SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાના ધનને પડાવી લેવાનો, હડપ કરી જવાનો, જે દષ્ટિકોણ છે, તે બદલાવો જોઈએ. જે પોતાના શ્રમ દ્વારા અર્જિત નથી- પેદા કરેલ નથી તે ધન મારા માટે માટી સમાન છે, આ દષ્ટિકોણ તે સમ્યક્ દષ્ટિકોણ છે. જગતનાં સઘળાં પ્રાણી મારા મિત્રો છે, આ દષ્ટિકોણ પ્રાણીમાત્ર પ્રત્યે આત્મીય દષ્ટિકોણનું નિર્માણ છે. અસ્તિત્વ સ્વંતત્ર છે. આ ત્રણ દષ્ટિકોણ છે, જેમનો સંબંધ છે બ્રહ્મચર્ય સાથે, અપરિગ્રહ સાથે અને અહિંસા સાથે. જ્યાં સુધી એ ધારણા નહીં બદલાય, કે મનુષ્ય જ સર્વશ્રેષ્ઠ પ્રાણી છે, ત્યાં સુધી બધા જ પદાથ તેના માટે ખાદ્ય છે, તે ભોક્તા છે, બધાનો નિયંતા છે, કર્તા-હત છે, ત્યાં સુધી પર્યાવરણના પ્રદૂષણને મટાડવાની વાત આકાશ-કુસુમ જેવી બની રહેવાની. માત્ર કલ્પનામાં જ તેનું અસ્તિત્વ રહેવાનું. આ દષ્ટિકોણનો વિકાસ થવો જોઈએ કે જગતમાં જેટલાં પ્રાણી છે તે દરેકને સ્વતંત્ર અને મુક્ત જીવનનો હક્ક છે. આ સ્થિતિમાં પદાર્થવાદી, ભોગવાદી દષ્ટિકોણમાં પરિવર્તન શકય બને છે. માનવીની ખોટી ધારણાઓએ જ અનેક સમસ્યાઓને જન્મ આપેલો છે. આપણો દષ્ટિકોણ અસ્તિત્વવાદી દૃષ્ટિકોણ બનવો જોઈએ. દરેકનું સ્વતંત્ર અસ્તિત્વ છે. કોઈ કોઈના માટે નથી અને જ્યાં કોઈને પોતાના તાબામાં સમજવાની શરૂઆત થાય, ત્યાં જ ઝઘડો-હિંસા શરૂ થાય છે. જો પુત્ર પિતા માટે જન્મ્યો હોત, તો ક્યારેય પુત્ર પિતાને મારતા નહીં. આ તાદર્થ્યની વાત અત્યંત સ્થળ છે. આપણે આપણી ધારણાઓને પહેલાં બદલવી પડશે, દૃષ્ટિકોણનું શુદ્ધીકરણ કરવું જ પડશે, જેથી આપણી દષ્ટિ-આપણું દર્શન સમ્યક્ બને. પ્રશ્ન એ છે કે, આપણે આપણો દષ્ટિકોણ બદલવા તૈયાર નથી, તેથી જ અહિંસક સમાજની રચનાનું કાર્ય આગળ નથી વધતું. સહુથી પ્રથમ આપણી ખોટી માન્યતાઓ-ધારણાઓને બદલીએ. જે કંઈ છે તે બધું જ પોતાનું માનીને અહમૂની મિથ્યા-ખોટી ધારણા કરી લેવી તે ક્રૂરતાને જન્મ આપે છે. આપણે હૃદય-પરિવર્તનની પ્રક્રિયાની મીમાંસા કરીએ. આપણે સૌથી પ્રથમ દષ્ટિકોણને બદલીએ. આ વાત સમજમાં આવી જશે, તો સમસ્યાનું સમાધાન અવશ્ય થઈ જશે. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજL ૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy