ચેતના પદાર્થ તરફ જઈ રહી છે. આ સ્થિતિમાં પણ ધર્મે આ સત્ય રજૂ કર્યું કે પદાર્થ ઉપયોગી છે. જીવનયાત્રા પદાર્થ ઉપર અવલંબિત છે. આ બધું હોવા છતાં તમે પદાર્થ નથી. પદાર્થ વચ્ચે જીવવા છતાં તમે પદાર્થ નથી. તમે પદાતિત છો, ચેતન છો. આ અન્યત્વ ભાવે પદાર્થ પ્રત્યેની ઊંડી આસક્તિ દૂર કરવામાં યોગદાન આપ્યું. હૃદય-પરિર્વતનું એક સૂત્ર બની ગયું, ભેદ વિજ્ઞાન. જ્યારે આપણે એ અનુભૂતિમાં જઈએ છીએ કે, “હું પદાર્થ નથી' ત્યારે તમામ મુશ્કેલીઓ દૂર થવા માંડે છે. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૭૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ સમસ્યાનો હેતુ અન્યત્વનું જ્ઞાન, એકત્વનું જ્ઞાન અને અનિત્યતાનું જ્ઞાન- આ ત્રણે સૂત્રોએ હૃદયપરિવર્તનના માર્ગ મોકળા કરી દીધા. કેવળ રાજનૈતિક પ્રણાલી અથવા પ્રશાસનિક પ્રણાલી હૃદયને નથી બદલી શકતી. સમસ્યા એ થઈ કે વ્યવસ્થાઓ ઘણી વધી પણ હૃદયના પરિવર્તનના પ્રશિક્ષણનો ઉપક્રમ ના ચાલ્યો. એક પ્રકારે વિકલાંગપણું આવી ગયું. એક પગ ચાલતો રહ્યો, બીજો પાછો પડતો ગયો. જો વ્યવસ્થાની સાથે ધર્મનો યોગ કરવામાં આવ્યો હોત તો એક નવી દિશા મળી હોત, એક નવા મનુષ્યનો જન્મ થયો હોત અને એક નવો સમાજ આકાર પામ્યો હોત. સમાજવાદનું સત્ય: મૂડીવાદનું સત્ય ઘણી વાર એવું બને છે કે, માનવી સત્યાંશને પકડીને તેને જ સત્ય માની લે છે. એક સત્યાંશ છે ? ઉત્પાદનનાં સાધનો પર સમાજનો અધિકાર રહેશે. બીજો સત્યાંશ છે ? ઉત્પાદનનાં સાધનો પર વ્યક્તિનો અધિકાર રહેશે. એક સમાજવાદી સત્ય છે, બીજું મૂડીવાદી સત્ય છે. સચ્ચાઈ બંનેમાં છે, પણ બંનેમાં આંશિક સચ્ચાઈ છે. આંશિક સત્યને સમગ્ર માની લેવામાં આવ્યું છે અને તેથી બંને અધૂરાં રહી ગયાં છે. નવા સમાજના નિમણિમાં આપણે અનેકાંતનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનો છે. આવું કરવાથી જ નવા સમાજના નિમણિની સંભાવના પુષ્ટ બનશે. અનેકાન્તનો મત અનેકાંતનો મત છે કે કોઈ સત્યાંશને સંપૂર્ણ માનીને ન ચાલો. ઉત્પાદન પર સમાજનો અધિકાર હોય, એ સચ્ચાઈ ક્યારે ફલિત થાય ? જ્યારે વ્યક્તિમાં સહકારની ભાવના જગાડવામાં આવે અને એ ભાવના જગાડાય કે સૌએ શ્રમ કરવાનો જ છે, ત્યારે આ સચ્ચાઈ સાકાર બને છે. દરેક વ્યક્તિમાં વ્યક્તિ-ચેતના કામ કરે છે, અને તેની સામે પ્રણાલી છે ? સહકારની, આ સ્થિતિમાં અંતર્વિરોધ પેદા થાય છે. મૂડીવાદી પ્રણાલીમાં એવું પણ માનવામાં આવ્યું છે કે વ્યક્તિ સ્વાર્થી હોય છે. તે સ્વાર્થની હદથી આગળ નથી વધી શકતી. આ સત્યાંશ છે, પરંતુ આ વાતને ભૂલાવી દેવામાં આવી છે કે, તે કેવી રીતે પોતાના જીવનમાં સ્વાર્થની પવિત્રતા લાવે ? તે કેવી રીતે સ્વાર્થના દોષને ઓછો કરે ? પોતાનું હૃદય કેવી રીતે બદલે ? એના ઉપર ધ્યાન આપવામાં નથી આવ્યું. આ બંને એકાંગી- એકતરફી પ્રકલ્પોએ સમસ્યાને ઉકેલવામાં સહકાર નથી આપ્યો. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૭૪ Page #76 -------------------------------------------------------------------------- ________________ સમગ્રદષ્ટિકોણ મનોવૈજ્ઞાનિકો માને છે કે મૌલિક મનોવૃત્તિઓને બદલી શકાતી નથી. સાચે જ મનોવૃત્તિમાં ફેરફાર કરવો અત્યંત મુશ્કેલ કામ છે. પદાર્થની સાથે એટલો ગાઢ પ્રેમ થઈ ગયો છે કે તેનાથી અલગ થવું સહેલું નથી. આ એક પડકાર છે સમાજવાદની સામે. શું આપણે મૌન બનીને બેસી રહેવાનું ? ના, એવું ના થઈ શકે. આપણે કંઈક બદલવાની વાત વિચારવી પડશે અને બદલવા માટે સમગ્ર સત્યને સાથે રાખીને ચાલવું પડશે. આપણે બંને વાતોને સાથે લઈને ચાલીએ. નવા સમાજનું નિમણિ કરવું છે, સાથે સાથે નવી વ્યક્તિનું પણ નિર્માણ કરવું છે. એનો અર્થ એ છે કે જો ઉત્પાદનનાં સાધનો પર સમાજનો અધિકાર સ્થાપિત કરવો હોય તો સાથે સાથે વ્યક્તિની ચેતનાને પણ બદલવી પડશે.વ્યક્તિની ચેતનાનું પરિવર્તન કરવું પડશે. જો ઉત્પાદનનાં સાધનો પર વ્યક્તિનો અધિકાર સ્થાપિત કરવો હોય તો વ્યક્તિને અનાસતિની દીક્ષાથી દીક્ષિત કરવી પડે. આ બંને સચ્ચાઈઓ સાથે ચાલશે, તો એક સમગ્ર દૃષ્ટિકોણ વિકસિત થશે જ. આ અવસ્થામાં જ સમાજની નવરચનાનો વિચાર કરી શકાય. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૭૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ નવા સમાજની રચના ઇતિહાસમાં આદિકાળથી માનવી વિકાસની કલ્પના કરતો આવ્યો છે. એમાં આગળ વધવાની મનોવૃત્તિ પણ રહેલી છે. તે જેવો છે તેમાં સંતોષ નથી, પરંતુ બદલીને કંઈક નવું કરવાની ભાવના છે. એક મૌલિક મનોવૃત્તિ છે : “હું રિસાઈ ' જે કામ બીજો કોઈ કરી શક્યો નથી, તે કામ હું કરીશ. આ મનોવૃત્તિએ માનવીને સામાજિક સ્તર પર આગળ વધવાની પ્રેરણા આપી છે. વ્યક્તિ આગળ વધવા પણ માંગે છે અને સમાજનું નવનિર્માણ પણ ઈચ્છે છે. તે સ્વસ્થ સમાજની રચના કરવા માંગે છે. તે શોષણમુક્ત અથવા અહિંસક સમાજની રચના કરવા માંગે રુણ સમાજ: સ્વસ્થ સમાજ સમાજની બે સ્થિતિ છે ? - રુણ (રોગી) સમાજ અને સ્વસ્થ સમાજ. જે સમાજમાં સામાજિકતા અને પરસ્પરતા ન હોય, સંવેદનશીલતા અને આશ્વાસન ન હોય, તે સમાજ રુણ સમાજ છે. જે સમાજમાં આશ્વાસન, પરસ્પરતા, સામાજિકતા અને સંવેદનશીલતા હોય છે, તે સ્વસ્થ સમાજ છે. કલ્પના કરવામાં આવી કે સ્વસ્થ સમાજની રચના કરીએ. તેના નિર્માણ માટે ધ્યાન ગયું- અર્થવ્યવસ્થા પર. જો અર્થવ્યવસ્થા યોગ્ય નહીં હોય તો સમાજ સ્વસ્થ નહિ બની શકે. અર્થવ્યવસ્થાના બે પક્ષ છે- (૧) રાજ્ય-નિયંત્રિત અર્થવ્યવસ્થા અને (૨) ખુલ્લી અર્થવ્યવસ્થારાજ્યના નિયંત્રણથી મુક્ત અર્થવ્યવસ્થા. બંને પ્રકારના પ્રયોગો થયા છે. (૧) લોકતંત્રમાં ખુલ્લી અર્થવ્યવસ્થા રહેલી છે જ્યારે (૨) સામ્યવાદમાં રાજ્ય-નિયંત્રિત અર્થવ્યવસ્થા જોવા મળે છે. નિયંત્રિત અર્થવ્યવસ્થાનું પ્રયોજન એવું છે કે, ગરીબ લોકોનું અમીર લોકો શોષણ ન કરે. આમ રાજ્ય દ્વારા નિયંત્રણ મૂકીને ગરીબોનું શોષણ અટકાવવામાં આવે છે. સ્વસ્થ સમાજરચનાનો પ્રયત્ન આમ છતાં વાસ્તવિક્તા એ છે કે, આ બંને પ્રણાલીઓ સ્વસ્થ લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૭૬ Page #78 -------------------------------------------------------------------------- ________________ સમાજની રચના કરવામાં સફળ થયેલ નથી. જ્યાં રાજ્યનું નિયંત્રણ છે, ત્યાં વ્યક્તિમાં અકર્મણ્ય ભાવ પેદા થયો. આગળ વધવાની જે મનોવૃત્તિ હતી, તેના પર પ્રભાવ પડ્યો. જ્યાં ખુલ્લી અર્થવ્યવસ્થા હતી, ત્યાં બીજી પરિસ્થિતિ સર્જાઈ. આજે દુનિયાની વસ્તી પાંચ અરબથી પણ વધારે છે, પરંતુ એ સચ્ચાઈનો અસ્વીકાર ન કરી શકાય કે, દુનિયામાં જેટલી સંપત્તિ છે તેના પ૦ % થી વધારે પર થોડાક જ લોકોનું આધિપત્ય છે. આ ખુલ્લી અર્થવ્યવસ્થાનો પ્રયોગ પણ સ્વસ્થ સમાજની રચનામાં સહયોગી નથી બન્યો. અને રાજયનિયંત્રિત અર્થવ્યવસ્થા પણ સહયોગી બની શકી નથી. સમાજવાદી પ્રણાલીઃ નવી સમસ્યા સમાજવાદી પ્રાણાલીમાં સહુથી વધારે એ વાત ઉપર ધ્યાન આપવામાં આવ્યું કે ગરીબોનું શોષણ ન થાય. અમીર અને ગરીબ એવા બે વર્ગો ના રહે. આ કલ્પના ચાલી ત્યાં શાસક અને શાસિત બે નવા વગ ઊભા થઈ ગયા. શાસક વર્ગ માટે તમામ સુખ-સગવડો, સુવિધાઓ અને શાસિત પ્રજા માટે કોઈ જ સુવિધા નહીં ! નવી જ સમસ્યા પેદા થઈ ગઈ. સમાજવાદી રાષ્ટ્રોના શાસકોનું જે ચારિત્ર્ય સામે આવ્યું છે, તેના આધારે લાગે છે કે : સત્તાકેન્દ્રિત થતાં જ મનુષ્યની સુવિધાવાદી મનોવૃત્તિ પ્રબળ અને નિરંકુશ બની જાય છે. તે સિદ્ધાંતને સમાપ્ત કરે છે. સામ્યવાદની જે કલ્પના હતી, તે ક્યાંય રહી ગઈ અને શાસક સ્વયં શોષક બની ગયો. ખુલ્લી અર્થવ્યવસ્થાની પ્રણાલીમાં શોષણ ચાલતું જ રહ્યું છે. કેટલીક વ્યક્તિઓની પાસે જ ધન એકઠું થવા માંડ્યું. બાકીની વ્યક્તિઓના જીવનમાં અભાવ જ વધવા માંડ્યો. આ અભાવે સમાજને શોષણમુક્ત અને સ્વસ્થ ન થવા દીધો. જે અર્થ-વ્યવસ્થા પર વધારે ધ્યાન કેન્દ્રિત થયું, તેણે પણ પ્રવચના કરી દીધી. કારણ શું છે? આપણું જીવન બે પ્રવાહમાં પ્રવાહિત છે : વસ્તુ જગત અને ભાવ જગત. પરિવર્તના જેટલા પ્રયોગો થયા છે, તે તમામ વસ્તુજગતને બદલવાના થયા છે. ભાવ-જગત પર ધ્યાન અપાયું જ નથી. કેવળ એમ જ માની લેવામાં આવ્યું કે, અર્થવ્યવસ્થા સુધરશે, રાજનૈતિક પ્રણાલી બદલાશે તો તેથી સમાજવ્યવસ્થા બદલાઈ જશે. આ સચ્ચાઈને સમજવામાં આપણે મોટી ભૂલ કરી છે. સહુથી પ્રથમ આપણે નિદાન કરીએ : સમાજ બીમારી અને શોષણથી ઘેરાયેલો કેમ છે ? શું કારણ છે ? સાચું નિદાન તો ત્યારે જ થશે જ્યારે આપણે ભાવજગતમાં પ્રવેશીશું. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૭૭ Page #79 -------------------------------------------------------------------------- ________________ અહંની સમસ્યા નિદાનનું પહેલું પરિણામ એ હશે કે : અહંની સમસ્યાએ સમાજને રૂણ બનાવવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. જેટલાં પણ- પ્રદર્શન ચાલે છે તે તમામ જ અહં માટે જ ચાલે છે. વ્યક્તિ પોતાની મોટાઈ બતાવવામાંથી- તેના પ્રદર્શનમાંથી ઊંચી નથી આવતી. જે મકાનમાં ૧૦૦ માણસ રહી શકે, તેવું ભવ્ય-મોટું મકાન બનાવીને તેમાં રહે છે ફક્ત ત્રણ કે ચાર જ માણસો ! આમ વ્યક્તિના આવડા મોટા મકાનના પ્રદર્શન પાછળ, અહં ભાવના છે. એક વ્યક્તિએ એક કરોડનો પોષાક પહેર્યો તો બીજી વ્યક્તિએ આઠ કરોડનો પોષાક પહેર્યો. આ બંનેમાં અહમૂનું જ પ્રદર્શન માત્ર છે. સમાચારપત્રમાં વાંચ્યું. સંન્યાસ લેનાર એક ક્તિનો પોષાક છાસઠ લાખનો હતો. આ બધું શા માટે ? આ બધાં કાર્યો અહપ્રેરિત થઈ રહ્યાં છે. આ એવી દોડ છે જેણે આવશ્યકતાને ગૌણ બનાવી દીધી અને અનુપયોગિતા તેમજ પ્રદર્શનને મુખ્ય બનાવી દીધાં. જીવનની સામાન્ય જરૂરિયાતો તો ઓછી આવકવાળો, લખપતિ અને કરોડપતિ બધાયે પૂરી કરે છે. દરેક માનવી રોટલી ખાય છે, કોઈ સોનું-ચાંદી ખાતો નથી જ. એટલી આવશ્યકતાની પૂર્તિ દરેક વ્યક્તિ કરી શકે છે. પરંતુ અહંની ચેતનાથી પ્રભાવિત વ્યક્તિ વિચારે છે કે દુનિયાના ધનપતિઓની યાદીમાં સહુથી પ્રથમ નામ મારું જ આવે. આ સ્પર્ધા છે. આ અહંની સમસ્યાએ જગતની સમસ્યા પર પડદો પાડી દીધો અને એને વધારે ગૂંચવી દીધી. વ્યક્તિવાદી દષ્ટિકોણ બીજી સમસ્યા છે, વ્યક્તિવાદી દષ્ટિકોણ. વ્યક્તિ કેવળ પોતાના અને પોતાનાંઓ માટે જ વિચારે છે. એક સીમા-હદ બંધાઈ ગઈ કે મારા માટે તથા મારાં સ્વજનો માટે તમામ સુવિધાઓ પ્રાપ્ત કરવી છે. આ ખોટો દૃષ્ટિકોણ બની ગયો. દુકાનદાર માલ વેચશે ભેળસેળ કરીને, પણ. પોતાના વાપરવા માટે ખરીદશે શુદ્ધ- ભેળસેળ વગર. કારણ શું ? પોતાના માટે અને પોતાનાં સ્વજનો માટે સુવિધા મેળવવાનો દષ્ટિકોણ કામ કરે છે. પોતાના માટે જુદું અને બીજાંના માટે જુદું. આ ભાગલાવાદી દષ્ટિકોણ સમાજને બહુ રુણ બનાવ્યો છે. સમસ્યાગ્રસ્ત બનાવ્યો છે. ભોગવાદી દૃષ્ટિકોણ ત્રીજો પ્રશ્ન છે : ભોગવાદી દૃષ્ટિકોણ. માણસ પ્રત્યેક પદાર્થને ભોગવવા ઇચ્છે છે. વર્તમાનની આર્થિક વ્યવસ્થા અને અવધારણાએ વ્યક્તિને ભોગવાદી બનાવી દીધી છે. ખૂબ કમાઓ અને ખૂબ ભોગવો. ઉત્પાદન અધિક, ઉપજ અધિક અને ભોગ પણ અધિક આ ત્રણે જીવનનાં લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ u ૭૮ Page #80 -------------------------------------------------------------------------- ________________ સૂત્રો બની ગયાં. આ દૃષ્ટિકોણે કેટલાક લોકોને ભોગી બનાવી દીધા. કેટલાક લોકોને અભાવગ્રસ્ત અને દીન-હીન બનાવી દીધા. ભોગવાદી દૃષ્ટિકોણ ખરેખર એક વિકટ પ્રશ્ન બની ગયો. અધિકારની મનોવૃત્તિ ચોથી સમસ્યા છે ઃ અધિકારની મનોવૃત્તિ. નાનામાં નાનું પ્રાણી, છોડ-ઝાડ, બધામાં અધિકારની વૃત્તિ રહેલી છે.આ મૌલિક મનોવૃત્તિ છે. સઘળી સમસ્યાઓનું મૂળ છે ઃ અધિકારની મનોવૃત્તિ. આમાં દરેકનો સમાવેશ થઈ જાય છે. આને સંગ્રહ અથવા પરિગ્રહની મનોવૃત્તિ પણ કહે છે. વ્યક્તિ સૌને પોતાના અધિકારમાં રાખવા માંગે છે. વ્યક્તિની આવી મનોવૃત્તિથી અનેક પ્રશ્નો જટિલ બને છે અહિંસાના પ્રશિક્ષણનો અર્થ આપણે કેવળ અર્થવ્યવસ્થાને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ, નવી પ્રણાલીઓને વિકસાવવા પર ધ્યાન આપીએ અને ભાવજગતની બિલકુલ ઉપેક્ષા કરીએ, તો સમસ્યાનું સમાધાન ક્યારેય થવાનું નથી. સમસ્યાના સમાધાન માટે બંને બાજુઓ ૫૨ ધ્યાન આપવું પડશે. વસ્તુજગત અને ભાવજગત બંને સાચાં છે. આપણે એક સત્યને માનીને ચાલીએ અને બીજાને નકારી દઈએ, તો એકતરફી આગ્રહ થઈ જાય છે, અને સમસ્યાનું સમાધાન થતું નથી. સમાધાન ત્યારે જ થાય, જ્યારે બંને સત્યને સાથે રાખીને ચાલીએ. એક બાજુ વસ્તુજગતમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન થાય અને બીજી બાજુ ભાવ-જગતમાં પરિર્વતનનો પ્રયત્ન કરાય તો જ કંઈક સમાધાન તરફ આગળ વધાય. અહિંસાના પ્રશિક્ષણનો અર્થ પણ આ બંને સત્યો સાથે જોડાયેલ છે. વસ્તુજગતમાં પરિવર્તન ન થાય, તો હિંસા વધે છે. ભાવજગતમાં પરિવર્તન ન થાય તો હિંસાને ભડકવાની વધારે તક મળે છે. મૂલ્યવાન છે : “ભાવજગત’ આપણે અનેકાન્તનો પ્રયોગ કરીએ, બંને સત્યોને એકસાથે સમજીએ, સાચો નિર્ણય લઈએ, તો બીમારીનું સાચું નિદાન થશે. કેવળ વસ્તુજગત જ સર્વસ્વ નથી. એની સાથે ભાવ-જગતનું પણ ઘણું મૂલ્ય છે. જો આપણું ભાવજગત કોઈ પણ પ્રશ્ન વગરનું હશે, તો વસ્તુજગત પણ પ્રશ્નો વગ૨નું હશે જ, બંને જગત સ્વચ્છ-સુંદર જણાશે. વસ્તુજગતથી પણ વધારે મૂલ્યવાન છે ઃ ભાવજગત. જો ભાવજગત સ્વસ્થ હશે, તો વસ્તુજગતનું શુદ્ધીકરણ કરવામાં ઘણી સુવિધા રહેશે. ગૂંચવાડો સર્જાયો છે ઃ ભાવજગતમાં અને તેની અસર પડે છે ઃ વસ્તુજગત લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ જ્ઞ ૭૯ . Page #81 -------------------------------------------------------------------------- ________________ પર. અહિંસાનું પ્રશિક્ષણ છે : ભાવજગતનું પ્રશિક્ષણ. એનો સંબંધ સમાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રાજ્ય-વ્યવસ્થા સાથે તો છે જ, પરંતુ સહુથી ગાઢ સંબંધ છે: ભાવ-જગત સાથે. અહમનું શુદ્ધીકરણ અહિંસાના પ્રશિક્ષણનું સૌથી પ્રથમ સોપાન છે : અહંનું વિસર્જન, અહંનું શુદ્ધીકરણ. એનું પરિણામ એ આવશે કે સમાનતાની વૃત્તિ આપોઆપ જાગી જશે. વિષમતા કોણ પેદા કરે છે ? વિષમતાનું મુખ્ય કારણ છે : અહમુ-અહંકાર. આધુનિક વિજ્ઞાનની શોધખોળોનો નિષ્કર્ષ છે : ઉત્તેજના, ઉતાવળ, શીઘ્રતા અને ઝડપથી આગળ વધવાની ચે. આ તમામ બાબતો હૃદયરોગને જન્મ આપે છે. અહંકારના વિસર્જન-વિલયનું પ્રશિક્ષણ અપાય અને તેને અનુકૂળ અર્થવ્યવસ્થાની વાત વિચારાય તો સમાનતાની દષ્ટિ જાગ્રત થતી જશે. સમાનતાની દષ્ટિ વધતી જશે, તો વિષમતાની વાત ઘટતી જશે. અહિંસક સમાજરચનાની બાબતમાં એક નવો વિકલ્પ આપણી સમક્ષ આવશે. પરસ્પરતાનો દષ્ટિકોણ બીજી સમસ્યા છે વ્યક્તિવાદી દષ્ટિકોણની. એના શુદ્ધીકરણનું સૂત્ર છે : પરસ્પરોપગ્રહ- પરસ્પરતાનો દ્રષ્ટિકોણ જાગૃત કરવો. એક માનવી બીજા માનવી વગર નથી રહી શકતો, એક માનવી બીજાનો આધાર લીધા વગર નથી જીવી શકતો. આ સચ્ચાઈના અસ્વીકારને કારણે જ સમાજ બીમાર પડ્યો છે. એક પગ ચાલે અને બીજો આગળ ન વધે તો શું થાય ? ગતિ રોકાઈ જાય છે, અવરોધાય છે. આપેક્ષતા અને પરસ્પરતાનું હોવું જરૂરી છે. આચાર્ય ઉમાસ્વાતિનું આ કથન “પરસ્પરોપગ્રહો ગીવાનામ્ આ જ સત્યનું દર્શન કરાવે છે. ત્યાગની ચેતનાનું પ્રશિક્ષણ ત્રીજું તત્ત્વ છે ? ત્યાગની વૃત્તિનું પ્રશિક્ષણ. આજે ભોગવાદી દષ્ટિકોણને પ્રબળ બનવાનો ખૂબ મોટો મોકો મળ્યો છે. એવી ધારણા બની ગઈ કે જીવનનો સાર છે : પદાર્થ. પરંતુ આ ખોટી ધારણાને તોડવી પડશે. ભોગ જીવનની અનિવાર્યતા છે, તો ત્યાગ જીવનનું આભૂષણ છે- અલંકરણ છે. પોઝીટિવ અને નેગેટિવ- બંનેનો યોગ થાય ત્યારે જ વીજળી પ્રગટે છે. તેથી જ ભોગની સાથે સાથે ત્યાગ એટલો જ જરૂરી છે. વિસર્જન ચોથું તત્ત્વ છે : વિસર્જન. અભ્યાસ દ્વારા આ વૃત્તિને ગાડી શકાય. ધનનું અર્જન કરો તો, તેના અમુક અંશનું- ભાગનું વિસર્જન પણ લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ | ૮૦ Page #82 -------------------------------------------------------------------------- ________________ કરવું જ પડે. જો એક રૂપિયો કમાઓ તો એક પૈસાનું વિસર્જન જરૂર કરો. ખા-ખા જ કરો પણ તેનો ઉત્સર્ગ જ ના થાય, નિકાલ જ ન કરો, તો શું થાય ? અર્જન અને વિસર્જન, બન્ને અનિવાર્ય છે. અહિંસાપરસ્ત ચેતનાની અવધારણા સ્વસ્થ સમાજની રચના માટે નીચેના ચારેય દૃષ્ટિકોણો પર ધ્યાન કેન્દ્રિત રહે તે ખૂબ જરૂરી છે. (૧) અહંવિલયની ચેતનાનું જાગરણ. (૨) પરસ્પરતાની ચેતનાનું જાગ૨. (૩) ત્યાગની ચેતનાનું જાગરણ. (૪) અર્જુન સાથે વિસર્જનની ચેતનાનું જાગરણ. આ એક નવીન અવધારણા અવધારણા છે. છે, ‘અહિંસાપરક ચેતના’ની લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ I ૮૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વ્યક્તિસ્વાતંત્ર્ય અને અહિંસા કેવળ સોય હોત અને દોરો ન હોત, તો કપડાંના ભાગ પણ અલગ અલગ હોત, એક ન કરી શકાયા હોત. સોય અને દોરાના સંયોજનથી જ વસ્ત્રોના અલગ અલગ ભાગો જોડાઈને પહેરવા માટેનું આખું એક વસ્ત્ર બને છે. તેમ વ્યક્તિ પણ એકલી વ્યક્તિ જ રહેત તો બધા અલગ જ હોત. પરંતુ તેમના વચ્ચે એક દોર છે, જે તમામ વ્યક્તિઓને જોડે છે અને એક સમાજ રચાય છે. તે જોડનાર દોર-તત્ત્વ છે : હૃદયપરિવર્તન. આ હૃદયપરિવર્તનનું તત્ત્વ ન હોત તો વ્યક્તિ એકલી જ રહેત, સમાજ-૨ચના થાત જ નહિ. આહાર અને સ્વતંત્રતા : વર્તમાન યુગમાં વ્યક્તિસ્વાતંત્ર્યની વાતો ખૂબ જોવા મળે છે. મનુએ લખ્યું છે, સર્વ વંશ દુ:વું સર્વમાભવશે સુર્ણ પરવશ જે કંઈ છે તે દુઃખ છે, સ્વતંત્ર જે કંઈ છે તે સુખ છે. એક સૂત્ર રચાઈ ગયું- સ્વતંત્રતાનો સૂકો રોટલો સારો, પણ પરતંત્રતાનાં મિષ્ટાન્ન પણ ખોટાં. આજે લોકતંત્રનો યુગ છે. કોઈપણ વ્યક્તિ રોટલા માટે પરતંત્ર બનવા નથી માંગતી. તે ઇચ્છે છે કે રોટલો પણ મળે અને વ્યક્તિગત સ્વતંત્રતા પણ જળવાઈ રહે. બંને સાથે સાથે રહે. સ્વતંત્રતાનું મૂલ્ય અનિર્વચનીય છે. સામાજિક, આર્થિક અથવા વ્યાવહારિક ક્ષેત્રમાં બંને પ્રયોગ ચાલે : સામ્યવાદનો પ્રયોગ અને લોકતંત્રનો પ્રયોગ. સામ્યવાદમાં વ્યક્તિ-સ્વાતંત્ર્ય પર નિયંત્રણ આવ્યું અને નિજીકરણની વાત તેમાં સમાપ્ત કરવામાં આવી. એને બદલે સામુદાયિક નીતિ પર ભાર મુકાયો. પરિણામ એ આવ્યું કે ઉત્પાદનમાં મંદી આવી ગઈ અને સમાજ આર્થિક વિકાસમાં પાછળ પડી ગયો. લોકતંત્રમાં વ્યકિતસ્વાતંત્ર્યને મહત્ત્વ મળ્યું. તેમાં ઉત્પાદનક્ષમતા ખૂબ વધારે તીવ્ર થઈ ગઈ, પણ આર્થિક વહેંચણી ન્યાયોચિત ન થઈ શકી. વહેંચણીમાં અસમાનતા આવી જવાથી સમાજનો જે વિકાસ થવો જોઈએ તે ન થયો. આમાં ધનવાનો વધારે ધનવાન અને ગરીબો વધારે ગરીબ બનતા ગયા. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ 7 ૮૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સંવિભાગ (સમાન વહેંચણી) ત્રણ વાતો સમાજ માટે જરૂરી માનવામાં આવી છે : (૧) ઉત્પાદનની ક્ષમતા (૨) ઉત્પાદિત સંપત્તિની સમાન વહેંચણી (૩) વ્યક્તિ સ્વાતંત્ર્ય. સમસ્યા એ છે કે, જ્યાં વ્યક્તિ સ્વાતંત્ર્ય હોય છે, ત્યાં સમાન વહેંચણી શક્ય નથી બનતી. જ્યાં સમાન વહેંચણી છે, ત્યાં વ્યક્તિસ્વાતંત્ર્ય નથી. આ સ્થિતિનું નિરાકરણ શું ? આ એક જટિલ સમસ્યા છે કે, વ્યક્તિ સ્વતંત્ર પણ રહે અને પ્રશ્નો પણ ઊભા ન થાય. એનું નિરાકરણ છે કે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને અહિંસાનો યોગ. આ બંને એકસાથે નહિ દેખાય ત્યાં સુધી આ સમસ્યાનું સમાધાન શક્ય નથી. વિભાજન સૌથી ખરાબ પાસું છે, તેનું સમાધાન શક્ય નથી. વ્યક્તિ અને સમાજ સાપેક્ષ છે. કેટલીક સીમા વ્યક્તિની પોતાની હોય છે, કેટલીક સીમા સમાજ સાથે જોડાયેલી રહે છે. સમાજ-સાપેક્ષ વ્યક્તિગત સીમાને જાણવી પણ આવશ્યક છે. કેટલાંક યથાર્થ સત્યો વ્યક્તિ સાથે જોડાયેલાં છે જેમકે માનવી ખોરાક ખાય છે, તે ખોરાકને પચાવે છે, તે તેની વૈયક્તિકતા છે, પરંતુ વાવણીથી માંડી રોટલો પકવવાની જે પ્રક્રિયા છે, તે બધી જ સામાજ-સાપેક્ષ છે. એક વ્યક્તિ ખેતી કરે છે, એક વ્યક્તિ અનાજનો વિનિમય કરે છે, એક વ્યક્તિ અનાજને દળે છે, એક વ્યક્તિ રોટલો શેકે છે, એક વ્યક્તિ રોટલો ખાય છે. ઉપાદાન (ઉત્પત્તિનું કારણ) છેઃ વ્યક્તિ કારણોનો સંબંધ સમાજ સાથે હોય છે, ઉપાદાનનો સંબંધ વ્યક્તિ સાથે હોય છે. સમાજમાં હિંસાનાં કારણો અનેક હોય છે. પરંતુ હિંસાનું ઉપાદાન સમાજ નથી. તેનું ઉપાદાન છે વ્યક્તિ, સમાજસાપેક્ષ વ્યક્તિનું જીવન. જો સમાજ પ્રત્યે હૃદયપરિવર્તન ના થાય તો અહિંસાની વાત શક્ય નથી બનતી. વ્યક્તિ જો કેવળ પોતાનું જ હિત કરે અને અન્યનું અહિત કરે તો તે વ્યક્તિ પોતાનું સાચા અર્થમાં અહિત જ કરે છે, કેમકે તે સમાજ સાથે જોડાયેલી છે, સાપેક્ષ છે. આ સૂત્ર હોવું જોઈએ : સમાજહિત એ મારું હિત અને સમાજકલ્યાણ એ મારું કલ્યાણ. આવું જો ગોઠવાય, જો વાતને વ્યક્તિ સમજે, તો હિંસાની વૃદ્ધિનો કોઈ પ્રસંગ રહેતો નથી. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૮૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર કોણ? પ્રશ્ન થાય છે, કઈ વ્યક્તિને સ્વતંત્ર માનવી ? અથવા તો કઈ વ્યક્તિ સ્વતંત્ર ગણાય ? સમાજનું કોઈ ઘટક સ્વતંત્ર નથી, તેનું દરેક અંગ સમાજ સાથે જોડાયેલું છે. જેનું હૃદયપરિવર્તન થયેલું છે, તે વ્યક્તિ સ્વતંત્ર છે. જેણે પોતાના સંવેગો નિયંત્રિત કરી લીધા છે, તે વ્યક્તિ સ્વતંત્ર છે. પદાર્થજગતમાં સ્વતંત્રતાની એક પરિભાષા છે. તે પણ બાહ્ય જગત સાથે જોડાયેલી જ છે. સ્વતંત્રતાએ ભ્રમ એટલો વ્યાપક કર્યો છે કે, વાસ્તવિક સ્વતંત્રતા ઉપર આવરણ ચઢાવી દીધું છે. સ્વતંત્રતાનો અર્થ છે ? આંતરિક ગુલામી ન હોવી. કેવળ વસ્તુ અને પદાર્થજગતના ઉપભોગને જ સ્વતંત્રતા સાથે જોડવામાં આવ્યો, તેથી વિષમતાનું સમાધાન થયું નહિ. અહિંસાની દષ્ટિએ બાહ્ય જગતની સ્વતંત્રતા અને આંતરિક જગતની સ્વતંત્રતા બંને પર વિચાર થવો જરૂરી છે. આંતરિક સ્વતંત્રતાનો અર્થ આંતરિક સ્વતંત્રતાનો અર્થ છે : હૃદયપરિવર્ત અથવા માનસિક પ્રશિક્ષણ. હૃદયપરિવર્તન સિવાય ન્યાયોચિત વહેંચણીની વાત સંભવિત બનતી નથી. ઘણા ભાગે લોકો ગરીબોને સહાય કરે છે, મદદ કરે છે, જેથી ગરીબી હિંસાનું સ્વરૂપ ધારણ ન કરે. અહિંસાના આવા પ્રયોગો ચાલે છે, પરંતુ એની સાથે આંતરિક પરિવર્તનની વાત જોડાયેલી નથી. પરિસ્થિતિજન્ય કારણો હિંસાને જન્મ આપે છે. એક બાજુ સાધનો વિપુલ પ્રમાણમાં છે. જ્યારે બીજી બાજુ સાધનો અલ્પ છે. આવી પરિસ્થિતિમાં હિંસાનાં બીજ અંકુરિત થાય છે. પ્રશ્ન એ છે કે, પરિસ્થિતિનું સીમાકરણ કરવામાં આવે, તો શું હિંસા મટી જશે ? બંધ થઈ જશે ? તે ધરમૂળથી નહિ મટે, પરંતુ તેની તીવ્રતા જરૂર સમાપ્ત થઈ જશે. જવાબદાર છે વ્યક્તિનું મન શું સાધન-સંપન્ન દેશોમાં હિંસા નથી ? આપણે જો સંપન્નતાની સાથે અહિંસાની વ્યાપ્તિનો સ્વીકાર કરીશું તો ખૂબ મોટી ભ્રાંતિ પેદા થશે છે. સંપન્નતાને કારણે જે વિપન્નતાજનિત હિંસા થાય છે તે ઓછી થાય છે, પરંતુ વ્યક્તિનું મન હિંસાનું મૂળ ઉપાદાન છે. એને બદલ્યા સિવાય, અહિંસાની સંભાવના વિચારી નથી શકાતી. પહેલાં વિચાર આવે છે, પછી ક્રિયા થાય છે. પહેલાં વિકલ્પ સામે આવે છે, પછી આચરણ થાય છે. વિચારનું ઉદ્ગમ મસ્તિષ્કમાં થાય છે. જ્યાં સુધી મગજને પ્રશિક્ષિત ન કરી દેવાય, ત્યાં સુધી અહિંસક સમાજરચનાની વાત સાર્થક નથી બનતી. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૮૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ પાંદડાંને સીંચવાનો પ્રયત્ન અહિંસક સમાજરચનાના સંદર્ભમાં અનેક પ્રયોગો થયા. ભૂદાન અને સંપત્તિદાનના પ્રયોગો થયા. સંપન્ન રાષ્ટ્રો ગરીબ વિપન્ન રાષ્ટ્રો માટે કરોડો રૂપિયાની સહાય કરે છે. તેમ છતાં શું હિંસામાં ઘટાડો થયો ? આ પ્રશ્નનો ઉત્તર હકારાત્મક ભાષામાં આપી શકાય તેમ નથી. આપણે સ્વીકારવું પડશે કે, હિંસાનો સૌથી મોટો સ્રોત છે : આપણું મગજ. જ્યાં સુધી મસ્તિષ્કને યોગ્ય રીતે શિક્ષિત કરવામાં નહિ આવે, ત્યાં સુધી હિંસાને ઓછી નહિ કરી શકાય. સામાજિક અને વ્યક્તિગત બંને ક્ષેત્રોમાં ધ્યાન આપવું પડશે. એક બાજુ વિપન્નતાને ઓછી કરવાના પ્રયોગો થાય છે તો બીજી બાજુ ન્યાયોચિત વહેંચણીની ઉપેક્ષા થઈ રહી છે. આ કેવળ પાંદડાંને સીંચવાનો જ પ્રયત્ન છે. સૌથી મોટી માંગ છે : ન્યાયોચિત વ્યવસ્થા, વહેંચણીમાં સમાનતા. વિષમતાનો ઉદ્ભવ પ્રાચીન મનીષીઓએ કહ્યું, કપડાં ગંદાં કરીને સાફ ન કરો. કપડાંને ગંદાં કરો જ નહિ, કે જેથી સાફ કરવાની જરૂર જ ન પડે. હું કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ વ્યવસ્થા પર પ્રહાર કરવા નથી માંગતો. પ્રહાર છે આપણી નીતિ અને આપણી સમજ ઉપર. આપણી સમજ એવી હોય છે, આપણને સહયોગ કરવાની અપેક્ષા જ ના હોય. પ્રારંભથી જ વહેંચણીના ઔચિત્ય પર ધ્યાન આપીએ. મિલમાલિક એક મિલમાં થતા ઉત્પાદનમાંથી કેટલો ભાગ પોતાના માટે રાખે છે, અને કેટલો ભાગ મજૂરોને આપે છે તે મુખ્ય પ્રશ્ન છે. અલબત્ત થતા ઉત્પાદનમાંથી મળતા નફાની વહેંચણીની આ વાત છે. કદાચ, આમાંથી નેવું ટકા પોતે રાખે અને દશ જ ટકા તે મજૂરોને વહેંચે છે. મજૂરો પર દયા શાની ? કોઈપણ વ્યક્તિને વિષમ સ્થિતિમાં મૂકી દઈને, પછી તેના ઉપર દયા કરવી, ઉપકાર કરવો ખૂબ વિચિત્ર વાત છે. અહીં જ આપણી સમાનતા ખતમ થઈ જાય છે અને વિષમતાનો ઉદ્દભવ થાય છે, તેનું પાલન-પોષણ થાય છે. ન્યાયનું અતિક્રમણ માનસિકના પ્રશિક્ષણના અભાવે આ પરિસ્થિતિ પેદા થયેલી છે. વિષમતા માટે આપણા મનમાં કોઈ ઘણા નથી. સમતા માટે કોઈ લાગણી નથી. ક્રૂરતા, ભોગ, લોભ, અને સુવિધાવાદ વગેરે માટે દૃષ્ટિકોણ બદલાયો હોત તો ક્યારેય આવી પરિસ્થિતિ નિમણિ ન પામી હોત. ક્રૂરતાનું પ્રક્ષાલન નથી થયું, લોભનું પરિમાર્જન નથી થયું. મોહનું મારણ નથી જડતું, લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૮૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ ત્યારે જ આ સમસ્યાઓ પેદા થઈ છે. આજે વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, પરંતુ અહિંસા નથી. વ્યક્તિ સ્વાતંત્ર્ય છે, પરંતુ સમતા નથી. જો સમતા હોત, તો સમાજની ભરપૂર સમ્પત્તિ ઉપર થોડાક જ લોકોનો અધિકાર ન હોત, સત્તા અને સમ્મદા કેન્દ્રિત ન હોત. આજે નેવું ટકા લોકોને મોટા લોકોની મહેરબાની પર જીવવું પડે છે. સામાજિક ન્યાયનું આ ખુલ્લું અતિક્રમણ છે. તે જ રીતે હિંસાને છૂટો દોરે. યથાર્થ સત્યના આલંબન વિના ક્યારેય સમસ્યાનું સમાધાન ન થઈ શકે. કડવું સત્ય જ આ છે કેઃ જે, દૃષ્ટિકોણ સહયોગ માટેનો છે, તેવી જ ભાવના વહેંચણી વખતે જળવાય. જો આમ થઈ શકશે, તો સમતાપૂર્ણ, શોષણમુક્ત સમાજની રચના સંભવિત બનશે અને એક અહિંસક સમાજની નવરચના થઈ શકશે અને તે લોકતંત્રની સ્વસ્થતા માટે વરદાન સાબિત થશે જ. