________________
સમ્યફ બોધ અને સમ્યક દર્શન, જેના દ્વારા અવધારણાઓના શુદ્ધીકરણની તક મળે છે, તેની સાથે સાથે પ્રાયોગિક પ્રશિક્ષણ પણ ચાલે. કેવળ સિદ્ધાંત જાણવાથી કામ ન ચાલે. આંતરિક-પરિવર્તન પણ એટલું જ જરૂરી છે. મનને વચ્ચે જ રહેવું છે, ના અહીં ના ત્યાં. બહારથી ઈન્દ્રિયોનું દબાણ પડે છે અને અંદરથી આશ્રવોનું- સંસ્કારોનું દબાણ ચાલે છે. બિચારું મન ચંચળ અને કમજોર થઈ જાય છે. આવી સ્થિતિમાં હિંસા વધે જ ને ? અહિંસાના પ્રશિક્ષણ સમયે આપણે એ વાત ઉપર જ ધ્યાન આપવાનું છે, કે મનની ચંચળતા ઓછી કેમ થઈ શકે ? આ છે પરિવર્તનનું પહેલું સૂત્ર- પ્રથમ નિયમ. જેની માનસિક ચંચળતા જેટલી વધારે તેટલો તે માનવી વધારે દુઃખી થાય છે. જેની માનસિક ચંચળતા જેટલી ઓછી. તેને તેટલાં દુખ ઓછાં હશે. દુખનો સંબંધ ઘટના સાથે નથી. માનવીની સંવેદના સાથે સંકળાયેલું છે દુઃખ. મન જેટલું વધારે ચંચળ, તેટલી સંવેદનાઓ વધારે. જેટલું ચંચળ ઓછું તેટલી સંવેદનાઓ ઓછી. હિંસા પણ આ સ્થિતિમાં વધારે થાય છે. જ્યાં સુધી વ્યક્તિ બદલો નથી લેતી. ત્યાં સુધી તેનું મન શાંત નથી થતું.
જરૂરી છે આંતરિક પરિવર્તન
મનની ચંચળતાને દૂર કરવા જરૂરી છે. માનવીનું આંતરિક પરિવર્તન. એના માટે જરૂરી છે ધ્યાનનો પ્રયોગ. ધ્યાન વગર આંતરિક સંશોધનશક્ય જ નથી. વૃત્તિઓ અને આશ્રવોનું શોધન-આંતરિક શોધન. આ શુદ્ધીકરણ અંતરમાં ચાલે. બહાર આપણે ઈન્દ્રિયોને વશમાં કરવા લાગીએ પ્રત્યાહાર કરીએ. આમ અંદર અને બહાર, બંને પ્રક્રિયાઓ સાથે ચાલશે તો અહિંસાના પ્રશિક્ષણની વાત જરૂર આગળ વધશે. આજે આંતરિક શુદ્ધીકરણને નકારી કાઢવામાં આવે છે. ફક્ત કાયદાના સહારે કશું જ ના થઈ શકે. આપણે પાછા પડીને ધર્મના માર્ગે પ્રયાણ કરવું જ પડશેધર્મનો અર્થ છે : ઈન્દ્રિય પર અમુક હદ સુધી નિયંત્રણ, આંતવૃત્તિઓનું શુદ્ધીકરણ અહિંસાના પ્રશિક્ષણ માટે આ જ ધર્મ છે. વળ શોધનપરિક્કર ફેરવિચારણા અને નિયંત્રણ. આ છે અધ્યાત્મ. આ દિશામાં ડગ માંડ્યા વગર અહિંસાના પ્રશિક્ષણની વાત શકય નથી જ. આનો અર્થ એ નથી કે વ્યવસ્થા અને કાયદાનું કંઈ મહત્ત્વ નથી. તેમનું પોતાનું મૂલ્ય છે જ, પરંતુ દરેક વખતે તેનું જ મહત્ત્વ આંકવું એ ભૂલભરેલું છે. અહિંસાના પ્રશિક્ષણની સાર્થકતા માટે, આ ભૂલનું શુદ્ધીકરણ કરવું જરૂરી બને છે.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org