________________
સંસ્કારો ઘર કરી જાય છે કે, લડાઈ-ઝઘડા કંઈપણ કરો, પણ પૈસા તો આપણી પાસે હોવા જ જોઈએ. તેણે એ પણ જોયું કે પૈસા માગવાથી નથી મળતા, લડાઈ-ઝઘડો કર્યો, તો પૈસા મળી ગયા. એક સંસ્કારે ઘર કરી લીધું- ક્રોધ વગર કામ નથી થતું. સમગ્ર પારિવારિક વાતાવરણમાં તેને હિંસાનાં નિમિત્ત મળી રહે છે. સામાજિક વાતાવરણમાં પણ તેને હિંસાનાં નિમિત્ત મળે છે. આમ, આ તમામ બીજ હિંસાનાં હોય તો ફળ અહિંસાનું મળે ક્યાંથી ! એ વાત જ કેવી અટપટી લાગે છે !
શિક્ષણનું વાતાવરણ
આજે શિક્ષણજગતનું વાતાવરણ પણ હિંસાથી મુક્ત નથી રહો. વિદ્યાર્થી ઇતિહાસ ભણે છે, તેનો સાર એટલો જ મળે છે, “જેની લાકડા તેની ભેંસ !” તમારામાં શક્તિ નથી, તો કંઈ જ નથી. એક બાળકને ખ્યાલ નથી હોતો કે, શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો, તેથી તે શક્તિને કદ્ધચ ગેરમાર્ગે વાળશે, તો તે દુરુપયોગ તેના પતનનું કારણ બની રહેશે. બીજાંઓને પીડાકારક, દુઃખનું કારણ બની રહેશે. આજે વૈજ્ઞાનિક વિકાસને કારણે શક્તિ અનેક ગણી વધી ગઈ, પરંતુ આ શક્તિનો ઉપયોગ વિનાશ માટે જ થઈ રહ્યો છે.
શક્તિના પ્રયોગની દિશા
પ્રશ્ન એ છે કે શક્તિનો પ્રયોગ કઈ દિશામાં થવો જોઈએ ? માનવકલ્યાણના વિકાસમાં કે માનવના અકલ્યાણ- વિનાશમાં ? એના માટે જરૂરી છે, અહિંસાનું શિક્ષણ. આજે પ્રાપ્ત શક્તિનો ૨૦ % ભાગ જ માનવકલ્યાણમાં વપરાય છે, જ્યારે ૮૦ % ભાગ માનવના વિનાશમાં જ ખચઈિ જાય છે. બધા મનુષ્યોના સંસ્કાર સમાન નથી હોતા. આપણે એમ ન માની લઈએ કે તમામ લોકો અહિંસાનું શિક્ષણ મેળવવા તૈયાર થઈ જશે અને શિક્ષિત પણ થઈ જશે જ. અહિંસાનું શિક્ષણ આવશ્યક છે. સંભવિત છે અને ઉપયોગી પણ છે. એ સાચું છે કે તમામ માનવીના સંસ્કાર સમાન નથી, પણ એની સાથે જોડાયેલ આ બાબત પણ એટલી જ સાચી છે કે : ઘણા બધા લોકોમાં પડેલા અહિંસાના સુષુપ્ત સંસ્કારોને જગાડી શકાય
છે.
પ્રશિક્ષણનો ઉપાય
અહિંસાના પ્રશિક્ષણનો ઉપાય શો હોઈ શકે ? કયા માર્ગે આ શિક્ષણ મેળવી શકાય ? એના બે ઉપાય છે : (૧) સૈદ્ધાંતિક બોધ અને (૨)પ્રાયોગિક બોધ.
લોકતંત્રઃ નવી વ્યક્તિ, નહેર જD૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org