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૮૬ Page #88 -------------------------------------------------------------------------- ________________ માનવીય સંબંધો કેવી રીતે સુધરે? મનુષ્ય સામાજિક પ્રાણી છે. તે રહે છે એકલો પણ જીવે છે સમાજમાં. સામાજિક જીવન એટલે જ સંબંધોનું જીવન. જો આપણે સંબંધોને કાઢી નાંખીએ, તો સામાજિક જીવન સમાપ્ત થઈ જાય . સંબંધનો આધાર પ્રશ્ન એ છે કે મનુષ્યના મનુષ્ય સાથેના સંબંધોનું આધારભૂત તત્વ કયું છે ? તે હિંસા પર આધારિત છે કે અહિંસા પર ? અહં, ધૃણા, કૂરતા પર આધારિત છે કે તેના પ્રતિપક્ષ પર ? અહમૂનો પ્રતિપક્ષ છે હીન ભાવના, ધૃણાનો પ્રતિપક્ષ છે વિદ્વેષ અને ક્રૂરતાનો પ્રતિપક્ષ છે અપરાધ. આના પર જો માનવીય સંબંધ આધારિત હશે, તો સમાજમાં હિંસા વધતી જવાની. કાર્લ માકર્સે જે વર્ગસંઘર્ષની ચર્ચા કરી હતી, તે વ્યર્થ ન હતી. બે વર્ગ પડી ગયા હતા, એક મૂડીપતિ અને બીજો શ્રમિક વર્ગ, એક માલિક વર્ગ અને બીજો મજૂર વર્ગ. બંને વચ્ચે પરસ્પર સંઘર્ષ અને ઝઘડા ચાલતા હતા. વર્ગ કેમ બન્યા? પ્રશ્ન છે, વગ કેમ બન્યા ? જ્યાં અહં, ઘૂા, ક્રૂરતા આદિના આધારે સંબંધોનું નિર્માણ થાય છે, ત્યાં વર્ગનિર્માણ અવશ્ય થાય છે જ. જ્યાં અહિંસક સમાજની રચનાનો પ્રશ્ન છે, ત્યાં આપણે આધારભૂત પરિવર્તનની વાત વિચારવી પડશે જ. સંબંધ કયા આધારો પર બને ? જો અહંના સ્થાને વિનમ્રતા, સમાનતા અને સમતાનું તત્ત્વ વિકસિત થાય તો જ અહિંસક સમાજની કલ્પના કરી શકાય. ખૂબ જ મહત્ત્વનું સૂત્ર આપવામાં આવેલું નો હીજે નો બત્તેિ 'કોઈપણ આત્મા હણ નથી કે કોઈપણ આત્મા અતિરિક્ત નથી. કોઈ મોટું કે નાનું નથી. જેમ જેમ આ ધારણા વધુ દઢ બનતી જશે, તેમ તેમ અહિંસકની દીવાલ પણ સુદઢ બનશે જ. એમાં અહં અને હીણતા આ બે ગ્રંથિઓ નહીં રહે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૮૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ વિભાજનનું કારણ એક તત્ત્વ છે સમાનતાનું વૃણાને બદલે પ્રેમનું તત્ત્વ વિકસિત થાય. હિંદુસ્તાનમાં જાતિનાં સંસ્થાનો રચાયાં અને પરદેશોમાં વર્ગોનાં સંસ્થાનો સ્થપાયાં. જાતિ અને વર્ગ બંનેમાં ઘૂણાનાં તત્ત્વો આવી ગયાં. રંગ પ્રતિ ધૃણા શરૂ થઈ ગઈ. કાળા લોકોનો તિરસ્કાર અને ગોરા લોકોનું સન્માન. આમ ત્યાં રંગ-આધારિત સામાજિક વિભાજન બની ગયું. જાતિના આધારે ઘણાની ધારણા રચાઈ ગઈ. એના આધારે છૂતાછૂત-આભડછેટની ભાવના પાંગરતી રહી. વસ્તુતઃ ધૃણા અહંની સંતુષ્ટિ નથી થતી. ઘૂણાનું તત્ત્વ વિકસે છે, બીજાને પણ માનવાથી, ગુલામ બનાવવાથી. જ્યાં પ્રેમનો વિસ્તાર થાય છે ત્યાં કોઈ કોઈને ગુલામ નથી બનાવી શકતું, સૌ પરસ્પરને સમાન સ્થાને ગણે છે. સમાનતાનો સ્વર આચાર્ય માનતુંગે ભગવાન ઋષભની સ્તુતિમાં લખ્યું છેઃ ભગવંત, તમારી આરાધના કરનાર ભક્ત તમારા સમાન બની જાય છે, એમાં આશ્ચર્યની શી વાત છે ? જે ઈશ્વર છે, અહતુ અને તીર્થંકર છે, તે જો પોતાના ભક્તને પોતાના સમાન ન બનાવે, તો તેવા ભગવાન સાથે આપણો સમ્બન્ધ જ શો ? “ નામુતં મુવનમૂષા ! તનાથ ! भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः । तुल्या भवन्ति भवतो नुन तेन किं या , भूत्याश्रितं य इह नात्मसमं करोति ।।." અહંતવાદનો આ બહુ મોટો પ્રકલ્પ છે. જેના દર્શને જે સમતાની વાત કહી છે, તેનો પૂરો નિવહિ થાય છે. ઈશ્વરવાદમાં એવું નથી હોતું. ત્યાં ઈશ્વર, ઈશ્વર જ બની રહે છે અને બીજા નીચે રહી જાય છે, તે ક્યારેય ઈશ્વર ન બની શકે. જૈન દર્શનમાં કહેવાયું છે. “સાધના કરનાર સ્વયં એક દિવસ ઈશ્વર બની જાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ ઉત્કર્મનો સિદ્ધાંત છે. સામાજિક દૃષ્ટિએ પણ તે ખૂબ કીમતી છે. જો માલિક પોતે પોતાના મજૂરને પોતાના સમાન બનાવી લે તો પછી અહિંસક સમાજ નવ-રચના પર ચિંતન કરવાની કોઈ આવશ્યકતા જ ન રહે. નાના માણસને પોતાના સમાન બનાવી લેવાનું ત્યારે જ શક્ય છે જ્યારે વ્યક્તિમાં પ્રેમનો વિસ્તાર થયો હોય. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૮૮ Page #90 -------------------------------------------------------------------------- ________________ જ્યારે સમાજમાં કૂરતા પાંગરે છે, ત્યારે અપરાધ વધે છે. પહેલાં અપરાધ છૂપા છૂપા શરૂ થાય છે . જ્યારે વ્યક્તિ અપરાધની નિપુણતા પ્રાપ્ત કરી લે ત્યારે તે જાહેરમાં મોટા અપરાધ કરે છે. આતંકવાદની પૃષ્ઠભૂમિમાં પણ ક્રૂરતા અને શોષણ મુખ્ય છે. પહેલી નજરે તે આતંકવાદ લાગે છે, પરંતુ ઊંડાણથી વિચારતાં ક્રૂરતા અથવા શોષણનું તત્ત્વ જ બહાર આવે છે. આ તમામ સંદર્ભમાં માનવીય સંબંધોની વિચારણા જ કરવી રહી. સંબંધઃ સાપેક્ષ ચિત્તન સંબંધો વિના સમાજ અને સામાજિક જીવન ન સંભવી શકે. તેથી જ મુનિ ભગવંતોને સંબંધાતીત કહ્યા છે “સંગો I પિક્વમુલ્સ'. મુનિનું જીવન સંયોગાતીત હોય છે, જ્યારે સામાજિક પ્રાણીનું જીવન સંબંધયુક્ત હોય છે. એક વ્યકિત સેંકડો-સેંકડો સંબંધોનું જીવન જીવે છે. પારિવારિક, સંસ્થાગત અને રાજકીય સંબંધોનું જીવન ચાલતું જ રહે છે. આ સમ્બન્ધોની સ્વસ્થ ભૂમિકા તૈયાર કરવી અપેક્ષિત છે. આ સમ્બન્ધો કયાં તત્ત્વો પર વિકસે તે અંગે નક્કી કરવું બહુ આવશ્યક છે. સામાજિક સંબંધની ભૂમિકામાં એક મહત્ત્વપૂર્ણ તત્વ છે : સાપેક્ષ ચિંતન. મોટા ભાગના લોકો નિરપેક્ષ ચિંતન કરે છે, તેનું સ્વરૂપ છે : મે પીધું, મારા બળદ પીધું, હવે ભલે કુવો ધસી પડે, પુરાઈ જાય.' સાપેક્ષ સ્વરૂપના ચિંતન પ્રમાણે : “મેં રોટલી ખાધી છે, પરંતુ મારો પડોશી ભૂખ્યો છે, તેનું પરિણામ મારા માટે સારું નહિ આવે. તે ચોર, ડાકુ અથવા લૂંટારો અવશ્ય બનશે અને મારી ઉપર જ આક્રમણ કરશે” આ સાપેક્ષ ચિન્તન છે, તે મુજબ સ્વાર્થની સીમા ઓછી થઈ જાય છે, ઘટી જાય છે. એવું તો ન જ બનવું જોઈએ કે સમાજના ૮૦ % લોકો મોજમજા કરે, તાગડધિન્ના કરે અને ૨૦ % લોકો ભૂખે મરતા રહે. પણ વાસ્તવમાં બને છે આવું જ. આવું કયાં સુધી ચાલશે ? આ પરિસ્થિતિમાં પ્રતિક્રિયાત્મક હિંસા ફરજિયાત બની જાય છે. સાપેક્ષ વ્યવહાર બીજું સૂત્ર છે ઃ સાપેક્ષ વ્યવહાર. સાપેક્ષ વ્યવહારનું સ્વરૂપ છે, એમના વિના હું ન રહી શકું.' પતિ જો પત્ની સાથે નિરપેક્ષ વ્યવહાર કરે, તો બંનેનું પારિવારિક જીવન અસ્વસ્થ થઈ જાય છે. પડોશી અન્ય પડોશી સાથે નિરપેક્ષ વ્યવહાર કરે તો, કડવાશ વધે છે, શત્રુતા પાંગરે છે, ન્યાયાલયના દરવાજે જવું પડે છે. નિરપેક્ષ વ્યવહારમાં પરિસ્થિતિ બગડી જાય છે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૮૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ કરુણાનો વિકાસ ત્રીજું સૂત્ર છે કરુણાનો વિકાસ. કરુણા સમાજવ્યવસ્થાનું પ્રમુખ તત્ત્વ છે. જે વ્યક્તિમાં કરુણાની ચેતના જાગે છે, તે માનવીનો દષ્ટિકોણ બદલાઈ જાય છે. કરુણાનો વિકાસ નથી થયો માટે જ એક વ્યક્તિ બીજી વ્યક્તિને સહયોગ નથી આપતી. જો કરુણાનો વિકાસ થઈ જાય, તો એક મિલમાલિક, મજૂર પ્રત્યે ક્યારેય કૂર વ્યવહાર ન કરે, તે મજૂરનું શોષણ ન કરે અને તેને પોતાના સમાન સમજે. - શ્રીમદ્ રાજચંદ્ર વિચાર્યું. મેં જેની સાથે સોદો કર્યો છે, તેને નુકસાન આપનારો છે. આમ કહીને તેઓએ એગ્રીમેન્ટ ફાડી નાંખ્યો. “રાજચંદ્ર દૂધ પી શકે છે, કોઈનું લોહી હરગીજ નહીં !” આ છે કરણાં, પ્રેમ, લાગણી. સામાજિક સંબંધોનું સૌથી મોટું સૂત્ર છે : “કરુણા.” સ્વામી, સેવક, શેઠ, નોકર વગેરે તમામ સંબંધોનું સૂત્ર આ જ હોવું જોઈએ. શ્રમ અને ચૂકવણીનું સમતોલન ચોથું સૂત્ર છે : શ્રમ અને ચૂકવણી- મજૂરી-વેતનમાં સંતુલન. શ્રમ અને ચૂકવણીમાં સામંજસ્ય ન હોય તો કડવાશ પેદા થાય છે. એક સૂત્ર છે, જેટલું કામ તેટલાં દામ.” આ જ મોટી વાત છે. એક કુટુમ્બમાં દસ સભ્યો છે અને બીજા એકમાં ફક્ત ત્રણ જ સભ્યો છે. કામ બંનેએ બરાબર કર્યું તેથી દામ પણ બરોબર મળશે જ. આ પરિસ્થિતિ કેવી રીતે ચાલશે ? આ વિષમતા મોટી સમસ્યા સર્જી શકે છે. તેથી બીજું સૂત્ર રજૂ થયું, “આવશ્યકતા અનુસાર દામ” આનાથી પણ સમસ્યા ઉકલી શકી નહીં. શ્રમ અને તેની કિંમતની સંગતિ-સમાનતા કેવી રીતે થાય ? એમાં સંતુલન કઈ રીતે થઈ શકે ? જ્યારે આપણે અહિંસાની દષ્ટિએ વિચારીએ ત્યારે આ સૂત્રને મુખ્ય ગણવું જોઈએ. કોઈપણ માણસ ભૂખ્યો ન રહે એવી વ્યવસ્થા થવી જોઈએ. એનું તાત્પર્ય એ કે, “શ્રમ પ્રત્યે નિષ્ઠાનો વિકાસ થવો જોઈએ, શ્રમની પૂજા થવી જોઈએ.” એવું ના થવું જોઈએ કે એક વ્યક્તિ કમાય ને બાકીનાં બધાં ખાય. બીમાર-અસહાય-લાચાર વ્યક્તિ સિવાય જે માણસો ખાય છે તે દરેક ક્ષમતા અનુસાર શ્રમ કરવો જોઈએ જ. દરેક વ્યક્તિ આ સંકલ્પ કરે, તો એક સમાધાન અવશ્ય મળી રહે. તેરાપંથ ધર્મસંઘમાં સમાન ભાગીદારીની વ્યવસ્થા છે. પચાસ સાધુ હોય તો બધાએ પોતાની ગોચરીએ (ભિક્ષા લેવા) જવું પડે જ. બધા જ ગોચરી એ જાય છે જ. શ્રમના સમાન ભાગીદાર બને છે. તેમજ, સમાન ભાગીદારીનું અતિક્રમણ પણ ન જ થવું જોઈએ. જ્યાં સામાજિક લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ૯૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ વ્યવસ્થાનો પ્રશ્ન છે, ત્યાં પરિશ્રમથી દૂર ભાગવાનો, શ્રમની ચોરીનો પ્રશ્ન ઊભો થવો ન જોઈએ. “શ્રમને સામંજસ્યપૂર્ણ અને સંતુલિત મૂલ્ય ચૂકવવું'આ સૂત્રનો અનિવાર્ય શરત-નિયમ તરીકે સ્વીકાર કરવો રહ્યો. માનવીય સંબંધોને શ્રમને આધારે વિકસિત કરવા પડશે. આ બધાં દૃષ્ટિબિંદુઓથી વિચાર કરીશું તો, લોકતંત્રની અનેક સમસ્યાઓનું સમાધાન મળી રહેશે જ. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ 1 ૯૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ હૃદય-પરિવર્તનની પ્રક્રિયા અહિંસાનો અર્થ છે : હૃદયપરિવર્તન. વ્યક્તિ સ્વાતંત્ર્યનો અર્થ છે હૃદયપરિવર્તન. હૃદય-પરિવર્તન વિના વ્યક્તિ-સ્વાતંત્ર્યને વ્યાખ્યાબદ્ધ ના કરી શકાય અને અહિંસાને પણ બરોબર ન સમજી શકાય. ખોટી - અવધારણા પ્રશ્ન એ છે કે, હૃદય-પરિવર્તન થાય કઈ રીતે ? હૃદય-પરિવર્તનનું પ્રથમ સૂત્ર છે : દષ્ટિકોણનું પરિવર્તન. દરેક વ્યક્તિનો દૃષ્ટિકોણ જ ખોટો રચાયેલો છે. ખોટી ધારણાઓએ રૂઢિ-રિવાજનું સ્વરૂપ-ધારણ કરી લીધું છે. એમ માની લેવાયું કે, મનુષ્યથી શ્રેષ્ઠ પ્રાણી કોઈ જ નથી, પરંતુ તે જે દષ્ટિકોણથી કહેવાયું. તે દૃષ્ટિકોણથી તેને ગ્રહણ કરવામાં નથી આવ્યું. વિકાસની દષ્ટિએ કહી શકાય, પ્રાણીજગતમાં મનુષ્ય શ્રેષ્ઠ પ્રાણી છે. એનો ઉપયોગ આ રીતે કરવામાં આવ્યો કે “મનુષ્ય સૃષ્ટિનો સ્વામી છે.” જેટલા પદાર્થો છે આ પૃથ્વી ઉપર, તે બધા મનુષ્ય માટે જ છે. કેમ કે તે સર્વશ્રેષ્ઠ છે. મનુષ્ય ભોક્તા છે, બાકી બધું ભોગ્ય છે, આ દૃષ્ટિકોણે જ પવિરણને પ્રદૂષિત કરી દીધું છે નિયંતા, કત અને ભોક્તા ત્રણેય માનવી જ બની બેઠો. તેનો પદાર્થ તેમજ પ્રાણીજગત માટેનો દૃષ્ટિકોણ જ ખોટો થઈ ગયો. જેટલાં પ્રાણી છે તે બધાં પર મનુષ્યનો અધિકાર છે. તે બધાં પ્રાણીઓનું શોષણ કરી શકે છે, તેમનું આરોપણ અને આહાર કરી શકે છે. પ્રસાધન માટે જીવિત પ્રાણીઓનાં અવયવો, ચામડાં વગેરેનો ઉપયોગ કરી શકે છે. તમામ ક્રૂરતાઓના મૂળ સ્રોતની એક જ માન્યતા છે, “મનુષ્ય શ્રેષ્ઠ પ્રાણી છે.” આ પ્રકારની માન્યતાએ માનવીને ક્રૂર અને હત્યારો બનાવી દીધો છે. પ્રદૂષણની જવાબદારી માનવી પોતાના શોખને ખાતર, મનોરંજન માટે મરઘાં, સસલાં, આખલા, રીંછ વગેરેને લડાવે છે. પ્રસાધનો માટે નાના-મોટા કેટલાયે જીવોની હત્યા થાય છે. પ્રાણીજગત માટે માનવીનો દૃષ્ટિકોણ સાવ ખોટો છે. તેથી પ્રાણીઓની કેટલીયે જાતિઓ અને પેટા-જાતિઓ નષ્ટ થતી જાય લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૯૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રકૃતિનો પોતાનો નિયમ છે, પોતાનું સંતુલન છે. તમામ પ્રાણીઓ સાથે મળીને જીવે તો વાતાવરણ શુદ્ધ રહે છે, પર્યાવરણ પ્રદૂષિત થતું નથી. પર્યાવરણના સંતુલનમાં સૌનો સહયોગ છે. કરોળિયો ઘણાં બધાં ઝેરી કીટાણુને નષ્ટ કરી નાંખે છે. જેટલા જીવો છે, પદાર્થ છે, તે બધા જ પ્રકૃતિનું સંતુલન જાળવી રાખે છે. આ રીતે, સંતુલનનો એક વ્યવસ્થિત ક્રમ છે. મનુષ્ય હસ્તક્ષેપ કર્યો અને સૌને ખતમ કરવાનું શરૂ કરી દીધું. આનો સીધો અર્થ એ થાય, કે મનુષ્ય પર્યાવરણને પ્રદૂષિત કરવાની જાણે. જવાબદારી લઈ લીધી હોય શ્રેણીબદ્ધ સમસ્યાઓ પ્રાણીજગત પ્રત્યે અને પદાર્થજગત પ્રત્યે આપણે દષ્ટિકોણ બદલીશું તો પર્યાવરણની સમસ્યાનું સમાધાન મળી રહેશે. આજે પ્રાકૃતિક પદાર્થોનો કસ ખૂબ જ વધારે પ્રમાણમાં કાઢવામાં છે, તેનાથી સંતુલન બગડી રહ્યું છે. સંભવ છે, ૧૦૦ વર્ષ પછી આવા પદાર્થોનો અભાવ થઈ જશે. પદાર્થ પ્રત્યેના ખોટા દષ્ટિકોણવાળી સ્થિતિનું આ ભયાવહ પરિણામ છે. પ્રાણીઓનું શોષણ અને પદાર્થોનો આડેધડ ઉપયોગ- તેમનો વધુ પડતો કસ કાઢવાની વૃત્તિ આ બંને દૃષ્ટિકોણ હિંસાને જન્મ આપે છે. પ્રાકૃતિક પદાર્થોનું વધુ પ્રમાણમાં દોહન, પ્રાણીઓનું શોષણ, યુદ્ધ અને હિંસા- આ બધી જ બાબતોને- સમસ્યાઓને અલગ-અલગ રીતે ન ગણી શકીએ, કેમ કે તે તમામ શ્રેણીબદ્ધ સમસ્યાઓ છે. ઉપાદાન અને નિમિત્ત ભગવાન મહાવીરે બે નયો પર આધારિત એક નવો દ્રષ્ટિકોણ આપ્યો. તેમણે કહ્યું, “નિમિત્ત અને ઉપાદાન, પરિસ્થિતિ અને અંતર્જગતુબંનેને તોડીને ન વિચારો.” કેટલાક લોકો બધો જ ભાર પરિસ્થિતિ ઉપર નાંખી દે છે. પરિસ્થિતિ નહીં બદલાય, તો સમસ્યાનું સમાધાન નહીં થાય. બીજી બાજુ જે આધ્યાત્મિક લોકો છે, તેમનો મત એવો છે, કે અંતર્જગતુમાં સુધારો નહિ આવે, ઉપાદાન નહિ બદલાય તો સમસ્યાનું સમાધાન નહીં થાય. આ બંને એકાંગી-એકતરફી દૃષ્ટિકોણ છે. નિમિત્ત અને ઉપાદાન બંને જોડાયેલાં છે. ઉપાદાન શક્તિશાળી હોય અને નિમિત્ત પ્રતિકૂળ હોય તો ઉપાદાન કશું જ ન કરી શકે. નિમિત્ત શક્તિશાળી હોય અને ઉપાદાન ન હોય, તો નિમિત્ત કંઈ જ ન કરી શકે. જે કંઈ બને છે, થાય છે, તે આ બંનેના સંયોગથી જ થાય છે. દષ્ટિકોણના પરિવર્તન માટે બન્ને ઉપર ધ્યાન આપવું ઇચ્છનીય છે. એ સવગીણ દષ્ટિકોણ છે કે, વ્યવસ્થા પરિવર્તન બહુ ઇચ્છનીય છે, તેમ સાથે-સાથે ઉપાદાનનું શુદ્ધીકરણ પણ જરૂરી છે લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૯૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ સહુથી મહત્ત્વપૂર્ણ વાત છે : વ્યવસ્થાના સંચાલક પોતે કેવો છે ? જો સંચાલક સારો નહીં હોય, તો વ્યવસ્થા એકલે હાથે કંઈ જ ન કરી શકે. લોકતંત્ર એટલે જ ડગમગી ગયું છે, કેમકે લોકતંત્રને પકડનારા હાથ તેની (લોકતંત્રની) નાવને તારનારને બદલે ડૂબાડનાર બની રહ્યા છે. બંનેનો સહયોગ જોઈએ ઃ સારી વ્યવસ્થા અને સારો સંચાલક. સમાજસેવા ચિત્તનું શુદ્ધીકરણ વિનોબાએ એક બહુ જ સારી વાત કરી હતી, કે સમાજસેવા અને ચિત્તશોધન બંનેનો યોગ થવો જોઈએ. સરકાર અનુસૂચિત જનજાતિ માટે કરોડો રૂપિયા, યોજનાઓ મૂકીને ખર્ચે પરંતુ રૂપિયા ક્યાં સુધી પહોંચે છે ? તે વચ્ચે જ કયાંક અટવાઈ જાય છે. એનું કારણ શું છે ? એનું કારણ એ કે, વ્યવસ્થા કરનારા સંચાલકો બરાબર નથી. વ્યવસ્થા સાચી ગોઠવી છે, પણ તેનું ઉપાદાન ઠીક નથી. જ્યાં સુધી સમાજસેવા અને રાજ્યસેવા સાથે ચિત્તશોધનની પ્રવૃત્તિ નહીં જોડાય, ત્યાં સુધી કોઈ જ પરિવર્તન નહીં આવી શકે. જીવન વિજ્ઞાનનો આ જ મૂળ સિદ્ધાંત રહ્યો છે : “પ્રત્યેક પ્રવૃત્તિની સાથે ચિત્તશોધનની પ્રવૃત્તિ જોડાયેલી હોવી જોઈએ. અર્થવ્યવસ્થા, સમાજ-વ્યવસ્થા અને રાજ્ય-વ્યવસ્થા આ ત્રણેને કેવળ નિમિત્તના આધારે છોડી દેવામાં આવે, ચિત્તશોધનની વાત ભુલાવી દેવામાં આવે, તો પરિવર્તન ક્યાંથી શક્ય છે ? સંચાલન કરનારા જીવીતચેતનાવંત પ્રાણી છે. તેમને ગણકારવામાં ન આવે, તો પરિવર્તન કયાંથી આવે ? સમ્યક દૃષ્ટિકોણ સંસ્કૃતમાં એક શ્લોક છે : मातृवत् परदारेषु, परद्रव्येषु लोष्ठवत् । मित्रवत् सर्वभूतेषु, यः पश्याति स पण्डितः ।। સ્ત્રીના પ્રત્યે કેવો દૃષ્ટિકોણ હોવો જોઈએ ? સ્ત્રી હોય કે પુરુષ દરેકની સ્વતંત્ર સત્તા છે. કોઈ ભોગ્ય નથી, કોઈ ભોક્તા નથી. જેવો આપણે બીજાની સત્તા પર પ્રહાર કરીએ કે તરત જ હિંસાની શરૂઆત થઈ જાય છે. એક નવી દષ્ટિ પ્રાપ્ત થઈ, તમે સ્ત્રીને ભોગ્યા ના સમજો. પત્ની સિવાય બાકીની તમામ સ્ત્રીઓને માતાના દષ્ટિકોણથી જુઓ. આવું કરવાથી તમારો વિકાર નષ્ટ થઈ જશે. જો વ્યક્તિ અભ્યાસ દ્વારા પ્રયત્ન કરીને માતૃવત્ દષ્ટિકોણ કેળવી લે, તો તેના વિકારો સમાપ્ત થઈ જાય છે, માનવી સંસ્કારોને સાથે લઈને જીવે છે. નવા સંસ્કારોનો જન્મ થતો રહે છે, પરંતુ જે ઇચ્છનીય સંસ્કારો છે તેમનો વિકાસ તો જરૂરથી થવો જોઈએ. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ૯૪ Page #96 -------------------------------------------------------------------------- ________________ બીજાના ધનને પડાવી લેવાનો, હડપ કરી જવાનો, જે દષ્ટિકોણ છે, તે બદલાવો જોઈએ. જે પોતાના શ્રમ દ્વારા અર્જિત નથી- પેદા કરેલ નથી તે ધન મારા માટે માટી સમાન છે, આ દષ્ટિકોણ તે સમ્યક્ દષ્ટિકોણ છે. જગતનાં સઘળાં પ્રાણી મારા મિત્રો છે, આ દષ્ટિકોણ પ્રાણીમાત્ર પ્રત્યે આત્મીય દષ્ટિકોણનું નિર્માણ છે. અસ્તિત્વ સ્વંતત્ર છે. આ ત્રણ દષ્ટિકોણ છે, જેમનો સંબંધ છે બ્રહ્મચર્ય સાથે, અપરિગ્રહ સાથે અને અહિંસા સાથે. જ્યાં સુધી એ ધારણા નહીં બદલાય, કે મનુષ્ય જ સર્વશ્રેષ્ઠ પ્રાણી છે, ત્યાં સુધી બધા જ પદાથ તેના માટે ખાદ્ય છે, તે ભોક્તા છે, બધાનો નિયંતા છે, કર્તા-હત છે, ત્યાં સુધી પર્યાવરણના પ્રદૂષણને મટાડવાની વાત આકાશ-કુસુમ જેવી બની રહેવાની. માત્ર કલ્પનામાં જ તેનું અસ્તિત્વ રહેવાનું. આ દષ્ટિકોણનો વિકાસ થવો જોઈએ કે જગતમાં જેટલાં પ્રાણી છે તે દરેકને સ્વતંત્ર અને મુક્ત જીવનનો હક્ક છે. આ સ્થિતિમાં પદાર્થવાદી, ભોગવાદી દષ્ટિકોણમાં પરિવર્તન શકય બને છે. માનવીની ખોટી ધારણાઓએ જ અનેક સમસ્યાઓને જન્મ આપેલો છે. આપણો દષ્ટિકોણ અસ્તિત્વવાદી દૃષ્ટિકોણ બનવો જોઈએ. દરેકનું સ્વતંત્ર અસ્તિત્વ છે. કોઈ કોઈના માટે નથી અને જ્યાં કોઈને પોતાના તાબામાં સમજવાની શરૂઆત થાય, ત્યાં જ ઝઘડો-હિંસા શરૂ થાય છે. જો પુત્ર પિતા માટે જન્મ્યો હોત, તો ક્યારેય પુત્ર પિતાને મારતા નહીં. આ તાદર્થ્યની વાત અત્યંત સ્થળ છે. આપણે આપણી ધારણાઓને પહેલાં બદલવી પડશે, દૃષ્ટિકોણનું શુદ્ધીકરણ કરવું જ પડશે, જેથી આપણી દષ્ટિ-આપણું દર્શન સમ્યક્ બને. પ્રશ્ન એ છે કે, આપણે આપણો દષ્ટિકોણ બદલવા તૈયાર નથી, તેથી જ અહિંસક સમાજની રચનાનું કાર્ય આગળ નથી વધતું. સહુથી પ્રથમ આપણી ખોટી માન્યતાઓ-ધારણાઓને બદલીએ. જે કંઈ છે તે બધું જ પોતાનું માનીને અહમૂની મિથ્યા-ખોટી ધારણા કરી લેવી તે ક્રૂરતાને જન્મ આપે છે. આપણે હૃદય-પરિવર્તનની પ્રક્રિયાની મીમાંસા કરીએ. આપણે સૌથી પ્રથમ દષ્ટિકોણને બદલીએ. આ વાત સમજમાં આવી જશે, તો સમસ્યાનું સમાધાન અવશ્ય થઈ જશે. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજL ૯૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ શું અહિંસાનું શિક્ષણ શક્ય છે? વર્ષાઋતુ હતી. અધ જુલાઈ માસ વીતી ગયેલો. વષનું એક ટીપું પણ નહીં પડેલું. એક ખેડૂત પોતાના ખેતરમાં ગયો. તેણે જોયું તો ખેતરમાં માટી સિવાય કંઈ જ નહોતું. પ્રશ્ન થયો, સહજ રીતે થાય પણ ખરો, શું અહીં ખેતી શક્ય છે ? છોડ ઊગશે ? પાક થશે ? પરંતુ જેવી વર્ષા થાય છે, હળ ચાલે છે, બીજ રોપાય છે, વાવણી થાય છે, છોડ ઊગે છે અને બે-ચાર મહિનામાં ખેતર પાકથી હરિયાળું લીલુંછમ બની જાય છે અને તે વખતે અસંભવ- સંભવનો પ્રશ્ન રહેતો નથી. અહિંસા માટે પણ ભૂમિ તો ફળદ્રુપ છે, ફક્ત વર્ષા જ નથી થઈ. બીજ વવાયું નથી. છતાં સહજ પ્રશ્ન થાય છે કે, અહીં અહિંસાનું બીજ ક્યાંથી રોપાય, કારણ કે દરેક વ્યક્તિમાં હિંસાનું બીજ રહેલું છે ! પરંતુ એ ન ભૂલવું જોઈએ કે હિંસાની સાથે સાથે, અહિંસાનું બીજ પણ પ્રત્યેક વ્યક્તિમાં પડેલું જ છે. જે બીજને જેવું નિમિત્ત મળે છે, તે બીજ તેવી રીતે પાંગરીને બહાર આવે છે. આમ મનુષ્યમાં બંને પ્રકારનાં બીજ રહેલાં છે, કયા પ્રકારનું નિમિત્ત મળે છે, તેના ઉપર બધું નિર્ભર છે. હિંસાનાં બીજ પારિવારિક વાતાવરણ અહિંસાના પ્રશિક્ષણનું સૂત્ર છે : હિંસાના બીજને સુષપ્ત બનાવી દઈને અહિંસાનાં બીજને જાગૃત કરવાં. આ અઘરું હશે, પણ અશક્ય તો નથી જ. આવશ્યકતા છે બીજ ઉગાડવાની, પણ આજકાલ કયાં બીજ વવાઈ રહ્યાં છે ? ચારે બાજુ હિંસા વધી રહી છે. જો આ બીની વાવણી ન થઈ હોત, તો હિંસાનો પાક વધ્યો ન હોત. ધ્યાન આપવાનું છે, બીજ અને નિમિત્તો ઉપર. અહિંસાના બીની વાવણી માટે પ્રશિક્ષણ ખૂબ જરૂરી છે. એક બાળક હોય છે. તેને પોતાના પરિવારમાંથી પ્રારર્મિક શિક્ષણ જ હિંસાનું મળે છે. તેનામાં પરિગ્રહ પ્રતિ આકર્ષણ હોય, તે સ્વાભાવિક છે. તે જુએ છે જે કંઈ મળે છે, તે પૈસા દ્વારા જ મળે છે. તે એ પણ જુએ છે કેઃ પૈસા માટે ઝઘડા પણ થાય છે અને તેથી, તેનામાં બાળપણથી જ આ લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૯૬ Page #98 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારો ઘર કરી જાય છે કે, લડાઈ-ઝઘડા કંઈપણ કરો, પણ પૈસા તો આપણી પાસે હોવા જ જોઈએ. તેણે એ પણ જોયું કે પૈસા માગવાથી નથી મળતા, લડાઈ-ઝઘડો કર્યો, તો પૈસા મળી ગયા. એક સંસ્કારે ઘર કરી લીધું- ક્રોધ વગર કામ નથી થતું. સમગ્ર પારિવારિક વાતાવરણમાં તેને હિંસાનાં નિમિત્ત મળી રહે છે. સામાજિક વાતાવરણમાં પણ તેને હિંસાનાં નિમિત્ત મળે છે. આમ, આ તમામ બીજ હિંસાનાં હોય તો ફળ અહિંસાનું મળે ક્યાંથી ! એ વાત જ કેવી અટપટી લાગે છે ! શિક્ષણનું વાતાવરણ આજે શિક્ષણજગતનું વાતાવરણ પણ હિંસાથી મુક્ત નથી રહો. વિદ્યાર્થી ઇતિહાસ ભણે છે, તેનો સાર એટલો જ મળે છે, “જેની લાકડા તેની ભેંસ !” તમારામાં શક્તિ નથી, તો કંઈ જ નથી. એક બાળકને ખ્યાલ નથી હોતો કે, શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો, તેથી તે શક્તિને કદ્ધચ ગેરમાર્ગે વાળશે, તો તે દુરુપયોગ તેના પતનનું કારણ બની રહેશે. બીજાંઓને પીડાકારક, દુઃખનું કારણ બની રહેશે. આજે વૈજ્ઞાનિક વિકાસને કારણે શક્તિ અનેક ગણી વધી ગઈ, પરંતુ આ શક્તિનો ઉપયોગ વિનાશ માટે જ થઈ રહ્યો છે. શક્તિના પ્રયોગની દિશા પ્રશ્ન એ છે કે શક્તિનો પ્રયોગ કઈ દિશામાં થવો જોઈએ ? માનવકલ્યાણના વિકાસમાં કે માનવના અકલ્યાણ- વિનાશમાં ? એના માટે જરૂરી છે, અહિંસાનું શિક્ષણ. આજે પ્રાપ્ત શક્તિનો ૨૦ % ભાગ જ માનવકલ્યાણમાં વપરાય છે, જ્યારે ૮૦ % ભાગ માનવના વિનાશમાં જ ખચઈિ જાય છે. બધા મનુષ્યોના સંસ્કાર સમાન નથી હોતા. આપણે એમ ન માની લઈએ કે તમામ લોકો અહિંસાનું શિક્ષણ મેળવવા તૈયાર થઈ જશે અને શિક્ષિત પણ થઈ જશે જ. અહિંસાનું શિક્ષણ આવશ્યક છે. સંભવિત છે અને ઉપયોગી પણ છે. એ સાચું છે કે તમામ માનવીના સંસ્કાર સમાન નથી, પણ એની સાથે જોડાયેલ આ બાબત પણ એટલી જ સાચી છે કે : ઘણા બધા લોકોમાં પડેલા અહિંસાના સુષુપ્ત સંસ્કારોને જગાડી શકાય છે. પ્રશિક્ષણનો ઉપાય અહિંસાના પ્રશિક્ષણનો ઉપાય શો હોઈ શકે ? કયા માર્ગે આ શિક્ષણ મેળવી શકાય ? એના બે ઉપાય છે : (૧) સૈદ્ધાંતિક બોધ અને (૨)પ્રાયોગિક બોધ. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નહેર જD૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ સમ્યફ બોધ અને સમ્યક દર્શન, જેના દ્વારા અવધારણાઓના શુદ્ધીકરણની તક મળે છે, તેની સાથે સાથે પ્રાયોગિક પ્રશિક્ષણ પણ ચાલે. કેવળ સિદ્ધાંત જાણવાથી કામ ન ચાલે. આંતરિક-પરિવર્તન પણ એટલું જ જરૂરી છે. મનને વચ્ચે જ રહેવું છે, ના અહીં ના ત્યાં. બહારથી ઈન્દ્રિયોનું દબાણ પડે છે અને અંદરથી આશ્રવોનું- સંસ્કારોનું દબાણ ચાલે છે. બિચારું મન ચંચળ અને કમજોર થઈ જાય છે. આવી સ્થિતિમાં હિંસા વધે જ ને ? અહિંસાના પ્રશિક્ષણ સમયે આપણે એ વાત ઉપર જ ધ્યાન આપવાનું છે, કે મનની ચંચળતા ઓછી કેમ થઈ શકે ? આ છે પરિવર્તનનું પહેલું સૂત્ર- પ્રથમ નિયમ. જેની માનસિક ચંચળતા જેટલી વધારે તેટલો તે માનવી વધારે દુઃખી થાય છે. જેની માનસિક ચંચળતા જેટલી ઓછી. તેને તેટલાં દુખ ઓછાં હશે. દુખનો સંબંધ ઘટના સાથે નથી. માનવીની સંવેદના સાથે સંકળાયેલું છે દુઃખ. મન જેટલું વધારે ચંચળ, તેટલી સંવેદનાઓ વધારે. જેટલું ચંચળ ઓછું તેટલી સંવેદનાઓ ઓછી. હિંસા પણ આ સ્થિતિમાં વધારે થાય છે. જ્યાં સુધી વ્યક્તિ બદલો નથી લેતી. ત્યાં સુધી તેનું મન શાંત નથી થતું. જરૂરી છે આંતરિક પરિવર્તન મનની ચંચળતાને દૂર કરવા જરૂરી છે. માનવીનું આંતરિક પરિવર્તન. એના માટે જરૂરી છે ધ્યાનનો પ્રયોગ. ધ્યાન વગર આંતરિક સંશોધનશક્ય જ નથી. વૃત્તિઓ અને આશ્રવોનું શોધન-આંતરિક શોધન. આ શુદ્ધીકરણ અંતરમાં ચાલે. બહાર આપણે ઈન્દ્રિયોને વશમાં કરવા લાગીએ પ્રત્યાહાર કરીએ. આમ અંદર અને બહાર, બંને પ્રક્રિયાઓ સાથે ચાલશે તો અહિંસાના પ્રશિક્ષણની વાત જરૂર આગળ વધશે. આજે આંતરિક શુદ્ધીકરણને નકારી કાઢવામાં આવે છે. ફક્ત કાયદાના સહારે કશું જ ના થઈ શકે. આપણે પાછા પડીને ધર્મના માર્ગે પ્રયાણ કરવું જ પડશેધર્મનો અર્થ છે : ઈન્દ્રિય પર અમુક હદ સુધી નિયંત્રણ, આંતવૃત્તિઓનું શુદ્ધીકરણ અહિંસાના પ્રશિક્ષણ માટે આ જ ધર્મ છે. વળ શોધનપરિક્કર ફેરવિચારણા અને નિયંત્રણ. આ છે અધ્યાત્મ. આ દિશામાં ડગ માંડ્યા વગર અહિંસાના પ્રશિક્ષણની વાત શકય નથી જ. આનો અર્થ એ નથી કે વ્યવસ્થા અને કાયદાનું કંઈ મહત્ત્વ નથી. તેમનું પોતાનું મૂલ્ય છે જ, પરંતુ દરેક વખતે તેનું જ મહત્ત્વ આંકવું એ ભૂલભરેલું છે. અહિંસાના પ્રશિક્ષણની સાર્થકતા માટે, આ ભૂલનું શુદ્ધીકરણ કરવું જરૂરી બને છે. