________________
શું અહિંસાનું શિક્ષણ શક્ય છે?
વર્ષાઋતુ હતી. અધ જુલાઈ માસ વીતી ગયેલો. વષનું એક ટીપું પણ નહીં પડેલું. એક ખેડૂત પોતાના ખેતરમાં ગયો. તેણે જોયું તો ખેતરમાં માટી સિવાય કંઈ જ નહોતું. પ્રશ્ન થયો, સહજ રીતે થાય પણ ખરો, શું અહીં ખેતી શક્ય છે ? છોડ ઊગશે ? પાક થશે ? પરંતુ જેવી વર્ષા થાય છે, હળ ચાલે છે, બીજ રોપાય છે, વાવણી થાય છે, છોડ ઊગે છે અને બે-ચાર મહિનામાં ખેતર પાકથી હરિયાળું લીલુંછમ બની જાય છે અને તે વખતે અસંભવ- સંભવનો પ્રશ્ન રહેતો નથી. અહિંસા માટે પણ ભૂમિ તો ફળદ્રુપ છે, ફક્ત વર્ષા જ નથી થઈ. બીજ વવાયું નથી. છતાં સહજ પ્રશ્ન થાય છે કે, અહીં અહિંસાનું બીજ ક્યાંથી રોપાય, કારણ કે દરેક વ્યક્તિમાં હિંસાનું બીજ રહેલું છે ! પરંતુ એ ન ભૂલવું જોઈએ કે હિંસાની સાથે સાથે, અહિંસાનું બીજ પણ પ્રત્યેક વ્યક્તિમાં પડેલું જ છે. જે બીજને જેવું નિમિત્ત મળે છે, તે બીજ તેવી રીતે પાંગરીને બહાર આવે છે. આમ મનુષ્યમાં બંને પ્રકારનાં બીજ રહેલાં છે, કયા પ્રકારનું નિમિત્ત મળે છે, તેના ઉપર બધું નિર્ભર છે.
હિંસાનાં બીજ પારિવારિક વાતાવરણ
અહિંસાના પ્રશિક્ષણનું સૂત્ર છે : હિંસાના બીજને સુષપ્ત બનાવી દઈને અહિંસાનાં બીજને જાગૃત કરવાં. આ અઘરું હશે, પણ અશક્ય તો નથી જ. આવશ્યકતા છે બીજ ઉગાડવાની, પણ આજકાલ કયાં બીજ વવાઈ રહ્યાં છે ? ચારે બાજુ હિંસા વધી રહી છે. જો આ બીની વાવણી ન થઈ હોત, તો હિંસાનો પાક વધ્યો ન હોત. ધ્યાન આપવાનું છે, બીજ અને નિમિત્તો ઉપર. અહિંસાના બીની વાવણી માટે પ્રશિક્ષણ ખૂબ જરૂરી છે. એક બાળક હોય છે. તેને પોતાના પરિવારમાંથી પ્રારર્મિક શિક્ષણ જ હિંસાનું મળે છે. તેનામાં પરિગ્રહ પ્રતિ આકર્ષણ હોય, તે સ્વાભાવિક છે. તે જુએ છે જે કંઈ મળે છે, તે પૈસા દ્વારા જ મળે છે. તે એ પણ જુએ છે કેઃ પૈસા માટે ઝઘડા પણ થાય છે અને તેથી, તેનામાં બાળપણથી જ આ
લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ ૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org