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૯૮ Page #100 -------------------------------------------------------------------------- ________________ આંતરિક સમસ્યાઓ આપણી વૃત્તિઓ નિમિત્તની સાથે વ્યક્ત થાય છે. ક્ષેત્ર, કાળ અને પરિસ્થિતિ નિમિત્ત છે. આપણે સૂક્ષ્મતાથી અવલોકન કરીએ તો એક પ્રકારની વૃત્તિઓ પ્રાતઃકાળે નથી જાગતીસાંજે જ જાગે છે. જે વૃત્તિઓ રાત્રે જાગશે તે દિવસે નથી જાગતી આમ દરેક વૃત્તિના જાગરણનો પોત-પોતાનો સમય હોય છે. તેના આધારે જ જૈવિક ઘડીના સિદ્ધાંત નક્કી કરવામાં આવ્યા નક્કી થયા, અને એ આધારે નક્કી કરાયું કે, કયું કામ કયારે કરવું જોઈએ. આ કાળનું નિમિત્ત છે. આંતરિક શુદ્ધીકરણનો પણ એક નિશ્ચિત સમય છે. મેલાટોનિનના સ્ત્રાવનો સમય, મનની ચંચળતાને ઓછી કરવાનો સહુથી શ્રેષ્ઠ સમય છે. જ્યારે પીનિયલ ગ્રંથિ કામ કરતી હોય તે સમયે આંતરિક શુદ્ધીકરણનો સૌથી ઉત્તમ સમય હોય છે. મેલાટોનિન બહારની ક્રિયાઓને નિષ્ક્રિય કરી આંતરિક ક્રિયાઓને ઉદ્દીપ્ત-જાગૃત કરે છે. વિચાર, મન ભાવ અને વૃત્તિઓ- આ બધું જ હિંસાને ભડકાવે છે. આ બધી આંતરિક સમસ્યાઓ પર આપણે બહુ ઓછું ધ્યાન આપ્યું છે. કેવળ સામાજિક અને રાજનીતિનાં ક્ષેત્રોમાં જ નહીં, પણ ધર્મના ક્ષેત્રે પણ લોકો બહારની ક્રિયાઓમાં જ અટવાઈ ગયેલા છે, આંતરિક શુદ્ધીકરણ પર ભાર ઓછો મૂકે છે. આ બંને પર આપણે પૂરતું ધ્યાન આપીશું તો અહિંસાની વાત વ્યાપક બનશે. શિક્ષણ સાથે જોડવામાં આવે અહિંસાનું પ્રશિક્ષણ અહિંસાના ક્ષેત્રમાં અનેક પ્રયોગ ચાલી રહ્યા છે, પરંતુ આપણી દષ્ટિએ તે વ્યાવહારિક નથી. તે માત્ર અહિંસાની વ્યાવહારિક પ્રયોગશાળાઓ જ છે. એક હોય છે ઉપાય અને એક હોય છે પ્રયોગશાળા. સહુથી પ્રથમ પ્રયોગશાળા છે : માનવીનો પોતાનો પરિવાર. માનવીનું પારિવારિક જીવન કેવું છે ? પારિવારિક જીવનમાં જો અહિંસા હશે, તો એક ભૂમિકા તેની સફળ થઈ ગઈ. બીજી પ્રયોગશાળા છે : સમાજ. અહિંસાના પ્રશિક્ષણના જે ઉપાય છે, તેનાથી ચિત્તનું શોધન થાય છે. પ્રયોગશાળામાં પ્રશિક્ષણ પણ અપાય અને આંતરિક શોધન પણ ચાલે.આ બધું એકત્ર થઈને, એક સમન્વિત કાર્યક્રમ ઘડાય, તો અહિંસાના પ્રશિક્ષણને એક વ્યાપક દિશા મળી રહે, અને આ ક્રમને આગળ વધારી શકાય. આના માટે આધારભૂમિ છે ? શિક્ષણ. જ્યાં સુધી શિક્ષણ સાથે અહિંસાના શિક્ષણની વાત નહિ જોડાય, ત્યાં સુધી આનું વ્યાપક સ્વરૂપ આપણને નહિ મળે. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૯૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ અહિંસાના પ્રશિક્ષણની આધારભૂમિ શું અહિંસાનું પ્રશિક્ષણ શક્ય છે ? આ પ્રશ્ન અસ્વાભાવિક નથી, અપ્રાસંગિક પણ નથી. અહિંસા પરિણામ છે, છે. પ્રવૃત્તિનું પ્રશિક્ષણ હોય, પરિણામનું પ્રશિક્ષણ ન હોય. આ તર્ક હિંસા માટે પણ સંભવી શકે. એમાં સચ્ચાઈ છે. હિંસા પણ એક પરિણામ છે. પ્રવૃત્તિને અટકાવી શકાય છે, એકમાંથી બીજી પ્રવૃત્તિનું રૂપાંતરણ પણ કરી શકાય છે. પરંતુ પરિણામને ન અટકાવી શકાય છે, ન તેનું રૂપાંતરણ કરી શકાય છે, પરિણામ પરિણામ છે. હિંસાઃ ઉદ્ભવસ્ત્રોત મનુષ્યમાં એક મૌલિક મનોવૃત્તિ રહેલી છે, તે છે અધિકારની ભાવના, પરિગ્રહ-સંગ્રહની મનોવૃત્તિ. આ છે હિંસાનો ઉદ્ભવ સ્ત્રોત. મૂળ પરિગ્રહની મનોવૃત્તિનું રૂપાંતરણ જ અહિંસાની નિપજ છે. અપરિગ્રહની -નિઃસંગ્રહની ચેતનાને જગાડવાનો ક્રમ એટલે જ અહિંસાનું પ્રશિક્ષણ અને, અહિંસાના પ્રશિક્ષણનો અર્થ છે, અપરિગ્રહની ચેતનાને જગાડવાનો પ્રયત્ન. પરિગ્રહ અને હિંસા વ્યક્તિગત સ્વામિત્વ, સામૂહિક સ્વામિત્વ, રાજ્યનું સ્વામિત્વ અને સહકારિતા, કેન્દ્રિત અર્થવ્યવસ્થા અને વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા : આ બધા શબ્દોની વ્યાખ્યા કર્યા વગર, તેમના અર્થ જાણ્યા વગર, આપણે અહિંસાના પ્રશિક્ષણની વાત ન જ વિચારી શકીએ. વ્યક્તિગત સ્વામિત્વ પ્રત્યે ભારે આકર્ષણ હોય છે, તેથી આર્થિક વિકાસના ક્ષેત્રમાં તે સર્વોત્તમ સાબિત થયેલ છે. સામૂહિક સ્વામિત્વ અને રાજ્યનું સ્વામિત્વ એ બન્ને આર્થિક વિકાસની દોડમાં પાછળ પડી ગયાં છે. અને આ બાબત, આ દશકમાં બનેલ યુરોપ અને એશિયાની ઘટનાઓને આધારે સત્ય સાબિત થાય છે. સહકારિતાની સ્થિતિ પણ આ જ છે. એનું સ્પષ્ટ કારણ છે ? વ્યક્તિગત સ્વામિત્વમાં અધિકારની ભાવના પ્રબળ બને છે. સામૂહિક લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ | ૧૦૦ Page #102 -------------------------------------------------------------------------- ________________ સ્વામિત્વ, રાજ્યગત સ્વામિત્વ અને સહકારિતામાં તે દુર્બળ થઈ જાય છે. એનો નિષ્કર્ષ એ છે કે : હિંસા અને પરિગ્રહ બંનેમાં ગઠબંધન છે. જ્યાં અધિકારની ભાવના છે, ત્યાં અર્થ-સંગ્રહ પ્રત્યે વધારે આકર્ષણ હોય છે. જ્યાં અર્થસંગ્રહ પ્રત્યે અધિક આકર્ષણ હોય છે, ત્યાં હિંસા પ્રત્યે અધિક આકર્ષણ હોય છે. અહિંસાનું પ્રશિક્ષણ પ્રથમ બિન્દુ અહિંસાનું પ્રશિક્ષણ ક્યાંથી શરૂ કરવું ? આ પ્રશ્ન નો ઉત્તર ઉપરની સમસ્યાનું સહજ સમાધાન છે.અહિંસાનું પ્રારંભબિન્દુ છે : “અભય”. ભય ન કરો....આમ એક હજાર વખત વાંચનાર-ગોખનાર પણ ભયમુક્ત નથી બની શકતો, જો તેને મૃત્યુનો ડર હશે, શરીર માટે મોહ હશે, ધન-પદાર્થ માટે મૂચ્છ ઘેલછા હશે. ભયનું ઉદ્ગમ સ્થાન- ભય પેદા કરનાર તત્ત્વોઅંદર સમાયેલાં હોય અને બહારથી આપણે અભયના પાઠ ભણીએ, મનન કરીએ, તો લક્ષ્યપ્રાપ્તિ થતી નથી. ભયના આવેગનું શુદ્ધીકરણ શી રીતે કરવું ? ભયના ઉદ્દીપન- પ્રજ્વલનથી કેવી રીતે બચવું ? આ બંનેનો સમ્યફ બોધ -જ્ઞાન અને વ્યવહારમાં પ્રયોગ એ જ અભયના પ્રશિક્ષણનું પ્રથમ બિન્દુ બની શકે છે. અહિંસાનું બીજ અધિકારની ભાવના, સંગ્રહ, ભય આ તમામ એક પરિવારના સભ્યો છે. તેમનાથી મુક્તિ મેળવવી સરળ નથી.એમનું શુદ્ધીકરણ સંભવ છે. આ શુદ્ધીકરણ પ્રક્રિયામાં જ રહેલું છે : અહિંસાનું બીજ. શુદ્ધીકરણનાં સાધનોની શોધ એક જટિલ પ્રશ્ન છે. સળગતા ચૂલા પર પડેલું પાણી ગરમ થઈ જાય છે. તે પાણી નીચે ઉતારીને મૂકતાં ઠંડું પડી જાય છે. આ શુદ્ધીકરણ જ્યોત ઝળહળતી રહે, તે બુઝાય નહિ. આ કાર્ય અસંભવ નથી, ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ સાથે સાથે વિશ્વાસ રાખો કે તે શકય છે. પહેલું સાધન - સૂત્ર હિંસાનો જન્મ થાય છે ભાવનાતંત્રમાં. પછી તે વિચારોમાં પરિણમે છે અને છેલ્લે થાય છે તેનું આચરણ. અહિંસાના પ્રશિક્ષણનું પહેલું સાધન-સૂત્ર છે : ભાવ-વિશુદ્ધિ. વિધાયક-રચનાત્મક- હકારત્મક ભાવ હોય, નિષેધાત્મક-નકારાત્મક- ખંડનાત્મક ભાવ ન હોય એના માટે શરીર અને મનને પ્રશિક્ષિત કરવાં ખૂબ જરૂરી છે. શારીરિક પ્રશિક્ષણનાં સૂત્રો શારીરિક પ્રશિક્ષણનાં સાધન છેઃ આસન અને પ્રાણાયામ. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૦૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ પદ્માસન, શશાંકાસન, યોગમુદ્રા, વાસન, સવાંગાસન મત્સ્યાસન, ગોદોતિકાસન વગેરે આસનો નાડીતંત્ર અને ગ્રંથિતંત્રને ખૂબ પ્રભાવિત કરે છે. આના દ્વારા હિંસાનાં શારીરિક ઉત્પાદક તત્ત્વો ક્ષીણ થઈ જાય છે. અનુલોમ-વિલોમ, ચન્દ્રભેદી નાડી-શોધન, ઉજજાઈ અને શીતલી વગેરે પ્રાણાયામ શરીરમાં પેદા થતી હિંસાનાં બીજાણુંઓનું વિરેચન કરે છે. માનસિક પ્રશિક્ષણનું સૂત્ર માનસિક પ્રશિક્ષણનું સૂત્ર છે : ધ્યાન. કાર્યોત્સર્ગ, દીર્ઘશ્વાસ-પ્રેક્ષા, સમવૃત્તિ શ્વાસ-પ્રેક્ષા, વગેરે ધ્યાનના પ્રયોગો માનસિક એકાગ્રતાના વિકાસમાં સહયોગી બને છે. મન જેટલું ચંચળ તેટલી હિંસા વધારે. મન જેટલું સ્થિર- ચંચળતા ઓછી- તેટલી હિંસા ઓછી. ભાવાત્મક પ્રશિક્ષણનાં સૂત્ર શારીરિક અને માનસિક પ્રશિક્ષણ કરતાં અધિક આવશ્યક છે ? ભાવાત્મક પ્રશિક્ષણ. તેનું સૂત્ર છે : ચૈતન્ય કેન્દ્રનું ધ્યાન અને આભામંડલીય લેશ્યા ધ્યાન. અનુપ્રેક્ષાના પ્રયોગ શારીરિક, માનસિક અને ભાવાત્મક ત્રણેય પ્રશિક્ષણ પદો માટે ઉપયોગી છે. આધારભૂમિઃ પ્રયોગશાળા અહિંસાના પ્રશિક્ષણની આ વ્યક્તિગત પદ્ધતિ છે. વાસ્તવમાં અહિંસાનું પ્રશિક્ષણ વ્યક્તિગત સ્તરે જ થવાનું છે. સામાજિક સ્તર પર તેના પ્રયોગ કરવામાં આવે છે. એ કહેવામાં કોઈ મુશ્કેલી નથી કે, અહિંસા- ની આધારભૂમિ છે કે વ્યક્તિ અને તેની પ્રયોગશાળા છે ? સમાજ. એ જ રીતે હિંસા માટે પણ આ બંને તત્ત્વો જ છે, તે બહુ સીધી વાત છે. તેથી જ, અહિંસક સમાજરચનાનો મહત્ત્વપૂર્ણ ઘટક છે : વ્યક્તિરચના, તેથી જ- અહિંસક વ્યક્તિરચના પ્રશિક્ષણનું પહેલું ચરણ છે. પારિવારિક જીવનમાં અહિંસા એક વ્યક્તિના બીજી વ્યક્તિ સાથેના સમ્બન્ધ અને વ્યવહારોનું તાત્પર્ય છે ઃ સમાજ અને માનનવીય સમ્બન્ધ. વિશુદ્ધ વ્યવહારનું પ્રશિક્ષણ સામાજિક સ્તર પર અહિંસાનું પ્રશિક્ષણ છે. એની પહેલી પ્રયોગભૂમિ છે : પરિવાર. હિંસાને યુદ્ધ અને આંતકવાદ સુધી સીમિત રાખવું આપણા માટે ઇષ્ટ નથી. યુદ્ધ ક્યારેક-ક્યારેક અને કોઈક-કોઈક ભૂમિના ભાગ પર થનારી ઘટના છે. પારિવારિક જીવનમાં હિંસાના પ્રસંગો વારંવાર અને લગભગ લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજD ૧૦૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ રોજ થતા હોય છે. તે માનસિક શાંતિમાં બાધક બને છે અને મોટા પાયે થનારી હિંસાની પૃષ્ઠ-ભૂમિ તૈયાર કરે છે. પારિવારિક જીવનમાં શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ હોવું તે અહિંસાના શિક્ષણનું મહત્ત્વપૂર્ણ કાર્ય છે. અસહિષ્ણુતા, અસંયમ, અને મહત્ત્વાકાંક્ષા- આ બધાં પારિવારિક જીવનમાં અશાંતિનું વિષ ઘોળે છે. સહિષ્ણુતા, સંયમનો અભ્યાસ, મહત્ત્વાકાંક્ષાનું પરિસીમન- આ પ્રયોગો પારિવારિક જીવનમાં થનારી હિંસાના વાતાવરણને બદલી નાંખે છે. પારિવારિક અહિંસા : અનેકાન્તનું પ્રશિક્ષણ પારિવારિક અહિંસાનું એક મહત્ત્વપૂર્ણ ઘટક છે - સામંજસ્ય. ભિન્ન વિચાર, ભિન્ન પસંદગી અને ભિન્ન આચારમાં આમંજસ્ય સ્થાપિત થઈ શકે છે. આ બાબતે અનેકાંતનું પ્રશિક્ષણ ખૂબ સહયોગી ઉપયોગી છે. સ્વતંત્રતા માન્ય છે, પરંતુ સાપેક્ષતા વગરની સ્વતંત્રતા માન્ય નથી. સહ-અસ્તિત્વ માન્ય છે, પરંતુ અન્યાયના પ્રતિકારની શક્તિની વાતની ઉપેક્ષા કરીને નહિ જ. સમાનતા માન્ય છે, પરંતુ ક્ષમતાત્મક અસમાનતા વગરની સમાનતા માન્ય નથી. શાંતિનો આધારસ્તંભ એટલો કમજોર ન બની જાય કે, ભિન્નતાના એક ઝપાટાથી કડડભૂસ કરીને હેઠો પડે. અનેકાન્તના પ્રશિક્ષણમાં ભિન્નતા અમાન્ય નથી, પરંતુ શરત માત્ર એટલી જ કે તે ભિન્નતાનો બીજો છેડો અ-ભિન્નતા હોવો જોઈએ. અભિન્નતા અને ભિન્નતાના સંગમવાળી ચેતનાની જાગૃતિ અહિંસસમાજરચનાની દિશામાં એક નવું કદમ હશે. સમાજમાં હિંસાના આધાર સામાજિક જીવનમાં હિંસાના મજબૂત આધાર છે. તે આધારો ઘણા લાંબા સમયથી માન્ય છે . જાતિ-વાદ, રંગભેદ, પ્રાંતવાદ, ગરીબી આવા પૂર્વગ્રહોથી પીડિત સમાજ વારંવાર હિંસાની આગમાં બળતણ હોમે છે, ઇંધણ પૂરે છે. જાતિવાદ અને રંગભેદના સર્પદંશમાંથી છૂટકારો મેળવવા માનવીય એકતાનું પ્રશિક્ષણ ખૂબ જરૂરી છે. ગરીબીની સમસ્યા કંઈક વિશેષ જટિલ છે. જટિલતાનું એક કારણ છે ઃ ઉપભોગ્ય સામગ્રી ઓછી છે, અને ઉપભોક્તા અધિક છે. વહેંચીને ખાઓ કે સમાન ભાગીદારીની મનોવૃત્તિનો અભાવ છે. વ્યક્તિગત સુખ-સુવિધા અને સંગ્રહની ભાવના પ્રબળ છે. આ સમસ્યાનો ઉકેલ છે : સંવિભાગનું પ્રશિક્ષણ, લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ જ્ઞ ૧૦૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રશ છે વિશ્વની મૌલિક એકતાનો રાષ્ટની ભોગોલિક એકતાની ઉપયોગિતાને માન્ય રાખવા જતાં, વિશ્વની મૌલિક એકતાનું મૂલ્ય ઓછું ન આંકી શકાય. અહમ્ અને મહત્ત્વાકાંક્ષાનો સંઘર્ષ વિશ્વને એકસૂત્રતામાં બાંધતાં રોકે છે, અટકાવે છે. મનુષ્યની ચેતના એટલી દિવ્ય નથી બની કે તે સૌની સાથે ન્યાયપૂર્ણ અને સંતુલિત વ્યવહાર કરે. અને આ સ્થિતિ પણ ભૌગોલિક અને પ્રાદેશિક સીમાઓને અસ્તિત્વમાં રાખવાનું નિમિત્ત બની રહી છે. અહિંસક સમાજની રચના માટે ભૌગોલિક સીમાઓની સમાપ્તિ જ અનિવાર્ય શરત નથી જ. પરંતુ તેની અનવાર્ય શરત એ છે કે ભૌગોલિક સીમાઓ હોવા છતાં, માનવીય એકતાનો તાર તૂટે નહિ. અહિંસાના પ્રશિક્ષણનું આધારભૂત તત્ત્વ અહિંસાના પ્રશિક્ષણનું આધારભૂત તત્ત્વ છે ઃ હૃદયપરિવર્તન અથવા માનસિક પ્રશિક્ષણ. હૃદય-પરિર્વતન માટે નિમ્ન નિર્દિષ્ટ સિદ્ધાંતો- સૂત્રોનું પ્રશિક્ષણ આવશ્યક છેઃ - હિંઅનારણો પરિણામ (૧) લોભ અધિકારની મનોવૃત્તિ. (૨) ભલા શસ્ત્રનિર્માણ અને શસ્ત્રપ્રયોગ. (૩) વેર-વિરોધ બદલાની ભાવના. છે ક્રોધ કલહપૂર્ણ સામુદાયિક જીવન. (૫) અહંકાર ધૃણા, જાતિભેદને કારણે આભડ-છેટ, રંગભેદ જાનતવિષ. (૬) કૂરતા શોષણ, હત્યા (૭) અસહિષ્ણુતા સાંપ્રદાયિક ઝઘડા. (૮) નિરપેક્ષ ચિંતન. આગ્રહપૂર્ણ મનોવૃત્તિ, બીજાઓના વિચારોને મહત્ત્વ નહિ આપવાની મનોવૃત્તિ. (નિરપેક્ષ વ્યવહાર સામુદાયિક જીવનમાં પારસ્પરિક અ-સહયોગ-ની મનોવૃત્તિ. આવા સંવેગો માનવીને હિંસક બનાવે છે. હૃદય-પરિવર્તનનો અર્થ છે ? આ સંવેગોનો પરિષ્કાર કરવો એના બદલે નવા સંસ્કારબીજ રોપવાં. મતિયપ્રશિક્ષણનાં સૂત્રો (૧) લોભનો અનુદય શરીર અને પદાર્થ પ્રત્યે અમૂચ્છ ભાવનું પ્રશિક્ષણ લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૦૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ (૨) ભયનો અનુદય (૩) વેર-વિરોધનો અનુદય (૪) ક્રોધનો અનુદય (૫) અહંકારનો અનુદય (૬) ક્રૂરતાનો અનુદય (૭) અસહિષ્ણુતાનો અનુદય, અભયનું પ્રશિક્ષણ. શસ્ત્રોના નિમાર્ણ અને વ્યાપાર બંને ન ક૨વાની સંકલ્પશક્તિનું પ્રશિક્ષણ મૈત્રીનું પ્રશિક્ષણ, બદલાની ભાવનાથી બચવાનું પ્રશિક્ષણ ‘ક્ષમા’નું પ્રશિક્ષણ વિનમ્રતાનું પ્રશિક્ષણ, અહિંસક પ્રતિરોધનું પ્રશિક્ષણ, અન્યાય સામે અસહકારનું પ્રશિક્ષણ. કરુણાનું પ્રશિક્ષણ. સાંપ્રદાયિક સદ્ભાવનું પ્રશિક્ષણ અલગ અલગ વિચારોને સહેવાનું શિક્ષણ. (૮) નિરપેક્ષ ચિંતનનો અભાવ (૯) નિરપેક્ષ વ્યવહા૨નો અભાવ (૧૦) નિષેધાત્મક ભાવનો અભાવ અનાવશ્યક હિંસાનું વર્જન અહિંસાના પ્રશિક્ષણનું પ્રથમ સૂત્ર છે, બિનજરૂરી હિંસાને અટકાવવી. પાણીનો બગાડ, ખનીજ પદાર્થોનું વધારે પડતું દોહન, નિરપરાધ પ્રાણીઓ અને મનુષ્યોની હત્યા આ બધી અનાવશ્યક હિંસાઓ છે. આવી હિંસાથી માનવી ક્રૂર બન્યો છે. પરિણામે પ્રાકૃતિક સંતુલન બગડ્યું છે. સાપેક્ષ ચિંતનનું પ્રશિક્ષણ. સાપેક્ષ વ્યવહારનું પ્રશિક્ષણ. વિધાયક ભાવનું પ્રશિક્ષણ. શારીરિક સ્વાસ્થ્ય અને અહિંસા શારીરિક સ્વાસ્થ્ય અને અહિંસા વચ્ચે આંતરિક સંબંધ છે જ. શારીરિક સ્વાસ્થ્યના અભાવે હિંસાનો ભાવ પેદા થાય છે. આત્મહત્યાનું એક કારણ છે ઃ શરીરમાં ખાંડની ઊણપ. લીવ૨ અને સ્પ્લીનની વિકૃતિ હિંસાના ભાવને જન્મ આપે છે. હિંસા અને અહિંસા સાથે સમ્બન્ધિત આહારશાસ્ત્ર અને સ્વાસ્થ્યશાસ્ત્રનું પ્રશિક્ષણ અહિંસાના શિક્ષણનું મહત્ત્વપૂર્ણ અંગ છે. આર્થિક સ્વાસ્થ્ય અને અહિંસા આર્થિક સ્વાસ્થ્ય માટે નીચેનાં સૂત્રોનું શિક્ષણ આવશ્યક છે ઃ લોકતંત્ર ઃ નવી વ્યક્તિ, નવો સમાજ I ૧૦૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ (૧) વિસર્જનની મનોવૃત્તિનું પ્રશિક્ષણ. (૨) અસંગ્રહનું પ્રશિક્ષણ. (૩) વિ-કેન્દ્રિત અર્થવ્યવસ્થાનું પ્રશિક્ષણ. (૪) અર્થ-શાસ્ત્ર અને વિશ્વશાંતિ. (૫) અર્થશાસ્ત્ર અને સ્વસ્થ સમાજ. (૬) અર્થ-અર્જનમાં પ્રામાણિકતાનું શિક્ષણ. (૭) સમાન-વહેંચણીની મનોવૃત્તિનું શિક્ષણ. (૮) ઉપભોગની વધારે પડતી લાલચનું નિયમન અને ઉપભોગના સીમાકરણનું પ્રશિક્ષણ. અહિંસક સમાજ અથવા સ્વસ્થ સમાજની રચના માટે શારીરિક, માનસિક, ભાવાત્મક અને આર્થિક સ્વાથ્ય તમામનું યોગદાન જરૂરી છે. અહિંસાનું પ્રશિક્ષણ આ બધા પર આધારિત છે. અહિંસા પ્રશિક્ષણઃ આધાર અને પ્રયોગભૂમિ અહિંસા પ્રશિક્ષણની પદ્ધતિનો મૌલિક આધાર છે અહિંસક વ્યક્તિત્વનો વિકાસ. આ માટેની ચાર પ્રયોગભૂમિઓ છે ? (૧) પારિવારિક જીવન (૨) સામાજિક જીવન (૩) રાષ્ટ્રીય જીવન (૪) આંતરરાષ્ટ્રીય જીવન. પ્રત્યેક માનવી માનસિક અને પ્રાદેશિક સીમાડામાં વિભક્ત છે. અહિંસા માટે અવિભક્ત અથવા અખંડ વ્યક્તિત્વની અપેક્ષા છે. આ અપેક્ષાની પૂર્તિ માટે પ્રશિક્ષણને બહુમુખી કરવું પડશે. વ્યક્તિને (પાયાને) ભૂલી જઈને અહિંસક સમાજ રચવાની વાત કરવી તે ભ્રાંતિ જ છે. તે જ રીતે અહિંસક સમાજની રચના સિવાય, એકલા અહિંસક વ્યક્તિત્વનો વિકાસ પણ ભ્રમણા જ છે. વ્યક્તિનું નિર્માણ સમાજ-સાપેક્ષ અને સમાજનું નિર્માણ વ્યક્તિ આપેક્ષ છે. આ બંને સત્યોને નજરમાં રાખીને જ અહિંસાના પ્રશિક્ષણની વાતને આગળ વધારી શકાશે. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૧૦૬ Page #108 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનું પ્રશિક્ષણ અને જીવનમૂલ્ય મૂલ્યોની સમસ્યા એક જાગતિક સમસ્યા છે. મૂલ્યોનો હાર થઈ રહ્યો છે. પ્રત્યેક ચિંતનશીલ વ્યક્તિ આ અંગે વ્યાકુળ છે. મૂલ્યોની પ્રતિષ્ઠા જળવાય, તે દરેકની અપેક્ષા છે, આકાંક્ષા છે. મૂલ્યોનું પતન શા માટે થઈ રહ્યું છે તે સંશોધનનો વિષય છે. તે પુનઃ પ્રતિષ્ઠિત કેવી રીતે થાય તે આપણા કર્તવ્યનો વિષય છે. અસીમ આર્થિક મહત્ત્વાકાંક્ષા અને સુખ-સુવિધાવાદી દષ્ટિકોણ મૂલ્યોના હાસનું કારણ છે. યેન-કેન-પ્રકારેણ સાધનો મેળવવાની મનોવૃત્તિ અને મૂલ્યોની પ્રતિષ્ઠા, બંને એકસાથે ન ચાલી શકે. સાધનશુદ્ધિનો વિચાર જેટલો ક્ષીણ થાય, મૂલ્યોનું સ્તર એટલું જ નીચે આવી જાય છે. નૈતિક મૂલ્ય અને આધ્યાત્મિક મૂલ્ય બંને સાધન-શુદ્ધિ સાથે અનિવાર્ય રીતે જોડાયેલાં છે. આ બંને મૂલ્યો સિવાય, માનવીય મૂલ્યોની સ્પષ્ટ વ્યાખ્યા શકય નથી. સમ્યક દર્શન અપરિગ્રહ અને અહિંસા આધ્યાત્મિક મૂલ્યો છે. પ્રામાણિકતા અથવા ઈમાનદારી નૈતિક મૂલ્યો છે. એમની પ્રતિષ્ઠા સાધન-શુદ્ધિ સાપેક્ષ દૃષ્ટિકોણ થયા પછી જ કરી શકાય છે. આ અર્થમાં કહેવાય કેઃ અનેકાન્ત અથવા સાપેક્ષ દષ્ટિકોણ મૂલ્યોનું મૂલ્ય છે. તે સમ્યગુ દર્શન છે. એના વિના સમ્યક્ આચારની કલ્પના ન થઈ શકે. અહિંસાના પ્રશિક્ષણની આધારભૂમિ સમ્યગું દર્શન છે. દષ્ટિકોણને બદલ્યા સિવાય અહિંસાના વિકાસનો પ્રયત્ન એવો જ છે, જેમ કોઈ માનવી બીજ વાવ્યા વગર જ પાક પેદા કરવાની ઇચ્છા રાખે. શું આપણો દષ્ટિકોણ ધન અને ધન-સંગ્રહ પ્રત્યે યથાર્થવાદી છે ? શું આપણો દષ્ટિકોણ વસ્તુ અને વસ્તુના ઉપભોગ માટે યથાર્થવાદી છે ? જો હા, તો અહિંસાના પ્રશિક્ષણ દ્વારા અહિંસાના બીજની વાવણી થઈ શકશે. આકર્ષણનું કારણ વર્તમાન વિશ્વ એકાંગી દષ્ટિકોણની સમસ્યામાં અટવાયેલું છે. આર્થિક અને ભૌતિક વિકાસની એકાંગી અવધારણાએ હિંસાના લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૦૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ આચરણને પ્રોત્સાહન આપ્યું છે. આ દષ્ટિકોણને બદલ્યા સિવાય, અહિંસાનું આચરણ વધે એ અશક્ય છે. વર્તમાન દશકોમાં અહિંસા તરફી આકર્ષણ જે રીતે વધતું ચાલ્યું છે તે, હિંસાથી ઉત્પન્ન થયેલી સમસ્યાના કારણે છે. હત્યા, આતંક, સંહારક શસ્ત્રોનું નિર્માણ, હિંસક સંઘર્ષ અને યુદ્ધ આ હિંસક સમસ્યાઓ, માનવીની શાંતિનો ભંગ કરી રહી છે. સાચેસાચ શાંતિનો ભંગ થઈ રહ્યો છે તેથી અહિંસા પ્રત્યે સતત આકર્ષણ વધતું રહ્યું છે. સૌ કોઈને લાગી રહ્યું છે કે વર્તમાન અશાંતિને દૂર કરવા માટેનું સહુથી સુંદર સમાધાન : “અહિંસા' છે અવધારણા-માન્યતાઓ બદલાય હિંસા દ્વારા ઉત્પન્ન તમામ સમસ્યાઓનું એક જ સમાધાન છે : અહિંસા. પણ શરત છે : અનેકાંત દષ્ટિકોણનો વિકાસ. તે સિવાય આ સમાધાન શક્ય નથી. આ સત્યને આપણે કઈ રીતે ખોટું પાડીશું કે : “મનુષ્યનો દષ્ટિકોણ જેટલો પદાર્થસાપેક્ષ છે, તેટલો મનુષ્ય-સાપેક્ષ કે પ્રાણી-સાપેક્ષ નથી જ ? તે પદાર્થપ્રાપ્તિ માટે મનુષ્ય પ્રત્યે ક્રૂરતા અને પ્રાણી પ્રત્યે નિર્મમતા દાખવી શકે છે. આ સ્થિતિમાં અહિંસાનું મૂલ્ય કેવી રીતે પ્રતિષ્ઠિત કરી શકાય ? જે અવધારણાએ હિંસાને ભડકાવી છે, તે માન્યતાને શું બદલી શકાય ? આપણું મનોબળ વિકસિત હોય અને સંકલ્પબળ મજબૂત હોય તો અવશ્ય બદલી શકાય છે. તેને બદલવા માટે જ અહિંસાના પ્રશિક્ષણની આવશ્યકતા છે. પ્રશિક્ષણનો ઉદ્દેશ અહિંસાના પ્રશિક્ષણનું પ્રારંભબિન્દુ છે : “હૃદય-પરિવર્તન' અથવા મસ્તિષ્કીય પરિવર્તન.' આ પરિવર્તન હિંસા પ્રત્યે નહીં, પદાર્થ પ્રત્યે હશે. અમારો નિશ્ચિત મત છે કે : અપરિગ્રહની સમસ્યાને છોડીને આપણે હિંસાની સમસ્યા પર વિચાર સુધ્ધાં ન કરી શકીએ. આગ્રહવશ વિચાર કરવામાં આવે તો પણ, તે સાર્થક ન નિવડે. અહિંસા પ્રશિક્ષણનો ઉદ્દેશ છે : સમતાના મૂલ્યનો વિકાસ. એના માટે : અપરિગ્રહ, અહિંસા અને અનેકાંત- આ ત્રિકોણાત્મક મૂલ્ય છે. આના વિકાસ દ્વારા જ સમતાના મૂલ્યને પ્રતિષ્ઠિત કરી શકાય છે. આ અહિંસા પ્રશિક્ષણનો આપણો વિનમ્ર પ્રયત્ન એક નવી દિશાની યોજનામાં સફળ થાઓ. આપણે આ સંકલ્પને શક્તિશાળી બનાવીએ અને મંગળ કામના કરીએ : “અહિંસાનાં મૂલ્યોની પ્રતિષ્ઠા કરવા માટે આપણાં કદમ આગળ વધો.” લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ! ૧૦૮ Page #110 -------------------------------------------------------------------------- ________________ અહિંસાનું પ્રાણતત્ત્વ અહિંસાનું પ્રાણતત્ત્વ કયું છે ? આ પ્રશ્નનો પ્રત્યુત્તર જો મારે આપવાનો હોય, તો જવાબ છે : હૃદય-પરિવર્તન. આ તત્ત્વ વગર અહિંસાની કલ્પના પણ શક્ય નથી. આનો પર્યાયવાચી શબ્દ હોઈ શકે ? ભાવાત્મક-પરિવર્તન. હૃદય આપણા શરીરનું એવું ક્ષેત્ર છે, જ્યાં ભાવનાઓ જન્મ લે છે અને તે વાણી, મન અને શરીરને પ્રભાવિત કરે છે. આયુર્વેદ-શાસ્ત્રાનુસાર હૃદય બે છે ? એક ફેફસાંની નીચે અને બીજું મસ્તિષ્કમાં. પ્રેક્ષાધ્યાનની પદ્ધતિ પ્રમાણે મસ્તિષ્કીય હૃદયની ઓળખાણ અવચેતક (હાઈપોથેલેસમ) તરીકે કરવામાં આવે છે. તે ભાવ-ધારાનો ઉગમ સ્રોત છે. ત્યાં ભાવ જન્મ લે છે, અભિવ્યક્ત થાય છે. શરીરવિજ્ઞાન અનુસાર અન્તઃસ્ત્રાવી ગ્રંથિઓ મનુષ્યના વ્યવહારો અને આચરણોને પ્રભાવિત કરે છે. આ ગ્રંથિઓમાં મુખ્ય ગ્રંથિ છેઃ પીયૂષગ્રંથિ. એનું નિયામક છે ઃ અવચેતક (હાઈપોથેલેમસ). હિંસાની ઉપજના સંદર્ભ હિંસા પેદા થવાના સંદર્ભો અનેક છે ? (૧) અસંતુલિત સમાજવ્યવસ્થા. (૨) અ-સંતુલિત રાજનૈતિક વ્યવસ્થા. (૩) શસ્ત્રીકરણની સમસ્યા. (૪) જાતિય અને રંગભેદની સમસ્યા. (૫) સાંપ્રદાયિક સમસ્યા. (૬) માનવીય સંબંધોમાં અસંતુલન (૭) આર્થિક સ્પર્ધા અને અભાવ. (૮) માનસિક તનાવ. (૯) વૈચારિક મતભેદ. (૧૦) ભાવાત્મક અસંતુલન. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ૧૦૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ (૧૧) વ્યક્તિગત રાસાયણિક અસંતુલન. વસ્તુજગત : અંતર્જગત આમાં પ્રથમ સાત સંદર્ભ વસ્તુગત (ઓબ્જેક્ટ) સાથે સંબંધિત છે. અંતિમ ચાર સંદર્ભ અંતર્જગત (સબ્જેક્ટ) સાથે સંબંધિત છે.અહિંસા પ્રશિક્ષણની પ્રણાલી પર વિચાર કરતી વખતે બંને સંદર્ભો પર ધ્યાન આપવું આવશ્યક છે. કોઈ એક જ તત્ત્વ દ્વારા હિંસાની સઘળી સમસ્યાઓનું સમાધાન થઈ જાય, એમાં વિશ્વાસ નથી બેસતો. બધા રોગોની એક જ દવા-ની કહેવત આમારી દૃષ્ટિએ બહુ સાર્થક નથી. વસ્તુ-જગત સાથે સંબંધિત હિંસા ઓછી કરવા માટે અને અહિંસાને પ્રતિષ્ઠિત કરવા માટે ગણાધિપતિશ્રી તુલસીજીએ અણુવ્રત આંદોલનનો પ્રચાર કર્યો એના આધારે પ્રશિક્ષણનાં સૂત્રો શોધાયાં છે : નં હિંસાનો સંદર્ભ અહિંસા પ્રશિક્ષણનું સૂત્ર (૧) અસંતુલિત સમાજવ્યવસ્થા. (૨) અસંતુલિત રાજનૈતિક વ્યવસ્થા. (૩) શસ્ત્રીકરણની સમસ્યા (૪) જાતિય અને રંગભેદની સમસ્યા. (૫) સાંપ્રદાયિક સમસ્યા. (૬) માનવીય સંબંધોનું અસંતુલન. (૭) આર્થિક સ્પર્ધા અને અભાવ. અહિંસક પ્રશિક્ષણ. લોકતંત્રીય જીવનશૈલીનું પ્રશિક્ષણ અસ્તિત્વની અંતર્જગત સાથે સંબંધ ધરાવતી અનેકાન્તનું પ્રશિક્ષણ અને પ્રેક્ષાધ્યાનના પ્રયોગ ઉપયોગી છે. (૮) : માનસિક તનાવ. (૯) વૈચારિક મતભેદ. માનવીય સુરક્ષાનું પ્રશિક્ષણ. માનવીય એકતાનું પ્રશિક્ષણ. ધર્મ અથવા સત્યની મૌલિક એકતાનું પ્રશિક્ષણ સમતા અને આત્મતુલાના સિદ્ધાંતનું પ્રશિક્ષણ. વ્યક્તિગત સ્વામિત્વની હદ તથા વ્યક્તિગત ઉપભોગની હદનું પ્રશિક્ષણ. હિંસાને ઓછી કરવા માટે જીવનશૈલીનું કાર્યોત્સર્ગ અને શ્વાસપ્રેક્ષાનું પ્રશિક્ષણ. અનેકાંતનું પ્રશિક્ષણ. લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ ૧૧૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ભાવાત્મક અસંતુલન. ચૈતન્યકેન્દ્ર-પ્રેક્ષા અને લેશ્યા ધ્યાનનું પ્રશિક્ષણ (૧૧) વ્યક્તિગત રાસાયણિક અસંતુલન. પ્રેક્ષાધ્યાનના પાંચેય ચરણનું પ્રશિક્ષણ. વ્યક્તિ અને સમાજ વર્તમાન ચિંતનની અભિમુખતા સમાજ તરફ વિશેષ છે. વ્યક્તિ ગૌણ છે. સમાજ મુખ્ય છે. સમાજમાં પરિવર્તન, સમાજસુધારો, સમાજનો વિકાસ- ચિંતનનાં આ મુખ્ય બિંદુઓ છે. વ્યવસ્થા અને કાયદાને સામાજિક બનાવી શકાય છે. એમનો સંબંધ વસ્તુ અને દંડશક્તિ સાથે છે. એટલે તેમને બધા ૫૨ સરખી રીતે જ લાગુ કરી શકાય છે. અહિંસાનો સંબંધ હૃદયપરિવર્તન અને અંતર્જગત સાથે છે, તેથી તેને બધા ૫૨ સરખી રીતે લાગુ ના કરી શકાય, સમાજવ્યાપી ન બનાવી શકાય. અહિંસા દંડાત્મક શક્તિનું સ્થાન ન લઈ શકે. એના દ્વારા સમાજનું શાસન ન ચાલી શકે. ઉપરોક્ત વિચાર અહિંસાની દુર્બળતા અને હિંસાના સમર્થન માટે પર્યાપ્ત શક્તિશાળી છે. એના આધારે એ નિષ્કર્ષ કાઢી શકાય, કે સમાજને અહિંસાની અપેક્ષાએ સારી સમાજવ્યવસ્થાની જરૂરત છે. આ નિષ્કર્ષમાં જે સચ્ચાઈ છે, તેને ખોટી પાડવાનો હું પ્રયત્ન નહીં કરું, પરંતુ સચ્ચાઈની બીજી બાજુ, જેની હંમેશાં ઉપેક્ષા કરવામાં આવે છે તે પ્રસ્તુત કરવા ચાહું છું. વ્યવસ્થા માટે જેટલું ધ્યાન આપવામાં આવ્યું, તેટલું વ્યવસ્થા કરનાર ઉપર, તેનું સંચાલન કરનાર પર ધ્યાન ન અપાયું. વ્યવસ્થા સમાજને માટે હોય છે. તેનું સંચાલન કરનાર વ્યક્તિ હોય છે. વ્યવસ્થા બહુ જ સારી હોય, પરંતુ તે સારી વ્યવસ્થાનું સંચાલન સારી વ્યક્તિના હાથમાં ન હોય, તો પણ પ્રશ્નનો ઉકેલ મળશે નહિ. અનેકાંત અથવા સમગ્રતાનો ષ્ટિકોણ એ છે કે સારી વ્યવસ્થા અને તેનું સંચાલન કરનાર સારી વ્યક્તિ- બંનેનો યોગ. અહિંસાના પ્રશિક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે ઃ સારી વ્યક્તિનું નિર્માણ અથવા અહિંસાનિષ્ઠ વ્યક્તિનું નિર્માણ. - વ્યક્તિ ગૌણ નથી વ્યક્તિને અહિંસા દ્વારા પ્રશિક્ષિત બનાવી શકાય છે, સમાજ અથવા રાષ્ટ્રને નહિ જ. આ અવધારણાને સાપેક્ષ દૃષ્ટિથી વિચારી શકાય. વ્યક્તિ અને સમાજને વિભક્ત ન કરી શકાય. વ્યક્તિ સમાજથી પ્રભાવિત થાય છે અને સમાજ વ્યક્તિથી પ્રભાવિત થાય છે. બંનેમાં અન્યોન્ય આશ્રય સંબંધ છે. વ્યક્તિનું અંતર્જગત તેની વૈયક્તિકતા છે, તેનો વિસ્તાર છે : સમાજ. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ા ૧૧૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ સામાજિક પરિવર્તન અને ક્રાંતિ ભલે રાજનૈતિક હોય કે આધ્યાત્મિક, આપણે વ્યક્તિને ગૌણ ન ગણી શકીએ. પ્રેક્ષાધ્યાનને ભલે આપણે સામાજિક અહિંસા સાથે ન જોડીએ, પરંતુ પરોક્ષ રીતે અહિંસા સાથે તેનો સંબંધ સ્વાભાવિક છે. વ્યક્તિત્વ રૂપાંતરણનું મૌલિક રૂપ વ્યક્તિત્વ રૂપાંતરણ બહુ સરળ વાત નથી. દરેક વ્યક્તિમાં રચનાત્મક અને ખંડનાત્મક એમ બે ભાવોના સ્રોત હાજર જ હોય છે. નિષેધાત્મક- નકારાત્મક- ખંડનાત્મક ભાવ હંમેશાં હિંસાને જન્મ આપે છે અને વિધેયાત્મક- હકારાત્મક ભાવ અહિંસાને. સામાજિક વાતાવરણ નકારાત્મક ભાવોને વધારે ઉત્તેજન આપે છે, તેથી જાણે-અજાણ્ય હિંસાની સમસ્યા વધારે જટિલ/ગંભીર બને છે, બનતી જાય છે. આજે એની જટિલતા શિખર પર છે. પ્રેક્ષાધ્યાન- નકારાત્મક ભાવોથી અપ્રભાવિત થવાનો પ્રયોગ છે. જો આપણે નિષેધાત્મક સ્રોતોની સાથે આપણો સંપર્ક (ભાવાત્મક સંબધ) સ્થાપી શકીએ તો આ નિષધાત્મક ભાવોથી અપ્રભાવિત રહેવું આપણા માટે ખૂબ સરળ બની રહેશે. ચૈતન્યકેન્દ્રપ્રેક્ષાનો આશય છે, કષાયક્ષેત્ર ઉપર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવું. વ્યક્તિત્વ અથવા ચેતનાના રૂપાંતરણનું આ મૌલિક સ્વરૂપ છે. અહિંસાનું પ્રશિક્ષણ અનપેક્ષાનો પ્રયોગ વ્યક્તિત્વના રૂપાંતરણ માટે અનુપ્રેક્ષાના પ્રયોગ બહુ સફળ રહ્યા છે. આ પ્રયોગમાં મગજ (મન) અને શરીરને શિથિલ (ઢીલું) બનાવીને સલાહ આપવામાં આવે છે, સાથે સાથે રંગોનું ધ્યાન પણ કરાવવામાં આવે છે. ધ્વનિ અને રંગ આ બંને અચેતન યા અવચેતન મનને પ્રભાવિત કરે છે. આનાથી જૂના સંસ્કારો અને અર્જિત આદતોનો ક્ષય થઈ જાય છે, નવી આદતો અને નવા સંસ્કારોની નિમણિભૂમિ તૈયાર થઈ જાય છે. નવ(૯) ચરણોમાં વિભાગોમાં પૂરો થતો આ અભ્યાસક્રમ વ્યક્તિનાં સંકલ્પશક્તિ, આત્મવિશ્વાસ અને આત્મનિરીક્ષણની ક્ષમતાને વધારે છે. અહિંસાના વિકાસ માટે પાંચ અનુપ્રેક્ષાઓનો અભ્યાસ જરૂરી છે ? (૧) અભયની અનુપ્રેક્ષા (૨) સહિષ્ણુતાની અનુપ્રેક્ષા (૩) કરુણાની અનુપ્રેક્ષા (૪) મૈત્રીની અનુપ્રેક્ષા (૫) સ્વાવલમ્બનની અનુપ્રેક્ષા લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજD ૧૧૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણ અને અહિંસા અહિંસાના પ્રશિક્ષણને વ્યાપક બનાવવા માટે તેને શિક્ષણ સાથે જોડવું આવશ્યક છે. સામાજિક સ્વાચ્ય, વૈયક્તિક સ્વાચ્ય અને માનસિક શાંતિ માટે અહિંસાનું પ્રશિક્ષણ સવાધિક આવશ્યક છે. શિક્ષણ ક્ષેત્રે આની આટલી બધી ઉપેક્ષા શા માટે કરાઈ તેની મને સમજ નથી પડતી, પ્રશ્ન અનુત્તર થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય તનાવ અને શસ્ત્રી-કરણે માનવસમાજને આ સચ્ચાઈ તરફ વિચારવા માટે વિવશ કરેલ છે. આ વિવશતામાં પણ જે સ્વ-વશતા બહાર આવી છે, ઉભરી છે, તે સોનેરી ભવિષ્યનો સંકેત છે. ૧૯ નવેમ્બર, ૧૯૯૦ માં જે અહિંસાનો અભિલેખ લેવાયો, તે આ યુગના ઇતિહાસની મહત્ત્વપૂર્ણ ઘટના છે. નાટો તથા વારસા સંધિ દેશોના ૩૪ રાષ્ટ્રના અધ્યક્ષોએ યુગાંતરકારી નિઃશસ્ત્રીકરણની સંધિ પર હસ્તાક્ષર કર્યા અને શીતયુદ્ધને અંતિમ વિદાય આપી દીધી. શીતયુદ્ધનું વાતાવરણ નવી ભાગીદારી અને પરસ્પર મૈત્રીમાં બદલાઈ ગયું. આની સાથે સાથે મધ્યમ દૂર અંતરનાં પ્રક્ષેપાસ્ત્રો (લઘુ પ્રક્ષેપાસ્ત્રો)ના પરિસીમનની સંધિ પર સોવિયેત રાષ્ટ્રપતિ ગોબચાવ અને અમેરિકી રાષ્ટ્રપતિ બુશે સહીઓ કરીને એક નવા ઐતિહાસિક પ્રકરણની શરૂઆત કરી, નવો અધ્યાય શરૂ થયો. પરિણામ સાફ છે કે, શીતયુદ્ધ, ભય, તનાવ અને શસ્ત્રીકરણના વાતાવરણમાં વૈશ્વિક વ્યવસ્થા સમ્યક્ દષ્ટિએ ચાલી ન શકે. છેવટે હિંસા તરફથી અહિંસા તરફ પ્રયાણ કરવું જ પડે છે. જો અહિંસાનું શિક્ષણ, સ્કૂલના શિક્ષણની સાથે જ આપવામાં આવે, તો નવા નેતૃત્વની સફળતા માટે નવી ક્ષિતિજ આપણી સમક્ષ ઉપસ્થિત થઈ શકે છે. વિદ્યાર્થીને પ્રેક્ષાધ્યાનના પ્રયોગ, જીવનવિજ્ઞાનને નામે કરાવાય છે, તેનાથી નૈતિક શિક્ષણ અને અહિંસાનું શિક્ષણ- બંનેની પૂર્તિ થાય છે. અહિંસાના વ્યાવહારિક પ્રયોગ અને પ્રશિક્ષણ વિશ્વના અનેક ભાગોમાં અહિંસક સમાજરચનાની દષ્ટિએ અનેક વ્યાવહારિક પ્રયોગો કરવામાં આવે છે. એની સફળતા, યોગ્યતા, સાર્થકતા પર કોઈ પશ્નાર્થ ચિલ ન લગાવી શકાય.આ પ્રયોગ સમાજને વ્યાવહારિક પ્રશિક્ષણ આપે છે. આ સ્વીકારવામાં પણ મને કોઈ મુશ્કેલી નથી. પરંતુ, એક બાબત વિશેષ બાકી રહી જાય છે અને તે છે, અહિંસાના ક્ષેત્રમાં કરવામાં આવતા પ્રયોગ કેટલા ચિરંજીવ અને કેટલા સફળ થયા છે, તે પોતે જ એક સમસ્યા છે. આ સમસ્યાનો અહિંસાના ક્ષેત્રમાં કામ કરતા લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૧૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ લોકોએ અનુભવ કર્યો છે. પ્રેક્ષાધ્યાન, અહિંસાનો વસ્તુનિષ્ઠ પ્રયોગ નથી, આ કેવળ આંતરિક ચેતનાના રૂપાંતરણ અથવા હૃદયપરિવર્તનનો પ્રયોગ છે. આ બાબતે અમારો અભિપ્રાય છે ઃ હૃદય-પરિવર્તન સિવાય સામાજિક વિષમતાને દૂર કરવાની અને આર્થિક અસમાનતા મિટાવવાની જે વાત કહેવામાં આવે છે, તે ક્રિયાવિત નથી થતી. બૂરાઈને રોકવાનું શક્તિશાળી માધ્યમ છે ? દંડશક્તિનો પ્રયોગ. બૂરાઈની ચેતનાને બદલવાનો શક્તિશાળી પ્રયોગ છે : હૃદયપરિવર્તન. અહિંસામાં શ્રદ્ધાળુને દંડશક્તિ પર ભરોસો નથી હોતો. એનો વિશ્વાસ હૃદય-પરિવર્તન પર જ હોય છે. એથી, તે અપેક્ષાએ કહી શકાય કે, પ્રેક્ષાધ્યાન સામાજિક વિષમતા અને આર્થિક અસમાનતાના ઉન્મેલનનો પ્રયોગ છે. મહાન સંકલ્પ ગણાધિપતિ શ્રી તુલસી દ્વારા અણુવ્રત આંદોલનનો જે પ્રચાર કરવામાં આવ્યો, તેનાં મુખ્ય તત્ત્વો નીચે પ્રમાણે છે : ૦ અનાવશ્યક હિંસા ન થાય. ૦ નિરપરાધ- નિદોંષની હિંસા ન થાય. ૦ જાતિય વૃણા સમાપ્ત થાય. જાતિભેદ અને રંગભેદના આધારે હીણતા અને ઉચ્ચતાની ભાવના નષ્ટ થાય. ૦ સાંપ્રદાયિકતાને આધારે સંઘર્ષ ન થાય. ૦ માદક, નશીલા પદાર્થોનું સેવન ઘટે, પછી સદંતર બંધ થાય. આ સંકલ્પો, વર્તમાનની જ્વલંત સમસ્યાઓના સમાધાનની દિશામાં થનારા મહાન સંકલ્પો છે. આ સંકલ્પો માટે આંતરિક ચેતનાનું રૂપાંતરણ અથવા હૃદય-પરિવર્તનનો પ્રાયોગિક ઉપક્રમ છે : પ્રેક્ષાધ્યાન. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૧૧૪ Page #116 -------------------------------------------------------------------------- ________________ અનેકાંત અને અહિંસા આપણું જગત તંદ્રાત્મક અથવા ભેદભેદાત્મક છે. અભેદ છૂપો રહે છે, અને ભેદ સામે આવે છે. માણસ-માણસ વચ્ચે અનેક પ્રકારના ભેદ છે: (૧) માન્યતાભેદ અથવા અવધારણાભેદ (૨) વિચારભેદ (૩) રુચિભેદ (૪) સ્વભાવભેદ (૫) સંવેગભેદ ૦ માન્યતાભેદઃ માન્યતાઓમાં ભિન્નતા, ભેદને આધારે અનેક સમ્પ્રદાય બન્યા છે, તેના અનુયાયીઓની સંખ્યા પણ વધવા માંડી છે. સાંપ્રદાયિક ભેદ એ વૈચારિક સ્વતંત્રતાનું લક્ષણ છે. મનુષ્ય યાંત્રિક નથી, તે ચિંતનશીલ પ્રાણી છે. તે પોતાની રીતે વિચારે છે, સિદ્ધાંતનું નિધરિણ કરે છે અને સ્વીકાર કરે છે માનવી ચિંતનશીલ હોવા ઉપરાંત સંવેગયુક્ત પણ છે. કેમ કે, તે ફક્ત ચિંતનશીલ જ હોત તો ભેદ, ભેદ જ રહેત. તે વિરોધનું રૂપ લઈને સામ્પ્રદાયિક વિદ્વેષ, કલહ, અને ઝઘડાની સ્થિતિનું નિમણિ ન કરત. સામ્પ્રદાયિક ઉત્તેજનાનું મૂળ કારણ સિદ્ધાંતભેદ નથી, એનું કારણ છે, સંવેગજાનત આગ્રહ. વિચારભેદ :- પ્રત્યેક માનવીનું અસ્તિત્વ અલગ છે, તેથી તેના ચિંતનમાં ભેદ હોય તે સ્વાભાવિક છે. પરંતુ તે યંત્ર હોત, કે યંત્ર દ્વારા તેનું સંચાલન થતું હોત, તો એક જ પ્રકારે તે વિચારત, પરંતુ તે તેવું યંત્ર નથી. દરેકની પોત-પોતાની ચેતના છે, તેથી પોત-પોતાનું ચિંતન પણ છે. તે કોઈ અ-સ્વાભાવિક વાત નથી. વિચારનો આ ભેદ સંવેગથી પ્રભાવિત થઈને સંઘર્ષની સ્થિતિનું નિર્માણ કરે છે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૧૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૦ રુચિભેદ :- ઈન્દ્રિયોની સંવેદના દરેક માનવીની એકસરખી નથી હોતી. એક જ વસ્તુ કોઈના માટે સુખના સંવેદનનું કારણ બને છે, તો બીજા માટે દુઃખનું. સંવેદનની ભિન્નતામાં કોઈ જ સંઘર્ષ નથી. તેમાં સંઘર્ષની ચિનગારી ચાંપે છે “સંવેગ.' o સ્વભાવભેદ :- જેટલા મનુષ્ય. એટલા સ્વભાવ. અલગ-અલગ દરેકની આદત અને સ્વભાવ. સ્વભાવભેદ માટે જવાબદાર છે, માનવીના આંતરિક વ્યક્તિત્વની-રચના. સ્વભાવભેદના કારણે જે સંઘર્ષ થાય છે, તેના માટે જવાબદાર છે સંવેગ. o સંવેગભેદ: માણસ માણસ વચ્ચે થનારા ભેદનું મુખ્ય કારણ છે ? સંવેગ, પરંતુ તમામ લોકોમાં સંવેગો સમાન નથી હોતા. તેની અલગતા જ ભેદનું સર્જન કરે છે. સંવેગની તરતમતાના મુખ્ય પ્રકાર ત્રણ છે અને પેટા પ્રકાર નવ છે ? ૧. મૃદુ- અલ્પ માત્રાનો સંવેગ. ૨. મધ્ય- મધ્યમ માત્રાનો સંવેગ. ૩. તીવ્ર- અધિક માત્રાનો સંવેગ. ૧. મૃદુ સંવેગના પણ ત્રણ પ્રકાર છે : મૃદુ, મધ્યમૃદુ અને અધિમાત્ર-મૃદુ. ૨. મધ્યના સંવેગના પણ ત્રણ પ્રકાર છે : મધ્ય, મધ્યમધ્ય અને અતિ-માત્ર મધ્ય ૩. તીવ્રના ત્રણ પ્રકારમાં : તીવ્ર, મધ્યતીવ્ર અને અધિકાગ્રતીવ્ર મુખ્ય છે. - મૃદુ સંવેગવાળી વ્યક્તિ શાંતિપૂર્ણ અને સહ-અસ્તિત્વમાં વિશ્વાસ કરનારી હોય છે. તે તોડ-ફોડ, ઝઘડા વગેરેમાં ભાગ નથી લેતી. અને આત્મહત્યા કે પરહત્યાનો વિચાર પણ નથી કરતી. મધ્ય સંવેગવાળી વ્યક્તિ કલહ, ઉપદ્રવ, તોડફોડ વગેરેમાં પ્રવૃત્ત થતી નથી. મધ્ય સંવેગવાળી વ્યક્તિ વર્ણ અને જાતિના આધારે ધૃણા કરે. છે, આભડછેટમાં વિશ્વાસ કરે છે, ઊંચ-નીચની ભેદરેખાને વિસ્તાર છે. અધિમાત્ર મધ્ય સંવેગવાળી વ્યક્તિ સાંપ્રદાયિક ઉત્તેજના ફેલાવે છે. અભિનિવેશવશ સામ્પ્રદાયિક સંઘર્ષની પરિસ્થિતિ પેદા કરે છે. તીવ્ર સંવેગવાળી વ્યક્તિ આત્મહત્યા, પરહત્યા જેવાં હિંસાત્મક કાયોમાં પ્રવૃત્ત હોય છે. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ઘ૧૧૬ Page #118 -------------------------------------------------------------------------- ________________ મધ્યતીવ્ર સંવેગવાળી વ્યક્તિ જાતિયતા અને સાંપ્રદાયિકતાના આધારે હિંસાને ભડકાવે છે. અધિમાત્ર તીવ્ર સંવેગવાળી વ્યક્તિ લોકોને યુદ્ધોન્માદ તરફ દોરી જાય છે. હિંસા અને એકાંગી દષ્ટિકોણ સંવેગ જેટલો તીવ્ર હોય છે, એટલાં જ પ્રબળ બને છે મિથ્યા અભિનિવેશ, એકાંગી આગ્રહ. મિથ્યાભિનિવેશ અને એકાંગી આગ્રહ હિંસાનાં બે મુખ્ય બિન્દુઓ છે. હિંસાને માત્ર શસ્ત્રીકરણ અને યુદ્ધ સુધી જ મર્યાદિત રાખવા નથી માંગતા. પારિવારિક કલહ, માનવીય સંબંધોમાં કડવાશ, જાતિય સંઘર્ષ, સાંપ્રદાયિક સંઘર્ષ, પ્રાંતીય સંઘર્ષ અથવા તું, તુંહું, હું - ની મનોવૃત્તિ- આ બધાં હિંસાનાં પ્રારંભિક સ્વરૂપો છે. અને આ બધાં માનવ-જાતિને શસ્ત્રીકરણ અને યુદ્ધની દિશામાં લઈ જાય છે. નિઃશસ્ત્રીકરણ અને યુદ્ધવર્જના (યુદ્ધ નહી)ના સિદ્ધાંત બહુ સારા છે, પરંતુ સૌથી પહેલાં હિંસાનાં પ્રારંભ-બિન્દુઓ ઉપર, શરૂઆત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી છે. મિથ્યાભિનિવેશ સમાજને ક્રૂરતાની હદે લઈ જાય છે, હિંસાનાં દ્વાર ખૂલી જાય છે. અભિનિવેશ ઓછો કરવા માટે અનેકાન્ત મહત્ત્વપૂર્ણ વિકલ્પ છે. અનેકાંતનાં આધારસૂત્રોઃ અનેકાંત અભિનિવેશ અને આગ્રહમાંથી મુક્ત થવાનો પ્રયોગ છે. એના મૂળભૂત સિદ્ધાંતો પાંચ છે : (૧) સપ્રતિપક્ષ (૨) સહ-અસ્તિત્વ (૩) સ્વતંત્રતા (૪) સાપેક્ષતા (૫) સમન્વય * સપ્રતિપશ: દાર્શનિક પક્ષ: આ વિશ્વમાં તે જ અસ્તિત્વ છે, જેનો પ્રતિપક્ષ છે. અસ્તિત્વ સપ્રતિપક્ષ છે- “યત્ સત્ તત્ સપ્રતિપક્ષ.” કોઈપણ અસ્તિત્વ એવું નથી, જેનો પ્રતિપક્ષ ન હોય. વ્યાવહારિક પક્ષઃ પ્રતિપક્ષ આપણા અસ્તિત્વનું અનિવાર્ય અંગ છે, પૂરક છે, જરૂરી છે, તેથી એને શત્રુ ન માનો. એની સાથે મિત્રનો વ્યવહાર કરો. પરન્તુ રાજનૈતિક, આર્થિક, સામાજિક પ્રણાલીઓમાં લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૧૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ પરસ્પર આદરનો વ્યવહાર નથી હોતો, શત્રુ જેવા વ્યવહારો થાય છે. લોકસભા અને વિધાનસભામાં વિપક્ષનું મહત્ત્વપૂર્ણ સ્થાન હોય છે, છતાં તેના માટે આદરનો દૃષ્ટિકોણ ઓછો રહે છે, વિરોધી જેવો વ્યવહાર વધારે થાય છે. સાધનાપક્ષ :-પ્રતિપ્રક્ષનો સિદ્ધાંત સાર્વભૌમનો નિયમ છે. છતાં માનવી પોતાની સંવેગાત્મક પ્રકૃતિ અને વિરોધી હિતોને કારણે પ્રતિપક્ષને પોતાનો શત્રુ માને છે. આ સંવેગાત્મક દૃષ્ટિકોણને બદલવા માટે સામંજસ્યની સાધના બહુ ઉપયોગી બને છે. પ્રતિપક્ષનો આદર તે અસ્તિત્વની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ પાસું છે. દૃષ્ટિકોણને બદલવા માટે સામંજસ્યની અનુપ્રેક્ષા વિરોધાત્મક ક૨વામાં આવે છે. * સહ-અસ્તિત્વઃ દાર્શનિક પક્ષ ઃ પ્રત્યેક વસ્તુમાં અનંત વિરોધી યુગલો છે. તે બધાં એક સાથે રહે છે. વ્યવહાર પક્ષ : બે વિરોધી વિચારવાળા એકસાથે રહી શકે છે. ‘તમે પણ રહો અને અમે પણ રહીએ-’ આ સૂત્ર આપણા જગતનું સૌન્દર્ય છે. તેથી વિરોધીને ખતમ કરી નાંખવાની વાત ન વિચારો. હદ-સીમા નક્કી કરો. તમે તમારી હદમાં રહો, તે તેમની હદમાં રહે. સીમાને ઓળંગો નહીં, સીમાનું અતિક્રમણ ન કરો. સાધનાપક્ષ : વિરોધ આપણી માનસિક કલ્પના છે. સહ-અસ્તિત્વમાં તે જ બાધક છે. જો આપણે ભય અને ઘૃણાના સંવેગનું શુદ્ધીકરણ- પરિષ્કાર કરીએ, તો સહ-અસ્તિત્વની મુશ્કેલી સમાપ્ત થઈ જાય છે. સંવેગ-પરિષ્કાર માટે સહ-અસ્તિત્વની અનુપ્રેક્ષા ઉપયોગી છે. * સ્વતંત્રતા : દાર્શનિક પક્ષ ઃ દરેક પદાર્થનું અસ્તિત્વ સ્વતંત્ર છે. કોઈ કોઈના અસ્તિત્વમાં હસ્તક્ષેપ નથી કરતું, તેથી તમામ પદાર્થ, પોતપોતાના મૌલિક ગુણોના કારણે પોતાની વિશિષ્ટતા જાળવી શક્યા છે. વ્યવહાર પક્ષ : માનવીની સ્વતંત્રતા અથવા વ્યક્તિગત સ્વંતત્રતાનું મૂલ્યાંકન કર્યા વગર સમાજ સ્વસ્થ નથી રહેતો. સામાજિકતાના મહત્ત્વનો સ્વીકારવા છતાં વૈયક્તિક સ્વતંત્રતાના મૂલ્યને ઓછું ન અંકાય. સાધના પક્ષ : એક વ્યક્તિ બીજી વ્યક્તિની સ્વતંત્રતામાં બાધક બને એવું કામ એ જ વ્યક્તિ કરી શકે છે, જે પોતાના વિચારોને સર્વોપરિ લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ I ૧૧૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ સત્ય ન માનતો હોય. પોતાના જ વિચારોને સવોત્તમ માનનાર વ્યક્તિ બીજાની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કર્યા વગર નથી રહી શકતી. આ હસ્તક્ષેપની મનોવૃત્તિને બદલવા માટે સ્વતંત્રતાની અનુપ્રેક્ષા બહુ મહત્ત્વની છે, ખૂબ કીમતી છે. * સાપેક્ષતાઃ દાર્શનિક પક્ષ : આપણું અસ્તિત્વ સ્વતંત્ર અને નિરપેક્ષ છે, પરંતુ આપણું વ્યકિતત્વ સાપેક્ષ છે. વ્યક્તિત્વની સીમામાં સ્વતંત્રતા પણ સાપેક્ષ છે. તેથી કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ સ્વતંત્ર નથી, અને સ્વતંત્ર નથી માટે સાપેક્ષ છે. વિકાસવાદનું સૂત્ર છે : “જીવનો મૂળ આધાર છે સંધર્ષ.” અનેકાન્તનું સૂત્ર છે : “જીવનો મૂળ આધાર છે પરસ્પરાવલમ્બન’ એક વ્યક્તિ બીજી વ્યક્તિના ટેકે ટકેલી છે. વ્યવહાર પક્ષ : એકાંગી દૃષ્ટિકોણવાળી વ્યક્તિ પોતાના વિચાર દ્વારા સમાજને ખંડિત કરી નાંખે છે. કોઈ વિચારક, સમાજને જ સર્વસ્વ માને છે, તો કોઈ વિચારક, વ્યકિતને જ સર્વસ્વ માને છે. અનેકાંતનો દષ્ટિકોણ સવગી છે. દરેક પાસાને વિચારે છે. તેના મતે વ્યક્તિ અને સમાજ બંને સાપેક્ષ છે. જો સમાજ જ સર્વસ્વ હોય, તો વ્યક્તિગત સ્વતંત્રતા અર્થહીન બની જાય છે અને વ્યક્તિને જ સર્વસ્વ માની લેવામાં આવે તો સાપેક્ષતાનો કોઈ અર્થ નથી. સ્વતંત્રતાની સીમા છે : સાપેક્ષતા અને સાપેક્ષતાની પ્રયોગ-ભૂમિ છે, વ્યક્તિ અને સમાજ વચ્ચેનો સમ્બન્ધ-સેતુ સમ્પર્ક-સૂત્ર. માનવીય સમ્બન્ધોમાં જે કટુતા જણાઈ રહેલી છે, તેનું કારણ નિરપેક્ષ દૃષ્ટિકોણ છે, સંકીર્ણ રાષ્ટ્રવાદ અને યુદ્ધ પણ નિરપેક્ષ દૃષ્ટિકોણનાં જ પરિણામ છે. સાપેક્ષતાના આધારે સમ્બન્ધ-વિજ્ઞાનનો વ્યાપક વિકાસ થઈ શકે છે. મનુષ્ય, પદાર્થ, વિચાર, વૃત્તિ અને પોતાના શરીર સાથેનો સંબંધ વગેરેનો વિવેક કરવો અહિંસાના વિકાસ માટે બહુ જ આવશ્યક છે. મનુષ્યો પ્રત્યે ક્રૂરતાપૂર્ણ, પદાર્થ પ્રત્યે આસક્તિપૂર્ણ, વિચારો સાથે આગ્રહપૂર્ણ, વૃત્તિઓ સાથે અસંગત, શરીર સાથે મૂર્છાપૂર્ણ સમ્બન્ધ હશે તો હિંસા અવશ્ય સંભવવાની જ, કોઈ શંકા વગર. સાધના પક્ષ : એકાંગી અથવા નિરપેક્ષ દૃષ્ટિકોણને બદલવા માટે અભ્યાસ જરૂરી છે. પરિવર્તન જાણવાથી જ નથી આવી જતું, પરંતુ તે માટે દીર્ઘકાળ સુધી અભ્યાસ જરૂરી છે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૧૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ સવાંગીણ તથા સાપેક્ષ દષ્ટિકોણને વિકસાવવા માટે સાપેક્ષતાની અનુપ્રેક્ષા અપેક્ષિત છે. * સમન્વય દાર્શનિક પક્ષ કે કોઈપણ વિચાર સંપૂર્ણ સત્ય નથી. તે સત્યનો અંશ હોય છે. જેમ આપણે આપણા વિચારને જ સત્ય માની લઈએ છીએ, તેમ બીજાના વિચારમાં પણ સત્ય શોધીએ, શોધવાનો પ્રયત્ન કરીએ. પોતાના વિચારને સત્ય જ માનવાનો અને બીજાના વિચારને અસત્ય જ માનવાનો પ્રયત્ન એકતરફી- એકાંગી દષ્ટિકોણ છે- આગ્રહ છે. આ એકાંગી આગ્રહ માનવીને અસત્ય તરફ દોરી જાય છે. સત્યની શોધનો માર્ગ છે : અનાગ્રહ. અનાગ્રહી માનવી જ બે ભિન્ન વિચારોનો સમન્વય સાધી શકે છે. વ્યવહાર પક્ષ : આગ્રહી મનોવૃત્તિ સાંપ્રદાયિક ઉત્તેજના માટે જવાબદાર છે. એક સમ્પ્રદાય બીજા સમ્પ્રદાયના સ્વીકૃત સત્ય અંશને સ્વીકારવા તૈયાર નથી. આચાર્ય વિનોબાએ લખ્યું છે, “હું કબૂલું છું કે મારા પર ગીતાની અસર ગાઢ છે, તે જ રીતે તે ગીતાને છોડીને મહાવીરથી વધારે અસર મારા ચિત્ત પર બીજી કોઈ નથી.” એનું કારણ એ જ છે કે મહાવીરે જે આજ્ઞા કરી છે, તે બાબાને પૂર્ણ રીતે માન્ય છે. મહાવીરની આજ્ઞા છે, “સત્યાગ્રહી બનો.' આજે જ્યાં-જ્યાં જ ઊભો થાય છે, તે સત્યાગ્રહી હોય છે. વિનોબાજીને પણ વ્યક્તિગત સત્યાગ્રહીને નાતે ગાંધીજીએ સમાજ સમક્ષ રજૂ કર્યા હતા. પરંતુ બાબા જાણતા હતા, કે તે પોતે કોણ છે. તે પોતાને સત્યાગ્રહી નહિ બલ્ક સત્યગ્રાહી માનતા હતા. દરેક માનવીની પાસે સત્યનો અંશ હોય છે, તેથી માનવ-જન્મ સાર્થક થઈ જાય છે. તમામ ધમમાં, પંથોમાં, બધા માનવોમાં સત્યનો જ અંશ છે, તેને ગ્રહણ કરવો જોઈએ. આપણે સત્યગ્રાહી- સત્યને સમજવાવાળાબનીએ, આ જ શિક્ષણ છે મહાવીરનું, જેની બાબા પર ગીતા પછી વધારે અસર છે. સાધનાપક્ષ : રેપ્ટેલિયમ મસ્તિષ્કથી પ્રભાવિત વ્યક્તિ, સાંપ્રદાયિક અને જાતિય ધૃણા ફેલાવવામાં તૈયાર રહે છે. સાધના દ્વારા તેના પ્રભાવને ઓછો કરવામાં આવે છે. સમન્વયની ચેતનાના વિકાસ માટે સમન્વયની અનુપ્રેક્ષા ઉપયોગી છે. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ૧૨૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ લોકતંત્ર અને અહિંસા લોકતંત્ર, વર્તમાન માનસને આકર્ષિત કરનારો એક શબ્દ છે. એક પ્રયોગ છે. વ્યક્તિને જે સહુથી વધારે પ્રિય હોય છે, તે છે : સ્વતંત્રતા. વ્યક્તિગત સ્વતંત્રતા લોકતંત્રનું પ્રાણતત્ત્વ છે. આત્મા અધિ-નાયકવાદી પ્રણાલીમાં તેનું હનન થાય છે, તે હણાય છે. તેથી અધિનાયક પ્રણાલી ફક્ત અધિનાયકને જ પ્રિય લાગે છે, બાકી બધાને અપ્રિય. સૌને માટે સમાન તક અને દરેકને મતાધિકાર બંને લોકતંત્રનાં આગવાં પોતાનાં વિશેષ મૂલ્યો છે. આ મૂલ્યો પરથી ફલિત થાય છે કે, લોકતંત્ર અહિંસાનો વ્યાવહારિક પ્રયોગ છે. અહિંસાનાં પાંચ મૌલિક સૂત્ર છે :(૧) સ્વતંત્રતા (૨) સાપેક્ષતા (૩) સમન્વય (૪) સમાનતા (૫) સહ-અસ્તિત્વ. આ પાંચેયનું અસ્તિત્વ એટલે લોકતંત્રનું અસ્તિત્વ અને એમની ઉપેક્ષા એટલે લોકતંત્રનું ઉન્મેલન. હિંસાની સતત વધતી પ્રવૃત્તિ અને લોકતંત્રમાં વિરોધાભાસ છે. લોકતંત્ર હોય, અને નૈતિક મૂલ્યોનો વિકાસ ન થાય એ સંભવ નથી. લોકતંત્ર હોય અને પ્રામાણિકતા તથા જવાબદારીનું ભાન ન હોય, તે સંભવ નથી. લોકતંત્ર હોય. અને અહિંસાત્મક પ્રતિરોધની શક્તિ ન હોય, તે સંભવ નથી. લોકતંત્રની પ્રક્રિયા લોકતંત્રની ગાડી ચૂંટણીના પાટા પર ચાલે છે. અધિનાયકવાદી મનોવૃત્તિ પર અંકુશ મૂકવાનું અને લોકોની શક્તિની અભિવ્યક્તિનું શક્તિશાળી માધ્યમ છે : ચૂંટણી. ચૂંટણી દરમ્યાન જાતિવાદનો જ્વાળામુખી ફાટે છે. તે પારસ્પરિક સૌહાર્દને - ભાઈચારાને ખતમ કરી લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ૧૨૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ નાંખે છે. સાંપ્રદાયિક કડવાશ ફૂંફાડા મારે છે અને ક્યાંક ક્યાંક ડંખ પણ મારે છે. તે રાષ્ટ્રીય એકતાને જડ- મૂળથી હચમચાવી નાંખે છે. યેન-કેન પ્રકારેણ મત મેળવવાની વૃત્તિ વધતી ચાલી છે. તેમાં લોકતંત્રનું પ્રતિબિમ્બ નથી જોઈ શકાતું. તેથી ઘણી વખત આ ચિંતન પ્રખર અને સ્વર મુખર બને છે કે : ચૂંટણીની પ્રણાલી બદલો, નહિ તો લોકતંત્ર માટે તે રાહુ-કેતુ બની જશે.” પરિવર્તનનું પ્રારંભબિન્દુ . પરિવર્તન ક્યાંથી શરૂ થાય ? શું પહેલાં લોકતંત્ર પ્રત્યે સુસંગત દષ્ટિકોણનું નિમણિ કરવું કે ચૂંટણીની પદ્ધતિ બદલવી ? લોકતંત્રનું મુખ્ય ઘટક છે : લોકો. તેની ચેતના જ સુષુપ્ત રહે તો આગળનું કોઈપણ કદમ સફળ થતું નથી. શાસન અધિક, આત્માનુશાસન ઓછું એનું નામ છે : ‘રાજતંત્ર.” આત્માનુશાસન અને સંયમ- બે વચ્ચે ભેદરેખા દોરવી સહેલી નથી. અણુવ્રતનો પહેલો નારો છે, “સંયમ જ જીવન છે ” સંયમ વિના આત્માનુશાસન જીવંત ન રહી શકે અને આત્માનુશાસન વિના લોકતંત્ર સફળ ન થઈ શકે. ગણાધિપતિ તુલસીએ કહ્યું, “કાયદો ઓછો અને આત્માનુશાસન અધિક, આ છે લોકતંત્રનું સ્વરૂપ.” લોકતંત્રમાં નાગરિકોમાં આત્માનુશાસનની અપેક્ષિત માત્રા છે કે નહિ ? એના પર ચિંતન કરવું અનિવાર્ય છે. જો તે હશે તો લોકતંત્ર નિષ્ફળ નહિ જાય. જો તે નથી, તો તેની સફળતાનું સ્વપ્ન દુઃસ્વપ્ન માત્ર બની રહેશે. અપેક્ષિત છે પ્રશિક્ષણ. અણુવ્રત આત્માનુશાસનની આચાર-સંહિતા છે. એનાથી શક્ય બને છે જીવન-દર્શન. અનાવશ્યક હિંસાનું વર્જન, માનવીય એકતા, જાતિવાદનો અસ્વીકાર, સાંપ્રદાયિક વૈચારિક સહિષ્ણુતાનો દ્રષ્ટિકોણ રચાય છે, ત્યારે લોકતંત્રની પૃષ્ઠભૂમિ આપોઆપ સ્થિર અને દઢ બની જાય છે. ચૂંટણીની પ્રક્રિયામાં પરિવર્તનનો પ્રયત્ન અત્યંત આવશ્યક છે. તેને બદલવું ઇચ્છનીય છે. અણુવ્રતના પ્રશિક્ષણનો અર્થ છે : લોકતંત્રનું પ્રશિક્ષણ. લોકતંત્રના પ્રશિક્ષણનો અર્થ છે : અણુવ્રતનું પ્રશિક્ષણ. હિન્દુસ્તાનમાં લોકતંત્ર પાંચ દશકાથી ચાલી રહ્યું છે, છતાં તેનું પ્રશિક્ષણ હજુ આપવામાં નથી આવતું. મતદાતાને મત આપવાનો અધિકાર છે, પણ જેના સંચાલન માટે તે મત આપે છે તેનાથી તે અજાણ છે. લોકતંત્રના નાગરિકની અહંતા શી છે ? અને મત લેનારની અહંતા શી છે ? આ વાતનો બંનેને ખ્યાલ નથી હોતો, ત્યારે મતોનો વ્યય થાય છે, લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ | ૧૨૨ Page #124 -------------------------------------------------------------------------- ________________ બુથકેરિંગ, મારામારી થાય છે. બીજું પણ ઘણું બધું થાય છે. લોકતંત્ર માટે લોક-ચેતના જાગૃત હોય, તો તેવું બનતું નથી. લોકતંત્ર : દ્વંદ્વાત્મક ભૂમિકા લોકતંત્રમાં સત્તાના સિંહાસન પર એ જ પક્ષ બેસે છે જેને બહુમતી મળે છે. જેને અલ્પમત મળે તે, વિરોધ પક્ષના આસન પર બેસે છે. આ એક સ્વસ્થ પ્રાણાલી છે. જૈન ન્યાયનો એક સિદ્ધાંત છે : વત્ સત્ તત્ સુપ્રતિપક્ષ’- જેનું અસ્તિત્વ છે, તેનો પ્રતિપક્ષ છે. જેનો પ્રતિપક્ષ નથી, તેનું અસ્તિત્વ નથી. નિરંકુશ શાસનનાં વાદળોને ચીરીને લોકતંત્રનો સૂર્ય ઊગે છે. જો વિરોધપક્ષ ન હોય તો નિરંકુશ શાસનના ઘટાટોપની સંભાવના પુનઃ વધી જાય છે, તેથી પ્રતિપક્ષનું એટલું જ મૂલ્ય છે, જેટલું પક્ષનું છે. સ્વસ્થ પક્ષ અને સ્વસ્થ પ્રતિપક્ષ હોય, તો જ લોકતંત્રની પરિકલ્પના કરી શકાય છે. આ સ્વાસ્થ્યનું રહસ્ય છે ઃ સમન્વય. પોતાના વિચાર અને પોતાની નીતિનો આગ્રહ દરેકમાં હોય છે, પરંતુ એ એટલી હદ સુધી ન હોય કે, બીજાના વિચારમાં રહેલા સત્યને ના જોઈ શકે, બીજાની નીતિની યથાર્થતા તે ન સમજી શકે. અણુવ્રતની જીવનશૈલીનું મહત્ત્વપૂર્ણ અંગ છે ઃ “સમન્વય. અણુવ્રત : અતીત અને ભવિષ્ય અણુવ્રતનો ઉદય નૈતિક વિકાસ કે ચારિત્ર્યવિકાસના આંદોલનના રૂપમાં થયો. તેની આચારસંહિતાએ દરેક વર્ગના લોકોને આકર્ષ્યા, પ્રભાવિત કર્યા. તેનું કાર્યક્ષેત્ર : વ્યાપારશુદ્ધિ, ભ્રષ્ટાચારનો નાશ, ચૂંટણીની સ્વચ્છ પ્રક્રિયા વગેરે રહ્યું છે, તેનું જીવન-દર્શન કે જીવન-શૈલીના રૂપમાં મૂલ્યાંકન ન થયું. હવે દિશાપરિવર્તનની અપેક્ષા અનુભવાય છે. અણુવ્રતનું જીવન-દર્શન લોકતંત્રનું જીવન-દર્શન છે. એની જીવન-શૈલી લોકતંત્રની જીવન-શૈલી છે. એને કેવળ વ્યવહારશુદ્ધિની સીમામાં સીમિત રાખીને ન જોવું જોઈએ. એક સામાજિક પ્રાણી માટે આપણે પૂર્ણ અહિંસાની વાત ન વિચારી શકીએ. તે કેવળ હિંસાના સહારે ચાલે, તે ઇચ્છનીય નથી. મધ્યમ માર્ગ છે ઃ હિંસાથી અહિંસા તરફ પ્રયાણ, બિનજરૂરી હિંસાનો પરિત્યાગ. અણુવ્રતની જીવનશૈલી એક મધ્યમ માર્ગ છે, તેમાં હિંસા અને અહિંસા કોઈનો ‘અતિરેક’ નથી. એક સામાજિક પ્રાણી માટે આપણે અપરિગ્રહની વાત ન વિચારી શકીએ. તે કેવળ સંગ્રહ અને પરિગ્રહમાં આસક્ત રહે તે પણ વાંછનીય નથી. તેણે વ્યક્તિગત સ્વામિત્વ અને વ્યક્તિગત સંગ્રહ અંગે કોઈ લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૨૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ સીમા-હદ નક્કી કરવી જોઈએ, વ્યક્તિગત ભોગની પણ સીમા. અણુવ્રતની જીવનશૈલીમાં આ સમીકરણનું ખૂબ મૂલ્ય છે. આનાથી પદાર્થ પ્રત્યે થનારી સઘન મૂચ્છની જાળ તૂટે છે. શિક્ષણ જીવન તરફ વળે લોકતંત્રને દીર્ધાયુ બનાવવા માટે બે દિશાઓમાં પ્રસ્થાન જરૂરી છે. હિંસા અને પરિગ્રહ તરફ લોકોનો દષ્ટિકોણ બદલાય એવું પ્રશિક્ષણ, શિક્ષણની સાથે ચાલે. વર્તમાનમાં શિક્ષણ કેવળ વ્યવસાય, શિલ્પ, કલા, યાંત્રિક વિકાસ અને શારીરિક સ્વાથ્ય સાથે જોડાયેલું છે. તેનો માર્ગ બદલવો આવશ્યક છે. એનો પ્રવાહ ફક્ત આજીવિકા તરફ છે તે જીવન તરફ વળે. આર્થિક સ્પર્ધા અને સુવિધાવાદી દષ્ટિકોણે પોતાનાં ઊંડાં મૂળ જમાવ્યાં છે, તે નષ્ટ થવાં શકય નથી, પરંતુ ચેતનાની ફળદ્રુપ ભૂમિ પર જો હિંસા અને પરિગ્રહની સીમા-હદનાં બીજ વવાય તો એક સ્વસ્થ વિકલ્પ મળી શકે છે. લોકતંત્રને આની ખૂબ અપેક્ષા છે. અણુવ્રતનો પ્રયત્ન આ દિશામાં આગળ વધે અને શિક્ષણજગતને પણ તેમાં સહભાગી બનાવાય, તો માનવતાનું ભાવિ ઉજ્વળ છે. - વર્તમાનમાં વ્યકિત, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ સમક્ષ અનેક પ્રશ્નો છે : જેમકે, માનસિક તનાવ, હિંસા, આતંકવાદ, નશાખોરી, અસહિષ્ણુતા વગેરે. અણુવ્રતનું જ્ઞાન અને પ્રયોગ એ પ્રશ્નોના સમાધાનનો એક માર્ગ છે. લોકતંત્રનું પ્રશિક્ષણ ફક્ત સિદ્ધાંતોથી ન થઈ શકે, પરંતુ સિદ્ધાંતોની સાથે અભ્યાસ અને આચરણથી તે શક્ય બને. આ નાનકડી વાત મહત્ત્વપૂર્ણ છે, તમામ લોકો તેનો અનુભવ કરે. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૨૪ Page #126 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણ વિજ્ઞાન અને અહિંસા અહિંસાનો અભ્યાસ અત્યંત પ્રાચીન સમયથી ચાલી રહ્યો છે. હજારો-હજારો વર્ષોથી એના ચર્ચાઓ અને અનુશીલન થઈ રહ્યાં છે. અહિંસાની સમગ્રતાને જાણવા માટે પહેલાં શાસ્ત્રોનો અભ્યાસ થતો. આજે એની સાથે પર્યાવરણ-વિજ્ઞાનનો અભ્યાસ જરૂરી છે. અહિંસાનો અર્થ એટલો જ નથી કે, કોઈ જીવને ન મારશો. એનો અર્થ એનાથી આગળ, મારવાની સ્થિતિ પણ પેદા ન કરો, એવો થાય છે. એવું વાતાવરણ ન સર્જા, જેનાથી જીવ મરી જાય. એવી પરિસ્થિતિ પણ પેદા ન કરો, જેથી અજીવ (નિર્જીવ)પણ અસ્ત-વ્યસ્ત થઈ જાય. અહિંસા સાથે જેટલો સજીવ જોડાયો છે એટલો જ અજીવ પણ ! એક વ્યક્તિ ક્રોધમાં આવે અને તે પથ્થર ઉઠાવીને ફેકે, ભલે તેનાથી કોઈ પ્રાણી ન મરે, પણ તે હિંસા જ છે. નિમિત્ત-વિજ્ઞાન ભગવાન મહાવીરે પ્રત્યેક પ્રસંગની સાથે વાતાવારણ અને નિમિત્તને જોડ્યાં. આને નિમિત્તવિજ્ઞાન પણ કહે છે. નિમિત્તોને નષ્ટ ન કરો, કોઈ જીવને ન મારો, આ નિર્દેશ-સૂચનની સાથે સાથે એમ પણ કહ્યું કે જીવની ઉત્પાદકશક્તિને પણ નષ્ટ ન કરો. ભલે જીવ, નિર્જીવ બની ગયો હોય તો પણ તેને નષ્ટ ન કરો. આ વાત ઉપર ખૂબ ઝીણવટથી વિચાર કરાયો - દ્રવ્ય, કાળ, ક્ષેત્ર, ભાવ, પુગલ-પરિણામ- આ બધાં પરિવર્તનનાં નિમિત્ત બને છે.અહિંસાનો સિદ્ધાંત કેવળ ન મારવા સાથે જ નથી જોડાયો, પણ નિમિત્તો સાથે પણ જોડાયેલો છે. આ નિમિત્ત-વિજ્ઞાનનું અધ્યયન જ પર્યાવરણ વિજ્ઞાન છે. પર્યાવરણનાં મૌલિક સૂત્ર આજે પર્યાવરણ વિજ્ઞાન સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી રહ્યું છે. તેનું મૂળ સૂત્ર છે, જીવ અને પદાર્થ એકબીજાને પ્રભાવિત કરે છે. એનું બીજું સૂત્ર છે : આપણું ભૌતિક વાતાવરણ જીવો પર અને જીવ ભૌતિક વાતાવરણ પર આશ્રિત છે. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૨૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ એનું ત્રીજાં સૂત્ર છે : એક કડીનું પરિવર્તન બાકીની તમામ કડીઓમાં પરિવર્તન લાવી દે છે. ભૂમિ, પાણી, હવા, ઈધણ- આ બધાં આ અખિલ જગતની કડીઓ છે. એક કડી અસ્ત-વ્યસ્ત થવાથી બાકીની કડીઓ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. ચોથું સૂત્ર છે : જીવ અમુક પ્રકારની સ્થિતિમાં જ બચી શકે છે. જો તે વાતાવરણ અને સ્થિતિ બદલાઈ જાય, તો જીવ સમાપ્ત થઈ જાય છે. એક નિશ્ચિત તાપમાનમાં જ જીવ જીવી શકે છે. આજે એક ભય પેદા થયો છે, ઓઝોનનું પડ તૂટતું ચાલ્યું છે. જો પરાબેંગની (અસ્ટ્રાવાયોલેટ) કિરણો ધરતી પર પડવાં શરૂ થઈ ગયાં તો જીવસૃષ્ટિનું બચવું મુશ્કેલ છે. તાપમાન વધવાથી જળનું સ્તર (સપાટી) એટલું વધી જશે કે કેટલાંયે મોટાં મહાનગરો સમુદ્રમાં ફેરવાઈ જશે ! એનું પાંચમું સૂત્ર છે : પ્રકૃતિનું સંતુલન ના બગડે, કોઈપણ તત્ત્વ, અસંતુલનની અવસ્થા ન પામે. ધ્રુવનિયમ પવિરણ-વિજ્ઞાનના આ પાંચ સિદ્ધાંતો છે. આપણે આ પાંચ સિદ્ધાંતોના સંદર્ભે અહિંસાનું ચિંતન કરીએ. અહિંસાનો પણ આ નિયમ છે જ કે- એકલું કોઈ જીવી શકતું નથી. એક ધ્રુવ સિદ્ધાંત અપાયો, દ્રવ્યનિમિત્તે દિ સંપત્તિ વિકૃત્તેિ ' -આપણી બધી જ વીય/શક્તિ દ્રવ્યના નિમિત્તથી પેદા થાય છે, પવિરણના નિમિત્તે પેદા થાય છે. જો પથવિરણ બગડી જશે તો આપણું વીર્ય ખતમ થઈ જશે. જે અહિંસક આ સિદ્ધાંતને માને છે, કે દ્રવ્યના નિમિત્તે અસ્તિત્વ બચે છે, પ્રાણી બચે છે, તે પર્યાવરણની ઉપેક્ષા કેવી રીતે કરી શકે ? જીવ પુદ્ગલથી પ્રભાવિત થાય છે અને પુગલ જીવથી. જો એકમાં પરિવર્તન આવે, તો બીજાં તેનાથી તરત પ્રભાવિત થાય છે. આ પરિવર્તન અને પ્રભાવનો સિદ્ધાંત લોકસ્થિતિનો સિદ્ધાંત છે. વર્તમાનની ભાષા આ સૃષ્ટિસંતુલનની વાત છે. આને આપણે અહિંસા-વિજ્ઞાનની દષ્ટિએ પણ સ્વીકારી શકીએ. પર્યાવરણ વિજ્ઞાનમાં આની વિસ્તારથી વ્યાખ્યા કરવામાં આવી છે. પર્યાવરણ અહિંસા-વિજ્ઞાનનું અધ્યયન છે. જો આપણે પ્રાચીન ગ્રંથોને આધારે અહિંસાની વ્યાખ્યા કરીશું તો આજનો માનવી વ્યાખ્યાને સમજી નહીં શકે. કેવળ પારલૌકિક દષ્ટિ સાથે જોડાયેલ આ વ્યાખ્યા વર્તમાન માનવી માટે સહજ બુદ્ધિગમ્ય નથી. હિંસા કરશો તો કર્મોનાં બંધન બાંધીને, નરકમાં જશો એમ કહેવામાં આવે, તો આજના માણસની સમજમાં નહિ આવે. પરંતુ હિંસા કરશો, તો પર્યાવરણનું લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૧૨૬ Page #128 -------------------------------------------------------------------------- ________________ સંતુલન બગડશે અને તેથી માનવીનું જીવવું ખૂબ કઠિન બની જશે.” એમ સમજાવવામાં આવે, તો સમજવું સરળ છે. બીજાને પ્રદૂષિત કરીને, આપણે કેવી રીતે બચીએ ? આ આતંકને જોનારા હિંસાથી દૂર રહી શકે છે. આજે પ્રતિમાન અને પ્રતીક બંને બદલવાની જરૂર છે, સંદર્ભ એ જ છે. સંયુક્ત-રાષ્ટ્રસંઘે પર્યાવરણવિજ્ઞાન પર ખૂબ ચચઓિનું આયોજન કર્યું તેમાં અહિંસાશાસ્ત્રની જ ચર્ચા હતી. પર્યાવરણનું પ્રદૂષણ કેમ? પર્યાવરણ-વિજ્ઞાનનું એક પાસું છે. પર્યાવરણનું સંતુલન. તેનું બીજાં પાસું છે : પર્યાવરણનું પ્રદૂષણ. પર્યાવરણનું પ્રદૂષણ એ હિંસા છે. આપણે એ જાણીએ છીએ કે, પર્યાવરણમાં સંતુલન હશે, તો મનુષ્ય જીવશે, પશુ-પક્ષી જીવશે અને ભૌતિક વાતાવરણ પણ શુદ્ધ રહેશે. જો પર્યાવરણ પ્રદૂષિત થશે, તો ના જીવ-જંતુ જીવી શકશે, ના ભૌતિક વાતાવરણ શુદ્ધ રહી શકશે. આજે વૈજ્ઞાનિકો ચિન્તિત છે- પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે, ભૂમિ, વાયુ, જળ- બધું જ પ્રદૂષિત થઈ રહ્યું છે. એનું કારણ શું છે ? એનું એક કારણ છે : ગરીબી. આજીવિકાની સમસ્યા આનું એક કારણ છે. માણસ જંગલો કાપે છે, કેમકે તે તેનું આજીવિકાનું સાધન છે. આમ તે લાકડાં કાપે છે આજીવિકા માટે, પરંતુ તેનાથી જંગલો સાફ થઈ રહ્યાં છે. પર્યાવરણ-પ્રદૂષણ વધી રહ્યું છે. શ્રીમંત લોકો પણ પ્રદૂષણ વધારે છે. એ માટે આપણે કાગળનું ઉદાહરણ લઈએ. આજે કાગળનો વપરાશ ખૂબ વધી ગયો છે. તે જ કારણે તેનો ખોટો બગાડ પણ ખૂબ થાય છે. આપણે જોઈએ છીએ કે બે-બે લીટી લખીને કાગળને કોરો વેડફી દેવાય છે. આ એક ફેશન બની ગઈ છે. શ્રી છોગમલજી ચોપડા ખૂબ લખતા, પરંતુ તે કોરું પાનું અક્ષરોથી ભરી દેતા. કાગળનો પૂરતો ઉપયોગ કરતા. આજે તો ઉપયોગ ન કરાતાં ખોટો બગાડ વધી ગયો છે. પરિણામ એ આવ્યું છે કે, કાગળોનાં મોટાં મોટાં કારખાનાં થઈ રહ્યાં છે, પરંતુ તે માટે જંગલોનો આડેધડ નાશ કરાય છે. આ વધતી જરૂરિયાત પર્યાવરણના પ્રદૂષણનું કારણ બની રહી છે. ગંભીર સંકટ આજે વૈજ્ઞાનિકો સમક્ષ સમસ્યા છે, એટમી કચરાને નાંખવો ક્યાં ? જો સમુદ્રમાં નાંખીએ તો સમુદ્રી જીવ મરી જાય છે. જ્યાં આગળ સમુદ્રમાં આ કચરો નંખાયો છે, ત્યાં સમુદ્રી જીવો મરી રહ્યા છે જ. ક્યાંય અવકાશ દેખાતો નથી. માનવી માટે આ સંકટ ગંભીર બનતું જાય છે. પ્રદૂષણને પેદા કરનારાં અનેક કારણો આજે માનવીને તેના તન-મન સહિત આંદોલિત કરી રહ્યાં છે. પરંતુ આ તમામની પાછળનું મુખ્ય કારણ છે : ભાવાત્મક લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૨૭ Page #129 -------------------------------------------------------------------------- ________________ માનસિક પ્રદૂષણ. પ્રદૂષણનો ભય માનવીના પોતાના અસંયમને કારણે પેદા થયો છે. આજે દરેક બાબતમાં અસંયમ છે. જ્યારે આપણે રૂપચંદજી શેઠિયા, મહાત્મા ગાંધી જેવાનાં જીવનમાં નજર કરીએ ત્યારે એ ચિંતન જાગે છે કે તેઓ નાનીનાની વાતો પર કેવું ધ્યાન આપતા હતા ! દાતણ કરવા માટે લીમડાની નાની ડાળી તોડવાની હતી, તેના બદલે વિદેશી મહિલા મોટી ડાળી તોડી લાવી. આ જોઈને મહાત્મા ગાંધી તેમને વઢતાંલડતાં બોલ્યા, “જે કામ નાનકડી એક ડાળીથી ચાલે તેવું હતું, તે કામ માટે મોટી ડાળી શું કામ ? આ ખોટો બગાડ છે એમનું શું થશે? રૂપચંદજી શેઠિયા ફક્ત બાવન તોલા પાણીથી સ્નાન કરતા હતા. તેઓએ સ્નાનમાં આનાથી વધારે પાણી ક્યારેય નથી વાપર્યું. આજે એનાથી વિપરીત બની રહ્યું છે. નળ નીચે બેસીને એક માનવી પાણી આવે ત્યાં સુધી સ્નાન કરે છે. કેટલો બગાડ પાણીનો ! સ્નાન વધુ પાણીથી નથી થતું, ઘર્ષણથી થાય છે. પણ માનવી જાણવા છતાં અજાણ બનીને પાણીનો વ્યય કરે છે. જ્યાં સુધી આનો ઇલાજ નહિ કરાવાય, ત્યાં સુધી પ્રદૂષણ વધતું જ જશે. માનવીમાં આજે લોભ લાલચ વધતાં ચાલ્યાં છે. એમ માનવામાં આવે છે કે જેટલાં કારખાનાં વધશે, તેટલો વિકાસ વધશે. એવું જણાય છે કે, આ બાબતે ગંભીરતાથી વિચાર નથી થયો. કેટલી બધી જમીનનું શોષણ થઈ રહ્યું છે ! કેટલા બધા પદાર્થોનો ઉપભોગ અને સામે નવા પદાર્થોનું નિર્માણ થઈ રહેલ છે ? પાંચમી-સાતમી પેઢીનું કોઈએ કંઈ વિચાર્યું જ નથી. કોઈ એ વિચારતું જ નથી, કે એમનું શું થશે? એમના માટે શું બચશે ? સંયમ જ જીવન છે હકીકતમાં એ ઊંડી ચિંતાનો વિષય છે. આપણે એના પર ગંભીરતાથી વિચારીએ. આપણે પવિરણ-વિજ્ઞાનની સચ્ચાઈને સમજીએ. પદાર્થની સીમા છે, તે અસીમ નથી. ઉપભોક્તા વધારે અને પદાર્થ ઓછા. આ સ્થિતિમાં સંઘર્ષની વાત આવી જાય છે. આપણે એ વાત પર ધ્યાન આપીએ, પદાર્થની જો સીમા હોય, તો વાપરનારની ઇચ્છાની પણ સીમા હોવી જોઈએ. આપણે અનાવશ્યક પદાર્થોના ઉપયોગની ઈચ્છાઓ ન વધારીએ. પદાર્થની સીમા, ઉપભોક્તાની ઈચ્છા અને તેની સીમા તથા પદાર્થનો સંયમ- આ સિદ્ધાંતને સમજ્યા પછી જ પર્યાવરણમાં પ્રદૂષણની ચિંતાને મટાડી શકાય તેમ છે. આ બાબતે અણુવ્રતની ઘોષણા ઉપયોગી છેઃ સંચઃ વહુ નીવનમ્ ! ' - સંયમ જ જીવન છે. લોકો પૂછે છે, સંયમ જીવન લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૨૮ Page #130 -------------------------------------------------------------------------- ________________ કેવી રીતે છે ? પદાર્થ જીવન હોઈ શકે છે, અન્ન-પાણી જીવન હોઈ શકે છે, સંયમ જીવન કઈ રીતે હોઈ શકે? આજની સમસ્યા પર વિચાર કરીએ તો આ ઘોષણા ખૂબ સ્પષ્ટ જણાઈ આવે છે. વાસ્તવમાં સંયમ જ જીવન છે. સંયમ રાખીશું તો જીવન ચાલશે. જો અસંયમ વધતો જ ચાલ્યો, તો માણસની જ નહિ, સમગ્ર સૃષ્ટિની હિંસાનો પ્રસંગ આવી શકે છે. આજે એ અનિવાર્ય બન્યું છે કે, આપણે પર્યાવરણ, અહિંસા અને સંયમનું મૂલ્ય સમજીએ. કેવળ ધાર્મિક જગતનો જ નહિ, પરંતુ સમગ્ર માનવજાતિ અને પ્રાણી જગતુનો પ્રશ્ન છે. આના પર ગંભીર વિચારણા કરીને જ, ચિંતન, મનન, મંથન, અનુશીલન અને પ્રયોગ કરીને અસંતુલન, અને પર્યાવરણનું પ્રદૂષણ વગેરે સમસ્યાના ઉકેલ મેળવી શકાય તેમ છે. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૨૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણ અને અહિંસા સ્વતંત્રતા અને અનુશાસન ( શિસ્ત)- આ બંને નૈસર્ગિક મૂલ્યો છે. આ મૂળભૂત મૂલ્યોને આધારે જ બીજાં મૂલ્યોનો વિકાસ થાય છે. મૂલ્યનો અર્થ છે : આચરણ અને વ્યવહાર. આચરણ પર-નિરપેક્ષ અને પર-સાપેક્ષ બે પ્રકારનાં હોય છે. વ્યવહાર કેવળ પર-સાપેક્ષ હોય છે. કેવળ અનુશાસનની ચેતનામાં મૂલ્યોની આંતરિક ચેતના પ્રદર્શિત નથી થતી. કેવળ સ્વતંત્રતાની ચેતનામાં આંતરિક મૂલ્યોને પ્રદર્શિત કરવાનો વિવેક જાગૃત નથી થતો. મૂલ્યની વ્યાખ્યા મનુષ્યનો વ્યવહાર ત્રણ કારણોસર થાય છે ? (૧) પ્રવૃત્તિહેતુક (૨) નિવૃત્તિહેતુક (૩) ઉપેક્ષાહતુક ઉપાદેય માટે પ્રવૃત્તિ, હેયથી નિવૃત્તિ અને ઉપેક્ષણીયની ઉપેક્ષા કરવી- એ પ્રમાણનાં ફળ છે. આ પ્રમાણ-શાસ્ત્રનો સિદ્ધાંત છે. મૂલ્યની વ્યાખ્યા માટે આ પ્રમાણશાસ્ત્રીય સિદ્ધાંત પર્યાપ્ત છે. ઉપાદેય માટે પ્રવૃત્તિ ન કરવી, હેયથી નિવૃત્તિ ન કરવી અને ઉપેક્ષણીયની ઉપેક્ષા ન કરવી- આ વ્યવહારનો વિપર્યય છે. આ વિપર્યયને મિટાવીને સમ્યક ચેતનાને જાગૃત કરવા માટે મૂલ્ય ચેતનાને જાગૃત કરવાનું પ્રશિક્ષણ જરૂરી છે. શિક્ષણનું આ અનિવાર્ય અંગ છે. જે શિક્ષણ મૂલ્યચેતનાને ન જગાડે, તે શિક્ષણને શિક્ષણ માટેના પવિત્ર આસન ઉપર બિરાજમાન થવાનો અધિકાર નથી. ચેતનાના ત્રણ પ્રકાર છે માનવીય ચેતનાના ત્રણ પ્રકાર છે? (૧) પદાર્થ ચેતના લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજD ૧૩૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ. પ્રદેશ. (૨) નૈતિક ચેતના (૩) આધ્યાત્મિક ચેતના એમની ત્રણ ક્રિડાભૂમિઓ છે ઃ (૧) પદાર્થ ચેતનાની ક્રિડાભૂમિ : ગુદાથી નાભિ સુધીનો પ્રદેશ. (૨) નૈતિક ચેતનાની ક્રિડા ભૂમિ : નાભિથી ઉપર, કંઠ સુધીનો (૩) આધ્યાત્મિક ચેતનાની ક્રિડાભૂમિ ઃ ચિબુકથી માથા સુધીનો ચેતાનાનું સ્તર બદલવાથી જ નૈતિક ચેતના અને આધ્યાત્મિક ચેતના વિકસે છે. લોભ, કામવાસના, ક્રોધ, અહંકાર જેવા કષાયો અથવા કર્માશયોનો સંબંધ નાભિ અથવા તેનાથી નીચેનાં કેન્દ્રોમાં છે. આ કેન્દ્રોમાં ચેતનાની પુનરાવૃત્તિ સ્વાર્થ, આવેશ, ઉત્તેજના, સત્તા, અધિકાર, વિષયલોલુપતા જેવાં કર્મોને જન્મ આપે છે. નાભિથી ઉપરનાં કેન્દ્રોમાં ચેતનાની પુનરાવૃત્તિ પ્રામાણિકતા, સત્ય, નિષ્ઠા, નિઃસ્વાર્થભાવ, વિનમ્ર વ્યવહાર, સરળતા, સંતોષ, કરુણા વગેરે કર્નોને જન્મ આપે છે કન્ડથી ઉપરનાં કેન્દ્રોમાં ઉપસ્થિત ચેતના, આત્માનુભૂતિ, નૈસર્ગિક સુખ, સમતા, મૈત્રી, પ્રમોદ (આનંદ), તટસ્થભાવ, આત્મ-નિરીક્ષણ વગેરેને જન્મ આપે છે. આધ્યાત્મિક ચેતના આધ્યાત્મિક ચેતનાનો સ્તર વિકસિત થવાને કારણે વ્યક્તિમાં એક વિશિષ્ટ પ્રકારનાં જીવનલક્ષણો અભિવ્યક્ત થાય છે, જેમકે ઃ (૧) પોતાની અસમર્થતાનો સ્વીકાર કરવાની ક્ષમતા. (૨) પોતાની ભૂલનો સ્વીકાર કરવાની ક્ષમતા. (૩) અહં-મમુના પરિષ્કારની ક્ષમતા. (૪) પોતાની ભૂલના પરિષ્કાર (શુદ્ધીકરણ)ની ક્ષમતા. (૫) આગ્રહના પરિષ્કારની ક્ષમતા. (૬) લક્ષ્ય ૫૨ એકાગ્રતાની ક્ષમતા. (૭) બીજાની વિશેષતાને સ્વીકારવાની ક્ષમતા. લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ – ૧૩૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ (૮) સિદ્ધાન્તને છોડનાર ઘનિષ્ઠ વ્યક્તિને છોડવાની ક્ષમતા. મનનો અવાજ: આત્માનો અવાજ પદાર્થ ચેતનાના સ્તર પર જીવતી વ્યક્તિ પ્રિય-અપ્રિય સંવેદનોથી ઘેરાયેલી રહે છે. તે સંવેદન દ્વારા નીકળેલા મનના અવાજને આત્માનો અવાજ માની લે છે. હકીકતમાં મનના અવાજને આત્માનો અવાજ માની લેવો એક ભ્રાંતિ માત્ર છે. નૈતિક ચેતના પર જીવતી વ્યક્તિ પ્રિય-અપ્રિય સંવેદનાથી ઉપર જઈને પોતાના વ્યવહારનું સંપાદન કરે છે, અભ્યાસ કરે છે, તેથી તે પોતાના આત્માના અવાજની નજીક પહોંચી જાય છે. આધ્યાત્મિક ચેતનાના સ્તર પર જીવનાર વ્યક્તિ આંતરિક અનુભૂતિમાં રહે છે. આત્માના અવાજનો અધિકાર તેવી વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં સમતા કે વીતરાગતાનો અવાજ જ આત્માનો અવાજ શિક્ષણની ચતુષ્પદી આજની સામાજિક, આર્થિક અને રાજનૈતિક પરિસ્થિતિઓએ શિક્ષણ સામે પ્રશ્નો જ પેદા નથી કર્યો, પરંતુ ખુદ શિક્ષણને જ પ્રશ્નચિહ્ન બનાવી દીધું છે. જે શિક્ષણનું પરિણામ સામાજિક જીવનમાં સામંજસ્ય, આર્થિક જીવનમાં કરુણા અને રાજનૈતિક જીવનમાં ત્યાગ ન હોય, તે શિક્ષણને શું સાર્થક માની શકાય ? શિક્ષણની સાર્થકતાની શોધ માનવીય અસ્તિત્વની શોધ છે. તે કોઈ પણ વૈજ્ઞાનિક શોધથી ઓછી મહત્ત્વપૂર્ણ નથી. શિક્ષણની શોધ માટે આપણે શિક્ષણની ચતુષ્પદી પર વિચારીએ. આદર્શ, ઉદ્દેશ, પદ્ધતિ, સામગ્રી વગેરે ચાર શિક્ષણ-પદો છે. આદર્શ શિક્ષણનો આદર્શ છે : સ્થિતપ્રજ્ઞતા. લાભ-ગેરલાભ, સુખ-દુઃખ, નિંદા-પ્રશંસા, માન-અપમાન, જીવન-મરણ વગેરે દ્વન્દ્રોની સ્થિતિમાં જેની પ્રજ્ઞા સમત્વની અનુભૂતિ કરી શકે, તે સ્થિતપ્રજ્ઞ હોય છે. સ્થિતપ્રજ્ઞતાને આધ્યાત્મિક ચેતના, આત્માનુભૂતિ અથવા આત્મોપલબ્ધિ કહેવાય છે. ઉદ્દેશઃ શિક્ષણનો ઉદ્દેશ છે : સવગી વ્યક્તિત્વનો વિકાસ. એનાં ચાર અંગ છે : શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, માનસિક વિકાસ અને ભાવાત્મક વિકાસ. આદર્શની દિશામાં આગળ વધવા માટે સવગી વ્યક્તિત્વનો વિકાસ અનિવાર્ય અપેક્ષા છે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૩ર Page #134 -------------------------------------------------------------------------- ________________ પદ્ધતિ: શિક્ષણ પદ્ધતિના અનેક વિકલ્પો મળી આવે છે. વ્યાખ્યાવિધિ, વાદ-વિવાદવિધિ, તર્કવિધિ, પ્રશ્નવિધિ વગેરે. આપણી દષ્ટિએ શિક્ષણપદ્ધતિ સમન્વિત હોવી જોઈએ. એમાં સિદ્ધાંત અને પ્રયોગ- બંનેનું સંતુલન જરૂરી છે. માત્ર સિદ્ધાંતથી જ્ઞાન વિકસિત થાય છે, કામ કરવાની શક્તિ (કર્મજાશક્તિ) અને ચારિત્ર્યનો વિકાસ થઈ શકતો નથી. સામગ્રીઃ શિક્ષણ સામગ્રીનાં ચાર મહત્ત્વપૂર્ણ અંગ છે : (૧) ઉદ્દેશની પૂર્તિ કરનારાં પુસ્તકો. (૨) ઉદ્દેશની દિશામાં સહાયક શિક્ષક. (૩) ઉદ્દેશની પૂર્તિમાં સહાયક વાતાવરણ. (૪) ઉદ્દેશની પૂર્તિમાં પ્રેરક બનનારા અભિભાવકો. શિક્ષણનાં આ ચારેય પદો વાતાવરણને અહિંસક બનાવવામાં સક્ષમ છે. આના આધારે જ અહિંસક સમાજરચનાનાં સ્વપ્નો સજાવી શકાય છે. સામાજિક જીવનનો મૂળ આધાર સામાજિક જીવનનો મૂળ આધાર છે - શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ. તે અહિંસા દ્વારા જ સંભવી શકે. વર્તમાન શિક્ષણપ્રણાલીમાં અહિંસાની માનસિક સંરચનાનાં તત્ત્વો બહુ ઓછાં છે. આ અતિઅલ્પમાત્રા પ્રભાવશાળી ઢંગથી કામ નથી કરી શકતી. એટલા માટે જ શિક્ષણની પુનર્વ્યવસ્થાની જરૂરિયાત સતત અનુભવાઈ રહી છે. શિક્ષણ-સંસ્થાઓમાં પણ હિંસાત્મક પ્રવૃત્તિઓ વધી રહી છે. તોડ-ફોડની ઘટનાઓ સામાન્ય વાત બની ગઈ છે. માદક વસ્તુઓનો વપરાશ વધતો જાય છે. આ પ્રકારના શૈક્ષણિક વાતાવરણમાં અહિંસક સમાજરચનાની કલ્પના જ કઈ રીતે કરી શકાય ? હિંસાના પ્રકાર અહિંસક સમાજ અને અહિંસક વ્યક્તિ આ બંને સાપેક્ષ શબ્દો છે. જીવનયાત્રા સાથે હિંસા વણાયેલી છે. આ સ્થિતિમાં અહિંસક સમાજ અને અહિંસક વ્યક્તિની કલ્પના કરવી શું શક્ય છે ? આ મૂંઝવણનો ઉકેલ મેળવવા માટે “સાપેક્ષ' શબ્દની વ્યાખ્યા કરવી જરૂરી છે. ભગવાન મહાવીરે હિંસાના બે પ્રકાર વર્ણવ્યા છે : (૧) અર્થહિંસા : પ્રયોજનવશ થતી હિંસા. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૩૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ (૨) અનWહિંસાઃ પ્રયોજનશૂન્ય કે આક્રમક સંકલ્પથી થતી હિંસા. પછીના આચાર્યોએ હિંસાને ત્રણ ભાગમાં વહેંચી દીધી છે ? (૧) આરંભના હિંસાઃ જીવનને ચલાવવા થતી હિસ્ય. (૨) વિરોધજા હિંસા રક્ષણ માટે આચરવામાં આવતી હિં. (૩) સંકલ્પના હિંસા : આક્રમક હિંસા. અહિંસક સમાજ: અહિંસક સમાજ એ કહેવાય, જેમાં સંકલ્પજા અથવા આક્રમક હિંસાના દરવાજા બંધ હોય. જાતીય ઉન્માદ, સાંપ્રદાયિક અભિનિવેશ, શોષણ, બીજાની સ્વતંત્રતા પર તરાપ, અધિકાર અને સ્વત્વનું અપહરણ, જીવિકાનું વિચ્છેદન, સામ્રાજ્યવાદી મનોવૃત્તિ વગેરે આક્રમક હિંસાનો પરિવાર છે. આક્રમક હિંસાથી મુક્ત સમાજને અહિંસક સમાજની અભિધાથી અભિહિત કરી શકાય છે. પ્રતિરક્ષણાત્મક હિંસાથી બચવા માટે અહિંસાત્મક પ્રતિરોધનું પ્રશિક્ષણ આપી શકાય છે, પરંતુ આક્રમક હિંસાથી છૂટકારાની જેમ પ્રતિરક્ષણાત્મક હિંસાથી છૂટકારાની શરતને એની સાથે જોડી શકાય નહિ. પરિગ્રહ હોય અને પ્રતિરક્ષણાત્મક હિંસા ન હોય, આ એક જટિલ પ્રશ્ન છે. તેની જટિલતાને ઓછી કરવા માટે અહિંસાત્મક પ્રતિરોધનું પ્રશિક્ષણ પ્રતિ-૨ક્ષણના વિકલ્પરૂપે આપી શકાય છે, જીવનયાત્રામાં હિંસા અનિવાર્ય રૂપે વણાઈ ગઈ છે, પરંતુ તેમ છતાં, અનાવશ્યક હિંસા ન થાય તેનું પ્રશિક્ષણ અનિવાર્ય છે. ભૂમિ, જલ અને ઝાડ-છોડ પ્રત્યે થતી બિન-જરૂરી પ્રવૃત્તિએ પર્યાવરણ-પ્રદૂષણની સમસ્યા પેદા કરી છે, સૃષ્ટિનાસંતુલનને નષ્ટ કરી દીધું છે. અહિંસાઃ અસ્તિત્વ અને વિકાસ શિક્ષણ માનવીય વિકાસ માટે છે. અહિંસાનો પ્રશ્ન માનવીય અસ્તિત્વ સાથે જોડાયેલો છે. અસ્તિત્વ જો સુરક્ષિત રહે, તો જ વિકાસની સંભાવના વિચારી શકાય. એટલા માટે જ, શિક્ષણ અને અહિંસા વચ્ચે ગાઢ સંબંધ જરૂરી છે, જેનાથી અસ્તિત્વ અને વિકાસ- બંનેની પરંપરા સુરક્ષિત રહી શકે. આ સંદર્ભે મૂલ્ય-આધારિત શિક્ષણ અથવા જીવનવિજ્ઞાન વર્તમાન યુગની અનિવાર્યતા છે. અહિંસા સર્વોપરિ મૂલ્ય છે. અહિંસાના પ્રતિષ્ઠિત થઈ જવાથી બાકીનાં તમામ મૂલ્યો પ્રતિષ્ઠિત થઈ જાય છે. અહિંસાની ગેરહાજરીમાં બાકીનાં બધાં જ મૂલ્યો વિઘટિત થઈ જાય છે. ભારતીય દર્શનશાસ્ત્રમાં પાંચ મૂલ્યોની સ્વીકૃતિ મળે છે. હકીકતમાં, સત્ય વગેરે ચાર મૂલ્યો અહિંસાની સુરક્ષા માટે જ છે. કહેવાયું લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૩૪ Page #136 -------------------------------------------------------------------------- ________________ પણ છે ઃ મહિસા યસ : પામૂિતાન્યન્યવ્રતાનિ યત્ । અસત્ય વચન હિંસા જ છે, ચોરી હિંસા છે, કામ-વાસના હિંસા છે અને સંગ્રહ પણ હિંસા છે. અહિંસાનો વિકાસ થતાં, સત્ય, અચૌર્ય (અસ્તેય), બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો આપોઆપ જ વિકાસ થાય છે. મૂલ્યનો સ્રોત મૂલ્યપરક શિક્ષણમાં શું મૂલ્યના સ્રોત વિશે વિચાર કરવો જરૂરી નથી ? સહિષ્ણુતા, મૃદુતા, અહંકાર-વિલય, ઋજુતા, અમૂર્છા, અનાસક્તિ આ પાંચેય મૂલ્યોના સ્રોત છે. હિંસાનાં મુખ્ય કારણ ચાર છે ઃ ક્રોધ, માન, માયા અને લોભ. એમનો પરિષ્કાર જ અહિંસાની પ્રતિષ્ઠાનું મૂળ કારણ બની રહે છે. જરૂરી છે સમન્વય મૂલ્યપરક શિક્ષણ કેવળ બૌદ્ધિક વિકાસની પ્રક્રિયા માટે જ નથી, તેના માટે મગજના એવા ભાગો (પ્રકોષ્ઠો)ને જાગૃત કરવા જરૂરી છે, જે આધ્યાત્મિક અથવા ચારિત્રિક વિકાસ માટે જવાબદાર છે. વર્તમાન શિક્ષણપદ્ધતિમાં આવા ભાગોની જાગૃતિ પર ધ્યાન આપવામાં આવતું નથી. પૃથ્વી પરના વાતાવ૨ણ અને માનવીય અસ્તિત્વની સુરક્ષા માટે આ વિષય પર ધ્યાન અપાતું રહે, તે ખૂબ જરૂરી છે, અને મૂલ્યપરક શિક્ષણ દ્વારા નવા સમાજ અને નવી વ્યક્તિની રચનાની દિશામાં આપણાં કદમ આગળ વધો, નવીન માનવીના નિર્માણનું લક્ષ્ય સંવેગ-સંતુલનની અભ્યાસપદ્ધતિ ૫૨ નિર્ભર છે. બીજાની સ્વતંત્રતાનું સન્માન, બીજાની સમસ્યાને સમજવાનો પ્રયત્ન, અને બધાંની સાથે સમાનતાનો વ્યવહાર તે જ વ્યક્તિ કરી શકે, જેણે પોતાના સંવેગોને સંતુલિત ક૨વાનો અભ્યાસ કર્યો હોય. માત્ર સિદ્ધાંતથી જ લક્ષ્ય સુધી નથી પહોંચાતું, એટલે સૈદ્ધાંતિક શિક્ષણની સાથે સાથે પ્રાયોગિક શિક્ષણનો સમન્વય જરૂરી છે. આત્મ-નિરીક્ષણ, આત્મ-પરીક્ષણ, અને આત્મ-દર્શન સૌ કોઈ માટે જરૂરી છે. એમના માટે વિશેષ જરૂરી છે, જેઓ સમાજનું નેતૃત્વ કરે છે, સત્તા અને શક્તિના સિંહાસને બેઠેલા છે. લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ – ૧૩૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને સમાજ વીસમી સદીનો સંધ્યાકાળ અને એકવીસમી સદીનું પ્રભાત બંને નજર સામે છે. તે કેવું હશે ? આ પ્રશ્ન લોકમાનસમાં જાગી રહ્યો છે. આજે જે રક્તરંજિત વાતાવરણ જોવા મળે છે, તેનાથી કેટલીક શંકાઓનાં વાદળ ઘેરાઈ રહ્યાં છે. પ્રાયઃ હિંસા તો માનવીની પ્રકૃતિમાં આદિકાળથી વણાયેલી છે. પરંતુ હિંસાના પ્રશિક્ષણનાં આજે કેન્દ્રો ચાલે છે, એવાં વિદ્યાલયો ચાલે છે, જ્યાં આતંકનું પ્રશિક્ષણ આપવામાં આવે છે, ઉગ્રવાદીઓ તૈયાર કરાઈ રહ્યા છે. એક સમય હતો, ત્યારે પણ યુદ્ધ તો થતાં જ હતાં, પરંતુ યુદ્ધની કેટલીક મર્યાદાઓ હતી, નિશ્ચિત-નિયમો હતા. સૂર્યાસ્ત પછી યુદ્ધ બંધ કરી દેવાતું, કોઈ કોઈને મારતું નહિ, હથિયાર વિનાના માનવી પર વાર (ઘા) ન કરાતો. દિવસે યુદ્ધમાં લડનારા રાત્રે એકબીજાને ગળે મળતા, ભેટતા. આજે કોઈ મયદા, કોઈ નીતિ-નિયમ જેવું કાંઈ જ નથી. નિર્દોષ હોય કે હથિયાર વગર- ગમે તેને મારવામાં આવે છે. મારવાની આ પ્રવૃત્તિ એટલી વધી ગઈ છે, જેની કોઈ સીમા નથી. પ્રશ્ન થાય છે કે, મારા-મારીની આ પ્રવૃત્તિમાં કોઈ બચશે કે નહિ ? આજે એવો ઉન્માદ અને ગાંડપણ છવાયેલાં છે કે જેનાથી સમગ્ર વાતાવરણ પ્રભાવિત છે. આવા વાતાવરણમાં અહિંસાની વાત કરવી ખૂબ જ પ્રસંગોચિત છે. અહિંસાનો સંદર્ભ અહિંસક હોવાનું પહેલું લક્ષણ છે, અભય હોવું. વ્યક્તિ અહિંસક હોય અને ભયભીત પણ હોય, તે સંભવ નથી. જો એવું હોય તો માનવું પડે કે સૂરજ પણ છે અને અંધકાર પણ છે. ભગવાન મહાવીરે અહિંસાની સાથે જે સહુથી પ્રથમ શરત મૂકી તે છે : અભય. ક્યાંય કાયરતા નહિ. જયારે હિંસાને કારણે આખો સમાજ મરી રહ્યો છે, તો અહિંસાના રહેતાં કોઈ વ્યક્તિ મરે તેમાં શું ભારે પડવાનું? અહિંસાનો વિસ્તાર અનેક સંદર્ભે થાય છે. કેટલાક સંદભ આ રહ્યા : લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૧૩૬ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૦ આત્મહત્યા ન કરવી. ૦ બીજાની હત્યા ન કરવી. ૦ ગર્ભહત્યા ન કરવી. ૦ ક્રૂર જીવહિંસાથી નિર્મિત સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ ન કરવો. વધતી હિંસા આત્મહત્યા અને બીજાની હત્યા આજે મોટી બીમારી છે. જાપાન આજે આર્થિક રીતે ખૂબ સદ્ધર - સમૃદ્ધ દેશ છે, પરંતુ ત્યાં સમસ્યા એ છે કે દર પાંચ સેકન્ડે એક આત્મહત્યા થાય છે. હત્યાઓના બનાવો પણ આ જ સત્યને રેખાંકિત કરે છે. પંજાબ, કાશ્મિર, આસામ, બિહાર વગેરે પ્રદેશોમાં હિંસાની જે સ્થિતિ છે, એનાથી એવું લાગે છે કે, માનવીને મારવો એ કોઈ તણખલાને તોડવા બરાબર છે. ત્રીજી સમસ્યા છે ઃ ગર્ભ-હત્યાની. આજે ગર્ભ-હત્યા જે ઝડપથી વધી રહી છે, એ પણ ચિંતાનો વિષય છે, ગંભીર સ્થિતિ છે. આશ્ચર્ય થાય છે, મોટાં શહેરોમાં (ગર્ભપાત માટેનાં) દવાખાનાં ખૂલી રહ્યાં છે, તેમાં ગર્ભહત્યાનું એક ચક્ર જ ચાલી રહ્યું છે. અમેરિકામાં એક ફિલ્મ બની છે ઃ ‘સાયલેન્ટ ક્રાઈમ.' આ ફિલ્મે અમેરિકામાં હાહાકાર મચાવી દીધો છે. એમાં બતાવાયું છે કે, ગર્ભહત્યાથી શું થાય છે. ત્રણ જ માસના ગર્ભને જ્યારે મારવામાં આવે છે, ત્યારે તે રડે છે, કણસે છે અને બૂમાબૂમ કરે છે. એટલું કરુણ-દૃશ્ય કે માનવી જોતાં જ ધ્રૂજી ઊઠે છે. અમેરિકન સરકારે ગર્ભહત્યા પર પ્રતિબંધ લગાવી દીધો. તેમ છતાંયે આજે પણ ગર્ભપાતનો પ્રશ્ન દરેક દેશ અને સમાજની સામે એક ગંભીર પડકાર બનીને ઊભો છે. પર્યાવરણ-વિજ્ઞાનનું રહસ્ય જીવનશૈલીના સંદર્ભમાં, ‘અ-કારણ હિંસાથી બચો' એ ભગવાન મહાવી૨નો દૃષ્ટિકોણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એ માન્યું કે, હિંસા જીવનની અનિવાર્યતા છે, પરંતુ માનવી વિવેકથી કામ લે તો અ-કારણ હિંસાથી બચી શકાય છે. જ્યાં અ-કારણ હિંસાની વાત આવે છે, ત્યાં પર્યાવરણ-પ્રદૂષણની વાત પણ આવે છે જ. આ પર્યાવરણની સમસ્યા અ-કારણ હિંસાથી ઉપજેલી સમસ્યા છે. પ્રાચીન કાળમાં કહેલું છે : પંદર કર્માદાનથી બચો, તેનો ત્યાગ કરો. આ આંદોલન ચાલી ગયું. મોટાં મોટાં કારખાનાં ન ખોલો, લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપો. મોટાં મોટાં કારખાનાં મોટા ભયનું કારણ બનશે. મહાત્મા ગાંધીએ વિકેન્દ્રિત અર્થ-વ્યવસ્થા અને વિકેન્દ્રિત શાસન-સત્તા પર જે ભાર મૂક્યો છે, તે લોકતંત્ર ઃ નવી વ્યક્તિ, નવો સમાજ ` ૧૩૭ - Page #139 -------------------------------------------------------------------------- ________________ કમદાન-નિષેધ અથવા પર્યાવરણ-વિજ્ઞાનની મહત્ત્વપૂર્ણ ફોર્મ્યુલા બની શકે છે. પ્રસાધન સામગ્રીનો વિવેક જીવનશૈલીનું એક મહત્ત્વપૂર્ણ અંગ હોવું જોઈએ, કે ક્રૂરતાપૂર્ણ રીતે તૈયાર કરાયેલી ફર પ્રસાધન સામગ્રીનો ઉપયોગ ન કરવો. કેટલાક લોકો ફરની ટોપી પહેરે છે. શું તેઓ એ નથી જાણતા કે આ ટોપીઓ શેમાંથી બને છે ? ન જાણે કેટલાંયે પ્રાણીઓની હત્યા કરીને આ ટોપીઓ બનાવવામાં આવે છે. આજે કેટલીક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે, જે અમેરિકા, યુરોપ, હિન્દુસ્તાન, વગેરે દેશોમાં સક્રિય છે, જે એ વાત પર ભાર મૂકે છે કે, ક્રૂરતાપૂર્ણ પ્રસાધન સામગ્રીના ઉત્પાદનને બંધ કરી દેવાય. - આજની બદલાયેલી પરિસ્થિતિઓમાં અહિંસાને સમજવા માટે આ બધા સંદભોને સમજવા પડે. હિંસાએ શાં રૂપ ધયાં છે અને તે કઈ રીતે વ્યક્ત થઈ રહી છે, તેના પર ધ્યાન આપવું જરૂરી છે. શુદ્ધ જીવનશૈલીમાં વિશ્વાસ રાખનાર અહિંસાને આ સ્વરૂપે અપનાવે, હિંસાની આ ભભકતી જ્વાળામાં કોઈ શીતળ જળનો છંટકાવ કરનાર મળી આવે- જન્મે. જેનાથી હિંસાની ગરમી કંઈક ઓછી થાય, આ આગ ચારે બાજુ ન ફેલાય. અહિંસા દ્વારા હિંસાનું શમન' આ ક્રમ જો ચાલતો રહેશે. તો એકવીસમી સદીમાં શ્વાસ લેનાર માણસો અહિંસક સમાજની નવરચનાના સ્વપ્નને સાકાર કરી શકશે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૩૮ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૨ સમાજવ્યવસ્થાના મૌલિક આધારો જો આપણે સમાજનો સંદર્ભ છોડી દઈએ, તો ચારિત્ર્ય, આચાર અને નૈતિકતાની વ્યાખ્યા સંકોચાઈ જાય છે અને એટલું નાનું બિન્દુ બની જાય કે એને જોવા માટે માઈક્રોસ્કોપની જરૂરી પડે ! આચાર અને નૈતિકતાનો વિકાસ સમાજના સંદર્ભમાં થયેલો છે. બીજું કંઈ હોય, તો તે સત્ય અને અહિંસા છે. જ્યાં બીજું નથી, ત્યાં સત્ય, અસત્યનો પ્રશ્ન જ નથી. અચૌર્ય (અસ્તેય), અપરિગ્રહ, વગેરેનું મૂલ્ય પણ સમાજના સંદર્ભમાં જ છે, અબ્રહ્મચર્યનું પણ બહુ જ વ્યાપક સ્વરૂપ સમાજના સંદર્ભમાં છે. ચારિત્ર્યનો સંદર્ભ અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચેય આપણા ચારિત્ર્યના મૂળ આધાર મનાયા છે. એમની વ્યાખ્યા : જૈન આગમોમાં, બૌદ્ધ-દર્શનમાં, પાતંજલ યોગદર્શનમાં થયેલી છે અને ગાંધીજીએ પણ કરેલી છે. બે-ત્રણ હજાર વર્ષથી જે ચારિત્ર્ય અને આચારની વ્યાખ્યા કરવામાં આવે છે તે સમાજના સંદર્ભમાં કરાઈ છે. અઢા૨ (૧૮) પાપ દર્શાવાયાં છે. જો સમાજનો સંદર્ભ છોડી દઈએ, તો એક જ પાપ છે, અને તે પણ ખૂબ નાનું બની જશે. આપણે ચારિત્ર્ય અને આચારના વિકાસની વાત કરીએ તે જરૂરી છે, પરંતુ તે માટે સમાજને અને સમાજવ્યવસ્થાને સમજવાં જરૂરી છે. સમાજ શું છે ? સામાજિક વ્યવસ્થાનો આધાર શો છે ? સમાજ કેવી રીતે ચાલે છે ? જો આપણે સમાજના મૂળભૂત આચારને ન સમજીએ તો ચારિત્ર્ય અને આચારને સમજવાં અઘરાં છે. નૈતિકતા તો સમ્પૂર્ણપણે સમાજ પર આધારિત છે. એક વ્યક્તિ, બીજી વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરે છે, તે છે નૈતિકતા. જૂનો શબ્દ છે ઃ ચારિત્ર્ય. નૈતિકતા શબ્દ આ શતાબ્દીનો શબ્દ છે નીતિ શબ્દ પરથી બનેલો શબ્દ છે : નૈતિકતા. નૈતિકતા સમાજ-સાપેક્ષ છે, તેથી સમાજના મૂળ આધારને જાણવો જરૂરી છે. આ યુગમાં આ વિષયમાં ઘણું ચિંતન થયેલું છે. અણુવ્રતના પરિપ્રેક્ષ્યમાં તેની મીમાંસાથી એક નવો પક્ષ સામે આવે છે. લોકતંત્ર ઃ નવી વ્યક્તિ, નવો સમાજ ` ૧૩૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતા અને નિયંત્રણ અવતના વિચારકને પૂછવામાં આવે, “સમાજવ્યવસ્થાનો મૂળ આધાર શો છે ?” તો તેનો જવાબ હોય, “સમાજવ્યવસ્થાનો મૂળાધાર હોય અનેકાંતવાદ.” આપણે આ સત્યને સમજીએ. વ્યક્તિઓથી સમાજ બન્યો કે જંગલોથી ? જંગલોમાંથી શહેર બન્યાં છે, જંગલોમાં સમાજ ન હતો. જંગલોમાં રહેવાનું બંધ થયું અને સમાજની રચના થઈ ત્યારે કહેવાયું કે – જંગલમાં બધા સ્વતંત્ર હતા. સમાજની રચના ભલે થાય, પણ આપણી સ્વતંત્રતા અખંડ રહેવી જોઈએ. આ છે સમાજવ્યવસ્થાની પ્રથમ શરત. સમાજવ્યવસ્થાનો પ્રથમ આધાર બને છે : સ્વતંત્રતા, પરંતુ તેનાથી સમસ્યાનો પૂર્ણ ઉકેલ મળતો નથી. પ્રશ્ન ઉભવ્યો, “જ્યાં હજારોની સંખ્યામાં માનવી મળશે, ત્યાં સ્વતંત્રતાનો પ્રશ્ન તો ઊભો રહેવાનો જ, સ્વતંત્રતામાં અડચણ પેદા થવાની જ. “આવી સ્થિતિમાં શું કરવું ?' ઉકેલ મળ્યો, “સ્વતંત્રતાની સાથે નિયંત્રણ પણ જરૂરી છે.” અનેકાન્તનું પ્રથમ સૂત્ર બન્યું. ‘સ્વતંત્રતા અને નિયંત્રણ'. નિયંત્રણ એટલા માટે કે દરેકની સ્વતંત્રતા જળવાઈ રહે. સ્વતંત્રતાની પણ એક મયદા હોવી જોઈએ. જ્યાં નિયંત્રણ ન હોય, ત્યાં સ્વતંત્રતા ન ટકી શકે. નિયંત્રણનો અર્થ છે ? એક-શક્તિશાળી વ્યક્તિ પણ, કોઈ દુર્બળ વ્યક્તિની સ્વતંત્રતામાં વિઘ્નો પેદા ન કરે. આ સ્વતંત્રતા અને નિયંત્રણનું સંતુલન સમાજવ્યવસ્થાનો પ્રથમ અને મૌલિક આધાર છે. સમાનતા અને અસમાનતાનું સામંજસ્યઃ સમાજવ્યવસ્થાનો બીજો આધાર શોધાયો : સમાનતા. સૌ કોઈ પ્રત્યે સમાન વ્યવહાર કરવો જોઈએ. “સમાન અધિકાર’ શબ્દ ખૂબ સુંદર લાગે છે, પરંતુ તે વાત એકાંતિક ન હોઈ શકે. ભગવાન મહાવીરે કહ્યું,- હીને જે સિત્તે' કોઈ હીણ નથી, કોઈ વિશેષ નથી, આ નિશ્ચયનયની વાત બની શકે, પરંતુ વ્યવહારમાં આ નિયમ શક્ય નથી. વ્યવહારમાં હીણતા અને વિશેષતા પ્રકૃતિના નિયમો સમાન છે. જ્યાં આપણે શરીર સાથે, પ્રાણ સાથે, મગજ સાથે જીવીએ છીએ, ત્યાં અસમાનતા ભરપૂર રહેલી છે. સમાનતાની વાત સર્વત્ર એકરૂપતામાં કેવી રીતે લાગુ થઈ શકે ? જ્યાં ન્યાય અને ઔચિત્યનો પ્રશ્ન છે, ત્યાં સમાનતા પણ છે, સમાનતા પણ છે. જ્યારે આર્થિક દષ્ટિએ સમાનતાની વાત વિચારાઈ, ત્યારે એક મજૂરને ઓછામાં ઓછું આટલું તો મળવું જ જોઈએ એવો વિચાર કરાયો, જેથી તેના કુટુંબનું ભરણપોષણ થઈ શકે. આ ન્યૂનતમ આવક તો નક્કી કરાઈ પરંતુ અધિકતમ આવક નક્કી ના કરાઈ. સામ્યવાદી અર્થવ્યવસ્થામાં પણ, જ્યાં એક મજૂરને પાંચસો-હજાર રૂબલ મળતા, ત્યાં એક લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ૧૪૦ Page #142 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યકાર-વિચારકને દશ-પંદર હજાર રૂબલ મળતા હતા. આમ આ ન્યૂનતમ મયદા તો નક્કી કરી શકાય છે, કે દરેક વ્યક્તિને ઓછામાં ઓછી આટલી આવક તો મળવી જ જોઈએ, પરંતુ સમાનતાની વાત બધે લાગુ નથી કરી શકાતી. સમાજવ્યવસ્થામાં સમાનતા અને અ-સમાનતા બંનેનું મૂલ્ય છે. જીવનની જે મૂળ જરૂરિયાતો છે તે દરેકની એક સમાન છે અને તેમની પૂર્તિ સમાનતાના ધોરણે થવી જોઈએ. જ્યાં વ્યવસ્થાનો પ્રશ્ન છે, ન્યાયનો પ્રશ્ન છે, બુદ્ધિ અને કૌશલનો પ્રશ્ન છે, ત્યાં સમાનતાની વાત ક્યારેય શક્ય બની શકતી નથી. અનેકાન્તવાદ પર આધારિત સમાજવ્યવસ્થાનો મહત્ત્વપૂર્ણ અભિગમ છે : સમાનતા અને અસમાનતાનું ઔચિત્યપૂર્ણ સામંજસ્ય. સહયોગ સમાજવ્યવસ્થાનું ત્રીજું સૂત્ર છે : સહયોગ. જો સહયોગ ન હોય, તો સમાજ શું છે ? બે વ્યક્તિ સાથે રહે, તો એકબીજાનો સહયોગ હોવો જોઈએ. સમાજવ્યવસ્થાનો આ મૂળ આધાર છે. પાંચ વ્યક્તિ સાથે રહે છે અને પાંચેય વચ્ચે સહયોગ ન હોય તો દરેકની આગળ અલ્પવિરામ લાગશે. આપણે આ વાતને ગણિતની ભાષામાં સમજીએ.- ૧,૧,૧- આમ અલ્પવિરામ લાગવાથી ત્રણ એકડા બને છે પરંતુ જો અલ્પવિરામ હટાવી દેવાય, તો ૧૧૧ ( એકસો અગિયાર ) બની જાય છે. જ્યાં અલ્પવિરામ અને પૂર્ણવિરામ લાગે છે, ત્યાં સમાજ રચાતો નથી. અને જ્યાં સમાજરચના હશે, ત્યાં અલ્પવિરામ અને પૂર્ણવિરામ નથી હોતાં, ત્યાં જોવા મળે છે ઃ એકસૂત્રતા અને સહયોગ. એ ભારે ચિંતાનો વિષય છે કે બે વ્યક્તિ સાથે રહે અને એકબીજાને સહયોગ ન આપે. એનો અર્થ એ થાય કે તેઓ સમાજનું મૂલ્ય નથી સમજતા, સાથે રહેવાની ઉપયોગિતા નથી જાણતા. જેના દર્શનની પરિભાષા છે : એક પરમાણુ એક આકાશ પ્રદેશમાં અવગાઢ છે, પરંતુ તે સ્કંધ નથી. એક આકાશ પ્રદેશમાં અનંત પ્રાદેશિક સ્કંધ પણ હોય છે અને પરમાણુ પણ અનંત પરમાણુ છે, પણ તે સ્કંધ નથી બનતા. જ્યાં સુધી યોગ નથી થતો, બંધ નથી ત્યાં સુધી પરમાણુ સ્કંધ નથી બની શકતા. સમાજ ત્યારે જ રચાય છે, જ્યારે અસહયોગ હોય છે, સહયોગ હોય છે. જરૂરી છે અસહયોગ પણ સમ્યક સમાજ-વ્યવસ્થા માટે સહયોગ જેટલો અગત્યનો છે, જરૂરી છે. તેટલો જ અસહયોગ પણ જરૂરી છે. મહાત્મા ગાંધીએ કહેલું, અસહયોગ કરો, વિનયપૂર્વક અસહયોગ કરો.' એક સાધકનું શરીર જો લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૪૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ સંયમની યાત્રામાં આગળ વધતું હોય, તો તે તેનો સહયોગ કરે છે. પણ જો તે સંયમમાં બાધક બને, તો તેની સાથે અસહયોગ પણ કરો. શરીરને પોષણ આપવાનું બન્ધ કરી દો. ઉણોદરી, ઉપવાસ જેવી તપસ્યા કરો. તપના પ્રયોગ સાથે અસહયોગનો પ્રયોગ સંકળાયેલ છે. શરીરને એટલો સહયોગ ન કરીએ, જેથી સંયમમાં તે બાધક બને. બૂરાઈની સાથે અસહયોગ કરવો સમાજ-વ્યવસ્થાનો મુખ્ય નિયમ છે. જેવી રીતે દહેજ માટે એક માનવી એક યુવતીને જીવતી સળગાવી દે છે, એવા નિર્દય માનવી સાથે સમાજે અસહયોગ જ કરાય, બીજું કંઈ નહિ. તેનાં વિવાહ લગ્ન જેવા પ્રસંગોનો બહિષ્કાર કરીને અહસયોગ કરી શકાય છે. મૃત્યુદંડ, આજીવન કેદ, વગેરે સજાની જોગવાઈ બૂરાઈના પ્રતિકાર અને અ-સહયોગ માટે જ છે. સહાનુભૂતિઃ અસહાનુભૂતિ સમાજ-વ્યવસ્થાનું ચોથું સૂત્ર છે : સહાનુભૂતિ. સમાજમાં સહાનુભૂતિનો ઘણો વિકાસ થયેલો છે. કોઈ એક વ્યક્તિને દર્દ થવા માંડે, તો સો માણસો દર્દી બની જાય છે, સહાનુભૂતિ વ્યક્ત કરવા આવે છે. વ્યક્તિ અવસાન પામે છે ત્યારે સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે સેંકડો માણસો હાજર થઈ જાય છે. બીજી વ્યક્તિની સહાનુભૂતિથી દુઃખી માનવીનાં દુઃખદર્દ ઓછાં થઈ જાય છે. એને લાગે છે કે એનું દુઃખદર્દ ફક્ત એનું પોતાનું જ નથી, સમાજ પણ તેમાં સાથે સંલગ્ન છે. એક બાજુ સહાનુભૂતિની ચેતના વિકસિત બને છે, તો બીજી બાજુ અસહાનુભૂતિની ચેતના પણ વિકસિત થાય છે. તે વ્યક્તિ જે ખોટાં અને અનૈતિક કાર્યોમાં રત છે, તે સમાજની સહાનુભૂતિ ખોઈ બેસે છે. સહિષ્ણુતાઃ અસહિષ્ણુતા સમાજવ્યવસ્થાનું પાંચમું આધારસૂત્ર છે : સહિષ્ણુતા. સમાજમાં અનેક પ્રકારના લોકો વસે છે અને દરેકની પસંદગી અને રુચિ અલગ-અલગ હોય છે. સમાજ ધરતી સમાન છે, જે બધાંને સહન કરે છે, પરંતુ સમાજ કેવળ સહિષ્ણુતાના આધારે નથી ચાલતો. આ એક પ્રાકૃતિક નિયમ છે કે વીજળી ત્યારે જ સળગે જ્યારે ધન અને ઋણ (વિદ્યુતના) પ્રવાહો ભેગા મળે. અનેકાંતનું આ મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. તેમાં સહિષ્ણુતા પણ છે અને અસહિષ્ણુતા પણ છે. નેગેટિવ અને પૉઝિટિવ વિદ્યુતપ્રવાહનો યોગ છે. મોટાભાગના લોકો એવી ભાષામાં બોલે છે કે સહન કરવાની એક હદ હોય, હવે હું સહન નહીં કરું. આ અસહિષ્ણુતાનો ભાવ પણ સમાજવ્યસ્થાનું મહત્ત્વનું અંગ છે. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૪૨ Page #144 -------------------------------------------------------------------------- ________________ અણવતઃ લોકતંત્રનું સ્વાસ્થસૂત્ર સ્વતંત્રતા, સમાનતા, સહયોગ, સહાનુભૂતિ અને સહિષ્ણુતા આ પાંચેય સમાજ-વ્યવસ્થાના મૌલિક આધાર છે. અણુવ્રતના સંદર્ભમાં તેમની મીમાંસા આવશ્યક છે. અણુવ્રત વગર સ્વતંત્રતાની વાત ફળતી નથી. જ્યાં સુધી જીવનમાં અહિંસા, સત્ય અને ઈચ્છા-પરિમાણનો વિકાસ ન થાય, ત્યાં સુધી વ્યકિત કોઈને સ્વતંત્ર નથી રહેતા દેતી. જો અણુવ્રતનાં આ તત્ત્વો નહીં હોય, તો સમાજ-વ્યવસ્થા ચાલી નહિ શકે. જો સમાનતા અને સહિષ્ણુતા નહિ હોય, તો સમાજવ્યવસ્થાનું સમ્યફ સંયોજન કઈ રીતે થઈ શકશે ? આ તમામ તત્ત્વોના વિકાસ માટે અણવ્રતની અનિવાર્યતા છે. અને આ તમામ તત્ત્વો પ્રત્યે આપણી શ્રદ્ધા નહીં હોય, તો સમાજવ્યવસ્થાના મૂળ આધાર અપંગ બની જશે. આજે સમાજની જે નૈતિકતા છે, તે સમાજવ્યવસ્થાના મૂળ આધાર પર જ વજપાત કરી રહેલ છે પોતાના પગ ઉપર જ પોતાના હાથે જ કુહાડી ચલાવી રહેલ છે. કરોડો લોકો એવા છે જેમને કોઈ ખરાબ કામ નથી કરવાં, પરંતુ તેઓને ખ્યાલ નથી હોતો કે તેઓ અંધારામાં જ છે. આવા લોકો માટે અણુવ્રત આલોક દીપનું કામ કરે છે. એની વ્યાપકતામાં સમાજના અસ્તિત્વ અને તેની અસ્મિતા જાળવી રાખવાનું સામર્થ્ય નિહિત અવશ્ય છે જ . આ જ લોકતંત્રના સ્વાથ્યનું સૂત્ર છે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૪૩ Page #145 -------------------------------------------------------------------------- ________________ સમાજ અને જીવન-મૂલ્ય આજનો વિદ્યાર્થી “મૂલ્ય આધારિત શિક્ષણ' શબ્દથી અપરિચિત નહીં હોય. એનાથી અગાઉ બુનિયાદી-તાલીમ’ શબ્દ બહુ પ્રચલિત હતો. આજે મૂલ્ય આધારિત શિક્ષણ શબ્દ પ્રચલિત છે અને એટલા માટે પ્રચલિત છે કે, સમાજમાં મૂલ્યોનું ખૂબ મહત્ત્વ છે. જે સમાજમાં ઉચ્ચ મૂલ્યો હાજર હોય છે, તે સમાજ જ ઉન્નત હોય છે. આમ મૂલ્યો પર આધારિત સમાજનો માપદંડ માન્ય રખાય છે. જે સમાજમાં મૂલ્યોની પડતી જોવા મળે છે, તે સમાજને નીચો સમાજ માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં માપદંડ હતો ચારિત્ર્ય અને આજે માપદંડ બની ગયો છેઃ મૂલ્ય. મૂલ્યશાસ્ત્ર પાશ્ચાત્ય જગતમાં આ મૂલ્ય-શાસ્ત્રનો પૂર્ણ વિકાસ થયેલો છે. મૂલ્યની વ્યાખ્યા બે દષ્ટિકોણથી વિચારાઈ છે. એક છે ? અર્થશાસ્ત્રીય દૃષ્ટિકોણ અને બીજો છે નીતિશાસ્ત્રીય દષ્ટિકોણ. અર્થશાસ્ત્રીય દષ્ટિકોણથી જોતાં મૂલ્ય પરિમાણાત્મક હોય છે, જ્યારે નીતિશાસ્ત્રીય દષ્ટિકોણે તે ગુણાત્મક હોય છે. રૂપિયા-પૈસા, ધન-ધાન્ય,આ પરિમાણાત્મક મૂલ્ય છે. એનો અર્થ એ કે જેનાથી વ્યવહાર ચાલે છે, વિનિમય અને લેવડ-દેવડ થાય છે, તે અર્થશાસ્ત્રીય દષ્ટિએ મૂલ્ય કહેવાય છે. નીતિશાસ્ત્રીય દષ્ટિએ મૂલ્ય એ છે, જે જીવનવિકાસ અથવા આત્મસાક્ષાત્કારમાં સહાયક બને છે. આ ગુણાત્મક મૂલ્ય છે. આપણે અર્થશાસ્ત્રીય મૂલ્યોથી પરિચિત છીએ જ, પરંતુ પૂર્ણ-પરિચિત નથી જ. આપણે સદ્ગુણ, સદાચાર અને સચ્ચરિત્ર- આ શબ્દોથી પરિચિત થવાનું છીએ, પરંતુ આજે તેમના માટે જે ભાષા છે તેનાથી પરિચિત છે. આજે ઉચ્ચ ક્ષેત્રોમાં, વિદ્યાનાં વિશિષ્ટ ક્ષેત્રોમાં ગુણ અને ચારિત્ર્યનો શબ્દપ્રયોગ ખૂબ ઓછો થાય છે, મૂલ્ય શબ્દનો પ્રયોગ વધારે થવા લાગ્યો છે. મૂલ્યનો આધાર મૂલ્યને બે ભાગમાં વહેંચી દેવાયું (૧) બાહ્ય મૂલ્ય તથા (૨) લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૪૪ Page #146 -------------------------------------------------------------------------- ________________ આંતરિક મૂલ્ય. બાહ્યમૂલ્ય સાધન સ્વરૂપે હોય છે. પદાર્થનું મૂલ્ય બાહ્યમૂલ્ય છે. ભૂખ લાગે છે, ત્યારે રોટલીનું મૂલ્ય હોય છે. આ પદાર્થ-સાપેક્ષ મૂલ્ય છે. ભૂખ હોય ત્યારે રોટલીનું મૂલ્ય વધારે છે અને, ભૂખ ન હોય ત્યારે રોટલીનું મૂલ્ય ઘટી જાય છે. રાજસ્થાનની પ્રખ્યાત કહેવત છે, ભૂખ મીઠી કે તાપસી ?” ભૂખ જ મીઠી હોય છે. આમ આ બાહ્યમૂલ્ય- સાધન મૂલ્ય- બદલાતાં રહે છે. જ્યારે જરૂર હોય છે. સાધન સ્વરૂપે કામમાં આવે છે અને જ્યારે જરૂર નથી હોતી, આ મૂલ્યો બહુ મૂલ્યવાન નથી રહેતાં. અનેકાંતની દૃષ્ટિએ વિચારતાં આ મૂલ્યો છે પણ અને નથી પણ. આવશ્યકતા ને ઉપયોગિતા છે, તો મૂલ્ય છે. આવશ્યકતા અને ઉપયોગિતા નથી તો મૂલ્ય નથી. મૂલ્યનો આધાર છે : ઉપયોગિતા. એક માનવી પગમાં ઠેસ વાગે. તેના માટે ઘોડી વૈશાખીનું મહત્ત્વ ઘણું છે. કેટલાક દિવસ દવા લીધી. અને પગ ઠીક થઈ ગયો, ત્યાર પછી તે વ્યક્તિ પાસે ઘોડી લઈ જવામાં આવે, તો તે કહેશે, “વચ્ચે આ ડખો કોણે ઊભો કર્યો ?' પદાર્થ-સાપેક્ષ મૂલ્યનો આ એક નિયમ છે. જે આંતરિક મૂલ્યો છે, આચાર અને ચારિત્ર સાથે સંબંધિત મૂલ્યો છે, તે સાધ્ય-મૂલ્ય છે, સાધન-મૂલ્ય નથી. અહિંસા, અચૌર્ય, સત્ય, વગેરે સાધ્ય મૂલ્યો છે. એમના માટે એવું નથી કે ક્યારેક તેમની જરૂર હોય છે, ક્યારેક જરૂર નથી હોતી. એમને જીવનમાં હંમેશાં પ્રાપ્ત કરવાનાં હોય છે, સદાયે તેમનો વિકાસ કરવાનો હોય છે. આ મૂલ્યો જ જીવનને હંમેશાં ઉન્નત બનાવે છે. વ્યક્તિ અને સમાજના વિકાસમાં આ સાધ્ય-મૂલ્યો જ મદદરૂપ બને છે. એટલા માટે જ દરેક ક્ષેત્રમાં મૂલ્યોની ચર્ચા છે. મૂલ્યોનું વર્ગીકરણ જીવનવિજ્ઞાનમાં મૂલ્યોનું વર્ગીકરણ આ પ્રકારે કરવામાં આવેલું છે ? (૧) સામાજિક મૂલ્ય : કર્તવ્યનિષ્ઠા અને સ્વાવલંબન આ સામાજિક મૂલ્યો છે. (૨) બૌદ્ધિક મૂલ્ય : સત્ય, સમન્વય, સંપ્રદાય નિરપેક્ષતા અને માનવીય એકતા- આ બૌદ્ધિક મૂલ્યો છે. (૩) માનસિક મૂલ્ય : માનસિક સંતુલન અને શૈર્ય એ માનસિક મૂલ્યો છે. (૪) નૈતિક મૂલ્ય : પ્રામાણિકતા, કરુણા અને સહઅસ્તિત્વ એ નૈતિક મૂલ્યો છે. (૫) આધ્યાત્મિક મૂલ્ય : અનાસક્તિ, સહિષ્ણુતા, મૃદુતા, અભય અને આત્માનુશાસન આ આધ્યાત્મિક મૂલ્યો છે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૪પ Page #147 -------------------------------------------------------------------------- ________________ મૂલ્યનો સંદર્ભ કેટલાંક મૂલ્યો એવાં હોય છે, જે સમાજમાટે જરૂરી છે, તેથી આચાર્ય ભિક્ષુનો આ દૃષ્ટિકોણ બહુ ઉપયોગી છે : જ્યાં સમાજ-વ્યવસ્થા ચલાવવાની વાત છે, ત્યાં ધર્મ અને નૈતિકતાને વચ્ચે ન લાવી શકાય.ત્યાં સામાજિક દૃષ્ટિએ જ વિચારવું જોઈએ. જ્યાં રાષ્ટ્રીય હિતની દૃષ્ટિએ વિચારવાનું જરૂરી છે, ત્યાં તે જ રીતે વિચારી શકાય. એક સંદર્ભ છે યુદ્ધનો, યુદ્ધ કરવું કે નહિ ? રાષ્ટ્રીય હિતની દૃષ્ટિએ યુદ્ધ કરવું જરૂરી છે. હવે જો એ અંગે ધાર્મિક દૃષ્ટિએ વિચારવામાં આવે તો, મૂર્ખતા ગણાશે. આવે પ્રસંગે બધી ભૂમિકાઓથી અલગ થઇને જ વિચારવું પડે. જો ધર્મના સિદ્ધાંતને લઈને બેસી જઈએ તો રાષ્ટ્રીય સમસ્યાનો ઉકેલ જ ન મળે. રાષ્ટ્રીય સ્તર પર ઊભા રહીને જ વિચરવાથી રાષ્ટ્રીય વિકાસની વાત શક્ય બની શકે. સામાજિક સંદર્ભમાં જ્યાં વિવાહ-લગ્ન વગેરે પ્રસંગ હોય ત્યાં આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારવામાં આવે તો, પ્રશ્ન ઉપસ્થિત થશે. અધ્યાત્મક તો કહેશે વ્યક્તિ એકલી આવી છે, એકલી જવાની છે. વિવાહ-લગ્નને શું કરવાં છે ? સમસ્યા છે મિશ્રણ સમસ્યાએ થઈ ગઈ કે આપણે મૂલ્યોનું મિશ્રણ કરી દીધું. મૂલ્યોનું મિશ્રણ ન થવું જોઈએ.જે ભૂમિકા ૫૨ જે મૂલ્ય હોય, તે મૂલ્ય તે જ ભૂમિકા ૫૨ ઉપયોગમાં લેવું જોઈએ. મૂલ્યોનું મિશ્રણ સમસ્યાને ગૂંચવી નાંખે છે. એક વ્યક્તિ કોઈ વિચારધારા લઈને સાહિત્ય રચે છે, બીજી વ્યક્તિ તેનો ઉપયોગ અન્ય વિચારધારાવાળી ભૂમિકા માટે કરી નાંખે છે, તો સમસ્યા ઊભી થાય છે. જ્યાં રાષ્ટ્રીય અને સામાજિક સમસ્યાનો પ્રશ્ન હોય, ત્યાં ધર્મને વચ્ચે લાવવો કેટલો ઉચિત છે ? આ બાબતમાં જૈન આચાર્યોનો દૃષ્ટિકોણ બિલકુલ સ્પષ્ટ-સાફ છે : લૌકિક અને લોકોત્તર - આ બે નિયમ છે.લોકોત્તર નિયમો લૌકિક નિયમોનું સમર્થન નથી કરતા, તેમાં અડચણ પણ ઊભી નથી કરતા. બંને નિયમો પોતપોતાનાં ક્ષેત્રોમાં કામ કરે છે. જૈનો માટે નિર્દેશ કરાયો કે જેટલા લૌકિક નિયમો છે, તે આપણા મૂળ ધર્મમાં બાધક ન બને તો તે બધા જ આપણને માન્ય છે. ધર્માન્વિત નૈતિકતા સામાજિક મૂલ્યો અલગ છે, રાષ્ટ્રીય મૂલ્યો અલગ છે અને બૌદ્ધિક મૂલ્યો અલગ છે. નૈતિક અને આધ્યાત્મિક મૂલ્ય અલગ-અલગ પણ છે અને એક પણ છે. આધ્યાત્મિક મૂલ્ય સ્વયં, વ્યક્તિ સુધી સીમિત બની રહે છે. જ્યાં અન્ય મૂલ્યોની વાત આવે છે, ત્યાં આધ્યાત્મિક મૂલ્યોને નૈતિક કહેવામાં આવે છે. હવે અણુવ્રતની જે નૈતિકતા છે, તે ન સામાજિક છે, ન લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ ૩ ૧૪૬ Page #148 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રીય છે. તે છે ધર્માવિન્ત નૈતિકતા. તે ધર્મ અને અધ્યાત્મ સાથે સંકળાયેલ છે, તેનો મૂળાધાર પણ ધર્મ અને અધ્યાત્મ જ છે, તે શાશ્વત અને સામયિક બંને છે, પરંતુ જે સમાજ સંબદ્ધ નૈતિકતા છે, તે કેવળ વર્તમાન સાથે જોડાયેલી-હોય છે : "धर्मान्विता नैतिकता, भवेत् त्रिकालगोचरा । सैषा समाजसंबद्धा, वर्तमानपरायणा ॥" અધ્યાત્મ અને નૈતિકતા અણુવ્રતની સમગ્ર નૈતિકતા અધ્યાત્મમૂલક નૈતિકતા છે. જ્યાં બેનો સંબંધ જોડાય છે, ત્યાં નૈતિકતાનો પ્રશ્ન સામે આવે છે. જ્યારે બે (વ્યક્તિ) હોય ત્યારે માણસને પોતાનાં સારા અને ખરાબ પાસાંનો ખ્યાલ આવે છે. હું ક્યાં સાચું કહી રહ્યો છું અને ક્યાં ખોટું કહી રહ્યો છું એ જાણવાનો અવસર મળે છે. અધ્યાત્મમાં ભૂલ, ત્રુટિ, ગુણ, અવગુણ આ શબ્દ નથી હોતા. તેમાં તો આત્માનુશાસનનો અભ્યાસ ચાલે છે. અધ્યાત્મ ભાષાતીત છે. એનું તાત્પર્ય છે : “અધ્યાત્મ અને નૈતિકતાની પ્રકૃતિમાં કોઈ તફાવત નથી.” તફાવત પડે છે તેના પ્રયોગમાં. અધ્યાત્મનો પ્રયોગ બહિર્મુખતામાંથી અંતર્મુખતામાં પ્રવેશવાનો પ્રયોગ છે, નૈતિકતાનો પ્રયોગ ભીતરમાંથી બહાર તરફ જવાનો પ્રયોગ છે. જ્યારે આપણી ધાર્મિક ભાવના બહારથી અંદરની તરફ વધવા માંડે છે, ત્યારે તે અધ્યાત્મ કહેવાય છે. જ્યારે ધાર્મિક ભાવના પ્રજ્વલિત થઈને, અંદરથી બહારની તરફ આગળ વધે છે, ત્યારે તે નૈતિકતાના નામે ઓળખાય છે. પ્રવૃત્તિમાં સામ્ય છે, પ્રયોગમાં નહીં. અણુવ્રત અધ્યાત્મ છે અને નૈતિકતા પણ છે જ. અણુવ્રતનો સંબંધ બંને સાથે છે, પરંતુ તેની સમક્ષ વ્યવહારનું ક્ષેત્ર વિશાળ છે. વ્યાવહારિક સ્વરૂપ આપણે વ્યાવહારિક સ્વરૂપને ઉદાહરણ દ્વારા સમજીએ. અહિંસા બિલકુલ આધ્યાત્મિક તત્ત્વ છે. બધા જ જીવો સાથે સમાનતાની અનુભૂતિ. અહિંસા અને સમાનતાને સાથે જોડીશું તો તેમની સાથે વ્યવહાર પણ જોડાશે. કહેવાય છે “પશુઓ ઉપર વધારે ભાર ન નાંખશો.” એને આપણે અધ્યાત્મ નહિ કહીએ. એ આપણી નૈતિકતા કહેવાય. કોઈની આજીવિકાનો વિચ્છેદ ન કરો, આજની ભાષામાં કહેવાય- શોષણ ન કરશો. શોષણ એટલે બીજાના સત્વને છીનવી લેવું. પ્રાચીન શબ્દ છે : વૃત્તિઓનું છેદન, આજનો શબ્દ છે : શોષણ. શોષણ વ્યવહાર સાથે જોડાયેલ છે. જ્યારે ધર્મ જીવન-વ્યવહારમાં ઊતરી આવે છે, જ્યારે તે ધર્મ નૈતિકતાનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે ધર્મ પોતાની અંદર રહે છે, ત્યારે લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૪૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ તે અધ્યાત્મ સ્વરૂપે રહે છે. એ દષ્ટિથી અણુવ્રત આંદોલન આધ્યાત્મિક પણ છે, નૈતિક પણ. અહિંસા, સત્ય વગેરે મહાવ્રત અથવા અણુવ્રત આધ્યાત્મિક મૂલ્યો છે. એમની સાથે જોડાયેલ વ્યવહારના જે નિયમો છે, તે નૈતિક મૂલ્યો છે. અહિંસાના અતિચાર છે, તે નૈતિક મૂલ્યો છે. જેમકે કોઈને સતાવશો નહિ, અંગભંગ કરશો નહિ. આ અહિંસાનું વ્યાવહારિક રૂપ છે. - રાષ્ટ્રનો આત્મા સત્યનું વ્યાવહારિક સ્વરૂપ છે – કટુ વચન ન ઉચ્ચારવું, જૂઠું ન બોલવું, મીઠું-મરચું ભભરાવીને વધારે પડતી વાત ન કરવી. એનું તાત્પર્ય છે : જે વસ્તુ જેવી છે, તેને તેવી જ કહેવી. “સત્ય” આપણા આત્માનું મૂલ્ય છે, અને વ્યાવહારિક મૂલ્ય પણ છે જ. એ જ રીતે પાંચેય અણુવ્રતોનું આધ્યાત્મિક મૂલ્ય પણ છે, સાથે સાથે વ્યાવહારિક અને સામાજિક મૂલ્ય પણ છે જ. આ પાંચેય મૂલ્યો સમાજને પણ પ્રભાવિત કરે છે. સહિષ્ણુતા સામાજનો મૂલાધાર છે, પરંતુ તે ધર્મનું પણ મૂળ છે. અચૌર્યનું જેટલું આધ્યાત્મિક અને નૈતિક મૂલ્ય છે, એટલું જ સામાજિક મૂલ્ય પણ છે. જો અણુવ્રતને સામાજિક મૂલ્યની સાથે સાથે રાષ્ટ્રીય મૂલ્ય તરીકે પણ સ્થાપિત કરવામાં આવે તો તેને એક નવો જ અભિગમ પ્રાપ્ત થઈ શકે તેમ છે. અણુવ્રત સમાજ અને રાષ્ટ્રનો આત્મા છે, આ સત્યનો અનાદર. તેની ઉપેક્ષા થાય તો સમાજ ક્યારેય સ્વસ્થ રીતે નહિ ચાલી શકે. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૪૮ Page #150 -------------------------------------------------------------------------- ________________ સમાજ અને સમાનતા ધર્મને સમજવા માટે જેટલું વ્યક્તિને સમજવું જરૂરી છે, એટલું જ જરૂરી છે સમાજને સમજવું. ધર્મની સાથે કર્મનો સિદ્ધાંત જોડાયેલો છે. કર્મની વ્યાખ્યા વ્યક્તિ અને સમાજ- બંનેના સંદર્ભમાં જ કરી શકાય. જેન કર્મ-વિજ્ઞાન અનુસાર ગોત્ર કર્મ આઠ પ્રકારે ભોગવવાનાં હોય છે -જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શ્રુત, લાભ, ઐશ્વર્ય વગેરે. રૂપ, બળ, શ્રત, તપ આ વ્યક્તિ સાથે સંબંધિત છે. જાતિ, કુળ, લાભ, ઐશ્વર્ય વગેરે સમાજ સાથે સંબંધિત છે. કર્મ-પ્રકૃતિનું વિશ્લેષણ કરીશું તો ખબર પડશે કે કેટલીક કર્મ-પ્રકૃતિઓ સમાજસાપેક્ષ છે. એકેન્દ્રિયથી માંડી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીની જેટલી કર્મ-પ્રવૃત્તિઓનો કોઈ વિશેષ અર્થ નથી હોતો, એકલા માનવીમાં પણ તેમનો વિશેષ અર્થ નથી હોતો, પરંતુ સામાજિક સંદર્ભમાં તે કર્મ-પ્રકૃતિઓ સાર્થક બની રહે છે. કર્મવિપાક અને સમાજ આઠ કમોંમાં એક કર્મ છે-મોહકર્મ. મોહકર્મની કેટલીક પ્રવૃતિઓ છે-સમાજસાપેક્ષ. ક્રોધ માટે કોઈ અન્યની જરૂર છે.અહંકાર માટે તો આખો સમાજ જોઈએ. બીજું કોઈ નહિ હોય, તો ક્રોધ પેદા થશે નહિ. સમાજ નહીં હોય, તો અહંકાર ઉત્પન્ન નહીં થાય. કર્મમાં કારણભૂત બને છે સમાજ, કર્મના કારણમાં સમાજ સામગ્રી બને છે. જો સમાજ છે તો અહંકાર છે. સમાજ નથી, તો અહંકાર નથી. કપટ માટે પણ એ જ વાત છે. લોભના વધવાનું કારણ પણ સમાજ છે. એક સ્પર્ધા થાય છે. વ્યક્તિ વિચારે છે, પેલી વ્યક્તિએ ઘણું, ધન કમાઈ લીધું. મેં ઓછું ધન કમાયું છે. તેણે આવડું મોટું મકાન બનાવ્યું છે, હું તેનાથી પણ મોટું મકાન બનાવીશ. અહમૂના વિસ્તારમાં સમાજ નિમિત્ત બને છે. જુગુપ્સા, ધૃણા, વગેરેની અભિવ્યક્તિ સમાજસાપેક્ષ છે. સમાજ જ ન હોય, તો ધૃણાનો પ્રસંગ જ નહીં આવે. કમની આવી અનેક પ્રકૃતિઓ છે, જેને સમજવા માટે સમાજની સ્થિતિને સમજવી જરૂરી છે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૪૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ વિકાસની સાથે સાથે..... સમાજ-વિજ્ઞાનનું જ્ઞાન સામાજિક માનવીને જ નહિ. ધાર્મિક માનવી માટે પણ જરૂરી છે. જો સમાજની સંપૂર્ણ સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે, તો ખ્યાલ આવે કે સમાજમાં કેવી પરિસ્થિતિ છે, તે કેવી રીતે સર્જાય છે, રૂઢિઓ અને ધારણાઓ કેવી રીતે ઉછેર પામે છે. આપણે પ્રાગૈતિહાસિક યુગને લઈએ. તે સમયે સમાજમાં વૃણાનો વિકાસ થયો ન હતો. ધૃણા કેવી રીતે થાય ? એક ઘણો જ નાનો વગ, એક જોર્ડ (યુગલ) ફરતું રહેતું. તેને ના કોઈ કુળ, ન ગામ, ન નગર, ન સમાજ અને ન જાતિ. ના કોઈ મોટપ કે ના કોઈ નાનમ, આવું કંઈ જ ન હતું. અહંકારનો વિપાક ઓછો હતો. ધૃણા કયાંથી જન્મે ? મનુષ્ય-જાતિનો વિકાસ ધીરે ધીરે થયો, સમાજ રચાયો, કેવળ વસ્તુ અને પદાર્થ-જગતુનો વિસ્તાર ન થયો, પણ સાથે સાથે વૃત્તિઓનો પણ વિકાસ થયો. બહુ બધાં કર્મોને ઉદયમાં આવવાનો અવસર પ્રાપ્ત થયો. મોહનીય કર્મને ઉદયમાં આવવાનો અવસર સમાજમાં વધારે મળે છે. જો સમાજ ન હોય તો મોહનીય કર્મનો વિકાસ ક્યાંથી થવાનો ? જો એક માણસ એકલો જ પહાડની ગુફામાં જતો રહે અને ત્યાં જ રહેવા લાગે. તો કયું મોહનીય કર્મ ઉદયમાં આવવાનું ? ત્યાં વસેલો માનવી કોની સાથે સ્પર્ધા કરવાનો ? શેનો લોભ કરવાનો ? કઈ બાબત પર અહંકાર કરવાનો ? કોનાથી ધૃણા કરવાનો ? બહુ બધી પ્રવૃતિઓ શાંત રહેવાની. આત્મ-કર્તવ આ પણ આપણું જ આત્મ-કર્તત્વ છે કે આપણે નિમિત્તોને બચાવી લઈએ છીએ, પરિસ્થિતિઓને પલટી પણ દઈએ છીએ. તેમ કર્મના વિકાસમાં મંદીકરણ પણ કરી શકીએ છીએ. વિપાકમાં ઉદયમાં આવનારું કર્મ પ્રદેશોદયમાં આવીને સમાપ્ત થઈ જાય છે. આ આત્મ-કર્તુત્વનું સૂત્ર છે- જે વિકાસ પામનારું છે તે પ્રદેશોદયમાં ભોગવી લેવું. આ કતૃત્વનું સહુથી મોટું પ્રમાણ છે ? કર્મને બદલવાનું સામર્થ્ય. સડકો બદલી શકાય છે, મકાન નવાં બનાવી શકાય છે, પદાર્થની આકૃતિ કે પ્રકૃતિને બદલી શકાય છે પરંતુ કર્મ જેવા સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરવો અને તેને બદલવું કેવડુ મોટું કતૃત્વ છે ! વિપાકોદયનું પ્રદેશોદયીકરણ આત્મ-કર્તુત્વનું સ્વયંભૂ પ્રમાણ છે. ધૃણા અને અહમ્ ધૃણા અને અહં આ બંને તત્ત્વોએ સમાજમાં સમાનતા પેદા કરી છે. કયાંક જ્ઞાતિજાતિને કારણે અસમાનતા છે, ક્યાંક રંગને કારણે અસમાનતા છે. ભારતમાં જાતિ-જ્ઞાતિના આધારે અસમાનતા ચાલે છે. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૫૦ Page #152 -------------------------------------------------------------------------- ________________ કોઈ ને કોઈ સ્વરૂપે ઘૃણા અને અહંને અભિવ્યક્તિનો મોકો મળવો જોઈએ. એક સમય હતો, ભગવાન ઋષભનો. તે સમયે સમગ્ર માનવજાતિ એક હતી. ન જાતિ-ભેદ હતો અને ના ઊંચ-નીચ કે આભડછેટનો પ્રશ્ન. ઋષભે કાર્યને આધારે વ્યવસ્થાની ગોઠવણ વિચારેલી, કરેલી. પ્રશ્ન ઉદ્ભવ્યો, ‘સફાઈનું કામ કોણ કરશે ?' ભરતના પુત્રે કહ્યું ‘હું કરીશ. ઋષભે તેને મહત્તરનું પદ આપ્યું, તેને ખૂબ સન્માન આપ્યું. એ જ પદ અહંકારની થપાટો ખાતાં ખાતાં મેહતર બની ગયું અને ઘૃણાસ્પદ બની ગયું. તે પદ નીચ અને છેલ્લી કક્ષાનું મનાવા લાગ્યું. જે મોટા હોય છે, સત્તા ૫૨ હોય છે, તે સામાજિક પરિવર્તનનું કારણ બને છે. સત્તા ૫૨ એવા શાસક આવ્યા, જેમનો અહંકાર પણ પ્રબળ થયો અને ઘૃણા પણ પ્રબળ બની અને એના આધારે સમાજવ્યવસ્થાની રચના થઈ. સમાજના જે પુરોધાવર્ગના લોકો હતા, તેઓએ આમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ધર્મનું સમર્થન આશ્ચર્ય તો એ છે કે ધર્મએ આવી વિષમતાને સમર્થન આપ્યું અને આ માન્યતાને ધાર્મિક રૂપ પણ અપાઈ ગયું ! એક નાનો હોય છે, એક મોટો. જાતિ-જ્ઞાતિવાદ ધર્મ સાથે જોડાયેલો છે. આ ધર્મનું તત્ત્વ છે : જેણે સાચું કર્મ કર્યાં, તે મોટો બની ગયો. જેણે સારું કર્મ ન કર્યું, તે નીચો-નાનો બની ગયો. વૈદિક પરમ્પરામાં આ વાતનો સ્વીકાર થયો- જાતિવાદ તાત્ત્વિક છે. જાતિ જન્મથી જ હોય છે. જૈન આચાર્યોએ આ બાબતનો વિરોધ કર્યો, તેનું ખંડન કર્યું. જ્ઞાતિવાદ તાત્ત્વિક નથી. જન્મથી જ જાતિ નથી હોતી. જાતિવાદ કાલ્પનિક છે. તે માનવસર્જિત છે, ઈશ્વ૨સર્જિત નથી. જૈન ધર્મની આ માન્યતા છે. તેમાં તો જાતિગત ભિન્નતા કે વિશેષતા કંઈ જ માન્ય નથી. નથી ઘૃણાની વાત માન્ય રખાતી. શ્રમણ પરમ્પરા અને વૈદિક પરમ્પરામાં આ એક મૌલિક તફાવત રહેલો છે, પરંતુ કાળક્રમે પોતાનો એવો પ્રભાવ બતાવ્યો, કે જૈનો પણ પોતાના સિદ્ધાંત ભૂલી ગયા. જૈનોએ જ્ઞાતિ-વાદને એવો પકડી લીધો, કે જાણે તે એમની પોતાની પરંપરા ન હોય ! આજે જૈનોમાં કેટલાક એવા લોકો છે, જેઓ જ્ઞાતિવાદમાં વિશ્વાસ કરે છે અને શૂદ્ર પ્રત્યે ઘૃણાદષ્ટિ રાખે છે.જાતિવાદની આ વિકરાળતાનો પ્રભાવ દક્ષિણ ભારતમાં ખૂબ રહ્યો. એવી માન્યતા રૂઢ થઈ ગઈ કે, જે ગલીમાંથી ચંડાળ નીકળે ત્યાંથી બ્રાહ્મણ નીકળવાનું પસંદ નથી કરતા. સ્પર્શની વાત તો કયાંય દૂરની રહી, ચંડાળનો પડછાયો પડે, તો પણ અપવિત્ર થઈ જવાય ! હવે જ્યાં આ પ્રકારની માન્યતા રૂઢ થઈ ગઈ હોય, ત્યાં સમાજમાં તિરાડ ન પડે, સમાજ વિખરાઈ ન જાય, તો બીજું થાય શું ? આવી વિષમ પરિસ્થિતિમાં જ અનામત (આરક્ષણ)ની વાત લોકતંત્ર ઃ નવી વ્યક્તિ, નવો સમાજ જ્ઞ ૧૫૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ આવી, જેની વિરુદ્ધમાં આંદોલનો થાય છે, તો તેની તરફેણમાં પણ તોફાનો કરાય છે. કહેવાય છે “જ્ઞાતિવાદના નામે ભૂતકાળમાં જે પાપ કર્યો છે, અનામત (આરક્ષણ) એક પ્રકારે તે પાપોનું પ્રાયશ્ચિત્ત છે. સમાનતાના હેતુ આજે પણ જાતિગત ભેદ અને ધૃણા ભારતીય જીવનશૈલીનાં અંગ બની ગયાં છે. જો કે શહેરી વાતવારણમાં કંઈક ફેર પડ્યો છે, છતાંયે ગામડાંઓની પરિસ્થિતિ તેવી ને તેવી જ છે. આજે પણ હરિજનોને કૂવામાંથી પાણી ભરવાની મનાઈ છે. મંદિરમાં પ્રવેશ નથી મળતો. ઉત્તરપ્રદેશ અને બિહારમાં આ સમસ્યા ભયંકર છે. હરિજનોની આખી ને આખી વસ્તી સળગાવી દેવાય છે. આવી ભયંકર સ્થિતિમાં આ સચ્ચાઈ સ્થપાય તે ખૂબ જરૂરી છે કે સમાજમાં સમાનતા આવે, જાતિગત ભેદભાવ ન રહે. સમાજશાસ્ત્રીઓએ સમાનતાનો એક ઉદ્દેશ બતાવ્યો છે : આંતરિક આકર્ષણ. વ્યક્તિમાં એક આંતરિક આકર્ષણ હોય છે, એના આધારે જ સમાનતાની ભાવના વિકસે છે. જ્યાં સંજ્ઞાનાત્મક બોધ છે, આંતરિક આકર્ષણ છે, ત્યાં સમાનતા હોવાની. બીજો ઉદ્દેશ છે : ગુણાત્મક સમાનતા. જ્યાં ગુણ સમાન હોય છે, ત્યાં આંતરિક આકર્ષણ પેદા થાય છે જ. સમાનતા પેદા કરનાર મુખ્ય ઘટક છે ઃ આંતરિક આકર્ષણ. જાતિભેદનું કારણ જાતિભેદ મુખ્યત્વે : અહંકારના આધારે કરવામાં આવ્યો. જેઓ ભૂમિપતિ-જમીનદાર બન્યા, તેઓએ વિચાર્યું. એક ભૂમિહીન- સામાન્ય વ્યક્તિ સાથે સંબંધ જોડવો, રાખવો, છોકરી આપવી- લેવી. આપણા મોભાને અનુરૂપ નથી. વિવાહ-લગ્નના સંબંધ તૂટી ગયા. જમીનદારો વધારે મોટા બની ગયા, પછી તો ધંધાદારી, ખાવા-પીવાના સંબંધો પણ તૂટી ગયા. ધીરે ધીરે આ ધૃણાનો વિકાસ થતો ગયો, સ્વામી-સેવકના સંબંધ વિકસતા ગયા.અલગપણું વધવા લાગ્યું. ભેદ-ભાવ વધતા ગયા, સમાજ તૂટતો ગયો. તે અહંકાર જીવનશૈલીનું અંગ બની ગયો. તેણે ધૃણાને વિકસવાની તક આપી. માણસે માણસને જ એવો કાપી નાંખ્યો, રહેંસી નાંખ્યો કે જાણે માનવી માનવી રહ્યો જ નહીં ! આજે આ પરિસ્થિતિ જ લોકતંત્રના સ્વાથ્યની દુશ્મન બની ગઈ છે. જરૂર છે આંદોલનની આપણે એ સત્યનો સ્વીકાર કરવો જ રહ્યો કે હિન્દુસ્તાનમાં સમાજ કેવળ એક પ્રકારના બીબા સ્વરૂપે જ રહી ગયો છે, સાચા અર્થમાં પ્રાણવાન નથી બની શક્યો. પરિણામે આ અસમાનતાનું તત્ત્વ વિકસતું ચાલ્યું. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૫ર Page #154 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ જગતમાં ચાર વર્ણની વ્યવસ્થા ન હતી, તેથી ત્યાં જાતિવાદની સમસ્યા ન રહી, પરંતુ ત્યાં ધૃણા અને અહં કંઈ ઓછાં નથી. મનુષ્યના અહંને વ્યકત થવાનો અવસર પ્રાપ્ત થવો જોઈએ. ત્યાં “રંગ’ પર સૌનું ધ્યાન કેન્દ્રિત થયું. આ ગોરો છે : આ કાળો છે. આજે પણ દક્ષિણ આફ્રિકામાં જ્યાં ગોરા લોકો રહે છે, ત્યાં કાળા લોકો પોતાનું મકાન નથી બનાવી શકતા. જ્યાં સુધી માનવીમાં અહં અને ધૃણાનો ભાવ છે, ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નથી મળવાનો, એનું સમાધાન શક્ય નથી. સહુથી પ્રથમ એ વાત સમજી લેવી પડશે કે : આપણે એકબીજાનો સહકાર લીધા સિવાય, આગળ નથી વધી શકવાના, વિકાસ નથી કરી શકવાના. પ્રત્યેક માનવી સમાન છે, વિકાસમાં દરેકનો સહકાર સમાન છે'- આ સૂત્રને પકડી રાખીશું, તો સમાનતા તરફ ગતિ કરી શકીશું. એના માટે જરૂરી છે એક આંદોલન, જે લોકોમાં સમાનતાની ચેતના જાગ્રત કરે, અહં અને ધૃણાની ચેતનાને પરિષ્કૃત કરી શકે. આ અભિક્રમની સફળતા લોકતંત્રને સ્વસ્થ, પવિત્ર અને ચિરંજીવી બનાવી દેશે. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૫૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રમ અને સ્વાવલંબન સમાજ સાપેક્ષતાનું દર્શન અને પ્રયોગ છે તેથી પ્રત્યેક વાત સાપેક્ષ છે, શ્રમ અને સ્વાવલંબન પણ સાપેક્ષ છે. વ્યક્તિ માટે આવશ્યક છે કે વ્યક્તિ પોતે જ પોતાનો આધાર બને. અન્ય વ્યક્તિ પર આધારિત ન રહે. આ મુખ્ય વાત છે, પરંતુ બીજી વ્યક્તિનો સહારો અનિચ્છનીય અને ખોટો નથી ગણાયો. આ એક સામાજિક વિધા છે. ભગવાન મહાવીરે આ વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જો તમે બીજાનો સહારો લો છો, અન્યનો શ્રમ લો છો, તો તેની સાથે ન્યાય કરો, તેનું શોષણ ન કરશો. જ્યાં શોષણ ત્યાં સમસ્યા જીવનશૈલીનું એક સૂત્ર છે : શોષણ ન કરો. શોષણ-મુક્ત રહેવું ધર્મનો મોટો આચાર છે. કોઈ પણ માત્રામાં, કોઈ પણ દૃષ્ટિકોણથી જેનો જેટલો શ્રમ છે, તેનો અસ્વીકાર ન કરીએ, એનું શોષણ ન કરીએ. “શ્રમ' શબ્દ સાપેક્ષ છે. એનો અર્થ એ છે કે પોતાનો શ્રમ સ્વયં- પોતે જ કરીએ અને બીજા પાસે કામ લઈએ તો તેનું શોષણ ન કરીએ. માનવીની એ વૃત્તિ હોય છે, તેને કામ વધારે કરાવવું ગમે છે અને વેતન ઓછું આપવું ગમે છે. આની પ્રતિક્રિયા સ્વરૂપે એવી સ્થિતિ સર્જાઈ કે કામ કરનારા કામ વધારે નથી કરતા ને મહેનતાણું વધારે મેળવવાનું ઇચ્છે છે. પ્રશ્ન બંને બાજુ ગૂંચવાયો. જેટલું કામ તેટલાં દામ -આ પ્રકારની વ્યવસ્થા હોત તો પ્રશ્ન ક્યારેય ન ગૂંચવાત. આજે સામાજિક દષ્ટિએ એ માનવામાં આવે છે કે ? કોઈની પાસે કામ કરાવવું હોય, તો તેને પૂરતું મહેનતાણું આપો. દીર્ઘકાલીન દષ્ટિથી વિચારીએ, તો “ઓછું આપવું લાભદાયક નથી, નીતિ બહુ સ્પષ્ટ છે. પરંતુ માનવી લોભવશ બીજાનું શોષણ કરે છે. જ્યાં શોષણ હોય છે, ત્યાં સમસ્યા પેદા થયા વગર નથી રહેતી. અનોખો સમાજ વીસમી સદીનો બહુચર્ચિત શબ્દ છે : “શોષણ.” આજકાલ શોષણમુક્ત સમાજરચનાની વાત બહુ જ પ્રિય લાગે છે, ગમે છે. મોટે ભાગે જોઈએ છીએ કે, સામાન્ય પરિવારમાં જે વ્યક્તિ જન્મ લે છે, તે પરિશ્રમી લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૫૪ Page #156 -------------------------------------------------------------------------- ________________ અને સહનશીલ હોય છે. જેનું પાલન-પોષણ આર્થિક ભીંસો વચ્ચે થાય છે, તે કદાચ વધારે સારો હોય છે. દુનિયામાં જેટલા પણ મોટા-મોટા માણસો આવ્યા છે, તેમનો જન્મ તો ખૂબ સાધારણ ગામોનાં સાવ સામાન્ય કુટુઓમાં જ થયો હતો. જ્યાં અન્યનું શોષણ નથી થતું, અન્યના માટે કાંઈક કરવાની ઈચ્છા હોય છે, તે સમાજ પોતે જ એક અનોખો સમાજ હોય છે, વિકાસનાં શિખરો સર કરનારો સમાજ હોય છે. શોષણ ધાર્મિક દૃષ્ટિ શોષણ ન કરીએ'- આ સૂત્રનું ધાર્મિક દૃષ્ટિકોણથી પણ મૂલ્યાંકન કરીએ. ધાર્મિક દષ્ટિ આ છે કે : બીજાના શ્રમનું શોષણ એ હિંસા જ છે. અહિંસાનો અતિચાર છે બીજાની વૃત્તિનો છેદ ન કરવો, તે અહિંસા વ્રતનો એક નિયમ છે. જેણે અહિંસા વ્રત સ્વીકારેલ છે અને જો તે સંકલ્પ કરે કે, ‘હું કોઈપણ પ્રાણીનો ઈરાદાપૂર્વક વધ નહીં કરું, તેનું શોષણ નહિ કરું ; અને તે વ્યક્તિ બીજી વ્યક્તિનું શોષણ કરે તો તે વ્રતનો ભંગ થાય છે. શોષણ એક રીતે અન્ય વ્યક્તિ પ્રત્યે ઘાત કહેવાય છે. કોઈના ઘરમાં પાંચ-સાત સભ્યો હોય તે તમામ શ્રમ કરતા હોય અને, રૂ. ૨૦૦ પ્રતિ માસના દરે મજૂરી ચુકવાય, તો તે ઇરાદાપૂર્વકનું શોષણ નથી ? ભગવાન મહાવીરે આ સત્યને ખૂબ સૂક્ષ્મ રીતે વિચાર્યું. તેમણે કહ્યું : “શોષણ એક પ્રકારે મારવાનો જ પ્રયત્ન છે. પૂરેપૂરું કામ લેવું અને આજીવિકાનું શોષણ કરવું તેમાં અહિંસાવ્રતનો દોષ છે. વ્રત-વ્યવસ્થા પ્રશ્ન થાય છે કે ભગવાન મહાવીરે વ્રતો પર આટલો ભાર શા માટે મૂક્યો ? આનું કારણ એ હોઈ શકે આ વ્રત ધાર્મિક દષ્ટિએ જેટલાં મૂલ્યવાન છે, સામજિક દૃષ્ટિએ એનાથી ઓછાં મૂલ્યવાન નથી. તેમ છતાંયે સમાજશાસ્ત્ર, આચારશાસ્ત્ર, વગેરે લખાયાં તેમાં અરડુ, સુકરાત વગેરે યૂનાની દાર્શનિકોને આધાર તરીકે લેવાયા. ખબર નથી પડતી, કોઈ હિન્દુસ્તાની લેખકે મહાવીરની વતવ્યવસ્થાને કયારેય આધાર નથી ગણી. એનું કારણ શું હોઈ શકે ? કાં એમનો દૃષ્ટિકોણ ટૂંકો (સંકીર્ણ) રહ્યો છે, અથવા તેમને સામગ્રી ઉપલબ્ધ નથી થઈ. પ્રાકૃત ભાષાનું અજ્ઞાન પણ કારણ બન્યું હોય. કારણ ગમે તે હોય, એટલું સ્પષ્ટ છે કે, વતવ્યવસ્થા આજે પણ અજ્ઞાત છે, આજે તેને પ્રકાશમાં લાવવાની જરૂર છે. શ્રમનું વિભાજન અણુવ્રતનું એક ઉપવત છે : હું બીજાનું શોષણ નહીં કરું. અન્યનું શોષણ નહીં થાય તો પોતાનો શ્રમ વધશે. આજકાલ શ્રમ પ્રત્યે થોડો અભાવ પેદા થયો છે. તેનું એક કારણ એ છે કે માણસ આરામ ઝંખે છે. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૫૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ બીજાં કારણ તેની એવી મનોવૃત્તિ છે કે, હું આરામ કર્યું અને ફળ પણ મને જ મળે. એક ખોટી માન્યતા પ્રચલિત થઈ ગઈ કે, શ્રમ કરનાર નાનો માણસ હોય છે અને શ્રમ ન કરનાર મોટો માણસ હોય છે. આ દષ્ટિકોણે શ્રમની વ્યવસ્થા અને મહત્તા ઘટાડી દીધાં. આપણે એ સત્યને ભૂલી ગયા છીએ કે, દુનિયામાં જેટલા મોટા માણસો બન્યા છે, તે ફક્ત કઠોર પરિશ્રમ કરનાર જ બન્યા છે. આચાર્યશ્રી પોતે ૧૫-૧૬ કલાક શ્રમ કરે છે. શું તે પોતે શ્રમિક નથી ? જે શ્રમિક નથી, તે સાચા શાસક પણ નથી બની શકતા. કહેવાયું છે કે પૃથ્વી રૂપી ગાયનો પણ ત્રણ જ વ્યક્તિ લાભ લઈ શકે છે, અને તેમાંનો એક છે : શ્રમિક. શ્રમિકનો અર્થ એ નથી કે તે ફક્ત. પાવડા, કોદાળી કે અન્ય નિમ્ન મજૂરી જ કરે. હા, શ્રમનાં અલગ અલગ વિભાજન જ છે. કેટલાક એવું માને છે કે, જે ઉત્પાદકીય શ્રમ નથી કરતો, તેનો શ્રમ, શ્રમ ન કહેવાય. એ પોત-પોતાની અંગત માન્યતા છે. વ્યાવહારિક રીતે સમાજમાં શ્રમનું વિભાજન જોવા મળે છે. તે વિભાજન અનુસાર દરેક વ્યક્તિ પોતપોતાનો શ્રમ કરે, કોઈ નકામી બેસી ન રહે, તો શ્રમનું મૂલ્યાંકન સંભવી શકે છે. પ્રગતિનું સૂત્ર શ્રમ પ્રત્યે પ્રતિષ્ઠાનું આ સૂત્ર, જીવનશૈલીનું અનિવાર્ય અંગ બનવું જોઈએ. જેટલા પણ પુરુષાર્થવાદી છે તેમાં પ્રથમ પંક્તિના મનાયા છે ભગવાન મહાવીર. ઘણા લોકો નસીબ પર આધાર રાખનારા છે, નિયતિવાદી છે. પરષાર્થવાદી ઈશ્વરવાદી ના હોઈ શકે. ઈશ્વરવાદ નિયતિવાદ છે. જે કંઈ બનશે તે ઈશ્વર દ્વારા જ બનશે.એની ઇચ્છા સિવાય એક પાંદડું પણ ન હાલી શકે. આ છે ઈશ્વરીય નિયતિવાદ. આ પરિસ્થિતિમાં પુરુષાર્થની જ્વાળાને પ્રજ્જવલિત ન કરી શકાય. ભગવાન મહાવીરે નિયતિવાદનું ખંડન કરીને પુરુષાર્થવાદનું પ્રતિપાદન કર્યું છે. જ્યાં આત્મકતૃત્વવાદ માન્ય છે, ત્યાં કોઈપણ વ્યક્તિ શ્રમ કર્યા સિવાય ન રહી શકે. જેને શ્રમમાં શ્રદ્ધા નથી, જે વ્યક્તિ શ્રમ નથી કરતી. તે સાચે જ પાછી પડી જાય છે, ફેંકાઈ જાય છે, શ્રમનિષ્ઠા પ્રગતિ અને વિકાસનો રહસ્યમંત્ર છે, આધારસૂત્ર છે. ચારી-સંજીવની ન્યાય આચાર્ય હેમચંદ્ર જઈ રહ્યા હતા. સાથે રાજા સિદ્ધરાજ પણ હતા. રાજાએ પૂછ્યું, “કયો ધર્મ સારો છે ?” રાજન્ ! ઘણા બધા ધમાં છે અને સારા પણ છે, પરંતુ ધીમે ધીમે સમજમાં આવશે, કયો ધર્મ સારો છે.” લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૫૬ Page #158 -------------------------------------------------------------------------- ________________ મહારાજ ! કેવી રીતે સમજણ પડશે ?” “ રાજન્ ! શ્રમ કરશો તો સમજાઈ જશે.” “મહારાજ ! આ કેવી રીતે શક્ય બને ?” રાજનું! ચારી-સંજીવની ન્યાય દ્વારા સમજાઈ જશે.” “આ ચારી-સંજીવની ન્યાય શું છે ?” રાજનું ! એક મહિલાને એવી ઔષધિ મળી, કે એ જે કોઈ વ્યક્તિને ખવડાવી દેવામાં આવે. તે પશુ બની જાય. એક બીજી ઔષધિ પણ મળી આવી, જે ખવડાવતાં પશુ પુનઃ મનુષ્ય બની જાય. મહિલાના મનમાં પ્રયોગ કરવાની ઇચ્છા થઈ. કોના પર એનો પ્રયોગ કરવો ? તેણીએ પોતાના પતિ પર જ આ દવાનો પ્રયોગ કર્યો. પતિ બળદ (પશુ) બની ગયો. સંજોગોવશાત્ મનુષ્ય બનાવનારી દવા ખોવાઈ ગઈ. હવે શું કરવું ? પણ એટલી ખબર હતી કે અમુક “વડના વૃક્ષ પાસે તે ઔષધ છે, જેને ખવડાવતાં જ ફરીથી મનુષ્ય બની જવાય છે. પરંતુ એ ખબર કેવી રીતે પડે કે અમુક ઔષધિ તે જ છે ? થોડોક સમય વિચારીને તેણીએ નક્કી કર્યું કે, દરેક ઔષધિ ચાખીને જ નક્કી કરવું કે કઈ ઔષધિ મનુષ્ય બનવા માટે છે. તેણીએ એક એક જડીબુટ્ટી કાપીને બળદને ખવડાવવાનું ચાલુ કર્યું. વારાફરતી પ્રયોગ કરતાં, તે જડીબુટ્ટી પણ આવી ગઈ છે, જેને ખાતાં જ બળદ પુનઃ મનુષ્ય બની ગયો, પુરુષ બની ગયો. મહિલાએ પૂરેપૂરો શ્રમ કર્યો, તેને પોતાનો પતિ મળી ગયો. જો તે આટલો શ્રમ ન કરતી, તો તેનો પતિ બળદ જ રહી જાત !' આચાર્યે કહ્યું, “ આ રીતે અનેક ધર્મોનું પરીક્ષણ કરતાં કરતાં તમને તે ધર્મ મળી જશે, જે સહુથી સારો છે.” જીવનશૈલીનું પ્રમુખ તત્ત્વ મનુષ્ય જે કંઈ સત્યો શોધ્યાં છે અને જેટલાં રહસ્યો આપણી સમક્ષ ખુલ્લાં થયાં છે, તે માનવીય શ્રમ અને પુરુષાર્થ દ્વારા જ શક્ય બન્યું છે. આરામ' અને નિરાશા' દ્વારા કોઈપણ સત્ય બહાર આવતું નથી. જરૂરી છે શ્રમનિષ્ઠા અને શ્રમનું અનુશીલન, પરંતુ ન જાણે, આપણા શરીરની રચના કેવી છે કે, માનવી શ્રમ ઓછો અને આરામ વધુ કરવાની ઇચ્છા રાખે છે. શ્રમ-નિષ્ઠાનો સિદ્ધાંત જીવનશૈલીનું મુખ્ય અંગ હોવું જોઈએ. જેણે પુરુષાર્થનો સિદ્ધાંત સ્વીકાર્યો છે, અને જે નિયતિવાદને એકાન્તિક રૂપે સ્વીકારે છે તેની જીવનશૈલી સ્વાવલમ્બી અને શ્રમપ્રધાન હોવી જોઈએ. દરેક વ્યક્તિના મગજમાં શ્રમ અને સ્વાવલંબનની છબી અંકિત થવી લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૫૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. જેને પોતાના શ્રમ અને કર્મ ઉપર વિશ્વાસ છે, તે ક્યારેક શ્રમ અને સ્વાવલંબનની ઉપેક્ષા નહિ કરે. જેમનું મગજ-મન શ્રમનિષ્ઠ નથી હોતું તેઓ પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે બહુ કલ્યાણકારી નથી હોતા, ઉપયોગી નથી નિવડતા. લોકતંત્રનો આધાર છે ‘વ્યક્તિ'. તેના મનમાં જો શ્રમ પ્રત્યે નિષ્ઠા - શ્રદ્ધા ન હોય, તો સ્વસ્થ રાષ્ટ્રનું નિમાર્ણ સંભવી શકે ખરું ? દરેક વ્યક્તિની જીવનશૈલીનું પ્રમુખ તત્ત્વ છે. સ્વાવલંબન. સ્વાવલંબનનું તાત્પર્ય છે : બીજાના શ્રમનું શોષણ ન કરવું. સ્વાવલંબન અને શ્રમ માટે જો નિષ્ઠા બળવાન અને નક્કર બની રહે, તો તે સમાજ અને રાષ્ટ્ર માટે ખૂબ ઉપયેગી અને વરદાન સમાન સાબિત થઈ શકે. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૫૮ Page #160 -------------------------------------------------------------------------- ________________ વાસના પર બુદ્ધિનું નિયંત્રણ અહિંસાની જ્યોત એટલા માટે પ્રજ્વલિત છે કે, હિંસા મનુષ્ય માટે ઇચ્છનીય નથી. તે હિંસા કરે તો છે, પણ ઈચ્છતો નથી. તે પોતાના માટે બિલકુલ હિંસા નથી કરતો. તે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકવા નથી ઇચ્છતો. આવી પરિસ્થિતિમાં અહિંસાની વાત સૂજે છે. આજે કોઈ જુદા જ પ્રકારનું વિચિત્ર વાતાવરણ પ્રકાશિત થઈ રહ્યું છે કે, સમગ્ર વાતાવરણમાં હિંસા જ ફેલાઈ રહી છે. માનવીએ એમ માની લીધું કે સમસ્યાનું એક માત્ર સમાધાન છે ? હિંસા. એણે કોઈપણ જાતના વાંધા વગર નિર્વિવાદ આ માન્યતાને સ્વીકારી લીધી, તેથી જ પ્રત્યેક પ્રશ્નનું નિરાકરણ તે હિંસાના સહારે શોધે છે, હિંસા દ્વારા મેળવવા મથે છે. માન્યતા બદલવી જરૂરી છે. આપણે વર્તમાન વિશ્વની સ્થિતિ જોઈએ, હિંદુસ્તાનની આજુબાજુ નજર નાંખીએ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ચારે બાજુ હિંસા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ક્યાંક ગોળીઓ, ક્યાંક પથ્થરમારો, ક્યાંક બોમ્બ ધડાકા, ક્યાંક બારૂદી સુરંગો. એમ લાગે છે કે, હિંસા પ્રત્યે સમાજમાં ખૂબ જ ઊંડી શ્રદ્ધા થઈ ગઈ છે, અને સૌને હિંસા જ શ્રેષ્ઠ સમાધાન લાગે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો એવા પણ છે, જે બીજા પ્રકારની શ્રદ્ધા ધરાવે છે. એમના ચિંતનનો દૃષ્ટિકોણ અલગ છે. એમનું ચિંતન છે : હિંસા જો આમ ને આમ વધતી રહેશે તો સમગ્ર સમાજ હિંસાથી ત્રાહિમામ અને ભયભીત થઈ જશે. જીવનરસ સુકાઈ જશે. પ્રાણી, માનવ આશંકિત અને ભયભીત રહેવા લાગશે.ખબર નહીં, ક્યારે શું બની જાય ! હિંસામાં વધતી શ્રદ્ધાને રોકવાની જરૂર છે. શરણ છે અહિંસા આ આસ્થાને બદલવા અને દૂર કરવા દવા લઈએ. એવી દવા, જે બીમારી પેદા ન કરે. જો દવા નવી બીમારી પેદા કરે, તો તે દવા સમસ્યાનું સમાધાન ન ગણી શકાય. આયુર્વેદમાં દવા અંગે કહેવાયું છે કે, લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ! ૧૫૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ દવા તે જે નવો રોગ પેદા ન કરે. ઔષધ એનું નામ છે, જે લેતાં રોગ મટી જાય. માણસ દવા લે અને એનું એટલું બધું રિએક્શન આવે કે જીવનથી હાથ ધોવા પડે, મૃત્યુ થાય, તો તે શું દવા કહેવાય ? હિંસાની પણ આ જ સમસ્યા છે. હિંસા એ એવી દવા છે જેનાથી ભલે એમ લાગે કે પ્રશ્ન પતી જશે, બીમારી મટી રહી છે, રોગ શમી રહ્યો છે, પરંતુ પ્રતિક્રિયા એટલી ભયંકર થાય છે કે, અનેક નવી બીમારીઓ પેદા થાય છે. આપણે એવી દવાની શોધ કરીએ જે નવી બીમારી પેદા ન થવા દે. તે દવા છે : અહિંસા. ગમે તેવી લડાઈઓ લડીએ, વેર વધારીએ. વિરોધ કરીએ, યુદ્ધ અને હિંસક હુમલા કરીએ, તેથી સમસ્યા ઉકેલાતી નથી. વ્યક્તિને આખરે અહિંસાની શરણમાં જવું પડે છે, શાંતિ માટે સમાધાન કરવું પડે છે. માનવ અને પશુમાં તફાવત અહિંસાની આસ્થાને જાગૃત કરવાનો એક ઉપક્રમ છે ઃ અણુવ્રત આંદોલન. વ્યક્તિ અને સમાજ બંનેમાં અહિંસાની આસ્થા જાગે. સૌ પ્રથમ વ્યક્તિને કેન્દ્રમાં રાખવી પડશે. નૈતિકતાનો વિષય હંમેશાં વ્યક્તિને સંલગ્ન હોય છે. અણુવ્રતનું મહત્ત્વપૂર્ણ ઘોષણાસૂત્ર છે : વ્યક્તિનું નિર્માણ. વ્યક્તિમાં બે તત્ત્વો હોય છે : વાસના અને બુદ્ધિ. પશુમાં વાસના હોય છે, બુદ્ધિ હોતી નથી. મનુષ્ય અને પશુમાં આ અંતર છે. પશુ પોતાના પર નિયંત્રણ નથી રાખી શકતું. જ્યારે માનવી પોતાની બુદ્ધિના ઉપયોગ વડે પોતાની વાસના પર નિયંત્રણ રાખી શકે છે. વ્યક્તિનિમણિનો એક અર્થ છે : બુદ્ધિ દ્વારા વાસના પર નિયંત્રણ કરવું. જેણે બુદ્ધિના પ્રયોગથી વાસના પર નિયંત્રણ કરવાનું શીખી લીધું, તે વ્યક્તિનું નિર્માણ શરૂ થયું સમજવું. આપણે એ સચ્ચાઈનો સ્વીકાર કરીએ. કે વાસના દરેક વ્યક્તિમાં હોય છે. જો વાસના ક્ષીણ થઈ જાય તો નિર્માણની વાત જ નથી રહેતી કે હિંસા - અહિંસાનો પ્રશ્ન પણ નથી રહેતો. જેની વાસના ક્ષીણ થઈ ગઈ, તે આ બધા પ્રશ્નોથી અલગ થઈ જાય છે. એક સામાન્ય માનવી પણ બુદ્ધિ દ્વારા વાસના પર એટલું નિયંત્રણ અવશ્ય મેળવે છે, તે બીજાના હિતનું ખંડના કરી, ફક્ત પોતાના જ હિતમાં ન લાગી જાય, બીજાના હિતને નુકસાન પહોંચાડી પોતાનું હિત સાધવાની વાત વાસનાની પ્રબળતામાં જ પેદા થાય. જો વાસના પર બુદ્ધિનું નિયંત્રણ થઈ જાય, તો મનુષ્યનું જીવન નૈતિકતા, આચાર અને ચારિત્ર્ય દ્વારા ઘડાઈ જાય અને વ્યક્તિનિમણિની વાત શક્ય બની જાય. સુખ, વાસના અને બુદ્ધિ સમસ્યા એ છે કે : દરેક વ્યક્તિને સુખ જોઈએ છે. તે સુખવાદની ધારણાથી પ્રભાવિત છે. તેથી જ તે પોતાની વાસના પર નિયંત્રણ નથી લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૬૦ Page #162 -------------------------------------------------------------------------- ________________ મેળવી શકતી. વ્યક્તિ પોતાના માટે વધારેમાં વધારે સુખ ભેગું કરી લેવા ચાહે છે, સંપતિ ભેગી કરી લેવા ચાહે છે. આ ભેગું કરી લેવાની ભાવના દરેક મનુષ્યમાં છે તેથી વાસના પર નિયંત્રણ નથી કરી શકાતું. ત્રણ તત્ત્વો છે : સુખ, વાસના અને બુદ્ધિ. નિયંત્રણ કરવામાં ‘સુખ' બાધક બને છે. અહીં માનવીની શક્તિ કુંઠિત બની જાય છે. પ્રત્યેક વ્યક્તિની શક્તિની એક હદ હોય છે. કોઈપણ માનવ અસીમ શક્તિનો માલિક નથી. પ્રશ્ન એ છે કે : સુખની લાલચમાં માનવી ગળાડૂબ બની, અનિત્ય અને અશાશ્વતની દોડમાં પ્રવૃત્ત રહે છે. એણે બીજી બાજુનો વિચાર ન કર્યો. તે બાજુ છે, શાશ્વત સત્ય. દુનિયામાં એક શાશ્વત સત્ય હોય છે તે કાલાતીત છે. આ સત્યની શરણમાં જનાર માનવી જ સ્થાયી સુખ તરફ પગ માંડી શકે છે, પોતાના સાચા વ્યક્તિત્વને પ્રગટ કરી શકે છે, નૈતિકતાની જે આંતરિક વૃત્તિ છે, તેને બહાર પ્રગટાવી શકે છે. નૈતિકતાને પ્રગટ કરવાનું એક માત્ર સાધન છે, શાશ્વત પ્રત્યે શ્રદ્ધા - આસ્થા. જ્યાં સુધી નિત્ય પ્રત્યે ઊંડી શ્રદ્ધા ન હોય ત્યાં સુધી સુખની કલ્પના અધૂરી રહી જાય છે. નવી આસ્થાનું સૂત્ર અણુવ્રતના સંદર્ભમાં એક નવીન શ્રદ્ધાને જગાડવાનો પ્રયત્ન કરવો પડશે. જે આસ્થા હિંસા સાથે જોડાયેલ છે તેને અહિંસા સાથે, ઇચ્છા, પરિણામ અને આનંદમય જીવન સાથે જોડી દઈએ. સુખ અને આનંદમાં બહુ અંતર છે. સુખ એ છે કે, જે બાહ્યપદાર્થની પ્રાપ્તિ દ્વારા મળે છે. આનંદ આપણી સહજ વૃત્તિ છે, જે અંતરમાંથી પ્રગટ થાય છે.આ મૂળભૂત વાત સમજમાં આવી જાય, તો સુખની વાત આપોઆપ કમજોર પડી જશે. આજકાલ સુખની મનોવૃત્તિ વધવા માંડી છે. એનું કારણ એ છે કે, આનંદની વાત સમજણ બહાર રહી જાય છે. જ્યારે સમાજને એક નવી દષ્ટિ આપવી જ છે તો એક નવા વિકલ્પની- એક નવા પ્રકલ્પની રજૂઆત કરવી જ પડશે. અરવિંદ અને માતાજી આજે બંને જીવિત નથી, પરંતુ આજે પણ સેકડો વિદ્વાનો અરવિંદના ચૈતન્ય પુરુષ ( દિવ્ય આત્મસ્વરૂપ ) પર કામ કરી રહ્યા છે. અરવિંદે એક નવો સિદ્ધાંત આપ્યો “અતિ માનવનું નિર્માણ કરી શકાય છે. ભૂ-મંડળમાં એવું વાતાવરણ સર્જી શકાય છે કે, જેથી એક દિવસ ચૈત્યપુરુષ જાગી જાય, અતિમાનવનું નિમણિ શક્ય. બને.” અણુવ્રતને પણ આવી જ આસ્થાનું સમર્થન આપવું જોઈએ, જેથી બુદ્ધિજીવી અને ચિત્તક વર્ગનું ધ્યાન આકર્ષાય. તે આસ્થા-સૂત્ર છે : વાસનાનું રૂપાંતરણ થઈ શકે છે.' ક્ષયીકરણની વાત દરેક વ્યક્તિ માટે શક્ય નથી. જે વીતરાગની સાધનામાં લાગે તેના માટે વાસનાના લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૬૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ક્ષયીકરણના ઉમૂલનની વાત કહી શકાય છે, પરંતુ દરેક સામાન્ય માનવીને, સામાજિક માનવીને માટે આ સૂત્ર હોઈ શકે છે કે વાસનાનું રૂપાંતરણ થઈ શકે છે, સ્વસ્થ વ્યક્તિત્વ જો સમાજમાં વાસનાના રૂપાંતરણની વાત વ્યાપક બની રહે, તો સમાજનો આખો રૂઆબ બદલાઈ જાય. આકૃતિ અને કૃતિ- બંને બદલાઇ શકે છે. આજે સહુથી મોટી આવશ્યકતા છે : વાસનાના રૂપાંતરણની. આ વ્યક્તિત્વનું રૂપાંતરણ છે અને એનાથી વ્યક્તિ અને સમાજનો સમન્વય સાધી શકાય છે. વ્યક્તિ અને સમાજ બંને અલગ અલગ પડેલાં છે. છતાંયે વ્યક્તિમાં વ્યક્તિગત અને સામુદાયિક બંને અંશો રહેલ છે, પરંતુ આજકાલ વ્યક્તિગત ચેતના અધિક પ્રચલિત છે. જ્યાં સુખ-સુવિધાની લાલચ છે, ત્યાં સામાજિકતા કે સામુદાયિકતા ક્યાં છે ? અરે, આજે વ્યક્તિગતતાને જગાડવાનો પ્રયત્ન પણ ક્યાં છે ? જ્યાં સુધી વ્યક્તિનું સમ્યકં નિમણિ શક્ય નહીં થાય, ત્યાં સુધી વ્યક્તિનું - સમાજનું સાચું નિમણિ શક્ય નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બનેલી ઘટનાઓએ આ સત્યને વધારે મજબૂત બનાવ્યું છે. જે લોકો અગ્રણી બન્યા, સમાજવાદ કે સમાજવાદના મુખી બન્યા, સામ્યવાદની ચળવળના સૂત્રધાર બન્યા, તેમનું જીવન જોઈને લોકો ચોકી ઊઠ્યા. આજે પણ એક વિશાળ સામ્યવાદી દેશમાં લોકતંત્રની હવા ચાલી છે. એનું કારણ એ છે ઃ સત્તા પર જે બેઠેલા છે, તેઓ સુખ ભોગવી રહ્યા છે, વિલાસ અને ઐશ્વર્યમાં ડૂબેલા રહે છે અને , સામાન્ય જનતા ત્રાસ ભોગવી રહી હોય છે. જો વ્યક્તિગત રીતે, સ્વસ્થ વ્યક્તિત્વનું નિર્માણ થયું હોત, તો આ પરિસ્થિતિ ક્યારેય ન સર્જાત. જ્યાં સ્વસ્થ વ્યક્તિત્વનું નિર્માણ નથી થતું, અને પ્રચુર સાધન, સત્તા અને સામગ્રી આવી જાય છે, ત્યાં કોણ અવિચળ રહેશે, તે કહી શકાતું નથી. વાસનાના દાસ ન બનીએ આજે સમાજનું ધ્યાન સહુથી વધારે એ વાત પર કેન્દ્રિત થવું જરૂરી છે કે, વ્યક્તિત્વનું નિર્માણ પહેલાં થાય. સમાજનો જે મુખી બને, તે વ્યક્તિ એવી હોય, જેણે પોતાની વાસના પર નિયંત્રણ કરવાનું શીખી લીધું હોય. વ્યક્તિ વાસનાની દાસ ન બને, વાસના પાછળ બુદ્ધિને ન ચલાવે, પરંતુ બુદ્ધિ દ્વારા વાસના પર નિયંત્રણ કરે. મહાવીરનું આ સૂત્ર ખૂબ માર્મિક છે : પ્પા રેવ મેધવ્યો, અપ ટુ હતુ કુમો -સહુથી વધારે મુશ્કેલ છે પોતાના આત્માને જીતવો, પોતાની વાસનાને જીતવી. પોતાની વાસનાને જીતો, લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૬૨ Page #164 -------------------------------------------------------------------------- ________________ નિયંત્રણ કરો, સુખ મળશે અને તે પરલોકમાં નહિ, આ જીવનમાં જ મળી રહેશે. અણુવ્રત આદર્શ મહાવી૨નું આ સૂક્ત અણુવ્રતનો આદર્શ છે. એમાં અણુવ્રતનું સમગ્ર દર્શન સમાયેલું છે. આ અધારે વ્યક્તિ અને સમાજમાં સમન્વય સ્થાપિત કરી શકાય છે.બધા લોકો સમાજ-નિર્માણની વાત કરે છે, પરંતુ સમાજ નિર્માણ દ્વારા તેમનું તાત્પર્ય છે, મોટાં મોટાં કારખાનાં ઊભાં કરી દો, મજૂરી આપી દો, આમ કરી નાંખો, તેમ કરી નાંખો, મોટી મોટી વાતો થાય છે. આશ્ચર્ય ! આટલી મોટી વાતો થાય છે, પણ વ્યક્તિનિર્માણની વાત કોઈ નથી કરતું ! શું વ્યક્તિનું નિર્માણ થયા સિવાય, કોઈ યોજના સફળ થાય ખરી ? જ્યાં સુધી આ પરિસ્થિતિ નહીં બદલાય, ત્યાં સુધી પરિવર્તનની વાત સંભવિત થઈ શકશે નહિ. અણુવ્રતની આ ઊંડી અને મજબૂત શ્રદ્ધા છે. આપણે આ આધારે સમાજરચનાની વાત કરીશું તો એવા વ્યક્તિ અને સમાજનો ઉદય થશે, જે ભારત જેવા લોકતાંત્રિક દેશ માટે જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વ માટે ઉપયોગી નિવડશે, કલ્યાણકારી અને મંગળકારી બની રહેશે. લોકતંત્ર ઃ નવી વ્યક્તિ, નવો સમાજ – ૧૬૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અણુવ્રતનું દર્શન વ્યક્તિ-નિર્માણનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે : સંકલ્પ-શક્તિનો વિકાસ. સંકલ્પ-શક્તિ કમજોર પડી જાય, તો વ્યક્તિ નીચે ઊતરતી જાય છે. સંકલ્પ-શક્તિ બળવાન હોય, તો વ્યક્તિ ઊંચે ચડતી જાય છે. અર્થાત્ નિર્માણનું સૂત્ર છે ઃ મનોબળ, સંકલ્પ-શક્તિ. આ સચ્ચાઈનો- સત્યનોઆપણા પૂર્વજોએ અમલ કર્યો અને તેઓએ અનુભવના આધારે જ વ્રતોની વ્યવસ્થા કરેલી છે. શ્રદ્ધા જરૂરી આંતરિક સંકલ્પશક્તિનું એક પ્રતિબિંબ છે વ્રત. અંદર ચેતના જાગૃત હોય છે, તેનું બાહ્ય બિંબ છે વ્રત. કેવળ વ્રતને પકડી લીધું, પરંતુ તેની આગળ-પાછળ જે કંઈ હતું, તેને ભુલાવી દેવાયું. આવું જ થાય છે, જે તત્ત્વ ચાલે છે, તેની એક વાત રહી જાય છે, આગળ-પાછળની વાત રહી જાય છે. ભગવાન મહાવીરે બાર વ્રત વ્યવસ્થા આપી. તે આચારશાસ્ત્રનો વિષય છે, પરંતુ ભગવાન મહાવીરનો દૃષ્ટિકોણ, આચારથી શરૂ નથી થતો. એનું પ્રારંભબિંદુ છે ઃ સમ્યગ્ દર્શન. મહાવીરે તત્ત્વનું પ્રતિપાદન કર્યું, “દેવ ! હું નિર્પ્રન્થ પ્રવચન ૫૨ વિશ્વાસ રાખું છું, પ્રેમ રાખું છું, શ્રદ્ધા રાખું છું અને પસંદગી ઉતારું છું, તેથી આ ધર્મનો હું સ્વીકાર કરું છું. ધર્મનો સ્વીકાર બીજા નંબરની વાત છે. પ્રથમ વાત છે ઃ શ્રદ્ધા અને પ્રીતિ. સમ્યગ્ દર્શન સિવાયનો સ્વીકાર બહુ આગળ નથી વધતો. સહુથી પ્રથમ જરૂરી છે : શ્રદ્ધા અને પ્રીતિ.જો પ્રીતિ નથી, તો સ્વીકૃત વાત પણ ટકી શકતી નથી. બે તત્ત્વો છે : શ્રદ્ધાનો સ્વીકાર અને વ્રતનો સ્વીકાર. અણુવ્રતના સંદર્ભમાં સમ્યગ્ દર્શનની વાત ૫૨ ઓછો ભાર મુકાયો. જે વ્યક્તિ અણુવ્રતનો સ્વીકાર કરે છે, એનામાં પહેલાં શ્રદ્ધા પેદા કરવી જોઈએ. સમ્યક્ દર્શન જગાવવું પડે, આ રીતે ધ્યાન કેન્દ્રિત થવું જરૂરી છે. અણુવ્રત - બાર વ્રત એ પ્રશ્ન સ્વાભાવિક છે કે, અણુવ્રત અને બાર વ્રતમાં તફાવત શો લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ હૃ ૧૬૪ Page #166 -------------------------------------------------------------------------- ________________ છે ? જ્યારે પહેલેથી જ બાર વ્રતની વ્યવસ્થા હતી, તો અણુવ્રતને ચાલુ કરવાની જરૂર જ ક્યાં હતી ? આ વાત બહુ સ્પષ્ટ છે ઃ બાર વ્રતનું જે સમ્યક્દર્શન છે, તે જૈન તત્ત્વજ્ઞાન ઉપર આધારિત છે. જૈન તત્ત્વજ્ઞાનમાં શ્રદ્ધા હોય, તો બાર વ્રતમાં શ્રદ્ધા હોય છે. તેનો સ્વીકાર શક્ય બને છે, તેથી બાર વ્રતોની આ વ્યવસ્થા ફક્ત જૈનો સુધી સીમિત રહી ગઈ. જે મહાવીરના અનુયાયી હતા અથવા પાછળથી જેમણે જૈન ધર્મ અંગિકાર કર્યો, તેમને તેમાં શ્રદ્ધા જાગી અને બાર વ્રતો સ્વીકાર્યાં. આ બાર વ્રતોની પૃષ્ઠભૂમિમાં પદ્રવ્ય, આત્મા, પુનર્જન્મ, કર્મ વગેરેનું સંપૂર્ણ દર્શન સમાયેલું છે. જો એમ પૂછવામાં આવે કે- અહિંસા વ્રત કેમ સ્વીકા૨વામાં આવે છે ? તો જૈન વ્યક્તિનો ઉત્તર હશે, આશ્રવ દ્વારા કર્મબંધન થાય છે. હું અહિંસા અણુવ્રતનો સ્વીકાર એટલા માટે કરું છું, કે તેથી આશ્રવનો નિરોધ થાય અને સંવ૨ની ચેતના જાગૃત થાય. જ્યાં સુધી વ્યક્તિ આશ્રવ અને સંવ૨ને જાણી ના લે, ત્યાં સુધી આ વ્રતની સ્વીકૃતિનો કોઈ જ અર્થ નથી, અને તેનો સ્વીકાર પણ શક્ય નથી. જીવ,અજીવ, પાપ, પુણ્ય, આશ્રવ, સંવર, નિર્જરા, બંધન, મોક્ષ- આ નવ તત્ત્વોને જાણ્યા પછી જ વ્રતોની સ્વીકૃતિ કરી શકાય છે. કહેવામાં આવ્યું, જે આ તત્ત્વોને નથી જાણતા, તે વ્રતોનો સ્વીકાર કઈ રીતે ક૨શે ? એનું તાત્પર્ય એ છે કે, વ્રતસ્વીકૃતિની પહેલાં જરૂરી છે, તત્ત્વજ્ઞાન, આ પ્રાથમિક શરત છે. અસાંપ્રદાયિકતાનું રહસ્યઃ અણુવ્રત સાથે આ શરત જોડાયેલી નથી, એને કોઈ પણ વ્યક્તિ સ્વીકારી શકે છે. કોઈ પણ વ્યક્તિ જુએ કે આચાર-સંહિતા સારી છે, ઉદ્દેશ કલ્યાણકારી છે, તે અણુવ્રતી બની ગઈ. આ ફરક બહુ સ્પષ્ટ છે ઃ બાર વ્રત જૈન દર્શન - તત્ત્વજ્ઞાનના આધારે સ્વીકૃતત છે અને અણુવ્રત સામાજિક સંર્દભમાં સ્વીકૃતવ્રત છે. તેમ છતાં અણુવ્રતનું પોતાનું સમ્યગ્ દર્શન છે, તત્ત્વજ્ઞાન છે. જ્યાં સુધી અણુવ્રતનું સમ્યગ્ દર્શન સ્પષ્ટ નહીં થાય, ત્યાં સુધી અણુવ્રતી બનનાર પણ કમજોર જ રહેશે અને અણુવ્રતની સમ્યગ્ ફળપ્રાપ્તિ શક્ય નહિ બને. અણુવ્રતનું સમ્યગ્ દર્શન કોઈ સંપ્રદાય પર આધારિત નથી.એના માટે ન ચા૨ આર્ય સત્યોનું જ્ઞાન જરૂરી છે, ન નવ તત્ત્વોનું જ્ઞાન જરૂરી છે. અણુવ્રતની અસાંપ્રદાયિકતાનું રહસ્ય એ છે કે ઃ તે કોઈ સંપ્રદાય વિશેષના દર્શન પર આધારિત નથી. જો અણુવ્રત સાથે જૈન દર્શનનું તત્ત્વજ્ઞાન જોડી દેવાયું હોત તો તે કેવળ જૈનો માટે જ ઉપયોગી બની રહેત. અપણે તેને જૈન-અર્જુન બધા માટે ઉપયોગી માનીએ છીએ, તેથી જ જૈન તત્ત્વજ્ઞાન એની સાથે ન જોડાઈ શકે. આ ષ્ટિએ અણુવ્રત કોઈનું નથી, અને કોઈનું લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ – ૧૬૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ નથી, માટે જ અણુવ્રત સૌનું જ છે. જો કે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય. ઈચ્છા-પરિમાણ વગેરે શબ્દો લીધા છે, પરંતુ તત્ત્વજ્ઞાન નથી લીધું, દર્શન અને આચાર નથી લીધાં, તેથી અણુવ્રત અસાંપ્રદાયિક ઉપક્રમ છે. સાંપ્રદાયિકતાનું તાત્પર્ય સાંપ્રદાયિકતાનો અર્થ શો છે ? જે કોઈ સંપ્રદાયની પૂજાપદ્ધતિ. ઉપાસનાપદ્ધતિ અને તત્ત્વજ્ઞાનની સાથે જે પદ્ધતિ જોડાયેલ છે, તે સાંપ્રદાયિક હોય છે. અણુવ્રત સાથે આવું કંઈ પણ જોડાયેલું નથી. સમસ્યા એ છે કે જેનોનું વ્રત હોત, તો જેનો એને સંભાળી લેત, પરંતુ લાભ એ પણ. છે ઃ જેનોનું જ હોત તો અન્ય લોકોને સંકોચ થાત. અણુવ્રત સાથે જે વ્યાપક જનમત જોડાયેલો છે, તે તેની સાંપ્રદાયિક દષ્ટિથી પ્રભાવિત થઈને જોડાયેલ છે. જ્ઞાનનો સાર છે આચાર સહુથી પહેલાં અણુવ્રતનું તત્ત્વજ્ઞાન સ્પષ્ટ થવું જોઈએ. એક ગ્રંથ લખવામાં આવ્યો : “અણુવ્રત દર્શન.” આ શ્રેણીમાં “અણુવ્રત · ગતિ-પ્રગતિ', અણુવ્રતના આલોકમાં' વગેરે ગ્રન્થો પ્રકાશમાં આવ્યા. આ ગ્રંથોનું ગહન અધ્યયન જરૂરી છે. જે કામ આપણે કરવા જઈ રહ્યા છીએ, તે અંગે પૂરતું જ્ઞાન નહિ હોય, તો કોઈ ફાયદો નહિ થાય. જ્યાં સુધી કાર્ય પ્રત્યે શ્રદ્ધા નહિ હોય, ત્યાં સુધી કાર્ય આગળ નહિ વધે. શ્રદ્ધા અને પ્રેમ પેદા કર્યા સિવાય આચરણની ઈચ્છા ન રાખી શકીએ. પહેલાં આચરણની વાત ન કરો, તેનું જ્ઞાન મેળવો. આ કોઈ અપેક્ષાથી કહેવાયેલું - સવાર : પ્રથમ વર્ષ આચાર પ્રથમ ધર્મ છે. પરંતુ અપેક્ષા એ છે કે ઃ પઢમં નાનું તો થી પહેલાં જ્ઞાન, પછી આચાર. જ્ઞાનનો સાર છે આચાર. જે આચાર ફલિત થાય છે, એના માટે દૃષ્ટિકોણનું નિર્માણ થવું જોઈએ. દષ્ટિનું નિર્માણ નહિ થયું હોય, તો વ્રતનો સ્વીકાર નહીં થાય. અને વ્રત સ્વીકારાશે તો પણ ઢીલુંપોચું સ્વીકારાશે. જો દૃષ્ટિકોણ સ્પષ્ટ હશે તો તેના પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા ઉત્પન્ન થશે. તે જીવનની આસ્થા બની રહેશે. અને તે વ્રત તૂટશે નહીં, જીવનનું અંગ બની જશે અણુવ્રત સમ્યગ્દર્શન પ્રશ્ર ઉદ્દભવે છે : અણુવ્રતનું તત્ત્વજ્ઞાન શું છે ? આ સંદર્ભે પદાર્થ અને ચેતના બંને વાતોને સમજવી પડશે. જો દષ્ટિકોણમાં પદાર્થ મુખ્ય છે અને ચેતના ગૌણ છે, તો તેનું પરિણામ હશે ? માનસિક તનાવ, અપરાધ, હિંસા, અશાંતિ, આતંક વગેરે. જેણે પદાર્થને મુખ્ય માની લીધો, તેના આકર્ષણનો વિષય તે જ બનશે. પદાર્થ પ્રધાન અને ચેતના ગૌણ, આ અણુવ્રત તત્ત્વજ્ઞાનનું મિથ્યા દર્શન છે. આજની તમામ સમસ્યાઓનું કારણ લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૧૬૬ Page #168 -------------------------------------------------------------------------- ________________ છે : પદાર્થને મુખ્ય માની લેવો. જમીનના નાનકડા ટુકડા માટે પણ બે ભાઈ લડતા હોય છે. પાંચ - દશ હજાર રૂપિયા માટે કોર્ટ-કચેરીમાં કેસ દાખલ કરી દે છે. આવું કેમ થાય છે ? એટલા માટે કે વ્યક્તિ પદાર્થને પ્રધાન માનીને ચાલે છે, ચેતના પર પડદો પાડી દે છે. જ્યાં દષ્ટિકોણ પદાર્થમય હોય છે, ત્યાં સંઘર્ષ વિવાદ, કલહ તથા વિવિધ પ્રકારની મુશ્કેલીઓ પેદા થાય છે. એક માણસ ચોરી કરે છે. ચોરી કરવાથી તેની ચેતના નીચી જાય છે તેની ચિંતા નથી, પરંતુ ચોરી કરવાથી જ ધન પ્રાપ્ત થાય છે, તેનું મૂલ્ય તેને મન અધિક છે. જેટલા પણ અપરાધ છે તેની પૃષ્ઠભૂમિમાં આ પદાર્થવાદી દૃષ્ટિકોણ જ રહેલો છે, અણુવ્રતનું સમ્યગ્દર્શન છે, જ્યાં ચેતના મુખ્ય અને પદાર્થ ગૌણ હોય છે, ત્યાં સમસ્યાનું સમાધાન છે. ચેતના શુદ્ધ રહે, પવિત્ર રહે- આ દૃષ્ટિકોણ મુખ્ય હશે, તો માનસિક, શાંતિ વધશે, અપરાધ ઘટશે, હિંસા ઓછી થશે. માફર્સ અને મહાવીરની કલ્પના માકર્સે એક દષ્ટિકોણ રજૂ કર્યો,- વ્યક્તિગત સ્વામિત્વ ન હોવું જોઈએ. તેમણે રાજ્યવિહિન સમાજની કલ્પના રજૂ કરી. આ અહિંસાત્મક દૃષ્ટિકોણ હતો. શક્તિ અને દડના બળે એવી કોઈ કલ્પના કરી શકાય નહિ. એવી જ કલ્પના ભગવાન મહાવીરે કરી. તેઓએ આના માટે કલ્પાતીત શબ્દનો પ્રયોગ કર્યો. એક શબ્દ છે : અહમિન્દ્ર અથર્ હું ઈન્દ્ર છું. એવી કલ્પના કરાઈઃ કોઈ સ્વામી નથી. તે જ સેવક અને તે જ ઈન્દ્ર છે. આ વ્યવસ્થાનું નામકરણ કરાયું - અહમિન્દ્ર. એવી જ કલ્પના સાધુઓ માટે કરવામાં આવી. મુનિ સાધના કરે છે. તે કલ્પનામાં રહે છે. હવે સાધના કરતાં કરતાં એવી સ્થિતિમાં પહોંચી ગયો, તે કલ્પાતીત થઈ ગયો. ત્રીજી સ્થિતિ છે : યૌગલિક મનુષ્યોની. તેઓ પણ કલ્પાતીત છે. કોઈ વ્યવસ્થા નહીં, બધું જ સ્વયંસંચાલિત. આ પોતાના શાસનનો,આત્માનુશાસનનો માર્ગ જે મહાવીરે આપ્યો, એનો આધાર આ હતો- જેનો કષાય ઉપશાંત હોય છે, અલ્પ સંકુલેશ હોય છે, ત્યાં એવી સ્થિતિ સર્જાઈ શકે છે. સ્વાર્થ અને પરમાર્થનું સામંજસ્યઃ મહાવીર અને માકર્સના ચિંતનમાં ફરક હોઈ શકે, પરંતુ તેનો જે નીચોડ છે, તારણ છે, તે શાસનવિહિન રાજ્યની કલ્પના છે. આવી કલ્પના પણ પોતે જ ખૂબ મોટી વાત છે. તે અણુવ્રત સાથે જોડાયેલ દર્શન છેવ્યક્તિગત સ્વામિત્વ ન હોય, સ્વાર્થનું વિલીનીકરણ થઈ જાય. અણુવ્રતના તત્ત્વજ્ઞાનનું સમ્યમ્ દર્શન છે સ્વાર્થ અને પરમાર્થનું સામંજસ્ય. વ્યક્તિગત લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૬૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ સ્વામિત્વ વ્યક્તિની એક મૌલિક મનોવૃતિ છે. અણુવ્રતના સંદર્ભે સ્વાર્થને પરમાર્થની ભૂમિકા સુધી લઈ જાવ અને તેને વિસ્તારીને પદાર્થની સાથે જોડી દો. વેદાન્તમાં એક બ્રહ્મની વાત કહેવાઈ છે. ચેતનાને એટલી વ્યાપક બનાવી દો કે બ્રહ્મ સાથે એકાકાર થઈ જાય. આ દૃષ્ટિકોણ જો રચાઈ ગયો, તો બૂરાઈને અવકાશ નહિ રહે. જૈન દર્શનમાં આત્મતુલાની વાત કહેવાઈ છે. સૌને પોતાના સમાન સમજો. તેમાં પણ બૂરાઈ માટે કોઈ જ અવકાશ નથી. આ તત્ત્વો સ્વાર્થથી પરમાર્થ તરફ લઈ જનારાં હતાં, પરંતુ આ દર્શનો પ્રત્યે પ્રીતિ પેદા કરવામાં ના આવી. તમામ જીવ સમાન છે, પરંતુ બધા જ જીવો માટે શ્રદ્ધા કેટલી છે ? શું આ પ્રશ્રો ક્યારેય મનમાં થાય છે ખરા ? જો દરેક જીવ પ્રત્યે શ્રદ્ધા ગાઢ થઈ જાય, તો કોઈના પ્રત્યે અપ્રિય વ્યવહાર શક્ય છે ખરો ? દષ્ટિ સૃષ્ટિ કોઈ સિદ્ધાંતને માનવો એક વાત છે અને તેમાં શ્રદ્ધા હોવી, પ્રીતિ હોવી તે બીજી વાત છે. આજે મૂળ આવશ્યકતા છે : પ્રીતિ - પ્રેમ પેદા કરવામાં આવે, ચેતના પ્રત્યે શ્રદ્ધા અને આકર્ષણ કરવામાં આવે. વ્યક્તિએ પોતાનાપણાની હદ પોતાના પરિવાર સુધી ટુંકાવી દીધી, સીમિત કરી નાખી, તેનો (મોભો) ખૂબ નાનો બની ગયો છે. એની હદને વધારી દેવામાં આવે, એ એક ઉપાય છે. અણુવ્રતના તત્ત્વજ્ઞાનનું સમ્યગુ દર્શન છે : સ્વાર્થ અને પરમાર્થનું સામંજસ્ય. ચેતના અને સ્વાર્થના વિસ્તાર પ્રત્યે શ્રદ્ધા જાગશે, તો વ્રતને ગ્રહણ કરવાની ભાવના સ્વતઃ જાગશે જ. બાર વ્રતોનો સ્વીકાર એમણે કર્યો, જેમને ભગવાન મહાવીરના દર્શન પ્રત્યે શ્રદ્ધા જાગી. અણુવ્રતને પણ તે સ્વીકારશે, જેને અણુવ્રતના તત્ત્વજ્ઞાન પ્રત્યે શ્રદ્ધા હશે. આપણે એક નવીન દષ્ટિનો સ્વીકાર કરીએ, તેનું નિર્માણ કરીએ. દષ્ટિનું નિમણિ થશે, તો સૃષ્ટિનું નિમણિ આપોઆપ થઈ જશે. વ્યક્તિના નિર્માણનું આ જ રહસ્યસૂત્ર છે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૧૬૮ Page #170 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને આજનું યુવામાનસ એક યુવાનને પૂછ્યું, ધર્મની આરાધના કરો છો ? જવાબ મળ્યો, હું એને આવશ્યક નથી માનતો. બીજા યુવાનને પણ એ જ પ્રશ્ન પૂછ્યો. જવાબ મળ્યો, મને એમાં અચિ નથી. ત્રીજા યુવાનને પણ એ જ પ્રશ્ન પૂછયો. જવાબ મળ્યો, હું ધર્મને આવશ્યક માનું છું. મારી તેમાં સ્ત્રી પણ છે, પણ શું કરું? બહુ વ્યસ્ત છું. ધર્મની આરાધના માટે સમય જ નથી ફાળવી શકાતો. ત્રિપદી અનાસ્થા, અસ્ત્રચિ અને વ્યસ્તતા - આ ત્રણે સમસ્યાઓમાં અટવાયેલું છે આજનું યુવામાનસ. ત્રીજી સમસ્યા જટિલ નથી. પ્રથમ બે જટિલ છે. સમયના આયોજનનું સૂત્ર હાથ લાગી જાય, તો વ્યસ્તતાની સમસ્યાનું સમાધાન થઈ શકે છે. મેં એક યુવકને પૂછ્યું, તમારી પાસે શરીર અને મન- આ બે પ્રાણ તત્ત્વો છે. શરીર બહુ સબળ છે અને મન બહુ દુર્બળ છે. શું આ સ્થિતિ ઇચ્છનીય છે? યુવકે કહ્યું, ક્યારેય નહિ, જો મન દુર્બળ હશે, તો શરીર કોઈ મોટું કામ નહિ કરી શકે. મેં વાત આગળ વધારતાં પૂછ્યું, કોઈ વ્યક્તિનું શરીર દુર્બળ હશે અને મન સબળ તથા પ્રબળ હશે, તેવી સ્થિતિમાં શું થશે? યુવકે જવાબ આપ્યો, જો મન પ્રબળ હશે, તો શરીરની દુર્બળતા એટલું કષ્ટ નહિ આપે, જેટલું કષ્ટ દુર્બળ મનવાળાને આપે છે. વધુ એક પ્રશ્ન મેં કર્યો, તમે શરીરને બળવાન રાખવામાં કેટલો સમય આપો છો અને મનને બળવાન રાખવામાં કેટલો સમય ફાળવો છો ? તે યુવાન બોલ્યો, શરીરની દેખભાળમાં કલાકો વીતાવીએ છીએ, લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ૧૬૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ મન માટે બિલકુલ સમય ફાળવાતા નથી. શું આ ઉચિત છે?” મેં પૂછ્યું. આ પ્રશ્નના જવાબમાં યુવાન બોલ્યો, હવે વાત સમજમાં આવી ગઈ, મનને સ્વસ્થ રાખવા પણ હું સમય ફાળવીશ.” તેણે આગળ કહ્યું, “હું બહુ જ વ્યસ્ત છું, મારી પાસે સમય નથી, આ બધાં બહાનાં છે. મૂળ વાત એક જ છે, ધર્મની વાત સમજમાં નથી આવતી, માટે ધર્મને માટે સમયની ફાળવણી થતી નથી. ઉપયોગિતાનો બોધ ધર્મનો અર્થ છે, પોતાના કષાયો (દોષો) પર નિયંત્રણ કરવું. ક્રોધ, માન, માયા લોભ, ભય વગેરે પર નિયંત્રણ મેળવવું, નિયંત્રણની શક્તિના વિકાસની સાધના કરવી. અદશ્ય કે અગમ્ય પ્રત્યે અનાસ્થા હોઈ શકે. પોતાની વૃત્તિઓ પર નિયંત્રણ કરવું જિંદગી માટે શ્રેયસ્કર છે. આ દ્રશ્ય વધુ બુદ્ધિગમ્ય છે. માનસિક તનાવમુક્ત અને શાંતિનું જીવન જીવવા માટે આવશ્યક છે. એમાં અનાસ્થાનો પ્રશ્ન જ કયાં છે ? જે લોકો ધર્મ વિષે અનાસ્થાની વાત કરે છે, તેઓ ધર્મના મર્મને સમજ્યા વગર જ કહી દે છે. આત્મા, પરમાત્મા જેવાં બુદ્ધિથી પર તત્ત્વો માટે અનાસ્થા હોઈ શકે, પરંતુ મન અને ભાવનાના સ્તર પર ધર્મની વાતો કરવામાં આવે, તેમાં અનાસ્થાનો પ્રફ. ક્યાંથી આવે ? અસ્ત્રચિને અચિમાં બદલી શકાય. ઉપયોગિતાનું જ્ઞાન અને સમ્યક સંપર્ક –આ બંને અસ્ત્રચિને સૂચિમાં બદલી નાંખે છે. પર્યાવરણમાં પ્રદૂષણ ન ફેલાય, હિંસા વધતી અટકે, શોષણ ન રહે, આંતકવાદી પ્રવૃત્તિઓ ન થાય - સામાજિક ભૂમિકા પરથી આ વાતો કહેવાઈ રહી છે. શું આ બધી વાતો ધર્મની વાતો નથી ? કોઈ પણ વ્યક્તિ અને સમાજ, અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત ધર્મ વિના સ્વસ્થ ન રહી શકે, તેથી ધર્મનું નામ લઈએ કે ના લઈએ, ધર્મની સચ્ચાઈને સ્વીકારવી જ રહી. ઊર્ધ્વ આરોહણનાબે માર્ગ જૈન દર્શનનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે : અનેકાન્ત. એને દયંગમ બનાવીને સત્યને ઓળખી શકીએ છીએ, માણી શકીએ છીએ. જીવન એક સચ્ચાઈ છે. બધા જીવી રહ્યા છે. તે સચ્ચાઈને સમજવા માટે અનેકાન્ત દષ્ટિનો પ્રયોગ જરૂરી છે. એક સામાજિક પ્રાણી કામ અને અર્થના મહાસાગરનો એક દ્વીપ છે. જો જીવનની આ સીમા હોય, તો ચારે બાજુ કામનાઓનું જળ છે અને તે દ્વીપ તોફાની તરંગોથી આકાંત થવા માટે વિવશ છે. લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૭૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ જીવન ગતિશીલ છે. એમાં વિકાસની અનંત સંભાવનાઓ અને અસીમ ક્ષમતાઓ છે. તે કામના રૂપી જળથી ઉપર ઊઠીને ઊધ્વરોહણ કરી શકે છે. ઊધ્વરોહણના બે માર્ગ છે : ધર્મ અને મોક્ષ. એના દ્વારા જીવનનો વિકાસ થઈ શકે છે, ઉન્નયન થઈ શકે છે. સમગ્ર જીવનઃ ચાર વિભાગમાં સામાજિક પ્રાણીના જીવનની સમગ્રતાને ચાર વિભાગમાં વહેંચી શકાય છે : (૧) કામનાનું જીવન (૨) અર્થનું જીવન (૩) ધર્મનું જીવન (૪) મોક્ષનું જીવન આ ચારેય વિભાગોમાં જીવનાર માનવી સમગ્ર જીવનને જીવી રહેલ છે. તે માત્ર સામાજિક જ નથી, ધાર્મિક પણ છે. તે માત્ર ધાર્મિક જ નહીં, સામાજિક પણ છે. તેણે બંને ક્ષેત્રોમાં કામ કરવું પડે છે. તેના માટે ઇચ્છનીય છે : ધાર્મિક ચેતના સાથે સામાજિક ચેતનોનો વિકાસ. આ છે જીવનનો સંતુલિત વિકાસ. વૈદિક આચાર્યોએ કામ, અર્થ, ધર્મ અને મોક્ષની હદ નક્કી કરેલી છે. સમગ્રતાની દષ્ટિએ તે ખૂબ યોગ્ય છે. કામની એ હદ છે કે તે અર્થને અવરોધે નહિ. અર્થની સીમા છે કે તે કામને ના અવરોધે. અર્થ અને કામની હદ છે- તે ધર્મને અવરોધ ના કરે. ધર્મની સીમા છે કે અર્થ અને કામને બાધારૂપ ન બને. આ ત્રણેય પુરુષાર્થ પરસ્પર અબાધિત થઈને અડચણ ઊભી કરતા નથી. આ પુરુષાર્થચતુષ્ટયના વિષયમાં વૈદિક વ્યવહાર છે. સામાજિક પ્રાણી આ ચારેયની સાપેક્ષતાથી જ, સ્વસ્થ અને સંતુલિત જીવન જીવી શકે છે. સમસ્યા છે : અસંતુલિત જીવનશૈલી વર્તમાન જીવનશૈલી અસંતુલિત છે. તે કામ અને અર્થથી વધારે પ્રભાવિત છે. ધર્મ અને મોક્ષની ઉપેક્ષા થઈ રહી છે. એનું પરિણામ છે ? સ્વાર્થનું એકચક્રી સામ્રાજ્ય. યુગ છે સમાજવાદનો. સામાજિક ચેતના અને સહકારીતા વધારવાનો અવાજ બુલંદ બની રહ્યો છે. દીવા તળે અંધારું છે. વ્યક્તિગત સ્વાર્થ વધારે પોષાઈ રહ્યો છે. ધર્મની ચેતનાનો સંતુલિત વિકાસ થાત, તો સ્વાર્થ આટલો નિરંકુશ ન બનત. અર્થપ્રાધાન્યતા એટલી વધવા માંડી છે કે, વ્યક્તિ કરવા જેવાં અને ન કરવાનાં કામો વચ્ચેનો ભેદ ભૂલી રહી છે. માનવસંબંધોની મીઠાશ પણ ખટાશમાં પલટાઈ ગઈ છે. કરુણાનું ઝરણું સુકાઈ રહેલ છે. કૂરતાએ દરેક દિશામાં પોતાનો લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૭૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ પગપેસારો કરેલ છે. પરિણામે કૌટુમ્બિક કલેશ વધી ગયા છે. સમર્થ દ્વારા અસમર્થનું શોષણ થઈ રહ્યું છે. માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં એક પ્રકારનો તનાવ ફેલાઈ રહ્યો છે. માનવીનું સ્તર એટલું નીચું જવા લાગ્યું છે કે, લગ્ન સમયે દહેજ ન મળવાથી કે ઓછું મળવાથી, યુવતીને જીવતી સળગાવવામાં પણ કોઈ સંકોચ કે ક્ષોભ અનુભવતું નથી. જ્યાં અર્થને પ્રાધાન્ય અપાય, ત્યાં કંઈપણ સંભવી શકે છે, કશું જ અસંભવ નથી. સ્વાર્થે અર્થપ્રધાન દૃષ્ટિકોણનું નિમણિ કર્યું છે, કે પછી અર્થપ્રધાન દષ્ટિકોણે સ્વાર્થનું નિર્માણ કર્યું છે, તેનું સંશોધન કરવું પડશે. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૭૨ Page #174 -------------------------------------------------------------------------- _